રાગિણી ભાગ-3 Deeps Gadhvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાગિણી ભાગ-3

મે કોણ બોલો છો અને દિપક બારા માં કેમ પુછો છો.?
અરે મેડમ હુ તો એ જ બોલુ છુ જેના લીધે દિપક ની હાલત આવી થય છે,
રાગિણી બોલી ઓહહહ તો આ એક એસીડેન્ટ નોહતુ પ્લાન હતુ દિપક ને મારવા નુ.???
જી હા મેડમ અને તમે થોડા સાવધાન રહેજો કેમ કે હવે વારો તમારો છે...
અરે જા જા કાયર પાછડ થી વાર કરી ને તુ પોતાની જાત ને મર્દ સમજે છે...!!!
તુ ના મર્દ થી પણ ગયો ગુજરો છો તારા માં હિમ્મત હોય તો સામે થી વાર કર અને પછી જો એક ઔરત ની સક્તિ શુ છે ને એ તને બતાવુ...
અરે ઓ મેડમ આટલો ગુસ્સો ઔરત જાત ને સારો નહિ...દામન માં દાગ લાગશે તો ક્યાંય ના નહિ રહો સમજ્યાં...
અચ્છા કાયર ધમકિ આપે છે....!!!એક વાત કાન ખોલી ને સાંભળી લે કે તારા જેવા દાનવ નો સંહાર કરવા હુ અંયાજ બેઠી છુ અને તારા માં હિમ્મત હોય તો એક વાર હોસ્પીટલ આવ અને તને દેખાડુ મારો ગુસ્સો...
એટલુ કહિ ને રાગિણી એ ફોન મુક્યો પણ રાગિણી ખુબ જ ચિંતીત લાગતી હતી આવા ટાણે એને શુ કરવુ એ એણે સમજાતુ ના હતુ એવામાં રાગિણી ને મારા મામા યાદ આવ્યા જે મારા જન્મ દિવસ પર આશીર્વાદ આપવા માટે ઓન ડ્યુટી પર થી આવ્યા હતા અને મારા ફોન માં અજીત સિંહ ખુમાણ નો નંબર હતો જેવો પોલીસ ઇન્સપેક્ટર હતા જે મારા મામા પણ થાય એટલે મારા ફોન માંથી ખુમાણ મામા ને ફોન કર્યૉ...
ખુમાણ મામા-હા બોલો ભાણુ ભા...
રાગિણી-મામા હુ રાગિણી બોલુ છુ અને હુ દિપક ની હારે એની ઓફિસ માં વર્ક કરુ છુ,
ખુમાણ મામા-હા બેટા બોલો શુ કાંઇ કામ હતુ...
ત્યાંર બાદ આખી ધટના ને રાગિણી એ મામા ને વિસ્તાર થી કહિ અને છેલ્લે બોલી...
રાગિણી-મામા મને એક ફોન આવ્યો હતો એ વ્યક્તિ હવે મને નિશાન બનાવા માંગે છે...
ખુમાણ મામા-કાંઇ વાંધો નહિ દિકરી...એક કામ કર મને એ વ્યક્તિ ના નંબર આપ એટલે હુ લોકેશન અને કોલ ટ્રેસ કરી શકુ અને ભાણેજ ના એસિડેન્ટ ની થયા ની ફરિયાદ લખાવી દે ત્યાંર બાદ ભાણેજ નો ચાર્જ હુ સંભાળી શકુ અને ત્યાં હોસ્ટપિટલ માં બે હથીયાર ધારી કોન્સટેબલ ને તારી સુરક્ષા માટે મોકલી આપુ છુ અને ભાણેજ જ્યાંરે ભાન માં આવે તો આપણે એનુ બયાન પણ લઇ લેવી ઓકે બેટા...
રાગિણી-મામા હુ ફરિયાદ લખવા આવીશ તો અંઇયા કાંઇક થશે તો મતલબ કે દિપક પાસે રહેવુ જરુરી છે,
ખુમાણ મામા-અરે બેટા તુ ચિંતા ના ફરિયાદ હુ અંઇ થી જ દાખલ કરી આપુ છુ કારણ કે આ એરિઓ મારા અંડર માં જ આવે છે,તમે ખાલી તમારુ સ્ટેટમેન્ટ આપી દો એની પર થી હુ એક્શન લહિસ...
રાગિણી-ઓકે મામા હુ તમને મારુ રેર્કોરડિંગ વ્હોટ્સ અપ કરુ છુ તમે એના પરથી એફ.આર.આઇ ફાઇલ કરી લેજો અને મારા અને પેલા અન નોન કોલર ની જે વાત ચીત થય એનુ પણ રેર્કોરડિંગ મોકલી આપુ છુ અને સાથે સાથે એના નંબર પણ મોકલૂ છુ...
ખુમાણ મામા-વાહ બેટા બોવ સરસ તમે એવુ જ કરો અને બની શકે તો હુ મારા સર ને વાત કરી ને આજ આ કેસ ની છાનભીન ચાલુ કરી દઇશ...
રાગિણી-ઓક મામા થેંન્ક યુ...
ખુમાણ મામા-અરે બેટા આમા આભાર ના માનવા નો હોય તમે મારા ભાણેજ ને બચાવ્યો છે અને એ મને જીવ થી વહાલો છે નટખટ અસલ કાનુડા જેવો છે,
મને એ ખુબ જ માન આપતો અને ખુબજ ચાહતો એટલે જ તો પર્શનલી હુ આ કેસ ને હેંડલ કરવા ઇચ્છુ છુ...
રાગિણી-હા મામા સાચી વાત છે દિપક જેવો છોકરો આખી મારી ઓફિસ માં કોઇ નથી...મારા બોસ થી માંડિ પટ્ટાવાળા સુધી બધા જ એને ખુબ ચાહતા અને એ બધા ને ખુબ હસાવતો અને અવનવી ઉર્દુ ભાષા માં સાયરી થી માંડિ ડાયલોંગસ્ બોલતો અને એક સાથે બધા ને જમાડતો...
ભલે મામા હુ તમને બધી જ વીગત મોકલુ છુ એ આધર પર તપાસ કરજો...
ખુમાણ મામા-ભલે બેટા...
આમ રાગિણી એ બધી વીગતો મામા ને મોકલી અને મામા કેસ ફાઇલ કરી ને ચાર્જ હાથ માં લીધો રાગિણી ને જે નંબર પર થી કોલ આવ્યો હતો એ નંબર ને ટ્રેસ કર્યો અને લોકેશન પણ ટ્રેસ કર્યુ પણ જો હવે બીજી વાર કોલ આવે તો એક્ઝેટ લોકેશેન સ્યોર થય જાય.
આ બાજુ રાગિણી મારા હોંશ માં આવા ની રાહ જોયતી હતી પણ હજુ મને હોંશ આવતા ધણી વાર લાગવાની હતી અને કોણે ખબર કે મને હોંશ આવશે કે નહિ કારણ કે જે દવાઓ અંઇયા વપરાય છે એ જોતા તો મને એવુ લાગે છે હું આજ હાલત માં અલ્લાહ કો પ્યારા હો જાઊ...
પણ બહાર થી રાગિણી અંદર આવી તો રાગિણી એ જોયુ કે નર્સ બોટલ ચેંન્જ કરે છે અને એ બોટલ પર એજ કંપની નુ નામ અને સિંમ્બોલ હતુ જેનો અમે પર્દાફાશ કરવા ના હતા એટલે રાગિણી એ પેલી નર્સ ને ઉભા રહેવાનુ કિંધુ અને એની પાસે આવી ને બોલી કે કેટલા ટાઇમ થી બોટલ આ પેંઇસટ ને ચઢાવો છો.?
પેલી નર્સ બોલી કે આતો ત્રીજી બોટલ છે,કેમ શુ થયુ.?
ઓહ માય ગોડ...
અને આ દિપક નુ જ્યાં ઓપરેશ કર્યુ એમાં પણ આ જ દવાઓ અને ઇક્યૂમેટસ ને વાપરીયા છે..???
હા પણ તમે કેમ આ બધુ પુછો છો...??
એક કામ કરો હુ સેમ આ જ બોટલ મંગાવી આપુ છુ પ્લીઝ તમે હવે આ કંપની ની કોઇ પણ દવા આ દર્દિ ને આપતા નહિ,તમારે જે દવાઓ મંગાવી હોય એ તમારે મને કેવાનુ પણ કંપની આ નો હોવી જોઇએ ઓકે સીશટર...???
ભલે મેડમ જેવી તમારી ઇચ્છા...
નર્સે ડોક્ટર પાસે ગયા અને ડોક્ટર ને બધી વાત કરી એટલે ડોક્ટર પણ વીચારવા લાગ્યા કે આ મેડમ આ કંપની ની દવા પેલા દર્દિ ને આપવા ની કેમ ના પાડે છે અને જો આવુ થશે તો મને ભારે નુક્શાન થશે એટલે ડોક્ટરે પેલી નર્સ ને બહાર મોકલી અને કોઇક ને ફોન કરી ને બધી વાત કરી તો એણે કિંધુ કે હાલ તમે એને લીસ્ટ બનાવીને આપો પણ હા દવા નુ લીસ્ટ તમારા હોસ્પિટલ ના મેડિકલ સ્ટોર માં ના મડવુ જોઇ,ડોક્ટર બોલ્યો તમે કરવા શું માંગો છો..??ડોક્ટર મને શવાલો થી ખુબ નફરત છે જેટલુ કહુ છુ એટલુ કરો...એટલે ડોક્ટરે એક દવા નુ લીસ્ટ તૈયાર કરી ને આપ્યૂ એટલે નર્સ એ લીસ્ટ લઇ ને રાગિણી પાસે આવ્યા અને રાગિણી એ લીસ્ટ મુજબ ની બધી દવા લેવા માટે એ હોસ્પિટલ ની બહાર ગઇ અને અંઇયા વોર્ડ રુમ માં હુ એકલો જ હતો અને આજુબાજુ પણ કોઇ હતુ નહિ એવા માં એક વ્યક્તિ મારા રુમ આવ્યો અને બી.પી.મીરટ અને ઓક્સિઝન બોટલ અને હાર્ટબીટ મીટર પાસે ની જગ્યાં પર આવ્યો અને ઓક્સિઝન માસ્ક કે જેના થી મને ઓક્સિઝન મડતુ હતુ એ ઓક્સિઝન માસ્ક ને મારા મોં માંથી કાઢી નાખ્યુ અને મને ધીમે ધીમે સ્વાસ લેવા માં તકલીફ પડવા લાગી અને એકદમ થી હું તડફફિયા મારવા લાગ્યો......