AE..Y...TAME MARO SATH AAPSHO NE..? books and stories free download online pdf in Gujarati

એ...ય... તમે મારો સાથ આપશો ને..?

                         [1]

આમ જોવા જઈ એ તો દરેક ઘરમાં, શેરીમાં, મોહલ્લામાં, બગીચામાં, નાના ગરીબોના ઝૂંપડાંથી લઈને મોટા સાહેબોની ઓફિસમાં રહેતી હું, વળી ક્યારેક તમે મને ગરીબોના ઝૂંપડાની બાજુમાં પણ મને મારો ઠેલો નાખીને રોફ જમાવતી પણ દીઠી હોય તેવું પણ બને અને મૂળે તો હું સ્ત્રી જાતની એટલે સામાન્ય રીતે સ્ત્રી વેદનાઓ, મનોગત મંથન, દુઃખો, ભાવસંવેદનો, આનંદ એ બધી બાબતોની સાથે સાથ પુરાવતી મારા દેહમાથી સારી પેઠે સુવાસિત નહી પણ દુર્ગંધ ક્યારેક માનવીને આકર્ષિત કરે તો ક્યારેક માનવીને જાણે મે પથરાથી જાણે ઘા ઝીંકયો હોય એમ મારી સામે કટાક્ષથી ચાલતા-ચાલતા જોતા જાય. તો વળી કોઈક માનવી મારા ભણી આવીને મને અલગ અલગ કાગળિયા, કોથળી, બર્થ ડે ગિફ્ટ, કેક વગેરેની સુશોભિત ભેટનું સંપેત્રુ આપે તો ક્યારેક બાળકોના જૂના કપડાં, ગંધાતી વસ્તુઓ, સડી ગયેલા ફળો, ફૂલો, ખાણી-પીણીની અનેક ચીજોને મારી પેઠે વિલિત મુખે સોંપવા માટે આવે. 
પરંતુ ક્યારેક તો એવું પણ બને કે મારી પાસે વસ્તુઓનો ભંડાર વધી જાય તો પણ ઘણા મુરખના સરદારો દેખતી આંખે પણ અનદેખું કરીને જાણે મે પરાણે ભીખ માગી હોય તેમ મારી ભણી તે રાચરચીલું અને થોડી દુર્ગંધ કે પછી સંપૂર્ણ નાશ પામેલ એ ચીજોને મારી તરફ ફેંકીને ચાલ્યા જાય. તેમને મન એમ કે હું ખુબ જ ગરીબ ને રાંક માટે આવું તો અનેક માનવી પાસેથી આવ્યા જ કરે. પરંતુ મારી પાસેના એ વધુ પડતાં ભંડારને જોઈને અને મારી પેઠે જે દુર્ગંધ પ્રસરતી હોય તે જોઈને જાણે મે તેમના સ્વાસેંદ્રિયમાં જાણે બંદૂકની ગોળીથી પ્રહાર કર્યો હોય અને તે ઘવાયેલ હોય તેમ કોઈ પણ માનવી મારા ધણીને જાણ ન કરે તે ન જ કરે અને ઊલટાનું નાક દાબીને જતાં રહે ને મણ મણની જોખે પણ ખરા.
આવી જ રીતે વર્ષો વીતી ગયા અને અચાનક જ અમારા જીવનમાં એક મોટો વણાક આવતો હોય અને અમારી માટે સરકારે જાણે નવી ખુશાલતા પ્રસરાવી જોય તેમ સરકારની એક યોજના હેઠળ અમારી માટે એક આનંદના અને અમારી પરિસ્થિતિમાં સુધારો આવવાના આંધણ મંડાયા હોય તેવું લાગ્યું અને સને 2014થી અમારી સ્થિતિમાં મોટા પાયે ફેરફાર આવ્યો.
સરકાર દ્વારા અમારા માટે ખૂબ જ ગંભીર સમસ્યાઓના વિચારોને પરિણામે અમારા ધણી રોજ સવારમાં આવીને અમારા ભંડારને લઈ જતો અને ક્યારેક તો વળી પાછું તેનું મન ખૂબ પ્રફુલિત હોય અને કાર્યનિષ્ઠાને માન આપી તે દી’માં બે-ત્રણ વાર મારી પાસે આવે અને જો મારી પાસેનો ભંડાર છલોછલ થઈ જશે તેમ જણાય તો મારી પાસેથી એ લઈ જતો અને મને એક મોટા બોજા માથી મુક્ત કરતો અને વળી ક્યારેક તો તે મને ત્યાથી અમારા ઘેર લઈ જતો ને હું તદન દુર્ગંધથી પ્રસરેલી અનેક શરીર પરના ડાઘ અને ઘાવ વગેરેની વેદનાને હું સાબુનરૂપી ધોઈ નાખતી અને ફરી તૈયાર થઈ જાવ. વળી ક્યારેક મારો ધણી રંગરોગાનથી મારી માયાને વધુ સુંદર કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાણે વેપારીનો ઠેલો મારે જ સંભાળવાનો હોય તેમ શહેર કે ગામના અનેક વિસ્તારોમાં મૂકી જાણે. ને હું ફરી મારા કાર્યની પેઠે મારી કાર્ય ફરજને પ્રમાણિક્તા દાખવીને મારા કાર્યની રફતાર શરૂ કરતી.

[2]

એ દિવસની મોડી રાત આજે પણ મને યાદ છે, એક લઘર-વઘર વ્યક્તિ, ન ચાલવાની સમજ, ન પોતાને ભાન ને ન બોલવાના ધડા, એવી એક વ્યક્તિ મારા ભણી આવી અને એ મસ્ત-મોજીલા માણસે મારી ભીતરે પેલી મોંઘી આવતી રોયલને ફેંકીને મને પણ તેના સ્વાદથી આસ્વાદન કરી મને પણ તેના નશામાં દ્યૂત કરી અને પછી તેના એ નશામાં ને નશામાં સવાર પડી ગઈ. ને ફરી એ જ દીવસભરની મારી રફતાર શરૂ થઈ.
જી હા, મે આગળ જણાવ્યુ તે મુજબ હું મોટા ભાગના ઘરોમાં, ઓફીસોમાં, શાળા કે કોલેજોમાં પણ મારો સમાવેશ થતો આવ્યો છે. તેમ જ મારો સ્વભાવ એકદમ શાંત અને સુશીલપણાથી સજ્જ માટે કોઈ પણ વ્યક્તિ તે પછી નાની હોય કે પછી મોટી તમામની ભીતરે હું સમાયેલી છું અરે ક્યારેક તો નાના બાળકના માતા-પિતાને મે તેના બાળકને શિખામણ આપતા પણ સાંભળેલા છે કે ઘરમાં પડેલ નકામી વસ્તુ કે સડી ગયેલ ફળ-ફાળાદી, ફૂલો કે પછી કોઈ સાધનોમાથી બહાર નીકળેલ નકામી વસ્તુને તારે પેલી એક ખૂણામાં પેસી રહેલી તેની પાસે જઈને આપવી. 
પરંતુ ખરેખર આવી વાતો સાંભળીને મને અંતરનો આનંદ થાય તે સહજ જ છે કેમ કે મને પણ દેશ માટે કઇંક કરવાની તક મળી છે ત્યારે મને મારા પર ગર્વ થાય છે. બસ આવી જ રીતે જો ચાલતું રહ્યું છે તો મને ખાતરી છે કે ભવિષ્યમાં એક પણ જગ્યા એવી નહીં હોય કે જ્યાં સ્વચ્છતા ન હોય. જી હા હું એ જ છું કે જેમાં આપ સૌ અનેક નકામી વસ્તુઓના ભંડારને વિનામુલ્યે વહેંચો છો અને મિત્રો પેલું જે અમારા માટેનું અભિયાન શરૂ કરેલ હતું તે એટલે જ ‘સ્વચ્છ ભારત અભિયાન’ અને ખરેખર આજે ગર્વ પણ થાય છે કે ભારતને આ સુંદર મજાનું સ્વચ્છતાને વરી રહેવા માટેનું  એક અભિયાન રૂપી ભેટ મળી છે. પણ આ ભેટ માત્ર અમારી માટે નહીં પરંતુ અમારા થકી સંપૂર્ણ દેશને સ્વચ્છ કરવાની તક આપ સૌના હાથમાં આપી છે.
બસ, આ એક નૈતિક જવાબદારીને આપ સૌ સમજીને, તમે પણ ચાલો અમારી સાથે આ ભારતને વિશ્વનું બીજું અમેરિકા બનાવવા માટે યા હોમ કરીને ફતેહ મેળવવા માટે. આપના સાથ સહકારની અપેક્ષા સાથે એટલુ જ કહેવું છે કે, ‘ એ...ય... તમે મારો સાથ આપશો ને..?’
લિ.
               આપના ઘર, મોહલ્લા, શાળા  અને કોલેજો 
     તેમ જ  નાની કે મોટી ઓફીસના એક ખૂણામાં રહેતી,
                       - આપની કચરા પેટી





                           - સંકેત બી. જેઠવા 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED