Dil Kabutar - 8 books and stories free download online pdf in Gujarati

દિલ કબૂતર ભાગ ૮

દિલ કબૂતર…

ભાગ ૮

એક હિન્દૂ છોકરાં શિવ અને મુસ્લિમ છોકરી અમાયા ની પ્રેમ કહાની ધીરે ધીરે આગળ વધી રહી હતી..સૈયદ નામના એક મુસ્લિમ વ્યક્તિ ને આ વિશે ખબર પડતાં એ શિવ ના મિત્ર રાજુ ને મળી શિવ ને આ બધું મૂકી દેવા કહે છે.. રાજુ, કાળુ અને જોની ની વાત સાંભળવાના બદલે શિવ એમની સાથે ઝગડો કરે છે..અમાયા સાથે મળવા માટે શિવ એક પ્લાન ગોઠવે છે અને એના સાથે સમય પસાર કરવા એકાંત સ્થળે લઈ જાય છે..શિવ નો પીછો કરતાં સૈયદ અને કાદિર ત્યાં પહોંચી જાય છે અને અમાયા ના ભાઈ અબ્દુલ ને કોલ કરે છે..હવે વાંચો આગળ

સૈયદ નો નમ્બર અબ્દુલ ના મોબાઈલ માં સેવ જ હતો એટલે સૈયદ નો કોલ રિસીવ કરતાં જ અબ્દુલે પૂછ્યું...

"હા બોલો સૈયદ ભાઈ.. કેમ કોલ કર્યો...?"

""અબ્દુલ ભાઈ એક ગંભીર વાત કરવી છે..તમારી નાની બહેન વિશે..."સૈયદે કહ્યું.

"મારી નાની બહેન..એટલે અમાયા વિશે..શું વાત છે જલ્દી બોલો.."અમાયા ની કોઈ વાત છે એવું સૈયદ ના મુખે સાંભળી અધીરા બનેલા અબ્દુલે કહ્યું.

"હા ભાઈ..તમારી નાની બહેન અત્યારે ખોટા રસ્તે જઈ રહી છે..વધુ આગળ વધે એ પહેલાં એને અટકાવો તો સારું..."સૈયદે કહ્યું.

"શું કર્યું છે અમાયા એ..જલ્દી બોલો.."આતુરતા થી અબ્દુલ બોલ્યો.

"તમે પેલા કુરિયર વાળા શિવ ને ઓળખો છો...?"સૈયદે પૂછ્યું.

"હા એજ શિવ ને જેને અબ્બુ નો જીવ બચાવ્યો હતો,પણ અત્યારે એના વિશે પૂછવાનું કારણ..?"શિવ નું નામ સાંભળી આશ્ચર્ય સાથે અબ્દુલે કહ્યું.

"જોવો ભાઈ તમારી બેન અને શિવ વચ્ચે કંઈક ચાલી રહ્યું છે...એ બંને પ્રેમ માં પડ્યાં છે એકબીજા ના.."સૈયદે ફોડ પાડ્યો.

"જબાન સંભાળીને વાત કરો સૈયદ ભાઈ..નહીં તો મજા નહીં આવે.."સૈયદ ની વાત સાંભળી ગુસ્સા સાથે અબ્દુલ બોલ્યો.

"ઠંડુ મગજ રાખો અબ્દુલ ભાઈ..હું ખોટું નથી બોલી રહ્યો..અત્યારે એ લોકો મારી આંખો ની સામે રિંગરોડ પર આવેલી સાબરમતી ની કોતરો માં આવેલી ઝાડીઓ માં પ્રેમક્રીડા કરી રહ્યાં છે..જો વિશ્વાસ ના આવતો હોય તો આવીને તમારી સગી આંખે જોઈ લો..."સૈયદે આટલું કહી કોલ કટ કરી દીધો.

"કાદિર હવે થોડાં જ સમય માં અબ્દુલ આવતો જ હશે..હું જોઉં છું હવે કોણ બચાવે છે આ શિવ ના બચ્ચા ને..."કાદિર ને ઉદ્દેશીને સૈયદે કહ્યું.

સૈયદે ફોન કટ કરતાં ની સાથે જ અબ્દુલે પોતાના નાના ભાઈ શાહિદ ને કોલ લગાવ્યો..

"હેલ્લો.. શાહિદ તું ક્યાં છે અત્યારે...?"

"શું થયું ભાઈજાન...એતો જણાવો..કેમ તમારા અવાજ પરથી એવું લાગે કે તમે બહુ ગુસ્સા માં છો..?"શાહિદે સામો સવાલ કર્યો.

"પેલો આપણી ચાલ માં રહેતો શિવ છે ને એ આપણી નાનકી અમાયા ને ભોળવી ફસાવી ને એની સાથે પ્રેમ લીલા કરી રહ્યો છે..તું જલ્દી બોલ તું ક્યાં છે..આજે તો એને સબક શીખવાડવો જ પડશે.."ગુસ્સામાં અબ્દુલે કહ્યું.

"ભાઈ હું અત્યારે નિકોલ એક સાઈટ પર છું..બોલો ક્યાં આવું..?"શાહિદે કહ્યું.

"હમમમ...તું નિકોલ થી નરોડા જતાં રિંગ રોડ પર આવેલી ખોડિયાર લોજ નજીક આવીને ઉભો રહે..હું થોડીવાર માં જ ત્યાં પહોંચું છું.શિવ અને અમાયા અત્યારે રિંગરોડ જોડે આવેલી સાબરમતી નદીની કોતરો માં આવેલી ઝાડીઓમાં ક્યાંક બેઠાં છે..આજે એ હરામી શિવ જીવતો નહીં રહે.."આવેશ માં આટલું કહી અબ્દુલે કોલ કટ કરી દીધો.

ફોન કટ કરીને અબ્દુલે રીપેરીંગ માં આવેલી એક કાર ને સ્ટાર્ટ કરી અને એને ભગાવી મૂકી સૈયદે બતાવેલી જગ્યા તરફ..અત્યારે કાર માં હોકી સ્ટીક અને લોખંડ ની પાઈપ પણ અબ્દુલે સાથે લીધી હતી..મનોમન જ એ શિવ ને ગાળો ભાંડી રહ્યો હતો..પોતાની બહેન ના ભોળપણ નો ફાયદો ઉઠાવી શિવ આ બધું કરી રહ્યો છે એમ વિચારી અબ્દુલ ના અંગે અંગ માં અત્યારે લાવા ની જેમ લોહી વહી રહ્યું હતું...ફૂલ સ્પીડ માં કાર ચલાવી એ રિંગ રોડ ની દિશા માં આગળ વધી રહ્યો હતો..!!!

***

જ્યારે અબ્દુલ પોતાનાં ભાઈ શાહિદ સાથે વાત કરી રહ્યો ત્યારે અબ્દુલ ની ગેરેજ પર કામ કરતો અલી નામ નો છોકરો એની વાત સાંભળી ગયો..અલી ને કાળુ સાથે સારું બનતું..કાળુ અને એ ઘણી વાર લાલ દરવાજા જોડે આવેલી ચાર મીનાર હોટલ માં બીરિયાની ખાવા જતો હતો..!!આ ઉપરાંત એ શિવ ને પણ સારી રીતે ઓળખતો હતો..અબ્દુલ ની વાતો પર થી કોઈ મોટી મેટર બનવાની છે એવો અંદેશો મેળવતાં જ અલી એ તાત્કાલિક કાળુ ને કોલ લગાવ્યો.!!

"હેલ્લો.. કાળુ હું અલી બોલું.."

"હા બોલ લ્યા..કેમ અડધી બપોરે ફોન કર્યો..પાછી તને બીરિયાની તો નથી સાંભળી ને.."મજાકિયા અવાજે કાળુ એ કહ્યું.

"અરે એવું નથી પણ તમારા મિત્ર શિવ પર અત્યારે જાન નું જોખમ છે..એનું હું જ્યાં કામ કરૂં છું એ ગેરેજ ના માલિક અબ્દુલ ભાઈ ની બહેન સાથે ચક્કર છે..એની જાણ અબ્દુલ ભાઈ ને થઈ ગઈ છે.."ગભરાયેલા અવાજે અલી એ કહ્યું.

"પણ એમાં શિવ માથે જીવ નું જોખમ કઈ રીતે..?"કાળુ એ આશ્ચર્ય સાથે કહ્યું.

"અત્યારે શિવ એ છોકરી સાથે રિંગરોડ ની નજીક આવેલી સાબરમતી નદી ની કોતરોમાં બનેલી ઝાડીઓ માં ક્યાંક ગયો છે..અબ્દુલ ભાઈ એના ભાઈ શાહિદ સાથે ત્યાં જવા જ નીકળ્યાં છે...એમની આંખો માં આવેલી લાલાશ અને અવાજ માં ગુસ્સો જોઈ મને એવું લાગતું હતું કે એ લોકો શિવ ને કંઈક કરી બેસશે..તમે જલ્દી ત્યાં પહોંચો.."આટલું કહી અલી એ કોલ કટ કર્યો.

અલી આમ તો મુસ્લિમ હતો પણ એ નાત જાત અને ધર્મ માં વધુ માનતો ન હતો..એના મતે તો મહેનત થી મોટો કોઈ ખુદા નહોતો અને ભૂખ થી મોટો કોઈ ધર્મ નહોતો..એટલે જ આ ચાલ ની શાંતિ ના ડહોળાય એ માટે એને અગમચેતી રૂપે કાળુ ને કોલ કરી દીધો.

કાળુ પણ પોતાનાં મિત્ર પર આવનારી મુસીબત વિશે સાંભળી ચિંતિત થઈ ગયો..હજુ તો ત્રણ દિવસ પહેલાં જ અમાયા ના લીધે જ શિવ એ એના પર હાથ ઉપાડ્યો હતો એ વાત ગૌણ હોય એમ એ ભૂલી ગયો હતો..મિત્રતા નિભાવવાનો આ મોકો હાથ માં થી જાય એવુ એ સપને પણ નહોતો વિચારી શકતો..શિવ ને કંઈ થઈ જાય તો એ પોતાની જાત ને આખી જિંદગી માફ નહીં કરી શકે એમ વિચારી એને ફટાફટ જોની અને રાજુ ને કોલ કરી સઘળી વિગત જણાવી દીધી..કાળુ ની જેમ એ બંને પણ એ દિવસ વાળી વાત ભૂલી ને પોતાના મિત્ર શિવ ની મદદે જવા તૈયાર થઈ ગયાં.

એ લોકો એ શિવ ને પણ ત્રણ ચાર વાર કોલ લગાવ્યો પણ શિવ નો મોબાઈલ અત્યારે out of reach આવી રહ્યો હતો..!

"કાળુ હું પપ્પા ની મારુતિ લઈને પાંચ મિનિટ માં તારા ઘરે પહોંચું..રસ્તા માં જોની ને પણ હું મારી સાથે લેતો આવીશ..આજે શિવલા ને કંઈ પણ થયું તો એ લોકો ને હું જીવતા નહીં છોડું.."રાજુ પણ અત્યારે મિત્ર ની ચિંતા માં ભાન ભૂલી ગયો હતો.

રાજુ પોતાની મારુતિ લઈને જોની અને કાળુ સાથે નીકળી પડ્યો શિવ ને બચાવવા..અત્યારે એ ત્રણેય ઈશ્વર ને પોતાનો મિત્ર હેમ ખેમ હોય એવી અરજ કરી રહ્યાં હતાં..ત્રણ દિવસ પહેલાં એકબીજા સાથે નો સંબંધ પળવાર માં તૂટી ગયો અને મુસીબત ના સમયે વગર બોલાવે દોડીને પહોંચવા તૈયાર આ લોકો ને જોઈ મિત્રતા નો સાચો અર્થ સમજાતાં વાર ના થાય..આમ પણ સમય આવે દોસ્ત માટે જીવ આપી દે અને જરૂર પડે તો દોસ્ત માટે કોઈ નો જીવ લેતાં ન ખચકાય એનું નામ જ દોસ્તી..!!

