રાગિણી ભાગ-1 Deeps Gadhvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાગિણી ભાગ-1

કયામત ની એક રાત જે વીરહ સર્જી ને આવી હતી તે દિવસે હુ પ્રેસ મિટિંગ અટેન્ડ કરી ને રાગિણી પાસે બ્રેકિંગ ન્યુઝ ની ફ્લોપી દેવા નીક્ળ્યો હતો કેમ કે મારા માટે અને રાગીણી માટે આજે ખાસ દિવસ રહેવાનો હતો પણ કદાચ મને એ કયામત નો આભાશ પણ ન હતો કે આજે હુ આમ એ કયામત ના ખેલ માં વિરહ સર્જી બેઇ
બેઠિસ,મારી બાઇક આમ તો નવી જ હતી અને વરસાદ નો પણ ટાઇમ હતો એટલે નોરમલ સ્પીડ માં જતો હતો કેમ કે હજી મારી પાસે ધણો જ ટાઇમ હતો ન્યુઝ ઓફિસ સુધી પહોંચવા માં પણ અચાકનક પાછળ એક ટ્રક આવ્યો અને એ મને જોવે ના જોવે એટલા માં તો એની ઠોકર લાગી અને મારુ બાઇક હવા માં ઉડ્યુ અને રોડ ની એક બાજુ મારુ બાઇક ને બીજી બાજુ રોડ ની વચ્ચે ક્રોસિંગ માં પડેલુ મારુ બોડિ પણ હજુ જાન થોડિ બાકિ હતી અને જીવેલી બધી જ ક્ષણો મને યાદ આવતી હતી જેમ કે ભાઇ એ નવુ બાઇક બર્થ ડે પર ગીફ્ટ કરેલુ અને પપ્પા મમ્મી ના એ પ્રેમનુ વ્હાલ અને ઓફિસ ના બધા જ મારા ફ્રેન્ડ સર્ક્લ ની સાથે માણેલી બધી પલો યાદ આવતી હતી એવામાં મારી જીંદગી જેને હુ આ ફ્લોપી આપવા અને ફ્લોપી આપ્યા બાદ રાગિણી ને પ્રપોઝ કરવાનો હતો...રાગિણી જે સુંદરતા ની દેવી હતી,રોજ નવી નવી સાડિ માં દેવી લાગતી હતી મારી લાઇફ ની અનમોલ ગિફ્ટ હતી જે ગોડે મને આપી હતી...
(રોડ પડેલા મારા શરીર ને હોસ્પિટલ લઇ જાય છે એમ્બુલેન્સ માં)
રાગિણી મારી ઓફિસ માં જ કામ કરતી હતી એક નીખાલશ અને ફ્રેન્ડ્લી છોકરી હતી,મારુ અને રાગિણી નુ એક હારે જોઇનિંગ હતુ એ મારા કરતા ધણી હોંશિયાર અને બહાદુર છોકરી હતી,પ્રેસ રિપોર્ટર ની દુનીયા માં રાગિણી અવ્વલ હતી,ન્યુસ રિપોર્ટિંગ થી માંડિ ને લાઇવ રિપોર્ટિંગ બધુ એજ એન્કરિંગ કરતી હતી,હુ રાગિણી ને પ્રેસ નોટ આપતો અને લાઇવ કવરેઝ નુ રિપોર્ટિંગ આપતો,થોડા દિવસ પહેલા ની વાત છે એ દિવસે હુ અને રાગિણી કોફી પીતા હતા કાફેર્ટ એરિઆ માં એવામાં એક કોલ આવ્યો એટલે રાગિણી કોફી મુકિ ને સ્કુટી લઇ ને જતી રહિ મે બોલાવી પણ કાઇ જવાબ આપ્યો નહિ એટલે હુ પણ એની પાછળ પાછળ ગયો ત્યાં એક બંધ ફેક્ક્ટ્રી માં રાગિણી મોબાઇલ થી કંઇક શુટ કરતી હતી,હુ ધીમે રહિ ને આગળ ગયો ત્યાં રાગિણી ભાગી અને સ્કુટી પણ ત્યાંજ મુકિ ને એકદમ સ્પીડ માં મારી પાસે આવી ને બોલી બાઇક સ્ટાર્ટ કર...
અરે પણ થયુ શુ એ તો કે...???દિપક પ્લીઝ અત્યારે ટાઇમ નથી પછી તને બધુ કહિશ અત્યારે તુ ચાલ...
હુ અને રાગિણી બંને બાઇક માં બેઠ્યા અને ત્યાંથી સ્પીડ માં નીકળ્યા પણ એ લોકો અમારો પીછો કરતા હતા આમ તો બાઇક નવુ જ હતુ એટલે એમા નંબર પ્લેટ હતી નહિ પણ એ લોકો ની કાર ની સામે બાઇક ની સ્પીડ શુ કેવાઇ પણ તેમ છતાય પણ એક મોડ પર બાઇક ને જમીણી બાજુ ની ગલી માં નાખી જ્યાંથી કાર નીકળી ના શકે આમ તેમ કરતા એ લોકો થી પીછો છોડાવ્યો અને એક સેફ જગ્યા પર ગયા જ્યાં ખોડિયાર માતાજી નુ મંદીર હતુ.
મે રાગિણી ને પાણી પિવડાવ્યુ અને પુછ્યુ તને કોનો કોલ આવ્યો હતો અને તુ ત્યાં કેમ ગયી હતી ત્યાં એવુ તે શુ હતુ કે આટલા બધા આપણો પીછો કરતા હતા.
રાગિણી બોલી કે એ એક સ્ટિંગ ઓપરેશન હતુ જે આપણા શહેર ની મેડિકલો અને હોસ્પિટલો માં જેની દવાઓ નુ મોટા ભાગે દવા ની ડેટ અને દવા ની નકલી લેબલ ચોટાડિ ને સમાજ ના લોકો માં મોટા ભાગે બીમારીઓનુ રેટ વધ્યુ છે અને વચ્ચે પણ ચર્ચા માં આવેલા આરોગ્ય મંત્રી દવા ના બીઝનેસ સાથે અને દવાને બનાવનાર ડોક્ટરો પણ સામેલ હતા...
પણ એ ન્યુઝ ને આ બધા વ્યક્તિઓ એ મડિ ને ફેંક સાબીત કરાય હતી પણ મારી એક ફ્રેન્ડ છે જેના પપ્પા આ જ કંપની માં સાઇનટિસ છે અને દવાનુ રીમેકિંગ કરે છે પણ એક દિવસ મારી ફ્રેન્ડ ની ઘરે એક મિટિંગ યોજાય જેની તપાસ કરવા એણે વાત જાણવા ની કોંશીશ કરી તો જાણવા મડ્યુ કે જુની દવા ના લેબલ ચેંન્જ કરવા અને જેની ડેટ એક્સપાઇરેડ થય હોય એને રિલેબ મારી ને પાછી મેડિકલ માં વેચવા મોકલવા માં આવે અને આવા તો અનેક ફ્રોડ થયેલા કામો ને ખબર નહિ કેટલા વર્ષો થી કરતા આવ્યા હશે અને આજે મારી પાસે એ લોકો ને જાહેર જનતા માં લાવવા માટે મારી પાસે પ્રુફ પણ છે એ લોકો નુ સ્ટિંગ ઓપરેશન કેટલાય માસુમો ની જાન બચાવી શક્શે...
(મારી બોડિ ને હોસ્પિટલ લાવા માં આવી અને આઇ.સી.યુ માં એન્ટર કર્યુ અને એક માણસે મારા ફોન પર થી કોઇક ની જોડે વાત કરતો હોય એવુ લાગતુ હતુ નક્કિ એ કોઇક ને બોલાવતો હશે મારા પરિવાર ને અથવા રાગિણી ને)
એના બીજા દિવસે રાગિણી પેલી વિડીઓ ક્લીપ ને બ્રેકિંગ ન્યુઝ માં આપવાની હતી અને પણ વીડીઓ ક્લીપ ની ફ્લોપી મારી પાસે પડિ હતી પણ હુ એક જગ્યાએ પ્રેસ મીંટીંગ માં ગયો હતો જ્યાં આરોગ્ય મંત્રી પણ આવા હતા...
એટલે રાગિણી એ મને કોલ કર્યો,દિપક ક્યાં છે તુ એટલે મે કિંધુ કે હુ આરોગ્ય મંત્રી ની પ્રેસ કોન્ફરન્શ માં છુ અને એ પેલી ઓપરેશન વાડિ વાત એ અહિંયા કરે છે જો કે પ્રેસ વાડા ઓને કાંઇ સમજાતુ નથી મંત્રી શુ કહેવા માંગે છે કારણ અસિલીયત તો આપણ ને જ ખબર છે ને...
દિપક તુ ફ્લોપી ને અહિ લઇ આવ એટલે આપણે બ્રેકિંગ ન્યુઝ આપી દઇએ અને પ્રેસ ના બીજા મીડીઆ વાળાઓ ને પણ ખબર પડે અસિલીયત ની...
ઓકે ચાલ હુ આવુ છુ પણ મારે એ ન્યુઝ પછી બીજી વાત પણ કરવી છે તુ મારી સાથે કોફી પીવા આવીશ ને...
અરે હા દિપક હુ આવીશ પણ પહેલા તુ આવી તો આવી જા...
આમ હુ જતો હતો ત્યાં રસ્તા માં મારુ અકસ્માત થયુ અને હુ અત્યારે આઇ.સી.યુ માં છુ જોત જાતા માં ડોક્ટરે મને ઇન્જેક્શન આપવા માટે દવા ની બોટલ માંથી એ ઇન્જેક્શન ને ભરતા હતા પણ એ દવા એ જ કંપની ની હતી જેનુ અમે પર્દાફાશ કરવા ના હતા..
હુ તો કહિ કે બોલી શકુ એવી હાલત માં ના હતો હુ આંખો થી ઇશારા કરતો હતો પણ કોઇને સમજાતુ ન હતુ અને હાથ તો લગભગ ઉપડતા જ ન હતા કેમ કે ડિવાઇડર સાથે આખુ શરીર ભટ્કાયુ હતુ એટલે હાથ ભાંગી ગયા હતા...
હવે હુ કરુ તો કરુ શુ મારા ફેમિલી માં હજી કોઇ આવ્યુ ન હતુ ખબર નહિ રાગિણી પણ ક્યારે આવશે.........