આજના સમયમાં મોબાઈલ એ દરેક વ્યક્તિ માટે જીવન જરૂરિયાત જેવી વસ્તુ બની ગઈ છે. જોવા જઈએ તો દુનિયાભરની માહિતી આંગળીના ટેરવે અને હથેળીમાં જોઈ શકાય છે અને મણિ શકાય છે. પરંતુ આ મોબાઈલ ડીવાઈસ કેટલી હદે ઘાતક છે અને કેટલી હદે ઉપયોગી છે તે આજે આપણે સૌ યુવા મિત્રો જાણીશું.
મોબાઈલ એડીક્સનના લક્ષણો :
* ૪ લક્ષણો જે મોબાઈલ એડીક્સન દર્શાવે છે
1. ૬૭% સ્માર્ટફોન યુઝર્સે માન્યું કે તેઓ રિંગ ન વાગી હોય, મેસેજ ન આવ્યા હોય અથવા કોઈ નોટિફિકેશન ન આવ્યા હોય તો પણ ફોન ચેક કરે છે.
2. જયારે પણ કોઈ ચિંતા હોય તો ફોનનો ઉપયોગ શરુ કરી દેવો.
3. નેટવર્ક ન હોય તો ગુસ્સો, ચિંતા, અકળામણ કે ખિજાઈ જવું.
4. સમય મળતા જ ફોન ચેક કરવા લાગવું. દર ૫ ૭ મિનિટમાં આવું કરો તો માની લો કે તમે એડિક્ટ થઇ ગયા છો.
[Ref. From : રેડિયોલોજિકલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા (સાયન્સ ડેઇલી)]
મોબાઈલ અડીકશનથી છૂટવાની ૪ રીતો આ પ્રમાણે વર્ણવી શકાય
[Ref. From : લેરી રોસેન, સાયકોલોજી પ્રોફેસર (કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સીટી), ધ ડિસ્ટ્રકટેડ માઈન્ડના લેખક મુજબ]
1. પુશ નોટિફિકેશન ઑફ કરી રાખો :
- વધુમાં વધુ એપના નોટિફિકેશન ઑફ કરીને રાખો
- તેનાથી ઓનલાઇન ઈન્ટરૅક્શન એંગેજમેન્ટ ૬૦% ઘટશે.
2. એક એલાર્મ ક્લોક જરૂર ખરીદો.
- મોબાઈલનો એલાર્મ ક્લોકની જેમ ઉપયોગ ન કરો. સાથે લઈને ઊંઘો.
- ૪૩% લોકો ઉઠતા જ ૧૦-૧૨ મિનિટ ફોન ચેક કરે છે.
3. હોમ સ્ક્રીન પાર માત્ર કામની એપ
- ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ જેવી એપ હોમ સ્ક્રીન પર ન રાખો. પ્રોડક્ટિવિટી વાળી એપ રાખો.
- સોશિયલ મીડિયા એંગેજમેન્ટ ૨૦% સુધી ઘટશે.
4. શેડ્યૂઅલ બનાવી ફોન ચેક કરો
- કેટલાક દિવસ ૧૫ મિનિટ પછી 30 મિનિટ બાદ મોબાઈલ ચેક કરો.
- આવું કરવાથી ૩૭% લોકોની એડીક્સન ખતમ થાઈ છે.
મહિલાઓ - ટીનેજર્સની સ્થિતિ વધુ ખરાબ
- મહિલા સ્માર્ટફોન યુઝર ૨૯% ઓછી પરંતુ ફોનને સરેરાશ ૧૪ મિનિટ વધુ સમય આપે છે.
- ૮૦% સમય માત્ર સોશિયલ સાઇટ્સ પર, યુ-ટ્યુબ પર આપે છે.
- પુરુષો કરતા બે ગણું ૭૮% ટીનેજર ૪ કલાક સુધી ફોન પર, ૧૪% ને માથાનો દુઃખાવો, અનિંદ્રા, ચક્કર આવવાની ફરિયાદ.
(Ref. From : MMA / IMA )
૭ વર્ષના બાળકનો પિતા વિરુદ્ધ મોરચો
જર્મનીના ૭ વર્ષીય એમિલે ૮ સપ્ટેમ્બરે હેમ્બર્ગમાં વિરોધ મોરચો કાઢ્યો આ મોરચો સંતાનો કરતા મોબાઈલને વધુ સમય આપતા તમામ વાલીઓ વિરુદ્ધ હતો. એમિલની સાથે ધોઢસો બાળકો હતા બાળકોએ " પ્લે વિથ યોર સેલફોન " ના સૂત્રો પોકાર્યા.
સર્વે જે આંખો ખોલવા માટે પૂરતો છે
1. ૭૪% યુઝર્સે મોબાઈલ ફોન હાથમાં લઈને જ ઉંધી જાય છે.
(Ref From : કેઆરસી રિસર્ચ )
2. ૨-૬ કલાકનો સમય મોબાઈલ પર દેશના ૪૦% યુઝર પસાર કરી રહ્યા છે.
(Ref. From : CMR ઇન્ડિયા સર્વે)
3. ૧૫૦ વખત દિવસમાં સરેરાશ ફોન ચેક કરે છે. ૬ મિનિટમાં એક વખત
(Ref. From : ICSSR)
4. ૬.૫૫ કલાક ઊંધે છે. સરેરાશ ભારતીય સૌથી ઓછું ઊંઘતા લોકોમાં સામેલ.
(Ref. From : ફિટ bit ડેટા)
જ્યારે સેલ ફોનનો ઉપયોગ ધીમી થતો નથી, અને માલડેપ્ટિવ વર્તણૂંક દ્વારા અસરગ્રસ્ત લોકોની સંબંધિત સંખ્યા સરખામણીમાં ઓછી છે, તે સ્પષ્ટપણે સ્પષ્ટ છે કે સેલ ફોન પર સમાજ પર પ્રતિકૂળ અસર પડે છે. ડ્રાઇવિંગ અને વાત કરતી વખતે ખાસ કરીને. સંભવિત વ્યસનની અસરો હજુ પણ સંપૂર્ણ રીતે સમજી શકાઈ નથી, હજી સુધી આપણે જે જાણીએ છીએ તે જોખમને સ્પષ્ટતા બતાવે છે, ખાસ કરીને યુવા વપરાશકર્તાઓ માટે. માનસિક વ્યસનને વાસ્તવિક ડિસઓર્ડર તરીકે વર્ણવવામાં આવ્યું છે અને વાસ્તવિક ડિસઓર્ડર તરીકે શારીરિક વ્યસનની બાકી સંભાવનાને ધ્યાનમાં રાખીને આ વધુ ભયાનક છે.
ચાલો, એક વાત સ્પષ્ટ કરીએ, સેલ ફોન અહીં રહેવા માટે છે. સંભવિત રૂઢિચુસ્ત અને મનોવૈજ્ઞાનિક વિકૃતિઓને ટાળવામાં મદદ માટે યોગ્ય સેલ ફોન ઉપયોગ પર શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડવામાં આવેલ તમામ પુરાવાને અમલમાં મૂકવાની જરૂર છે. સંભવતઃ સેલ ફોન પર લેબલોની ચેતવણી આપવી ખૂબ જ સિગારેટ અને આલ્કોહોલ બોટલ જેવી લાગે છે. અને સેલ ફોન જાગૃતિ અને લેબલિંગની શિક્ષણ માટે કોણ ચુકવણી કરશે? આ પ્રશ્નોનો જવાબ આપવો જરૂરી છે પરંતુ તે બીજી ચર્ચા છે.