Ek chhabini chhabi - 5 books and stories free download online pdf in Gujarati

એક છબીની છબી - 5

એક છબીની છબી

(પ્રકરણ – ૫)

શાચીને ટ્રેનમાં જોઈ એ અચરજ પામ્યો. ઘડીભર તો એને પોતાની આંખો ઉપર વિશ્વાસ ના આવ્યો પરંતું એ પોતાની સીટ પરથી ઉભો થઇ શાચીની સીટ પાસે ગયો અને પોતાનો હાથ શેકહેન્ડ કરવા આગળ કર્યો અને બોલ્યો – “હાય.. શાચી, હું આકાશ”

પેલીએ જવાબમાં ફક્ત “હાય..” કહ્યું અને એની સામે જોઈ રહી.

પોતાનો પરિચય આપતાં કહ્યું આપણે થોડાંક મહિનાઓ પહેલાં પ્લેનમાં મળ્યાં હતાં અને આપને મદદની જરૂર હતી. આપે મને કાર્ડ ઉપર એક મોબાઇલ નંબર લખી આપ્યો હતો અને...

પેલી હજુ અસમંજસ હતી. શું જવાબ આપવો એને સમજ પડતી નહોતી. પેલું વૃદ્ધ યુગલ એની સામે અવાચક પણે જોઈ રહ્યું. એમનાં મોં પર હલકું સ્મિત હતું.

સામેની સીટ બતાવતાં વૃધ્ધે કહ્યું – “પ્લીઝ સીટ, આઈ એમ થોમસ.. પૌલ થોમસ”

પોતાની પત્ની તરફ આંખથી ઈશારો કરતાં કહ્યું – “શી ઇસ માય વાઈફ... મેરી”

આકાશ વિચારમાં પડ્યો કે કંઇક ઘોટાળો તો થતો નથીને ? શું શાચીને ઓળખવામાં ભૂલ તો નથી કરીને ? ભૂલ કેવી રીતે કરી શકે ? પ્લેનની છેલ્લી મુલાકાત અને તે દિવસે મ્યુઝિયમનના ઉદઘાટનમાં તો જોઈ હતી પછી આંખ કેવી રીતે ધોખો ખાઈ શકે ? આજ સુધી એની તસ્વીર આંખોમાં અકબંધ રાખી છે, જાણે એક પ્રેયસીને રોજ યાદ કરતો હોય તેમ ! ભલે પ્રેમ એક તરફી હતો, પણ દિલમાં એણે સ્થાન લઇ લીધી હતું. શાચીને મળ્યા બાદ પોતાની જીન્દગીમાં કેટલી ઉથલપાથલ થઇ છે ? પોતાની ઓળખાણ (Identity) ખોયી છે. જાન જોખમમાં હતી એટલે પોતાનો હુરિયો બદલવો પડ્યો છે, શહેરમાંથી એક ગામમાં રહેવું પડે છે, પોતાનાં બંગલામાં જઈ શકતો નથી. મિસ્ટર થોમસ અને એની પત્ની મેરી એની સામે જોઈ રહ્યાં. એમની નજર આકાશ ઉપર હતી અને ચહેરાં ઉપર કંઇક છુપું હાસ્ય હતું જે પ્રસંગની ગંભીરતાને સહજતામાં પરિવર્તિત કરી રહ્યું હતું. આકાશે પોતાની નજર વિચારમાં નીચી કરી બેઠો હતો.

એટલામાં એમની સામે કોઈ આવ્યું અને મિસ્ટર થોમસ બોલ્યા – “શાચી, કમ માય ચાઈલ્ડ, કોઈક તને મળવા આવ્યું છે !”

આકાશે નજર ઉપર કરી.. જોયું તો એ શાચી હતી.

આકાશની સામે આ બીજી શાચી ઉભી હતી. એ વિચારમાં પડ્યો અને ગુચવાયો. આકાશની માનસિક ગડમથલ મિસ્ટર થોમસ સમજી ગયાં. આ શાચી છે અને પેલી ગ્રેસી છે. બંને ટ્વીન્સ (જોડિયા) છે, એટલે ઘણીવાર ઘણાં લોકોની ભૂલ થાય છે.

શાચી તરફ હાથ લંબાવતા આકાશ બોલ્યો – “હાય, હું આકાશ.” પેલી તે દિવસના વિમાનમાં થયેલ મુલાકાતની વાત કરી પણ શાચી એને ઓળખી શકી નહી અને એની સામે જોઈ રહી.

ઓહ... હવે આકાશ સમજી ગયો કે પોતાનાં બદલાયેલ હુરિયાના લીધે શાચી એને ઓળખી શકી નહી હોય એટલે આકાશે પૂરી વાત કરતાં શાચીએ વિમાનમાં જે ફોટો મોબાઈલ નંબર લખીને આપ્યો હતો તે બતાવ્યો એટલે શાચીના ચહેરાં ઉપર કોઈ નવી ઉપાધી તો નથીને ? એ પ્રશ્ન ગાયબ થયો અને એક સ્મિત આપ્યું. આકાશે વિમાનની ઘટનાથી લઇ આજ સુધીની પોતાનાં ઉપર આવેલી આફતની બધી વાતો કરી. આકાશે પોતાનો અસલ ફોટો જે મોબાઈલમાં હતો તે શાચીને બતાવ્યો એટલે શાચીને વિશ્વાસ થયો. વાતાવરણમાં હવે હળવાશ આવી અને બધાં હસી પડ્યાં.

થોડીક મિનિટોમાં બધાં માટે ચા અને સ્નેક્સ આવ્યાં.

વાતને આગળ વધારતાં શાચી બોલી – “ એ લોકો કોણ હતાં તે મને ખબર નથી. કોઈપણ નુકસાન કે ટોર્ચરિંગ એમણે વીતી ગયેલ દિવસોમાં કર્યું નહોતું. એ લોકો મને આનંદમાં જ રાખતાં. કોઈ સખતાઈથી વર્ત્યું નહોતું, પરંતું કોઈને પણ મળવું નહી એવી એમની સુચના હતી. જો કંઇક ભૂલ થાય તો તેઓ પપ્પા-મમ્મી અને ગ્રેસીને મારી નાખશે એવી ધમકી આપેલ હતી. જે દિવસે આપણે વિમાનમાં મળ્યા હતાં તે જ દિવસે એમણે મારાં ઘરમાંથી મારું અપહરણ કર્યું હતું. એ ત્રણ જણા એરપોર્ટના અધિકારીના ડ્રેસમાં ઘરમાં આવ્યાં હતાં અને મારાં પાસપોર્ટને ચેક કરવો છે એવી વાત કરી. પપ્પાએ પાસપોર્ટ લાવીને એમને આપ્યો. ચેકિંગ કરવાનું નાટક કર્યું અને મને એરપોર્ટની ઓફિસમાં આવવું પડશે એમ કહ્યું અને તરત તૈયાર થવા કહ્યું. હું તરત તૈયાર થઇ અને મારી એક નાની પર્સ જેવી બેગ લઇ બહાર આવી. તેઓ સીધા મને એરપોર્ટ ઉપર લઇ આવ્યાં અને વેનિસના એ વિમાનમાં બેસી જવા કહ્યું. કારમાં પેલી કદાવર વ્યક્તિએ મને કડક સુચના (સ્ટ્રીક્ટ વોર્નિંગ) આપી કે મને કિડનેપ કરી છે, કોઈપણ ચાલાકી કરવી નહી, નહીતો પરિણામ ગંભીર આવશે. આપ મારી સાથે હતાં તેથી મેં તમને મદદ માટે ઈશારો કરી રહી હતી અને ચાલાકીથી એક કાર્ડ મારી બેગમાં નીકળ્યું તેનાં ઉપર મેં પપ્પાનો નંબર લખીને આપનાં કોટના ખીસામાં નાંખ્યો હતો. તે દિવસે હું ખુબજ ગભરાયેલી હતી. શાચીના આંખમાં આંસુ હતાં. કુટુંબના દરેકની આંખ ભીની હતી. આપે વેનિસમાં આવી મારી મદદ કરવાની કોશિશ કરી તેની મને જાણ હતી. તે દિવસે લીફ્ટમાંથી મેં તમને નીચે ઉભાં જોયા હતાં. મને પૂર્ણ ખાતરી હતી કે આપ મને અને મારાં પરિવારને મદદ કરશો.

વાતની કડી આગળ વધારતાં આકાશે કહ્યું – તમારી લીફ્ટ એ આલીશાન બિલ્ડિગનાં પાંચમાં ફ્લોર ઉપર ઉભી રહી હતી જે મેં લીફ્ટના તળિયાના ઈન્ડીકેટરથી વાંચી શક્યો હતો, પરંતું તે જ વખતે મારી અને પેલાં કદાવર વ્યક્તિની નજર એક થઇ હતી અને એ સમજી ગયો હતો કે હું તમારો પીછો કરી રહ્યો છું. લીફ્ટમાંથી તમને તમને ઉતરી એ તરતા જ નીચે આવી રહ્યો હતો એટલે હું ગભરાયો અને ટેક્સીમાં બેસી ભાગી ગયો. મને હવે ખ્યાલ આવી ગયો હતો કે કોઈક મોટી ગેંગનું આ કાવતરું છે. મેં જયારે તમારાં કાર્ડ ઉપર લખેલ નંબર ફોન કર્યો ત્યારે ફોન સતત બીઝી આવતો હતો એટલે મેં કાર્ડ ફેરવીને જોયું ત્યારે મને ખબર પડી કે આપ બ્યુટી ક્વીન શાચી છો. થોડીજ વારમાં બીજા એક નંબર ઉપરથી મારાં મોબાઈલ ઉપર ફોન આવ્યો કે ચાલાકી કરવી નહી, નહિતો શાચીના ફેમિલીને મારી નાખવામાં આવશે. મારાં ફોનથી એમેણે મારી બધી જ ડીટેલ મેળવી લીધી છે એ ચોક્કસ હતું કારણ એમણે મિસ્ટર આકાશ એમ કહીને ધમકી આપી હતી. મેં તેજ દિવસથી ફોન બંધ કરી દીધો હતો. મને જાનનું જોખમ હતું એટલે હું ત્યાંથી નાસી છૂટ્યો હતો અને કોઈ મને ઓળખી ના જાય તે માટે આ નકાબ આ હુરિયો ધારણ કર્યો હતો.

વાતને વચ્ચેથી રોકતાં મિસ્ટર થોમસ બોલ્યા – “હા .. બરોબર મને યાદ છે જયારે અમે એમની ટોળીના બીજા માણસોની નિગરાનીમાં હતાં ત્યારે કંઇક એવી વાત થઇ હતી. તમારું નામ આકાશ છે એ મારી યાદમાં આજે પણ છે, એટલે જ તો જયારે તમે શાચીને મળવા આવ્યાં અને તમારું નામ આકાશ છે એવું કહ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે હેલ્પીંગ નેચરના વ્યકિત તમે છો એટલે તમને જોઈને મારાં મોં ઉપર સ્મિત હતું. અમને મદદ કરવા જતાં તમારાં ઉપર જે વીત્યું છે તે જાણી મને ખૂબ દુઃખ થયું છે. આપનો ઘણો ઘણો આભાર. હું લોર્ડ જીસસને પ્રેયર કરીશ કે એ તમને હંમેશ મદદ કરે.”

મિસ્ટર થોમસને થેન્ક્સ કહેતાં આકાશે શાચીને પૂછ્યું – આપ કેવી રીતે એમની ચુંગલમાંથી છૂટ્યાં અને ભેગાં થયાં ?”

શાચીએ કહ્યું – “મ્યુઝિયમના ઉદઘાટનના બીજા દિવસે સવારે કોઈએ મને એક કવર આપ્યું. તેમાં લખ્યું હતું – આભાર. તમારી ફેમીલી હોટલનાં રૂમ નંબર ૧૨૩૪ માં છે. આપ અહીંથી એમની સાથે વેનિસ છોડી લંડન જઈ શકો છો. ટ્રેનનો એક લક્ઝરી કોચ તમારી ફેમીલી માટે રિસર્વ કરેલ છે જેથી કોઈ તમને પરેશાન કરી શકશે નહી. થોડાંક ડોલર પણ કવરમાં મુકેલ છે. બનેલ ઘટનાની કોઈને જાણ કરશો નહી. આપ સેલીબ્રીટી છો, તમારી જીન્દગી કિંમતી છે અને તમારાં માટે કુટુંબનાં વ્યક્તિઓની જીન્દગી પણ કિંમતી હશે. Hope you understand. Thanks !

આકાશને મન એક કોયડો હતો કે કોઈ ગેંગ શા માટે એક બ્યુટી ક્વીનને કિડનેપ કરે અને હેમખેમ છોડી દે ? કેટલી સિફતથી રજેરજની માહિતી રાખી હશે કે મહિનાઓ સુધી મીડિયાને કે કોઈને જાણ પણ ના થઇ. કેટલો કંટ્રોલ હશે દરેક ગતિવિધિ ઉપર એ ગેન્ગનો ? આ ઘટનામાં કોઈ રહસ્ય જરૂર હતું.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED