એબોર્શન ભાગ-૬ Jayesh Golakiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એબોર્શન ભાગ-૬

એબોર્શન

ગર્ભપરિક્ષણ કરી દરવખત ની જેમ આ વખતે પણ ડૉક્ટર વરુણ ને તેની કેબીન માં બોલાવે છે અને ધીરેક થી જણાવે છે આ વખતે પણ "છોકરી" જ છે. ડૉક્ટર ને સાંભળતાજ વરુણ ની આખમાથી આંસુ સરવા લાગે છે સાથે સાથે પાયલ પર ગુસ્સો આવવા લાગે છે. ડૉક્ટર કઈ બોલે તે પહેલાં જ વરુણ તરત જ અત્યારેજ એબોર્શન કરવાનું કહે છે.

ઇમરજન્સી માં એબોર્શન કરવાનો ચાર્જ વધારે થશે. પરિસ્થિતિ નો લાભ લેતા ડૉક્ટર વરુણ ને કહે છે.

વરુણ તરત જ કહે છે હું પૈસા નો બંદોબસ્ત કરું છું તમે એબોર્શન કરી નાખો. ડૉકટર તરત જ પાયલને ઓપરેશન થીયેટર માં લઇ જાય છે. પાયલ ને વાત નો અંદાજ આવવા લાગે છે એટલે એ નર્સ ને પૂછે છે કે મને ક્યાં લઈ જાવ છો...?? નર્સ કશું બોલતી નથી. પાયલ હાથ જોડીને જવાની રજા માંગે છે પણ તેને પરાણે ઓપરેશમ રૂમ માં લાવવામાં આવે છે.ડોક્ટરને રૂમ માં આવે છે તો પાયલ ડૉક્ટર પાસે પણ ભીખ માંગતી હોય તેમ જવાની રજા માંગે છે પણ નિષ્ઠુર ડૉક્ટર તરત જ તેને એનેસ્થેસિયા નું ઈન્જેકશન આપે છે એટલે પાયલ બે ભાન અને પછી તેનું એબોર્શન કરવામાં આવે છે. ગર્ભપાત થઈ જાય પછી સાંજે પાયલ અને વરુણ ઘરે જાય છે. ઘરે પોચીને પાયલ રોતાં રોતા તેના સાસુ ને એબોર્શન કારવ્યુ જણાવે છે. હવે તો લીટરરી વસન બેન તથા રસિકલાલ વરુણ ને ઠપકો આપે છે. વરુણ ને ખીજાય છે. વરુણ તેના માતા પિતા નું પણ અપમાન કરી નાખે છે. વરુણ જોર જોર થી બોલવા લાગે છે. ઘરમાં બધાને ડર લાગવા લાગે છે કે વરુણ ને કાઈ થઈ ગયું. તરત જ તેના પપ્પા તેને શાંત કરવાની કોશિશ કરે છે. વરુણ નું આવું રૂપ જોઈ ને નાની પરી અને જેસ્વિ તો રડવા લાગે છે.

પાયલ નો સુખી સંસાર હવે જાણે સ્મશાન બની ગયું હતું. રોજ દી ઉગે ને રોય રોય ને દિવસો કાઢવાના પણ પાયલ સાવ હિંમત હારી ગઈ હતી. ક્યારેક વિચાર આવતો કે બંને દીકરીને લઈને પિયર જતી રાહુ પણ પાછી વિચારતી કે મારા નસીબ માં દુઃખ છે એ મારે સહન કરવુંજ પડશે કદાચ બીજે સંસાર ચાલુ કરીશ તો ત્યાં પણ દુઃખ પડશે. આમ વિચાર માત્ર થી પાયલ આ ઘર છોડતી ન હતી. મનોમન ભગવાન ને પ્રાર્થના કરતી ને ભગવાન ને પૂછતી હવે કેટલું દુઃખ મારે સહન કરવાનું છે....??? વરુણ તો હવે ઘરે ગાંડા ની જેમ વર્તન કરતો. એને ઘરે પણ કોઈ ગમતું નહીં. બસ ખાલી પરી અને જેશ્વિ જોડે વાતો કરતો બીજા કોઈ સાથે વધારે વાત પણ ન કરતો. વસન બેન ને વરુણ કરતા પાયલ ની વધારે ચિંતા થતી હતી. પરાઈ દીકરીને મારા વરુણ ને લીધે દુઃખ પડે છે એમ જ વિચારતા.

થોડા મહિના આમને આમ પસાર થાય છે. હવે પાછું વરુણ નું ભૂત જાગે છે. ફરી મારે છોકરો જોવે છે મારે છોકરો જોવે છે એમ બડબડયા કરે છે. પાયલ, વરુણને સમજાવવા બહુ જ પ્રયત્ન કરે છે પરંતુ વરુણ માનવ જ તૈયાર નથી અને પાયલ પર ગુસ્સો કરવા લાગે છે. પાયલ પાસે બીજો કોઈ ઉપાય હોતો નથી. વરુણ ની વાત માનવી પડે છે ને છઠ્ઠી વખત પાયલ પ્રેગ્નેટ થાય છે. પ્રેગનેન્સી એટલે જીન્દગીના સારા દિવસો કહેવાય પણ પાયલ માટે તો આ દિવસો નર્ક સમાન હતા. તેમ છતાં વસનબેન તથા રસિકલાલ પણ પાયલ નું ધ્યાન રાખતા. પાયલ ને તો બસ એક જ વાત સતાવતી કે મારે મારુ આવનારું બાળક જોવે છે .પછી તે દીકરી હોય કે દીકરો..પણ તેનો વર ખાટકી બની ગયો હોય છે દીકરી નું નામ પડતા તરત જ તેને મરાવી નાખશે એમ વિચાર માત્ર થી પાયલ તો રો રો જ કરે છે. બચારી નાની પરી અને જેશ્વિ તો શું મા નું દુઃખ સમજી શકવાના એતો મમ્મી ને રડતી જોય એ પણ રડવા લાગે છે.

ત્રણ મહિના પુરા થાય છે એટલે ફરીથી વરુણ પાયલ ને ગર્ભ પરીક્ષણ માટે જવાનું કહે છે. પાયલ તો ના પાડે છે સાથે સાથે વસનબેન પણ હવે ગર્ભ પરીક્ષણ કરાવવાની ના પાડે છે. પણ વરુણ સમજે કોના બાપ નું.....??? વરુણ તો કઈ સાંભળતો જ નથી , બધા પર ગુસ્સો કરવા લાગે છે. ફરી પાછી રોતી રોતી પાયલ તૈયાર થાય છે પણ આ વખતે કોઈ પણ સંજોગોમાં એબોર્શન કરાવવું નથી એમ વિચારી એના સાસુ વસનબેન ને પણ સાથે આવવા જણાવે છે. વસનબેન પણ આવખતે સાથે જાય છે અને ત્રણેય ગાડીમાં બેસી હોસ્પિટલે પહોંચી જાય છે. પાયલ રસ્તામાં તેના સાસુને ગર્ભપાત નહીં કરવા દેતા એમ કહે છે. વસનબેન પણ આ વખતે એટલે જ સાથે આવે છે કે વરુણ જો ગર્ભપાત કરવાનું કહેશે તો પણ તે ના પાડશે. અને ડૉક્ટર ને એબોર્શન કરતા અટકાવશે..હોસ્પિટલ પહોંચે છે અને પાયલ નું ગર્ભ પરીક્ષણ કરવામાં આવે છે. ડૉક્ટર વરુણ ની જીદ જાણતાં હોય છે કે જ્યાં સુધી છોકરો નહીં આવે ત્યાં સુધી વરુણ એબોર્શન કરાવે જ રાખશે. ગર્ભ પરીક્ષણ કરી ડૉક્ટર મન માં કઈક ગંભીર વિચાર કરતા હોય છે .શુ વિચારતા હોય તે કોઈ ને કેવી રીતે ખબર પડે..??? હવે ડૉક્ટર વરુણ તથા તેના મમ્મી ને કેબીન માં બોલાવે છે. હજુ ડૉક્ટર કઈક ગંભીર વિચાર કરતા જ હોય છે . વરુણ થી હવે વધારે રહેવાતું નથી એટલે તરત જ પૂછે છે. શુ છે સાહેબ.....????? ડૉક્ટર સાહેબ હજુ કઈ જવાબ આપતા નથી મનમાં કઈક અવઢવ માં હોય તેમ વિચારે જ જાય છે. ફરીથી વરુણ પૂછે છે....??? ડૉક્ટર કઈ બોલતા નથી એટલે વરુણ તરત જ સમજી જાય છે કે આ વખતે પણ છોકરી છે...હવે ડૉક્ટર જવાબ આપે છે .. " છોકરી છે". આ વખતે ડૉક્ટર ના ચહેરા પર કઈક અલગ જ ભાવ હોય છે કઈક છુપાવતા હોય તેવું વસનબેન ને લાગે છે. પણ એ કશું બોલતા નથી. વરુણ તરત જ એબોર્શન કરવાનું કહે છે. વસન બેન ના પાડે છે. પરંતુ ડૉક્ટર તો જાણે છોકરીને મારવામાં જન્મ્યો હોય તેમ તરત જ પાયલ ને ઓપરેશન રૂમ માં લઇ જવાનું નર્સ ને કહે છે. વસન બેન ઘણી ના પાડે છે પણ તેનું માનવામાં આવતું નથી. વસન બેન વરુણ ને સમજાવે છે કે મને આ ડૉક્ટર બરોબર લાગતો નથી આપડે એક વાર બીજે તપાસ કરાવીએ. પણ છોકરી નું નામ સાંભળતા વરુણ તો જાણે રઘવાયો બન્યો હોય તેમ તરત જ એબોર્શન કરવાનું જ કહે છે. વસન બેન રોતાં રોતા બે હાથ જોડીને વરુણ ને અટકાવવાની કોશિશ કરે છે વરુણ માનતો નથી એટલે તરત જ એ ડૉક્ટર પાસે જાય છે ડૉક્ટર ને એબોર્શન કરવાની ના પાડે છે. ડૉક્ટર બહાના બતાવતો હોય તેમ વસનબેન ને સમજાવે છે. જુઓ માસી બાળક ઉલટુ છે ડિલિવરી વખતે બે માંથી એક ને જ બચાવી શકીશું એટલે એબોર્શન કરવું જરૂરી છે. વસનબેન તરત જ સમજી જાય છે ડૉક્ટર ખોટું બોલે છે તેને સમજાવવા બહાનું બનાવ્યું છે. તેમ છતાં વસનબેન જ્યારે ડોક્ટર ને એબોર્શન ની ના પાડે છે ત્યારે ડૉક્ટર વરુણ ને વસનબેન ને ત્યાંથી લઇ જાવા કહે છે. વરુણ હાથ પકડી ખેંચીને તેના મમ્મી ને બહાર લઈ જાય છે. વસનબેન તેને છોડાવવાનો પ્રયત્ન કરે છે. વરુણ છોડતો નથી એટલે જેમ છેલ્લે માણસ મારણિયો પ્રયાસ કરે તેમ વસનબેન જોરથી ડૉક્ટર ને કહે છે કે જો તે એબોર્શન કર્યું તો હું પોલીસ ને અત્યારે ને અત્યારે જ બોલાવીશ. આટલું સાંભળતા જ ડોક્ટર બદનામી થવાના વિચારથી ડરી જાય છે. ડૉક્ટર વસનબેન પાસે આવે છે તથા તેને સમજાવવાની કોશિશ કરે છે . વસનબેન ને આ ડૉક્ટર તદ્દન ખોટો લાગે છે. ડૉક્ટર ઘણું વસનબેન ને સમજાવે છે કે પાયલ નો જીવ જશે. આમ થશે તેમ થશે પણ વસનબેન ને આ ડૉક્ટર જ ખોટો લાગે છે એટલે તેની એકપણ વાત માનતા નથી.

વસનબેન વરુણ ને સમજાવે છે અહીંથી ચાલ આપડે બીજે એકવાર તપાસ કરાવવી છે. બીજે તપાસ કરાવવી સાંભળી ડૉક્ટર ડરવા લાગે છે. તમારે બીજે જવું હોય તો જાવ પણ કહેતા નહિ કે પહેલા અહીં આવ્યા હતા નહિતર મને પણ તકલીફ પડશે સાથે તમને પણ તકલીફ પડશે. હું તો છટકી જઈશ પણ તમને વધારે તકલીફ પડશે. બીજે ક્યાંય એબોર્શન પણ નહીં કરે એની કરતા હું થોડી ઓછી ફી લઈ કરી આપીશ. દર વખતે મજબૂરી નો ફાયદો ઉઠાવતો હોય તેમ બોવ જ વધારે ફી લેતો ડૉક્ટર આજે પહેલી વખત ફી ઓછી લેવાની વાત કરે છે એટલે વરુણ ને પણ હવે ડાઉટ જવા લાગે છે. વસનબેન તો હજુ રોતાં જ હોય છે ને વરુણ સમજાવે છે . હવે વરુણ પણ માની જાય છે. ડોક્ટર હવે વરુણ ને પણ સમજાવવાની કોશિશ કરે છે . વરુણ છેલ્લો નિર્યન આપે છે કે અમારે આ વખતે એબોર્શન નથી કરાવવું. તમારે બે દીકરી તો છે જ આ ત્રીજી આવશે ચાલશે તમારે.....??? ડૉક્ટર વરુણ ને પ્રશ્ન કરે છે. વરુણ ત્રીજી દીકરી સાંભળી અચકાય છે પણ પોતાને કાબુ કરતો હોય તેમ અમે વિચારીને ફરી તમારી પાસે આવીએ એવો જવાબ આપે છે. ડૉક્ટર જવાની રજા તો આપે છે પણ આ વાત બીજા કોઈ ને કરતા નહીં એવું કહે છે. સાથે સાથે એબોર્શન કરાવવું હોય તો અહીજ આવજો હું તમને સાવ સસ્તા માં કરી આપીશ એમ પણ કહે છે.

વરુણ પાયલ તથા વસનબેન ને લઈને ત્યાંથી ઘરે જવા નીકળે છે. રસ્તામાં વસનબેન ને ડૉક્ટર ખોટું બોલતો હોય તેવું લાગ્યું એમ જણાવે છે. માત્ર પૈસા મેળવવા માટે છોકરી છે એમ જનવતો હોય તેમ લાગ્યું . વસનબેન પોતાના મનની વાત કહે છે. વરુણ ને પણ આ વાત ગળે ઉતરી કેમ કે દર વખતે વધારે પૈસા ની માંગણી કરતો આ ડૉક્ટર આજે આપડે અહીંથી જવાની વાત કરી એટલે પૈસા પણ ઓછા લેવા તૈયાર થઈ ગયો. વરુણ તરત જ ઘરે જવાને બદલે ગાડી ડાયરેકટ શહેરના સિનિયર ડૉક્ટર ની હોસ્પિટલતરફ વાળે છે. સિધા એ સિનિયર ડૉક્ટર પાસે જાય છે. પાયલ નો નંબર આવે એટલે તેન ડોક્ટર ચેમ્બર માં જાય છે.

વધુ આવતા અંકે....

જયેશ ગોળકીયા

  • Pharma (9722018480)