આ તરફ અબ્દુલ પોતાના નાના ભાઈ શાહિદ ને લઈને સાબરમતી નદી ની કોતરો તરફ આગળ વધ્યો..અત્યારે અબ્દુલ ફૂલ સ્પીડે ગાડી ને ચલાવી રહ્યો હતો..એની આંખો માં અત્યારે ખુનન્સ સાફ વર્તાઈ રહ્યું હતું..એ લોકો સૈયદ ના કહ્યા મુજબ ની જગ્યા એ આવી ને ઉભા રહ્યાં.. સૈયદે એમને ત્યાં આવતાં જોઈ લીધાં એટલે સામે ચાલી ને એમની તરફ ગયો..સૈયદ ની સાથે કાદિર પણ મોજુદ હતો.

"અબ્દુલ ભાઈ હજુ પણ એ માદરજાત ત્યાં જ છે.."આંગળી થી થોડેદૂર ઝાડીઓ તરફ ઈશારો કરતાં સૈયદે કહ્યું.

"હું આજે એને જીવતો નહીં છોડું.."પોતાની કાર માં પડેલી લોખંડ ની પાઈપ હાથમાં લઈને અબ્દુલે કહ્યું.

અબ્દુલ સૈયદ ની બતાવેલી જગ્યા તરફ આગળ વધ્યો..અબ્દુલ ની પાછળ પોતાનાં હાથ માં હોકી ની સ્ટીક લઈને શાહિદ પણ ઉતાવળાં પગલે આગળ વધ્યો..બંને ની પાછળ પાછળ જતાં સૈયદ અને કાદિર મનોમન હરખી રહ્યાં હતાં.

ત્યાં પથરાયેલી ઝાડીઓ ને હાથ વડે દૂર કરતાં કરતાં એ લોકો હજુ તો પચાસેક ડગલાં આગળ વધ્યા હતાં ત્યાં જ એમની નજર શિવ અને અમાયા પર પડી..અત્યારે શિવ અમાયા ના ખોળા માં માથું રાખી ને સૂતો હતો..અમાયા શિવ ના માથામાં હાથ ફેરવી એનો ચહેરો જોતાં જોતાં એકબીજા ના ભવિષ્ય વિશે કલ્પના કરી રહી હતી..આ દ્રશ્ય જોઈને અબ્દુલ નો પિત્તો ગયો અને એને જોર થી બુમ પાડી ને કહ્યું..

"અમાયા..."

અવાજ ની દિશા માં ચમકીને જોતાં અમાયા ની નજર પોતાનાં ભાઈજાન પર પડી..હાથ માં રહેલી લોખંડ ની પાઈપ અને ચહેરા પર છવાયેલો ગુસ્સો જોઈ અમાયા સમજી ચુકી હતી કે શિવ ને માથે મોટી મુસીબત આવી ને ઉભી છે.

"ભાઈજાન..હું તમને બધું કહેવાની જ હતી.."અમાયા એ ઊભાં થતાં કહ્યું..શિવ પણ અબ્દુલ નો અવાજ સાંભળી ઝબકી ને ઉભો થઈ ગયો હતો.

"તારે કંઈ કહેવું પણ નથી અને મારે કંઈ સાંભળવું પણ નથી..ઇરફાન તું નાનકી ને લઈને અહીં થી દૂર જા..હું આ હરામી ને ખબર પાડું કે એને જે કર્યું એની સજા શું હોય.."આવેશમાં આવીને અબ્દુલે કહ્યું.

"ભાઈજાન આમાં શિવ નો કંઈ વાંક નથી..હું પણ શિવ ને એટલો જ પ્રેમ કરું છું જે એ મને.."અમાયા એ કહ્યું.

અમાયા ની વાત સાંભળી અબ્દુલ નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને એને અમાયા ના ગાલ પર બે તમાચા ચોડી દીધાં અને કહ્યું.."પ્રેમ અને આ કાફિર ને..આ તને મૂર્ખ બનાવી તારી લાગણી જોડે રમે છે..તને સમજાતું નથી.શાહિદ તું આને લઈને કાર માં જા હું આવું.

"ભાઈ શિવ ને કંઈ ન કરતાં.. હું તમે કહેશો એમ કરીશ.."પોતાનાં ભાઈ નો સ્વભાવ જાણતી અમાયા હાથ જોડી અબ્દુલ ને કરગરી રહી હતી..શાહિદ રડતી અમાયા ને મજબૂત રીતે પકડીને ત્યાંથી દૂર લઈ ગયો.

રડતી અમાયા ને ખબર હતી કે શિવ જોડે કંઈક ખરાબ બનશે પણ એ કંઈપણ કરી શકવા અસમર્થ હતી..હજુ એ થોડી દૂર ગઈ એટલે શિવ એ અબ્દુલ ને ઉદ્દેશીને કહ્યું.

"જોવો અબ્દુલ ભાઈ..હું તમને એમ કહું છું કે.."

હજુ તો શિવ વધુ આગળ વધુ કંઈ બોલે એ પહેલાં તો અબ્દુલે પોતાનાં હાથ માં રહેલી લોખંડ ની પાઈપ ને જોર થી શિવ ના ચહેરા પર ફટકારી દીધી..અચાનક થયેલાં હુમલા થી શિવ પ્રતિકાર કરી શક્યો નહીં અને લોહી નીતરતા ચહેરે અબ્દુલ ના પગ જોડે ઘૂંટણ ભેર બેસી ગયો..શિવ અબ્દુલ ના પગ ને પકડી ને ઉભો થવા પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે અબ્દુલ ની જોડે આવેલા સૈયદે શિવ ના માથા ની પાછળ ના ભાગ માં હોકી ની સ્ટીક ફટકારી દીધી.

અચાનક થયેલાં બે ઉપરાઉપરી પ્રહાર થી શિવ ની આંખે અંધારા આવી ગયાં હજુ એ વધુ કંઈ સમજે એ પહેલા જ અબ્દુલે એની છાતી ના ભાગ માં લોખંડ ની પાઈપ ને ઉભી ફટકારી દીધી..હવે શિવ નીચે જમીન પર આળોટી રહ્યો હતો..નીચે પડેલાં શિવ પર કાદિર અને સૈયદે રીતસર લાકડીઓ નો વરસાદ કરી દીધો..!!

પીડા ની અપાર વેદના ભોગવતો શિવ ક્યારે બેભાન થઈ ગયો એની એને ખબર જ ના રહી..નીચે મૃતપાય પડેલાં શિવ ને જોઈને અબ્દુલ નો ગુસ્સો થોડો શાંત થયો એટલે એને સૈયદ અને કાદિર ને ઉદ્દેશીને કહ્યું.

"બસ કરો હવે આને એના કર્યા ની સજા મળી ગઈ છે.."

જતાં જતાં સૈયદે શિવ ના પેટ પર એક જોરદાર લાત મારી દીધી જેના લીધે શિવ એક ઉંહકારો ભરી કોમા માં સરી પડ્યો..શિવ ને મરવાની હાલત માં છોડીને એ લોકો ત્યાંથી નીકળી ગયાં.

અમાયા ના સેંકડો વાર પૂછવા છતાંય એના ભાઈઓ એ શિવ જોડે શું કર્યું એ વિશે અમાયા ને કંઈપણ કહ્યું નહીં.. શિવ જોડે કંઈક તો મોટી ઘટના બની છે એવું વિચારી અમાયા ચોધાર આંસુ એ રડી રહી હતી..એ મનોમન પોતાનાં અલ્લાહ ને શિવ ની સલામતી માટે ની દુવા કરી રહી હતી.અબ્દુલે ગાડી ચાલુ કરી અને અમાયા ને લઈને ત્યાંથી નીકળી ગયો..સૈયદ અને કાદિર પણ એમની પાછળ ત્યાંથી નીકળી ગયાં.

હજુ તો એ લોકો થોડેક દૂર જ ગયાં હતાં ત્યાં જ મારતી ગાડી એ રાજુ,કાળુ અને જોની ત્યાં પહોંચી ગયાં.. એમને ગાડી નજર કરી અને આમતેમ નજર કરી તો શિવ નું બાઈક એમની નજરે ચડ્યું.

"રાજુ શિવલા નું બાઈક અહીં છે પણ આજુબાજુ બીજું કોઈ વેહિકલ દેખાતું નથી મતલબ એ લોકો હજુ સુધી પહોંચ્યા નથી એવું લાગે છે.."કાળુ એ કહ્યું.

"એવું પણ બની શકે કે એ લોકો આવીને જતાં પણ રહ્યાં હોય અને એમને શિવ ને.."પોતાની વાત અધૂરી મુકતાં રાજુ એ કહ્યું.

"શુભ શુભ બોલ..શિવ ને કંઈ નહીં થયું હોય..ચાલો આપણે અલગ અલગ દિશા માં શોધીએ..ખબર પડે કે શિવ અહીં છે કે નહીં.."ચિંતાતુર સ્વરે જોની એ કહ્યું.

જોની ની વાત સાંભળી એ ત્રણેય અલગ અલગ દિશા માં શિવ ની ભાળ મેળવવા બેબાકળા પડી આમ તેમ શોધખોળ કરવા લાગ્યાં.. અચાનક રાજુ ની નજર એક ઝાડ નીચે પડેલી વ્યક્તિ તરફ પડી..એ વ્યક્તિ દેખાવ પર થી શિવ હોવાનું લાગતાં રાજુ એ કાળુ અને જોની ને બુમ પાડી અને પોતે શિવ પડ્યો હતો એ દિશા માં ઉતાવળા પગલે ગયો.

રાજુ એ નજીક જઈને જોયું તો શિવ નો આખો ચહેરો લોહી થી લથપથ હતો..કપાળ પર પડેલા ઊંડા ઘા માંથી લોહી નીતરી રહ્યું હતું..રાજુ એ શિવ નું માથું પોતાના ખોળા માં લીધું અને એના હૃદય પર હાથ રાખી એનો શ્વાસોશ્વાસ મહેસુસ કરવાનો પ્રયત્ન કર્યો..એટલા માં કાળુ અને જોની પણ ત્યાં આવી પહોંચ્યા હતાં.

"એ રાજીયા..શું થયું શિવ ને...?"શિવ ની બાજુ માં ઘૂંટણ ભેર બેસતા કાળુ એ કહ્યું.

"હજુ શ્વાસો શ્વાસ ચાલુ છે..પણ લોહી બહુ વહી ગયું છે..ફટાફટ આને હોસ્પિટલાઈઝડ કરવો પડશે..જો મોડું થઈ જશે તો કદાચ.."પોતાની વાત ને રાજુ પુરી ના કરી શક્યો.

"એ કંઈ નહીં થાય મારા ભાઈ ને..એને કંઈ નહીં થવા દઉં હું.."રડમસ અવાજે કાળુ એ કહ્યું.

"જલ્દી શિવ ને ઉપાડી ને કાર માં સુવડાઓ..હું શારદાબેન હોસ્પિટલ માં મારા એક આંટી નર્સ છે એમને કોલ કરી આપણે ત્યાં આવવાના છીએ એ વિશે જણાવી દઉં.."જોની એ કહ્યું.

એની વાત સાંભળી કાળુ અને રાજુ ઊભાં થયાં અને સાવચેતી પૂર્વક શિવ ને કાર ની પાછળ ની સીટ માં સુવડાવ્યો..જોની એ શિવ નું માથું પોતાનાં ખોળા માં રાખ્યું અને હાથ નું દબાણ આપી શિવ ના હૃદય ને પમ્પ કરવા લાગ્યો.

રાજુ એ પણ પોતાની ગાડી ને પુરપાટ ઝડપે ભગાવી મૂકી..જોની એ કોલ કરી પોતાની આંટી ને આ ઘટના વિશે જણાવ્યું હતું એટલે એમને સ્ટ્રેચર ની સુવિધા ગેટ જોડે જ કરાવી દીધી હતી અને ડોકટર ના સૂચન થી જે તે લાગુ પડતાં પોલીસ સ્ટેશન માં પણ આ વિશે જણાવવા માટે જોની ને સૂચન કરી દીધું.

થોડીવાર માં એ લોકો શિવ ને લઈને શારદાબેન હોસ્પિટલ પહોંચી ગયાં.. શિવ ના લોહી નીતરતાં દેહ ને સ્ટ્રેચર પર સુવડાવી એ લોકો એ ડોકટર ને જલ્દી માં જલ્દી શિવ ની સારવાર કરવાની તાકીદ અને વિનંતી કરી.

પોલીસ સ્ટેશન થી પણ બે હવલદાર પહોંચી ગયાં હતાં..આ ઘટના ને પોલિસ કેસ તરીકે એમને પોતાના ચોપડે ટપકાવી અને શિવ જ્યારે પણ ભાન માં આવે ત્યારે પોલીસ સ્ટેશન ફોન કરી જણાવવા ડોકટર ને સૂચન પણ કરી દીધું.

ડોકટર તત્કાલિક શિવ ને ઓપરેશન થિયેટર માં લઈ ગયાં.. જતાં જતાં એમને રાજુ,કાળુ અને જોની ને થોડી હિંમત રાખવાનું કહ્યું.ડોકટર ના અવાજ પરથી એ લોકો સમજી ગયાં હતાં કે શિવ ની કન્ડિશન ઘણી જ ક્રિટિકલ છે.

ઓપરેશન થિયેટર ની લાઈટ ચાલુ થઈ અને શિવ નું ઓપરેશન કરવા ની પ્રક્રિયા નો આરંભ થયો એટલે કાળુ તો જઈને હોસ્પિટલ માં આવેલા મન્દિર ની બહાર જઈને બેસી ગયો..!!

ચાર કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ ડોકટર બહાર આવ્યા એટલે રાજુ એ અધીરાઈ થી પૂછ્યું..

"હવે કેમ છે શિવ ને..?"

"જોવો અત્યારે કંઈપણ કહી શકાય એમ નથી..એના માથા ના આગળ ના અને પાછળ ના ભાગ ઉપરાંત એને કેટલીક ઇન્ટિરિયલ ઇજા ઓ પણ થઈ છે..અમે સ્ટીચીસ લઈ લીધાં છે અને લોહી ની બોટલ પણ ચડાવી દીધી છે..આતો તમારા દોસ્ત ની બોડી મજબૂત હતી એટલે એ જીવિત છે..પણ હજુયે આવતાં ચોવીસ કલાક બહુ જ ક્રિટિકલ છે..ભગવાન ને પ્રાથના કરો કે તમારા આ દોસ્ત ને કંઈ ના થાય.."ડોકટર આટલું કહી પોતાની કેબીન માં જતાં રહ્યાં.

ડોકટર ના જતાં જ રાજુ જોની ને વળગીને રડવા લાગ્યો..પોતાનાં મિત્ર ની આ હાલત એના થી જોઈ શકાય એમ નહોતી..જોની ની પણ એજ દશા હતી પણ એ મક્કમ મન નો હોવાથી રડ્યો નહીં.. એ લોકો પણ શિવ ની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરવા કાળુ ની જોડે જઈને બેસી ગયા...!!

***

શિવ અને અમાયા ની પ્રેમ કહાની નો શું અંજામ આવશે?? આવી કપરી પરિસ્થિતિ માં નફરત ની બંજર જમીન પર પ્રેમ ના અંકુર કઈ રીતે ફૂટશે??..એ જાણવા વાંચો દિલ કબૂતર ના આખરી ભાગ આવતાં સપ્તાહે.. અત્યાર સુધી જે રીતે આપ સૌનો જે રીતે પ્રેમ મળ્યો છે એના લીધે મને ખુબ ખુશી થઈ..એ બદલ મારા સર્વે વાંચકો નો ખુબ ખુબ આભાર.. આગળ એક નવી જ પ્રકાર ની લવ સ્ટોરી "શાર્પ શૂટર" આપ માટે લઈને આવીશ..!!

લેખક :- દિશા. આર. પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED