ડાયરી... Megha gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી...

'એને મારો હાથ પકડ્યો, અને મને પડતા બચાવી ...ત્યારે પેહલી વખત મેં એનો ચહેરો આટલી નજીક થી જોયો, આંખો જેમાં હું મારી આંખો પરોવી આખો દિવસ બેસી શકું...જિમ માં ડમ્બલ્સ ઉપાડી ને મજબૂત થયેલ હાથો આજે મને....'

"આજે ઘઉં ની ગુણી ને પડતા બચાવી.." મારા સપના ના રંગ માં ભંગ નાખતા, ધ્રુવીશ બોલ્યો..

આજુ બાજુ બેઠેલ મારા બધા ફ્રેંડસ હસવા લાગ્યા.., મેં મારી આંખો મોટી કરી અને ધ્રુવીશ સામે ગુસ્સા માં જોયું.

ધ્રુવીશ વધુ મસ્તી ના મૂડ માં બોલ્યો,"તારા બધા સપના માં કોઈ એક પ્રેમી મળે ને તને પેહલા નજર નો પ્રેમ થઈ જાય, કોઈક વખત તો કંઈક રીઅલ વાત કર...''

હું થોડા ગુસ્સા માં બોલી," સપના અને સ્ટોરી માં ક્યારેય કાંઈ રીઅલ નથી હોતું. અને પ્રેમ કાંઈ પૂછી ને ના થાય, પણ તને પ્રેમ વિષે શું ખબર પડે, તું તો પ્રેક્ટિકલ માણસ રહ્યો ને...તું રહેવા દે વ્હાલા...તને મારા સપના માં કંઈ નહીં સમજાય..."

ધ્રુવીશ થોડું હસ્યો અને ઉબો થઈ મારી તરફ આગળ વધ્યો અને સાથે સાથે બોલ્યો," હા કાવ્યા મને કંઈ નહીં સમજાય, કારણકે હું તારી જેમ સપના ની દુનિયા માં નહીં જીવતો...."

આટલું કહી તે ત્યાં થી નીકળવા લાગ્યો, અને મેં મારી હંમેશા ની સ્ટાઇલ મુજબ મારા બંને હોઠો ને બંધ રાખી એક સાથે જમણી તરફ લંબાવ્યા, અને સાથે સાથે ગાળા ની અંદર રહેલ સ્વર પેટી માંથી હુહ નું ઉચ્ચારણ કર્યું....ધ્રુવીશ ઉલટી દિશા માં ચાલતો ચાલતો મારુ હુહ સાંભળી અને હસ્યો.…

ત્યાં હું બોલી પડી,"હાર્ટલેસ પર્સન ".

અમે કોલેજ માં થી છુટા પડ્યા...

***

કાવ્યા એટલે કે હું, કોલેજ ના છેલ્લા વર્ષ માં છું, કોલેજ એટલે કે એમ.કોમ ના છેલ્લા વર્ષ માં. અને ધ્રુવીશ પણ મારી સાથે ભણે છે, અમે નથી બાળપણ ના મિત્રો કે નથી સ્કૂલ સમય ના મિત્રો...અમે બંને એક બીજા ના ટચ માં એમ.કોમ ના પેહલા સેમેસ્ટર થી આવ્યા, અને જોતા જોતા એક દોસ્તી એક મિત્રતા બંધાઈ ગઈ અમારા વચ્ચે,

મિત્રતા માં કોઈ બંધાણ હોય જાણું છું, પણ મને એની સાથે મિત્રતા ના બંધાણ માં બંધાવું હતું,

પણ ધ્રુવીશ હંમેશા બંધાણ શબ્દ ને દૂર કરતા કહેતો "કાવ્યા આપણા બધા ની એક અલગ પર્સનાલિટી છે, આપણે બધા ને આપણા વિચારો મુજબ કર્યો કરવા ની અને વાતો કરવા ની છૂટ છે,કોઈ માટે તમે તમારી આદત બદલો પ્રેમ છે, પણ તમે તમને અને તમારી પર્સનાલિટી ને બદલી નાખો એક પણ રીતે પ્રેમ કહેવાય, એનો પ્રેમ ની પરિભાષા માં સમાવેશ નથી ."

સ્ટારટિંગ માં એના તરફ ના અટરેક્શન ને કારણે હું એને ગમતી વાતો અને વર્તન કરતી, પણ વારે વારે એની વાતો સાંભળી અને સમજી, હું તેની સામે મારા મંતવ્યો મારી દલીલો કરવા લાગી, અને ત્યાર થી અમારી મિત્રતા વધુ ઊંડી થવા લાગી,

અમે વાત વાત પર ઝઘડીએ, ગુસ્સે થઈએ, પણ ક્યારેય વાત ને દિલ થી લગાડી નારાઝ થઈએ...

મને નથી ખબર ફીલિંગ શું છે, મને નથી ખબર પ્રેમ કહેવાય કે નહીં...

અરે હા પ્રેમ પર થી યાદ આવ્યું કે બાબત માં પણ મારો અને ધ્રુવીશ નો ખુબ ઝઘડો થાય, ... મને પ્રેમ માં પડવું, પ્રેમ માં રહેવું, કોઈ ની યાદો માં ખોવાઈ ને જીવવું, ટૂંક માં કરણ જોહર ની ફિલ્મો માં થતા પ્રેમ ને હું રીઅલ લાઈફ માં જીવા ના શોખ ધરાવું, અને ધ્રુવીશ .. હોલિવૂડ ની પિક્ચર ના શોખ ધરાવતો, એટલે ખાસ પ્રેમ માં માનતો .

તો જ્યારે જ્યારે મારા રોમાન્ટિક વિચાર અને સપના હું બધા ને કહેતી ત્યારે એનો મજાક બનાવતો અને અમારો ઝઘડો થઈ જતો. ...

***

મારા રૂમ માં બેઠા બેઠા ડાયરી માં લખેલ બધા વાક્યો હું વાંચતી હતી અને અનુભવતી હતી, ત્યાંમમ્મી દરવાજા પાસે આવી બોલ્યા, કોની યાદો માં ખોવાયેલ છો તું ?

અચાનક અવાજ સાંભળી હું થોડી ડરી ગઈ, મમ્મી તરફ જોયું અને બોલી, બસ કોઈ ના વિચાર માં નહીં,

મમ્મી ડાયરી તરફ જોઈ બોલ્યા, તારી ડાયરી છે ને, મને વાંચવા તો દે..

હું ડાયરી છુપાવતા બોલી, ના ...

મમ્મી હસવા લાગ્યા ..., મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, બેટા તારા કોલેજ ની તું 30 ટકા વાતો મને કહે છે, 50 ટકા વાતો તારી ફ્રેંડસ ને કહે છે, અને બચેલ 20 ટકા વાતો તું ડાયરી માં લખે છે, વાતો જે તું મારી સાથે અને તારા ફ્રેંડસ સાથે શેર નથી કરી શકતી,

હું મમ્મી ને વચ્ચે અટકાવતા બોલી, તને કેમ ખબર વાતો હું મારી ફ્રેંડસ સાથે શેર નથી કરતી ?

મમ્મી બોલ્યા, લોકો ડાયરી નો સહારો ત્યારે લઇ જ્યારે એમની અંદર ની કોઈ વાતો એમના નજીક ના લોકો સાથે શેર કરવા માં અચકાય છે, ..આપણું પેટ છે ને ખાવા નું પાચન કરી શકે છે, પણ કોઈ વાતો ને પાચન નથી કરી શકતું, વાતો બહાર આવી જાય છે, અને એનો મતલબ એમ કે તારી પાસે એવી વાતો છે જે તું છુપાવી ને રાખવા માંગે છે...

હું થોડું હસી,.

મારી હસી જોઈ મમ્મી તુરંત બોલી, કોઈ ને પ્રેમ કરે છે તું ?

હું થોડી ચોંકી ગઈ...મેં મમ્મી તરફ એક ધારું જોઈએ રાખ્યું, મમ્મી ના ચહેરા ના એક્સપ્રેશન માં કોઈ ફેર ના પડ્યો,હું થોડી ડરી.

મમ્મી પરિસ્થિતિ ને સંભાળતા બોલ્યા, તું ખુલી ને કહી શકે છે મને, હું પ્રેમ ને સમજુ છું .

હું બસ મમ્મી સામે જોતી હતી,ત્યાં મમ્મી થોડા હસ્યા અને બોલ્યા મેં તારી ડાયરી મહીના પેહલા વાંચી હતી,મને લાગ્યું કે તું ધ્રુવીશ ને ચાહે છે.

મમ્મી શું તમે ..., હું બોલી પડી .

મમ્મી, સોરી બેટા પણ સામે પડી હતી તો ઈચ્છા થઈ ગઈ, તો ધ્રુવીશ ને તું ચાહે છે ને ?

હું બોલી, ખબર નહીં .

મમ્મી બોલ્યા, ખબર નહીં એટલે શું ? કન્ફ્યુઝ જનરેશન છે હો તમારી.

એવું નથી મમ્મી, હું બોલી પડી.…

મમ્મી, તો કેવું છે ?

વાત એમ છે કે હું કરું છું એને પસંદ...પણ અમારા વચ્ચે કાંઈ કોમન નથી, વાત પણ હું સમજી ચાલો ..પણ એને મારા બધા રોમેન્ટિક સપના ને વાર્તા બકવાસ લાગે, ..હું બોલી.

ત્યાં મમ્મી સવાલ કર્યો,તો ?

તો ..? તો મોટી બાબત નથી..?, મેં મમ્મી ને પાછો સવાલ કર્યો.

મમ્મી માથે હાથ રાખી બોલ્યા, હે પ્રભુ તું છે ને એને પ્રેમ નથી કરતી...આવું હોઈ ક્યાંય...

તમે સાથે છો એને દોઢ વર્ષ થવા આવ્યું ...દરરોજ મળો, વાતો કરો, ઝઘડો, મનાવો, પાછા ઝઘડો.....

મેં મમ્મી ને વચ્ચે અટકાવી ને બોલી, હા ..દરરોજ નું છે, એમાં કાઈ પ્રેમ જેવું નથી દેખાતું મને ....

મમ્મી બોલી, હમ્મ...મને નથી દેખાતું, એક કામ કર કાલ થી બધું બંધ કરી દે, વધુ વાતો, વધુ મળવું એટલે તમારા ઝઘડા પણ બંધ થઈ જાય...

કેમ,? મેં મમ્મી ને પૂછ્યું,

મમ્મી થોડો અવાજ માં વજન લાવી બોલી, બસ એમ હું કહું છું ને

હું દલીલ કરતા બોલી, શક્ય નથી...

મમ્મી થોડા ગુસ્સા માં, કાંઈ વાંધો નહીં, હું તારા પાપા ને તારા પ્રેમ પ્રકરણ વિશે કહી દઉં...આગળ તું જાણે ને તારા પાપા...

કેમ પણ...?, હું બિચારી થઈ બોલી...

બીજું કાંઈ નહીં કહ્યું એમ કર તારા માટે સારું છે..., મમ્મી આટલુ બોલી ચાલતી થઈ ગઈ.

હું રાત ઊંઘી શકી, બીજે દિવસે સવારે કોલેજ ગઈ... દરરોજ ના ક્રમ મુજબ અમે બધા કેન્ટીન માં ભેગા થયા, ધ્રુવીશ આવ્યો..

હું હાથ ઊંચો કરી હાઈ કેહવા જતી હતી ત્યાં મમ્મી ની વાત યાદ આવી ગઈ. મેં એને ઇગ્નોર કર્યો... મારી સામે જોતો હતો પણ ..મેં કાંઈ રીએકશન આપ્યા...

કોલેજ પુરી થઈ હું મારી સ્ફુટી પર બેસી ત્યાં પાછળ થી ધ્રુવીશ બાઇક લઈ આવ્યો અને મારી સ્ફુટી પાસે ઉભું રાખ્યું...

મેં એની સામે જોયું, બસ એક નાની સ્માઈલ આપી, અને સ્ફુટી સ્ટાર્ટ કરી..ત્યાં બોલ્યો, કેમ આજે મને ઇગ્નોર કરે છે ..? હું કંઈ બોલું પેહલા બોલ્યો, એમ કહેતી કે મૂડ ઓફ છે મેં જોઈ તને તારી ગર્લ ગેંગ સાથે ધમાલ મસ્તી કરતા....

હું કંઈ બોલી અને મોઢું ફેરવી લીધું..

થોડો સમય મારી સામે જોતો રહ્યો..પછી બાઇક સ્ટાર્ટ કરી નીકળી ગયો...

એને આવી રીતે જોતા જોઈ મને મમ્મી પર ગુસ્સો આવ્યો...પણ શું થાય?

હું ઘરે પહોંચી મારો મૂડ ઓફ હતો, મમ્મી મારી સામે જોયું થોડી ઘણી વાતો કરી પણ કોલેજ કે ધ્રુવીશ વિશે કાંઈ પૂછ્યું, .....અને દિવસ એમ પૂરો થઈ ગયો

બીજે દિવસે હું કોલેજ માટે નીકળતી હતી ત્યાં મમ્મી પાછળ થી બોલ્યા, મેં જે વાત કહી છે તને એનું ધ્યાન રાખજે..

મેં ખાલી હમ્મ કર્યું અને ત્યાં થી નીકળી ગઈ...

કોલેજ માં પહોંચી...આજે ધ્રુવીશ મારા પર કાંઈ ખાસ ધ્યાન નહતો આપતો...મને ઇગ્નોર કરતો હતો...મને એના પર ગુસ્સો આવ્યો પણ મમ્મી ઝઘડવા ની ના પાડી હતી... હું ચૂપ રહી...

આવી રિતે એક અઠવાડિયું થવા આવ્યું...

મારા થી હવે ધ્રુવીશ સામે ના કારણ વિના ના અબોલા સહન નહતા થતા...મેં કોલેજ જઈ ધ્રુવીશ ને સામે થી બોલવા નું મન બનાવી લીધું હતું, અને સોરી કહી એને મનાવા નો વિચાર મારો પાકો હતો..

હું કોલેજ પહોંચી, પહોંચતા મારી આંખો ધ્રુવીશ ને શોધવા લાગી ...મને ક્યાંય દેખાયો ..મેં ફ્રેન્ડ રિના ને રોકી અને પૂછ્યું, રિના તે ક્યાંય ધ્રુવીશ ને જોયો છે ?

હા હમણાં તો અહીંયા હતો.., પણ તું કેમ એના વિશે પૂછે છે..છેલ્લા એક અઠવાડિયા થી તો તું એને બોલાવતી પણ નથી.., રિના વળતો પ્રશ્ન પૂછ્યો...

હા, ખબર છે મને..હવે બોલાવો છે..એટલે શોધું છું..કહે ને યાર તે એને જોયો હોઈ તો, હું થોડી ઇરીટેટ થઈ બોલી...

રિના એના હાથ નો ઈશારા કરી કહ્યું, લાઈબ્રેરી તરફ જતા જોયો હતો.

મેં એને થેંક્યું કહ્યું અને ત્યાં થી લાઈબ્રેરી તરફ દોડી.

લાઈબ્રેરી ના દરવાજા પાસે પહોંચી, દરવાજો બંધ હતો..બંધ દરવાજા ને જોઈ હું નિશાશો નાખતા બીજી તરફ ફરી અને બોલી, ક્યાં શોધું તને ધ્રુવીશ...?

ત્યાં મારો હાથ કોઈ અંદર ની તરફ ખેંચ્યો, મારુ આખું શરીર બીજી તરફ ખેંચાયું..મારી ચીસ નીકળતી હતી ત્યાં મેં ધ્રુવીશ ને જોયો..એને મને લાઈબ્રેરી નો દરવાજો ખોલી અંદર ની તરફ ખેંચી હતી, હું બસ એની સામે જોતી રહી. એને દરવાજો પાછો બંધ કર્યો

હું બોલી, ધ્રુવીશ આટલું જોર થી કોઈ ખેંચે? મારો હાથ દુઃખવા લાગ્યો..

ધ્રુવીશ મારા તરફ આગળ વધ્યો હું એની આંખો સામે જોતી હતી... મારી આંખો માં જોતો હતો.

થોડી ક્ષણો બિલકુલ શાંત..અમને બને ને એક બીજા ના હૃદય ના ધબકાર સંભળાતા હતા.

સન્નાટા ને દૂર કરતો ધ્રુવીશ બોલ્યો, કાવ્યા તને શું લાગે છે હું તને અહીંયા શા માટે ખેંચી ને લાવ્યો..?

હું કંઈ બોલી ..બસ એની સામે જોતી રહી...

બધા ની નજરો થી છુપાઈ, તું ને હું બે લાઈબ્રેરી માં ..કેમ ? પ્રશ્ન તારે મને નથી પૂછવો ?

મેં એની આંખ માં આંખ પરોવી રાખી અને બોલી, ના ...નથી પૂછવો, હવે તું એનું કારણ મને પૂછીશ પેહલા કહી દઉં કે મને ભરોસો છે તારા પર...

સાંભળતા થોડો દૂર ગયો અને બોલ્યો, ભરોસો છે તો કેમ છેલ્લા એક અઠવાડિયા થી મને તું ઇગ્નોર કરે છે ?, વાતો તો દૂર તું મારી સામે જોતી પણ નથી ..કેમ ?

હું બોલી, તું પણ કરે છે ને મને ઇગ્નોર...

ના, એના અવાજ થોડો વધ્યો, હું તને ઇગ્નોર નથી કરતો, હું તને ઇગ્નોર ક્યારેય કરી શકું...હું તો તને મિસ કરતો હતો, આપણા પાગલ પણા ને ઝઘડા ને...

હું અંદર થી ખુશ થઈ પણ સિરિયસ મોઢું રાખી બોલી, કેમ ?

શુ કેમ, મિસ કરું છું તો કરું છું...એમાં કેમ શું કાવ્યા ?

ઓહકે, હું આટલું બોલી મારી સામે જોતો હતો, હું વધુ ઉમેરતા બોલી, તો મને અહીંયા શા માટે લાવ્યો છે વાત તો તું મને બહાર પણ પૂછી શકતો હતો ને ...

આટલું કહી હું ત્યાં થી ચાલવા લાગી

એને મારો હાથ પકડ્યો...અને બોલ્યો..., કહેતી તો જા શા માટે ઇગ્નોર કરતી હતી..

મેં હાથ છોડવાતા કહ્યું, પેહલા તું કહે કેમ તું આપણી નાદાની,આપણા ઝઘડા ને મિસ કરતો હતો, પછી હું કહીશ...

એનો મારો હાથ ટાઈટ પકડ્યો હું બોલી પડી, ધ્રુવીશ હાથ છોડ મારો દર્દ થાય છે મને...

મને પણ થતો હતો, અને હજુ થાય છે...., જ્યારે મારી સામે થી તું મને જોયા વિના ચાલતી થઈ જતી ત્યારે પણ આવો દર્દ થતો....

હું દર્દ ભૂલી બોલી, કેમ ?

થોડો કંટાળ્યો, એને મારો હાથ છોડ્યો અને બોલ્યો, શું કેમ કેમ...પ્રેમ કરું છું તને એટલે....

મારુ મન કુદકા મારતું હતું પણ હું આશ્ચર્ય વાળા એક્સપ્રેશન દઈ એની સામે જોતી રહી...અને બોલી, ક્યાર થી..?

મારી નજીક આવ્યો મારા બને હાથ એને પોતાની હથેળી વડે પકડ્યા ને બોલ્યો...,

જે દિવસ થી તને જોઈ દિવસ થી પણ પ્રેમ નો એહસાસ મને એક અઠવાડિયા દ્વારા થયો...તારા વિના ક્યાંય પણ મજા નહતી આવતી, આખો દિવસ મારુ મન તારા વિશે વિચાર કરે રાખતું..., ક્યાંય બીજે ધ્યાન રહેતું..., વારે વારે મારી નજર તને શોધે રાખતી,....પણ મને નહતી ખબર તું મને પ્રેમ કરે છે કે નહીં...

હજુ બોલતો હતો, હું બસ એની આંખો માં જોતી હતી....હું એને અચાનક ગળે મળી અને જોર થી બોલી, i love you.... ધ્રુવીશ....

ધ્રુવીશ મને ટાઈટ ગળે વળગ્યો....અને બોલ્યો, i love you too ...કાવ્યા....

અમારા બંને ની આંખો માં પાણી હતા....

અમે બંને હાથ પકડી અને લાઈબ્રેરી ની બહાર નીકળ્યા...સામે અમારા બધા ફ્રેંડસ ઉભા હતા...અમને એક બીજા નો હાથ પકડી ઉભા જોઈ ... લોકો નો ઉત્સાહ વધી ગયો અને ચીર અપ કરવા લાગ્યા...

આટલા અવાજ માં ધ્રુવીશ મને પૂછ્યું, તું મને બોલાવતી કેમ નહતી, ઇગ્નોર કેમ કરતી હતી,..ત્યાં કાવ્યા હસી પડી....

***

કાવ્યા દોડતા ઘરે પહોંચી અને પહોંચતા મમ્મી ને ગળે મળી....અને થેન્ક યુ બોલી.

મમ્મી સમજી ગઈ...એને તુરંત કાવ્યા ને પૂછ્યું, શું ધ્રુવીશ તને પ્રપોઝ કરી ???

અને કાવ્યા હસી પડી....