પ્રણયનું પ્રાગટ્ય, ભાગ-2 Bipin patel વાલુડો દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણયનું પ્રાગટ્ય, ભાગ-2

પ્રણયનું પ્રાગટ્ય

ભાગ- 2

બિપીન એન પટેલ

(વાલુડો)

1

કવિની કલમેથી....

પ્રિય વાચક મિત્રો, સાહિત્યના મહાસાગરમાં પ્રવેશી અનેરો આનંદ પ્રાપ્ત થયો છે. મારી પ્રથમ રચના 'પ્રણયનું પ્રાગટ્ય' તમારી સમક્ષ વાચન માટે મૂક્યું ત્યારે થોડીક મુંઝવણ હતી કે ' કેવો પ્રતીસાદ મળશે? '. પરંતુ જ્યારે અભિપ્રાયો આવવા લાગ્યા ત્યારે ઉત્સાહમાં વધારો થવા લાગ્યો અને 'પ્રણયનું પ્રાગટ્ય' નો બીજો ભાગ રજુ કરવાની પ્રેરણા મળી.

'પ્રણયના પ્રાગટ્ય'માં જે શરૂઆતી રચનાઓનો સમાવેશ કર્યો એમાં કદાચ ક્યાંય કચાશ રહી ગયી હોય તો એને આ બીજા ભાગમાં દુર કરવાનો અથાગ પ્રયત્ન કર્યો છે. જો કે મારી રચનાઓ તો પહેલાની જેમજ અછાંદશ જ છે. છતા એમા ભાવ જળવાય એનું અચુક ધ્યાન રાખ્યું છે.

'પ્રણયનું પ્રાગટ્ય' નામ જ યુવા હ્રદયને આકર્ષે એવુ છે. નામ પ્રમાણે એમાં પ્રણય કાવ્યો જ સમાવ્યા છે. મને આત્મવિશ્વાસ છે કે યુવાનોના હ્રદયને સ્પર્શશે.

સાહિત્યનું સર્જન તો કરતો અને મારા પુરતુ સિમિત રાખતો... પરંતું આને તમારી સમક્ષ રજુ કરવાની પ્રેરણા પુરી પાડતા મારા ધર્મપત્ની, પરિવાર અને મિત્રોનો હું હ્રદયથી આભારી છું.

બિપીન એન પટેલ (વાલુડો)

બામરોલી,

તા-દેત્રોજ,

જિ-અમદાવાદ.

2

અનુક્રમણિકા

  • જીવન સાથી
  • સમુદ્રથી મહાન
  • મૌન
  • મિત્રોની મહેફીલ
  • ઈંતઝાર
  • મધુર મિલાપ
  • સમયની નિર્દયતા
  • સ્વાભાવિક છે
  • ગુસ્સો બહુ સારો નહીં
  • બદલાયેલ ચાંદ
  • કુદરતનો ખેલ
  • 3

    જીવન સાથી

    હથેળીમાં તે હાથ આપી, અમૂલ્ય તારો સાથ આપ્યો છે.

    નવિનતમ કેડી કંડારતા, જીવન રથને મારગ આપ્યો છે.

    સંબંધોમાં હેત ઉભરાવીને, વ્યવહારમાં તે વટ રાખ્યો છે.

    વાણી વર્તનની મર્યાદા ને, મધથી મીઠો સંસાર આપ્યો છે.

    ધરતી સરસો ભાર કાપીને, અંબરનો અવકાશ આપ્યો છે.

    સરીતા કેરો પ્રવાહ સ્થાપીને,અરણ્યમાં આધાર આપ્યો છે.

    સંધર્ષમાં સહકાર આપી ને, મુંઝવણમાં તે માર્ગ આપ્યો છે.

    પર્વત કેરો ઢોળાવ આપીને, સમુદ્ર સરીખો સાર આપ્યો છે.

    ચાંદલીયા કેરી શિતળતા ને, સુરજ સરસો તાપ આપ્યો છે.

    પ્રેમળતાના વાદળ વરસાવી, લાગણી કેરો ભંડાર આપ્યો છે.

    મતભેદને તે મ્હાત આપી ને, ઉરમાં અપાર આનંદ આપ્યો છે.

    તન-મન કેરો સાથ આપી ને, સંસારમાં શણગાર આપ્યો છે

    4

    સમુદ્રથી મહાન

    શાં માટે હું તને સમંદર સાથે ન સરખાવું?

    અરે, એનાથી વધારે મહાન તું ક્યાં નથી?

    સમુદ્રની ઉંડાઈ તો હજી માપી શકાય છે,

    અમાપ તારા મનની ગહેરાઇ ક્યાં નથી?

    સમુદ્રને તો ફરતે સીમાઓની મર્યાદાય છે,

    અમર્યાદિત તારી લાગણીઓ ક્યાં નથી?

    સમુદ્રમાં તો ભલેને રહ્યા પથ્થરનાં મોતી,

    સાચા મોતી તારી પાંપણો પર ક્યાં નથી?

    લોકોની તરસ છીપાવવા એ અસમર્થ છે,

    મને ભીંજવવા તારો પ્રેમ સમર્થ ક્યાં નથી?

    ભલે ને એને ગર્વ હોય ઘુઘવાતા મોજાનો,

    તારી પાસે મધુર કંઠનો રણકાર ક્યાં નથી?

    ઘણાય નાવડા ભલેને ફરે એનાં ફલક પર,

    તારા હ્રદયમાં 'વાલુડા'રુપી નાવડું ક્યાં નથી?

    5

    મૌન

    કેમ આજે મન બેચેન બન્યુ છે,

    તન કે વાતાવરણ એવુ રહ્યુ છે?

    ગમે તે હોય પણ નક્કી કોઈ સચોટ કારણ રહ્યુ છે.

    શૂન્યાવકાશમાં ધ્યાન રહ્યુ છે,

    ને વર્તમાનમાં બેધ્યાન રહ્યુ છે,

    કોણે ક્યારે શું કહ્યું એ બધાથી અંજાણ રહ્યુ છે.

    તમારી વાતનો અભાવ રહ્યો છે,

    ને તમારી યાદોનો પ્રભાવ રહ્યો છે,

    પણ આજે તમારા વિરહનો અહેસાસ થયો છે.

    તમારા તન-મનને કંઈ થયુ છે,

    કે પછી કામનું ભારણ રહ્યું છે?

    જે હોય તે પણ આજે તમારુ અકળ મૌન રહ્યુ છે

    6

    મિત્રોની મહેફીલ

    જીવનની આંટી ઘુંટીને સાહિત્યમાં શણગારી, ને

    ભાવ કેરો ભાર લઇ કલાત્મક રજુઆત કરી છે,

    મિત્રો કેરા અનુભવ અને લાગણીને વ્યકત કરી ને,

    કલ્પનાની સહાયતા લઇ શબ્દોમાં સાકાર કરી છે.

    ભેરુઓના ભેદ ઉકેલવા એક નવી શરૂઆત કરી ને,

    પ્રણય કેરો પ્રકાશ પાથરવા, પ્રક્રૃતીની વાત કરી છે.

    આમ, 'વાલુડા'એ સાહિત્યનો નવિન પ્રયાસ કરી,ને

    મિત્રોની મહેફીલમાં મિત્રોના જ હ્રદયની વાત કરી છે.

    7

    ઈંતઝાર

    ક્યાં સુધી તમારૂ પૂછતાં રહીશું, અન્ય સ્વજન જોડે?

    અમારા સમાચાર પૂછાવ્યા છે તમે, કોઈ સ્વજન જોડે?

    અરે એમ તો કેવુ રીસાયા છો, અમારી રજ ભૂલ પર?

    અમારું નામ પણ નથી આવતું તમારા મધુર હોઠો પર!

    ના દીદાર કરાવો છો કે ના કોઈ પૂછતાછ કરાવો છો,

    હળ પળ,હળ ક્ષણ,બસ, તમારો ઈંતઝાર કરાવો છો!

    પરિસ્થિતી એવી છે, કે પછી અમને ભૂલવા માંગો છો?

    કે તમારી યાદોથી અમને જ બરબાદ કરવા માંગો છો?

    આપ ખરેખર યાદ કરવા નથી માંગતા અમારો ચહેરો?

    કે પછી ગોઠવાયો છે, તમારી યાદો પર કોઈનો પહેરો?

    8

    મધુર મિલાપ

    વર્ષોનાં ઈંતજાર પછી, આજે એ ઘડી આવી હતી,

    ઉરમાં આનંદ, ઉત્સાહ ને ઉમંગની હેલી લાવી હતી.

    દર્શનની આશ હતી, ને શબ્દોની અભિલાષા હતી,

    બીજુ તો કંઈ નઇ, માત્ર અમીદ્રષ્ટિની આશા હતી.

    ન સહવાસની, કે ન કોઇ આલિંગણની વાત હતી,

    અરે, હસ્તનો મેળાપ, ને ઉરની ઝણઝણાટી હતી.

    ન તો આ કંઇ મેળવવા કે ગુમાવવાની રસમ હતી,

    અરે, હ્રદય વચ્ચેની લાગણીની તો એ મૌસમ હતી.

    મનોઃસ્થિતી જ્યા નયનભાવને કળવા લાગી હતી,

    ને ત્યાજ તો શરમાળ પાંપણો ઢળવા લાગી હતી.

    વિતેલા સમયની ફરીયાદ, ને વર્તમાનની વ્યથા હતી,

    કંઈક તો બાકી હતું, પણ સમયને જ ઉતાવર હતી.

    9

    સમયની નિર્દયતા

    સમયની ગતી તેજ છે, એ સાંભળતો આવ્યો હતો,

    આજે તો સાક્ષાત એનો અનુભવ થવા લાગ્યો હતો.

    હજી તો કંઈક કહેવાની ગડમથલમાં હતો,ત્યાજ તો

    ઘડીયારનાં કાંટાને ભાગતો નજરોનજર જોયો હતો.

    એમનાં સુમધુર રૂપને પીવાનો પ્રયત્ન કરું, ત્યાજ તો,

    મુખ ભાવને સમય સાથે તાલ મિલાવતાં જોયો હતો.

    મઘુર વર્ણો મારા કાન સુધી પહોચે ના પહોચે ત્યાતો,

    એમના વર્ણોને ખાળતા જતા સમયને મેં જોયો હતો.

    આ સમયની નિર્દયતા હું એમને કેવી રીતે સમજાવું?

    અરે, એમને જ આપેલા સમયનો તો હું ગુલામ હતો.

    10

    સ્વાભાવિક છે

    વાત કરતા આમ અચાનક અટકી જાઓ,

    ને ચિંતામાં દીલ અમારુ બેચેન થાય,

    એ સ્વાભાવીક છે.

    અમારી યાદ તમને આવે કે ના આવે, પણ

    તમારી અવિરત યાદ અમને સતાવે,

    એ સ્વાભાવીક છે.

    પ્રેમના બે બોલ બોલુ અને તમે શરમાઈ જાઓ,

    ને તમારી પાંપણો જ ઢળી જાય,

    એ સ્વાભાવીક છે.......

    તમારા રુપને અમારે કવિતામાં શણગારવું છે,

    પણ એ રુપથી જ અંજાઈ જઇએ,

    એ સ્વાભાવીક છે........

    તમારા દેહને શબ્દમા ઢાળવાનો પ્રયત્ન કર્યો,

    પણ તમારા લાયક કોઇ શબ્દ જ ના જડે,

    એ સ્વાભાવિક છે....

    11

    ગુસ્સો બહુ સારો નહીં

    નાની અમથી મજાક કરું, ને તું રીસાઈ જાય,

    આમ, ગુસ્સો બહુ સારો નહીં.

    કંઈ વસ્તુ લેવાની ના પાડુ, ને તું પાકીટ પછાડે,

    આમ, ગુસ્સો બહુ સારો નહીં.

    રસોઈનાં વખાણ ના કરું, ને તુ વાસણ પછાડે,

    આમ ગુસ્સો બહુ સારો નહીં.

    મોડા આવવાની વાત કરું, ને તું ગણગણાટ કરે,

    આમ, ગુસ્સો બહુ સારો નહીં.

    મેસેજનો જવાબ ના આપુ, ને તું ફોન ના ઉપાડે,

    આમ ગુસ્સો બહુ સારો નહીં.

    ચેનલ બદલવાની વાત કરું, ને તું રીમોટ પછાડે,

    આમ, ગુસ્સો બહુ સારો નહીં.

    ગુસ્સો કરવાની ના પાડુ, ને તું મૌન ધારણ કરે,

    આમ ગુસ્સો બહુ સારો નહીં

    12

    બદલાયેલ ચાંદ

    રે ચાંદ ક્યારથી બદલ્યું છે તારુ કામ,

    ને આ સ્વભાવ?

    બોલ શુ સોદો કર્યો છે તે સુરજ સાથે,

    આ ગરમી મેળવવા?

    અથવા ક્યારે શીખ્યો તું સુરજ પાસેથી,

    લોકોને દઝાડવાનું?

    કે પછી નિર્દયીઓ પાસેથી ઠેકો લીધો છે?

    લોકોને તડપાવવાનો?

    અરે, ભૂલી ગયો કામદેવની એ દુર્દશા!

    ને ભોગવેલી વ્યથા!

    માનુ છુ કે બધા શિવ નથી હોતા, કે

    નથી હોતી ત્રીજી આંખ,

    છતા બદલી નાખશે તારુ આ મૂળ સ્વરુપ,

    ને અસ્તિત્વ પણ...

    13

    કુદરતનો ખેલ

    રે કુદરત અજીબ તારો ખેલ ને તારી માયા છે,

    કે અણધાર્યો મિલાપ ને અશ્રૃભર્યો વિયોગ છે.

    ઉંમરના એક નાજુક પડાવે તારામૈત્રક જામ્યું,

    ને સાતેય ભવ સાથે જીવવાનાં સપના લાવ્યું.

    સપના સાકાર કરવા અર્થે હથેવાળો બંધાયો,

    પ્રભુતામાં પગલા પાડ્યા ને સુખી સંસાર મંડાયો.

    શ્રૃષ્ટિનાં બધા સુખ પણ પગચંપી કરવા લાગ્યા,

    ત્યા જ અચાનક નશીબનાં એવા ખેલ સર્જાયા.

    સમયની એક ધડીએ અજીબ વળાંક આવ્યો,

    ને હસતી રમતી જોડીમાં દુઃખની છાયા લાવ્યો.

    અણધારી ઘટનાઓની એવી ઘટમાળા જામી,

    કે હુંફાળા સંબંધોમાં મતભેદની આંધી આવી.

    આ રમતનાં હવે પાસા અવળા પડવા લાગ્યા,

    ભર ચોમાસે પણ લાગણીનાં વાદળો ઓછરાયા.

    હે પ્રભુ 'વાલુડા'ને હવે કોઇ સાચો રસ્તો બતાવો,

    અસ્થિર બનેલા જીવનરથને સાચા રસ્તે લાવો.

    ***