Ragini part - 5 books and stories free download online pdf in Gujarati

રાગિણી ભાગ-5

અરે આંન્ટી તમને કોણે કિંધુ કે દિપક ગુન્હેગાર છે એમ.??
અરે રાગિણી બેટા ટી.વી માં દિપકે ગુનાહ આચર્યા છે ના સમચાર આવે છે,
ઓકે આંન્ટી તમે ચીંતા નઇ કરો માતાજી બધુ પાર પારસે...
રાગિણી તરત જ મામા ને ફોન કર્યો અને સમાચાર વાડિ વાત કરી એટલે મામા એ સમાચાર ના મેઇન એડિટર ને મળવા ગયા...
પટ્ટાવાળા એ એમને રોક્યા અને મામા એ સરળતા ની પરીભાષા સમજાવી...
જી હિમાંશુ સર ને મડવુ છે...!!!
તમે કોણ છો....???
જી હુ એક સાધારણ માણસ છુ અને એમનુ ઇન્ટરવ્યુ લેવા આવ્યુ છુ,
અચ્છા..!તો તમે સાધારણ વ્યક્તિ તરીકે હિમાંશુ સર નુ ઇન્ટરવ્યુ લેવા જાઉ છે...!!!આ વાત સમજાતી નથી સાહેબ...
ઓકે સમજાવુ છુ...હુ ઇન્સપેક્ટર છુ અને તારા સાહેબ ને મડવા માંગુ છુ હવે બોલ જાઉ કે અંઇઆ ઉભો રહુ..!!!
અરે ના ના સાહેબ સોરી હો...!!!જાઓ જાઓ મડ્યાઓ આમેય તે નવરા જ છે...
એમ તો તો સારુ લે...
(મામા તો તમને ખબર જ છે કે ડાયરેક્ટ કોઇ દિવસ પુછતાછ કરતા જ નથી)
મામા-જી નમસ્કાર મહોદયા હુ દિપક નો મામા છુ અને હુ જાણવા આવ્યો છુ કે કયા આધાર પર તમે દિપક ની ફેક ન્યુઝ તૈયાર કરી...???
એડિટર-જી માફ કરજો પણ હુ તમારા સવાલો ના જવાબ નહિ આપુ..
મામા-એમમમ તમે જવાબ નહિ આપો(મામા એ ઇન્સપેક્ટર નુ કાર્ડ બતાવતા કહિયુ)
એડિટર-અરે સર તમે...???તો ઇન્સપેક્ટર છો અને તમને કેમ ખબર પડિ કે અમારી ચેનલે ફેક ન્યુઝ તૈયાર કરી છે એમ...!!!
મામા-અરે એ દિપક ની જાન જોખમ માં છે અને એ વ્યક્તિ પર તમે આવી ન્યુઝ ક્રિએટ કરો છો કે એ ન્યુઝ ના ફુટેઝ ને વેંચી ને ટીઆરપી વધારવા ખાતર એણે હેલ્થ મીનીસ્ટર ને ફસાવામાં દિપક નો હાથ છે અને આવા જર્નાલીસ્ટ એ દેશ માટે નુક્શાન કારક છે...
આવુ કોના કેવાથી તે આ ન્યુઝ બનાવી હતી બોલ નહિતર મારે કાનુની દાવપેચ થી પુછતાછ કરવી પડશે..
કેમ કે હુ નોરમલી જ્યારે જવાબ મડતો હોય ત્યારે હુ આક્રોશ ના આવેશ માં આવતો નથી...
એડિટર-એએએ મને કે.પી.દલાલ ના કહેવાથી આ ન્યુઝ બનાવી હતી અને જો હુ આવુ ના કરત તો એએએએ મારા દિકરા ને ઉપાડવાની ધમકિ આપતો હતો...
કે.પી.દલાલ..??કોણ છે આ કે.પી.દલાલ વીસ્તાર થી સમજાવ...
એડિટર-કે.પી.દલાલ એ પેલી દવાઓ છે ને એનો પાર્ટનર છે અને એમ એ.લે. રઘુનાથ નો નાનો ભાઇ છે...
મામા-તને પાકિ ખબર છે એ રઘુનાથ નો ભાઇ છે...
એડિટર-અરે હા સાહેબ 100% એ જ છે અને મારી વાત પર વીસ્વાસ નો આવતો હોય તો જાતે જ તપાસ કરી લો...
મામા-એતો હુ કરી લઇશ બેટા પણ તારે એક કામ કરવુ પડશે...તારે ન્યુઝ માં જે દિપક વીશે બોલ્યો હતો એના માટે તારે માંફિ માંગવી પડશે અને જાહેર માં એવુ કહેવુ પડશે કે દિપક નકલી દવાનો પર્દાફાશ કરવા નો હતો અને એ પર્દફાશ કરે એની પેલા દિપક પર જાન લેવા એસિડેન્ટ કરાવ્યુ હતુ પણ ચમકારી બચાવ થયો હતો...
એડિટર-પણ પણ જો હુ આવુ કરીશ તો એ મારા પરિવાર ને જાન થી મારી નાખશે અનનનને મારા બચ્ચા ઓને જાન થી વધારે ચાહુ છુ સાહેબ...
મામા-જો તુ ચિંતા નઇ કર હુ તારા પરિવાર નો વાડ પણ વાંકો નહિ થવા દઉં...
પણ હા હુ જ્યાંરે કઉ ત્યારે તારે બ્રેકિંગ ન્યુઝ આપવાની રહેશે અને હુ અત્યારે ફેક્ટ્રી પર રેડ પાડિશ અને રેડ નુ આખુ ટેલીકાસ્ટ તારી ચેનલ પર કરજે અને તારા ઘરે હુ કડિ સુરક્ષા માટે હથિયાર ઘારી ટીમ ત્યાં રાખી મુકિશ ઓકે....
એડિટર-ઓકે સર ગ્રેટ પ્લાનીંગ...
મામા ના કહ્યા મુજબ પેલા એડિટરે મારી બ્રેકિંગ બનાવી અને આ બાજુ મામા ને એસ.પી નો ફોન આવ્યો...
એસ.પી-ખુમાણ તમારો ટ્રાન્સફર ઓર્ડર આવ્યો છે અને તમને ભાવનગર મોકલવા નો હુકમ છે...
મામા-અરે પણ સર મારા ભાણેજ ની જાન જોખમ માં છે અને એ નાદાન છે,દેશ ના આવડા મોટા થતા કોંભાડ નો પર્દાફાશ કરવા જઇ રહ્યો છે સર પ્લીઝ એક વાર આ કેસ ની ગુથ્થી સુલજી જાય પછી તમારે મને જ્યાં મોકલવો હોય ત્યાં મોકલજો...
એસ.પી- જુઓ ખુમાણ આ મારા હાથ માં નથી અને હુ તમારી લાગણી ને સમજુ છુ પણ ઝોન ના ડિ.આઇ.જી નો ઓર્ડર છે...
મામા-સર ઝોનલ ડિ.આઇ.જી સાથે હુ વાત કરી લઇશ પણ આ કેસ મારા હાથ માં રહેવો જોઇએ...
એસ.પી-ઠીક છે તમે વાત કરી લો...
મામા-ઓકે થેંન્ક્સ સર...
મામા એ ઝોન ના ડિ.આઇ.જી જોડે વાત કરવા નો પ્રયત્ન તો કર્યો પણ કાંઇ ફાઇદો થયો નહિ કેમ હોમ સેક્રેટરીએ એ મામા ની જાંચપડતાલ ને રોકવી હતી અને એણે મામા ની બદલી કરાવી નાખી...
હવે આ રહસ્ય એ એક નવો મોડ લીધો ચતુર્વેદિ જે મહા ભ્રષ્ટ ઇન્સપેક્ટર હતો અને મે એને ત્રણ વાર ડિસમીસ કરાવ્યો હતો,જેનો બદલો વાળવા નો એને સુનહેરો અવસર મડિ ગયો હતો અને મામા મારા રુમ આવ્યા અને મારો હાથ પકડિ ને અફસોસ વ્યક્ત કરવા લાગ્યા,
મામા એ રાગિણી ને બોલાવી અને કિંધુ કે બેટા હુ ખુબ દુઃખી છુ કે મારા ભાણેજ ની આવી હાલત માં છોડિ ને જઉ છુ પણ તુ હિંમત નઇ હારતી,
મામા તમે કાંઇ પણ હેલ્પ નહિ કરી શકો...???
