ક્યાં છે પન્નુ ..?
ક્યાં છે પન્નુ કોઈ પૂછે તો કેજો,
પ્રણવ ની કલમ રૂપી દિલમાં છે,
ક્યાં મળશે પન્નુ તો કહી દેજો,
પ્રણવની કલમ ના અક્ષરોમાં છે,
એ મળી જાશે કવિતાઓના અક્ષરોમાં,
જેને પૂર્યા રંગ રમતા અક્ષરોમાં,
એજ “પ્રણવની કલમે” સાથ આપતી,
મારી પન્નુ ...
મસ્ત છે મારી પન્નુ ..
મસ્ત છે મારી પન્ન બાકી બધા છે અલમસ્ત
હસવું તારું મારી કલમે વાગ્યું ને દિલ ના કાગળ પર કોતરી આપ્યું,
"તમને ક્વ છું ..." સાદ પાડીને બોલાવી કર્યો આતુર,
"પ્રણવ ની કલમેં" બન્યો કાંઈક લખવા આતુર,
પ્રણવ ની કલમે ને પન્નુ ના સથવારે,
પન્નુ તારો સાથ લાવીશ ..
તારા નયનો ને હું પિય ને પ્યાસ બૂઝાવીસ,
“પ્રણવની કલમે” નહિ મૃગજળ ની આંધી લાવીશ,
પાનખર માં પણ "પન્ના" નો સાથ લાવીશ,
ગુલાબ આપજે ફૂલ આપજે,
પણ સાથે સાથે “પ્રણવની કલમ” ને સાથ આપજે,
નયનોમાં બંધાય ને કલમ ને વેગ આપજે,
આવડે ના આવડે એતો દુનિયાનો સવાલ છે પન્નુ..
બાકી આપણે તો જગ જીત્યાનો સવાલ છે
કોઈ વાર ભૂલ તો કોઈવાર સજા
આજ તો છે જિંદગી ની મજા.
હસવું તારું પન્નુ ..
હસવું તારું આ મોહક લાગે,
ચાંદામામા ને કેમ ખોટું લાગે,
વરસાદનું આવવું મોર ને સારું લાગે,
પન્નુ નું આવવું પ્રણવ ને વહાલું લાગે,
વસંત માં પાનખર ને સારું લાગે,
દિલના દરવાજે પન્નુ ને પ્યારું લાગે,
ભરતી માં દરિયાને મોજ લાગે,
પન્નુ તારા હસવાથી મને આનંદ જાગે,
મારી પન્નુ સાથે, હે ચાંદ.. હવે તો રમવા આવ
હે ચાંદ હવે તો રમવા આવ.. આ અંધારું થયું..
મારી પન્નુ ને સાથે લઇ આવ .. આ રાહ જોવાનું ટાણું ગયું...
વાદળો ના બંધન તોડી આવ.. મારી પન્નુ ને મળવાનું થયું...
શીતળ કિરણો ને પાથર.. મારી પન્નુ નું આવવાનું થયું ...
હે ચાંદ હવે તો રમવા આવ .. આ અંધારું થયું ..
મસ્કા મારવાના બંધ કર જમવાનું પૂરું થયું..
"પ્રણવની કલમ" પર... પન્નુ ના સથવારે..
પન્નુ તને મળવાના દિવસો
જોવાના દ્રષ્ટિકોણ જુદા જુદા હોય છે..
મન ભરીને માણવાના અવસર જુદા હોય છે..
નયનોમાં છુપાવાના બહાના જુદા જુદા હોય છે..
"પ્રણવની કલમે" પન્ના ચાલવાના અક્ષર જુદા જુદા હોય છે
પન્નુ તને મળવાના દિવસો જુદા જુદા હોય છે..
આપણી સફર.. પન્નુ
પન્નુ તારી ને મારી આપણી સફર,
કહાનીયો માં જીવતી આપણી સફર,
દિલને કહેતી કાંઈક આપણી સફર,
ઍય...! આ છે લોન્ગ ડ્રાઈવ વાળી આપણી સફર,
જીવનના પન્ના પર લખાયેલી "પ્રણવની કલમ" ની સફર ..
તું જ છો.. પન્નુ
ઝીંદગી ની દરેક રાહ પર તું જ છો,
દિલના દરિયામાં બસ એક નૌકા જેમાં તુજ છો,
પન્નુ આવ ચાલ બેસ "પ્રણવની" નૌકામાં,
"પ્રણવની કલમ" માં બસ તું જ છો,
બોલ કાંઈક પ્રણવ બોલાવે છે,
ઝીભને પણ વાચા છે તે કાંઈક બોલાવે છે,
પ્રણવ તને કહે છે હે પન્નુ,
"પ્રણવની કલમ" ને પણ વાચા છે,
દરિયાને પણ કિનારો હોય છે,
પંખીઓને પણ પાંખ હોય છે,
પ્રણવને પણ પન્નુ નો સાથ હોય છે...
સંગમ છે તું.. પન્નુ
જાતો હતો મંઝિલ શોધવા ને નજરાણું બની તું,
હાસ્ય જોયું તારું ને રેલાય ગયો હું,
બસ એક જ આશ છે હે પન્નુ રસ્તા નો સંગમ છે તું,
બે મળતા હૈયાઓ નો એક સાથ છે તું,
"પ્રણવની કલમ" નો ઓથાર છે મારી પન્નુ બસ એક તું ....પન્નુ મારી બીવે..
હું હું કરતા આવે એતો પન્નુ મારી બીવે,
પાસે આવી મારી એતો એને ભગાવે,
બીતી નથી એતો આ નીડર થઈને ચાલે,.
પન્નુ મારી લાકડી લઈને એને ભગાવે,
મારતી મારતી કેતી એતો ભાગો.. ભાગો..
નીતર મારીશ લાકડી આતો હું તો ટીચર આતો,
પન્નુ મારી લાડકવાયી ટીચર બનીને આવી,
લેસન આપી એને એતો ધંધે વળગાડી ...પન્નુ.. કેમ છે.. ?
તારી યાદો બને છે હર પળ તાજી,
પન્નુ કેમ છે તું સાજી માજી,
પ્રણવ કેય તને બોલ કંઈક,
આ વખતે રેજે તાજી માજી,
હૈયાને ભીંજવતી મારી પન્નુ તું,
"પ્રણવની કલમ" ની કરજે રખવાળી,
મારી પન્નુ છે તાજી માજી ...
ગઈકાલનો દિવસ પન્નુ
શુ હતો ગઈ કાલનો દિવસ,
સાંભર્યાં કરે ને યાદોની વણઝાર,
સાથ મળીને સાથ આપ્યો તારો,
હતો એ ગઈ કાલનો દિવસ,
સૌંદર્ય વાતાવરણમાં લટાર મારીને આભ ચૂમ્યું,
એ સુંદરતાને સ્પર્શ કરતો ગઈ કાલનો દિવસ,
કેવો હતો એ ગઈ કાલનો દિવસ,
પન્નુના સથવારે લખી "કલમ પ્રણવની",
ગઈ કાલનો દિવસ PP ની કલમનો,
કેવો હતો ગઈ કાલનો દિવસ પન્નુ...
સુંદર પરી મારી પન્નુ
એ ફૂલોના મહેલમાં શોભતી મારી પન્નુ,
એ ફૂલોની મહેકમાં રમતી મારી પન્નુ,
એ ફૂલના રંગમાં ચમકતી મારી પન્નુ,
ભીંજાયેલા ફૂલોમાં "પ્રણવની કલમે" સંતાઈને પાછી જોતી મારી પન્નુ..
ફૂલોની ફોરમ મારી પન્નુ
ફૂલો માં ગુલાબ છે મારી પન્નુ,
સૂર્યમુખી ની દિશા છે મારી પન્નુ,
મોગરાની મહેક છે મારી પન્નુ,
રાતરાણી ની રાણી છે મારી પન્નુ,
ચમેલી ની ચાહક છે મારી પન્નુ,
કમળ નું રૂપ છે મારી પન્નુ,
કરેણ ની કોમળતા છે મારી પન્નુ,
જાસુદ નો જાદૂ છે મારી પન્નુ,
ફૂલો ને પણ ગમે એવી છે મારી પન્નુ,
"પ્રણવની કલમ" નું ફૂલ ને ફૂલ ની ફોરમ છે મારી પન્નુ..
પન્નુ નો ચટાકેદાર રોંઢો
સાંજ પડે ને યાદ આવે, ચા દૂધ નો પ્યાલો,
ગોળ રોટલીના ચટાકે, મારી પન્નુનો એ રોંઢો,
સ્કૂલ હોય કે કોલેજ, ઘરે આવીને જોઈએ,
મમરા-સેવનો ચેવડો, ગોળ ચુરમાના સ્વાદે,
મારી પન્નુનો એ રોંઢો,
જમવાનું જાણે વાતાવરણ બન્યું હોય એમ,
ભેગા કરીને મિત્રો, હોય નાની વસ્તુને,
સ્વાદમાં એનો ચટકો,
મસ્તી મસ્તીમાં સ્વાદ લેતી જાય એવો,
મારી પન્નુનો એ રોંઢો,
બનાવ્યો છે ચટાકેદાર એનો સ્વાદ છે અનોખો,
મારી પન્નુનો ચટાકેદાર રોંઢો..
હાસ્યનું તરંગ મારી પન્નુ
ઉડતું પંખી ચાલ્યું તરંગની સુવાસમાં,
હાસ્યના લહેરકે મારી પન્નુને એ મળ્યું,
સંદેશો આપ્યો પ્રેમ તણો જયારે એને,
મુખડું મલકાયું ત્યારે પન્નુના હાસ્યનું,
તરંગોના વહેણમાં મળ્યું બુંદ પ્રેમનું,
છલકાયું હાસ્ય મારી પન્નુના રહેમનું,
તરંગોની શીતળતાએ પાથર્યો પ્રેમ સ્વપ્નતણો,
ઉઠી જોયું તો મળ્યો સથવારો પન્નુનો,
મુક્ત તરંગોને ક્યાં છે બંધન વહેમનું,
જયારે મળે તરંગ હાસ્યનું મારી પન્નુનું...
મંઝિલ એક મારી પન્નુ
એક નિશાન એક દિશા ને એક આશા,
બસ મંઝિલ છે એક મારી પન્નુના રહસ્યનું,
ઉત્તર કે દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ,
સઘળી દિશાઓમાં મંઝિલ છે એક,
કેમ કરીને એ મંઝિલ ને પહોંચવાનો રસ્તો,
મારી પન્નુના સથવારાનો,
બંને આંખ મળીને થયું છે પ્રેમનું ગઠબંધન,
પહોંચવાનો રસ્તો છે પન્નુ તણી મંઝિલનો,
વિચારોના મહેલમાં રાણી બનીને બેઠી,
"પ્રણવની કલમ" નો સ્તંભ બનીને ઉભી એતો,
કંઈક મંઝીલને પહોંચવાને આતુર બનીને,
"પ્રણવની કલમ" અટકશે ત્યારે બસ,
મંઝિલ એક મારી પન્નુ...
સમજણનું સૂત્ર મારી પન્નુ
વગર કર્યે જે સમજે તે સુત્ર,
અણધાર્યું કામ કરી જાય તે સુત્ર,
બંધનને હળવાશથી લેય તે સુત્ર,
તમાશાને હાસ્ય બનાવે તે સુત્ર,
સુત્ર ને નથી હોતું ગોત્ર,
સમજણથી રચાય છે સુત્ર,
સુત્ર ને સાકાર કરતી મારી પન્નુ,
સમજણના સરવાળાનું સુત્ર મારી પન્નુ,
ગુણોના ગુણાકારનું સુત્ર મારી પન્નુ,
ભૂલની બાદબાકીનું સુત્ર મારી પન્નુ,
"પ્રણવની કલમે" સમજણને,
ભાગાકાર કરતુ સુત્ર મારી પન્નુ...
સ્વરની સુરત મારી પન્નુ
મીઠી મીઠી સવારની પ્રભાત બની મારી પન્નુ,
ગુલાબી ગગનમાં વિહાર કરતુ પંખી બની મારી પન્નુ,
મનમાં ગણગણતી કંઈક ગાતી સ્વર બની મારી પન્નુ,
શીતળ હવાની લહેરમાં મોઝું બની મારી પન્નુ,
શાંત સ્વરમાં વૃક્ષઓની છાયા બની મારી પન્નુ,
અંતરમાં પુલકિત થઇ ઉઠી,
"પ્રણવની કલમની" તાલે ગાતી,
સ્વરની સુરત મારી પન્નુ ...
પ્રણવ નો સુર બની પન્નુ
દિવસ ઢળતા સંધ્યાનો નૂર બની,
એક જ તાલમાં પન્નુ મારો સુર બની,
સાત સૂરોમાં સ્વરની સુરત બની,
રસ્તો ચીંધી ગીતનો મારગ બની,
એક સુરમાં પન્નુ મારો સથવારો બની,
મીઠા સ્વરથી મનની મુસ્કાન બની,
સાત સૂરોના સરનામે હાસ્યનું સુકાન બની,
આઠમા સુરને ઉમેરીને "પ્રણવની કલમે",
પ્રણવનો સુર બની પન્નુ ...
ફૂલોની સુગંધ મારી પન્નુ
રૂપની રંગોળી કરીને,
આવી પતંગિયું બનીને પન્નુ મારી,
ભાતભાતના રંગો પૂરીને,
આવી ફૂલોની સુગંધ બનીને પન્નુ મારી,
મનપસંદ તારાને ચૂંટીને,
આવી ગગનમાં રંગો ભરીને પન્નુ મારી,
બાગમાં ખીલેલા ફૂલો વચ્ચે,
ગુલાબની ફોરમ બની છે પન્નુ મારી,
બધી સુગંધોમાં એક્કો,
"પ્રણવની કલમ" થી ખીલ્યા ફૂલો,
તે ફૂલોની સુગંધ મારી પન્નુ ...
પહેલો વરસાદ મારી પન્નુ
ગગનમાં ચમકતી વીજળીનો ચમકાર,
ઘેરાયેલા વાદળો વચ્ચેની સવાર,
સૂર્યના સંતાવાની એ પ્રભાત,
કાળા ડિબાંગ વાદળનો ઘુઘવાટ,
પ્રેમના બૂંદનો પહેલો વરસાદ,
મિલનના સમયનો પહેલો વરસાદ મારી પન્નુ,
હાસ્યની ધારે વરસતો મલકતો,
ધરતીની લીલીછમ ચાદરનો,
"પ્રણવની કલમ" એ વરસ્યો આ,
પહેલો વરસાદ મારી પન્નુ ...
હસતું કમળ મારી પન્નુ
મુખડું મલકાતું જાય ને મન હરખાતું જાય,
સુગંધ બની મહેકતું જાય,
પરિસ્થિતિને પહોંચીને ખીલતું જાય,
"પ્રણવનું" હસતું કમળ મારી પન્નુ,
કોમળ ઋતુમાં પ્રાંગણ પોષતું જાય,
મનગમતા રંગ મૂકતું જાય,
એ સરોવરની વચ્ચે ખીલતું,
હસતું કમળ મારી પન્નુ,
લીલાછમ પાન પ્રસારીને એતો,
પોતાની સુગંધ મૂકતું જાય,
લક્ષ્મીજીના હાથમાં છે,
હસતું કમળ મારી પન્નુ ...
કિટ્ટા થઇ મારી પન્નુ
હસતી રમતી વાતો કરતી,
ક્યારેક ક્યારેક મજાક કરતી,
કિટ્ટા થઇ મારી પન્નુ,
આંખમાં પ્રેમ ચારેકોર,
મોં બગાડીને પણ હાસ્ય રેલાવતી,
કિટ્ટા થઇ મારી પન્નુ,
હૃદયમાં છલકે છે લાગણી,
હાથ છે કમળની પાંખડી,
ખુશ મિજાજમાં આજ એતો,
કિટ્ટા થઇ મારી પન્નુ,
કિટ્ટા થઈને વળી પાછી વાટ જોતી,
"પ્રણવની કલમે" બુચ્ચા થઈને,
કિટ્ટા થઇ મારી પન્નુ ...
બસને આવું કરવાનું ને.. પન્નુ
ક્યારેક તો વળી મજાકમાં,
દેવાય જાય કાંઈક શિખામણ,
મનમાં ને મનમાં વળી,
લખી દેતી એતો વોટ્સએપમાં,
બસને આવું કરવાનું ને ..
અંતરમાં આનંદ છે ને,
મસ્તીમાં મિજાજ છે,
પ્રેમનો સેતુ બંધાયો છે,
પ્રેમતણી લાગણીથી મુખમાંથી સરતું,
બસને આવું કરવાનું ને ..
વોટ્સએપ પણ આજે,
છે કાંઈક મસ્તીના મૂડમાં,
"પ્રણવની કલમે" રિપ્લાય ન આપતા,
બસને આવું કરવાનું ને ..પન્નુ ...
ઓયે ... પન્નુ
ઓયે.. કરીને વાગે ભણકારા,
છે કોઈ મીઠો સાદ પાડી ભીંજવતી,
ઝાંઝરનો અવાજ રણકતો,
થનગન કરતી મોરની જેમ,
આવી કહે "ઓયે...",
ના દે પડકાર તો થાકતી નહીં,
ઈમોશનની વળી શાન બની,
"ઓયે... " કરતી આવી શાને,
"પ્રણવની કલમ" નો પડઘો પડયો,
"તા થૈ .. તા થૈ .. " કરતી "ઓયે ... પન્નુ" ...
શરમ ની પૂંછડી મારી પન્નુ
બે હાથ વચ્ચે સુંદર મુખડું,
ઢાંકતી પન્નુ મારી શરમનું પૂછડું,
વાત વાતમાં ખબર પૂછતી,
ને વળી વાત વાતમાં શરમાતી,
પન્નુ મારી શરમની પૂંછડી,
મસ્તી મસ્તીમાં ક્યારેક પૂછી લેતી,
પૂછીને પાછું નીચે જોતી,
પન્નુ મારી શરમની પૂંછડી,
બોલાવીએ ત્યારે સાદ આપતી,
કીધું હોય એટલું જ કરતી,
પન્નુ મારી ડાહ્યી ડાહ્યી,
"પ્રણવની કલમે" બની,
શરમની પૂંછડી મારી પન્નુ ...
મદદ નું મૂલ્ય મારી પન્નુ
અહંનો શૂન્ય મૂકીને,
મનને મનમાં મનાવતી,
એકડો છે શૂન્ય સાથેનો,
મૂલ્ય વધ્યું છે પન્નુ તારા એકડાનું,
મહાવરો મૂલ્યનો પાક્કો છે,
મદદ માટે એ સદા તૈયાર છે,
મીઠાશથી વાણી ઉચ્ચારી,
મૂલ્યમાં પણ સુગંધ ઉમેરી,
મદદનું સુકાન બની પન્નુ,
"પ્રણવની કલમ" નું મૂલ્ય જાણી,
આજ મદદનું મૂલ્ય બની પન્નુ મારી ...
ઉગતો સૂર્ય મારી પન્નુ
રાતને સુવાડીને પ્રકાશ પાથરતો,
ઉજાસના અંગો પ્રસરતો,
નવીન નવીન ભાતમાં,
પહાડોની પાછળનો ઉગતો સૂર્ય મારી પન્નુ..
સુર્યમુખીને અનુસરતો,
તેજનો અંબાર ફેલાવી,
ફૂલોની અમીદ્રષ્ટિને જાણતો,
"પ્રણવની કલમ" નો ઉગતો સૂર્ય મારી પન્નુ ...
વોટ્સએપમાં ફૂલડાં વેરતી પન્નુ
વાત વાતમાં ફૂલડાં વેરતી,
ક્યારેક જમવાની વચ્ચે,
ક્યારેક ચોકલેટ વચ્ચે,
ક્યારેક હાસ્ય વચ્ચે,
ક્યારેક લાગણી વચ્ચે,
ક્યારેક નારાજ થઈને પણ,
ફૂલડાં તો વેરતી જ,
કોઈવાર બે, કોઈવાર ત્રણ,
તો ઘણીવાર ફૂલડાં ફૂલડાં કરી મૂકતી,
"પ્રણવની કલમ" પકડીને વોટ્સએપમાં ફૂલડાં વેરતી પન્નુ મારી ...
ગગનમાં ચમકતો તારલો મારી પન્નુ
ઝળહળતો, ટમટમતો આભે જડેલ તારલો,
સ્વપ્નમાં ચમકતો એ તારલો મારી પન્નુ,
સમી સાંજથી આગમન કરતો,
દિલરુપી ગગનમાં ચમકતો,
હૈયાના અજવાળાને ઉજાસ કરતો,
આભમાં લટકતો ચમકતો તારલો મારી પન્નુ,
"પ્રણવની કલમ" પર જડેલ એ ઝળહળતો,
ગગનમાં ચમકતો તારલો મારી પન્નુ ...
પન્નુ મારી હાસ્ય ની ટીચર
ટીચરને પાછું હાસ્ય બહુ,
છોકરાવને વળી મજા બહુ,
દિવસ જાય બળજોરમાં બહુ,
અંગને દિવસ રાત બહુ,
મસ્તીમાં પાછી વાત બહુ,
નીકળીને ક્યાંય જાય નહિ શુ કહું,
હાસ્યનો દરિયો ને કાંઠે સહુ,
"પ્રણવની કલમે" હાસ્યના પાઠ શીખતી,
પન્નુ મારી હાસ્યની ટીચર ...
અનુકૂળ થવાનો માર્ગ મારી પન્નુ
પ્રતિકૂળતા પામવાનો,
સૌના દિલ જીતવાનો,
બંધનોની પાળ તોડવાનો,
ગુણોનો ભંડાર ભરવાનો,
સાચી શિખામણ આપવાનો,
બની લાગણીથી ભીંજવવાનો,
"પ્રણવની કલમ" ની સમ્યતાએ,
અનુકૂળ થવાનો માર્ગ મારી પન્નુ ...
કાય નય વળી ... પન્નુ
આપો અણગમતો જવાબ,
તો કાય નય વળી ..
બનો મસ્તીનો મહાસાગર,
તો કાય નય વળી ..
માંડો એકડો હાસ્યનો,
તો કાય નય વળી ..
ઉતાવળે મુકો દોટ,
તો કાય નય વળી ..
"પ્રણવની કલમ" માં બસ એક અવાજ,
કાય નય વળી .. પન્નુ ...
એવું કરવાનું વળી... પન્નુ
કિટ્ટા થાવ કે બુચ્ચા થાવ,
વાત વાતમાં ગમતા થાવ,
કહો "બાય" કે કહો "ટાટા",
પન્નુને આવે પ્રેમના આટા,
હોય નહિ અહીં હાસ્યના ફાટા,
વધાવો પ્રેમ તો ઘાટા ઘાટા,
મન હોય નહિ અહીં ખોટા,
કરવો મસ્તી તો "ટાટા ટાટા",
"પ્રણવની કલમ" ને પન્નુ,
એવું કરવાનું વળી .. પન્નુ ...
મન મસ્ત મગન મારી પન્નુ
અંતરમાં ના હોય અગન,
કેમ કે પન્નુ મારી મસ્ત મગન,
રુમઝુમ કરતી એક તન,
દીઠેલ આભ ને ક્યાં ગગન,
એક રટ ને બસ એક મન,
જોયા કરું બસ તારા નયન,
વાયો છે તારા પ્રેમનો પવન,
"પ્રણવની કલમ" ને લાગ્યો છે,
પન્નુની પ્રેમનો પવન,
પવન માં અલમસ્ત છે,
મસ્ત મગન મારી પન્નુ ...
પન્નુ મારી મસ્તી નો મહાસાગર
હસ્તી નથી એ કાઈ,
મહાસાગર છે મસ્તીનો,
હાસ્ય પણ નથી કુસ્તીનો,
પન્નુ મારી મસ્તીનો મહાસાગર,
વા વાય વરસાદ થાય,
પન્નુના હાસ્યનો મેઘ અનરાધાર થાય,
"પ્રણવની કલમે" મહાસાગરને તરવા કાંઈ,
આજ બની પન્નુ મારી મસ્તીનો મહાસાગર ...
છકડાની સફર કરતી પન્નુ
ઉભા ઉભા તો બેસીને,
હલેસા ભલેને આવે ઘસીને,
સમય થી સમય ને સાચવવા,
ઉતાવળે પહોંચે છકડામાં બેસીને,
દોડાવે છકડો ફાસ્ટ ગતિને,
પન્નુ મારી પહોચે ટેવ નથી ને,
છકડો પણ બન્યો છે આતુર,
પન્નુ - પ્રણવ નો પ્રેમ એક રટને,
"પ્રણવની કલમ" ચલાવે આજ છકડો,
સફર કરીશ આજ પન્નુ સાથ મળીને ...
નાનપણમાં રાચતી મારી પન્નુ
હજી પણ યાદ છે શુ ?
બાળપણના કિલ્લોલનો પન્નુ ?
હેત ના ભુલાય ને ક્યાંથી સહાય ?
મનગમતું બાળપણનું સ્વપ્ન રચાય,
વિધ વિધ ભાતના રંગો પુરાય,
જયારે નાનપણનું મસ્ત ચિત્ર દોરાય,
ચિત્રમાં સ્વપ્નતણા રંગો પૂરતી,
પન્નુ મારી આજે નાનપણમાં રાચતી,
"પ્રણવની કલમ" નું નાનપણ છે અનોખું,
રાચતો હોય તેમાં મન તો ક્યાં છે નોખું ...
પન્નુ મારી પ્રેમનો પુલ
બે કિનારાને જોડતો,
રચાયો છે પ્રેમનો પુલ,
ક્ષણિક નથી જીવનભરનો છે,
PP ના નામ તણો સહકારનો પુલ,
દિલના સ્તંભને જોડતો,
અવનવા આકાર પામતો,
સ્નેહરૂપી સંબંધનો,
રચાયો છે પ્રેમનો પુલ,
"પ્રણવની કલમે" ચાલ એ પુલ પર,
પન્નુ આજ છે આપણો પ્રેમનો પુલ ...
વેગ આપજે પન્નુ…
તારા નામ ને હોઠ પર લાવું,
કલમને પગ વળી ક્યાં લાવું,
રોકાયો છું તારી યાદોમાં પન્નુ..,
ગગનમાંથી તારા ચૂંટી લાવું,
તારા સાથનો હું ચાંદ લઇ આવું,
"પ્રણવની કલમ" ને વેગ આપજે,
તો નિકટ તારી સામે લઇ આવું..
પન્નુ ની રીતે…
ના મારી રીતે ના કોઈની રીતે,
બસ પન્નુ એક તારી રીતે,
પરિસ્થિતિ હોય સામનો કરવવાની,
કે હોય ગળે મળવાની,
બસ .. પન્નુ એક તારી રીતે ..
હોય દૂર તોય પાસ જ છું,
ભીતરમાં તો સદા વાસ જ છું,
એક લગન ને એક રટણથી,
રહેવું છે "પ્રણવની કલમ" ને,
બસ પન્નુની રીતે ...
પન્નુ કેય કયો ને વળી…
હોય નહિ કાંઈ કહેવાનું,
પણ મારી પન્નુ કેય કયો ને વળી ..
વાતો ભરી રેસમાં રમાડીને,
અંતે દિલને જીતીને વળી પાછી,
પન્નુ કેય કયો ને વળી ..
એક એક શબ્દને ઝીલીને,
શબ્દોનું પાછું વિશ્લેષણ કરતી,
પન્નુ કેય કયો ને વળી ..
"પ્રણવની કલમે" ચાલ કહું વાત રહસ્યની,
મારી પન્નુ કહે "કયો ને વળી .."
દિલની તસ્વીર મારી પન્નુ
પ્રેમની ફ્રેમમાં જડી છે,
દિલની તસ્વીર મારી પન્નુ,
જીવનની દીવાલ પાર શોભે એ,
પન્નુના હાસ્યની તસ્વીર,
એકીટશે જોતા એમ લાગે,
ચાહત બની રોમ રોમની,
જડ્યા છે હીરા એમાં ઇશકના,
મહોબતને પહોંચવા થનગની,
"પ્રણવની કલમ" ની તસ્વીરમાં,
પન્નુ સાથે સમાણી એવી,
દિલની તસ્વીર મારી પન્નુ ...
સૌંદર્યનું સુકાન મારી પન્નુ
રૂપ રૂપનું મકાન,
છે સૌંદર્યનું સુકાન મારી પન્નુ,
પ્રકૃતિના ચરિત્રો પણ,
ગાય છે પન્નુના ગુણગાન,
વૃક્ષ વેલીઓ પણ ખીલી ઉઠી,
પન્નુ તારી સૌંદર્ય ની સરવાણીથી,
રંગબેરંગી પતંગિયાઓ અહીં તહીં,
પંખીઓ પણ નાચે છે,
"પ્રણવની કલમ" ને આપ્યું છે સૌંદર્ય,
એનું સુકાન મારી પન્નુ ...
મારી પન્નુ મારી જાન
મારી આન, બાન ને શાન,
મારી પન્નુ, મારી જાન,
હોય નહિ ભલે મને ભાન,
પણ તું જ છો મારી જાન,
એકડો ઘૂંટતા આવ્યું માન,
પણ નથી કોઈ મને આભિમાન,
પ્રેમની વૃક્ષ વેલીનું તુજ છે પાન,
મને છે સફરનું એ ભાન,
"પ્રણવની કલમ" ની તુજ છો શાન,
મારી પન્નુ મારી જાન ...
ગામડાને ગમતી મારી પન્નુ
આજ તો ગામડાને આવ્યો હોશ,
પગલાં પડયા ને મોજે મોજ,
રસ્તા, ગલી ને ખોરડાં બન્યા છે આજ,
પન્નુ તારા આગમનને વધાવવાને કાજ,SS
માર્ગ પણ મોકળો બન્યો છે ગામડાનો,
પન્નુ તારા પગલાંને પામવાનો,
રચાય છે "પ્રણવની કલમ" ગામડામાં,
કલમને પણ ગમતું ગામડું,
આજ ગામડાને ગમતી મારી પન્નુ ...
આનંદ ઓસરતી પન્નુ
ગેલમાં ને ગેલમાં નાચી ઉઠતી,
મન મંદિરમાં શણગાર સજતી,
વિચારોની પણ વાવણી કરતી,
ઉત્સાહમાં ઉમંગ ભરતી,
ઋતુઓમાં નવા રંગ ભરતી,
હાસ્યનીતો ગંગા વહેતી,
શું કહું ? એ કેવું હસતી,
યાદોની એ સાંકળ રચતી,
"પ્રણવની કલમ" થી શ્વાસ ભરતી,
સદા આનંદમાં ઓસરતી પન્નુ ...
સુખની સુવાણ મારી પન્નુ
સુવાણ છે મસ્ત મજાની આજની,
કેમ કે છે એ પન્નુના સાથની,
દિલ છે સાવ ચોખ્ખું પ્રણવના પાસની,
એવી સુવાણ થઇ છે આજ આશની,
અંધાર થી પ્રકાશ તરફ ગતિ કરવાની,
સુખ સુખના ઘડા છલકે એવા પ્યાસની,
આનંદના ઓઘ વળ્યાં છે આજ,
કે મને ક્યારે આવીશ રખવાળી કરવાની,
"પ્રણવની કલમ" ને લાગ્યો ડંખ સુખનો,
આજની સુવાણ લાગી અલગ અંદાજમાં,
સાથ છે પન્નુ તારી સુવાણ એવી સુખની ...
કિટ્ટા થઈને હસતી પન્નુ
વાત વાતમાં કરતી ગમતું,
વળી કિટ્ટા થઈને હસતી પન્નુ,
આવ મેદાનમાં આજ હાસ્યના,
વૃક્ષ વાવીશ આજ તારા નામનું,
પડછયો બની આપજે પ્રેમ,
તો હાસ્ય લખીશ તારા નામનું,
કિટ્ટા કિટ્ટા તો રમત છે,
બાકી કોણ પૂછે તારા વહાલનું,
"પ્રણવની કલમ" ને કિટ્ટા ના હોય,
બસ પ્રેમ જ છે તેના રહસ્યનું,
કલમને પણ આજ ગમતું તું,
કિટ્ટા થઈને હસતી પન્નુ ...
પન્નુ ને પાછી ગીદી-ગીદી બઉ થાય
અચાનક ઉભરામણ થાય ને વળી,
પન્નુ ને પછી ગીદી ગીદી બઉ થાય,
ખડખડાટ હાસ્યનું એક જ સોપાન,
કરો ગીદી ગીદી તો થાય તોફાન,
વા વાય કે વાદળ બંધાય,
પન્નુ તારી ગીદી ગીદી નો ભુલાય,
ટેન્શન માંથી એટેન્શન લાવવાનો,
પન્નુ તને ગીદી ગીદી કરી હસાવવાનો,
"પ્રણવની કલમ" ને પણ ગીદી ગીદી,
થાય છે આજ બઉ પણ,
પન્નુ ને પાછી ગીદી ગીદી બઉ થાય ...
પન્નુ મારી હાસ્ય નું હાલરડુ
હાલા .. હાલા .. હસતી સુવાડુ,
કાંઈક બોલી તો મસ્તી સુઝાડુ,
મનગમતા રંગો ઉડાડું,
ગાવ મજાનું હાસ્યનું હાલરડું,
મનમાં પણ હાસ્યનું હાલરડું,
સંભળાય ચારેકોર કેમ ઉઠાડું,
આનંદ કિલ્લોલમાં સ્મૃતિ કરાવું,
પન્નુ કેમ કરીને તને હસાવું,
"પ્રણવની કલમે" હાલરડું સંભળાવું,
હાસ્ય બની તને સુવડાવું,
આજ પન્નુ મારી હાસ્યનું હાલરડું ...
મનગમતો મેળાપ મારી પન્નુ
અણગમતાને પણ પચાવતો,
મેળાપ આજ મને નચાવતો,
દરિયાને પણ મોઝા વળ્યાં છે,
કિલ્લોલ કરતા કેમ હસાવતો,
મિલન છે આજ સુગંધ કુદરતી,
પન્નુ આવ પાસ કેમ કરતી,
આજ સમી સાંજ પણ છે અલગ,
મનમંદિરમાં નહિ આજ ખડગ,
"પ્રણવની કલમ" નો મેળાપ છે સાથનો,
પન્નુ તારા મનગમતા મેળાપનો ...
સથવારાનો સંગમ છે મારી પન્નુ
આજ મેં દીઠો ઉમંગ છે,
સથવારાનો આજ સંગમ છે,
દિલના દરવાજા ખોલતા,
સથવારાનો સુગમ મેળાપ છે,
બંધનમાંથી નીકળવાનો આજ,
સ્વતંત્રતાનો એ જંગ છે,
સથવારાની સરળતાનો,
પન્નુ તારે મારે સંબંધ છે,
"પ્રણવની કલમ" નો સથવારો બનજે,
સંગમ આજ પન્નુ ટેરો અકબંધ છે ...
મનગમતી પન્નુ મારી
ગમતી, ગમતી મને ખુબ ગમતી,
દિલને મનગમતી પન્નુ મારી,
કુદરતને પણ વચન આપતી,
કલમને પણ વેગ આપતી,
હાસ્યમાં સુગંધ ઉમેરતી,
હૈયા આંગણ રંગો પૂરતી,
ખુશીઓનું ઝરણું વહેતુ,
પન્નુ તારું મુખડું મહેકતું,
"પ્રણવની કલમ" ને પણ મનગમતું,
પન્નુ તારું હાસ્ય મનગમતું ...
લેસન આપતી પન્નુ મારી ટીચર
ફૂટપટ્ટી જોઈને બીક લાગતી,
પન્નુ મારી લેસન આપતી,
ટીચર બની ટેકો આપતી,
લેસનમાં વળી પ્રેમ આપતી,
લેસનમાં શબ્દો હાસ્યના આપતી,
ટીચર બનીને ટીક ટીક કરતી,
"પ્રણવની કલમ" ને વળી લેસન શાનું ?
પન્નુ આપે છે છાનુંમાનું,
શીખવાડવા કાંઈક આજ એ મને,
લેસન આપતી પન્નુ ... મારી ટીચર ...
અણધાર્યું નોતરું મારી પન્નુનું
નોતરું છે આ નથી સંપેતરું,
પન્નુ ને મળવું છે રૂબરૂ,
નોતરું છે આ આગમનનું,
દિલના દરવાજે વેલક્મનું,
સ્વપ્ન શું આવ્યું આજ પ્રેમનું,
જયારે મળ્યું નોતરું તારા આગમનનું,
આજ પ્રેમના તોરણ બાંધીને,
કરીશ સ્વાગત વધામણાંનું,
"પ્રણવની કલમ" ને નોતરું તારા સ્નેહનું,
અણધાર્યું આવશે નોતરું મારી પન્નુનું ...
રેસમાં રમતી મારી પન્નુ
ખેલમાં ખીલતી, આનંદ ઓસરતી,
મોકો શોધીને રેસમાં રમતી મારી પન્નુ,
પ્રેમની રેસમાં આગળ નીકળી,
દિલ જીતીને હસતી પન્નુ,
સ્નેહની રેસ ને સાથે મળી,
આવ જિતવીશુ સાથે પન્નુ,
આજ કાંઈક રેસ લાગી છે દિલમાં,
ઘોર અંધારું દૂર કરશુ પન્નુ,
"પ્રણવની કલમ" ને રેસ શું વળી ?
રમશું સાથ મળી .. આવ પન્નુ ...
વહાલનું ફૂલ છે મારી પન્નુ
ગુલાલનો રંગ છે આ ફૂલ,
વહાલનું પ્યારું છે આ ફૂલ,
મીઠડું બન્યું છે આ ફૂલ,
વહાલું વહાલું બન્યું છે આ ફૂલ,
પતંગિયા પણ રામે તેવું ફૂલ,
પન્નુ તું પંખી બની એવું ફૂલ,
રંગો ભરવા છે આજ ફૂલમાં,
આવ આજ તારા ઉમંગમાં,
"પ્રણવની કલમ" નું ફૂલ છે પન્નુ,
એવું વહાલનું ફૂલ છે મારી પન્નુ ...
ઉડતો ગુલાલ મારી પન્નુ
રંગ છે લાલ ઉડતો ગુલાલ,
થાશે અપાર મારી પન્નુ,
આનંદ અપાર, હૈયે અનરાધાર,
દિવસ ને રાત વરસે ચોધાર,
વીજળીનો ચમકાર, થાય ઉજાસ,
મળે ગુલાલ ને અંતર ઉજાસ,
મળીને રમશું રંગભર હોળી,
ગુલાલને પણ ક્યાં છે વાંધો વળી,
"પ્રણવની કલમ" નો ગુલાલ લાગ્યો છે,
ઉડતા ગુલાલને સંગ મારી પન્નુ ...
હાસ્યમાં લોથ પોથ થઇ મારી પન્નુ
કેમેરામાં તું થઇ કેદ શું કહું ?
પન્નુ મારી હાસ્યનું પાનું,
વગર કામનું હાસ્ય નથી આ,
મુખ પાછળનું રહસ્ય છે આ ,
આમ તો થાય લોથ પોથ ઘણા,
પન્નુ એ વાવ્યા આજ હાસ્યના દાણા,
ખેતરનો મોલ પણ ઝૂમી ઉઠ્યો છે,
પન્નુ તારા હાસ્યનો એવો ચટકો છે,
"પ્રણવની કલમ" ને પણ હાસ્યમાં લોથ પોથ કરી,
હાસ્યના થાક વગર જ,
હાસ્યમાં લોથ પોથ થઇ મારી પન્નુ ...
અનુસરણની અનુભૂતિ મારી પન્નુ
દીધેલ કામ પુરા કરતી,
વાતો કરી મન ભરતી,
અનુસરવાના પગથિયાં પર,
સરળતાના સ્ટેપ ભરતી,
કહ્યાગરું એ કામ કરતી,
મનમાં પાછું કાઈ ના લાવતી,
આમ જોતા અનુભૂતિ કંઈક અલગ હતી,
પન્નુ આજ અનુસરણ કરવાની કળા હતી,
"પ્રણવની કલમ" ને અનુસરણ કરવા,
અનુભૂતિ બની છે પન્નુ મારી ...
આવ -જા કરતી પન્નુ મારી
કામ કરવા ઉત્સાહી છે,
કરી છૂટવા કંઈક સક્ષમ છે,
સ્થળ હોય તો મેળ છે,
બાકી આવ જા નો શું મેળ છે,
કહ્યા ભેગી હા ! ભણતી,
પન્નુ મારુ કહ્યું કરતી,
"પ્રણવની કલમ" ને પણ સાથે લઇ જતી,
પન્નુ મારી આવ જા કરતી ...
ફૂટપટ્ટીના ફડાકા મારતી પન્નુ મારી
લેસન વગર ચાલ્યા અમે,
ખાધા કાંઈક ફૂટપટ્ટીના ફડાકા અમે,
હસીને વળી ચખાડે પાક મેથીનો,
આમને આવે છે એનો પસીનો,
વાલી પણ ફડાકાના વારસદાર,
પન્નુ મારી નથી માટે જવાબદાર,
ભણતા ભણતા નખરા કર્યા તો,
ખાધા આજ ફૂટપટ્ટીના ફડાકા તો,
"પ્રણવની કલમ" ને ના માર ફડાકા,
આપીશ ફૂટપટ્ટી પ્રેમના થશે કડાકા ...
પડદા પાછળનું હાસ્ય મારી પન્નુ
દિવા પાછળનું રહસ્ય અંધારું,
પન્નુ તને હું રોજ સંભારું,
ના ઢાંક હાસ્યને તું આજ,
પડદો પડશે તો થશે અવાજ,
પત્ર લખીશ તારા નામનો,
મોકલીશ સરનામે તારા હાસ્યનો,
આજ મળશે હાસ્ય તારા પત્રમાં,
શોધીશ એને તારા શબ્દોમાં,
"પ્રણવની કલમ" નો પડદો ખુલશે,
ને પડદાં પાછળનું હાસ્ય મારી પન્નુ ...
જોઈને મને રેલમછેલ બની પન્નુ
કાં આમ તેમ દોડી પન્નુ ?,
જોઈને મને રેલમ છેલ બની પન્નુ,
આભમાં પણ વરસાદ બન્યો ઘેઘુર,
વરસવા કાંઈક પન્નુ તું આતુર,
આનંદનો અવસર આંગણ આવ્યો,
નામ તારું બસ એક સાથે લાવ્યો,
એક આવાજમાં તુજ સમાણી,
પન્નુ મારી આજ ઓળખાણી,
"પ્રણવની કલમ" ને નીરખતા આતુર બની,
જોઈને મને રેલમ છેલ બની પન્નુ ...
વોટસએપમાં ટ્રીટમેન્ટ આપતી પન્નુ
દવા લીધી ?, ધ્યાન રાખજો,
કેમ છે હવે ?, તબિયત તમારી ,
હરપળનો એ સાથ આપતી,
પન્નુ મારી ટ્રીટમેન્ટ આપતી,
ક્યારેક વળી ના કહો તો,
ચિંતા ને પણ સાચવી રાખતી,
આજ કાલની અનુભૂતિ કરતી,
પન્નુ મારી ટ્રીટમેન્ટ કરતી,
"પ્રણવની કલમ" નું વોટ્સએપ છે ચાલુ,
વોટ્સએપમાં જ ટ્રીટમેન્ટ આપતી પન્નુ ...
પન્નુ બની આજ ડૉક્ટર
નથી ચલાવતી એ ટ્રેક્ટર,
બનવું છે એને કલેક્ટર,
પણ હંમેશ મારી માટે,
પન્નુ બની આજ ડૉક્ટર,
સાર સંભાળ લેતી જાણે,
લાગ્યું મને ડૉક્ટર જાણે,
એક સૂત્રમાં બંધાયને,
મન સરખા સંધાયને,
પન્નુનો ઈલાજ છે અનોખો,
પ્રેમ છે નઈ તારો મારો નોખો,
"પ્રણવની કલમ" ના ઈલાજ માટે,
પન્નુ બની આજ ડૉક્ટર ...
ટેઈક કેર કરતી પન્નુ મારી
એવરી ટાઈમ, એવરી મોમેન્ટ,
ટેઈક કેર કરતી પન્નુ મારી,
શરૂઆતનો શબ્દ હોય કે,
અંતનો વિરામ હોય કે,
વોટ્સએપ માં બસ ટેઈક કેર કરતી,
પન્નુ મારી ધ્યાનમાં પણ ધ્યાન દેતી,
જમ્યુ કે નય ? શું કરો છો ?
પહોંચ્યા ? ક્યાં છો અત્યારે ?
સુવાનું છે કે નય હવે ?
આવું કરવાનું ને વળી ?
તમારી પન્નુને ..
શબ્દોમાં છે ટેઈક કેર નું કેસર,
પન્નુ મારી અગ્રેસર,
"પ્રણવની કલમ" ને સંભાળી રાખવા,
ટેઈક કેર કરતી પન્નુ મારી ...
સરળતાનો સંમ્બંધ મારી પન્નુ
સરળતાને સોબતની શું જરૂર ?
પ્રેમને વળી બોલવાની શું જરૂર ?
આમ તો સંબંધ હોય છે સરળતા,
પન્નુ મારી હોય પછી કેમ રહેતા,
શુદ્ધ પ્રેમની એ સરવાણી છે,
પન્નુ મારી સરળતાની વાણી છે,
આજ તો કાઈ દે મનની વાત,
આપીશ જવાબ એક વૃતાંત,
"પ્રણવની કલમે" સરળતાને સાચવવા,
સરળતાનો સંબંધ છે પન્નુનો ...
કલમની રખવાળી કરતી પન્નુ મારી
ઇમોશનના ઇશારેથી,
કલમને કાંઈક કહેતી,
હોઠ પર શબ્દો ના લાવતી,
મનમાં હોય તે મેસેજ કરતી,
આપેલ કલમને વિચાર કરતી,
પન્નુ કલમની રખવાળી કરતી,
આજ બન્યો છે દિવસ કલમનો,
પન્નુ તારા નામની એ કલમનો,
રખવાળી કરજે સાચવીને,
કલમ પણ જીવંત છે જાળવીને,
"પ્રણવની કલમ" ને આપ્યો છે પ્રાણ,
રખવાળી કરવા પન્નુ છે તૈયાર ...
મોજમાં મલકાતી પન્નુ મારી
ખોજમાં નીકળી આજ,
મોજમાં છે પન્નુ આજ,
મલકાતું મુખડું હાસ્યનું,
હવે પછી થાશે કેમનું ?
આનંદના આંગણે મેઘ વરસ્યો,
મલકાતાં મલકાતાં કેમ રહ્યો,
આવ મોજને પણ માણીશુ,
મલકાતાં ચહેરા રાખીશું,
"પ્રણવની કલમ" ને મોજ શાની,
મોજ હોય મલકાતી પન્નુ મારી ...
સ્વાદની રસધાર મારી પન્નુ
ચાંદને પણ જોઈએ શીતળતા,
સ્વાદને પન્નુને મેળાપ ત્યાં,
રસ આવ્યો છે કાંઈક સ્વાદમાં,
પન્નુએ બનાવ્યું ભોજન આનંદમાં,
પ્રેમ તારો છે રસભર્યો,
કેમ કરીને આજ ઉભર્યો,
સ્વાદનો પણ છે ચટાકો,
પન્નુ તારા સ્નેહનો આંટો,
"પ્રણવની કલમ" નો સ્વાદ ચાખજે,
રસધાર એ સ્વાદની મારી પન્નુ ... +
બધી વાતમાં એક્કો મારી પન્નુનો
ચોક્કો હોય ને છક્કો પણ હોય,
એક્કો તો બાપુ એક જ હોય,
વાત હોય ગમે તે વિચારથી,
બધી વાતમાં સોનાથી પીગાળતી,
વાત વાતનું વિશ્લેષણ કરતી,
પન્નુ મારી એક્કો રમતી,
સુંદર શું મુખડું છે પન્નુનું,
એક્કો બની છું તું ક્યારનું,
"પ્રણવની કલમ" ને વાત બહુ,
બધી વાતોમાં એક્કો મારી પન્નુ ...
સૌને ગમતી પન્નુ મારી
માણસ, પ્રાણી કે પંખીઓ,
વચ્ચે મારી પન્નુ ગમતી ઓ..!,
આજ સુલભ છે ગમવાનું,
પન્નુ તારે એવું જ કરવાનું,
નાના બાળકો થી વૃધ્ધોને,
ગમતી ખુબ મારી પન્નુ,
રહસ્યનું ઋણ અદા કરવા,
પન્નુ બની સૌનું ગમતું કરવા,
"પ્રણવની કલમ" ને સૌથી વહાલી,
પન્નુ મારી ગમતી પ્યારી પ્યારી ...
પન્નુ છે બિન્દાસ્ત
હોય છે એને યાદદાસ્ત,
પન્નુ મારી છે બિન્દાસ્ત,
નંબર વન છે બધી વાતમાં,
પન્નુ સ્નેહ ભર્યું તારી આંખમાં,
સહન કરવાની કળા કરતી,
પન્નુ મારી બિન્દાસ્ત ફરતી,
ટેવ નથી કોઈ હેરાન કરવાની,
પન્નુ તને આજ ચાહવાની,
"પ્રણવની કલમ" ને રાખીને,
બિન્દાસ્ત બની પન્નુ મારી ...
નેત્રનું અમી મારી પન્નુ
ક્યાં છે એમાં કોઈ ખામી,
પન્નુ મારી નેત્રનું અમી,
છલકે અનરાધાર વરસાદ,
પન્નુ તારું અમી છે આજ યાદ,
નેત્રના ઇશારાથી સમજાવ મને,
જાણીશ વગર વાત આજ તને,
કાંઈક પ્રેમનું અમી છલકે છે,
નેત્ર તારા પ્રેમ કરવા મહેકે છે,
"પ્રણવની કલમ" નું અમી જોય ને,
અમી છલકે નેત્રમાં પન્નુ તારા ...
ફોલોવ કરતી પન્નુ મારી
શિખામણના સુર આપતો,
પન્નુ તને હું ફોલોવ રાખતો,
સલાહની સાંકળ રચતો,
પન્નુ તારો હું પ્રેમ બનતો,
કહ્યાની તું મંજુર થતી,
પન્નુ મને ફોલોવ કરતી,
વાત કરું ત્યાં હા ..! પાડતી,
સ્વભાવ મારો ફોલોવ કરતી,
"પ્રણવની કલમ" ની રાહે આજ,
ફોલોવ કરતી પન્નુ મારી ...
ઓયે બાપ્પા .. કરતી પન્નુ
ડરાવો કાંઈક મજાક કરવા,
પન્નુ જાય બા.. બા.. કરવા,
બતાવો કાંઈક અજબ ગજબ,
વોટ્સએપ માં બાપા જ ગજબ,
મેળાપ નહિ થાય એવા ડરનો,
પન્નુ હું કહું એમ કરતો,
"પ્રણવની કલમ" ને હોંકારો દેતી,
ઓયે બાપ્પા .. કરતી પન્નુ સાદ આપતી ...
વૃક્ષનો છાંયો મારી પન્નુ
આજ તારા પર છવાયો,
પન્નુ વૃક્ષને પણ છાંયો,
મળી તારો સંબંધ બંધાયો,
વૃક્ષ બની હું રઘવાયો,
પ્રેમનો તાંતણો બંધાયો,
વૃક્ષને પણ એ પોષાયો,
તારો પ્રેમ એ જ છાંયો,
મળે છે આપાર હું પાયો,
"પ્રણવની કલમ" ને છાંયો પ્યારો,
પન્નુ મારી વૃક્ષનો છાંયો પ્યારો ...
કદરની કહાણી મારી પન્નુ
હોય કહાણી કેમ છુપાણી,
પન્નુ મારી કદરની કહાણી,
વાત હોય મારી ચિંતાની,
પન્નુ મારી એમ કહાની,
આજ મળ્યો છે સાથ તારો,
કદરનો પકડ્યો છે હાથ મારો,
નાની સરખી વાતનું ધ્યાન રાખતી,
કદરને સાકાર કરતી,
"પ્રણવની કલમ" ને કદરથી,
કહાણી બની કદરની પન્નુ મારી આથી ...
સાડીમાં લાડી બની પન્નુ મારી
સુંદર મુખડા પર સજ્યા શણગાર,
સાડીમાં લાગે છે તું અલંકાર,
સજાવટ ધરી છે સુંદર સાડીમાં,
કેવી લાગે છે મસ્ત જાણે લાડીમાં,
દિવસ ઢળશે તો પણ સાડીમાં,
લાગીશ એકધારી તું જાણે લાડીમાં,
"પ્રણવની કલમ" ની લાડી બનજે,
સાડીમાં તું પન્નુ આજ લાડી બનજે ...
જાગરણનું રહસ્ય મારી પન્નુ
સુતાને પણ જગાડતું,
વહાલનું સ્મિત આપતું,
જાગરણમાં પણ હસાવતું,
પન્નુ તારું રહસ્ય છૂપાતું,
આજ જાગરણને પણ જાગવું છે,
પન્નુ તારા સાથને પામવું છે,
હોય નીંદરમાં તોય વાતો કરવી છે,
પન્નુ તારા રહસ્યમાં ભળવું છે,
"પ્રણવની કલમ" નું જાગરણ છે અનોખું,
રહસ્ય બની પન્નુ આજ નથી નોખું ...
વાટ જોઈને બેઠી મારી પન્નુ
ક્યારે આવશે ? ક્યાં હશે ?
ઓહો .. વાટ જોઈને બેઠી મારી પન્નુ,
સમયને કાઉન્ટ કરતી,
વાતવાતમાં યાદ કરતી,
નિસાસો ક્યારે ના નાખતી,
એતો મને પ્રેમથી કહેતી,
કરો મોડું તો બાય કરતી,
પન્નુ મારી વળી હાસ્ય કરતી,
"પ્રણવની કલમે" વાટ જોઈને,
બેઠી છે પન્નુ વાટ જોઈને ...
વિચારોના વમળમાં ગઈ પન્નુ
કમળમાં ગઈ એ તો વમળમાં ગઈ,
પન્નુ મારી વિચારોના વમળમાં ગઈ,
વિચારતા એ હાસ્યમાં ગઈ,
પન્નુ આજ સ્વપ્નમાં ગઈ,
પંખી બની આભને આંબવા ગઈ,
પન્નુ મારી પ્રણવને મળવા ગઈ,
વિચારોને આંબવા એ તો,
"પ્રણવની કલમ" ને લઇ ગઈ,
પન્નુ મારી વિચારોના વમળમાં ગઈ ...
મધ મીઠી વાણી મારી પન્નુની
સુમધુર ને શુ કહું વાણીનું,
પન્નુ તારી એ જ સરવાણીનું,
મીઠી મીઠી વાતો કરતી,
પન્નુ મારી મધ ઉમેરતી,
વાણીને પણ માન આપતી,
પન્નુ મારી મીઠું વહાલ આપતી,
એક જ વાતમાં શાંત કરતી,
પન્નુ મારી મધ ઝરતી,
"પ્રણવની કલમ" ને મીઠી વાણી સ્પર્શી,
પન્નુ તારી મધ મીઠી વાણી સ્પર્શી ...
એવો તારો સ્નેહ છે અમિત પન્નુ
આંખમાં છે અમી,
સ્નેહમાં છે અમિત,
પન્નુ તારા સથવારાનો,
પ્રણવ બન્યો છે પુલકિત,
તારા સ્નેહનો તાંતણો,
એમાં હું આજ સમાણો,
પ્રિય બની મારા નામની,
લખજે કહાણી તારા નામની,
સ્નેહને પડકારવા તું આજ,
મને મળી છો એ કાજ,
"પ્રણવની કલમ" નું અમી વરસાવ્યું,
પન્નુ તે જ સ્નેહનું અમિત વરસાવ્યું,
એવો ટેરો સ્નેહ છે અમિત પન્નુ ...
કાઉન્ટડાઉન થશે ક્યારે ચાલુ .. હે પન્નુ
બહુ થયું હવે સમયનું,
કાઉન્ટડાઉન થશે ક્યારે હે .. પન્નુ,
સમયના રાહ પર ચાલતા,
તારા પ્રેમના દિવસો યાદ આવતા,
સમયને પણ કહી દે આજ,
વહ્યો જાય તને મળવા કાજ,
એજ દિવસની રાહમાં,
મેં ચાલુ કર્યું છે કાઉન્ટડાઉન,
"પ્રણવની કલમે" આજ ચાલુ કર,
હે પન્નુ .. કાઉન્ટડાઉન થશે ક્યારે ચાલુ ...
મને યાદ રહેશે .. પન્નુ
સુખ રહેશે સદાય,
પન્નુ તારો સાથ રહેશે સદાય,
દિવસો વિતાવેલા પ્રેમના,
એક પળ ના ભુલાશે એમના,
એક એક પળને યાદ કરતા,
પન્નુ તારા સ્નેહ નીકળતા,
એ પળના સથવારાને સાચવવા,
"પ્રણવની કલમ" ને યાદો ની વણઝાર,
મને બધું યાદ રહેશે પન્નુ ...
ક્યારે આવીશ ... પન્નુ
હું રાહ જોઈને બેઠો છું,
ક્યારે આવીશ પન્નુ ..
દિવસો જાય આનંદમાં,
મળે પ્રેમ પરમાનંદમાં,
મળીશ મંઝિલ પર જયારે,
રાહ મારી પતશે ત્યારે,
ઉભો છું રાહ બનીને,
આવીશ ત્યારે હાશ .. કરીને,
"પ્રણવની કલમ" ને રાહ જોવડાવી,
ક્યારે આવીશ તું ... પન્નુ ...
ભણકારા વાગે ... પન્નુ
આજ તારા આવવાના,
સ્વપ્નમાં ભણકારા વાગે,
ચલચિત્રમાં સાચી લાગે,
પન્નુ મને કેમ આભસ લાગે,
આવીશ બનીને ભણકારા,
હું કરીશ મનમાં ઓમકારા,
સાદ આપજે યાદ કરતા,
મન મોકળું કરીશ શ્વાસ ભરતા,
"પ્રણવની કલમ" ને શું આજ થાય ભણકારા,
પન્નુ તારા આગમનના વાગે ભણકારા ...
મારો પ્રેમ ... મારી પન્નુ
જીવન મારુ તારી માટે પન્નુ,
મારો શુદ્ધ પ્રેમ બસ મારી પન્નુ,
આવ શાંત સ્નેહના વનમાં,
પ્રેમના એજ સાચા સોપાનમાં,
મળશુ એ મંઝિલ પર,
જ્યાં થશે મિલનનો અણસાર પણ,
એક મંઝિલ ને એક જ સાદ,
પન્નુ કરું તને યાદ ને યાદ,
"પ્રણવની કલમ" નો તુજ છો આધાર,
પ્રેમ તારો અનરાધાર,
મારો પ્રેમ ... મારી પન્નુ ...
૯૩'s અણનમ ... મારી પન્નુ
હતો એ દિવસ જન્મનો,
ધરતી માઁ ને મળ્યો પ્રેમનો,
વાતાવરણમાં સુગંધ ઉમેરી,
૯૩' ની સાલ ને એમાં ભરી,
પ્રણવ તો લખશે કવિતાઓ,
મળશે તારી અચળ લાગણીઓ,
અણનમ રહેજે જીવનના અંત સુધી,
બસ એજ આશ છે ત્યાં સુધી,
આજ તો બસ તને એજ કહેવું છે,
કવિતાઓમા તું રંગો ભરે છે,
"પ્રણવની કલમ" રહેશે અણનમ,
પન્નુ તારો સાથ છે અણનમ,
મારી પન્નુ ... ૯૩'s અણનમ ...