કાલ કલંક-2 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

શ્રેણી
શેયર કરો

કાલ કલંક-2

ઉથલપાથલ ઘણી થઈ છે મંદિર કૌતુકનો વિષય બન્યું છે હા, મૂર્તિ મંદિર નું ખાસ આકર્ષણ છે મંદિરમાં રહેલો દેવ કયો છે એ કહી શકતી નથી પણ..!"

એ અટકી એના કપાળમાં સળ પડ્યા.

"પણ શું..? શૈલીએ અકળામણ વ્યક્ત કરી

"મંદિર અતિ પ્રાચીન છે કુદરતી આફતમાં બેઘર નિરાધાર અને અસ્થિભંગ થયેલા લોકોને બેઠો કરવામાં સરકારનું ધ્યાન છે ખાસ કરીને મંદિરના શિલાલેખો પર કોઈનું ધ્યાન ગયું નથી..!"

"તું શું કહેવા માંગે છે ટેન્સી..?"

"એ જ કે જે લોકો એ શિલાલેખો જોયા છે એ શિલાલેખોની લિપિને લઈ મૂંઝવણમાં છે" હા, પણ એ ગૂઢ લિપિનેતો આપણે નથી જાણતાં.

વાંકાચૂકા વળાંકો અને રેતીના ઢૂવા ટાળતી ટેન્સી ફિયાટ ડ્રાઈવ કરી રહી હતી.

"શૈલીને લાગ્યું ટેન્સી એકલી તો મંદિરની મુલાકાતે નહીં આવતી હોય..?"

મૂંઝવતો સવાલ એને પૂછી લીધો.

"ટેન્સી તુ એકલી તો મંદિરની મુલાકાતે નથી આવતી ને..?"

"ના રે..ગાંડી, આ તો એ દિવસે આપણે મંદિરે આવેલાંને ત્યારે મંદિરના શિલાલેખો જોઈ મને જબરજસ્ત આંચકો લાગેલો.

શૈલીએ ધારદાર નજરે ટેન્સી સામે જોયું. જાણે કે કહેતી ન હોય કે "એ વખતે તો તું કશું જ નહોતી બોલી..!"

શૈલીનું મન કળી ગઈ હોય એમ ટેન્સી બોલી

"મે તારાથી એક વાત છાની રાખી છે..!"

"પણ શા માટે ટેન્સી..! શા માટે..?"

"એટલા માટે કે મને લાગ્યું કે આ મંદિરની પૂર્વ પરિચિત છું. આ શિલાલેખોની લિપિ નો ગુઢાર્થ હું સમજી શકીશ, તેવી મને આશા બંધાઈ.

મે શિલાલેખોની ગૂઢ લિપીવાળી નોંધ મારી ડાયરીમાં ઉતારી લીધી હતી.

તારાથી વાત છાની એટલા માટે રાખી કે આ મંદિરના શિલાલેખો જોયા પછી પૂર્વ પરિચિતતાની જે લાગણી મારામાં જન્મી છે,

એમાં કેટલું તથ્ય છે, એની પાક્કી ખાતરી કરી પછી જ તને જાણ કરવાનું મને ઉચિત લાગ્યું.

" ભલે..!"

ટેન્સી આઘાત પચાવતા બોલી. "શુ પછી શિલાલેખોનો અભ્યાસ કર્યો..?"

આ શિલાલેખોનો ગૂઢાર્થ મારી દ્રષ્ટિએ કંઈક આવો થાય છે.

શૈલીએ ટેન્સીને પેલી ડાયરી હાથમાં પકડાવી દીધી.

શૈલી એ ધડકતા હૃદયની પેલી નોંધ વાંચી.

અહીં માનવ ના રૂપમાં અહેવાલ અવતર્યો ૧૮મી સદીમાં રાજા માનસિંહના મૃત્યુ પછી એની પુત્રવધૂએ મંદિરનું સ્થાનક બંધાવ્યું લોકબોલીમાં ન વપરાતી એક શ્રાપિત લિપિનો શિલાલેખોમાં ઉપયોગ થયો.

જેથી લોકો એના સ્થાનકથી ચેતીને રહે.

એ હેવાન એ કાળનું કલંક ગણાયો.

"માય ગોડ..! તે આ બધુ કેવી રીતે જાણ્યુ..?"

"શિલાલેખોનું લખાણ છે..!"

એણે શાંતિથી જવાબ વાળ્યો

"બટ ઓહ નો ટેન્સી..! ધીસ ઈઝ ઇમ્પોસિબલ..!"

શૈલીએ માથુ હલાવી નન્નો ભણી રહી હતી.

"આ મંદિર મારુ વર્ષોથી પરિચિત છે...!" ટેન્સીએ ઘટસ્ફોટ કર્યો.

"ના ના એ પોસિબલ જ નથી..!" શૈલીને વિશ્વાસ નહતો થતો.

"શૈલી..!, ટેન્સી ગભરાહટ સાથે બોલી. શિલાલેખોની ગૂઢ લિપિનો ઉપયોગ ક્યારેક આવી રીતે પણ થતો.

શ્રાપિત લિપી બોલવાના વ્યવહારમાં નહોતી.

મને લાગે છે પૂર્વ જન્મનાં સંસ્કારો મારામાં આંશિકરૂપે અવતરતા રહ્યાં છે.

ટેન્સીની વાતો શૈલી માટે રહસ્યમય હતી. વિસ્મય અને ધ્રુજારી જન્માવે એવી હતી. જોકે તેના શબ્દોની સચ્ચાઈ શૈલી નજર-અંદાજ કરી શકે એમ નહોતી.

મંદિરના શિલાલેખોને ઉકેલનારી ટેન્સી મંદિર સાથે કોઇ કડીથી જરૂર સલગ્ન હતી.

પણ એ કડી કઈ..? એતો આવનારો સમયજ કહેવા નો હતો.

મંદિર હવે નજીક જ હતું.

એક ઊંડી ખીણ જોડે એણે ફીયાટ ઊભી રાખી.

ખીણના નીચાણવાળા ભાગે સહેજ ઉતરાણ કરતાં તરત જ મંદિરનો ખુલ્લો દરવાજો દેખાયો.

મંદિરની દિવાલો પર પાણીમાં થાય એવી લીલ જામીને ચોટી ગઈ હોય એમ દીવાલો લીલી પડી ગઈ હતી.

નાની એવી પગદંડી પરથી લાગતું હતું કે અહીં લોકો કુતૂહલવશ અવારનવાર મંદિરની મુલાકાત લેતાં હશે.

શૈલીએ ચકળ-વકળ દ્રષ્ટિએ આસપાસ જોયું.

ભયંકર અને સુનસાન જગ્યા ઉપર એનું મન રૂંધાતું હતું.

"હેય..શૈલી..! ફોલો મી..!"

ટેન્સીએ ખીલખીલાટ કર્યો.

એના ચહેરા ઉપર અદૂભૂત તે જ ઝબકતું હતું.

એ અત્યંત ખુશ લાગતી હતી.

લોઢાનો કાળો ભટ્ટ ખુલ્લી સ્ટોપર વાળો દરવાજો હળવા ધક્કા સાથે ખુલી ગયો.

"આવ શૈલી..!"

ટેન્સી ભીતર પ્રવેશી ગઈ એના પગલે શૈલી પણ..!

ભીતર પગ મૂકતાં જ શૈલીની હેન્ડવૉચે બારનુ સિગ્નલ બતાવ્યું.

શૈેલીની આગળ ટેન્સી ઊભી હતી. તેથી સહેજ આગળ આવી શૈલીએ સામેનું દૃશ્ય જોયું.

શિલ્પકારે પૂરી પ્રતિમા ધડવાને બદલે એક માથું જ બનાવ્યું હતું. માથાની લાંબી લાંબી જટા અડધા ભાગને ઢાંકી નાખતી હતી મોટુ જાડુ નાક આગળ પડતાં ઉપર-નીચેના બબ્બે લિલાશ પડતાં દાંત.. જાણે કે એ શેતાનનો ચહેરો હતો. શૈલી અંદરથી ફફડી ગઈ. એને ટેન્સી વાળી ડાયરીની નોંધ યાદ આવી.

"અહીં માનવ ના રૂપમાં હેવાન અવતાર્યો... હેવાન અવતાર્યો..!"

હથોડાની જેમ એના મનોપ્રદેશ પર આ શબ્દો પડઘાતા રહ્યા આઘાતમાંથી શૈલીને માંડ કળ વળી કે ત્યાં જ ટેન્સી બોલી.

"છે ને..લાજવાબ પુરાતન અવશેષ..?"

"હા..!" શૈલીએ પ્રત્યુત્તર વાળ્યો.

"તું આટલી કેમ ડરી ગઈ છે શૈલી..?"

"હું..હ..ન ઈ તો.. !"

ચોરી પકડાઈ ગઈ હોય એમ શૈલીની જીભ થોથવાઈ.

" ડર લાગતો હોય તો તો ઘરે જઈ શકે છે...!"

"ના.., નથી લાગતો..!" શેલીએ નિર્ભિક થવાનો પ્રયત્ન કર્યો.

"ગુડ..!"

ટેન્સી પૂન: ખંધુ હસી.

ના જાણે કેમ પણ શૈલીને ટેન્સી નો હાસ્ય ખૂંચ્યું. ટેન્સી મૂર્તિ આગળ આવીને ઉભી રહી ગઈ. કશુંક ગણગણતી હોય એમ એના હોઠ ફફડ્યા. પછી તરત જ ટેન્સીએ ખુલ્લા મુખમાં હાથ નાખી નીચેના બંને દાંત દબાવ્યા.

એ સાથે જ પેલું રાક્ષસી મોઢું પાછળ હટી ગયું.

પછી માથા ની જગ્યાએ એક મોટી બખોલ ઉઘાડી થઇ..

જાણે કે ભૂગર્ભના પ્રવેશમાર્ગ ન હોય..! શૈલીના મગજમાં ઘમસાણ મચ્યુ હતું. અહીંથી ભાગી છૂટવાનું મન કરતું હતું.

છતાં કોઈ ગૂઢ ખેંચાણ એમ કરતાં એને રોકતું હતું.

એના અંતરમાં એક જ સવાલ ઉઠતો હતો. "આ બધું કેવી રીતે ટેન્સી જાણતી હતી..?"

વર્ષોથી ગંઠાઈ રહેલી દુર્ગંધ ભૂગર્ભમાંથી બહાર ધસી આવી.

ટેન્સી એ ફટાફટ બેગમાંથી ટોર્ચ અને રિવોલ્વોર કાઢી.

"લે આ તું રાખ શૈલી..!" એણે રિવોલ્વર શૈલીના હાથમાં થમાવી દીધી

"હવે બિન્દાસ્ત તુ મારી પાછળ ચાલી આવ..!"

ગજબની ચપળતાથી એ ભૂગર્ભમાં ઉતરી ગઈ. અને ભૂગર્ભમાં જવા માટે ટેન્સી આટલી ઉતાવળી કેમ હતી..?

એ શૈલીને સમજાતું નહોતું.

મનમાં જાગેલી શંકા સાથે શૈલીને ટેન્સી ખૂબ જ રહસ્યમયી લાગી.

ભૂગર્ભમાં જતી સીડી શૈલી ટેન્સી પાછળ ઊતરવા લાગી.

એનુ આગળ વધતું પ્રત્યેક પગલું શૈલી ની ધડકન વધારી રહ્યુ હતુ.

સીઢી પૂર્ણ થતાં જ રસ્તો એક મોટી સુરંગ માં આગળ વધતો હતો.

ટેન્સી ધીમે-ધીમે સુરંગમાં સરકી.

એના પ્રત્યેક પગલે કચ્ કચ્ કચ્ એવો અવાજ ઉદભવતો હતો

ગભરાતાં ગભરાતાં શૈલીએ સુરંગમાં પગલાં માંડ્યા.

શૈલી થોડુંક ચાલી હશે ત્યાં જ એને લાગ્યું , પોતાના પગ નીચે કશી જીવાત જાણે કચડાતી ના હોય..!

"ટેન્સી..!" શૈલીના એકજ અવાજથી ટેન્સી ઊભી રહી ગઈ. ટેન્સી નજીક પહોંચતા શૈલીને વાર ના લાગી..

ટોર્ચનો પ્રકાશ નીચે નાખી શૈલી ધારી ધારીને જોવા લાગી. સપાટી પર કીડા ખદબદતા હોય એટલી હદે લાલ દેડકાંની જીવાત પથરાયેલી હતી.

પ્રકાશ નાના-નાના ટૂકડામાં અસંખ્ય આખો તગતગી રહી હતી. શૈલી સમસમીને રહી ગઈ.

"ટેન્સી..! આ જીવાતથી તને સૂગ કે કચવાટ જેવું નથી લાગતું..?

છી..સ્..!

મોઢા પર આંગળી મૂકી ટેન્સીએ એને ચુપચાપ ચાલવાનો સંકેત કર્યો. એ સંકેત પણ શૈલીને ડરાવી ગયો.

ટેન્સી ફરી પાછી ચાલવા લાગી.

"ટેન્સી..!"

શૈલીને ભય રુંધાવા લાગ્યો.

"ટેન્સી તુ મને ક્યાં લઈ જાય છે..?" એક અગમ્ય દુનિયામાં શૈલી..! જ્યાં મારી જેમ તને પણ પરમ શાંતિ મળશે..!

મારી પાછળ-પાછળ ચાલી આવ ફોલો મી શૈલી..!ફોલો મી.. !" ઊંડા કૂવામાંથી આવતો હોય એમ ટેન્સીના અવાજના પડઘા સુરંગમાં ગુંજતા રહ્યા.

એક પગલે થતો કચ્ કચ્ કચ્ અવાજ તેના મનમાં સુગ ભરી દેતો હતો.

એ અનિચ્છાએ પરાણે-પરાણે પગલાં માંડી રહી હતી. મંદિરના ગૂઢ રહસ્યો જાણવાની લ્હાયમાં ટેન્સીની પાછળ આવીને મૂર્ખામી કરી હોય એવું એને લાગી રહ્યું હતું.

હવે પાછા ફરવામાં શૈલીને જીવનું જોખમ લાગતું હતું હાથમાં રિવોલ્વર હોવા છતાં તે નિર્ભિક નહોતી.

લાંબી સુરંગ પૂર્ણ થતાં જ એક વિશાળ હોલમાં તેઓ પ્રવેશ્યાં.

હૉલમાં ચન્દ્રમાના તેજ જેવુ સફેદ અજવાળું ફેલાયેલું હતું.

"શૈલી..! ટેન્સીનો અવાજ પણ હવે એને ભય પ્રેરક લાગ્યો.

સામે જે હોજ દેખાય છે. એ પાણીના મોટા બે હોજ છે આ આખો ખંડ ગુનેગારોને દંડવા માટે પંકાયેલો છે. બંને હોજ ની ફરતે ચારેબાજુ બેઠકો છે. બંને હોજ વચ્ચેથી પસાર થતો લાંબી જેવો રસ્તો સામે છેડે લઈ જાય છે. જ્યાં અશ્વરથની બેઠક પર બેસી રાજા માનસિંગ ગુનેગારોને દંડ દઈ સભાસદો અને રૈયત સાથે તમાશો જોતા.

"બાપ રે..કેવો ઘાતકી રાજા હશે..?"

શૈલી ધ્રુજી ગઈ

બંને હોજ સાથે એક જબરજસ્ત ભયાનક ઘટના સંકળાયેલી છે.

લાંબીમાં આગળ વધતાં ટેન્સીએ કહ્યું. ટેન્સીની પાછળ જવા શૈલીએ જેવું ડગ આગળ ભર્યુ.

કે ત્યાં જ આખા હોલને ગજવી મૂકતો વિચિત્ર ઘોઘરો અવાજ સંભળાયો.

થથરી ઉઠેલી શૈલીને લાગ્યું.

ટેન્સીની પાછળ એને જવામાં જોખમ લાગ્યુ.

ટેન્સી એનાથી દુર જઇ રહી હતી.

શૈલી બાઘાની જેમ ઉભી હતી ત્યાં જ પૂતળુ બની ગઈ.

અચાનક ડ્રાઉં ડ્રાઉં ડ્રાઉં શરીરનાં રૂવાટા ઉભા કરી નાખે એવો અવાજ સંભળાયો એક ખૂંખાર મેઢકનો ઘૂર્રાટ શૈલીના સતર્ક કાનમાં ખૂંપી ગયો.

ત્યાર પછી તરત જ એ અવાજના પડઘા હજારોની સંખ્યામાં આખા હોલમાં ગુંજવા લાગ્યા.

ટેન્સી લાંબીના સામા છેડે પહોંચી ગયેલી. એને આગળ વધતી રોકવા શૈલીએ બૂમ પાડી.

"ટેન્સી..ઉભી રહે પ્લીઝ..! તુ ઉભી રહે..!"

ઉભી રહેવાને બદલે તેને દોટ મૂકી. અને પેલા અશ્વરથની પાછળ તે ગુમ થઇ ગઇ. આવી ભયાનક જગ્યાએ પોતાની એકલી મૂકી ટેન્સી આવી રીતે ભાગી જશે, એની એને કલ્પના પણ નહોતી. ટેન્સીની ગદ્દારીથી શૈલીને આઘાત લાગ્યો.

"ટેન્સી..ઓ ટેન્સી..!" ગભરાયેલી શૈલીએ બૂમબરાડા સાથે લાંબીમાં દોટ મૂકી.

દોડતાં-દોડતાં શૈલીને લાગ્યુ પોતાની પાછળ કોઈ આવી રહ્યું છે.

લાંબી વટાવી પગથિયાં એ સડસડાટ ચઢી ગઈ અશ્વરથની આગળ-પાછળ અને બેઠક પર બધી જગ્યાએ જોયુ.

ટેન્સી એને ક્યાંય દેખાઈ નહિ.

એને અણસાર ગયો ખદબદતા કીડા ઓ જેવી લાલચોળ મેઢકી જીવાત કરોડોની સંખ્યામાં ધીમા ગણગણાટ સાથે આગળ વધી રહી હતી. શૈલી ડઘાઈ ગઈ. પેલા પથ્થરના અશ્વો જાણે એની ઠેકડી ઉડાડી રહ્યા હતા.

અશ્વરથની પાછળ ત્રણ કમરા હતા. હવે ટેન્સી કયા કમરામાં ગઈ હશે નક્કી કરી શકતી નહોતી. તેની પાછળ જવા ન જવાનો નિર્ણય તરત લેવાનો હતો.

જેથી એને મૂંઝવણ થઈ.

એકાએક છમ્ છમ્ છમ્ એવો ઝાંઝરીનો અવાજ તેના કાને પડ્યો. અવાજ ડાબી બાજુના કમરામાંથી આવતો હતો.

એ કમરાની બારી અડધી ખુલ્લી દેખાતાં શૈલી ઝડપથી બારી દોડી દોડી આવી. ભીતરનું દ્રશ્ય જોઇને દંગ થઇ ગઇ. એની નજર સામે સંગેમરમરશી, અપ્સરાને ભૂલાવતી યૌવના ઉભી હતી.

એના હાથમાં જાપાની મોડેલનો કેમેરો હતો. બીજા હાથમાં વૉચ અને સલવાર કુરતો હતાં. એ ચીજો ટેન્સીની હતી. શૈલી ઓળખી ગઈ. પરંતુ 'આવુ કેવી રીતે બની શકે..? એણે તો આજે બ્લ્યુ જિન્સ ઉપર બ્લેક ટોપ પહેર્યું હતુ. શૈલી અકળાઈ ગઈ.

"કમોન શૈલી..!" શૈલીની વિચારમામાં ટેન્સીના સ્વરનો મધુર ટહુકો ભળી ગયો. જમણી બાજુના કમરામાંથી ડોકૂ બહાર કાઢી એ તેને બોલાવી રહી હતી. બીજીબાજુ પેલી અપ્સરા જેવી યુવતી બે હાથ જોડી ગંભીર મુદ્રામાં ઉભી હતી એની આંખના આંસું ટેન્સી જોડે ના જવા શૈલીને વિનવતાં હતાં.

પરંતુ શૈલી વિચારતી રહી "કદાચ આ પેલા હેવાન ની માયાજાળ પણ હોઈ શકે છે. ટેન્સી નો કેમેરો વૉચ અને વસ્ત્રો બતાવી મને ભ્રમિત કરવાનો ઇરાદો પણ એનો હોઈ શકે..?"

એવુ બબડતાં શૈલી જમણી બાજુના કમરા તરફ આગળ વધી ગઇ.

-સાબીરખાન

(ક્રમશ:)