કાજળ...!
સમજદારી ભર્યા બે વેણ,
શીખવજો દીકરાને એટલા.
ક્યાંક કોઈ જીદમાં, કોકની
દીકરીનું કાજળ ના રોળાય.
કરજે કોશિશ એટલી,
આંજે કાજળ આંખે.
તું નીરખે નજર પ્રથમે,
કોક પિતાની ઢીંગલી,
એ નજરુંએ ના અભડાય.
આચરણ તારું શુદ્ધ હોય,
ના ભય ,ના કોઈ ભીતિ હોય.
આપજે સન્માન એટલું,
મંદિરની એ પૂજનીય મુરત,
ક્યારેય ના ખંડિત થાય.
મિલન લાડ. વલસાડ.
મુકામ...
મુહોબ્બત કી હે, પર ઐયાશી ના કી કભી,
તડપા જરૂર હું, લેકિન ફરિયાદ ના કી કભી.
તું ઇતની નાદાન તો ન થી, કે ન સમજ પાતી,
મુહોબ્બત તુમકો ભી થી, કયું જતાઈ ના કભી?
મત રહ ખામોશ, લફઝ વો બયાન કર દિલ કી બાત,
ફિર ન રોના, વક્ત એ હાલાત જો તું ન સમજે અભી.
લે લે વક્ત, સોચ લે, મંજૂર, જો ભી હો ફેંસલા તેરા,
ઇસ દિલ કે મુકામ મે સિર્ફ તું રહેગી, પર કોઈ ઓર નહિ !
ઓઝલ હો જાઉંગા ઇસ કદર, તેરી નજરો કી ચોખટ સે,
બસ એક બાર કેહ દે, તુને દિલ્લગી કી થી મુહોબ્બત નહિ.
મિલન લાડ. વલસાડ.
વાયદો...
એજ રસ્તો,
રસ્તાનો એ પહેલો વળાંક,
ખૂણામાં એક મોટું ઝાડ,
ઝાડ નીચે એક બાકડો,
દીઠા બે પારેવડાં,
આવી બેઠા એ બાકડે,
નયન માં નયન પરોવી,
હાથ માં હાથ નાખી,
વાયદો આપી એકમેક ને,
ફરી મળવાના વિશ્વાસે,
છૂટા પડ્યા હતા એ દિ,
દિવસો વીત્યા, વર્ષો વિત્યા,
ઇન્તેઝાર માં એ બાકડો,
થયું ઝાડ પણ અધીરું,
ના દેખાયા પારેવડાં,
કેવા વચન અવિવેકી,
ક્યાં હશે ?
કેવા હશે ?
શું ફરી મળ્યા હશે ?
અવિરત પ્રશ્નો મનમાં ફૂટ્યા,
જાણવાને અધીર બન્ને,
રાહ અવિરત જોતા રહ્યા,
ના આવ્યા પારેવડાં,
ફરી મળવાને બાંકડે,
ભુલાવી વાત આખી,
બન્ને ફરી સાઝા થયા,
રાત ગઈ, દિવસ બદલાયો,
નવો એ સૂરજ,
જૂનો એજ રસ્તો,
રસ્તા નો એ પહેલો વળાંક,
ખૂણામાં એ જૂનું ઝાડ,
ઝાડ નીચે જૂનો એ બકડો,
બાકડે દીઠા નવા બે પારેવડાં,
મિલન લાડ. વલસાડ.
સંયમ...
નીકલા હે સફર મે, અબ એક બાત જહમ મે ભર લેના,
ના પા લો મંજિલ જબતક, થકકર કભી ના રુક જાના.
તૂફાન કો સમુંદર મે દેખ, ઉઠતી લેહરો સે ના ડર જાના,
મન કો અપના અડગ રખના, હર આંધી સે લડ જાના.
આયે પર્વત કિતના ભી ઉંચા, ચિરકર ચટ્ટાને પાંવ શિખર પર રખ દેના,
ગીર ભી ગયા તો ગમ ના કરના, ફિર ઉઠ્કર મંજિલ કી ઓર ચલ દેના.
સચ્ચાઈ કો તુમ સાથમે રખના, અંતિમ સાંસ તક લડ જાના,
હોગી વિજય સંયમ રખના, ના ગલતી કોઈ તુમ ફીર દોહરાના.
આયેગી સફલતા કદમ ચૂમતી, ના કોઈ પ્રયાસ તેરા ખાલી જાયેગા,
મંજિલ આ સામને ગલે મિલેગી, ફીર ચાહે દો આંસુ ખુશી મે બહા દેના,
પર,
ચાહે રાહ કિતની ભી મુશ્કિલ હો, ચલને સે ના ગભરાના,
ના પા લો મંજિલ જબતક, થકકર કભી ના રુક જાના.
મિલન લાડ. વલસાડ.
જિંદગી... ( સુન એ... જિંદગી ! )
જબ જબ ગીરા હું,
ઉઠ્કર કુછ નયા શિખા હું.
રોતા ઇસલિએ નહિ,
કિસીસે ઉમિદે રખતા નહિ હું.
દોડ પડા હું મંઝિલ કી ઓર,
ચટ્ટાને આયે, પર રૂકતા નહિ હું.
હે હોંશલા, ઓર ખુદ પે યકીન,
દૂસરો કે ટુકડો પે પલતા નહિ હું.
જાના હે ચાંદ સે શીતલ રેહના,
સૂરજ કી તપન સે જલતા નહિ હું.
ના શિકવા, ના ગીલા, એ જિંદગી તુજસે,
તુ હરાદે શાયદ, પર મે અભી થકા નહિ હું.
મિલન લાડ. વલસાડ.
બંધન...
પહેલો એ સ્પર્શ,
નજરથી નજરનો,
હૃદયના તાર ઝણઝણાવી ગયો.
બીજો મેળાપ,
થયો જ્યારે હોઠથી,
અંતરમાં રોમ રોમ વ્યાપી ગયો.
ના એ કંઈ બોલ્યા,
ના અમે કંઈ બોલ્યા,
મૌન બની સમય ક્ષણભર થંભી ગયો.
પાંપણ પહેલી,
ઉઠાવે કોણ હવે,
પ્રશ્ન ઘણો ગંભીર થઈ ગયો.
મધમ મધમ,
શ્વાસોનો વેગ,
બુંદ બની, લલાટે ઉભરાઈ ગયો.
પ્રણયની પહેલી,
મુલાકાત જ હતી,
અજનબી એક પ્રેમના બંધનમાં બાંધી ગયો.
મિલન લાડ. વલસાડ.
ઝાંઝવા...
ક્યારેક સીમા બહાર જઈ જીવી જોયું,
ક્યારેક સીમા અંદર રહી જીવી જોયું.
સમજાયું હવે...!
અંદર, બહાર ઘણુખરું હતું માત્ર ઝાંઝવા .
જેને જેટલી જરૂર હતી...!
એણે બસ એટલું ભેળા રહી જોયું,
પરખાયું હવે...!
સંગાથ ને સાથનું તો નામ માત્ર ઝાંઝવા.
મિલન લાડ. વલસાડ.
જંગલ....
દવ લાગ્યો જોને,
જંગલ ભડકે બળે.
અબોલ પશુ, લાચાર
બની કેવા સળવળે!
મનેખ નિર્દય, ક્રૂર ને
કાળ બન્યો છે આજે.
ઉજાડયાં વન- ઉપવન,
પ્રકૃતિ પોકાર કરે.
લૂંટાયા ઘરબાર,
કેટલીય કુખ ઉજાડી
કુટુંબ કુદરતનું,
ત્રાહિમામ કરે.
બન્યું ડીબાંગ આભ કેવું,
રવિને પણ પરાસ્ત કરે.
સમેટાયો કલરવ ક્ષણમાં,
મૌનને પણ વિવશ કરે.
દવ લાગ્યો જોને,
જંગલ ભડકે બળે.
અમાનવીય કૃત્ય,
માનવ છબી છતી કરે.
મિલન લાડ. વલસાડ.
આંખ....
બતાવે છે રંગીન સપના બધાને,
મારે ભાગે વણરંગ્યા જ વધ્યા છે.
અજવાળા રવિના મારે શું કામના?
તારલિયા ચમકી હૃદય અંધારા મિટાવ્યા છે.
ચાહત મનેય છે દોડવાની રાહમાં,
પંખી બની ઉડવાની નીલ ગગનમાં.
ઠોકર વાગી નહિ ત્યાં હાથ કોકે આપ્યા છે,
હાર સમયે જીતના શમણાં ચક્ષુને આપ્યા છે.
મૃત્યુ થી ભય બેશક એમને હશે !
પ્રકાશને જે સચ્ચાઈ માની બેઠા ,
અમે તો નિશને ઘુવડ બની પ્રેમ કર્યો,
જીવન માં જેને અગ્રીમતાએ સ્થાપ્યા છે.
મતભેદ તો માનવી મગજ માં ભરી બેઠો છે,
બાકી આંખો તારે પણ છે અને મારે પણ છે.
ફર્ક બસ એટલો છે...
જે સપના જોવા તારે આંખો બંધ કરવી પડે,
એ સપના ખુલ્લી આંખે મેં સદાય નિહાળ્યા છે.
મિલન લાડ. વલસાડ.
" ગુરુ "
ખડા હું આજ જબ અપને પૈરો પર,
કઈ વજેહો મે સે એક વજેહ, તુમ્હે બતાતા હું !
કંઇ ચૂનોતિયા આયી યહાં તક પહુચને મે,
હર મુશ્કિલો કા આસાન જવાબ, તુમ્હે બતાતા હું !
ગિરા થા, હારા થા, તુટ ચૂકા થા કભી,
ઉમિદ કી રોશની દિખાને વાલા સૂરજ, તુમ્હે બતાતા હું !
પતા થી મંજિલ, પર રાહ સે અનજાન થા,
પથદર્શક બનકર આયા વો ધ્રુવ તારા, તુમ્હે બતાતા હું !
ગુમનામ હોકર ખો ના જાઉં લોગો કી ભીડ મે,
કોયલા મે હીરા દેખને વાલા ઝવેરી, તુમ્હે બતાતા હું !
જિંદગી કે ઉસૂલો સે અનજાન થા મે,
જીમ્મેદારીયો કા મહત્વ સમજાનેવાલા પિતા, તુમ્હે બતાતા હું !
રહું સદા વિનમ્ર, મેહકું ફૂલ બનકર,
માં કહું, પિતા કહું !
દોસ્ત કહું, શિક્ષક કહું !
હર રૂપ મે જ્ઞાન દેનેવાલા વંદનીય ' ગુરુ ' તુમ્હે બતાતા હું !
મિલન લાડ, વલસાડ.
ધન્યવાદ ....!