હુ મૌલિક, એમ.એસ.સી ના ત્રીજા વર્ષ માં હતો. આ એ સમય ની વાત છે જ્યારે પ્રેમ શું હોય છે એની સમજ મને તો નઈ પડતી હતી પણ જેને પડતી એ પણ કેહવાથી ડરતા હતા. કોઈ ખુલ્લા દિલે કે મને પ્રેમ વિશે વાત પણ નઈ કરતા.
આમ તો હું હોસ્ટેલ માં જ રેહતો પણ રેનોવેશન ના લીધે હોસ્ટેલ બંધ કરવામાં આવી હતી. જેથી લાસ્ટ યર ફોય ના ઘરે રહીને પૂરું કરતો હતો. આમ પણ ફોય અને ફુઆ એકલાજ રેહતા હતા. એમને કોઈ સંતાન ન હતું સો એમને પણ મારી કંપની સારી લાગતી. એમ પણ કોલેજ ઘરથી ૫ કી.મી જ દૂર હતી. સો મને પણ જવા આવ વા માં સારું પડતું હતું.
તેજસ્વિની...! ઉર્ફે તેજુ, ફોય ના સામે ના ઘરે જ રેહતી હતી. એ કોક કોક વાર કઈ કામ માટે તો ક્યારેક કઈ નવી આઇટમ બનાવી હોય તો ફોય ફુઆ માટે લઈ આવતી. જેવું નામ એવું જ રૂપ, ચહેરો એટલો તેજોમય લાગતો કે જાણે સૂરજ પર્વત ચીરતો બહાર નીકળ્યો હોય. એકદમ ગોરી, દેખાવડી, શુશિલ અને ઘરકામ માં પૂર્ણ ધડેલી છોકરી હતી. એક વાર કહીએ તો લગ્ન માટે સર્વગુણ સંપન્ન કહી શકાય.
તેજસ્વિની થોડી શરમાળ હતી. એના જોડે વધુ વાતચીત તો ના થતી પણ કોક વાર કઈ લઈને આવી હોય તો નજર થી નજર મળી જતી. પણ એથી આગળ વિશેષ કઈ નહિ. હું બપોર સુધી માં કોલેજ થી ઘરે આવી જતો હતો. તેજુ જ્યારે અગાસી પર કપડાં વાળવા જતી તો હું એને ચોરી છુપી થી જોયા કરતો. એ ક્યારે ઘરની બહાર આવે અને જોવા મળે એવા મોકા ની હું હંમેશા તાક માં રેહતો. એમ કહું તો મને એ ગમવા લાગી હતી. પણ એના મન માં મારા વિશે શું હસે એ બિલકુલ પણ ખબર નઈ હતી. કદાચ એ વિચારતી પણ હસે કે નઈ. શું ખબર ? બસ રોજ નું આમ ચાલ્યા કરતું.
એક દિવસ ની વાત છે ફોય ફુઆ બહાર ગયા હતા. સાંજના ૪ વાગ્યા હશે. હું અસાઇન્મેંટ કરવા બેઠો હતો અને એટલામાં દોરબેલ વાગી. દરવાજો ખોલતા જ સામે તેજુ હાથ માં ડબ્બો લઈ ઉંભી હતી. એના સુકોમળ અવાજે આંટી છે ઘરે એ બોલી. મે જવાબ ટાળતા અંદર આવવા કહ્યું. સોફા પર બેસાડી એમને પાણી માટે પૂછ્યું પણ શરમાતી નજરે એને મોઢું હલાવી ના કહ્યું. વધુ વાત થઈ શકે એ માટે મે પ્રશ્ન કરવાનું ચાલુ જ રાખ્યું. શું શું બનાવતા આવડે છે? તમે પોતે બનાવ્યું કે પછી મમ્મી એ બનાવ્યું છે. ના ના મેજ બનાવ્યું છે અને મને રસોઈ આવડે છે અને ઘણી એવી ડિશ પણ બનાવું છું એણે કહ્યું.
આ હલવો બનાવ્યો છે તમારા અને તમાંરા ફોય ફુઆ માટે છે. ડબ્બો આપી ને એ ચાલી ગઈ. તેજુ જોડે આટલી વાતચીત પછી જાણે હું એને પહેલેથી જ ઓળખતો હોવ એટલો કન્ફિદેન્સ દિલ ને થઈ ગયો. હવે પહેલા કરતા વધારે હું એની સામે આવ વા લાગ્યો. જ્યાં નજરથી નજર મળે તો બસ જોયે જ રાખતો. એને પણ આ વાત હવે સમજાવા લાગી હતી. એ પણ હવે ક્યારેક અગાસી પર કે બજાર જવાના બહાને અવાર નવર નીકળતી.
હોઠ થી ના સહી પણ નજર થી નજર માં પ્રેમ ની વાત થવા લાગી હતી. એકવાર હું કોલેજ થી ઘરે આવતો હતો અને રસ્તામાં ફોય જોડે તેજુ મળી ગઈ. નાકા પરથી અમે ત્રણ ચાલતા ચાલતા ઘરે આવતા હતાં. ફોય ની નજર ચૂકવી અવર નવર એકબીજા જોડે નજર મેળવતા હતા. પણ કંઈ વાતચીત નઈ કરી શક્યા. ફોય ને જરા પડોશ માં કામ હતું સો એમને અમને આગળ જવા કહ્યું હું આવું છું થોડી વારમાં. હું અને તેજુ આગળ વધવા માંડ્યા. દિલ માં મોજા ઉછળતા હોય એમ ધબકારા વધવા લાગ્યા. કોણ બોલવાની શરૂઆત કરે અને બોલે પણ તો શું ? મેજ હિંમત કરી પૂછી લીધું આમ નજર નજર માં ક્યાં સુધી વાતો ચાલશે આગળ પણ વધશું કે નઈ. શરમાતા શરમાતા બોલી આગળ જ તો વધતા છે હવે એકલા વધવું છે કે સાથે એ તમારા પર છે. હવે વાત એકદમ ક્લિયર હતી. મારા માટે એના મન માં શું હતું એ કન્ફરમ થઈ ગયું.
આ બાજુ મારે છેલ્લા સેમ ની એક્ઝામ આવી ગઈ. અને જોત જોતામાં એ મહિનો થોડો સ્ટડી માં નીકળી ગયો. અને હવે રજા પડવાની હતી સો મન માં વિચારો નું વાવાઝોડું ચાલતું હતું. કે હવે શું થશે ? તેજુ ને કેમ મળાશે? એક વાર વાત પણ થશે કે કેમ? અને આખરે રજા ચાલુ થતાં હું ગામ આવી ગયો. હવે તેજુ જોડે કોઈ કોન્ટેક્ટ નઈ હતો. શું કરતી હશે? મને યાદ કરતી પણ હશે કે? ભૂલી તો નઈ જાય ને? બસ આમજ વિચારો કરી કરીને મન બેચેન થઈ જતું.
૪ મહિના પછી કૉલેજ માં રિઝલ્ટ મુકાયા ની વાત આવી. મને પણ જાણે તક મળી હોય એમ રિઝલ્ટ કરતાં પહેલાં મને તેજુ ને મળવાની આશા વધારે હતી. અને હું બીજા જ દિવસ ની બસ બુક કરવી ફોય ના ઘરે પહોંચી ગયો. પહોંચતા પહોંચતા મને રાત થઈ ગઈ હતી. એક નજર તેજુ ના ઘર તરફ નાખી પણ કંઈ દેખાયું નઈ. રાતે આ વિશે ફોય ને પૂછવાનું ટાળ્યું. રાત ભર ઊંઘ નઈ આવી. સવાર થતાં જ. ફટાફટ રેડી થઈ ફોય ને સવાલ કરવાની મન માં હોડ જામી હતી. મે નાસ્તો કરતાં કરતાં પૂછ્યું ફોય કેમ તેજુ ના ઘરે તાળુ છે કસે ફરવા ગયા છે કે શું ?
ના ના ગયા મહિને જ તેજુ ની સગાઈ થઈ ગઈ અને સામે વાળા ને મેરેજ ની ઉતાવળ હતી સો એ લોકો એમના ગામ ગયા છે ત્યાંથીજ મેરેજ કરવાના છે. આ જો તેજુ કંકોત્રી પણ આપી ગઈ છે મને, અને હા તારા માટે એ પૂછતી હતી કેમ છે મૌલિક શું થયું રિઝલ્ટ નું એનું? અને તારા માટે પણ આ કંકોત્રી આપી ગઈ છે. ખોલું કે ના ખોલું વિચારતા આખરે કંકોત્રી ખોલી તો એમાંથી એક કાગળ નીકળ્યું. એમાં લખ્યું હતું. બોવ યાદ કરી તમારી, કદાચ તમે પણ કરી હશે ! પણ તમે ફરી આવશો પણ કે નઈ એ ખબર ના હતી. અને ઘરવાળા ને કહી શકું એટલી હિંમત પણ ના હતી. સો હવે વધારે રાહ નથી જોતી. બંને તો તમે પણ હવે ના જોતા.
શું કહું? શું કરું? કોને કહું? બસ લાચાર બની બેસી રહ્યો. ભૂલ એની પણ તો ના હતી એ પણ ક્યાં સુધી બેસી રેહતે. બસ એક સુંદર સ્વપ્ન હતું પણ સવાર થતાં જ તૂટી ગયું એમ દિલ ને સમજાવી હું પણ એ વાત ને ભુલાવા લાગ્યો પણ દિલ માંથી જશે કે કેમ એતો દિલ જ જાણતું હતું.
અને એ પછી હું પણ ગામ આવી ગયો. હવે તેજુ ક્યાં છે? કેમ છે? ખુશ છે કે નઈ? શું મને ભુલાવી દીધો હશે એણે? કોઇ પણ વાત ની ખબર નથી. અને મે પણ એના વિશે જાણવાની વધુ કોશિશ ના કરી. બસ જ્યાં પણ હોય ખુશ હોય. એથી વિશેષ શું જોઈએ.
- મિલન લાડ. વલસાડ.