દિલ કબૂતર
ભાગ ૫
પોતાના મિત્રો ની મદદ થી શિવ ને અમાયા ના વિશે ની માહિતી મળે છે. જુબેદા ની સલાહ થી શિવ અમાયા ને જાતે જ પ્રપોઝ કરવા ગયેલા શિવ ને અમાયા તિરસ્કૃત કરી કાઢી મૂકે છે.પોતાના અબ્બુ ને આખલા ના હુમલા થી બચાવનાર યુવક શિવ છે એ જાણ્યા પછી અમાયા ને શિવ જોડે કરેલા વ્યવહાર માટે પસ્તાવો થાય છે.અમાયા શિવ ને દિલગીરી વ્યક્ત કરી આભાર માનવાની વાત જુબેદા ને કરે છે. જુબેદા શિવ ને મળીને એ વિશે જણાવે છે અને બંને ની મુલાકાત નો પ્લાન ઘડી કાઢે છે...હવે વાંચો આગળ...!!
બીજા દિવસે અમાયા જુબેદા ને મળતાં ની સાથે જ સવાલ કરે છે..
"તું મળી હતી શિવ ને..?શું કીધું એને..?મને માફ કરી દીધી?"
અમાયા ની આંખો માં આ સવાલો પૂછતી વખતે જોવા મળતી અધીરાઈ પરથી જુબેદા એટલું તો સમજી જ ચુકી હતી કે હવે અમાયા પણ મનોમન શિવ ને થોડો ઘણો તો પસંદ કરે જ છે..અમાયા એ થોડું વિચાર્યા બાદ કહ્યું.
"અમુ..હું શિવ ભાઈ ને મળી તો હતી પણ.."આટલું કહી જુબેદા અટકી ગઈ.
"પણ શું??શિવ એ શું કીધું..બોલ ને.."ઉત્કંઠા થી અમાયા એ પૂછ્યું.
"જો અમાયા શિવ ભાઈ બહુ સારા માણસ છે..એ દિવસે સાચે જ એમને તારા પગ જોડે રૂમાલ પડેલો દેખાયો એટલે એ તને આપવા આવ્યા હતાં.. અને તું સમજી કે એ કોઈ ગલીછાપ લોફર ટાઈપ ના છે..અને એ કંઈ તારી આગળ પાછળ નહોતા આવતાં પણ એમના આવવા જવાનો સમય તારા બહાર નીકળવાના સમય સાથે મેળ ખાતો હતો..બાકી આ ચાલ ની બધી છોકરીઓ શિવ પર જીવ આપે છે...પણ ભાઈ કોઈને મચક નથી આપતાં..અને તે એમને કેટલું ખરું ખોટું કહ્યું..ખોટું તો લાગે જ ને.."પોતાના પ્લાન ને અંજામ આપવા ની શરુવાત કરતાં જુબેદા એ કહ્યું.
"યાર મેં કીધું તો ખરું કે મારા એ દિવસ ના વ્યવહાર માટે હું દિલગીર છું..મને પણ મારી એ ભૂલ ન લીધે પસ્તાવો થઈ રહ્યો છે..તારી વાત પર થી એવું લાગે છે શિવ એ મને માફ નથી કરી?"પ્રશ્નાર્થ નજરે જુબેદા સામે જોઈ અમાયા એ કહ્યું.
"હા એવું જ છે..મેં જ્યારે એમને કહ્યું કે તને તારા એ વ્યવહાર બદલ પસ્તાવો છે અને તે sorry અને એના અબ્બુ ને વિફરેલા સાંઢ થી બચાવવા thanks કહ્યું છે..તો તને ખબર છે એમને શું કહ્યું..?"જુબેદા એ આંખો પહોળી કરી કહ્યું.
"શું કીધું બોલ ને..?"વ્યાકુળ વદને અમાયા એ કહ્યું.
"એમને કીધું કે હું ત્યારે જ અમાયા ને માફ કરીશ જ્યારે એ મને ફેસ ટુ ફેસ મળીને માફી માંગશે તો જ હું એને માફ કરીશ..અને વાત રહી હુસેનમિયાં ની મદદ કરવાની એતો એની ફરજ હતી..એના માટે thanks ના હોય..હવે તું જ નક્કી કર તારે શિવ ને મળવું કે નહીં..!!"પોઇન્ટ ઉપર આવતાં જુબેદા એ કહ્યું.. હવે અમાયા શું પ્રત્યુત્તર આપશે એ જાણવા એ અધીરાઈ પૂર્વક અમાયા સામે જોઈ રહી.
"પણ હું કઈ રીતે અને ક્યાં મળીશ શિવ ને..?"થોડું વિચાર્યા બાદ અમાયા એ કહ્યું.
"એનો મતલબ તું શિવ ને મળીને એની માફી માંગવા તૈયાર છે..એમજ ને?"જુબેદા એ સવાલ કર્યો.
"હા હું શિવ ને મળી સાચા દિલ થી એની માફી માંગવા ઈચ્છું છું.."અમાયા એ નીચી નજર કરી હળવેક થી કહ્યું.
"બસ ત્યારે તમને બે ને મેળવવાની જવાબદારી મારી..આજે સાંજે ચાર વાગે તું મારા ઘરે આવી જજે..આગળ નું બધું હું સંભાળી લઈશ.."જુબેદા એ કહ્યું.
જુબેદા ની વાત સાંભળી અમાયા ને રાહત થઈ, એનું મન પણ શિવ ને મળવા આતુર બન્યું હતું..શિવ અને અમાયા ને એક કરવા માટે ની જુબેદા ની પરિયોજના નું પ્રથમ પગથીયું પૂર્ણ થયું હતું.."હવે આગળ બધું શિવ ભાઈ જાણે ને અલ્લાહ જાણે.."મનોમન આવું વિચારતી જુબેદા અમાયા ની સાથે કલાસ માં ગઈ.
***
સાંજે ચાર વાગતાં ની સાથે અમાયા જુબેદા ના ઘરે પહોંચી ગઈ ત્યાંથી બંને સહેલીઓ સ્ટડી મટીરીયલ ની ઝેરોક્ષ કઢાવવાના બહાને શિવ ની કુરિયર ઓફિસે પહોંચ્યા..જ્યાં શિવ પહેલા થી જ એમના આગમન ની આતુરતા થી રાહ જોઈને બેઠો હતો.અમાયા ને એના અને જુબેદા ના પ્લાન ની ખબર ના પડી જાય એટલે અત્યારે એના હાથ કીબોર્ડ ની સ્વીચો ને કામ વગર પણ ચાલી રહ્યાં હતાં.
બારણે નોક નોક નો અવાજ કરી જુબેદા એ થોડા ઊંચા અવાજે કહ્યું.
"શિવ ભાઈ અમે અંદર આવી શકીએ..?"
શિવ એ પોતાની જગ્યા થી ઉભા થઈને અમાયા અને જુબેદા ને આવકારતાં કહ્યું.
"Welcome.. સ્વાગત છે તમારું.."
નજર ઝુકાવી ને ધીરે ધીરે અમાયા જુબેદા ની પાછળ પાછળ અંદર પ્રવેશી..ઘણા દિવસ પછી અમાયા ને જોતાં વેંત જ શિવ તો જાણે બધાઈ જ ગયો..એ આંખો ને જાણે ઠંડક આપતો હોય એમ અપલક દ્રષ્ટિએ અમાયા ના સુંદર ચહેરા ને જોવાના પ્રયત્ન માં લાગી ગયો..પણ સાથે સાથે શિવ એ પણ ધ્યાન રાખી રહ્યો હતો કે આવું કરતાં એને અમાયા જોઈ ના જાય.
"તમે અહીંયા બેસો.."ખુરશીઓ ને ગોઠવતાં શિવ એ અમાયા અને જુબેદા ને કહ્યું.
"ભાઈ અમારા જોડે બેસવાનો સમય નથી..આતો અમાયા ને તમારા જોડે થોડી વાત કરવી હતી એટલે હું એને અહીં લઈ આવી.."જુબેદા એ આંખ મારી ને શિવ ને કહ્યું..એમનો પ્લાન અત્યાર સુધી સીધી દિશા માં ચાલી રહ્યો હતો એની ખુશી જુબેદા ના મુખ પર દેખાઈ રહી હતી.
"શું કહેવા માંગે છે તમારી મિત્ર...?"સસ્મિત વદને શિવ એ કહ્યું.
"અરે જુબી તું જ બોલી દે ને..."એકદમ ધીમા અવાજે શરમ અને ડર ના ભાવ સાથે અમાયા એ જુબેદા ના કાન જોડે મોં લઈ જઈને કહ્યું.
"ભાઈ ર મિનિટ.."આટલું કહી જુબેદા અમાયા ને શિવ ઉભો હતો ત્યાંથી થોડે દૂર લઈ ગઈ.
"જો અમુ..તારે જે શિવ ભાઈ ને કહેવું હોય એ કહી દે..મેં આજે સવારે જ તને કહ્યું કે એ તારા મોંઢે sorry સાંભળવા માંગે છે..તો હવે તું જ બોલી દે..અને તું અને શિવ ભાઈ થોડી વાતચીત કરી લો ત્યાં સુધી હું ઝેરોક્ષ કઢાવી ને આવું.."જુબેદા એ શિવ ને સંભળાય નહીં એ રીતે ધીરે થી અમાયા ને કહ્યું.
"પણ યાર હું એકલી..તું અહીં મારા જોડે જ રોકાઈ જા.."ગભરાતા ગભરાતા અમાયા એ કહ્યું.
"અરે પણ ઘરે થી ઝેરોક્ષ નું બહાનું કાઢી ને આવ્યા છીએ એટલે ઝેરોક્ષ તો કઢાવી જ પડશે..અને તું ચિંતા ના કર શિવ ભાઈ તારા જોડે કંઈ ઊલટું સીધું નહીં કરે.."અમાયા ના ખભા પર પોતાના બંને હાથ ટેકવીને જુબેદા એ કહ્યું.
"સારું પણ તું જલ્દી આવજે.."અમાયા એ કહ્યું.
"સારું..હું પાંચ મિનિટ માં જ આવું છું..ત્યાં સુધી તમારા બંને વચ્ચે ના મનભેદ અને મતભેદ દૂર થઈ જશે.."જુબેદા એ કહ્યું.
ત્યારબાદ શિવ ની રજા લઈ જુબેદા ઉતાવળા પગલે કુરિયર ઓફીસ માં થી બહાર નીકળી ગઈ..એના ગયાં પછી શિવ એ અમાયા ને ખુરશી પર બેસવા કહ્યું..અમાયા ની સામે શિવ પણ ખુરશી પર ગોઠવાયો.
"Sorry.."અમાયા પરાણે આટલું જ બોલી શકી..
"શું કહ્યું..?સંભળાયું નહીં.."શિવે કહ્યું.
"મેં કહ્યું..sorry.. એ દિવસ ના તમારી સાથે ના વર્તન બદલ હું દિલગીર છું..હું થોડાં રૂઢિચુસ્ત પરિવાર માં થી આવું છું એટલે મને પહેલાં થી છોકરા ઓ જોડે મિત્રતા રાખવાની મનાઈ છે..એના લીધે જ મારા સ્વભાવ માં થોડી રુક્ષતા આવી ગઈ છે..હું તમને પણ બીજા રોમિયોગીરી કરતાં છોકરા ઓ સમાન સમજી અને અલ્લાહ જાણે ના બોલવાનું કેટલું બધું બોલી ગઈ..તમે અબ્બુ ની જિંદગી બચાવી અમારા પરિવાર માટે ફરિશ્તા નું કામ કર્યું છે અને હું એ દિવસે કેવું બોલી ગઈ..હું સાવ ડોબી છું."એક બે વાર નજર ઉઠાવી શિવ તરફ જોઈને અમાયા એ કહ્યું..એનો માસુમ ચહેરો અને આંખો અત્યારે એના શબ્દો ની સચ્ચાઈ દર્શાવવા કાફી હતાં.
"એક વાત હું પણ તમને કહેવા માંગુ છું..તમારા એ દિવસ ના વ્યવહાર નું મને કોઈપણ પ્રકાર નું ખોટું લાગ્યું જ નહોતું..માટે sorry બોલવાનો સવાલ જ નથી આવતો.."શિવ એ કહ્યું.
"એનો મતલબ તમે મને માફ કરી દીધી.."આટલું બોલતી વખતે અમાયા મુરઝાઈ ગયેલ ચહેરા પર હાસ્ય ના લીધે ચમક પાછી આવી હોય એવું લાગતું હતું.
"અને sorry તો મારે કહેવું જોઈએ.."શિવ એ કહ્યું.
"તમારે અને sorry??કેમ?"આંખો ને પહોળી કરી ને અમાયા એ કહ્યું.
શિવ એ ત્યારબાદ એને અને જુબેદા એ કઈ રીતે પ્લાન કરી અમાયા ને અહીં આવવા મજબુર કરી એ વિશે ની બધી સ્પષ્ટતા કરી..
"પણ કેમ..તમે આવું કેમ કર્યું..?"અમાયા ના અવાજ માં થોડો ગુસ્સો અને આશ્ચર્ય હતું.
"આવું કેમ ?એ સવાલ નો જવાબ તો આપવો થોડો અઘરો છે..પણ હું ખોટું બોલતો નથી ને બોલવા પણ નથી માંગતો એટલે જે વાત મન માં છે એ બધું જ તને સાચે સાચું જણાવી દેવા માંગુ છું..આ પાછળ નો મારો કોઈ ખરાબ આશય નથી,છતાંપણ તમને કોઈ વાત ઠેસ પહોંચાડે તો હું એ માટે પહેલે થી જ માફી માંગુ છું.."અમાયા ના સામે જોઈ ને શિવ એ કહ્યું.
"એકવાર તમે કહો તો ખરા કે આવું બધું કેમ કર્યું..પછી ખબર પડશે કે તમારા મગજ માં શું ચાલી રહ્યું છે.."અમાયા એ કહ્યું.
"હા હું એ દિવસે સામે ચાલીને જ તને મળવા આવ્યો હતો અને હાથરૂમાલ આપી તને ઈમ્પ્રેસ કરવાનો આઈડિયા મારો જ હતો..મેં જ્યારે પ્રથમ વાર તમને જોયા ત્યાર થી જ મને તમારી સાથે પ્રેમ થઈ ગયો..મારા પર તમારા પ્રેમ નો નશો દિવસે ને દિવસે ચડતો ગયો..હું સવાર સાંજ તમને જોવા તમારી આગળ પાછળ આંટા મારતો એ પણ સત્ય જ છે..તમારી એક ઝલક જોયા વિના મારા હૈયા ને ટાઢક નહોતી વળતી..હવે પણ તમે જ જણાવો હું કઈ રીતે મારી જાત ને સંભાળી શકું.."શિવ એકસાથે ઘણું બધું બોલી ગયો.
"તમે શું કહેવા માંગો છો..એનું તમને ભાન છે..?"ખુરશી માં થી ઉભાં થતાં થોડા ગુસ્સા સાથે અમાયા એ કહ્યું.
"મને ખબર હતી મારી આ વાત તમને ખોટું લગાડશે..એટલે જ મેં પહેલાં થી જ sorry કીધું હતું..હું તમને દબાણ નથી કરતો કે તમે મને પ્રેમ કરો પણ તમે મને નફરત ના કરશો એવી જ આશા રાખું છું.."અનાયાસે આટલું બોલતાં શિવ એ અમાયા નો હાથ પકડી લીધો.
શિવ દ્વારા હાથ પકડતાં ની સાથે અમાયા એ પોતાના ચહેરા પર કરડાકી ના ભાવ સાથે પોતાનો હાથ ઉગામ્યો..અમાયા ના હાથ ઉગામવાથી શિવ એ પોતાના મુખ ને બીજી તરફ ફેરવી લીધું અને આંખો મીંચી દીધી..શિવ નો ચહેરો બીજી તરફ હતો ત્યારે અમાયા એ હસતાં હસતાં પોતાના ચહેરા ના શિવ ના ચહેરા નજીક લાવી દીધો અને એક નાનકડું ચુંબન એના ગાલ પર આપી દીધું.!!
શિવ માટે તો આ હરકત સુખદ આંચકા સમાન હતી..એને ધીરે રહીને પોતાની આંખો ને ખોલી અને અમાયા ના શરમાઈ ગયેલાં ચહેરા પર નજર નાંખી ને કહ્યું..
"એનો મતલબ..તમે પણ મને.."
"હા શિવ હું પણ તને મનોમન ચાહવા લાગી હતી..મેં તને મારી આજુ બાજુ ફરકવાની એટલા માટે ના પાડી હતી કે હું તમારા અને બીજા છોકરાઓ વચ્ચે નો ફરક જોવા માંગતી હતી..તમે ત્યારબાદ મને દેખાડો જ ના દીધો એ પર થી મને એ વાત ની તો સાબિતી મળી જ ગઈ હતી કે તમે બીજા છોકરા ઓ ની માફક નથી...હું રોજ ઘરે થી નીકળતી ત્યારે એવી આશા રાખતી કે ક્યાંક તમારા દર્શન થઈ જાય..પણ હમેશા નિરાશા જ સાંપડતી હતી.."ધીરે રહીને અમાયા એ કહ્યું.
"એ દિવસ ની મુલાકાત પછી હું પણ આ દુનિયા થી નફરત કરવા લાગ્યો હતો..એકલો એકલો ફરતો..કોઈ જોડે બોલતો પણ નહીં..મને ક્યાંક ગમતું નહોતું..કેમ અને શું કરવા હું તમને અનહદ ચાહવા લાગ્યો ખબર નથી..પણ i love you.. so so much.."અમાયા ને ગળે લગાવી ને શિવ એ કહ્યું.
"I love you too.. શિવ..અબ્બુ ની જીંદગી બચાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.."અમાયા એ કહ્યું.
"પ્રેમ પણ કરે અને આભાર પણ માને છે.."અમાયા ના ચહેરા ને પોતાના બે હાથ વચ્ચે લઈને શિવ એ કહ્યું..
"શિવ..પ્રેમ તો હું તને છેલ્લા શ્વાસ સુધી કરતી રહેવાની..જ્યાર થી મેં તને મારી આજુ ફરકવાની ના પાડી ત્યારની મને એક અજબ પ્રકાર ની બેચેની થતી..એનું કારણ તો સમજાતું નહોતું પણ આપણા બે વચ્ચે કોઈ અદ્રશ્ય સેતુ છે એ વાત મને મહેસુસ થઈ રહી હતી..કોણ જાણે હું દિવસે ને દિવસે તને જોવા વધુ અધીરી બની જઈ હતી.એમાં પણ જ્યારે અબ્બુ ને બચાવનાર યુવક તું જ છે એની જાણ થતાં મેં મારા દિલ ની વાત જુબેદા ના જણાવી..મારે પણ તને મળવું હતું પણ હું સીધે સીધું કહી નહોતી શકતી.. પણ જ્યારે જુબી એ કહ્યું કે તું મને મળવા માંગે છે..અને મારા મોંઢે જ sorry સાંભળવા માંગે છે ત્યારે મેં એની વાત સ્વીકારી લીધી..શિવ i really loves u lot.."આટલું કહી અમાયા પાછી શિવ ને લપાઈ ગઈ.
અમાયા નું માથું અત્યારે શિવ ની છાતી પર હતું,શિવ ની વધી રહેલી ધડકનો અમાયા આસાની થી મહેસુસ કરી રહી હતી.શિવ પણ પોતાના હાથ ને હળવેક થી અમાયા ના કેશ માં ફેરવી રહ્યો હતો.બંને પર પ્રેમ નો ખુમાર ધીરે ધીરે હાવી થઈ રહ્યો હતો.શિવ એ અમાયા નું માથું ઊંચું કર્યું અને એની આંખો માં જોઈને કહ્યું..
"आंखे नीची हुई तो हया बन गयी।
आंखे ऊंची हुई तो दुआ बन गयी।।
आंखे उठकर ज़ुकी तो अदा बन गयी।
आंखे ज़ुककर उठी तो क़ज़ा बन गयी।।
શિવ દ્વારા બોલાયેલી આ શાયરી એ અમાયા ને હૃદય ને સોંસરવું વીંધી નાંખ્યું હતું..અત્યારે અમાયા ની આંખો શિવ ની આંખો ને એકીટશે જોઈ રહી હતી..શબ્દો ખોવાઈ ગયા હતા ને મૌન ચીસો પાડી રહ્યું હતું..વધતી ધડકનો સાથે બંને ના ચહેરા એકબીજા ની નજીક આવ્યા અને અધરો એ એકબીજા ને સ્પર્શ કરી લીધો.
શિવ અને અમાયા માટે આ પ્રેમ ના સ્પર્શ નો પ્રથમ અનુભવ હતો..કેમ અને શું કરવા બંને એકબીજા પ્રત્યે આકર્ષિત થયાં હતાં એનું કારણ તો બંને માં થી કોઈને ખબર નહોતી..પણ અત્યારે આ ક્ષણ ને બંને જીવી લેવા માંગતા હતા..સોમરસ થી પણ વધુ નશો અત્યારે આ ચુંબન નો પ્રતિત થઈ રહ્યો હતો..બંને ની આંખો બંધ હતી..બસ ખુલ્લી હતી હૃદય ની આંખો..જેમાં અત્યારે અમાયા ને શિવ તો શિવ ને ફક્ત અમાયા ના દર્શન થઈ રહ્યાં હતાં.
અચાનક કોઈક ના બારણે ટકોરા મારવાના આગમન ના લીધે બંને નું ધ્યાન તૂટ્યું..ડર અને શરમ થી બંને એ બારણાં તરફ જોયું તો જુબેદા હતી..જુબેદા ને જોઈને શિવ એ થોડા બનાવતી ગુસ્સા સાથે કહ્યું.
"તે તો અમને ડરાવી જ દીધા.."
"અને તમે બંને એ મને ચોંકાવી જ દીધી..બહુ ફાસ્ટ ફાસ્ટ છો..ઘણી સ્પીડ મા આગળ વધી ગયા.."આંખો પટપટાવતા જુબેદા એ હસીને કહ્યું.
"બસ હવે બંધ કર તારી લપલપ.."શિવે હસીને કહ્યું.
"શિવ ભાઈ તમે પણ મારી એક ના એક બહેનપણી ને મારા થી છીનવી લીધી..હવે મારે એને ભાભી કહેવી પડશે..."જુબેદા મજાકિયા સુર માં બોલી.
જુબેદા ની વાત સાંભળી અમાયા શરમાઈ ને જુબેદા ને લપાઈ ગઈ..અને ધીરે થી જુબેદા ના કાન માં thanks કહ્યું.
"તમને બંને ને મારા તરફ થી ખૂબ ખૂબ અભિનંદન.. તમારી જોડી આમ જ સલામત રહે..અલ્લાહ તમને હમેશા ખુશ રાખે"જુબેદા એ કહ્યું.
"જુબેદા મારા તરફ થી પણ તને thanks.. તારા વગર આ બધું શક્ય નહોતું.."આભારવશ શિવ એ કહ્યું.
"અરે ખાલી thanks થી કંઈ નહીં ચાલે..ફટાફટ કંઈક ચટપટો નાસ્તો મંગાવો અને જોડે કોલ્ડડ્રિન્ક પણ.."જુબેદા એ હસીને કહ્યું.
શિવ એ બંને માટે પીઝા,બર્ગર અને ઓરેન્જ જ્યુસ મંગાવ્યો..જેને બધા એ સાથે મળીને યોગ્ય ન્યાય આપ્યો..ત્યારબાદ અમાયા અને જુબેદા ત્યાંથી નીકળી ગયાં.. જતાં જતાં અમાયા એ શિવ નો નમ્બર લઈ લીધો અને ફરી થી મળવાનું કહી ત્યાંથી વિદાય લીધી.
અમાયા અને જુબેદા ના ગયાં પછી શિવ કોમ્પ્યુટર માં કુમાર શાનુ ના ગીત ની ને વગાડતાં વગાડતાં અમાયા ની હસીન યાદો માં ખોવાઈ જાય છે..!!
"તું મેરી જીંદગી હૈ..તું મેરી હર ખુશી હૈ..
તું હી પ્યાર તું હી ચાહત તું હી આશીકી હૈ..તું મેરી જીંદગી હૈ..!!!
***
To be continued...
અશક્ય લાગતી લવસ્ટોરી ની શરૂવાત થઈ ચૂકી હતી..બે દિલ તો એક થઈ ગયાં હતાં.. પણ કિસ્મત એમને એક થવા દેશે કે નહીં એ તો ભવિષ્ય ની ગર્તામાં છુપાયેલું હતું..શું થશે શિવ અને અમાયા ના પ્રેમ નું?? જાણવા વાંચતા રહો દિલ કબૂતર નો નવો ભાગ આવતાં સપ્તાહે..
લેખક:- દિશા. આર. પટેલ