ફ્રેન્ડશીપ Megha gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફ્રેન્ડશીપ

સવાર નો સમય હતો, આશરે સાડા આઠ વાગ્યા હશે.કિંજલ ના ફોન ની મેસેજ ટોન વાગી. કિંજલ નીંદર માંથી જાગી, મોબાઈલ હાથ માં લીધો અને નીંદર ભરેલ આંખો થી મેસેજ વાંચ્યો,

મેસેજ વિવેક નો હતો, "હેય ધેર, અમે આજે બપોર સુધી પહોંચી જશુ અને ગોલુ ના ઘરે જવા ના છીએ, સાંજે તારા ઘરે મળવા નો પ્લાન બનાવીએ ..ઓકે ?? "

કિંજલ નીંદર ભરેલી આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લઈ અને આંખો ખોલી "ઓકે" એવો રીપ્લાય આપી દીધો.

મોબાઈલ સાઈડ માં રાખી કિંજલ પાછી સુઈ ગઈ.

થોડી વાર માં પાછો કિંજલ ના મોબાઈલ ની રિંગ વાગી, કિંજલ નીંદર માં ફોન રિસીવ કર્યો.

સામે છેડે થી અવાજ આવ્યો " શું કર છો.., હજુ સૂતી છો..ઉઠી જા સૂરજ ક્યાર નો માથે ચઢી ગયો છે, તારું મોઢું જોવા ઉતાવળો થાય છે અને તું હજુ સૂતી છો."

"શું મમ્મી, આજે મેં ઓફીસ માંથી ડે ઑફ લીધો છે તો સવાર ના નવ વાગ્યા માં ઉઠી ને શું કરું..?, અને હા બીજી વાત અહીંયા વરસાદીયુ વાતાવરણ છે, એટલે અહીંયા મને સૂરજ નું મોઢું નથી દેખાતું, તો મને ક્યાં થી જોશે..?" કિંજલ બેડ પર બેઠી થતા બોલી.

" હા હવે...., તો શું પ્લાન છે આજ નો..?"

"પ્લાન, હજુ તો કાંઈ નહીં .." કિંજલ બગાસું ખાતા બોલી.

"હમ્મ, સુમન પહોંચી ગઈ..?"

"ના, વીર નો મેસેજ હતો કે બપોર સુધી બંને પહોંચી જશે."

"તો ક્યાં તારા ઘરે રેહશે લોકો.., કિંજલ ?"

"ના મમ્મી, ગોલુ, મતલબ કે ગિરીશ ના ઘરે. "

"હમ્મ, અને પછી..?"

"પછી સાંજે ક્યાંક મળવા નો પ્લાન બનાવશું."

"કિંજુ..., તું હજુ એને મળવા માંગે છે..?"

"મમ્મી, ફ્રેન્ડ છે મારી..."

"મને ખબર છે હું બસ એમ પૂછું છું..."મમ્મી બોલ્યા.

"હમ્મ ."

"અચ્છા કિંજુ, આજે ઓફીસ માંથી ઓફ ડે એની માટે લીધો છે તે...?"

"મમ્મી, વિકેન્ડ આવે છે, હું બસ આરામ કરવા માંગતી હતી, મહિના ના બે ત્રણ દિવસ એક સાથે આરામ તો જોઈએ ને.."

"અચ્છા ઓકે ઓકે, ગુસ્સે કેમ થાય છે..?"

"ગુસ્સે નથી થતી, બસ ગોળ ગોળ વાતો કરી ને જાસૂસી કરે છે ને તું વાત થી ઇરિટેટ થાઉં છું. " કિંજલ ગુસ્સા માં બોલી.

" તો સ્ટ્રેટ વાત કરું, મારા મંતવ્ય મુજબ હવે તારે સુમન ને મળવા ની જરૂર નથી..., મળીશ ફરી જૂની ફ્રેન્ડશીપ યાદ કરશો અને ફરી પાછા..." મમ્મી આટલું બોલી અટકી.

"મમ્મી, અમે હજુ ફ્રેન્ડ છીએ , એન્ડ પ્લીઝ તમે ટેન્શન લો, હું ઠીક છું."

"ઓકે ...ઓકે સારું ચાલો, હવે મળવા ના છો તો જે પ્રશ્ન મન માં દબાવી ને રાખ્યા છે પણ પૂછી લેજે."

"હમ્મ, જોઇશ...ચાલો હવે પછી ફોન કરું તમને...ઓકે..બાય.." કિંજલ આટલું કહી વાત અને ફોન બંને કટ કરી નાખ્યા.

કિંજલ બેડ પર થી ઉભી થઇ, એની દિનચર્યા શરૂ કરી દીધી.

કિંજલ ને કુકિંગ નો ભારે શોખ જ્યારે ફ્રી સમય મળતો ફૂંકીગ કરતી, આજે પોતા માટે એને ખાવા નું બનાવ્યું.

લંચ કરી, કિચન ની થોડી સાફ સફાઈ પતાવી ત્યાં સુધી બપોર થઈ ગઈ હતી.

એનો ફોન ચેક કરવા લાગી, અને વિવેક ના મેસેજ ની રાહ જોવા લાગી એમ કહો તો પણ ચાલે.

થોડા સમય માં વિવેક નો ફોન આવ્યો.

"હેય, કિંજલ આપણે તારા ઘર ની જગ્યા ગોલુ ના ઘરે મળવા નું રાખીએ તો...

એમા એવું છે કે, નાનું ગેટ ટુ ગેધર, મતલબ પાર્ટી ટાઈપ, બસ આપણે બધા ફ્રેન્ડ્સ...."

"હા ઓકે, આઈ ડોન્ટ માઈન્ડ."

"ઓકે ધેટ્સ ગ્રેટ, તો આજે સાંજે, શાર્પ 6 વાગે...ઓકે..?"

"ઓકે, ગ્રેટ...બાય.."

"બાય"કિંજલ ફોન કટ કર્યો.

કિંજલ ફોન તરફ જોઈ ને એકલી એકલી મન માં બોલી.

" મને લાગતું હતું, સુમન કંઈક આવો પ્લાન બનાવશે...., એકલા માં મળશું તો કરવા માટે કંઈ વાત નહિ મળે, અને મારા પ્રશ્નો ના જવાબ આપવા પડશે..., ડર થી ....પણ સુમન પ્રશ્નો ના જવાબ હું મેળવી ને રહીશ, અને તું આપીશ પણ ખરી ....

પણ મારી માટે પ્રશ્ન છે કે હું તને બધા પ્રશ્નો પૂછું કે નહીં...?"

***

સાંજ પડી, કિંજલ તૈયાર થઈ અને ગોલુ ના ઘરે પહોંચી.

ડોરબેલ વગાડી,

દરવાજો વિવેક ખોલ્યો.

"હેય, વિવેક.."

"કિંજલ.., હાય, કેમ છે...?"

"આઈ એમ ગુડ, તને કેમ છે..?" બોલતા વિવેક અને કિંજલ ગળે મળ્યા.

"આઈ એમ ઑલસો ગુડ.."

કિંજલ અંદર પહોંચી ત્યાં ગોલુ, નિધિ, નીતિન અને સુમન બધા કિંજલ પાસે આવ્યા.

ગોલુ બોલ્યો "ઓય ચસમિસ.… મજા માં..?"

"મિસ્ટર, ગોલુ પટેલ...., કેટલા દિવસે મળ્યા યાર..." કિંજલ બોલી

"શું ગયા મહિને તો મળ્યા હતા હવે.." ગોલુ હસતા હસતા બોલ્યો.

"હા ..., ભૂલી ગઈ..."કિંજલ પણ મસ્તી માં બોલી.

ત્યાં સુમન આગળ આવી ને બોલી "હેય કિંજલ..."

"હાય સુમન..." કિંજલ ફેક સ્માઈલ આપી બોલી.

કિંજલ સુમન પર થી નજર હટાવી ને નિધિ ઉપર કેન્દ્રિત કરી ને બોલી.

"ઓય હોય, નિધિ નીતિન.....તમે પણ અહીંયા....?"

"હા.., નીતિન કામ થી અહીંયા આવ્યો હતો સો હું પણ એની સાથે અહીંયા આવી પહોંચી."

કિંજલ નિધિ ને ગળે મળતા બોલી, "તો હનીમૂન કેવું રહ્યું...?"

"ઓવસમ..."નિધિ ને નીતિન બંને સાથે બોલી પડ્યા.

"યાર તું અમારા મેરેજ માં આવી, કેટલું કહ્યું અમે તને.."નિધિ બોલી.

"અરે સોરી યાર, સાચે સમય લીવ મળી..."કિંજલ નિધિ સાથે વાતો કરતા કરતા અંદર હોલ તરફ ચાલવા લાગી...,

બધા ફ્રેન્ડ્સ સાથે મળી ને વાતો કરતા રહ્યા.

સુમન દરવાજા પાસે જ્યાં ઉભી હતી ત્યાં ઉભી રહી કિંજલ સામે જોતી રહી.

વિવેક સુમન પાસે આવી ને બોલ્યો "શું જોઈ છે, ચાલ વાતો કર બધા સાથે, અને ખાસ કરી મેં કિંજલ સાથે...."

"હમ્મ.."

"શું હમ્મ, જો સુમન ઈગો હોય ફ્રેન્ડશીપ માં.." વિવેક સુમન ને સમજાવતા બોલ્યો.

" હોય હું પણ માનું છું, પણ એને જો ને તું, કેટલું એટીટ્યુડ, ગળે મળવા નું તો દૂર, સારી રીતે મને મળી પણ નહીં.." સુમન કમ્પ્લેન્ટ કરતા બોલી.

" સ્ટિટ્યૂએશન માં એની જગ્યા તું હોત ને તો કિંજલ દેખાડે છે એના કરતા ડબલ એટીટ્યુડ તું દેખાડતી હોત." વિવેક સમજાવતા બોલ્યો.

"ચાલ હવે ....જે બગાડ્યું છે એને સુધારવા નું કામ તારે કરવા નું છે, ભલે પેહલા જેવું થાય પણ મન માં કે દિલ માં કોઈ વાત નું દુઃખ રહે એટલી કોશિશ કરજે."

આટલું કહી વિવેક સુમન નો હાથ પકડી ને હોલ તરફ ચાલવા લાગ્યો.

બધા ફ્રેન્ડ્સ બેઠા બેઠા વાતો કરતા હતા. સુમન અને વિવેક પણ વાતો કરવા લાગ્યા. કિંજલ બને તેટલું સુમન ને ઇગ્નોર કરતી હતી.

ગોલુ ઉભો થઇ ને બોલ્યો.."ચાલો હું બધા માટે સોફ્ટ ડ્રિંક્સ લઈ આવું."

ત્યાં કિંજલ નો ફોન વાગ્યો.

ઉભી થઇ બાલ્કની માં વાત કરવા ચાલતી થઈ ગઈ.

"હા, મમ્મી..,

ગોલુ ના ઘરે છીએ,

હા, બધા છીએ, સાથે .

મમ્મી, ..

પછી ફોન કરું...

હા, ઓકે ...બાય..." કિંજલ ફોન માં વાત કરી ને ફોન કટ કરી નાખ્યો.

ત્યાં પાછળ થી સુમન બોલી. "આન્ટી નો કોલ હતો.

કિંજલ પાછળ ફરી "હમ્મ..."

સુમન કોલડ્રિન્ક ના બે ગ્લાસ હાથ માં લાવી હતી, એક કિંજલ ને આપ્યો અને બીજો પોતે હાથ માં પકડી ને કિંજલ પાસે ઉભી ગઈ.

બંને બાલ્કની માં ઉભા હતા.

"સો, આન્ટી ને કેમ છે..?" સુમન વાત ની શરૂઆત કરતા બોલી.

" સી ઇઝ ફાઇન.."કિંજલ ટૂંક માં જવાબ આપ્યો.

"હમ્મ, તો હજુ ચિંતા કરે છે કે એમની દીકરી આટલા મોટા શહેર માં એકલી રહે છે."

"હા, મા છે તો ચિંતા તો કરવા ની ને."

"જોબ બરાબર ચાલે છે ને..?"

"હા..., તું જણાવ... તારી મોમ સાથે..?" કિંજલ આટલું બોલી ને અટકી.

"ના, અમે હજુ નથી બોલતા...."સુમન સિરિયસ થઈ ને બોલી.

"ઓહ.." કિંજલ પણ સિરિયસ થઈ ને આટલું બોલી,

સુમન હસવા લાગી ને બોલી " અરે મજાક કરું છું, લોકો માની ગયા...."

"સારું કહેવાય " કિંજલ પણ રિલેક્સ થઈ ને બોલી

"બધું પેહલા જેવું ઠીક થઈ ગયું, કોઈ ને કાંઈ પ્રોબ્લેમ નથી....બસ હવે એક કામ બાકી છે, એક વ્યક્તિ પાસે માફી માંગવા ની બાકી છે." સુમન કિંજલ તરફ જોતા બોલી.

કિંજલ કંઈક બોલવા જતી હતી, અને ત્યાંજ પાછળ થી બધા ફ્રેન્ડ્સ નો અવાજ આવ્યો. "માહી....."

કિંજલ ને સુમન પાછળ ફર્યા.

માહી બધા ફ્રેન્ડ્સ સાથે વાતો કરતી હતી.

માહી દૂર થી કિંજલ અને સુમન ને હાઈ નો ઈશારો કર્યો.

કિંજલ સુમન તરફ જોતી બાલ્કની થી હોલ તરફ આવવા લાગી.

સુમન પણ હોલ તરફ આગળ વધી.

વિવેક સુમન પાસે આવી ને બોલ્યો "શું કાંઈ વાત થઈ..?"

"હજુ તો વાત ની શરૂઆત થઈ હતી, એટલા માં એની બેસ્ટ ફ્રેન્ડ આવી ગઈ .."સુમન માહી તરફ ઈશારો કરતા બોલી.

"શુ યાર, જેલેસી...?પ્રાઇમરી સ્કૂલ ની છોકરી ની જેમ વાત કરે છે તું."

"હા ઓકે..., થાય તો થાય જેલેસી." સુમન મોઢું બગાડતા બોલી.

માહી બંને પાસે આવી બોલી "હેય મિસ્ટર એન્ડ મિસિસ જોશી. "

"હાય માહી.." સુમન નાની સ્માઈલ આપી ને બોલી.

"હાય, માહી....., સો નાઇસ ટુ સી યુ, થેન્ક્સ આવવા માટે."

"એમાં થેન્ક્સ શું વિવેક, પાર્ટી માટે તો ગમે ત્યાં પહોંચી જઈએ અમે."માહી મસ્તી માં બોલી.

" મિસ્ટર અને મિસિસ જોશી ને પૂછો કોઈ કે ડિનર નો શું પ્લાન છે, કોલ્ડડ્રિંક્સ તો મારા તરફ થી હતી." ગોલુ મસ્તી કરતા બોલ્યો.

" હા જાડ્યા, પ્લાન રેડી છે હો, તને ડિનર મળશે આજે ભૂખલા. અને થેન્ક્સ કોલ્ડડ્રિન્કસ માટે." વિવેક બોલ્યો.

"ગોલુ, યાર હું કોલ્ડડ્રિંક્સ માં બાકી છું, અને તો પીવડાવ " માહી બોલી.

"મોડા આવે એની માટે નથી.... ગોલુ અને બીજા બધા વાતો અને મસ્તી માં લાગી ગયા.

વિવેક ઈશારા થી સુમન ને પણ જોઈન થવા માટે કહ્યું.

સુમન પણ બધા પાસે જઈ ને બેસી ગઈ.

બધા વાતો કરતા હતા, સ્કૂલ કોલેજ ના જુના દિવસો ને યાદ કરતા હતા.

***

સુમન, કિંજલ નર્સરી થી ફ્રેન્ડ્સ.... ચડી બડી ફ્રેન્ડ્સ જેવા. સ્કૂલ માં વિવેક સાથે સુમન ની આંખ થી આંખ મળી, અને ત્યાર થી એક ગ્રૂપ બન્યું, સુમન અને વિવેક ના ફ્રેન્ડ્સ નું.વિવેક ના ફ્રેન્ડ્સ ગોલુ અને નીતિન. અને હાઈ સ્કૂલ માં નીતિન ની ગર્લફ્રેન્ડ નિધિ.

પણ માહી, માહી એમની કોલેજ માં બનેલ મિત્ર . કિંજલ અને માહી ના સારા બોન્ડિંગ ને કારણે કોઈ વખત સુમન ને જેલેસી થતી.પણ દોસ્તી, પ્રેમ, તકરાર, જેલેસી, પાગલપંતી બધી તો સ્કૂલ અને કોલેજ ના મિત્રો ની બેઝિક વાતો છે.

કોલેજ પૂરું થયા બાદ, સુમન અને કિંજલ બંને ની બીજી સીટી માં જોબ લાગી, અને બંને એક અપાર્ટમેન્ટ માં સાથે રહેતા." ફ્રેન્ડ્સ ફોરએવર ".

***

જૂની જૂની વાતો માંથી વિવેક અને ગોલુ ને એમના ફ્રી લેક્ચર માં રમતા કેરમ વિસે યાદ આવ્યું અને ત્રણેય બોયસ એના જુના દિવસો ની કેરમ ની ગેમ ફરી રમવા બેઠા.

માહી, નિધિ, સુમન અને કિંજલ બધા વાતો માં બિઝી થઈ ગયા.

માહી બોલી, "તો કિંજલ, આન્ટી ચાલ્યા ગયા પાછા..?"

"હા ." કિંજલ જવાબ આપ્યો.

"બે -અઢી મહિના જેટલો સમય રહ્યા નહિ..?" માહી બોલી.

કિંજલ મોઢું હલાવી ને હા પાડી.

"ક્યારે ગયા..?"

"અમમ દશ બાર દિવસો થયા ." કિંજલ બોલી.

"ઓહકે, તો હવે એકલી ને ..?"

"યાર તું તો આવી ગઈ ને હવે, મળતા રહેશું વિકેન્ડ્સ માં." કિંજલ બોલી.

"હા, આવી તો ગઈ, પણ યાર જોબ ને કારણે ઘણું ટ્રાવેલિંગ કરવું પડે છે, ગમે ત્યારે બોસ નો કોલ આવે, મિટિંગ છે બી રેડી.." માહી ઇરિટેટ થતા બોલી.

"તો છોડી દે જોબ, મારી જેમ મેરેજ કરી લે અને હોમ ડ્યુટી કરવા લાગ." નિધિ વચ્ચે મજાક કરતા બોલી.

"હોમ ડ્યુટી ના રે, મારું કામ નહીં એના કરતાં મારો ખડૂસ બોસ ને બોરિંગ ઓફીસ સારું. " માહી પણ હસતા હસતા બોલી.

વાતો વાતો માં નિધિ ને એડકી આવવા લાગી. નિધિ પાણી પીવા માટે ઉભી થતી હતી, ત્યાં કિંજલ બોલી, "વેઇટ તું બેસ, હું આપણા બધા માટે કોલ્ડડ્રિંક્સ લઈ આવું, બૉયસ ભલે રહ્યા એમની ગેમ માં બિઝી."

કિંજલ કોલ્ડડ્રિંક્સ લેવા પહોંચી, પાછળ પાછળ સુમન પણ પહોંચી.

"કિંજલ...., યાર તું મને ઇગ્નોર કેમ કરે છે..?" સુમન હાથ માં ગ્લાસ પકડી ને ઉભી હતી.

"ઇગ્નોર....., ઓકે હા કરું છું, અને એનું રિઝન તને પણ ખબર છે."

"પણ તારા મોઢે સાંભળવું છે, બોલી દે જે પણ અંદર ભર્યું છે, જેટલું પણ છે બસ બોલી દે." સુમન ગ્લાસ સાઈડ માં રાખી કિંજલ પાસે આવી ને બોલી.

" મારી અંદર કાંઈ નથી ભર્યું, અને મારે કોઈ ને કાંઈ કહેવું પણ નથી. " કિંજલ વાત કટ કરતા બોલી.

"ઓહ કમોન મને ખબર છે તારે મને ઘણા પ્રશ્નનો પૂછવા છે, ઘણા જવાબ જોઈએ છીએ મારી પાસે થી."

"મેં કહ્યું ને કાંઈ નથી, ટોપિક નો હવે કાઈ અર્થ નથી, સો લેટ જસ્ટ કટ ઇટ." કિંજલ ગ્લાસ લઈ એમ કોલ્ડડ્રિન્કસ ભરવા લાગી.

" ઓકે, તો તું ઠીક છે..?"

"હા..." કિંજલ ટૂંક માં જવાબ આપ્યો.

"ઠીક છે તું ઓકે, તો તારી સાથે એવું શું થઈ ગયું હતું કે તારા મોમ બે મહિના તારી સાથે રહેવા આવ્યા." સુમન સીધા પોઇન્ટ ઉપર આવતા બોલી.

કિંજલ કાંઈ બોલી.

"બોલ કિંજલ, શું થયું હતું એવું ?"

"મેં ઘર શિફ્ટ કર્યું છે ને, સો ધેટ્સ વાય મારે કોઈક ની જરૂર હતી, એટલા માટે.."કિંજલ આટલું બોલી ત્યાં,

સુમન બોલી પડી "અને તને શિફ્ટ થવા ની જરૂર કેમ પડી..?"

"તું સારી રીતે જાણે છે..."

"ના, હું નથી જાણતી કિંજલ, પ્લીઝ ટેલ મી."

"મારે કાંઈ નથી કહેવું.." કિંજલ ચાલતી થવા લાગી.

"પણ મને ખબર છે, છેલ્લા બે વર્ષ થી આપણે સાથે એપાર્ટમેન્ટ માં રહેતા હતા, અને હું... હું વગર કહ્યે એપાર્ટમેન્ટ અને તને છોડી ને ...."સુમન હજુ બોલતી હતી ત્યાં ,

"સુમન, .... મેં વિચાર્યું હતું કે મારે તારી પાસે મારા બધા પ્રશ્નો ના જવાબ જોઈએ છીએ પણ.... હવે મારે ફરી જૂની ફ્રીન્ડશિપ યાદ કરી ને અત્યારે કે ફ્યુચર માં દુઃખી નથી થવું... સો ત્રણ મહિના પહેલા બધું પૂરું કરી નાખ્યું છે તે, તો એમ રાખીએ...., ઇટ્સ ઓકે, આપણે પણ કોમન ફ્રેન્ડ્સ ની જેમ ઓકેઝનલી મળી લઈશું, બર્થડે માં વોહટ્સએપ માં વિસ કરી લઈશું....આટલું બસ છે.

પણ જો તું આજે ત્રણ મહિના પહેલા ની વાત ઉપર ચર્ચા કરીશ તો શાયદ કોમન રિલેશન પણ નહીં રહે આપણા. " કિંજલ આટલું બોલી સુમન સામે જોતી રહી.

" ના, એવું નથી..... આપણે આજે જો વાત પર ચર્ચા કરી લઈએ તો શાયદ આપણા અત્યાર ના કોમન રિલેશન પેહલા જેવા પણ થઈ શકે ને." સુમન બોલી પડી.

"પણ મારે પેહલા જેવા રિલેશન નથી કરવા સુમન."આટલું કહી કિંજલ હોલ તરફ આગળ વધી.

સુમન કિંજલ પાછળ ગઈ, અને બોલી "કિંજલ સાંભળ તો યાર....કિંજલ..."

"શું છે તને, વૉટ યુ વોન્ટ..?" કિંજલ ગુસ્સા માં બોલી.

"વાત કરવી છે યાર તારી સાથે."સુમન શાંતિ થી બોલી.

"પણ મારે વાત નથી કરવી, વાત કરવી હોત તો તે મને કરેલ કોલ્સ અને મેસેજ ના જવાબ આપત ને .."

"આઈ એમ સોરી કિંજલ, બસ મારે તને એટલું કહેવું છે, મને ખબર છે કે તું હર્ટ થઈ છે, મારે નહતું કરવું જોઈતું, પણ થઈ ગયું યાર..... મારી સ્ટિટ્યૂએશન પણ સમજ." સુમન ઇમોશનલ થઈ ને બોલી.

"થઈ ગયું..., સુમન આપણે બંને બાળપણ થી જે કરતા આવીએ છીએ એક બીજા ને કહી, એક બીજા ની સલાહ લઈ ને કરીએ છીએ ને, તો..... આટલો મોટો ડિસિઝન તે લઈ લીધો, અને એક વખત જાણ કરવા ની બદલે, હું ઓફીસ ટ્રીપ પર ગઈ હતી ત્યારે તે...."

"કિંજલ, મને ખબર છે મારી ભૂલ છે પણ શું કરું, મારી ફેમિલી ને મારા અને વિવેક ના રિલેશન પસંદ નહતા, મારી ફેમિલી બીજા છોકરા ને પસંદ કરવા મારા ઉપર દબાવ નાખતી હતી, વાત તને પણ ખબર હતી ને, પણ તારું કહેવું એમ હતું કે રાહ જો, સમય દે ફેમિલી ને, શાંતિ થી સમજાવ સમજી જશે.

યાર ચાઈલ્ડહુડ થી તારો નેચર મમ્મી ટાઈપ નો છે, મને ખબર હતી, હું તને કહેત કે હું અને વિવેક ભાગી ને લગ્ન કરવા નું વિચારી રહ્યા છીએ, તું તુરંત મને રોકી લેત, અને પછી મમ્મી ની ફિલોસોફી થી મારા ડિસિઝન ને નબળો બનાવી દેત. મને વાત નો ડર હતો, " સુમન વાત નું ખુલાસો કરતા બોલી.

"તું યાર મને સમજી નથી હજુ.." કિંજલ બોલી પડી.

"એવું નથી, ત્યારે સ્ટિટ્યૂએશન એવી હતી, હું કોઈ રિસ્ક લેવા નહતી માંગતી. અને સમય તું તારી પેલી મીટિંગ ને લઈ ને પણ ટેનશન માં હતી ને....એટલે મેં તને વાત ખુલ્લી ને નકહી.

મને ખબર છે તું એમ વિચારતી હોઈશ કે પ્રેમ ને દોસ્તી માં દોસ્તી હારી ગઈ.... પણ ના કિંજલ એવું નથી, દોસ્તી ને હારવા નથી દેવી મારે, એટલા માટે હું તને દરરોજ કોલ કરતી, મેસેજ કરતી, પણ તારો કાંઈ રીપ્લાય આવ્યો એટલે હું અહીંયા આવી સ્પેશિયલી તને મળવા અને મારી થયેલ ભૂલ ની માફી માંગવા.

સોરી, માફ કરી દે યાર, મારો ઈરાદો તને હર્ટ કરવા નો નહતો, પણ સમય મારા માઈન્ડ માં આટલી વાતો ચાલતી હતી કે હું કન્ફ્યુઝ થઈ ગઈ , શું કરવું શું નહીં.....આઈ એમ સોરી." કહેતા સુમન કિંજલ ને ગળે મળી.

કિંજલ ચૂપચાપ ઉભી રહી, બે મિનિટ વિચાર્યા બાદ ત્યાં થી ચાલતી થઈ ગઈ.

***

કિંજલ એના ઘરે પહોંચી, ચુપચાપ બાલ્કની માં જઈ અને ઉભી રહી. થોડો સમય શાંત આકાશ સામે આંધી આવેલ મન સાથે જોતી રહી, અને વિચારો ના વંટોળ ને શાંત કરવા મથતી રહી.

ઘણો સમય વીત્યો, ત્યાં કિંજલ ના ફોન ની રિંગ વાગી. એના મમ્મી નો ફોન હતો.

"હેલો, હા ક્યાં છે તું, આવી ગઈ પાછી ફ્લેટ ..?"

"હા."

"આટલી વહેલી..?" મમ્મી આશ્ચર્ય માં પૂછ્યું.

"હા, " કિંજલ ટૂંક માં જવાબ આપ્યો.

"શું થયું કિંજુ..?, સુમન સાથે કાંઈ..?" મમ્મી ને વચ્ચે બોલતા અટકાવી ને કિંજલ બોલી પડી, "પ્લીઝ એના વિશે કંઈ વાત કરીએ અત્યારે."

"ઓકે...., પણ કિંજુ વાતો શેર કરવા થી મન ની સમસ્યા નું કોઈક વખત સમાધાન પણ નીકળી આવે અને સમસ્યા હોય અને બોજ હોય કોઈ વાત નો તો પણ હળવો થઈ જાય." મમ્મી સમજાવતા બોલી.

"કોઈ સમસ્યા પણ નથી ને બોજ પણ."

"તો શું કન્ફ્યુઝન છે..?......"

કિંજલ કાંઈ જવાબ આપ્યો.

"બેટા, કોઈ વખત નાની નાની વાતો ને મોટી બનાવી ને આપણે ખુદ એટલું મોટું કન્ફ્યુઝન આપણા માટે ક્રિએટ કરી દઈએ ને કે નાની વાત નો અંત આવી જાય પણ આપણા કન્ફ્યુઝન નો નહીં. મેં ક્યાંક વાંચ્યું હતું કે જીવન માં ક્યારેય કોઈ વાત આટલી મોટી નથી હોતી કે આપણ ને દુઃખ પહોંચાડી જાય, તો આપણે છીએ જે નાની નાની વાતો ને દિલ થી લગાડી ને દુઃખી થતા રહીએ."

"પણ મમ્મી નાની વાત જો સાચે લાઈફ માં મહત્વ ધરાવતી હોય કે આપણી લાઈફ નો એક ભાગ હોય તો...?" કિંજલ એના પ્રશ્નો ના જવાબ મમ્મી પાસે માંગતા બોલી.

" તો નાની વાત થી દુઃખી થવું જોઈએ, પણ જ્યારે વાત ની પાછળ નું કારણ ખબર પડી જાય, અને પછી આપણું મન ગૂંચવાય કે હવે દુઃખી થવું કે નહીં.... ત્યારે ટાઈટ પકડેલ નાની વાત ને છોડી દેવી જોઈએ, અને ત્યાર ની હાલત અને અત્યાર ની હાલત જોઈ ને આગળ વધવું જોઈએ.

થિયરી માણસો માટે પણ લાગુ પડે છે, જો કોઈ તમને હર્ટ કર્યું હોય તો તમે દુઃખી થાઓ નોર્મલ છે પણ પછી દુઃખી બેઠા રહો ખોટી બાબત છે,

માણસ ને તમારા પ્રત્યે અને તમને માણસ પ્રત્યે જો લગાવ અને લાગણી છે તો બધો ગુસ્સો એના પર કાઢી અને ફરી નોર્મલ થઈ જાઓ, અને લાગણી કે લગાવ જેવું કંઈ નથી તો માણસ ને ભૂલી ને આગળ વધી જાઓ.

હવે તું એમ પૂછીશ કે લાગણી છે કે નહીં કેમ ખબર પડે....તો સાંભળ જો માણસ સામે થી આવી તમારી પાસે એને કરેલ ભૂલ ની માફી માંગે, અને એને સાચે માં પસ્તાવો થતો હોય તો લાગણી છે, તો માણસ ને ક્યારેય આપણા થી દુર કરવો જોઈએ."

કિંજલ મમ્મી ની વાત ધ્યાન આપી ને સાંભળતી રહી, અને કંઈક વિચારવા લાગી.

"સમજાય છે કાંઈ... હેલો કિંજલ...."

"હા, મમ્મી, ....કાલે વાત કરીએ..... થાકી ગઈ છું તો સુઈ જાઉં."

"ઓહકે, ગુડ નાઈટ."

કિંજલ ફોન કટ કર્યો, અને બેડ પર લાંબી થઈ કંઈક વિચારો કરતી રહી..... અલગ અલગ કેટલાય વિચારો એના મગજ માં અથડાયા.... યુદ્ધ થયું અને અંતે એક વિચાર જીત્યો.

રાત ના 3 વાગ્યા હતા, એને એની મમ્મી ને મેસેજ કર્યો " થેન્કયું મમ્મી..., આઈ લવ યુ...."

અને બીજો મેસેજ સુમન ને કર્યો.

"કાલે બપોર નું લંચ મારા ઘરે, હું બનાવીશ મારા હાથે તમારા બંને માટે.., મદદ કરાવા વહેલી પહોંચી જજે.બાય."

બીજો દિવસ થયો....કિંજલ ઉઠી ને તૈયારી માં લાગી ગઈ, ત્યાં એના ઘર ની બેલ વાગી.

કિંજલ દરવાજો ખોલ્યો, સામે સુમન અને વિવેક ઉભા હતા.

અંદર આવતા ની સાથે સુમન કિંજલ ને ગળે વળગી પડી અને બોલી "કિંજુ, સોરી યાર.."

"સસસ, ઇટ્સ ઓકે....તે સોરી કહ્યું મેં સ્વીકારી લીધું....જવા દે વાત ને, પણ હા બીજી વખત આવું કાંઈ કર્યું તો ધ્યાન રાખજે."કિંજલ બોલી.

" કિંજલ એને એક વખત લગ્ન કરવા હતા અને પણ મારી સાથે જે થઈ ગયા, બીજી વખત થોડી ને આવું કરશે...શું તું પણ..." વિવેક હળવો મજાક કરતા બોલ્યો.

અને બધા હસી પડ્યા.

***

વાત બસ આટલી છે કે નાની નાની વાતો મિત્રો વચ્ચે થતી રહે છે, કોઈક વખત ખુશી આપી જાય કોઈક વખત દુઃખ.

પણ જે વાત મિત્ર ને મિત્ર થી દુર કરતી હોય વાત માટે થોડો સમય કાઢી ને દૂર જતા મિત્ર સાથે થોડી ચર્ચા કરો, ભૂલ હોય તો માફી માંગો....એવું કરવા થી તમને બીજો કાઈ લાભ નહીં થાય પણ જે મિત્ર દૂર જતો હશે ફરી નજીક આવી જશે.

મિત્રતા માં ક્યારેય કોઇ બંધન નથી હોતું, પણ જ્યાં કોઈ બંધન નડવા લાગે તો ત્યાં મિત્રતા નથી રહેતી.

***