મૃત્યુ Raj Brahmbhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃત્યુ


પ્રસ્તાવના 

... "મૃત્યુ":)  આ શબ્દ જયાં કાને પડે એટલે દરેક લોકો ફાંફા મારતાં થઈ જાય છે. જાણે કે કે કોઈ જબરજસ્ત કુતરું આપણી શેરી માં રહેતું હોય અને આપણે એના થી છુપાઈ ને શેરી ની બહાર જતાં હોઈએ અને તેનાથી છુપાઈ ને શેરી માં આવી અને ઘરમાં જતાં રહીએ છીએ. અને એ કારણ છે "ડર"  
હા હા.....કેવી સરળ વાત રહી.
"આતો રહી થોડી સરળ વાત પણ મૃત્યુ એ ખરેખર ખુબ જ સુંદર, સરસ અને સરળ વાત થોડી હોય"?આ પ્રસંગ થોડી સરળ અને સુંદર છે? 
આ પ્રશ્ન તમને થયો જ હશે...
"પણ મારાં વ્હાલા મિત્રો એક સરસ મજા ની વાત કહું તો મૃત્યુ એ ખરેખર ખુબ જ આનંદમયી અને સુંદર અવસર છે."તમે જયારે આ ધરતી પર જન્મ લ્યો છો ત્યાર થી માંડીને તમે તમારો દેહ છોડો છો ત્યાર સુધી નો જો કોઈ મહાપ્રસંગ હોય તો તે છે મૃત્યુ નો પ્રસંગ.જેને મહામિલન નો પ્રસંગ પણ કહેવાય છે. 
"અરે...હજુ સુધી હું તો મર્યો જ નથી.મને તો મરવાનો અનુભવ પણ નથી અને બીજી વાતતો એ છે કે આ પ્રસંગ લખનાર લેખક પણ ગજબ નો છે...એને પણ આ અનુભવ કર્યો નથી છતાં પણ હોંશે હોંશે કહે છે કે "જો કોઈ પ્રસંગ હોય તો મૃત્યુ જેવો તો નહીં જ." આ પ્રશ્ન તમને થયો જ હશે. 
 મારાં વ્હાલા મિત્રો સત્ય વાત શુ છે એ તો આપણ ને ખબર જ નથી. એટલે જ કદાચ હું અને તમે ગુંચવાઈ ને ગુંચવાઈ ને જીવીએ છીએ. કારણ કે આપણ ને સત્ય ખબર જ નથી અને પછી....."અરેરે મૃત્યુ"...."અરેરે મારાં બાજુ વાળો મરી ગયો".... "અરેરે મારો સાથી ક્લાયન્ટ જતો રહ્યો"..."અરેરે મારો સગો વ્હાલો જતો રહ્યો"... અને અજાણ્યે સૌથી મોટો ધ્રાસકો આપણ ને વાગે અને ના લેવા દેવા.. છતાંય આપણે હોસ્પિટલમાં દાખલ થવું પડે. અને બીજા બધાં ગાંડાની જેમ રડે જાય. અને પોતાનું વર્તમાન નું જીવન બગાડી ને બેસી જાય પણ તે મુર્ખ માણસ જાણવાનો પ્રયત્ન ન કરે કે સત્ય વાત શું છે. અને ગોથાં ખાયે જાય.
જેમ લોકો દરેક પ્રસંગ ઉજવતા હોય છે... જેવી રીતે કે કોઈ ઘરમાં બાળક જન્મ્યું હોય તો તે પ્રસંગ લોકો ધામધૂમથી ઉજવે છે. પછી ખબર નથી કે ધીમે ધીમે દિવસો ટુંકા પડે છે છતાંય બર્થડે આવે એટલે એ દિવસ ધામધૂમથી ઉજવાય છે. ઘરમાં કોઈ પુત્ર કે પુત્રી ના વિવાહ થાય ત્યારે તે દિવસ પણ ધામધૂમથી ઉજવાય છે. આવા અનેકો દિવસ છે જે ધામધૂમથી આપણે ઉજવણી કરીયે છીએ.આ જે પ્રસંગો છે એ આપણા જીવનમાં ખુબજ મહત્વ ના અને સુંદર અવસરો છે અને એ અવસરો માનો મહાઅવસર અને મહાપ્રસંગ એટલે જ મૃત્યુ.....
આ પ્રસંગ એક માંગલિક પ્રસંગ છે. આ જે અવસર છે એ જગત માટે કે જગત ને બતાવવા માટે નથી. આ તો દેહ ને લઈ ને દુનિયા ના સંબંધ ની વાત આવે પણ હકીકત તો એ છે કે આ પ્રસંગ તો પેલા દેહ માં રહેનાર જીવાત્મા અને આપણા સૌના પ્રિય એવા પરમાત્મા ના મહામિલન નો માંગલિક પ્રસંગ છે. 
તમને ખબર છે કે આપણે ઘણા બધાં અવનવા સુખ માણીએ છીએ છતાં પણ આપણે ખરો આનંદ કહેવાય છે તે માણી શકતા નથી. તેનું એક જ કારણ છે "ડર". પણ કયો ડર... શેનો ડર... અને એ છે મૃત્યુ નો ડર.... અને આ એવો ડર છે કે માણસ પોતાનું જીવન મરતાં મરતાં જીવે છે.... અને તે જીવતા જીવતા મરી જાણે છે. પણ જો તે પોતાનું અસ્તિત્વ જાણી જાય અને સત્યતા માં ડુબકી મારી ને જો આ ડર ને દુર કરી દે તો જ તે પોતાનું જીવન જીવવાનો જે આનંદ -જે મસ્તી-જે પળ માણવાની અનંતતા છે તેનો અનુભવ કરી શકે છે.
કોઈ જીવાત્મા એ કહયું છે કે 
● જાતે નહીં હૈ કોઈ દુનિયા સે દુર ચલ કે 
    મિલતે સભી યહી હૈ કપડે બદલ બદલ કે.
    આદમી સોયા જમીન પર લોગ કહતા મર ગયા,
    વો બિચારા થા સફર મેં આજ અપને ઘર ગયા.

મિત્રો, હજી સુધી આપણે સત્ય વાત માં ડુબકી નથી મારી. હજી સુધી તો આપણે સત્ય વાત નો પાલવ નથી ઝાલ્યો. જે પળે જણાયુ કે હકીકત શું છે તે પળ થી જ તમે જીવન જીવ્યા કહેવાશો.

જે દિવસ તમને ખબર પડશે કે તમે કોણ છો.... ત્યારે આપ સૌ આપમેળે જ મૃત્યુ ને પોતાનો માંગલિક પ્રસંગ કહેશો...
● મૃત્યુ એ પોતાના સગા વ્હાલા ને ત્યજવાની વિરહ ની વેદના નથી
   પણ મૃત્યુ એ તો પરમાત્મા સાથે મહામિલન નો  માંગલિક પ્રસંગ છે. 

● કોણ કહે છે કે દુખ છે મને માયા મુક્યા નું, કારણ કે મળ્યુ છે મને મૃત્યુ.
   પામયો છું મહા સુખ મળી મારાં રામનું, કારણ કે મળ્યુ છે મને મૃત્યુ. 
                        
                                                 જીવાત્મા ~•°

ઉંડાણ પુર્વક સંશોધન કરીયે તો મૃત્યુ ના ફાયદાઓ અને ખુબ જ કલ્યાણકારી છે...
 ધણા એવા પાર્ટ છે કે જે ભાગ 2 માં જોવા મળશે જેવાં કે...
ખોટા કામો કરનારા પાપી ને પાપ કરતાં અટકાવે છે.
કોઈ પુણ્યશાળી આત્મા ને સારાં કર્મ કરવાં નવો દેહ  પ્રાપ્ત કરાવે છે.
અહંકાર તોડાવે છે.
ગરીબ અને અમીર નો ભેદ મટાડે છે. 
મૃત્યુ આપીને તમારી યોની બદલાવે છે.
ભુતકાળ માંથી છુટકારો અપાવે છે.
ૠણ મુક્તિ માટે તકો પૂરી પાડે છે. 
મૃત્યુ એ બીજા ને પણ ઉપકારી બને છે.
■ મૃત્યુ એ પરમાત્મા ની વિભૂતિ છે. 
■ મૃત્યુ એ પરમાત્મા નું એક સ્વરૂપ છે. 
■ યમરાજ એ પોતે જ પરમાત્મા નું એક સ્વરૂપ છે 

● ॐ મહામૃત્યુંજય મંત્ર 

● ॐ ત્ર્યંબકં યજામહે સુગંધીમ્ પુષ્ટિમ્ વર્ધનમ |
   ઉર્વારૂકમ્ ઈવ બંધનાત્ મૃત્યો: મુક્ષીય અમૃતાત્ ||
   
   એવા કંઈક માણસો મનમાં એવું લઈને બેઠા હોય છે કે મંત્ર જાપ કરવાથી આપણુ મૃત્યુ નહીં આવે. એવો એમને ભ્રમ કે વ્હેમ હોય છે.પણ આ માન્યતા ખોટી છે. દેહ તો નકકી થયેલા સમયે છોડવો જ પડે. પરંતુ શરીર છોડતાં પહેલા ભયંકર રોગોનો ભોગ બનીને અસહ્ય શારીરિક યાતનાઓ વેઠીને રોતાં રોતાં શરીર છોડવું ના પડે તેટલાં માટે માણસે પોતાના જીવનકાળ દરમિયાન દરરોજ પોતાની જાતે મૃત્યુંજય ના જાપ કરવાં જોઈએ અને સંયમી જીવન જીવવું જોઈએ.
   મૃત્યુંજય ના જાપ માં એવી પ્રાર્થના નથી આવતી કે મારું મૃત્યુ બંધ રાખો અને જીવન ને લંબાવી આપો અથવા તો થોડા દિવસ માટે મુલતવી રાખો. મૃત્યુંજય ના જાપ માં ભગવાન શંકર, જે મૃત્યુ ના દેવ ગણાય છે. 
મૃત્યુંજય મંત્ર નો અર્થ એવો થાય છે કે...
     હે ત્ર્યંબકેશ્વર ભગવાન શંકર ! અમે તમારું યજન- પુજન કરીએ છીએ (યજામહે). આપ અમારા જીવનમાં સુગંધી અને પુષ્ટિ નું વર્ધન કરો-વધારો કરો, એટલે કે અમારી જીવન ની સુવાસ વધે અને તે પુષ્ટ-પરિપક્વ થાય અને તે વૃદ્ધિ પામે તેવું કરો અને પછી ઉર્વારૂકમ્ ઈવ એટલે કે અમને મૃત્યુ ના બંધન માંથી મુક્ત કરો.
   તરબૂચ તેના વજન ની અપેક્ષાએ અત્યંત નાજુક પાતળા બારીક વેલા ઉપર પાકે છે. માનવજીવન પણ એક અત્યંત નાજુક  બારીક વેલા જેવું અથવા તો કાચા સૂતર ના તાંતણા જેવું છે. તરબૂચ જયારે બિલકુલ પરિપક્વ થઈ જાય છે અને અંદરથી પૂરેપૂરું પાકીને લાલચોળ અને સુગંધીદાર થઈ જાય ત્યારે તેનો વેલો તેને અનાયાસે કુદરતી રીતે જ તેના ડીંટા માંથી છૂટું કરી દે છે. તરબૂચ કાચું હોય ત્યા સુધી તે વેલાને ડીંટાથી વળગી રહે છે; જે પોતાના જીવનની પરિપક્વતા, પુષ્ટિ અને સુવાસનો સ્રોત છે. તરબૂચના વજન ની અપેક્ષાએ તે વેલો એટલો બધો બારીક અને નાજુક હોય છે કે કાચું તરબૂચ તોડાવા જતાં વેલો પણ તુટી જાય અને નષ્ટ પણ થઈ જાય છે.
     તરબૂચ જયારે ખરેખર પરિપક્વ થઈ જાય ત્યારે તેની ઉપરના છોતરાનો લીલો રંગ બદલાતો નથી તેથી તરબૂચ પાકી ગયું કે નહીં તેની આપણ ને બહારથી ખબર પડતી નથી. પરંતુ જયારે તેનો વેલો તેને કુદરતી રીતે જ ડીંટા માંથી છોડી દે ત્યારે જ આપણે જાણી શકીએ કે તરબૂચ બરાબર પરિપક્વ,પુષ્ટ અને સુવાસિત-સુગંધીદાર લાલચોળ થઈ ગયું છે.
    તેવી જ રીતે સંયમપૂર્વક જીવીને જયારે આપણું જીવન ખરેખર સુવાસિત અને પરિપક્વ- પુષ્ટ એટલે કે વૃદ્ધ થાય ત્યારે કુદરતી રીતે જ કાંઈ પણ શારીરિક કષ્ટ ભોગવ્યા વગર મૃત્યુંજય ભગવાન કાળદેવ મૃત્યુના પાશ માંથી શરીરને છોડાવી દેશે. આ મૃત્યુંજયના જાપનો ભાવ છે.
જેવી રીતે પરિપક્વ સુવાસિત થયેલું તરબૂચ લતાબંધનથી આપોઆપ છુટી જાય છે તે પ્રમાણે હું મૃત્યુપાશમાંથી મુક્ત થઇ જાઉં. જેવી રીતે તરબૂચ નો વેલો પોતાના ફળને સ્વયં લતાના બંધન માં બાંધી રાખે છે અને ફળ પાકી ગયા પછી સ્વયં તેને બંધન માંથી મુક્ત કરી દે છે તેવી જ રીતે ભગવાન શંકર સ્વયં પોતાના ભક્તો ને મૃત્યુપાશમાંથી-બંધનમાંથી મુક્ત કરવાવાળા અને અમૃતત્વ આપવાવાળા છે.....
મૃત્યુ ને મિત્રબનાવીએ....
સંભવ છે? 
કયારે?
કેવી રીતે? 
શું ફાયદો? 

તમે જ હું છો, હું જ તમે છો ????
તમે અને હું એક જ છીએ....
      ☺????????????????????