Dil Kabutar - 6 books and stories free download online pdf in Gujarati

દિલ કબૂતર ભાગ ૬

દિલ કબૂતર

ભાગ:-૬

અમાયા થી તિરસ્કૃત થયેલો શિવ હુસેનમિયાં ની જીંદગી બચાવી ને અમાયા નું દિલ જીતી લે છે. જુબેદા ની મદદ થી અમાયા અને શિવ વચ્ચે થયેલો મતભેદ દૂર કરી બંને વચ્ચે મુલાકાત ગોઠવાય છે. અમાયા અને શિવ દ્વારા થયેલી પહેલી મુલાકાત માં બંને એકબીજા ને પ્રેમ કરવાનું કબૂલી લે છે...વાંચો આગળ..

એકબીજા સાથે પ્રેમ નો એકરાર કરી લીધા પછી શિવ અને અમાયા અલગ દુનિયામાં વિહરી રહ્યાં હતાં..આજે પ્રથમ વાર બંને એ whatsup પર મેસેજ ની આપ લે કરી હતી. કંઈ કેટલાય લવ સ્માઇલી અને ઇમોજી દ્વારા દિલ ની વાત ને બીજા દિલ સુધી પહોંચાડવામાં આવી..જેમ બધા પ્રેમીઓ વચ્ચે થાય છે એમ જ good bye કીધા પછી પણ કલાકો ચેટીંગ ચાલુ જ રહ્યું.

બસ પછી તો શું નવા નવા પ્રેમ નો નવો નવો અનુભવ બંને ને એકબીજા વગર ઘડી ભર પણ ચેન પડવા દેતો ન હતો..શરુવાત માં તો જુબેદા ની સહાય થી અને પછી તો એકલી જ હિંમત કરીને અમાયા શિવ ને મળવા એની ઓફિસે દોડી આવતી..!!સવાર ના કલાસ માં થી બંક મારી બંને પ્રેમી પંખીડા કાંકરિયા કે લો ગાર્ડન જઈ આવતાં... આમ પણ પ્રેમ નો વાઇરસ એવો છે જેને લાગ્યો એ જ જાણે એની સાચી માયા.

રિવરફ્રન્ટ પર બેસીને એકબીજા ના હાથ માં હાથ નાંખીને અમાયા અને શિવ પોતાના સોનેરી ભવિષ્ય વિશે વાતો કરતાં હતાં..!!

"શિવ તું મને કેમ આટલો બધો પ્રેમ કરે છે...? પોતાના ખોળા માં માથું રાખી ને સૂતાં શિવ ના માથામાં હળવેક થી હાથ ફેરવી અમાયા એ કહ્યું.

"અરે કેમ એટલે..આતો કોઈ પ્રશ્ન છે..કે તું મને કેમ આટલો બધો પ્રેમ કરે છે.."પોતાના ચહેરા પર ઢળેલા અમાયા ના ચહેરા તરફ જોઈને શિવ એ કહ્યું.

"અરે કેમ ના પુછાય..?મને આજે તો આ સવાલ નો જવાબ જોઈએ જ ..નહીં તો તારી કટ્ટી.."મોં ફુલાવીને અમાયા એ કહ્યું.

"અરે શું.. તું પણ નાના છોકરાઓ જેવું કરે છે..આવું થોડું ચાલતું હશે.."શિવ એ કહ્યું.

"ભલે ના ચાલે..પણ આજે તો તારે કહેવું જ પડશે કે તું મને કેમ આટલો બધો પ્રેમ કરે છે..જો મને તારો જવાબ યોગ્ય લાગ્યો તો ઠીક નહીં તો..આપણું રિલેશન અહીં જ પૂરું.."સ્ત્રીહઠ હવે મજબૂત બની ગઈ હતી.

"સારું હું કહું છું..કે હું તને કેમ આટલો બધો પ્રેમ કરું છું.."અમાયા ના ખોળા માં થી પોતાનું માથું લઈ અમાયા ની બાજુ માં બેસતાં શિવ એ કહ્યું.

"જો દિકુ..મને પ્રેમ જેવી વસ્તુ હોય છે એનો વિશ્વાસ જ નહોતો..હું તો ખાલી એટલું સમજતો કે બે વિજાતીય પાત્રો એકબીજા ની નજીક આવે અને એકબીજા ને દેહ ની બનાવટ થી આકર્ષાય એને જ લોકો પ્રેમ કહે છે..પ્રથમ વખત તને મળ્યો ત્યારે મને પણ એવું ખેંચાણ જ થયું હતું પણ મારી આખી જીંદગી માં કોઈ સ્ત્રી પાત્ર ને જોઈ ને હું પ્રથમ વખત આકર્ષાયો હતો.."અમાયા ના સુંદર ચહેરા ને પોતાના હાથ વચ્ચે લઈને શિવ એ કહ્યું.

"પછી આગળ.."અમાયા એ કહ્યું.

"બસ પછી તો ખબર નહીં.. તારું કેવું વળગણ લાગ્યું કે હું તારો દિવાનો થઈ ગયો..તારા ચહેરા ની સાથે તારા નામ સાથે પણ મને આકર્ષણ થઈ ગયું..મારા મિત્રો પણ જ્યારે તને ભાભી કહેતાં ત્યારે મને સારું લાગતું..તે મને તિરસ્કૃત કરી દૂર કર્યો ત્યારે હું બેચેન થઈ ગયો..દુઃખ અને ઉદાસી ની ચરમસીમા એ પહોંચેલા મને એ નહોતું સમજાતું કે હજુ હું તને વધુ ઓળખતો પણ નથી કે નથી આપણા વચ્ચે એવો કોઈ સંબંધ પણ મને આટલું બધું દુઃખ શેનું.. તારી એક ઝલક જોવા તડપતો..દિવસ રાત તારા જ વિચાર કરતો..આ બધી વાત પર થી હું સમજી ચુક્યો હતો કે હું પ્રેમ માં પડ્યો છું..મારા પથ્થર હૃદય ને પીગળાવી દેનાર તું..હસવું અને રડવું કોને કહેવાય એ સમજાવનાર તું,પ્રેમ નો સાચો મતલબ શિખવાડનાર તું..મારા દિવસો નું ચેન અને રાતો નું સુકુન એટલે તું..અમાયા..તું!! બસ એટલે જ હું તને પ્રેમ કરું છું..."એક જ શ્વાસ માં ઘણું બધું બોલ્યાં પછી શિવ અમાયા ના ગળે વળગી ગયો.

શિવ ની વાતો સાંભળીને અમાયા ની રિસ ઉતરી ગઈ અને એને પણ શિવ પર પોતાની પકડ મજબૂત બનાવી..અમાયા શિવ ના ચહેરા ના દરેક ભાગ ને ચુમી રહી હતી તો શિવ આ ક્ષણ ને આંખો બંધ કરી ને મનભરી ને માણી રહ્યો હતો..આખરે અમાયા એ પોતાનાં તરસ્યાં અધરો ને શિવ ના અધર પર રાખી ને લાંબા સમય સુધી એનું રસપાન કરી ને આવતી મુલાકાત સુધી ની પોતાની તરસ છીપાવી લીધી.

કુદરત એ એક કરેલાં આ પ્રેમી પંખીડા વચ્ચે નો પ્રેમ દિવસે અને દિવસે વધતો જતો હતો..એમાં પણ અમાયા ના કલાસ પૂર્ણ થયાં પછી મળવાનું ઓછું થતું એટલે જેમ દુરી વધે એમ પ્રેમ બેવડાય એ વાત ના અનુસંધાન માં શિવ અને અમાયા વચ્ચે નો પ્રેમ પણ પરવાન ચડવા લાગ્યો હતો..હવે તો એક ઘડી પણ અલગ રહેવું બંને ને વર્ષો સમાન લાગતું હતું..!!

***

એક દિવસ અમાયા નો શિવ પર કોલ આવ્યો કે આજે રાતે ઘરે મળવા આવ...પહેલાં તો શિવ થોડો ચમક્યો અને એને અમાયા ને કહ્યું..

"શું સાવ ડોબા જેવી વાત કરે છે..આજે રાતે મળવાનું અને એ પણ તારા ઘરે..જાન લેવાનો ઈરાદો તો નથી ને.."

"અરે આજે અબ્દુલ ભાઈ ના ઘરે છોકરા નો જન્મ થયો તો ઘર ના બધા લોકો ગોધરા ગયાં છે,ભાભી ના પિયર..તો આજે રાતે હું એકલી જ છું..અબ્બુ એ જતાં જતાં નુસરત ચાચા ને કહ્યું કે જુબેદા ને આજે રાતે મારા ઘરે મોકલી દે..એટલે આજે ઘરે હું અને જુબેદા જ હોઈશું.."અમાયા એ કહ્યું.

અમાયા ને રૂબરૂ મળે પાંચ દિવસ વીતી ગયાં હતાં એટલે શિવ પણ આજે આ તક હાથ માં થી જવા દેવા માંગતો નહોતો..એટલે અમાયા ની વાત સાંભળી શિવ એ કહ્યું..

"સારું તો રાતે અગિયાર વાગે હું તારા ઘર ની પાછળ ની બારી માં થી ઘરે આવી જઈશ.."

"સારું તો હું તારી રાહ જોઈશ મારા હીરો.."હસતાં હસતાં આટલું કહી અમાયા એ કોલ કટ કરી દીધો.

રાતે અગિયાર વાગે શિવ સાચવીને કોઈ જોવે નહીં એ રીતે અમાયા ની ઘર ની પાછળ આવેલી બારી માં થી કુદી ને ઘર માં પ્રવેશ્યો..શિવ એ આજુ બાજુ નજર કરી તો કોઈ દેખાયું નહીં..એને બારી બંધ કરી અને અમાયા ને કોલ લગાવ્યો.

એક બે રિંગ વાગી એટલે અમાયા એ કોલ કટ કરી દીધો..અમાયા ના કોલ કટ કરવાથી શિવ ને ઘણો ગુસ્સો આવ્યો..એ અમાયા ને ફરીવાર કોલ કરવા જ જતો હતો એટલા માં અમાયા નો મેસેજ આવ્યો.."ઉપર પગથિયાં ચડી ને જે જમણી તરફ રૂમ છે એમાં આવી જા.."

અમાયા નો મેસેજ જોઈ પહેલા તો શિવ ને નવાઈ લાગી પણ પછી અમાયા એ કંઈક સપ્રાઇઝ રાખ્યું હશે એમ વિચારી એ ધીરે ધીરે દાદર ના પગથિયાં ચડી ઉપર આવ્યો..જમણી તરફ ના રૂમ તરફ ગયો અને ત્યાં જઈને દરવાજા ને નોક કર્યો..

"દરવાજો ખુલ્લો જ છે..અંદર આવી જાઓ ભાઈજાન.."અંદર થી જુબેદા નો અવાજ આવ્યો.

અવાજ સાંભળી શિવ દરવાજો ખોલી ને અંદર પ્રવેશવા જ જતો હતો ત્યાં જુબેદા એનો રસ્તો રોકી વચ્ચે ઉભી રહી.!!

"અરે ખસ ને.."વ્યાકુળ સ્વરે શિવ એ કહ્યું.

"તમારે મારી સહેલી ને મળવું હોય તો આજે મને ટેક્સ આપવો પડશે..કેમકે આજ નો દિવસ..અરે રાત બહુ ખાસ બનવાની છે.."હસી ને જુબેદા એ કહ્યું.

"બોલ તારે શું જોઈએ છે..?"અમાયા ને મળવા ઉતાવળાં થયેલાં શિવ એ કહ્યું.

"દસ હજાર..ના જાઓ તમે પણ શું યાદ કરશો કે શું બેન મળી હતી..પાંચ હજાર..."જુબેદા એ કહ્યું.

શિવ એ ખિસ્સા માં થી બે હજાર ની બે નોટો કાઢી જુબેદા ને આપી અને કહ્યું.."લે મારી મા..હવે તો ખુશ ને..હવે જવા દે અંદર.."

"હજાર ઓછા છે..પણ ચાલશે...એન્જોય..હું જાઉં છું નીચે અને ત્યાં જ સુઈ જઈશ.."ખડખડાટ હસીને જુબેદા એ કહ્યું..અને પછી દોડીને પગથિયાં ઉતરી ગઈ.

જુબેદા ના જતાં ની સાથે જ શિવ એ રૂમ નો દરવાજો બંધ કર્યો અને અંદર ની તરફ નજર કરી..શિવ એ જોયું તો પલંગ પર પોતાના ઢીંચણ માં પોતાનો ચાંદ જેવો ચહેરો છુપાવી ને અમાયા બેસી હતી..અમાયા એ આજે લીલા રંગ નો મુસ્લિમ છોકરીઓ પહેરે એવો લહેનગા ટાઈપ નો ડ્રેસ પહેર્યો હતો..એના હાથ માં લાલ રંગ ની બંગડીઓ ખૂબ સુંદર લાગી રહી હતી..!!

અમાયા એ પોતાના બંને હાથ માં સુંદર મહેંદી મૂકી હતી..કોઈ દુલ્હન સજે એમ આજે એ શિવ માટે સજી હતી..શિવ હળવેક થી એની નજીક ગયો અને પલંગ માં અમાયા ની જોડે બેસી ગયો..શિવ એ પોતાના હાથ થી અમાયા ના ચહેરા ને થોડોક ઊંચો કર્યો..ચાંદ જેવા સુંદર ચહેરા પણ મોતી સમાન ચમકતી આંખો ને સુરમો લગાવી વધુ નશીલી બનાવવામાં આવી હતી.લાલ રંગ ની લિપસ્ટિક થી સજાવેલા અધર જાણે ખુલ્લું આમંત્રણ આપી રહ્યાં હતાં..થોડો સમય અમાયા ની ઝુકેલી આંખો અને કુદરત ની કારીગરી સમાન ચહેરા ને જોઈને શિવ એ કહ્યું..

"આંખ, હોઠ અને હૈયાં માં હરખ લાગે છે..

સાજન મળવાના કોઈ ખબર લાગે છે..

વધુ સમય ના જોશો ક્યારેય અરીસા ને..

સાંભળ્યું છે કે ઘણીવાર પોતાની પણ નજર લાગે છે.."

શિવ ના શબ્દો જાણે જાદુઈ અસર કરી ગયાં હોય એમ અમાયા નો દેહ અત્યારે ધ્રુજી રહ્યો હતો..આવનારા સમય ની કલ્પના નો રોમાંચ એની નસે નસ માં વહી રહ્યો હતો..અમાયા એ પોતાની આંખો શિવ ની આંખો પર સ્થિર કરી..અમાયા ના માથે રાખેલા દુપટ્ટા ને શિવ એ નીચો કર્યો અને પ્રેમ પૂર્વક કહ્યું..

"અમાયા..આજે તને જોઈને એવું થાય છે કે હું દુનિયા નો સૌથી વધુ નસીબદાર માણસ છું..ઇન્દ્ર જોડે ઉર્વશી અને રંભા છે તો મારા જોડે એ બંને થી પણ ચડિયાતી અમાયા..અમાયા હું તને જીવ થી પણ વધુ પ્રેમ કરું છું..અને છેલ્લા શ્વાસ સુધી કરતો રહેવાનો..શિવ ના જીવવાનો બસ એક જ આધાર છે એની અમાયા.."

"અને અમાયા ના જીવવાનો આધાર છે એનો શિવ.."ઘણા સમય થી ચૂપ બેસેલી અમાયા એ આટલું કહ્યું.

અમાયા ની વાત સાંભળી શિવ એ પોતાના બંને હાથ પહોળા કર્યા..અમાયા એ ઘડીભર ની પણ પ્રતિક્ષા કર્યા વિના પોતાની જાત ને શિવ ની બાહો માં છુપાવી દીધી..રાત અને પ્રેમ નો નશો અત્યારે બંને ને મદહોશ કરી રહ્યો હતો..એક તો ઉછળતી જવાની અને એમાં પણ એકલતા ના સંજોગો અત્યારે આવનારા તોફાન ની આગાહી કરી ચૂક્યાં હતાં..!!

પ્રેમ ની પરાકાષ્ઠાએ પહોંચવા બનેલા શિવ અને અમાયા અત્યારે બધું ભાન ભૂલી ચુક્યા હતાં.. હા પ્રેમ માં શારીરિક સંબંધ નું મહત્વ તો નથી જ પણ ઘણીવાર તમારા પ્રેમ ને શબ્દો કરતાં સ્પર્શ વડે વધુ સમજાવી શકાય છે એ વાત ને બંને સારી રીતે સમજતાં હતાં.. એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ કરતા આ યુગલ પ્રેમી પંખીડા અત્યારે એક મેક માં સમાઈ જવા અધીરા બન્યાં હતાં..!!

જેમ ભમરો ફૂલો માં થી રસ ચૂસતો હોય એમ શિવ એ સૌપ્રથમ અમાયા ના અધરો નું મનભરી ને રસપાન કર્યું..ધીરે ધીરે બંને ક્યારે નિઃવસ્ત્ર થઈ ગયાં એની કોઈને ખબર ના રહી..ધીરે ધીરે બંને ના દેહ એક થઈ ગયાં..એક અદ્વિતીય પ્રેમ ની લાગણી ના તંતુ એ બંને બંધાઈ ચૂક્યાં હતાં..!!

મોડીરાત સુધી બંને વચ્ચે ની કામ ક્રીડા ઓ ચાલતી રહી આખરે થાકીને બંને ક્યારે સુઈ ગયાં એની કોઈને જાણ ના રહી..સવારે પાંચ વાગતાં શિવ ના મોબાઈલ માં એલાર્મ વાગ્યું એટલે શિવ ઉભો થયો અને એને પોતાના કપડાં ફટાફટ પહેરી લીધા પછી અમાયા ને પણ એના વસ્ત્રો પહેરી લેવા કહ્યું અને અમાયા ના કપાળ પર જતાં જતાં એક નાનકડું ચુંબન આપી ને શિવ મોં સૂઝણુ થયાં પહેલાં ત્યાંથી નીકળી ગયાં.

શિવ ના ગયાં પછી પણ અમાયા વીતી ગયેલી રાત ના હસીન વિચારો માં ખોવાયેલી રહી..અત્યારે એના શરીર માં અજબ ની બેચેની વ્યાપ્ત હતી..આજે એ અને શિવ એક થઈ ગયાં હતાં..અમાયા થોડા સમય પછી ઉભી થઈ અને રૂમ માં અહીં તહીં પડેલાં પોતાના વસ્ત્રો ને ભેગાં કર્યા અને સ્નાન કરવા માટે બાથરૂમ માં પ્રવેશી..!!

***

શિવ આવ્યો હતો એજ રસ્તે બારી કુદી ને કોઈ જોતું નથી એની ખાત્રી કરીને પોતાના ઘરે જતો રહ્યો..પણ કહ્યું છે ને પ્રેમ ક્યારે છુપાયેલો રહ્યો છે તે રહેવાનો..!!

બસ આજ વિધાન ને સાર્થક કરતી ઘટના જ્યારે શિવ અમાયા ના ઘર માં થી બહાર નીકળતો હતો ત્યારે બની..સવારે છાપા વેંચવા જતાં સૈયદ નામના એક વ્યક્તિ એ શિવ ને બારી માં થી ઉતરતાં જોઈ લીધો..સવારે થોડું અંધારું હતું એટલે શિવ એ તો એને જોયો નહીં પણ સૈયદ એ શિવ ને જોઈ લીધો..!

સૈયદ ને અમાયા ના ઘર ના કોઈ જોડે વધુ ઓળખાણ હતી નહીં એટલે એ અમાયા ના ઘરે તો કહેવા ના ગયો..પણ સૈયદ થોડો કટ્ટર સ્વભાવ નો હતો એટલે હિન્દૂ છોકરા નું મુસ્લિમ છોકરી સાથે નું પ્રેમ પ્રકરણ એને આંખ ના કણા ખૂંચ્યું તો હતું જ..શિવ નો ગુસ્સેલ સ્વભાવ એ જાણતો હતો એટલે શિવ ને સામે ચાલી ને કંઈપણ કહેવાની તો હિંમત સૈયદ ના માં નહોતી..કેમકે આજ થી ચાર વર્ષ પહેલાં ક્રિકેટ ની મેચ દરમિયાન થયેલાં ઝઘડા માં ચાર લોકો ને શિવ એ એકલા હાથે મારી મારીને અધમુંઆ કર્યાં હતાં એ વાત નો સૈયદ સાક્ષી હતો એટલે બહુ દોઢ ડાહયું થવું ઉચિત નથી એવું એને વિચાર્યું.

સૈયદ ને રાજુ સાથે થોડું સારું બનતું એટલે એને રાજુ ને કહી આ વાત ને અહીં જ પૂર્ણ કરાવવાનું વિચાર્યું..એટલે એ જઈને રાજુ ને મળ્યો અને રાજુ ને કીધું..

"જો રાજુ..તારો મિત્ર શિવ હમણાં થી બહુ હવામાં ઉડે છે..એને બોલ થોડો માપ માં રહે.."

"એટલે તું કહેવા શું માંગે છે સૈયદ..શિવ એ એવું તો શું કર્યું છે..?"રાજુ એ કહ્યું.

"પેલાં નવા નવા રહેવા આવેલાં હુસેનમિયાં ના ઘરે થી મેં એને નીકળતાં જોયો છે..સવાર ના પાંચ વાગે અને એ પણ પાછલી બારી થી ઉતરવા નું કારણ હું ના સમજુ એટલો એ ડફોર નથી..આમાં બહુ મજા નહીં આવે...સમજાવી દેજે તારા દોસ્ત ને.."પોતે જોયેલી વાત ને સૈયદે રાજુ ને કહી.

સૈયદ ની વાત સાંભળી રાજુ ને આંચકો તો લાગ્યો..કેમકે ચાલ માં જો હિન્દૂ છોકરાનું મુસ્લિમ છોકરી જોડે પ્રેમ પ્રકરણ ચાલે એવી વાતો ઉડે તો આગળ જતાં મોટી મગજમારી થાય અને આ પ્રેમ પ્રકરણ ને લોકો સાંપ્રદાયિક મુદ્દો બનાવી ને બહુ ઉછાળે.. એટલે શિવ ને વહેલામાં વહેલી તકે સમજાવી પાછો વાળવો પડશે એવોનીર્ધાર કરી રાજુ એ સૈયદ ને ઉદ્દેશીને કહ્યું.

"જો સૈયદ હવે આ વસ્તુ ફરી નહીં બને એની જવાબદારી હવે મારી..તું આ બધું જોયું છે એ વાત ભૂલી જા..હવે આ વાત મને કરી તો કરી કોઈને કરતો નહીં.."

"સારું રાજુ તું કહે છે તો હું અહીં જ આ વાત ને પડતી મુકું છું..પણ હવે આ ચેપ્ટર અહીં જ ક્લોઝ થઈ જવું જોઈએ..ખુદા હાફિઝ.."આટલું કહી સૈયદ નીકળી ગયો.

સૈયદ ના જતાં ની સાથે રાજુ એ કાળુ અને જોની ને ફોન કરી સૈયદે કરેલી વાત જણાવી ..રાજુ અને કાળુ એ સાંજે ભીખાભાઈ ની કીટલી પર મળવા માટે શિવ ને બોલાવીને એને રૂબરૂ માં જ બધુ સમજાવવાનું પાકું કર્યું અને એ અનુસંધાન માં રાજુ એ કોલ કરીને શિવ ને સાંજે સમયસર ભીખાભાઈ ની કીટલી પર આવી જવા પણ જણાવી દીધું..!!

***

હવે ધીરે ધીરે આગળ વધી રહેલી શિવ અને અમાયા ની લવ સ્ટોરી ક્યાં સુધી પહોંચશે એ જાણવા વાંચતા રહો..દિલ કબૂતર નોવેલ નો નવો ભાગ આવતા સપ્તાહે..!!

લેખક:- દિશા. આર પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED