Featured Books
શ્રેણી
શેયર કરો

ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 9

પ્રકરણ ૯

વિચલનના પરિણામો

બાર્બીકેનને હવે મુસાફરીના મુદ્દે કોઈજ ડર ન હતો, ખાસકરીને ગોળાની ગતિ અંગે જે સવાલો હતા તે અંગે; તે પોતાની ખુદની ગતિની મદદથી પોતાને તટસ્થ રેખાથી પણ આગળ લઇ જવાનો હતો; તે પૃથ્વી પર પરત બિલકુલ થવાનો ન હતો; તે આકર્ષણની રેખા પર સ્થિર તો થવાનો જ ન હતો. માત્ર એક સંભાવનાનો જવાબ મળવાનો બાકી હતો અને એ હતી, ચન્દ્રના આકર્ષણની પ્રકિયાને લીધે ગોળાનું તેના ગંતવ્ય પરનું આગમન કેવી રીતે થવાનું છે.

ગોળો ૮,૨૯૬ લિગ્ઝની ગતિએ ચન્દ્ર પર ઉતરાણ કરવાનો હતો, જો એમ સાચું હોય તો, જ્યારે પૃથ્વીના વજન કરતા અહીં તેના છઠ્ઠા ભાગનું વજન જ અમલમાં આવવાનું હતું, પરંતુ તેમ છતાં ગોળાનું ઉતરાણ કરવું પ્રચંડ હોવાનું હતું અને આથી જ તમામ પ્રકારની સાવચેતી અત્યારથી જ રાખવી જરૂરી હતી.

આ સાવચેતી બે પ્રકારની હોઈ શકતી હતી, એક તો જ્યારે ગોળો ચન્દ્રની ધરતી પર ઉતરાણ કરે ત્યારે તેનો આઘાત ઓછો કરવાની અને બીજી ગોળાનું પડવું કેવી રીતે મોડું કરી શકાય એ હતી.

આઘાતને નબળો પાડવાની જ્યાંસુધી વાત હતી તો નિરાશાજનક હકીકત એ હતી કે બાર્બીકેન એમ કરી શકે એમ ન હતા કારણકે ગોળો અવકાશમાં છૂટવાના સમયે જ પોતાની ગતિ નબળી કરી ચૂક્યો હતો, બીજા શબ્દોમાં ફૂવારા તરીકે પાણીનો વપરાશ અને પાર્ટીશન બ્રેક્સને કારણે આમ થયું હતું.

પાર્ટીશન તો હજી પણ હતા, પરંતુ પાણીએ સાથ છોડી દીધો હતો અને તેમની પાસે રહેલું પાણી કોઈજ મદદ કરી શકે એમ ન હતું, જે એમના માટે કિંમતી હતું, કારણકે શરૂઆતના દિવસોમાં ચન્દ્ર પર પાણી મળવાનું ન હતું.

આમ જોવા જઈએ તો ફૂવારો ઉભો કરવા માટે તેમની પાસે રહેલું પાણી ઘણું ઓછું હતું. જ્યારે તેમની સફર શરુ કરવામાં આવી હતી ત્યારે ગોળામાં સાચવી રાખવામાં આવેલા પાણીની ઉંડાઈ ત્રણ ફૂટથી વધારે ન હતી અને તે ચોપન સ્ક્વેર ફૂટથી વધારે જગ્યા રોકતું ન હતું. આ ઉપરાંત ટાંકી તેની ક્ષમતા કરતા પાંચમાં ભાગનું જ પાણી ધરાવતી હતી, આથી તેમણે આઘાતને ઓછો કરવાની વાત તો ભૂલી જ જવાની હતી. એ સારી બાબત હતી કે બાર્બીકેન પણ પાણીના વપરાશ અંગે વિચારી રહ્યા ન હતા, તેમણે એક ખસેડી શકાય તેવી ડિસ્ક લગાવી જેને સ્પ્રિંગ સાથે જોડી જે આડા પાર્ટીશન સાથે મળીને આઘાતનો સામનો કરી શકે તેમ હતી. જ્યાં આ ડિસ્ક ભરાવવાની હતી તે જગ્યા સદનસીબે હજીપણ મોજુદ હતી અને આથી તેમણે પ્લગના સ્થાને તેને જ ભરાવવાની હતી અને તેની સાથે તેના દરેક ટુકડા પણ, જેથી તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય, કારણકે તેમનું વજન હવે નહીવત હતું આ કામ તરત થઇ ગયું.

અલગ અલગ ટુકડાઓ બહુ આસાનીથી જોડાઈ ગયા, બસ ફક્ત સ્ક્રૂ અને બોલ્ટ જોડવાની જ જરૂર હતી, આ માટે સાધનોની પણ કોઈ ખાસ જરૂરિયાત રહી ન હતી અને તરતજ ટેબલના પાયાની જેમ સ્ટિલના પ્લગમાં ડિસ્ક લાગી ગઈ. હા એક તકલીફ જરૂર થઇ, નીચેની બારી આ ડિસ્કને લીધે ઢંકાઈ ગઈ આથી મુસાફરો માટે ચન્દ્રને જોવાનો આ રસ્તો બંધ થઇ ગયો, પરંતુ તેમને આમ થવા પ્રત્યે કોઈજ વાંધો ન હતો. તેઓ બાજુની બારીઓમાંથી પણ વિશાળ ચન્દ્ર જોઈ શકતા હતા એવી જ રીતે જેવી રીતે એક વિમાનચાલક પોતાની બારીમાંથી પૃથ્વીને જોઈ શકે છે.

ડિસ્ક બદલવાનું કાર્ય માત્ર એક કલાકનું હતું. બાર વાગ્યા અને તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ. બાર્બીકેને ગોળાના પડવાની સફરનું ફરીથી નિરીક્ષણ કર્યું, પરંતુ તેમને ચીડ ચડે એ રીતે ગોળાએ પોતાના પતન માટે જરૂરી હતો એટલી માત્રામાં વળાંક લીધો ન હતો; એવું લાગી રહ્યું હતું કે તેણે ચન્દ્રની સમાંતર વળાંક લીધો હતો. રાત્રીનો સિતારો અવકાશમાં ભવ્ય લાગી રહ્યો હતો, જ્યારે તેની વિરુદ્ધ દિવસનો સિતારો અગ્નિની જ્વાળાની જેમ ચમકી રહ્યો હતો.

તેમની હાલની પરિસ્થિતિ તેમને બેચેન બનાવી રહી હતી.

“શું આપણે આપણા ગંતવ્ય પર પહોંચી રહ્યા છીએ?” નિકોલ બોલ્યો.

“ચાલો આપણે એવો ઢોંગ કરીએ કે આપણે ત્યાં પહોંચવામાં જ છીએ,” બાર્બીકેને જવાબ આપ્યો.

“તમે શંકા ઉભી કરી રહ્યા છો,” માઈકલ આરડને કહ્યું. “આપણે જરૂર પહોંચીશું, અને એ પણ ધાર્યા કરતા વહેલા.”

આ જવાબે બાર્બીકેનને તેમની તૈયારીઓ તરફ પાછા વાળ્યા, અને તેઓ આ વિરોધનો ઉપચાર કરવાના વિચારોમાં મગ્ન બન્યા. આપણે એ દ્રશ્ય યાદ કરવું જોઈએ જ્યારે ફ્લોરિડામાં ટેમ્પા ટાઉનમાં એક બેઠક મળી હતી, જ્યારે કેપ્ટન નિકોલ બાર્બીકેનનો દુશ્મન અને માઈકલ આરડનનો વિરોધી બનીને આવ્યો હતો. કેપ્ટન નિકોલની એ માન્યતા કે ગોળો કાચની જેમ ફૂટી જશે, માઈકલે જવાબ આપ્યો હતો કે તે એમનું ઉતરાણ વ્યવસ્થિતપણે ગોઠવવામાં આવેલા રોકેટોની માફક ગોઠવી આપશે.

આથી શક્તિશાળી ફટાકડાઓ જે તેમની સફરની શરૂઆતના મૂળમાંથી બહારની તરફ ફૂટે અને એક હલચલ ઉભી કરે જેથી ગોળાની ગતિને એક ખાસરીતે નક્કી કરી શકાય. આ રોકેટો અવકાશમાં ફોડવામાં આવશે, એ સાચું; પરંતુ ઓક્સિજન તેમને નિરાશ નહીં કરે, જે તેમને મળશે, એવી જ રીતે જે રીતે ચન્દ્ર પરના જ્વાળામુખીઓની હાલત હોય છે, જેમનું સળગવું એ ચન્દ્રની આસપાસ રહેલું વાતાવરણ પણ હજીસુધી રોકી શક્યું નથી.

આ ધારણા અનુસાર બાર્બીકેને પોતાની સાથે રોકેટો લીધા હતા જેને સ્ટીલની બંદૂકોમાં ભેરવવામાં આવ્યા હતા, અને ગોળાના તળીએ તેને જોડી દેવામાં આવી હતી. આ બંદૂકોનું તળિયું બંધ હતું અને બહાર તેનું મુખ લગભગ અઢાર ઇંચનું હતું. આવી વીસ બંદૂકો હતી. એમના મુખ એટલે ખુલ્લા રાખવામાં આવ્યા હતા જેથી તેમને માચીસ દ્વારા ફોડી શકાય. તમામ પ્રક્રિયાઓ બહારથી જ કરવાની હતી. સળગાવવા માટેનો દારૂગોળો દરેક બંદૂકમાં ભરી રાખવામાં આવ્યો હતો. તેમણે બીજું કશુંજ કરવાનું ન હતું, ફક્ત તળિયામાં રહેલા લોઢાના બફર્સની જગ્યાએ આ બંદૂકો મૂકી દેવાની હતી.

આ નવું કાર્ય લગભગ ત્રણ વાગ્યા સુધીમાં પતાવી લેવામાં આવ્યું, તમામ આગોતરા પગલાંઓ લઇ લેવાયા બાદ હવે રાહ જોવા સિવાય બીજું કોઈજ કાર્ય બચ્યું ન હતું. પરંતુ ગોળો નોંધપાત્ર રીતે ચન્દ્રની નજીક જઈ રહ્યો હતો, અને અમુક અંશે મજબુરીથી વળી પણ રહ્યો હતો, કદાચ તેની ખુદની ગતિને કારણે આવું બની રહ્યું હતું. કદાચ આ વિરોધાભાસી અસરો એક એવી રેખા ઉભી કરી રહ્યું હતું જે વણસ્પર્શી રહેવાની હતી. પરંતુ એ તો નક્કી થઇ જ ગયું હતું કે ગોળો સીધેસીધો ચન્દ્ર પર ઉતરાણ નહીં કરે; તેનો નીચેનો ભાગ જે વધારે વજનદાર હોવાથી તેની તરફ ઝૂકી જવાનો હતો.

બાર્બીકેનની બેચેની ત્યારે વધી ગઈ જ્યારે તેમણે જોયું કે ગોળાએ ગુરુત્વાકર્ષણની અસરનો પ્રતિકાર કર્યો. આ તેમના માટે એક નવી ઘટના હતી, અવકાશની મધ્યમાં કશુંક અજાણ્યું થઇ રહ્યું હતું. વિજ્ઞાનના માણસ તરીકે તેમણે જે ત્રણ સંભાવનાઓ વિચારી રાખી હતી – પૃથ્વી પર પરત આવવું, ચન્દ્ર પર ઉતરાણ કરવું કે પછી તટસ્થ રેખા પર સદાય ફરતા રહેવું, હવે એક ચોથી સંભાવના અંનતકાળ સુધી લંબાઈ શકે તેવો ભય કસમયે ઉભો થયો હતો. તેનો બચ્યા વગર સામનો કરવા માટે વ્યક્તિએ બાર્બીકેન જેવું અડગ, નિકોલ જેવું સુસ્ત અથવાતો માઈકલ આરડન જેવા નિષ્ઠુર સાહસિક હોવું જરૂરી હતું.

આ વિષય પર ચર્ચા શરુ થઇ. બીજું કોઈ હોત તો તેણે આ સવાલનો જવાબ વ્યવહારુ દ્રષ્ટિએ શોધવાનો પ્રયાસ કર્યો હતો; તેઓએ પોતાની જાતને પૂછ્યું હોત કે શું તેમને લઇ જનારો ગોળો તેમને ખરેખર લઇ જાય છે કે કેમ. પરંતુ આ ત્રણેય અલગ હતા તેઓ આ અસર કેમ ઉભી થઇ તેના કારણો જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

“એટલે આપણે આપણો માર્ગ ભટકી ગયા છીએ,” માઈકલે કહ્યું, “પરંતુ કેમ?”

“મને પણ એનો જ ડર છે,” નિકોલે જવાબ આપ્યો, “આટલી બધી સંભાળ લીધા પછી પણ, કોલમ્બિયાડ લક્ષ્ય તરફ બરોબર ગોઠવવામાં આવી ન હતી. ભલે તે એક નાનકડી ભૂલ છે, જે આપણને ચન્દ્રના આકર્ષણથી દૂર ફેંકી દેશે.”

“મતલબ કે એમનું નિશાન અત્યંત ખરાબ હતું?” માઈકલે પૂછ્યું.

“ના, મને એવું નથી લાગતું,” બાર્બીકેને જવાબ આપતા કહ્યું. “તોપને કાટખૂણે ચન્દ્રની પૃથ્વી નજીક આવતી ધરી તરફ યોગ્ય રીતે જ ગોઠવવામાં આવી હતી અને જે રીતે ચન્દ્રની હિલચાલ હતી આપણે યોગ્ય રીતે જ પહોંચવું જોઈતું હતું. એક બીજું કારણ પણ છે પણ મને તેના પર વિશ્વાસ ઓછો છે.”

“શું આપણે ઘણા મોડા પહોંચી રહ્યા છીએ?” નિકોલે પૂછ્યું.

“ઘણા મોડા?” બાર્બીકેને વળતો પ્રશ્ન કર્યો.

“હા,” નિકોલે ચાલુ રાખ્યું, “કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીની નોંધમાં કહેવામાં આવ્યું છે કે સફર સતાણું કલાક, ત્રીસ મિનીટ અને વીસ સેકન્ડ્સમાં પૂર્ણ થઇ જવી જોઈએ જેનો મતલબ એ થયો કે બહુ જલ્દીથી ચન્દ્ર તેના એ સ્થાને નહીં હોય અને આપણે બાદમાં તેને પસાર કરી દઈશું.”

“સાચું,” બાર્બીકેને જવાબ આપ્યો. “પરંતુ આપણે પહેલી ડિસેમ્બરે રાત્રે અગિયાર વાગવામાં તેર મિનીટ અને પચ્ચીસ સેકન્ડ બાકી હતી ત્યારે સફર શરુ કરી; અને આપણે પાંચમીની મધ્યરાત્રીએ પહોંચવાનું હતું, એ જ સમયે જ્યારે ચન્દ્રની પૂર્ણકળા હશે; આજે પાંચમી ડિસેમ્બર છે. અત્યારે સાંજના સાડાત્રણ થયા છે; સાડાઆઠે આપણી સફર પૂર્ણ થવી જોઈએ. આપણે કેવી રીતે મોડા છીએ?”

“શું ઘટી ગયેલી ગતિ તેના માટે જવાબદાર નથી?” નિકોલે જવાબ આપતાં કહ્યું; “આપણને ખબર જ છે કે અત્યારે આપણી શરૂઆતની ગતિ જે ખૂબ હતી તેને આપણે મેળવી નથી રહ્યા.”

“ના! અને સો વખત ના!” બાર્બીકેને જવાબ આપ્યો. “જો ગોળો યોગ્ય દિશામાં જઈ રહ્યો હશે તો ઓછી થઇ ગયેલી ગતિને લીધે આપણે ચન્દ્ર પર નહીં પહોંચી શકીએ એમ માનવાને કોઈજ કારણ નથી. પરંતુ દિશા ભટકી જરૂર ગઈ છે અને આપણે આપણા નિયત રસ્તાથી અલગ રસ્તે જઈ રહ્યા છીએ.”

“કોના દ્વારા? શેને માટે?” નિકોલે પૂછ્યું.

“એનો જવાબ મારી પાસે નથી,” બાર્બીકેને જવાબ આપ્યો.

“ઠીક છે બાર્બીકેન,” માઈકલ બોલ્યો, “શું તમારી ઈચ્છા ખરી કે હું આ વિચલન થવાના કારણો પર પ્રકાશ પાડું?”

“બોલ.”

“આપણે રસ્તો ભટકી ગયા છીએ એ દલીલ માટે હું એક ડોલર પણ ન આપું. આપણે જે રીતે જઈ રહ્યા છીએ બાકીનું બધું ખાસ મહત્ત્વ ધરાવતું નથી; જે આપણને બહુ જલ્દીથી ખબર પડી જશે. જ્યારે હવે આપણે બધા અવકાશમાં તરી જ રહ્યા છીએ તો આપણે કોઈને કોઈ રીતે આકર્ષણને લીધે ઉતરાણ કરી જ દઈશું.”

માઈકલ આરડનની બેપરવાઈએ બાર્બીકેનએ શાંતિ ન આપી. એવું ન હતું કે તેઓ ભવિષ્ય અંગે ચિંતિત હતા, પરંતુ તેમને એ જાણવું હતું કે શું ખરેખર તેમનો ગોળો દિશા ભટકી ગયો છે.

પરંતુ ગોળાએ તેની બહાર ફેંકી દેવામાં આવેલી વસ્તુઓ સાથે ચન્દ્રની બાજુની તરફથી પોતાની સફર ચાલુ રાખી. બાર્બીકેન ચન્દ્ર પર રહેલા પર્વતો જે તેમનાથી માત્ર બે હજાર લિગ્ઝના અંતરે જ હતા, તેને જોઇને અને એકસરખી થઇ રહેલી ગતિને સમજીને પણ પોતાની વાત સાબિત કરી શક્યા હોત, એક નવી સાબિતી કે ઉતરાણ શક્ય નથી. તેની આવેગપૂર્ણ ગતિ હજી પણ ચન્દ્રના આકર્ષણને અવગણી રહી હતી, પરંતુ ગોળાનો રસ્તો ખરેખરતો તેને ચન્દ્રની નજીક લઇ જઈ રહ્યો હતો અને તેઓ કદાચ એવી આશા રાખી શકે કે આ ગતિ ચાલુ જ રહે અને કોઈ એક બિંદુ પર પોતાના વજનને લીધે ગોળાનું ચન્દ્ર પર ઉતરાણ થઇ જ જાય.

ત્રણેય મિત્રો, જેમની પાસે કરવાલાયક હવે કોઈજ કાર્ય ન હતું તેમણે પોતાના નિરીક્ષણ ચાલુ રાખ્યા, પરંતુ તેઓ ચન્દ્રની અવકાશી અવસ્થાને નક્કી કરી શક્યા નહીં, તમામ પ્રકારની રાહત સૂર્યના કિરણો નીચે સુકાઈ ગઈ હતી.

તેઓ રાત્રે આઠ વાગ્યા સુધી બંને તરફની બારીઓની બહાર આ રીતે જોતા રહ્યા. ચન્દ્ર એટલો વિશાળ દેખાઈ રહ્યો હતો કે તેમની અડધી આંખ તેનાથી ભરાઈ ગઈ. એક તરફ સૂર્ય અને બીજી તરફ ચન્દ્ર, તેમનો ગોળો પ્રકાશથી ભરાઈ ગયો.

આ સમયે બાર્બીકેને વિચાર્યું કે તેમના માનવા મુજબ અંતર હવે સાતસો લિગ્ઝથી વધારે નથી. ગોળાની ગતિ બસ્સો યાર્ડ્સ અથવાતો એકસો સિત્તેર યાર્ડ્ઝ પ્રતિ સેકન્ડ્સ કરતા થોડી વધારે હતી. કેન્દ્રીય બળના નિયમને અંતર્ગત ગોળાનું તળિયું ચન્દ્ર તરફ હતું, પરંતુ કેન્દ્રથી દૂર જનારી શક્તિ હજી પણ દૂર હતી, અને એવી શક્યતાઓ હતી કે તેની સીધી લીટીનો રસ્તો કદાચ કોઈ વળાંક લે, પરંતુ ક્યારે તે અત્યારે નક્કી કરી શકાય એમ ન હતું.

બાર્બીકેન હજીપણ એ વણઉકલ્યા પ્રશ્નનો ઉકેલ શોધી રહ્યા હતા. કોઇપણ પરિણામ વગર કલાકો પસાર થઇ ગયા. ગોળો બેશક ચન્દ્ર તરફ જઈ રહ્યો હતો, પરંતુ એ પણ સાબિત થઇ રહ્યું હતું કે તે ક્યારેય તેનો સંપર્ક નહીં કરી શકે. તેનાથી સહુથી નજીકના અંતરેથી પસાર થવાથી બે પરિણામો થઇ શકવાના હતા, આકર્ષણ અને વિકર્ષણ, જે તેની ગતિને અસર કરશે.

“હું એક વાત જરૂર કહીશ,” માઈકલ બોલ્યો; “કે આપણે તેની એટલી નજીકથી તો જરૂરથી પસાર થઈશું કે તેના કેટલાક રહસ્યોને ઉંડાણથી જાણી શકીએ.”

“કોઈ શ્રાપ જ છે જેણે આપણા ગોળાને તેના રસ્તાથી ભટકાવી દીધો છે,” નિકોલે ચિત્કાર કર્યો.

અને તેણે બાર્બીકેનના મનમાં બત્તી કરી અને તેમણે જવાબ આપ્યો, “એ શ્રાપ કદાચ પેલી ઉલ્કા હતી જે આપણી નજીકથી પસાર થઇ ગઈ હતી.”

“શું?” માઈકલ આરડને પૂછ્યું.

“તમારો મતલબ શું છે?” નિકોલે પણ પૂછ્યું.

“મારો મતલબ છે કે,” બાર્બીકેને નિર્ણાયક સૂરમાં કહ્યું, “મારો મતલબ છે કે આપણા ભટકવા પાછળ પેલા દૃષ્ટ આત્મા સાથેની મુલાકાત જ કારણ હતી.”

“પરંતુ તેણે તો આપણને સ્પર્શ પણ નહોતો કર્યો, જ્યારે તે પસાર થઇ હતી.” માઈકલ બોલ્યો.

“શું તેનો કોઈ મતલબ છે ખરો? તેની ઘનતાની સરખામણી આપણા ગોળાની ઘનતા સાથે કરીએ તો તે રાક્ષસી છે અને તેનું આકર્ષણ આપણો રસ્તો ભટકાવવા માટે પૂરતું હતું.”

“બસ આટલુંજ?” નિકોલે બૂમ પાડી.

“હા નિકોલ, ગમે તેટલું ઓછું હોય, બાર્બીકેને જવાબ આપતા કહ્યું,” ચોર્યાસી હજાર લિગ્ઝના અંતરે તેણે આપણને ચન્દ્રના રસ્તેથી ભટકાવી દેવા સિવાય બીજું કશુંજ કરવાનું ન હતું.”

***