Aadhya Shakti Maa Meldi books and stories free download online pdf in Gujarati

આદ્યશક્તિ માં મેલડી

આદ્ય શક્તિ

માં મેલડી

" આદિ અનાદિ કાળ કદાચ ખુટ્યા હશે, સદિઓ ની સદી કદાચ વિતેલી હશે, અનંત શુરુઆત થયેલી હશે અને અનંત અંત થયેલા હશે ત્યાર ની વાત મંડાયેલી છે. પરમાત્મા નો અનંત અવતાર માનો એક અવતાર શિવશક્તિ ની લીલા મંડાયેલી છે."

શ્રી આદ્ય શક્તિ માં મેલડી ના પ્રાગટ્ય ની વાત છે

"સદીઓ પહેલાં ની વાત છે જયારે દેવ- દેવીઓ નો પહોર હતો. તે પહોર માં મહાશક્તિશાળી મહાદાનવ કહી શકાય તેવો મહિષાસુર નામનો એક અતિ બળવાન રાક્ષસ પોતાની શક્તિ અને આસુરી સેના ના જોરે આખી પૃથ્વીલોક માં ત્રાસ ફેલાવી રહ્યો હતો."

" માં ધરતી ના ખોળે હાહાકાર મચાવી દીધો હતો, આ અનંત ધરતી પર રાજ કરતા એવાં અનેકો રાજાઓને તે રાક્ષસોએ હરાવી ને ભગાડી મૂક્યા હતા, મહિષાસુર નામનો તે અસુર આ ધરતી પર રાજ કરવા લાગ્યો, આ ધરતી પર તપ કરતા મહાપુરુષો- સાધુઓ; સજ્જન માણસો પર અત્યાચાર કરવાનું ચાલું કર્યુ, જંગલ માં વર્ષો થી તપ કરતા ૠષિ મુનિઓને પણ તેને હેરાન કર્યા, તેમનાં તપ ભંગ કરાવ્યા; હવન માં હાડકા નાખ્યા અને યજ્ઞો બંધ કરાવવા અસુરો આખાં જંગલ માં ફરી વળ્યા."

દિવસે ને દિવસે આ અસુરો નો ત્રાસ વધવા માંડ્યો તેથી તે ૠષિ મુનિઓ માંના એક જૈમીની નામના ૠષિ એ મહિષાસુર સામે જોઈ ને કહયું કે, "હે અસુરો ના રાજા, અમને ૠષિઓને ત્રાસ આપી ને તને શું મળવાનું છે? તારે જો તારી શક્તિ જ બતાવવી હોય તો, તારાં અસુરો ને; તારાં પૂર્વજ એવાં મધુ-કૈટભ અને ભસ્માસુર ને મારનારા એવાં માં આદ્યશક્તિ સામે લડવા જા."

જૈમીની ૠષિ નું આવું વચન સાંભળી મહિષાસુર વિચારો માં ડુબી ગયો એટલે તેને પોતાના અસુરો ની સેના ને બોલાવીને માં આદ્યશક્તિ સામે લડવા જવાની વાત કહીં ને સેનાપતિઓનું મંતવ્ય જણાવવા કહ્યું એટલે સેનાપતિઓ એ કહ્યુ કે ,"આપ જે નકકી કરો તે અમને સૌને મંજૂર છે."

" આમ મહિષાસુર પોતાના ગુરુ શુક્રાચાર્ય પાસે જઈ ને માં આદ્યશક્તિ સામે લડવાની પોતાની ઈચ્છા દર્શાવી."

" શુક્રાચાર્ય એ કહ્યુ કે," હે અસુરરાજ, માં આદ્યશક્તિ સામે લડવું એ રમત ની વાત નથી, જો તારે માં આદ્યશક્તિ સામે લડવું હોય તો તારે બ્રહ્માજી નું ભારે તપ કરીને તેમને પ્રસન્ન કરી અને વરદાન માંગજે કે મારું મૃત્યુ કયારેય ન થાય."

આમ આ અમરત્વ નુ વરદાન મેળવ્યા પછી જ માં આદ્યશક્તિ સામે લડવા જઈ શકાય. " પોતાના ગુરુ ની સલાહ માની અને તેને બ્રહ્માજી નું તપ માંડ્યું, આમ બારસો વર્ષ સુધી તેને બ્રહ્માજી નું તપ માંડ્યું, મહિષાસુર ના આ ઉગ્ર તપ જોઈ ઈન્દ્ર ગભરાઈ ગયા કે કયાંક આ અસુર ઈન્દ્રાસન માટે તપ કરતો હશે ! એટલે ઈન્દ્ર એ અગ્નિ દેવ ને જંગલ માં મોકલ્યા, અગ્નિદેવ ના માત્ર આગમન થી જ આખું જંગલ ભડભડ બળવા લાગ્યુ" આ સળગતા જંગલ માં પણ મહિષાસુર ગભરાયો નહીં અને તેને તપ ચાલું રાખ્યું."

આ ઉગ્ર તપ જોઈ ને બ્રહ્માજી પ્રસન્ન થયા અને પ્રગટ થઈ તેમને કહયું કે, "હે અસુરરાજ, તારે જે જોઈતું હોય તે માંગ." હાથ જોડી મહિષાસુર બોલ્યો કે, "પ્રભુ, આપ મારા તપ થી પ્રસન્ન થયા હોય તો હું કયારેય ન મરું એવું મને અમરત્વ નુ વરદાન આપો."

બ્રહ્માજી એ કહ્યુ કે, " જે જન્મે છે તેને મૃત્યુ સ્વીકારવું જ પડે છે માટે આ અશક્ય છે, તું બીજું વરદાન માંગ."

આ સાંભળીને અસુર બોલ્યો કે, "હું કોઈ પુરુષ થી ન મરું એવું વરદાન આપો."

"બ્રહ્માજી તથાસ્તુ કહી ને અંતરધ્યાન થઈ ગયાં."

મહિષાસુર ના આ સમાચાર ચારે દિશામાં ગુંજવા માંડયા અને તેને કારણે ખડબડાટ મચી ગયો કે હવે મહિષાસુર કોઈ દેવતાઓ ને સુખે થી નહીં રહેવા દે. મહિષાસુર પણ પોતાની અસુર સેના લઈ ને પાતળ લોકોને જીતવા નીકળી પડ્યો. પાતાળ લોક પર ચડાઈ કરી અને પાતાળ લોક ના રાજા વાસુકી તેમનો જીવ બચાવી ભાગી ગયા.

"મહિષાસુરે પાતળ લોક જીતી લીધું."

ત્યારબાદ તેને સ્વર્ગ પર દ્રષ્ટી કરી. "ઈન્દ્ર ને પણ હરાવી સ્વર્ગ નું રાજ પણ મારે હસ્તક કરું." એમ વિચારી મહિષાસુરે સ્વર્ગ પર પણ ચડાઈ કરી." ઈન્દ્ર ના લશ્કરે મહિષાસુર ને ઘણા રોકવાના પ્રયત્નો કર્યા, પણ તેને રોકી શક્યા નહીં. આ જોઈ ઈન્દ્ર ગભરાયો અને સીધો ગયો બ્રહ્માજી પાસે.

ઈન્દ્ર બ્રહ્માજી ને પગે લાગીને વિનંતી કરવાં લાગ્યો કે,"મને બચાવો, સ્વર્ગ ને બચાવો. "

બ્રહ્માજી એ કહ્યુ કે," હવે મારું કામ નથી ચાલો ભગવાન મહાદેવ પાસે."

બંન્ને ભગવાન મહાદેવ પાસે ગયાં .

"ઈન્દ્ર અને બ્રહ્માજીની વાત સાંભળી મહાદેવ પણ વિચાર માં પડી ગયાં કે અસુરો ને રોકવા કઈ રીતે?"

ભગવાન મહાદેવ, બ્રહ્માજી અને ઈન્દ્ર સાથે મહાસાગર માં શેષશૈયા પર બિરાજમાન ભગવાન વિષ્ણુ પાસે જઈ વંદન કરી કહેવા લાગ્યા કે, " આ મુસીબત નો શો ઉપાય છે? "

ભગવાન વિષ્ણુ બોલ્યા કે,"આ મહિષાસુર બળવાન છે અને તેણે બ્રહ્માજી નું વરદાન પણ મેળવ્યું છે, માટે આપણે કોઈ તેની સાથે ટકી શકીએ નહીં, આ મહિષાસુર નો નાશ માં આદ્યશક્તિ જ કરી શકે એમ છે માટે દેવતાઓ એ માં આદ્યશક્તિ ને પ્રસન્ન કરવાં પડશે."

"બ્રહ્માજી, વિષ્ણુ, મહેશ, ઈન્દ્ર તથા બધાં જ દેવતાઓ માં આદ્યશક્તિ ની સ્તુતિ કરવાં લાગ્યા."

આ સ્તુતિ દ્વારા માં ભગવતિ આદ્યશક્તિ પ્રગટ થયાં અને પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે, " હે દેવતાઓ ! ગભરાશો નહીં. મહિષાસુરે અજાણે પોતાનું જ મોત વરદાન માં માગ્યું છે. હું તેની સાથે યુદ્ધ કરી તેણે રણ માં રોળી ત્રણેય લોકને એના ત્રાસથી મુક્ત કરીશ."

માં ભગવતિ નું આવું વચન સાંભળી દેવતાઓ માતાજી ની સ્તુતિ કરવાં લાગ્યા. પછી માં આદ્યશક્તિ અંતરધ્યાન થઈ ગયાં. માં ભગવતિ આ પૃથ્વી પર પ્રાગટ્ય થયાં.

"માં ભગવતિ નું વર્ણન એ અશક્ય વાત છે પણ તેમનું વર્ણન કરવામાં આવે તો, અષ્ટ આયુધો ધરાવતી માં આદ્યશક્તિ, અદ્ભૂત તેજી ઉઠતુ માં ભગવતિ નું લલાટ પર નું મુગુટ, સુર્ય નું તેજ ઝાંખુ પડે તેવું માડી નું ત્રિશુલ, અને સિંહ પર અસવાર થઈ માતા મહિષાસુર ના નવા વસાવેલા શહેર મહિસુર તરફ પ્રયાણ કર્યું. "

આમ થતાં મહિષાસુર ના મહાબળવાન સેનાપતિઓ ચંડ અને મુંડે માં ભગવતિ ને આવતાં જોયા. પૂર્ણિમા નો ચંદ્ર ઝાંખો પડે તેનાથી પણ તેજી ઉઠતુ મુખ, કમર સુધી નો કાળો ભમ્મર ચોટલો, સુવર્ણ આભુષણો. માં ભગવતિ નું આ રુપ જોઈ ને અસુરો અંજાઈ ગયા, અસુરોએ મહિષાસુર ને જાણ કરી કે એક અતિ સ્વરુપવાન સ્ત્રી આપણા રાજ્ય માં આવી છે. મહિષાસુરે ચંડ અને મુંડ ને તે સ્ત્રી ને માન-સન્માનપુર્વક લાવવા હુક્મ કર્યો.

"મહિષાસુર ની આજ્ઞા થતાં જ બંન્ને અસુરો હજારોની અસુર સેના લઈ માતાજી નું સ્વાગત કરવા ઉપડ્યા."

ત્યા જઈ માં ભગવતી ને કહેવા લાગ્યા કે, "હે દેવી ! ભૂલોક, પાતાળલોક અને સ્વર્ગલોક અમારા સ્વામી નું નામ સાંભળતાં જ કાંપે છે, એવાં અસુરરાજ મહિષાસુરે તમને તેડાવ્યા છે."

"આવું નિવેદન સાંભળી ને માતાજી બોલ્યા કે,"હે સેનાપતિઓ, મહિષ એટલે પાડો. શું તમારા સ્વામી ની બુદ્ધિપાડા જેવી છે?" માતાજી ના આ વ્યંગ સાંભળી ને ચંડ અને મુંડ ક્રોધે ભરાયાં અને માતાજી ને ધમકી આપવાં લાગ્યા.

માતાજી એ ત્રિશુલ વાળો હાથ ઊંચો કર્યો ત્યા તો હજારોની સેના લઈ ને ચંડ અને મુંડ ત્યાથી ભાગ્યા અને મહિષાસુર પાસે પાછા ફર્યા અને કહેવા લાગ્યા કે, "હે સ્વામી !તે સ્વરુપવાન સ્ત્રી બહું જ શક્તિશાળી છે. અમે તેણે આપની પાસે લાવી શક્યા નહીં. "

ત્યારબાદ મહિષાસુરે રક્તબીજ અને ધુમ્રલોચન નામના બળવાન સેનાપતિઓ ને એ સ્ત્રી ને લઈ આવવા હુક્મ કર્યો અને કહયું કે, " તે રુપમતિ ને સમજાવીને લઈ આવો, જો ન માને તો ચોટલો ઝાલી ને તેને લઈ આવજો."

ચાલીસ હજાર ની અસુર સેના લઈ રક્તબીજ અને ધુમ્રલોચન ઉપડ્યા અને દુરથી માતાજી ને ઉભેલાં જોયાં; બંન્ને અસુરો નજીક જઈ કહેવા લાગ્યા કે, "હે સુંદરી જીદ ન કર અને અમારી સાથે ચાલ. જો તું ના પાડીશ તો અમે તને ચોટલો ઝાલી બળજબરીથી ખેંચી ને લઈ જઈશું. "

આ સાંભળીને માં આદ્યશક્તિ ગુસ્સે થયાં, તેથી માં ભગવતી એ તેની સાથે યુદ્ધ આરંભ્યું. તે યુદ્ધ માં રક્તબીજ અને ધુમ્રલોચન નો વિનાશ કર્યો તથા ચંડ અને મુંડ તથા શુંભ નિશુંભ નો પણ વિનાશ કર્યો.

"આ બધું જોઈને મહિષાસુર પોતે એક લાખ સાંઈઠ હજાર અસુર નું લશ્કર લઈ માતાજી સામે લડવા ઉપડયો. "

આ જોઈ માં આદ્યશક્તિ એ લીલા રચી.

માતાજી એ મહાકાળી, મહાદેવી, ભદ્રકાળી, મહાસરસ્વતી, મહાલક્ષ્મી જેવાં રુપ ધારણ કરી ને મહિષાસુર ની સામે યુદ્ધ આરંભ્યું, લડાઈ- યુદ્ધ ના શંખનાદ થયાં, ધુળ ની ડમરી થી સુર્ય નું તેજ ઝાંખું થવાં લાગ્યુ, દિશા ઓ ગુંજવા લાગી, ભયંકર સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી અને મહિષાસુર ની આ અસુરસેના નાશ પામી, પોતાની આ હાલત જોઈ મહિષાસુર યુદ્ધ નું મેદાન છોડી ને જીવ બચાવવા માટે ભાગી ગયો, કારણ કે એને ખબર પડી ગઈ હતી કે હવે મને દેવી મારી નાખશે.

" લોહીની નદીઓ ઓળંગતો કાળાં પહાડ જેવો મહિષાસુર પાડા નું રુપ લઈ ધુળ ની ડમરીમાં ના દેખાય તેમ ભાગવા લાગ્યો, માં આદ્યશક્તિ પવનવેગી રથ માં સવાર થઈ મહિષાસુર ની પાછળ પડ્યા. "

" માં ભગવતી ને પોતાની નજીક પહોંચતાં જોઈ મહિષાસુર, એક ભેંસ ના ટોળાં માં પાડો બનીને સંતાઈ ગયો, માતાજી એ ત્યા જઈ ને ગોવાળ ને પુછ્યુ, ગોવાળે તેમને ઇશારા થી પાડો બનેલાં મહિષાસુર ને બતાવી દીધો, મહિષાસુર ત્યાથી ભાગ્યો અને એક ગાય ના પેટ માં જઈ ને સંતાઈ ગયો, માં ભગવતી ના એક હુંકારા થી મહિષાસુર ગાય ના પેટ માં થી બહાર પડ્યો, મહિષાસુર ને પોતાનું મોત નજીક દેખાતા તે ચમાર ની ચામડી રંગવાના કુંડ માં સંતાઈ ગયો."

માં ભગવતી ને લીલા રચવી હતી તેથી માતા એ કહ્યુ કે, "હું તો એક પવિત્ર દેવી છું, હું મેલાં માં પ્રવેશી શકીશ નહીં તેથી માં આદ્યશક્તિ ભવાની માં જગદંબા એ પોતાના શરીર નો મેલ ઉતાર્યો અને તે મેલ નું પુતળુ બનાવ્યું અને આ પુતળામા માં ભગવતી એ પોતાનો અંશ પૂર્યો. "

" દાંત કચકચાવતુ, હાથ મસળાવતું આ મેલ માંથી બનેલા આ પુતળા એ એક નાની બાળકી નું રુપ ધર્યુ, જેનો વર્ણ શ્યામ હતો, ઘટાદાર કાળા છુટ્ટા વાળ હતા, એક હાથ માં ખપ્પર અને બીજા હાથમાં ખાન્દુડી છરી હતી, જીભ રકતબોળ બહાર લટકતી હતી, આંખો લાલચોળ હતી, જાણે ધરતી પર કાળો સુરજ પ્રકાશમાન થયો હોય તેવા નાના બાળકી શોભવા લાગ્યા."

"તે દેવી નું નામ ન હોવાથી તે નનામી બાળકી કહેવાઈ. "

માં આદ્યશક્તિ એ નનામી બાળકી ને કહયું કે," મહિષાસુર ને મેલ માંથી કાઢો અને માં આદ્યશક્તિ ના હુક્મથી નનામી બાળકી એ મેલાં માં પ્રવેશ કર્યો અને મહિષાસુર ને ગરદન પકડીને બહાર કાઢ્યો, નનામી બાળકીએ મહિષાસુર ને પકડ્યો અને યુદ્ધ રચ્યુ અને સુર્ય ના તેજ જેવું ત્રિશુલ મહિષાસુર ની ગરદન પર પડયું અને માથું ધડ પર થી અલગ થયું."

" નનામી બાળકી એ મહિષાસુર નો નાશ કર્યો, આ જોઈ દેવતાઓ એ નગારા વગડાવ્યા અને પુષ્પો ની વૃષ્ટિ કરી અને મહાદેવ તથા માં આદ્યશક્તિ અને અન્ય દેવી દેવતાઓ એ આ નનામી બાળકી ને અનંત આશીર્વાદ આપ્યા અને દરેક દેવો પોત પોતાના માર્ગે પાછા ફર્યા. "

આ જોઈ ને તે નનામી બાળકીએ બધાં જ દેવો નો માર્ગ રોળ્યો અને કહયું કે," હું નનામી બાળકી છું અને મારું નામ આપો નહીં તો એકેય ને અહીં થી ખસવા નહીં થઉં."

ત્યારે માં આદ્યશક્તિ એ નનામી બાળકી ને કહયું કે,"હે દેવી તમે મારાં મેલ માંથી પ્રગટયા છો, તમે દુષ્ટ અસુર ને મેલ માંથી બહાર કાઢ્યો છે અને અમારી સહાય કરી છે તેથી આ બ્રહ્માંડ ના તમામ દેવી દેવતા ના આશીર્વાદ તમને છે."

અમે તમારું નામ " માં મેલડી "આપીએ છીએ.

"જગત માં જો કોઈ દેવ ચોખ્ખા મા ચોખ્ખુ હશે તો માં મેલડી તમારું નામ લેવાશે."

"જગત માં જો કોઈ દેવ મેલાં માં મેલું હશે તો માં મેલડી તમારું નામ લેવાશે. "

" ચોખ્ખા મા ચોખ્ખી પવિત્ર દેવી અને મેલાં માં મેલી દેવી માં મેલડી તમે કહેવાશો." જે કોઈ ન કરી શકે તે તમે કરશો એવા અમારા દેવો ના આશીર્વાદ છે.

" ઉગતા સુરજ ના રથ માં તમે સવાર હશો, તેથી તમારું નામ ઉગતા સુરજ ની માં મેલડી કહેવાશો."

"તમારો વાસ સ્મશાન માં પણ હશે, મેલી વિદ્યા થી તમે જગત ને રક્ષણ આપશો તેથી તમે મસાણી મેલડી કહેવાશો."

આમ મહાદેવ તથા માં આદ્યશક્તિ અને અન્ય દેવી દેવતાઓ એ માં મેલડી નું નામકરણ કર્યુ.

આ અનંત માયા નું એક જ તત્વ એ શિવશક્તિ છે, એની ગમે તેટલી ચર્ચા કરીએ તો પણ ઓછી છે. માં આદ્યશક્તિ ના અનંત અવતાર માનો એક અવતાર માં મેલડી નો છે. કર્તા હર્તા તો એ જ છે પણ આતો એ ને રચવું હતું એટલે આપણે સહુ એના જ અંશ છીએ

એટલે જ

હું જ તમે છો અને તમે જ હું છો,

તમે અને હું એક જ છીએ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED