અંતર ની વાત
ખુલ્લી જગ્યામાં તે બેઠો હતો. ખુબ જ શાંત વાતાવરણ હતું. મીઠુડો પવન લહેરાતો હતો. સૂર્યાસ્ત નો સમય હતો. ભીની માટી ની સુગંધ આવી રહી હતી. જાણે કયાંક ભગવાને અમૃત છાંટ્યું હશે. પંખીઓ કલરવ કરી રહયાં હતા. થોડી જ સામે ની બાજું નજર કરીએ તો પર્વતની હારમાળાઓ નજરે ચડતી હતી. ખુબજ ઉંડો શ્વાસ લઈ ને એ ખુબજ ગહેરાઈ માં ઘણાં બધાં વિચારો કરી રહ્યો હતો. પણ એને આ સુંદર પળ ખુબજ દિલ થી માણવી હતી. ઘરે જવાની ઈચ્છા ન હતી. બસ એમજ થયા કરતું હતું કે ભગવાન ની આ વ્હાલી પ્રકૃતિ ની ગોદ માં અનંત સુધી ચાલ્યો જાઉં. અને આ પળે પળ માણી લઉં. આકાશ તરફ આંખો જતી રહેતી હતી. અને હુંફ લેતા કરતો હતો. સતત ભગવાન ની આ વ્હાલી પ્રકૃતિ નો સુંદર અહેસાસ લીધાં જ કરતો હતો. જાણે ભગવાન સાથે વાતો કરી રહ્યો ના હોય.
ખુબજ જાગૃત અવસ્થા નો વ્યકતિ હતો. "આંખો ભીની હતી". અને એકજ વાત વારંવાર લાવી ને બેસાડતો કે ભગવાન કયાં આવી ગયો હું? મારે તો તારી પાસે આવવું છે. મને અહીં નથી ફાવતું. જેમ બને તેમ, મને તમે તમારા માં સમાવી લો.
"તે ગૃહસ્થ વ્યકતિ હતો." પણ જાણે વૈરાગી.
બાળપણ ખુબજ વાગોળી રહ્યો હતો. કારણ કે તેના મતે બાળપણ તેની શ્રેષ્ઠ અવસ્થા હતી. અને યુવાની પસાર થઈ રહેલી હતી. વૃદ્ધાવસ્થા નો કોઈ અનુભવ ન હતો.
કુટુંબ ઘણું જ મોટું હતું પણ તેના ઘરમાં કુલ ચાર સભ્યો હતા. સૌથી મોભી તરીકે હતો. સમજદારી અને જવાબદારી ધરાવતો માણસ હતો. ખુબજ શાંત પ્રકૃતિ નો માણસ હતો.
"મનો મન ભગવાન ની સાથે વાત કરતો હતો."અને કહેતો કે
યાર.... બાળપણ માં કેવી મજા આવતી હતી. તે જીવન ખુબ ગમતું હતું પણ હવે તો મજા જ નથી આવતી. નાનો હતો ત્યારે એમ લાગતું હતું કે કેટલું સરળ અને સરસ જીવન છે. બસ મજા જ કરો. આ… હા.... કેટલું બધું મોટું જીવન છે. આ દિવસો ની તો કોઈ હદ જ નથી. મારાં જીવનમાં તો કેટલા બધા દિવસો છે. મજા આવશે.....
બાળપણ માં તો કોઈ જ ચિંતા પણ ન હતી. આ… હા... શું પળો હતી... એમ થાય છે કે હમણાં જ જતો રહું એ બાળપણ માં. કોઈ નાની મોટી વાત હોય કે ના હોય પણ સદાય આનંદ માં જ રહેવાનું. અને એય....પોતાની મસ્તીમાં માં જ તરબોળ રહેવાનું. માતા- પિતા નો એ વ્હાલ ભર્યો અમી ભરેલો હાથ જયારે માથાં પર ફેરવે ત્યારે તો ખુબજ સુંદર નિંદર આવતી. માં નો અસીમ અને અતૂટ પ્રેમ....
હમ..... અને કયાં અત્યારે તમે મને મોટો કર્યો.
ધીમે ધીમે દિવસો વિતવા લાગ્યા ત્યારે મારા અંદર પણ ઘણો ફેરફાર આવી ગયો. મારાં ભણતર નો બોજો પણ વધી ગયો. ઘર માં થતી અમુક એવી વાતચીત થી ડીસ્ટર્બ પણ થઈ જવાય છે. હવે ભગવાન તમે જ કહો કે "વર્ષો જુના ચાલતા કૌટુંબિક પ્રશ્ન માં હું શું કરું? પણ આજે હું પીડાઈ રહ્યો છું. ભગવાન....યાર....કંઈક કરો ને...
ભગવાન મારે સુખ-દુખ છે કે અન્ય કારણો થી પિડીત છું એટલે તમારી સાથે આવવાં માંગું છું એવું નથીં, પણ મને તો બાળપણ થી જ તમારી લગની લાગી છે. એટલે.....પણ હું બધું જ ભોગવી લઈશ કારણ કે તને ગમતું થાય છે એટલે.....
"હસતો હસતો ભગવાન સાથે મીઠી પળો ની અને વેદના ની વાતો કરતાં કરતાં રાત્રી નો સમય થઈ ગયો હતો.
એજ મીઠુડો પવન લહેરાતોહતો. આકાશ કોરું કટ્ટ થઈ ગયું હતું. ચંદ્ર પોતાની અનેક કળા એ ઠંડક આપી રહ્યો હતો. ઝગમગતા એ તારલા પેલા વાલીડા સામે જોઈ ને હસી રહયાં હતા. જવાનું મન થતું ન હતું. પણ એને એમ લાગ્યુ કે હવે નીકળી જવું જોઈએ. કારણ કે ઘરે બધા રાહ જોતા હશે. ધીમે ધીમે તે જગ્યાએ થી નીકળી ને પોતાનાં નાના અમથા ઘર બાજું જવા નીકળી પડ્યો. સરસ મજાના હાથપગ ધોયા. ઘરમાં સુંદર મંદિર માં બેઠેલા ભગવાન ની સામે બેસીને ધ્યાન ધરીને બધાં સાથે હળીમળી ને જમવા બેઠા. મમ્મી એ તેને સવાલ કર્યો કે "બેટા, કયાં ગયો હતો? " ધીમા અવાજે કહ્યું કે કયાંય નહીં બસ ટહેલવા નીકળ્યો હતો. તેને કહયું .
પછી શાંતિથી પોતાના રૂમમાં જતો રહ્યો. અને ખુરશી ઉપર બેસી ગયો અને આંખો બંધ કરી એજ વિચારો માં ડુબી ગયો. ક્યારે ઊંઘી ગયો ખબર જ ના પડી. અને પાછી રોજ પડે એવી એની સવાર. ખુબજ નિસાસો ખાતા કહયું કે યાર...કયાં આંખો ખુલી ગઈ. પાછો તે સવારે પોતાનું દૈનિક કાર્ય કરી અને કોલેજ જવાં નીકળી ગયો.
બાળપણ નું ભણતર તેનું શ્રેષ્ઠ હતું પણ કોલેજ ના ભણતર માં તેનો રસ રહ્યો ન હતો. કારણ હતું તેની માનસિક અશાંતિ. વાત હતી તેના આત્મબળ ની. તેને આત્મબળ ની જરૂર હતી પણ એને કયાંય થી પણ મળે એવું લાગતું ન હતું. કારણ કે જયાં જુઓ તો લોકો નેગેટીવ વિચારો ધરાવતા વધારે હોય છે અને જે કોઈ પણ, થોડાં પણ સફળ થયેલા હોય છે તેના અંતર માં અભિમાન અને અહંકાર જેવા ભાવો ઉત્પન્ન થાય છે અને જે એનાથી દૂર જ રહેતો હતો. મન ની વાત કોઈ ની સાથે કરી શકતો ન હતો. અને કોઈ એને સમજે એવું પાત્ર પણ મળવું મુશ્કેલ હતું જેથી કરીને તે પોતાની બધી વાત મન માં જ રાખતો તથા પોતાના અંતર મનમાં બેઠેલા ભગવાન ની સાથે બેસીને વાત કરતો. ઘરના દરેક સભ્યોની સાથેપણ તે પોતાનું મન હલકું ન કરતો કારણ કે બધાં પણ આ દુનિયાદારી માં ભાન ખોઈ બેઠા હતા. તેથી જ તે પોતાનાં પ્રકૃતિ સમી ભગવાન ની ગોદ માં બેસી ને પોતાની અંતર ની વાત વાગોળતો હતો.
જેમ તેમ કરીને તે કોલેજ નો સમય પૂરો પાડી ને ઘરે આવ્યો. ફ્રેશ થઈ ને શાંતિથી બેઠો અને ત્યા જ મમ્મી એ તેને નાસ્તો કરવા બૂમ પાડી. તેને નાસ્તો કર્યો. પછી પાછો શાંતિથી બેસીને પોતાની ગઈ કાલ વાળી જગ્યા યાદ કરીને એ જગ્યા એ જવા નીકળી પડ્યો.
એજ સુંદર વાતાવરણ હતું.....મીઠુડો પવન લહેરાતો હતો. ભીની માટી ની સુગંધ આવી રહી હતી. પંખીઓ કલરવ કરી રહયાં હતા. અને ત્યાં જઈ ને પાછો તેનામાં તરબોળ થઇ ગયો. એજ પોતાની બોરીંગ જીવન થી હતાશ....પણ એ પ્રકૃતિ ની ગોદ માં આવી ને તે દુનિયા નું સુખ અનુભવતો હતો. એને પાછી વાર્તાલાપ કરતાં કહયું કે "ભગવાન, હું કેમ લોકો ની સરખામણી માં આવી જઉં છું." અને લોકો મને કેમ પોતાની સરખામણીમાં લે છે ! જો કે દરેક નું જીવન અલગ અલગ હોય છે. દરેક લોકો પોતાના અલગ અલગ હેતુ લઈને આવ્યા હોય છે. તો કેમ કોઈ સમજતું જ નથી.
હે ભગવાન..… હું શું કરું?
દરેક નું જીવન અલગ અલગ હોય છે. દરેક ની વાતો અલગ અલગ હોય છે. દરેક ની માનસિકતા અલગ અલગ હોય છે. દરેક નું વાતાવરણ અલગ અલગ હોય છે. દરેક ની પરિસ્થિતિ પણ અલગ અલગ હોય છે. તો પછી મારાં જીવન ની કેમ સરખામણી કરવામાં આવે છે.
આમ કહીને તેની આંખો ભીંજાઈ ગઈ. પાછો થોડી વાર આંખો બંધ કરી ખુબજ શાંતિથી મન મંથન કરવાં લાગ્યો.
પણ એ આત્માજ્ઞાની માણસ હતો. આત્મા ને ઓળખનારો...છતાં પણ એ હારી જતો.
ભગવાન પ્રત્યે અતુટ વિશ્વાસ અને શ્રધ્ધા... ભગવાન જે કરે તે ખરું..."મારે તોયે તું અને તારે તોયે તું" એટલે તે ખુબજ આત્મીયતા માં રહીને આત્મબળ પ્રાપ્ત કરતો. એની આ ભગવાન પ્રત્યે ની લાગણી થી આ અનુભવતાં તે પોતાનું જીવન મરી મરી ને નહીં પણ હસતાં હસતાં જીવી જાણતો.
એણે ભગવાન ને કહયું કે "હે ઈશ્વર કર્તા હર્તા તો તું જ છે....જે છે એ બધું તો તુ જ છે. હુ તો માત્ર નિમિત્ત જ છું. તો પછી હું કેમ આટલો દુખી થઉં છું. દુખી થવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. હું ખુશ છું કે દુખી પણ એતો એક અવસ્થા જ છે. આ અનુભવતાં તે ખુબજ ખુશ થઈ ગયો. અને તે પોતાની આવેલી પરિસ્થિતિ માં પાર પડ્યો. એ ઘણા દિવસો ની વિકટ પરિસ્થિતિ....ભગવાન ની ગોદ માં બેસતા જ પળવારમાં જ ગાયબ કરી નાંખી. અને એ વિકટ પરિસ્થિતિ ને સાક્ષી માં રાખી....
પોતાના થી પ્રશ્ન પુછવા લાગ્યો અને અંતર મનથી જવાબ મળતાં ગયાં કે...
1. હું કોણ?
જ. જીવાત્મા (પરમાત્મા નો અંશ)
2. મારું કપડું?
જ. શરીર
3. મારું જીવન?
જ. આજ...વર્તમાન ની પળ
4. મારું મૃત્યુ?
જ. આજ...વર્તમાન ની પળ
5. કર્તા હર્તા કોણ?
જ. ઈશ્વર (ચારેકોર ઈશ્વર)
તો પછી હું કેમ આટલો દુખી થઉં છું. હું કેમ આટલો ડરું છું બસ હસતાંહસતાં મારું કર્મ કરું.
આવી રીતે તેને પોતાને સાતત્યતા માં ડુબકી લગાવી. અને નિશ્ચિંત રહ્યો.
અને પછી તેને થયું કે જે કરવાનું છે તે મારે મારાં અંતર માં બેઠેલા ભગવાન ની સાક્ષી એ કર્મ કરવાનાં છે...મને મારા સિવાય બીજું કોઈ મને સુખી કે દુખી નહીં કરી શકે. પછી તે સતત સારા વિચારો માં રહીને આત્મબળ પ્રાપ્ત કરી પોતાની પરિસ્થિતિ સુધારી અને પરીવાર સાથે હળીમળી ને રહેવા લાગ્યો.
આ વાત ખુબજ સરળ કહેવાય....પણ માત્ર એટલું જ કહેવાનું થાય છે કે ક્યારે પણ અહંકાર, અભિમાન, કાળ, ક્રોધ, મોહ, કામ, વાસના થી ભાન ભૂલી ને ક્યારેય પણ ના જીવવું જોઈએ. અને મહત્વ ની વાત એ છે કે હંમેશા એકબીજાને ઓળખી ને જીવવું જોઈએ.
કારણ કે.....
તમે જ હું છો, હું જ તમે છો
તમે અને હું એક જ છીએ....