રાગિણી ભાગ-10 Deeps Gadhvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાગિણી ભાગ-10

આવી રીતે મારા જીવન નો સમય પસાર થતો હતો અને હુ પણ એમ્બુલેન્સ થી કાજલ ના હોસ્પિટલે પહોંચ્યો હતો,કાજલ મને જોવા આતુર હતી,અને ખાસ કરી ને એનો ભાવ ભારા પ્રત્યે નો જોવા જેવો હતો,એમ્બુલેન્સ થી ઉતારી ને સ્ટ્રચ્ચર માં ખસેડ્યો અને ઇમજન્સી વોર્ડ માં સીફ્ટ કર્યો,અધડો કલાક ની અંદર મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી દિધી અને કાજલ મને જોતા જોતા વીચારતી હતી ત્યાં રાગિણી આવી,કાજલ મેમ હવે આ સારો તો થશે ને...!!!
અરે હા હા એક દમ સારો થય જશે અને માત્ર આઠ જ દિવસો માં આપણી વચ્ચે હસતો હશે,
રાગિણી બોલી કાજલ મેમ તમને વાંધો ના હોય તો એક સવાલ પુછુ...!!!
અરે હા બેફિકર પુછો,
તમે દિપક પાસે અધડિ કલાક થયા સતત સામુ જોવો છો,શું હજી તમને આ એજ દિપક લાગે છે કે જે કોલેજ માં હતો...???
રાગિણી દિપક શરિર થી બદલાયો છે પણ મન થી નહિ અને એના વીચારો પણ કદાચ નહિ બદલાયા હોય કેમ કે એ અવાર નવાર વાત કરતો કે હુ દેશ ને મીડિયા ના માધ્યમ થી એ બધુ જ શીખવીશ અને જાણકાર બનાવીશ કે ખેડુત થી માંડિ ને મજુરી કરનાર વ્યક્તિ ને બધી જ ખબર પડે અને દેશ ના આર્થીક અને માનસીકતા ની પણ ખબર પડે,આજે આપણો દેશ ખુજ પ્રગતી ના પંથ પર ચાલી રહ્યો છે પરંતુ એક બાજુ ખેડુત અને મજુર વર્ગ ને ઘણુ સહેવુ પડે છે,ખેડુત મડતા ભાવ નથી મડતા,ક્યારે વર્ષ નબળુ રહ્યુ હોય તો ખેડુત ના દેવા માફ નથી થતા અને એના કારણે આત્મહત્યાઓ ખુબ જ વધી છે,મજુરી કરનાર એ મજુર ભાઇઓ ને વેતન પુરે પુરુ મડતૂ નથી એથી એ લોકો એમના બાળકો પાસે થી પણ મજુરી કરીને પોતાનુ ગુજરાન ચલાવે છે,અમુક સંસ્થાઓ માં ઘોટાળાઓ વધ્યા છે,ભણાવવા ના નામે લાખો કરોડો ના દાન લે છે અને આપસ માંજ બાટી ને ખાઇ જાઇ છે,અમુક હોસ્પિટલો કે જેના નામ મોટા હોય પણ દવાઓ મોંધી રાખતા હોય અને લાખો રુપિયા ના ટ્રીટમેન્ટ ની આડ માં કમાતા હોય છે,ભ્રષ્ટાચાર થી ઘેરાયેલા આ દેશ ને મારે મીડિયા સહારે મુક્ત કરવો છે, હુ મારા નામ બનાવા માટે નહિ પણ એક આબાદ અને બધી જંજટ મુક્ત એક દેશ બનાવા માંગુ છુ,આવા આ દિપક ના સપના ને હુ સલામ કરુ છુ અને એટલે જ તો આ આવી હાલત માં અંઇયા પડ્યો છે,ના જાણે આ વ્યક્તિ ના કેટલાક ભ્રષ્ટ લોકો દુશ્મન હશે અને ક્યાંરે કોઇ આની પર હમલો કરી જાય એનો કોઇ ભરોશો નથી,
રાગિણી એ કાજલ ને કિધુ કે કાજલ મેમ જેના સ્વપ્ન આટલા ઉજળા હશે એ વ્યક્તિ કેટલો ઉજળો હશે..?
કાજલ બોલી,રાગિણી જેટલા દિપક ના સ્વપ્ન ઉજળા છે એનાથી વધારે દિપક નો સ્વભાવ અને મન ઉજળુ છે, કારણ કે આજે એક વ્યક્તિ પોતાનુ પર પુરુ વીચારી નથી શક્તો તો આતો આખા દેશ નુ ભલુ વીચારી બેઠો છે,અને ભલુ કર્યુ પણ છે,કોલેજ માં હતો ત્યારથી એ ભલુ કરતો આવ્યો છે,અને આજ પણ મને ખાતરી છે એની આવી હાલત ભલુ કરવા પાછળ જ થય છે,
જી હા કાજલ મેમ,આ હાલત એ દવા ને લીધે થય છે કે જે દવા લોહિ માં ભળવાથી હાડકાઓ નબળા પડિ જાય અને શરિર અસ્વથ્ત થય જાય છે અને અંતે માણસ જો જીવી જાય તો અપંગતા ની જીંદગી જીવે છે,અને કાતો ર્મુત્યુ પામે છે,પણ હવે મને બીક લાગે છે કારણ કે દિપક ને પેલી દવા નો ડોઝ અસર થયો હશે અને દિપક ને કાંઇક ન થવાનુ થશે તો...!!!
અરે રાગિણી તુ ચિંતા નય કર કારણ કે એ દવાનો પાવર મારી આ દવાએ કરી નાખ્યો હશે અને માત્ર આઠ કલાક માં દિપક ભાન માં આવી જશે અને આપણી વચ્ચે હસતો હશે,
લો ભઇ કાજલ ના કહેવા મુજબ હુ આઠ કલાક માં સાજો થય જઇશ પણ યાર કોક મારા મીત્રો એટલે કે બંટી અને મહેમુદ ને તો બોલાવો....!
એટલા માઃ કાજલે બંટી ને ફોન કરી ને હોસ્પિટલ માં આવાનુ કહિયુ,
બંટી ફુલ સ્પીડ માં આવ્યો અને કાજલ ને પુછ્યુ શુ થયુ..
દિપક ગયો...!!!!
ના હવે શુ ગયો...!!!
હા તો બીજુ શું કહુ,એના વર્તન ઉપર થી જ ખબર પડે કે આ લાંબુ નહિ જીવે...!!!!
કાજલ બંટી જરા મસ્તી માં મારતા બોલી,હા વાત સાચી પણ મહેમુદ ભાઇ ક્યાં છે...?
બસ થોડિ વાર માં આવતો જ હશે...એ કાજલ એ છે ક્યાં એતો કે...કાજલ ચાલતા ચાલતા બોલી કે ઇમજેન્સી વોર્ડ નંબર 8 માં છે...
બંટી મારા રુમ માં આવ્યો અને રાગિણી ને જોઇ,
ઓયયય તુ અંઇયા શૂ કરે છે...????
ભયૈલા એ જ સવાલ હુ પુછુ છુ કે તુ અંઇયા શુ કરે છે.?
લે આ મારો ભઇબંધ છે કોલેજ ટાઇમ નો...
ઓહ અચ્છા તો તુ એ બંટી છે કે દિપક તારી સામે પોતાને જ ઘાવ વગાડિયા હતા....!!!!
હા પણ તને આ બધી કેમ ખબર...
કેમ કે અમને આ બધુ ખુમાણ મામા એ કિધુ હતુ અને બાઇ ધી વે આ તમારો દિપક મારી સાથે જોબ કરે છે અને એ અમારો મેઇન એડિટર છે ઓક...
ઓહ ઓકે ઓકે...
શુ લાગે છે જીવશે.....(પાછળ થી અવાજ આવ્યો)
અરે મહેમુદ મીયા આવો આવો આપકિ કમી તહે દિલ સે મેહશુસ હો રહિ થી...
અરે હા હવે રેવા દે હો....અને હાલ આને જગાડ એટલે વાર્તા પુરી થાય....
વોહટ્ યુ મીન બાઇ જગાડ....!!!
આ કાઇ સુતો છે તી જગાડુ સરખુ જો મહેમુદિયા આ serious છે...
હા પણ એના કાન માં બોલ કે મહેમુદ આવ્યો છે એટલે જાગી જશે....
એમ...હુ કાન માં બોલીશ એટલે એ જાગી જશે...સારુ
બંટી મારા કાન પાસે આવ્યો અને બોલ્યો...
ઉઠ મેરે બબ્બર શેર દેખ તેરે દો યાર આએ હૈ...મહેમુદ અને બંટી સાથ આએ હૈ....
આટલુ બોલી ને બંટી મહેમુદ ની સામે જોવા લાગ્યો અને ઇશારા થી મહેમુદ ની મસ્તી કરી રહ્યો હતો અને આ બાજુ હુ હાથ હલાવી ને બંટી નો હાથ પકડતો હતો અને ધીમે ધીમે મે મારી આંખો ખોલી અને બંટી એક દમ ચુપ થય ગયોઅને એનો હાથ ખેંચ્યો અને એના કાન માં હુ બોલ્યો કે યાર મેરે કિસી ફરીસ્તેસે કમ નહિ ઔર ફરીસ્તે ભી કિસી ખુદા સે કમ નહિ....
અરેરેરે...હદ હૈ યાર આ આટલો serious છે તોય શાયરી મુક્તો નથી બોલો...
મહેમુદ બોલ્યો વો શાયર હિ ક્યાં જો મરતે વક્ત મે ભી અપની શાયરી ના છેડે...
અમમમા મીયા મહેમુદ આપ ભી....ભીના અવાજ માં બંટી બોલ્યો...
મે ઉચ્ચો હાથ કરીને મહેમુદ ને બોલાવ્યો...
મહેમુદ મારી પાસે આવ્યો અને બોલ્યો,બોલ મેરે શેર કેસા હે તુ...!!!
મહેમુદ મીયા મેરા તો પતા નહિ લેકિન દેશ બડિ મુશ્કિલ મે હે ઔર દેશ કો ઇન હાલાતો મે મેરી સખ્ત જુરુરત હે,
મહેમુદ બોલ્યો અરે મેરે શેર એસી ભી ક્યાં મુશ્કિલે આન પડિ દેશ પર...!!!!
બજાર મે એસી દવા બીક રહિ હે જીંનકા સેવન હાનીકાર સે ભી ખતરનાક હે,વો દવા કા સેવન ઇતના ભયંકર હૈ કિ નાતો વો ઇંન્સાન મારતા તો હે હિ લેકિન ઉસે ભી ખતરનાક વો ઇંન્સાન કો તડપાતા હે,એસી દવાઓ કો બેચને ઓર બનાને વાલે પર હમેને એક ફિલ્મ તૈયાર કિ હે જીસકિ કોપી મેરે પાસ હે,અગર ઉસકિ કોપી બનાકરકે હમ ઉન સારી સરકારી ઔર કાનુની કચૈરી મે દેંગે તો વો લોગ પકડે જાએંગે ઔર હમારા દેશ ભી બચ જાએંગા,
થીક છે યાર તુ આરામ કર અમે લોકો જોઇ લેશુ ઓકે,એ કોપી ક્યાં છે એ મને કે...
મારા બાપુજી ની જુની કાર છે ને એની ડેકિ ના ટાયર ની ટ્યુબ માં કાર્ડ છે,અને બધી કોપી આપી દિધા બાદ એ આપણી સ્કાઇ ન્યુઝ ના ચૈનલ ના માધ્યમ થી ગરીબ અને અભણ લોકો ને સમજાય એમ સરળતા પુર્વક રજુ કરજો ઓકે...
ભગવાને મને આટલો સમય આપ્યો બોલવા માટે એ બદલ તમારો ખુબ ખુબ આભાર,આટલુ બોલી ને હસતા મોંઢે મારા પ્રાણ નીકળી ગયા,અને એ પ્રાણ નીકળવાનુ કારણ ડ્રિહાઇડ્રેશન હતુ પેલી દવા નુ જે મારા હાર્ટ ના લોહિ માં ફરતુ હતુ અને અંતે હાર્ટ અટેક ના કારણે મારુ ર્મુત્યુ થયુ,
મારા મોતથી દેશ ને ફાયદો થયો કે નુક્શાન એ તો મને નથી ખબર પણ પેલી દવાઓ પર આજીવન પ્રતીબંધ લાગ્યો અને એ દવા નુ સંધોધન કરનાર અને એ દવાનુ મુખ્ય માર્કેટીંગ કરનાર થી માંડિ આરોગ્ય નેતા ના સંબધી ની પણ ધરપકડ કરી ને સજા ફટકારી...
મારા ર્મુત્યુ નો આધાત લાગ્યો હતો કાજલને કેમ કે એક સમય હતો જ્યારે કાજલ મને પસંદ કરતી હતી પણ ત્યારે માત્ર સમજણ જ આવી હતી પરંતુ નીર્ણય લેવાની ઉંમર ના હતી એટલે અમે એક બીજા ને કશું જ કહિ ના શક્યા પરંતુ જ્યારથી રાગિણી ને જાણતો થયો હતો ત્યારથી પાછલી વાતો ભુલાતી જતી અને એક દિવસ રાગિણી ને વીષ્ણુ કાકા એ કિંધુ કે જે દિવસે દિપક નો અકસ્માત થયો એની પેલા એને મને કિધેલુ કે,હુ રાગિણી ને ખુબ પસંદ કરુ છુ અને અમારુ આ મીશન પુરુ થયા બાદ હુ એને પ્રપોઝ કરવાનો છુ,રાગિણી વીષ્ણુ કાકા ની વાત સાંભળી ને એક દમ સ્થંભ થય ગય કેમ કે આટલી મોટી વાત મે રાગિણી થી છુપાવી હતી,
પરંતુ ર્મુત્યુ તો આવાનુ જ હોય છે બસ એના સમય અને સ્થળ જુદા જુદા હોય છે,અકસ્માત તો નીમીત હતુ મારુ પણ ર્મુત્યુ તો પાકુ જ હતુ મારૂ,

મીત્રો આપણને બધાને ખબર છે કે જન્મ અને ર્મુત્યુ આ બે સમય પાકા જ હોય છે અને આપણે ભેગુ કરેલુ કાંઇ પણ સાથે આવાનુ નથી,અહંકાર,મોહ,લોભ,અધર્મ,હિંસા, આ બધુ કરવા કરતા આપણે એક પરોપકારી જીવન જીવીએ,જેથી આપણે આપણા પરિવાર ને,ગામ ને,તાલુકાને,જીલ્લાને,રાજ્ય ને અને છેલ્લે આપણા દેશ ને આપણે યાદ રહિએ,આપણા દેશ વાસીઓ આપણા સારા સંસ્કાર ને દિલ માં જીવતા રાખે એવુ કર્મ કરીએ,
તમે એક એક રુપીઓ પણ આ દેશ ના જવાનો ને અને કિશાનો ને આપશો ને તોય ઉધ્ધાર થાશે આપણા દેશ નો યાર...
જ્યાં ત્યાં કચરો ના ફેંકિ એ,જેવા તેવા વેશનો ના કરીએ, અને ગાય તેમજ વાછરડાઓ ની ભુખ્યા કુતરાઓ ની સેવા કરીએ,કેમ કે પશુ,પ્રાણી તો મુંગા હોય છે એ તમારી પાસે માંગવા નહિ આવે પણ આપણે દેવુ એ જ આપણી માણસ તરીકે ની સાચી ઓડખાણ છે,
ગરીબ ના પેટ ઠારજો પછી ભલે એ ગરીબ કોઇ પણ ધર્મ કે મજહબ નો હોય....

આટલુ કરશો ને પ્લીઝ.....


આપ સર્વે વાંચક મીત્રો ને દિપ'સ ગઢવી ના જય માતાજી


જય જવાન....જય કિશાન....જય હિંદ....


સમાપ્ત....