એક છબીની છબી - 4 ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક છબીની છબી - 4

એક છબીની છબી

(પ્રકરણ – ૪)

આકાશ હવે ખૂબ જ ડરી ગયો હતો. આ કામ કોઈ મોટી ગેંગનું હતું. કોઈક એમનો ગોડફાધર આ બધું કરાવી રહ્યો હશે. એમનો પ્લાન સમજવો મુશ્કેલ હતો. ચોક્કસ કંઇક મોટો ગેમ પ્લાન હતો.

જયારે આકાશે શાચીએ આપેલ મોબાઇલ નંબર ઉપર ફોન કરવા કોશીશ ત્યારે ફોન બીઝી આવતો હતો એટલે એણે અમસ્તું જ એ ફોટાવાળું કાર્ડ ફેરવ્યું તો એ ચકિત થઇ ગયો એ સુંદર છોકરી બ્યુટી ક્વીન શાચી હતી જે એનાં ફોટાં નીચે છપાયેલ માહિતીથી ફલિત થતું હતું. એક સુંદર સેલિબ્રિટીને કિડનેપ કરવા પાછળનું કારણ સામાન્ય ના હોય શકે એ સમજી શકાય.

ઘણી કોશિશ કરી છતાં શાચીએ આપેલ નંબર ઉપર એ સમ્પર્ક કરી શક્યો નહોતો. આકાશ ઇચ્છતો હતો કે એકવાર ફોન કરીને હકીકત જણાવી દઈશ તો કામ પૂરું થઇ જશે. પારકી પંચાતમાં પડી પોતાની જાનને શા માટે જોખમમાં નાખવી ? પરંતું કિસ્મતને કંઇક અલગ મંજુર હતું. એ પોતાની જાતને રોકી શક્યો નહિ.

થોડીજ વારમાં એનાં મોબાઇલ ઉપર ફોન આવ્યો કોઈ અપરિચિત નંબરથી.

સામેથી કોઈ બોલી રહ્યું હતું – “મિસ્ટર આકાશ, જે મોબાઇલ ઉપર તમે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યો છે એ મિસ શાચીના ફાધરનો છે અને એમનું આંખું કુટુંબ અમારાં કબજામાં છે. પોલીસને જાણ કરવાની કોશિશ કરશો નહી”. તે જ સમયે એક પિસ્તોલની ગોળી સ...ન..ન..ન... કરતી એનાં કાન પાસેથી પસાર થઇ અને દિવાલમાં અથડાઈ. કોઈ એની આજુબાજુમાં હતું. આકાશ બાલ બાલ બચ્યો. કદાચ ડર ઉભો કરવા માટેનું એમનું આ પગલું હશે.

હવે આકાશને ખ્યાલ આવ્યો કે એ લોકો કેટલા હોશિયાર અને ખતરનાક છે અને કેટલી સ્પીડથી કામને અંજામ આપી શકે છે. શાચીને કિડનેપ કરતાં પહેલાં કદાચ એમણે એનાં પરિવારને બાનમાં લીધાં હશે જેથી ધાર્યું કામ કરાવી શકાય. એમનું નેટવર્ક ખરેખર મોટું છે એ સમજવું મુશ્કેલ નહોતું.

આકાશ હવે ફસાયો હતો. આકાશનો સંપૂર્ણ ડેટા કદાચ એ લોકોએ ટ્રેસ કરી લીધો હશે એમાં શંકા નહોતી. પોતાનાં ઘરમાં રહેવું હવે સલામતીવાળું નહોતું, તેથી તેણે ઘરે જવાનું અને રહેવાનું માંડી વાળ્યું હતું. આકાશ હવે પોતાનો મોબાઇલ પણ બંધ કરી દીધો હતો જેથી કોઈ એને ટ્રેસ ના કરી શકે. શહેરમાં એક અન્જાન તરીકે રહેવા શિવાય બીજો રસ્તો નહોતો. એક રાત્રે વોટર ટેક્ષી કરી તે પોતાનાં ઘર આગળ આવ્યો તો એનાં ઘરમાં અંદર પ્રકાશ હતો. ઘરમાં અંદર એક પડછાયો પણ જોયો. એ તરતજ સમજી ગયો એનાં ઘરમાં જાપ્તો ગોઠવાઈ ગયો છે જે જાનને જોખમકારક છે. તે બહારથી ચુપચાપ ઉતાવળે નીકળી ગયો.

તેણે હવે નક્કી કર્યું હતું કે શહેરમાં રહેવું પણ જોખમી છે. તેથી તેણે શહેરથી દુર એક નાનાં ગામમાં રહેવાનું નક્કી કર્યું. પોતાનો હુરિયો પણ બદલી લીધો હતો જેથી કોઈ ઓળખી ના શકે. કોઈને મદદ કરવા જતાં ફક્ત પોતાનાં એક મોબાઇલ નંબરથી તે હવે ફસાયો હતો. એ અસમંજસ હતો કે પોતાનો જીવ બચાવવો કે કોઈને મદદરૂપ થવું. પોતે પોતાનાથી અન્જાન થઇ ગયો જીવ બચાવવા ખાતર.

વેનિસમાં એક આલીશાન મ્યુઝીયમનું ઉદઘાટન હતું. દુનિયામાં સૌથી અલગ અને અદ્યતન લેસર ટેકનોલોજીના સહયોગથી સુરક્ષિત એવું મ્યુઝીયમ બનાવ્યું હતું અને એમાં એ દુનિયાની સૌથી કિંમતી હીરા જડિત મૂર્તિ રાખવામાં આવી હતી. દુનિયાના રત્ન પારખી એ મૂર્તિને જોઈને અવાક થઇ જતાં. ઘણાં વર્ષોના આર્કિયોલોજીકલ સંશોધન બાદ એ કીમતી મૂર્તિ મળી હતી. હજારો વર્ષ પુરાણી ઈતિહાસની એ સાક્ષી હતી. મ્યુઝિયમમાં અનેક જૂની પૌરાણિક કિંમતી મૂર્તિઓ અને કૃતિઓ હતી જે એક પુરાના શહેરની ધરોહર હતી.

શહેરમાં મોટા મોટા એલ.ઈ.ડી. દ્વારા જાહેરાત કરાયી હતી. ન્યુઝ પેપરમાં જાહેરાતોમાં જણાવવામાં આવ્યું હતું કે ઉદઘાટન બ્યુટી ક્વીન શાચી દ્વારા થનાર છે. સ્વાભાવિક હતું કે એક સુંદર સંગ્રહાલયનું ઉદઘાટન એક સુંદર લાવણ્યમય બ્યુટી ક્વીન દ્વારા થનાર હતું.

શાચીના ફોટો જોઈ આકાશ વિચારમાં પડી ગયો કે આ કેવી રીતે શક્ય છે ? એ તો કિડનેપ થયેલ હતી. એ કેવી રીતે ઉદઘાટન કરી શકે ? શું શાચીને છોડી દેવામાં આવી હશે ? આકાશ માટે એક કોયડો હતો, પોતે છુપાઈને રહેવું કે નહી ? આમાં કોઈની ચાલ તો નહી હોયને ? તેણે ઉદઘાટનમાં જવાનું નક્કી કર્યું એક નવા નકાબમાં, જેથી કોઈ એને ઓળખી નહી શકે.

વેનિસમાં ઘણાં મ્યુઝિયમ છે એમાં એક વિશેષ મ્યુઝિયમ વિશાળ જગ્યામાં બનાવવામાં આવ્યું હતું. વેનિસના ઘણાં મોટા કુટુંબનાં રઈસ લોકો ત્યાં હાજર હતાં. ઉપરાંત વિદેશી પ્રવાશીઓ પણ હતાં. શાનદાર સમારોહ આયોજિત કરાયો હતો. વરસો બાદ વેનિસમાં આ નવા મ્યુઝિયમનું ઉદઘાટન યોજાયું હતું. ત્યાંની સરકારે અને આર્કીયોલોજીકલ સોસાયટીએ અગત્યનો ભાગ ભજવ્યો હતો. કાર્યક્રમના સંયોજક અને સ્પોન્સર એક ડાયમંડ કંપની દ્વારા અનોખો ફોટો શુટિંગનો કાર્યક્રમ મુખ્ય હોલમાં યોજાયેલ હતો. નિયત સમયે ઉદઘાટનની મલિકા બ્યુટી ક્વીન શાચીનું આગમન સુંદર સજાવેલ વોટર ટેક્ષી દ્વારા થયું. વેનિસમાં આવન-જાવન ફક્ત પાણી ઉપર ચાલતી વોટર ટેક્ષી અને સાયકલથી જ થાય છે. શાચીની સાથે વિમાનમાં જે વ્યક્તિઓ હતી તે જ વ્યક્તિઓ બોડીગાર્ડની જેમ એની સાથે હતી ઉપરાંત એક વયસ્ક યુગલ શાહી થાટમાં હતું. આકાશ એમને જોઈ વિચારમાં પડ્યો. શું શાચી હજુ એમની નજરકેદમાં જ હશે ? આ કોઈ ગેમ તો નથી કરી રહ્યાને ? આકાશે એવીડન્સ માટે પોતાનાં ગુપ્ત કેમેરાથી દરેકનાં ફોટાઓ લીધાં.

મુખ્ય મહેમાનોની હાજરીમાં પ્રથમ સમાંરભ બાદ બ્યુટી ક્વીન શાચી દ્વારા રીબન કાપવામાં આવી. અંદરના ભાગમાં મશહુર ડાયમંડ કંપની દ્વારા કંપનીનાં પ્રમોશન માટે ફોટો શુટીંગનો ખાસ કાર્યક્રમ સરકારની પરમીશનથી યોજાયો હતો. શુટીંગ માટે મોટા મોટા રીફલેકટર મુકાયા હતાં. મોટા અને નાનાં એવાં એનેક સાઇઝના અરીસાઓ ગોઠવેલ હતાં. જેથી પ્રકાશનું રીફ્લેક્શન સારું થાય. લગભગ એક કલાક પેલી જગ પ્રસિદ્ધ ડાયમંડની મૂર્તિ સાથે શાચીનો ફોટો શુટનો કાર્યક્રમ પુરો થયો. આકાશની ઈચ્છા શાચીને મળવાની હતી, પરંતું પોતે નકાબમાં હોવાથી તે શક્ય નહોતું કારણ આકાશને ઓળખવો શાચી માટે અશક્ય હતું અને ઓળખાણ આપી શકે એટલો સમય પણ નહોતો. ફોટો શુટ વખતે એનાં અપહરણ કર્તા એની આજુબાજુમાં બોડીગાર્ડની જેમ ફરતા હતાં જેથી કોઈ એને મળી શકે એમ નહોતું. આજ સુધી કોઈને ખબર પડી નહોતી કે એક બ્યુટી ક્વીનનું અપહરણ થયેલ છે. આજ સુધી એવાં કોઈ ન્યુઝ પણ ટીવી ઉપર પ્રસારિત થયાં નહોતાં. ફક્ત સૌદર્ય પ્રસાધનવાળી જાહેરાતોમાં એ હંમેશા છવાયેલ દેખાતી. કદાચ બધી જાહેરાતો ઘટના પહેલાં શુટ થયેલ હોય શકે. શાચીનું એ જાહેરાતોનું સ્મિત, એની અદા, એની અનુપમ સુંદરતા કંઇક અલગ જ હતી. આજના સમારંભમાં શાચીના કુત્રિમ હાસ્ય પાછળની વેદના સમજી શકાય એમ હતી એનું દુઃખ કળવું મુશ્કેલ હતું. એક ચહેરાની નીચે બીજો ચહેરો અંદર ને અંદર રડી રહ્યો હતો. સમારંભમાં એની આંખો કોઈને શોધી રહી હતી. આકાશે ચોરી છુપીથી શક્ય એટલાં ફોટાઓ ગુપ્ત કેમેરામાં કેદ કર્યા. કોઈને ખબર પણ ના પડી.

કાર્યક્રમ હજુ ચાલું હતો પરંતું શાચી અને એની ટીમ તરત ત્યાંથી નીકળી વોટર ટેક્ષીમાં નીકળી ગયી. જયારે વોટર ટેક્ષી પાણી ઉપર દોડી રહી હતી ત્યારે આકાશે બાય બાય કરવાં હાથ ઉપર કર્યો અને શાચીની નજર એની સાથે મળી કદાચ આકાશને ઓળખી ગયી હશે અથવા આંતરિક પ્રેરણાના (intuition) સિગ્નલ શાચીને મળ્યા હોય અને શાચીએ પોતાનો હાથ ઉપર કરી બાય બાય કર્યું. સમજણ અને સત્ય હવે ઉપરવાળાએ આપેલ બુદ્ધિ ઉપર આધારિત હતું. આકાશ સમજી શકતો નહોતો કે ખરી હકીકત શું છે ?

લગભગ એક મહિના બાદ પોતાની સ્ટડી પતાવી આકાશ જયારે વેનીસથી લંડન જઈ રહ્યો હતો ત્યારે ઓરીએન્ટ એક્સપ્રેસમાં એને શાચી દેખાઈ એની સાથે એક વયસ્ક યુગલ હતું.

(ક્રમશઃ)