કાલ કલંક-11 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલ કલંક-11

ઉંધા મસ્તકે બન્ને હાથે પગે પહોળા થઈ પડેલા ચોકીદારોના આ કંઈ ઉંધવાના લક્ષણ નહોતા. બન્ને જેમજેમ ચોકીદારેની નજીક જતા ગયા તેમતેમ એમના શરીરનાં રૂંવાંટાં પણ ઉભા થતાં ગયાં. રાજા એ બંદબકને બરોબર સખ્તાઈથી પકડી. બધુ બરોબર હોય એમ મહારાજનુ મન માનતુ નહોતુ.

"બહાદુર સિંગ... ઓ બહાદૂર સિંગ..!" રાજાએ હાક દિધી.

ઉંધા મસ્તકે પડેલા બહાદૂર સિંગ કે ભીમસિંગ માંથી કોઈ સળવળ્યુ નહિ. બન્ને જણાએ પોતપોતાની બંદૂકો કસકસાવીને પકડી રાખી હતી.

"બંદૂકનો હડસેલો મારી જુઓ મહારાજ સૂતા હશે તો બેઠા થઈ જશે..!' રાણીમાએ બન્નેને ધારીધારીને જોતા કહ્યુ. મહારાજે રાણીમાના કહેવા પ્રમાણે બંદૂકનો ગોદો બહાદૂરને માર્યો.

ગમે તેવી ગાઢ નિંદર માં કેમ ન હોય તરતજ ભડકીને બેઠો થઈ જાય એવો મહારાજનો પ્રહાર હતો. તો પણ એણે ઉંહકાર ન કર્યો. મહારાજ અને રાણીમા અન્યોન્ય સામે તાકી રહ્યાં. બન્નેના ચહેરાઓ ઉપર મૂંઝવણ તરી આવેલી. તીવ્ર ધબકતા હ્રદયે મહારાજે ચોમેર દ્રષ્ટી નાખી ફરી વાર બંદૂકનો નાળચા વાળો ભાગ બહાદૂરની બોડી નીચે જવા દઈ હળવે હળવે બંદૂક ઉંચકી આંખો ફાડી ફાડીને રાણીમા આ ક્રીયા જોતાં રહ્યાં.

મહારાજે સહેજ આંચકો મારતાં બહાદૂરનુ શરીર ઉથલી પડ્યુ.

"હાય... રામ..!" બહાદૂરનો વિકૃત ચહેરો જોઈ રાણીમાથી બોલી જવાયુ. મહારાજ પણ આખા ખળભળી ઉઠ્યા.

જેવી રીતે લાકડાને ઉધઈ ખાઈ જાય એવીજ રીતે બહાદૂરના ચહેરાની ચામડીઅને માંસ કોઈએ ફોલી ખાધુ હતુ.

ચહેરાની જેમ જ બન્ને હાથે પગે નીચેના ભાગેથી ચામડી અને માંસ ખવાઈ ગયુ હતુ. ચહેરા અને હાથ પગના ખવાઈ ગયેલા પોલાણ વાળા ભાગે હાડકા ચોખ્ખા દેખાતા હતા.

"દેડકો અહી આવી ગયો લાગે છે મહારાણી..!"

"હા..!" રાણીમાએ ફફડાટ રાખી ફરતે નજર નાખી. આ લોકો ઉંધી ગયા હોવા જોઈએ નહીતો દેડકા હૂમલાથી રાડારોળતો કરેને..?"

"મારુ પણ એવુ જ માનવુ છે..!" મહારાજને રાણીમાની વાત સાચી લાગી.

મલ્લિકાની વાત માની દેડકાને ગોળીએ દીધો હોતતો આ નોબત ન આવતી. આ નિર્દોષ ચોકીદારો બેમૌત ન મરતા. મહારાજે હતાશા વ્યક્ત કરી.

હવે નોકર-ચાકર દાસ દાસીઓને ચેતવી આપણ મલ્લિકા જોડે જતા રહીએ..!

"ખરી વાત છે દેડકો ગમે ત્યારે સામે ભટકાઈ જાય કંઈ કહેવાય નહી..!

ચોકીદારોની લાશો જોઈ રાણીમાને પરસેવો વળી ગયેલો. મહારાજે પોતાની બંદૂક રાણીમાના હાથમાં મૂકતાં કહ્યુ

તમે ખાલી હાથ છો.. આ રાખો...! હું બહીદૂર વાળી બંદૂક લઈ લઉ છું નજીક જતાં ઉલ્ટી થઈ જાય એવો બહાદુરના ચહેરાનો દેખાવ હતો.

એના હાથમાંથી બંદૂક લેવા નીચા નમેલા મહારાજને સૂગ ચડી. એમણે એક હાથે નાક અને મોં દાબી બીજા હાથે બંદૂક ખેચી પણ બહાદૂરના મૃત આંગળા માં બદૂક જકડાઈ ગયેલી.

"નથી વછૂટતી મહારાજ..? "રાણીમાનો જીવ ઉંચોનીચો થયો.

"ના..!" મહારાજે શ્વાસનો જથ્થો બહાર ઠલવ્યો. જોર કરવા જઈશુ તો લાશ ખેચાશે..!"

"તો પછી પડી રેહવા દો આ એક બંદૂક ધણી.

"ના.. ના.. પડી રહેવા દેવાતી હશે..?"

મહારાજે જીદ કરી.

હું એના હાથમાંથી છોડાવી લઉ છું ક્યારે એની જરૂર પડી જાય શુ કહેવાય..?

એટલુ કહી તરત તેઓ બહાદૂરની લાશ પર જળૂંબ્યા ને પોતાના બન્ને હાથ વડે એના વિકૃત આંગળા છોડાવવાની કોશિશ આદરી ત્યારે એમને ખ્યાલ નહોતો કે રક્ત વિહોણી લાગતી લાશમાંથી લોહીનો જથ્થો ખેચાઈને બંદૂક ઝકડાઈ હતી એજ હાથની રગોમાં ઉભરી રહ્યો હતો.

લાશને ધારી ધારીને જોતાં રાણીમાની નજર અચાનક બાવડેથી હાથના પંજા સુધી કોતરાઈ ગયેલા પોલાણ વાળા ભાગમા ખૂપી ગયેલી. એમણે પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો.

એમણે આંખો રટપટાવી જોઈ.

ના વાત ખોટી નહોતી. શરીરનુ લોહી હાથના પોલાણમાં ભરાઈ ભરાઈને હાથના પંજા તરફ વેગવંતુ જઈ રહ્યુ હતુ. નજર સમક્ષનુ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયાં હોય એમ પોતાનુ કાર્ય પડતુ મૂકી મહારાજ સ્થિર નેત્રે હાથના પોલાણ વાળાભાગને જોઈ રહેતા આવુ ભયાનક દ્રશ્ય જોયા પછી પણ મૂંગામંતર પૂતળાની જેમ ઉભેલા મહારાજને આખેઆખા ખભેથી પકડી હલબલાવી નાખતાં રાણીમાએ ચીસ જેવા અવાજે બૂમ પાડી.

"મ.હા.રા.જ..! લાશ નો હાથ છોડી મૂકો.. આ લોહી તો જુઓ..! કહેતાં રાણીમાએ મહારાજને પોતાની નજીક ખેચ્યા તો ઢગલો થઈ મહારાજ ભૂમિ પર ફસડાઈ પડ્યા નેત્યારે જ એમના બન્ને હાથ અને ચહેરા પર રાણીમાની નજર પડતાં એમના મુખમાંથી જબરજસ્ત ચીસ નીકળી ગઈ.

એમની આંખે લાલપીળા આવ્યાં. એમનુ શરીર લથડ્યુ. ને ધબ્બ કરતાં એ પણ મહારાજની પડખે ઢળી પડ્યાં. પળ માત્રમાં મહારાજની ચામડી પર પથરાઈ ગયેલી મેંઢકી લાલ જીવાત જોતજોતામાં રાણી માનો પણ ભોગ લઈ લેવાની હતી.

રાત્રીના ધેરા સૂનકાર માં કોણ એમની વારે ધાવાનુ હતુ..?

ક્યંક સલામત સ્થળે બેઠોબેછો દેડકો કેવો લાળ પાડતો હશે..? ને હવે પછીનુ એનુ વિકરાળ અને તાંડવી રૂપ કોને જોયુ હતુ.

***

કુમારનુ માથુ ખોળામાં લઈ બેઠેલી મલ્લિકાને એક જોકુ આવી ગયુ.

એનુ માથુ સામેની દિવાલે અથડાતાં અથડાતાં બચી ગયુ. મલ્લિકાએ આંખો મસળી. ધણી ઘેનમાં એ આંખો હતી. પરાણે પોપચાં ઉઘડ્યાં.

ધડીભર મલ્લિકાએ પેલી બારી પર નજર ટેકવી. પછી આખાય કમરામાં નજર ગુમાવી.

અંતે કુમારના પગ પર આવી એની નજર અટકી ગઈ. કુમારના ધાવવાળો પગ જોતાં જ એ ઉછળીને પલંગ પરથી નીચે પડી. એના હ્રદયના ધબકારા વધી ગયા.

કુમારનો ધાવ વાળો પગ હાડપિંજર જેવો થઈ ગયો હતો.

એમાં ચામડી અને માંસની જગ્યાએ લાલ જીવાત ખદબદતી હતી. મલ્લિકાની છાતી ઉછળી રહી હતી. શ્વાસ હેઠો બેસતો નહોતો. સહેજ નીચે નમી એણે પગ જોયો. ધીમે ધીમે જીવાત ઉપરની તરફ ચડી રહી હતી.

મલ્લિકાને ભૈરવીના શબ્દો યાદ આવ્યા.

કુમાર માટે આજની રાત છેલ્લી રાત બની રહેશે મલ્લિકા..! અધોરી કુમારનો આજે બલી લેશે.

મલ્લિકા સમજી ગઈ. કુમારનુ મૃત્યુ નિશ્ચિત છે ને આવી પળે કુમારની પડખે રહેનાર માટે પણ જીવનુ દેખિતુ જોખમ છે. હોશિયારી પોતાના કમરામાં ભાગી જવામાં જ છે. એવા વિચારને તરત એ અનુસરી.

જરાય વિલંબ કર્યા વિના એ દરવાજો ખોલી બહાર નિકળી ગઈ. કુમારના ખંડવાળો દરવાજો બહારથી લોક કરી એ પોતાના અલાયદા ખંડમાં આવી. પથારીમાં પડી ત્યારે એનુ બદન ધમણની માફક હોંફતુ હતુ.

મહારાજ અને રાણીમાની ચિંતાને લઈ એ વધુ પરેશાન હતી. અધોરીના ઈશારે દેડકો ગમે તે કરી શકવા સમર્થ હતો. મલ્લિકાની ડાબી આંખ ફરકતી હતી. જેથી આવનારી આફતનો એણે પહેલેથી અણસાર આવી ગયેલો. મલ્લિકા ને ડર હતો કે એકએક કરીને દેડકો મહેલના તમામ જીવોને મોતને ધાટ ન ઉતારી નાખે..!

આવનારા સમય માટે આજની રાત્રી કાલ રાત્રી ન બની જાય.. ? કાલ ઉઠીને રાજમહેલમાં અધોરીની સત્તા નહોય.. ? આખાય નગરનો આ અધોરી પાશવી સત્તાધિશ ન બની બેસે..!

"ના રે ના..!" એનો અંતરઆત્મા પોકારી ઉઠ્યો.

આવુ તો કદાપી ન થવા દઉ. કૂળવધુના જીવતે જીવ રાજમહેલની હોંસી ન થાય.. મારે મારો જીવ બચાવવો જ જોઈએ.. અધોરીના કૂકર્મોની સજા દઈ હું તમાશો જોઈશ.. એણે મન મક્કમ કરી લીધેલુ.

અમંગળકારી વિચારો ના ધેરાવામાં પલંગમાં ધરબાઈને અર્ધજાગ્રત અવસ્થામાં મલ્લિકાએ રાત કાઢી. જે રીતે દહેશત અને ભયના ઓથાર નીચે રાત વિતી હતી. જે રીતે કોઈ અશુભ ધટનાનાં ચિન્હો વર્તાતાં હતાં એ ઉપરથી વહેલી પરોઢ અશુભ વાવડ લઈ આવવાની હતી એ વાતની મલ્લિકાને ખાત્રી હતી.

પ્રભાતે ખૂલ્લી ખડગ લઈ કઠપૂતળી જેમ મલ્લિકા ચાલવા લાગી. એના શરીરનુ સમગ્ર ચૈતન્ય જાણે હણાઈ ગયુ હતુ. રાત્રે બહાર ગયા પછી પાછાં ન ફરેલાં રાજા રાણીનુ શુ થયુ હશે..? આ એકજ સવાલ એના હ્રદયમાં શૂળની માફક ભોંકાતો હતો.

મૂંગી મૂગી મલ્લિકા અડધી લાંબી વટાવી ગઈ હતી. ત્યારે સામેથી દોડતી આવતી દાસીને એણે જોઈ. થોડી જ વારમાં એ નજીક આવી ગઈ.

ખૂબજ ઝડપી એ શ્વાસોચ્વાસ લઈ રહી હતી. એનો ચહેરો ભયભિત હતો.

"રાણી.. બા...!" કંઈક કહેવા એણે હોઠ ખોલ્યા પણ મલ્લિકાનો દેખાવ જોઈ એની જીભ થોથવાઈ ગઈ. તેણીએ પોતાનો હાથ મુખ્યદ્વાર તરફ લાંબો કરી ત્યાં કઈક બન્યુ હોવાનો મૂક સંકેત કર્યો. પછી આવેલી એ દિશામાં એ દોડી ગઈ.

મલ્લિકા ઉતાવળ પગલે મુખ્ય દ્વારે આવી જ્યાં સૈનિકો અને રાજદરબારીઓનુ ટોળુ એકઠુ થયુ હતુ.શુ થયુ હશે એ જાણતી હોવા છતાં મલ્લિકાનો જીવ થથરવા લાગ્યો.

નજર સામેનુ દ્રશ્ય જોઈ ડધાઈ ગયેલુ ટોળુ મલ્લિકાને આવેલી જોઈ આજુ બાજુ પર થઈ ગયુ. હવે વચ્ચેનુ દ્રશ્ય મલ્લિકા જોઈ શકતી હતી.

ચાર હાડપિંજર જોડાજોડ પડ્યાં હતાં. વસ્ત્રો અને દરદાગિના પરથી ખ્યાલ આવી જતો હતો કે એમાં બે હાડપિંજર રાજારાણીનાં હતાં. અને બાકીનાં બે ચોકીદારોનાં કંકાલ હતાં.

મલ્લિકાની થીજેલી આંખમાંથી આંસુ ખર્યાં. જોનારાં તમામે તમામનાં હ્રદય પીંગળી ગયાં. નીચે નમી મલ્લિકાએ બન્ને લાશોના ચરણ સ્પર્શ કર્યા.

પ્રધાનપૂત્રી રાગિણીએ મલ્લિકાનો હાથ પોતાના હાથમાં લઈ દબાવ્યો. રાગિણિ મલ્લિકાની સખી હતી. કુમાર પર આવી પડેલી આફત પછી રાગિણી દિવસમાં સવાર- સાંજ બે વાર મલ્લિકાને મલવા આવતી. નીત્ય જેમ આજે પણ એણે પિતાજી સાથે રાજમહેલમાં પગ મૂક્યો. એવી જ મુખ્યદ્વારે પડેલી ચાર લાશો જોઈ એણે જોરદાર આંચકો લાગ્યો.

રાજમહેલમાં રાત્રે શુ થયુ હશે ...? કોને કોને જીવ ખોયા હશે..? એ વિશે ટોળુ વળાયેલા રાજદરબારીઓ અને સૈનિકોમાં વિભિન્ન તર્કી ગપસપ થઈ રહી હતી.

આવુ દ્રશ્ય જોયા પછી રાજમહેલની ભીતર જવા કોણ પહેલ કરે..?

પ્રધાનજીએ પણ રાજારાણીનાં શબ જોઈ વજ્રાધાત અનૂભવ્યો. પ્રધાનજીના આગમન સાથે ધીમો ઘણઘણાટ અટકી ગયો. દરેકે દરેક ચહેરા પર શોકની ધેરી કાલિમા પથરાઈ ગઈ. ત્યારેજ સૌએ મલ્લિકાને ખુલ્લી ખડક સાથે આવતી જોઈ. મલ્લિકાને જીવંત જોઈ પ્રધાનજીની આંખો ઠરી.

એમણે મનોમન ઈશ્વરનો પાડ માન્યો. હે દિનદયાલુ.. રાજની લાજ રાખી તમે...! નહિતો આ રાજ મહેલ અનાથ મહેલ બની જાત...!"

મલ્લિકાના આંસુએ પ્રધાનજી પણ દ્રવી ઉઠ્યા. પૂત્રીની પાછળ પ્રધાનજીએ આગળ આવી મલ્લિકાના માથે હાથ મૂક્યો.

"બેટી.. આ બધુ..?" આગળ એમની જીભ ન ઉપડી.

"હું બાપૂજીને ના કહેતી હતી મંત્રીકાકા...! મલ્લિકા ગળગળા સાદે બોલી.

કે એ સૂકા દેડકાને બહાર ફેકીં દો.. અઘોરી કપટ રમી રહ્યો છે ...! ઢાંગી છે એ..! પણ મારી એક વાત એમણે ના માની..! એનુ જ આ પરિણામ આવ્યુ કાકા..! એનુ જ આ પરિણામ જોઈ લ્યો..!"

પ્રધાનજીની છાતીમાં માથુ મૂકી એ ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડી. -"હું અનાથ થઈ ગઈ મંત્રીકાકા..! એકલી પડી ગઈ હું..!

રાગિણીએ એની પીઠ પસવારી પછી ખભે હાથ મૂક્યો. "શાંત થઈ જા બેની.. તુ જ રડીશ તો રાજ રડશે...! હવે તુ જ તો સૌનો સહારો છે..!"

"ને તારી સાથે અમે બધાં છીએ બેટા..! તુ જાતને એકલી ના સમજતી..!

મંત્રીજીએ મલ્લિકાને આશ્વાસન આપ્યુ.

મલ્લિકા આંસુ લૂછી ઝડપથી સ્વસ્થ થઈ ગઈ. એણે સેનાપતી સામે જોયુ. સેનાપતી સહેજ હિચખિચાઈને બોલ્યો... હું મહારાજને મલવા આવેલો રાણી સાહેબા..!

ભલે આવ્યા મલ્લિકાએ શાંત સ્વરે ઉત્તર વાળેલો.

મલ્લિકાની આવી સ્વસ્થતા જોઈ સૌને રાહત થઈ. એણે આદેશ આપતાં સેનાપતીને કહ્યુ. " મારી વાત ધ્યાનથી સાંભળો. ડાબી બાજુના પહેલા કમરામાં અધોરી સૂતો છે. એને કેદ કરી બેડીઓમાં ઝકડી લેવાનો છે.

"જેવો હૂકમ રાણી સાહેબા ...!"

એને દંડ કક્ષમાં લાવી બાંધી દેવો છે..!"

ભલે આપના આદેશનુ તુર્તજ પાલન થશે..!" સેનાપતી સાત-આઠ સૈનિકો સાથે લાંબીમાં અધોરીના કમરા તરફ આગળ વધી ગયો.

"મંત્રીકાકા..!,

મલ્લિકા પ્રધાનજી તરફ ફરી. કુમારની લાશ એના કમરામાં પડી છે. તમો અંતિમ સંસ્કારની તૈયારી કરજો..!"

છેલ્લે એણે રાજ દરબારીઓને વનંતી કરી. આપ સૌ સભામાં બિરાજો..! "

બધાએ મલ્લિકાના આદેશનુ અનુસરણ કર્યું.

મલ્લિકાની નજર અત્યારે પાછળના દરવાજે લઈ જતી લાંબીમાં ચોંટી ગઈ હતી. પાછળના દરવાજેથી દંડકક્ષમાં જવાતુ હતુ.

મલ્લિકાએ રાગિણીનો હાથ ખેચતાં કહ્યુ. આવ રાગિણી આપણ દંડકક્ષમાં એક લટાર મારી આવીએ. ..!

જરાય આનાકાની વિના રાગિણી મલ્લિકા સાથે થઈ ગઈ હતી. દેડકો અહિંથી જ પસાર થયો હોવાનો અણસાર ખૂનના ધબ્બા દ્વારા મલી જતો હતો.

એ ખૂની પગલે મલ્લિકા પાછળના દરવાજે આવી. પાછળના દ્વારે ચોકીદારોની બીજી બે લાશો પડી હતી.

આવાં દ્રશ્યોથી જાણે આંખો ટેવાઈ ગઈ હોય એમ લાશો પર અછડતી નજર નાખી એ દરવાજાની બહાર નીકળી ગઈ.

રાગિણી મલ્લિકાની પાછળ જ હતી. બન્ને જણ દંડકક્ષમાં આવ્યાં. દંડકક્ષમાં સ્મશાની શાંતી પ્રસરી હતી. બન્ને પાણીના હોઝ વચ્ચે પસાર થતી લાંબીના સામા છેડે રહેલા અશ્વરથના અશ્વો જાણે કે ઉભયને ટગરટગર તાકી રહ્યા હતા. પેલા ખૂનના ધબ્બા જમણી બાજુના હોઝ તરફ જઈ અટકી ગયા હતા. મલ્લિકાને ખાતરી થઈ ગઈ દેડકો જમણા હોઝમાં હોવો જોઈએ..

મલ્લિકા સાથે રાગિણી ચૂપચાપ ફરી રહી હતી.

આજે મલ્લિકાને છંછેડવી એને ઠીક ન લાગી.

સામેની દિવાલે મોટાં બે ચકરડાં હતાં. ઝડપી ચકરડાં જોડે પહોચી મલ્લિકાએ જમણી બાજુનુ ચકરડુ ફેરવ્યુ. એ સાથે જછત પર જડાયેલુ હોઝનુ પિંજર લોઢાની ચેઈન દ્વારા નીચે સરકતુ ગયુ. થોડી જ પલો માં જમણો હોઝ લોઢાની મજબૂત જાળી વાળા પિંજરથી ઢંકાઈ ગયો.

ખાતરી કરી લેવા મલ્લિકા જોડે આવી પિંજર પર હાથ મૂકી મલ્લિકાએ હોઝના તળિયે નજર નાખી.

એક તરફ ખૂણામાં બેસેલો ભીમકાય દેડકો નચિંત બની ઘોરતો હતો. એની ફરતે લાલજી વાત થઇ હતી હોજમાં નું દ્રશ્ય જોઈ રાગીણી આંખો પહોળી થઇ ગયેલી.

"મલ્લિકા બહાર ચાલ..! મને હવે ડર લાગે છે ..!"

બેકાર લાગતુ એકાંત સહન ન થતાં રાગીણી ચિત્કારી ઉઠી.

***

સવારે દસેક વાગ્યે કાઠી છાતીના નગરજનો રાજ દરબારીઓ અને રાજ સૈન્યથી દંડ નો હોલ ચારેકોરથી ખીચોખીચ ભરેલો હતો દરેકે દરેક જણ એક હિચકારા ખૂની દ્રશ્યને જોવા એકઠાં થયા હતાં. મલ્લિકા એ તમામ નગરજનો અને સ્વજનોની હાજરીમાં મહારાજ અને કુમાર ની અંતિમ ક્રિયા પૂર્ણ કરી પહેરેદારોનો પણ અંતિમ સંસ્કાર કરી દેવાયો.

રાજા-રાણી સહિત કેટલાય ચોકીદારોનો કોળિયો કરી જનાર અધોરી અને રક્ત પિપાસુ દેડકાને જોવા દંડકક્ષમાં દબદબો હતો દંડ કક્ષમાં એક જણની દ્રષ્ટિ અશ્વ રથ પર બેસેલી ગુસ્સાથી ફૂફકારતી નાગણ જેવી મલ્લિકા તેમજ અશ્વરથ ની પાછળ દિવાર સાથે જંજીરોમાં જકડાયેલ તણખા ઝરતી લાલઘૂમ મોટી મોટી આંખો વાળા અઘોરી પર હતી.

સૌ કોઈ મલ્લિકા ના ગુસ્સાથી સારી રીતે પરિચિત હતું ઘણાખરા લોકોને મલ્લિકાની ઘાતકી ન્યાયવૃત્તિ જોવાની મજા પડતી.

જ્યાં એલાન થયું કે રાજમહેલમાં હત્યાકાંડ માટે જવાબદાર હત્યારાને દંડકક્ષ માં સજા થનાર છે .

તો ટોળેટોળા આવી નગરજનો થી આખો હોલ ખીચોખીચ ભરાઈ ગયો.

દંડ કક્ષમાં આજ ના તમાશાની વાત પૂર્વે થયેલી સજાવો કરતા જરા જુદી હતી દંડ કક્ષમાં વીતી ગયેલી કાળરાત્રી નો કાળો ઓછાયો ચોખ્ખો વર્તાયો.

દંડ કક્ષની ચૂપકીદી પ્રત્યેક પળે ભારેખમ બનતી જતી હતી. ત્યારે બધાની જિજ્ઞાસાનો અંત આણતી હોય એમ ધીમે રહી મલ્લિકા અશ્વરથ પરથી નીચે ઉતરી.

જમણી બાજુ સભાસદો ની બેઠકો પર બિરાજમાન પ્રધાનજી રાગિણી અને અન્ય દરબારીઓ પર મલ્લિકાની ઉડતી નજર ફરી.

એવી જ રીતે ડાબી બાજુ ઉભેલા સેનાપતિ સાથેના સૈન્ય કાફલા પર એણે નજર નાખી.

પછી સમગ્ર પ્રજા ગણને ઉદ્દેશીને કહ્યું વહાલા નગરજનો આજે આપણી સાથે મહારાજ રાણી મા કે કુમાર કોઈ જ નથી જેનો આપણને ઘણો અફસોસ છે. દુઃખ છે. આ ઘટના જ તમામ માટે આઘાતજનક છે..!

એના શબ્દો ભીના હતા.

પ્રત્યેક જણ કાન સરવા રાખી મલ્લિકા ની વાત સાંભળતું હતું. મલ્લિકાએ આગળ ઉમેર્યું આપ સૌને કહેતા મને ક્ષોભ થાય છે કે આ પાખંડી સાધુ એ એના માયાવી દેડકાને હાથો બનાવી હત્યાઓની હારમાળા સર્જી છે. વિશ્વાસ નથી થતો ને..? હું પણ નહોતી માનતી.

મેં કુમાર ને મારી સગી આંખે દેડકાની લાલ જીવાતથી હાડપિંજર બનતો જોઈ માનવું પડ્યું છે. ભારેખમ નિશ્વાસ નાંખી મલ્લિકાએ ધારદાર દ્રષ્ટિ અઘોરી પર નાખી લીધી મલ્લિકાની વાતથી એક એક ચહેરે ભય લીંપાઈ ગયો.

આ કપટી સાધુએ રાજવી કુટુંબનો નિકંદન નીકળી જાય એવો ઇરાદો રાખી પૂર્વ નિયોજીત કાવતરુ ઘડેલુ. કુમાર ના ઈલાજ માટે મહારાજે આ ધુતારા દુષ્ટને પસંદ કર્યો. મારી ના હોવા છતાં મહારાજ એની જાળમાં ફસાયા. જેનું પરિણામ આપણી સામે છે. આ પાપી એ હત્યાઓ કરી તમામનું ખૂન પી લીધું.

જૂઠ છે આ બધું જંજીરો અને બેડીઓમાં જકડાયેલાં અઘોરીએ અણધાર્યું જોર કર્યું.

" રાણી સાહેબા..! મારા પર વિશ્વાસ કરો..! રાજા રાણી કે કુમાર કોઈનોય ભોગ લેવાનો મારો ઈરાદો નહોતો.

અઘોરી આર્જવ પૂર્વક સ્વરે કહ્યું તમારે મારા પર ભરોસો કરીને તો જોવો હતો શા માટે દેડકાની કુમારના પગનું જાસૂસ રોકવો જોઈએ..?

ભૂલ તમારી કહેવાય .. દેડકા એ બધું ખૂન ચૂસી લીધું હોત તો કુમારના પગનો સોજો ઊતરી જાત. અને આજે કુમાર આપણી વચ્ચે હયાત હોત.

તમે રાજા રાણી સાથે મળીને દેડકાને રોક્યો એટલે જ જગ્યાએ દેડકાએ મરનારનું રક્ત પીધું ભરત પીધા પછી એનામાં બમણું જોર વધ્યું હોત તો ઠીક થવાની સાથે દેડકાનું પેટ ફાટી જાત અને દેડકો હતો એ અવસ્થામાં આવી જાત તો આ બધી મોકાણ ના વળતી..!

અઘોરી એકી સ્વાસે ભીતરનો બળાપો ઠાલવી દીધો.

અઘોરી ની વાતથી દંડ કક્ષમાં વિસ્મયનો વંટોળ વાયો.

"સેના પતિ..!,

મલ્લિકા એ બળતા સ્વરે કહ્યું.

" આ દુષ્ટ અને મારી સામે લાવો..!"

જેવો હુકમ રાણી સાહેબા ..!

ત્વરિત હુકમનું પાલન થયું.

બેડિયોમાં જંજિરોમાં કેદ અઘોરીને મલ્લિકા સમક્ષ લાવી ઊભો કરી દેવામાં આવ્યો.

તને શું લાગે છે તારી વાતોમાં આવી હું તારી પર દયા ખાઈશ એમ..?

મલ્લિકાનો સ્વર્ગ ઉગ્ર થયો.

" કદાપિ નહી. તુ મહારાજને ભોળવી જાય મને નહીં..! હું તને મૃત્યુદંડ દઉં છું..! તારો માયાવી દેડકો તારો ભક્ષણ કરશે..! અને આ આખો હોલ તમાશો જોશે..!

કુમારનું જાહેર ચૂસતા પહેલી ભૂલ કરી જેનું પરિણામ ભોગવી રહ્યા છીએ હવે મને દેડકા આગળ નાખવાની તમે બીજી ભૂલ કરી રહ્યા છો જો આવુ થયુ તો સમગ્ર નગરમાં વિનાશ વેરાશે. આ રાજ મહેલ પર મહાપ્રલય થશે.

"તુ ધમકી આપે છે મને પાપી..!

મલ્લિકા રોષે ભરાઈ.

" તને સજા કરીને શું ભૂલ કરી રહી છું એમ ..?

તુ થાપ ખાય છે ત્યારે..! મને ભૈરવીએ ચેતવી દીધી છે તારી સાધના માટે તુ બલિ તરીકે કુમાર નો ભોગ લેવા આવેલો ને બધાની આંખમાં ધૂળ નાંખી તે હત્યાઓની હારમાળા સર્જી.

"રાણી સાહેબા મારા પર વિશ્વાસ કરો. આ બધો ગોટાળો ભૈરવીએ સર્જ્યો છે.

એણે જ નફરત ના બી આપણી વચ્ચે વાવ્યા છે. હું નિર્દોષ છું મને માફ કરો.

મારા પર રહેમ કરો.

" કુમારનું મોત મેં નજર સમક્ષ જોયું છે. મહારાજ રાણીમા અને મરનાર ચોકીદારોની રીબામણને હું કલ્પી શકું છું. તારા માટે મારા હૃદયમાંથી દયા નો દરવાજો બંધ થઇ ગયો છે.!"

ઠીક છે ત્યારે રાણી સાહેબા તમે ફેસલો કરી જ લીધો હોય તો બચાવમાં મારે હવે કંઈ કહેવું નથી તેમ છતાં આપ સૌના ભલા માટે એક વાત કહેવાની મારી ફરજ સમજુ છું. અઘોરી હતાશ થઈ બોલતો હતો એના શબ્દોમાં પીડા હતી મળતો માણસ કદી પણ જૂઠું બોલતો નથી હું પણ નહિ બોલું

હા રાણી સાહેબા દેડકો મારુ ભક્ષણ તો કરી જશે પણ દેડકાને મારૂ માંસ કે મારું રક્ત ક્યારેય પચશે નહીં.!

( ક્રમશ:)

વાર્તા વિશેના આપના અભિપ્રાયો આવકાર્ય..

Wtsp 9870063267

Sabirkhan pathan