રાગિણી બેટા હેલ્પ તો ખુબ કરવી છે પણ મને ઝોનલ માથી ઓર્ડર આવ્યો છે એટલે હુ કાંઇ પણ નહિ કરી શકુ પણ હા હુ તને ગાઇડ કરતો રહિશ,હુ કહુ એમ કરતી જજે...
ઓકે મામા પણ આ ચતુર્વેદિ ખુબ જ ખતરનાક છે અને દિપક એની ડાધ માં ક્યાર નો ખટકે છે,આપણે એની ચાલ થી વીરુધ્ધ જવા કરતા એની ચાલ મુજબ ચાલીએ પણ એક અલગ મીજાજ થી...
હા પણ બેટા પેલુ કામ એ કરો કે દિપક ને કાજલ ની હોસ્પિટલ માં એડમીટ કરો અને કાજલ ને હજુ કાંઇ ખબર નથી દિપક બારા માં તો પેલા હુ એને ફોન કરી ને દિપક ને ત્યાં સીફ્ટ કરવાની પરમીશન લઇ લઉ...
કાજલ જે મારી હારે ગુજરાત કોલેજ માં હારે ભણતા હતા અને સાઇન્સ માં હારે હતા,કાજલ એ એમ.ડિ હતી અને નેશનલ લેવલે એનુ આગવુ નામ હતુ,એ પણ મારી જ કાસ્ટ ની છે આઇ મીન કે એ પણ ગઢવી જ છે...
મામા એ કાજલ ને ફોન કર્યો...
કાજલ-હેલો !
મામા-કાજલ બેટા હુ અભેસીંહ ખુમાણ બોલુ છુ અમદાવાદ થી,
કાજલ-જય માતાજી મામા બોલો બોલો...
મામા-દિપક યાદ છે ?
કાજલ-દિપક ઉર્ફ નોટંકિબાજ દિપ'સ...!!!
મામા-હા એજ
કાજલ-એણે મારી યાદ આમ અચાનક ક્યાંથી આવી અને એ પણ પાંચ વર્ષ પછી !!!
મામા-બેટા યાદ એને નહિ અમને તારી યાદ આવી છે,આઇ નીડ યોર હેલ્પ પીલ્ઝ...
કાજલ-હેલ્પ કેવી હેલ્પ મામા કાંઇ સમજાયુ નહિ...
મામા-દિપક ની જાન જોખમ માં છે અને બચવા ના ચાંન્સેજ ખુબ ઓછા છે બેટા...
કાજલ-જુઓ મામા એને કો કે આવી મજાક મારી સાથે ના કરે અને હુ ભુલવા માંગુ છુ એને અને એ તમારી પાસે થી આવુ કહેવાડિને મને ડરાવા માંગે છે ને...!!!
આની પેલા પણ કોલેજ માં આવી જ ઘીનોની હરકતો કરી હતી હુ હજુ ભુલી નથી મામા અને એણે ત્રીજા માડે થી એના જ બર્ડ થે પર જંમ્પ મારવા ની કોશીંશ કરી હતી ત્યારે પણ તમે જ એને સમજાવ્યો હતો ભુલી ગયા મામા...???
મામા-ના બેટા હુ નથી ભુલ્યો પણ આ વખતે એ સાચેજ ક્રિટીક્લ સ્સિચ્યુએશન માં છે એની હાલત બોવ જ નાજુક છે બેટા પિલ્ઝ હેલ્પ અસ...
કાજલ-ઓહ માઇ ગોડ...પણ એની સાથે થયુ છે શુ..?
મામા એ અત્યાર સુધી જે કાઇ પણ બન્યુ એ બધી વાત વીસ્તાર થી કાજલ ને કહિ અને કાજલ ને બીલીવ નોતો થતો કે આવો બનાવ મારી સાથે બન્યો હશે પણ હકિકત તો એ છે કાજલ ને આ વાત ને માનવી જ પડશે કોઇ બી કારણે...
કાજલ-મામા બને એટલુ જલ્દિ થી દિપક ને મારી હોસ્પિટલ લઇ આવો પિલ્ઝ...
મામા-ઓકે બેટા થેંન્ક્યુ...
મામા એ આવી ને રાગિણી ને બધી વાત કરી અને મામા અને રાગિણી મને સીફ્ટ કરવાની તૈયારી કરતા હતા ત્યાં પાછળ થી અવાજ આવ્યો...
અઅઅઅ આટલી ઉતાવળ શાની છે........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED