પ્રણયનું પ્રાગટ્ય, ભાગ-3 Bipin patel વાલુડો દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણયનું પ્રાગટ્ય, ભાગ-3

પ્રણયનું પ્રાગટ્ય

ભાગ- 3

બિપીન એન પટેલ

(વાલુડો)

અનુક્રમણિકા

  • યાદોની સફર
  • મે ક્યાં વિચાર્યુ હતું
  • પિયુની પ્રિતને હું પામી છું
  • મિલનનો આનંદ
  • કેમ તમારી કલમ મૌન છે?
  • સર્વશ્વ જ તમે છો
  • ભગ્ન હ્રદય
  • પ્રણયની મોસમ
  • ***
  • યાદોની સફર

    કંઇ કેટલીય યાદો ભરી છે મનમાં, પણ

    વેરાયી છે જે મીઠી યાદો છૂટી છવાયી,

    એ મીઠી યાદોને મારે આજે વીણવી છે.

    ધ્વનીઓ ઘણી ઘૂમરાય છે નભમાં, પણ

    રેલાઇ છે જે મધુર ધ્વની તમારા કંઠની

    એ મધુર ધ્વની મારે આજે સાંભરવી છે

    છે ઘણા માદક દ્રવ્યો શ્રૃષ્ટિ પર, પણ

    નશો ચડ્યો છે જે તમારા સુંદર રૂપથી

    એ શોહામણું રૂપ મારે આજે પીવું છે.

    સમણાઓ નથી થયા પુરા ક્યારેય, પણ

    અધુરું રહ્યું છે જે સમણું તમને પામવાનું

    એ મીઠુ સમણું મારે આજે પુરુ કરવું છે.

    ચાલ્યો છુ ઘણું આ જીવન સફરમાં, પણ

    અધુરી રહી છે જે ચાલ તમારી સાથેની

    એ હુંફાળી ચાલ મારે આજે ચાલવી છે.

    જોઈ છે ઘણી મુરત આ જગતમાં, પણ

    સ્વીકારી છે જે મુરત તમારી, આ દિલમાં

    એ સુંદર મુરત,'વાલુડા'ને આજે પામવી છે

    ***

    મે ક્યાં વિચાર્યુ હતું

    મે ક્યાં વિચાર્યુ હતું કે, આમ જીવનમાં તું આવીશ,

    ને ઈન્દ્રધનુષની શોભા જેવા સાતેય રંગો લાવીશ!

    મે ક્યાં વિચાર્યુ હતું કે, આમ તારો સાથ હું પામીસ,

    ને આ ભવમાં સાથ નીભાવી સથવારો તું આપીશ!

    મે ક્યાં વિચાર્યુ હતું કે, આમ તારો હાથ હું થામીશ,

    ને હાથે શોભતી મહેંદીનો રંગ જીવનમાં તું લાવીશ!

    મે ક્યાં વિચાર્યુ હતું કે, આમ તારો શ્વાસ હું પામીસ,

    ને વિવિધ રંગના ફુલોની ફોરમ સંબંધોમાં તું લાવીશ!

    મે ક્યાં વિચાર્યુ હતું કે, આમ તારા કંઠને હું પામીશ,

    ને વાતાવરણને મુગ્ધ કરતા સંગીતનાં સુર તું લાવીશ!

    મે ક્યાં વિચાર્યુ હતું કે, આમ તારો પ્રશ્વેદ હું પામીશ,

    ને વરસાદમાં ભીંજાયેલ માટીની માદકતા તું લાવીશ!

    મે ક્યાં વિચાર્યુ હતું કે, આમ તારા નામને હું પામીશ,

    ને તારું મારું છોડીને આપણું અસ્તિત્વ તું લાવીશ!

    ***

    પિયુની પ્રિતને હું પામી છું

    ઉછળકુદ કરતા ને પર્વતને પડકારતા,

    નદીના પવિત્ર નિરને જીવનમાં લાવી છું

    એવા પિયુની પ્રિતને હું પામી છું

    ચંદ્રને ચમકાવતા ને શ્રૃષ્ટિને અંજાવતા,

    સૂરજના પ્રકાશને જીવનમાં લાવી છું,

    એવા પિયુની પ્રિતને હું પામી છું.

    સુગંધ પ્રસરાવતા ને પ્રેમનાં પ્રતીક સમા,

    ફુલોની માદક ફોરમને જીવનમાં લાવી છું

    એવા પિયુની પ્રિતને હું પામી છું.

    તેજ પૂંજ રેલાવતા ને અંબરને શોભાવતા,

    તારલાનાં ઝરહળને જીવનમાં લાવી છું

    એવા પિયુની પ્રિતને હું પામી છું

    વ્રૃક્ષોને ડોલાવતા ને વાદળને વરસાવતા,

    પવનની લહેરખીને જીવનમાં લાવી છું

    એવા પિયુની પ્રિતને હું પામી છું.

    ભૂમીને ભીંજવતા ને મનને બહેલાવતા,

    વરસતા વરસાદને જીવનમાં લાવી છું,

    એવા પિયુની પ્રિતને હું પામી છું.

    પ્રણયને પ્રગટાવતા ને હ્રદયમાં સ્થિત સમા,

    'વાલુડા'ના સહવાસને જીવનમાં લાવી છું,

    એવા પિયુની પ્રિતને હું પામી છું.

    ***

    મિલનનો આનંદ

    મિલનથી સર્જાયું હોય,અગનમાં વંટોળ અનોખું,

    ત્યાં સામાન્ય ઝણઝણાટી ક્યાં અનુભવાય છે!

    જ્યાં વર્ષોથી તરસ્યા છે કાન, સાંભરવા તમને,

    ત્યાં પ્રણયનાં બે બોલથી તરસ ક્યાં બુઝાય છે!

    જ્યાં સંગીત જ રેલાતું હોય, મધુર હોઠોમાથી,

    ત્યાં અન્ય કોઈ અવાજ કાને ક્યાં અથડાય છે!

    જ્યાં સર્વત્ર પ્રકાશ હોય,તમારાં જ વ્યક્તિત્વનો

    ત્યાં આંખોને બીજો કોઈ પ્રકાશ ક્યાં દેખાય છે!

    જ્યાં મનમાં ગોઠવાયા હોય, તમારા દિવાસ્વપ્ન,

    ત્યાં અન્ય કોઈ વિચાર મનમાં ક્યાં સર્જાય છે!

    જ્યાં હ્રદયમાં છે અસિમ આનંદ તમારાં સ્પર્શનો,

    ત્યાં 'વાલુડા'ને અન્ય આનંદ ક્યાં અનુભવાય છે!

    ***

    કેમ તમારી કલમ મૌન છે?

    સાહિત્યની દુનિયામાં પણ ક્યાંક તમારું નામ છે,

    સાહિત્યને શણગારવાની અખુટ તમારી હામ છે

    ને છતા કેમ તમારી કલમ આજે બેનામ છે?

    શબ્દકોશની દુનિયામાં હજી શબ્દોનો અવકાશ છે,

    શબ્દ જુવે છે રાહ, તમારા અર્થનો પણ પ્રકાશ છે.

    ને છતા કેમ તમારી કલમ આજે અમાસ છે?

    છંદ,અલંકાર ને શબ્દાનુંપ્રાસનો લખાણમાં વરતાર છે

    અરે વર્ણાનુંપ્રાશનો પણ તમારા શબ્દોમાં આધાર છે,

    ને છતા કેમ તમારી કલમ આજે બેધાર છે?

    અનુભવનો આધાર ને અસીમ લાગણીની આ વાત છે

    અરે, શીતલ ચાંદલીયાની રાત,અને 'વાલુડા' રૂપી કાંત છે

    ને છતા કેમ તમારી કલમ આજે શાંત છે?

    ***

    સર્વશ્વ જ તમે છો

    નથી જાણવા અમારે અલંકાર, છંદ કે પ્રાસ,

    અમારે તો જોઇએ છે તમારા હ્રદયમાં વાસ.

    શબ્દભંડોળ તો હોય ઘણું એમાં શું આશ્ચર્ય,

    અમારે તો જોઈએ છે માત્ર તમારું સાહચર્ય.

    લખતા તો લહિયા થવાય ને થવાય મહાકવિ,

    છતાય અમને તો અધુરું લાગે અમારુ ભાવિ.

    અમારી લાગણીને વ્યક્ત કરું હું કયાં શબ્દથી,

    તમારું વ્યક્તિત્વ કયાં બંધાય છે કોઈ અર્થથી.

    અમારે મન તો અનુભવનો આધાર જ છો તમે,

    બાદ કરું તમને તો સાવ નિરાધાર છીએ અમે.

    ભલે કહો તમે સાહિત્યની દુનિયામાં આવવાનું,

    અમારે બસ એક જ લક્ષ્ય છે,તમને પામવાનું.

    ન રીસાતા 'વાલુડા', ન લખીએ કંઈ પણ અમે,

    અરે,અમારે તો સાહિત્યરુપી વિશ્વ જ છો તમે.

    ***

    ભગ્ન હ્રદય

    ભુલ્યો છું ઘણા પ્રયત્ન પછી તને, હવે આમ સામે આવી ન તડપાવ તું

    ભટક્યો છું ઘણું યાદોની એ સફરમાં, હવે એ રસ્તે ફરી ન ભટકાવ તું

    દાઝ્યો છું ઘણું વિયોગની આગમાં, હવે મિલનની આશમાં ન દઝાડ તું

    સેવ્યા છે ઘણા અરમાણ અંગત સમજી,હવે નવા અરમાન ન જગાડ તું

    છુટી ગયી છે વાતોની આદત, હવે પ્રણય સંદેશ મોકલી ન લલચાવ તું

    જાણું છું કંઇક વાતો છે અધુરી, હવે ગુંચાયેલ વાતોના છેડા ન શોધાવ તું

    ઝખમી છે આ ભગ્ન હ્રદય ઘણું, હવે એ ઝખમો પર મિઠુ ન ભભરાવ તું

    સુકાઇ જ ગયા છે નયન સાગર મારા, હવે નયનોને વધારે ન રોવડાવ તું

    સાવ નાજુક છે આ લાગણીઓ મારી, હવે નિર્દય બની એને ન રમાડ તું

    નહિ આવે પ્રણયની ગલીઓમાં 'વાલુડો', હવે ખોટી આશ ન લગાવ તું.

    ***

    પ્રણયની મોસમ

    નશીલા મદમસ્ત વહેતા પવનની આ મોસમ.

    વિરહીઓના વિરહને પ્રગટાવતી આ મોસમ.

    વાદળમાંથી વરસતી લાગણીની આ મોસમ.

    પ્રણયને રોમ રોમમાં જન્માવતી આ મોસમ.

    વિહરતા પંખીની પાંખે ફરફરતી આ મોસમ.

    વ્રૃક્ષોના ઝુલતા પાંદડે બેઠી છે આ મોસમ

    ધરતીના કણ કણને ભીંજવતી આ મોસમ.

    ભીની માટીની મહેકમાં પ્રસરતી આ મોસમ.

    કવિઓએ છંદના બંધને બાંધી છે આ મોસમ.

    લેખકોએ અલંકારથી શણગારી છે આ મોસમ.

    કુદરતે મહેરબાન થઇને સર્જી છે આ મોસમ.

    'વાલુડા'ને મન ભરીને માણવી છે આ મોસમ.

    ***