Naritva Ek Astitva books and stories free download online pdf in Gujarati

નારીત્વ એક અસ્તિત્વ

લખવું, બોલવું, સાંભળવું અને એ પણ એક નારિત્વ વિશે, કહું તો 'અમાપ' છે. 'હું, મારું, મારા માટે, મને...' કદાચ આવા શબ્દો એની ડીક્ષનરી માં છેજ નહિ. નાને થી લઈને મોટા થવાની એની જર્ની જોઈએ તો એ હંમેશા બીજાના માટેજ જીવતી આવી છે. પોતાના પરિવાર ની ખુશી માં પોતાનું સુખ શોધતી આવી છે.


સ્ત્રિતત્વ એટલે લાગણી નો એવો દરિયો કે જેમાં


દીકરી થી લઈને દાદી સુધી ના દરેક પ્રકારની લાગણી ના ભાવ તમને અલગ અલગ લહેરો તરીકે જોવા મળશે જેવા કે મમતા, કરુણા, સહનશીલતા, શાલીનતા, શક્તિ, વિશ્વાસ.


'દીકરી' શબ્દ પોતાના માં જ એટલો મોટો છે કે એની ટોલે કોઈ ના આવી શકે, કે દીકરી એટલે બાપની રાત ને દી - દિવસ કરી નાખે એનું નામ દીકરી. આ શાલીનતા હોય છે એક સ્ત્રિતત્વ માં.


એક ૩ વર્ષ ના દીકરા ને ઢીંગલો કે ઢીંગલી રમવા આપી જોજો, એ દીકરો એના હાથ, પગ, મચેડસે, એની ચોટલી ના બાલ ખેંચશે, કદાચ ડોકું પણ છૂટું પાડી નાખશે. પણ એજ ઢીંગલી તમે ૩ વર્ષ ની દીકરી ને આપશો ને રમવા તો એ એની મા બની જશે. જેમ હકીકત માં એક માં દીકરી ની કાળજી રાખે છે ને એમ એ દીકરી એની ઢીંગલી માટે કાળજી લેશે. એના બાલ માં ચોટલી બનાવશે, એના કપડા સરખા રાખશે, એને ખોળામાં લેશે. જાણે એજ એની મા ન હોય. માતૃત્વ ની ભાવના તો એક દીકરી માં નાનેથીજ હોય છે. પોતાના માંથી પણ ભાઈને આપી દેવાની ભાવના એના માં હોય છે. મમ્મી કિચન માં હસે તો એ પણ ડિશ અને વેલન લઈ રોટલી બનાવ વા રેડી થઈ જસે. કચરો વાળતી જોઈ મમ્મી ને એ પણ ઝાડુ લઈ લેશે. એને કઈ શીખવવું કે કેહવુ નઈ પડશે એ જાતેજ એના માં રહેલા નારીત્વ ને ઓળખી લઈ આગળ વધશે.


ઘર માં દીકરો અને દીકરી બને હશે. કેહવાય છે કે દીકરો માનો લાડકો અને દીકરી બાપની લાડકી. બંને ભણતા હશે સ્કૂલ માં તો દીકરા ને આગળ વધારવા માટે ના પ્રયત્નો દીકરી કરતા વધારે હશે. જોવા જઈએ તો માં બાપ ને મન બંને સરખા હશે. પણ સમાજ ની દ્રષ્ટિ એ જોઈશું તો એ દીકરાને આગળ ધકેલવા હંમેશા મથતો હોય છે. તમે કદાચ જોયું હશે મોટેભાગે દીકરી ને ભણવા માટે હોમવર્ક માટે ક્યારેય ટોક ટોક નઈ કરવું પડતું હોય કે જેટલું દીકરા ને ટોકવું પડે. એ પોતાની રીતે મેનેજ કરી જ લેતી હોય છે. બાપ ની પરિસ્થિતિ કદાચ એટલી સારી ન હોય તો બને એટલું જલ્દી પોતાના પગ પર ઉભી થઈ બાપને હાથ દઈ પડખે ઊભી થઈ જશે. પોતાના શોખ એ ત્યાગી દેસે પણ બાપ ની આંખો ભીની ના જોઈ શકશે. દીકરી કહું કે સ્ત્રીત્વ એણે મેનેજમેન્ટ શીખવાની જરૂર નથી એ પોતાના માં જ ખુદ એક મેનેજમેન્ટ છે.


એ જ દીકરી જ્યારે લગ્ન કરીને ઘર છોડી ને પારકા ઘર ને પોતાનું બનવા જાય છેને ત્યારે એના મન ની પરિસ્થિતિ શું હશે અને એ કેવી રીતે મેનેજ કરે છે એ એક છોકરો અગર વિચારશે ને તો એના મન પર જાણે આભ તુટી પડશે. જ્યાં દીકરી ૨૦ વર્ષ સુધી રહી મોટી થઈ અને એ પરિવાર ને છોડી એક અજનબી પરિવાર ને પલ માં પોતાનો બનાવી લેવો એ કોઈ નાની વાત નથી. એક પત્ની તરીકે તો ઠીક પણ હવે એને એક જ જગ્યા એ અલગ અલગ કિરદાર એક સાથે નિભાવવાના હોય છે. કોઈ માટે વહુ, કોઈ માટે નનદ, કોઈ ની ભાભી, કોઈ માટે જેઠાણી, દેરાણી, મમ્મી આમ બધા જ નવા સંબંધ એક સાથે એ સંભાળતી હોય છે. અને આ બધા માં એક પરિબળ જે અસર કરી જાય છે એ છે 'જવાબદારી'. આ બધી પરિસ્થિતિ માં પોતાનું સ્થાન જાળવી રાખવું અને દરેક સંબંધ ને યોગ્ય ન્યાય આપવું એ કદી કોઈ એ સ્કુલ કે કોલેજ માં શીખવા નથી જતી. પણ એના સંસ્કાર અને ઉછેર અને એનું સ્ત્રિતત્વ એને બનાવવામાં આધારભૂત પાયો છે.


'સહનશીલતા' આ શબ્દ સ્ત્રી માટે જ નઈ પુરુષ માટે પણ એટલોજ લાગુ પાડવો જોઈએ, પણ પડતો નથી એ બીજી વાત છે. દરેક વખતે સ્ત્રીએ જ સહન કરવું કે કમ્પ્રોમાઇસ કરવું જરૂરી નથી. પણ ભગવાને પણ કદાચ આ પુરુષ કરતા સહનશીલતા માટે નારીને જ યોગ્ય ગણી છે. એની તકલીફ એ રડી ને ઓછી કરી શકે છે અને એ કદાચ કોઈને કેહશે પણ નહિ કે એને શું તકલીફ છે. જ્યારે એના પતિની ગમે એવી કપરી પરિસ્થિતિ માં એ જ સ્ત્રી એની જોડે ઊભી રેહશે એની હિંમત એની પ્રેરણા બનશે. અને ગમે એવી તકલીફ સામે લડી લેવા પોતાના પતિની ઢાલ બની જશે. બને ત્યાં સુધી તો એવો અવસર જ નઈ આવ વા દેસે કે એના પતિ એ સહન કરવું પડે. દરેક ના મન ની વાત જાણી લેવાની એની કળા અદભૂત છે કે દરેક ની માંગણી પહેલા પૂરી થયા પછી જ પોતાની કોઈ માંગણી હશે તો વ્યક્ત કરશે.


આજે હું એક દીકરો છું અને એ રીતે વિચારું કે આજે હું પોસ્તગ્રેજ્યુએટ થઈ, સારી નોકરી મેળવી પોતાના પરિવાર માટે આટલી મેહનત કરું છું, કે મારું કામ થકી મારા બાપ ખુશ રહે, મારી પત્ની ,મારી દીકરી ખુશ રહે ટૂંકમાં કહ્યું તો મે સારું કામ કરીને પણ છેલ્લે તો મારા કે મારું મારું જ કર્યું છે. બીજા માટે શું કર્યું કે જે મારો પરિવાર નથી કે બીજાની ખુશી માટે શું કર્યું. કર્યું તો બસ મારા કે મારા પરિવાર માટે. થયો તો હું પણ સ્વાર્થી જ ને. અને એજ મારી પત્ની, કહો કે એક દીકરી જે એનું ઘર છોડી ને પણ મારા ઘર ને એનું પોતાનું બનાવ્યું છે.


તો સાચા અર્થ માં મહાનતા તો એનામાં જ છે. તો પણ એ કોઈ મહાનતા ના ટેગ માટે કોઈ કામ નથી કરતી કે જગ જીતી ને એને કોઈ મોટા નથી બનવું. આ જ તો છે એક સ્ત્રિતત્વ ,એક નારિત્વ ની સાચી ઓળખ. દરેક નું અસ્તિત્વ એટલે જ છે કે એક સ્ત્રિતત્વ એની જિંદગી સાથે જોડાયેલું છે. નહિ તો એની જિંદગી વેરાન સૂકા રણ સમી બનતા વાર ના લાગે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED