Abortion - 4 books and stories free download online pdf in Gujarati

એબોર્શન ભાગ-૪

એબોર્શન

"છોકરી છે" હળવેકથી ડોક્ટર વરુણ ને જણાવે છે.

ડૉક્ટર ના મોઢામાંથી છોકરી સાંભળતાજ એસી ચેમ્બરમાં ૨૦°c વાળા ઠંડા રૂમ માં વરુણ ને પરસેવો વળી ગયો.અને પડતાં પડતા બચ્યો. તરત જ ડૉક્ટર પાણી આપે છે. પાણી પીવે છે પછી વરુણ ને એનામાં જીવ આવ્યો હોય તેવું લાગે છે.અને તરત જ ખચકાતા ખચકાતા ડૉક્ટર ને એબોર્શન કરવાનું કહે છે. પહેલા તો ડૉક્ટર સાવ ના જ પાડી દે છે. વરુણ હવે ડૉક્ટર ને વિનંતી કરવા લાગે છે. ડૉક્ટર હવે એબોર્શન કરવા તૈયાર તો થઈ ગયો પણ બહુજ વધારે પૈસા ની ડિમાન્ડ કરે છે. વરુણ એક ક્ષણ નો પણ વિચાર કર્યા વિના હા પાડી દે છે એટલે તરત જ તેને એક અઠવાડિયા પછીની એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે. વરુણ હવે પારુલ ને લઈને ઘરે આવે છે. રસ્તા માં પાયલ વરુણ મેં કેટલુંય પૂછે છે કે શું કીધું ડોક્ટરે પણ વરુણ કાઈ બોલતોજ નથી. ચૂપચાપ સીધી ગાડી ઘરે આવીને જ ઉભી રે છે. વરુણ કઈ બોલતો નથી એટલે પારુલ હવે સમજી જાય છે કે ફરીથી છોકરી. ફરીથી પાયલ મનમાં ચોધાર આંસુએ રડવા લાગે છે. માત્ર આસું બહાર આવી શકતા નથી. ઘરે આવીને વરુણ તેના મમ્મી પપ્પા ને જણાવતા કહે છે કે છોકરી છે એટલે ગર્ભપાત કરાવવાનું નક્કી કર્યું છે. ગર્ભપાત નામ સાંભળી ઘડીક તો વસનબેન તથા રસિકલાલ ને આંચકો લાગે છે થોડી વાર તો કઈ બોલી જ શકતા નથી. પછી હળવેકથી અસંબેન વરુણ ને કહે છે. ગર્ભપાત કરીને આપણે બાળહત્યા નું પાપ નથી લેવુ. પણ વરુણ સમજતો જ નથી. હવે પાયલ ચોધાર આંસુએ રડવા લાગી. તેના આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસતો હોય તેમ આંસુની ધાર થાય છે.

"મારે એબોર્શન નથી કરાવવું". હું મારી દીકરીને મારવા નહીં દવ. રડતા રડતા પાયલ બોલી

.જો તારે ગર્ભપાત ન તું કરાવવું તો છોકરો આપવોતો ને..વરુણ ગુસ્સામાં બોલ્યો.

પાયલ હવે કશું બોલતી નથી બસ ચોધાર આંસુ એ રડતી જાય છે. વસન બેન હવે પાયલ ને સંભાળે છે તથા તેને છાની રાખવાની કોશિશ કરે છે. તથા વરુણ ને સમજાવવાની કોશિશ ચાલુ રાખે છે. જો ભાઈ આપડે બાળકી ને મારીને એવું પાપ લેવું નથી આનો જન્મ થવાદે પછી તમારે બાળક ન જોતું હોય તો ઓપરેશન કરવી નાખીશું. પણ વરુણ એક નો બે ન થયો. હવે મારે વધારે છોકરિય નથી જોતી મારે તો બસ એક છોકરો જ જોઈએ છે. જ્યારે આ એક છોકરો આપશે એટલે બસ તરત જ ઓપરેશન કરાવી નાખીશું. વરુણ કોઈ નું માનતો જ નથી અને અંતે એબોર્શન કરાવવાનું નક્કી કરવામાં આવે છે.

લગ્ન પછી સ્વર્ગ જેવું લાગતું સાસરું હવે પાયલ ને નર્ક સમાન લાગવા લાગ્યું. પાયલ ને ક્યાંય ગમતું નથી. પાયલ ને તો બસ પોતાની વહાલી દીકરીને પેટમાંજ મારવાનું જરાય પસંદ નથી પણ આખરે એય શુ કરે લાચાર હતી. એનો પતિ જ દીકરાની જીદ લઈને બેઠો હતો. પાયલ સારા પુસ્તકો વાંચવા નો પ્રયત્ન કરે છે પણ એનો જીવ ક્યાંય પરોવાતો નથી. વિચારે છે કે લાવ બધી વાત મારા મમ્મી ને કહી એબોર્શન અટકાવી દવ પણ પછી તરત જ વિચાર આવે છે કે વરુણ એમનું પણ માનવાનો નથી તો ખોટું મારે મારા માં બાપ ને મારુ દુઃખ આપવું નથી.આમ વિચારી પાયલ રડવા લાગે છે. રડતી પાયલ ને જોઈ વસન બેન તરત જ પાયલ ના માથા પર પ્રેમથી હાથ ફેરવી તેને શાંત કરે છે. બેટા હું ય એક માં છું એટલે તારું દુઃખ સમજી શકું છું પણ વરુણ હવે અમારું પણ નથી માનતો મેં અને તારા પપ્પા એ એને ઘણો સમજાવવાની કોશિશ કરી પણ એ સમજતો જ નથી એટલે આમ દુઃખી ન થા હવે ભગવાન સૌ સારાવાના કરશે. આખરે એપોઇન્ટમેન્ટ નો દિવસ આવે છે એ દિવસે રડતા રડતા પાયલ હોસ્પિટલ પહોંચે છે અને અંતે પાયલ નું એબોર્શન કરવામાં આવે છે.

હોસ્પિટલ થી એ જ દિવસે રજા મળે છે એટલે પાયલ અને વરુણ હવે ઘરે પાછા આવે છે. પાયલ તો બસ રડે જ જાય છે. વરુણ હવે પાયલ સાથે બરોબર વર્તન પણ નથી કરતો. પાયલ ને બહુ દુઃખ લાગે છે. મમ્મીને રડતા જોઈ નાની પરી પણ રડવા લાગે છે એટલે તરત જ તેને દાદા બહાર આટો મરાવવા લઈ જાય છે. થોડા દિવસ તો ઘરનું વાતાવરણ એકદમ ગમગીન રહે છે. કોઈ એક બીજા સાથે જાજી વાત પણ નથી કરતા. પરી ને ઘરનું આવુ ગમગીન વાતાવરણ જરા પણ નથી ગમતું.

થોડા દિવસ પછી પરિસ્થિતિ સુધરે છે અને બધા આ દુઃખ માંથી ધીરે ધીરે બહાર આવવા લાગે છે. પરી ભણવામાં એટલી હોશિયાર હોય છે કે પેલા ધોરણમાં પ્રથમ નંબરે આવે છે. બધાની સાથે વાતો કરતી ને હળી મળીને રહેતી પરી શાંતિવન એપાર્ટમેન્ટ માં બધાને પ્રિય હોય છે. જેસ્વિ પણ હવે મોટી થઈ જાય છે તેને પણ નર્સરી સ્કૂલ માં એડમિશન કરવામાં આવે છે. બંને બહેનો સાથે જ સ્કૂલે જાય છે તથા સાથે જ ઘરે આવે છે. પરી જેસ્વિ નો હાથ પકડી રોજે તેને સાથે જ સ્કૂલે લઈ જાય તથા લાવે. બધા હજુ માંડ માંડ ભૂતકાળ ભૂલ્યા જ હતા ત્યાં પાછું વરુણ ના મનનું ભૂત જાગે છે એટલે તે પાયલ ને બાળક માટે પ્લાનીંગ કારવાનું કહે છે. તરત જ પાયલ રડવાલાગે છે. પાયલ વરુણ ને સમજાવતા કહે છે કે આપણી બંને દીકરી દીકરા કરતા પણ વિશેષ છે બસ હવે આપણે ઓપરેશન કરવી લાઇ એ વધારે બાળક હવે નથી કરવા. પણ વરુણ ની જીદ સામે તેનું કાઈ ચાલતું જ નથી. મારેતો બસ છોકરો જ જોવે છે. વરુણ તો એક જ હઠ લઈને બેઠયો હોય છે. છેલ્લે વરુણ ની જીદ સામે પાયલ ને હાર માનવી પડે છે અને ફરીથી પાયલ પ્રેગ્નેટ થવાનું નક્કી કરે છે. વરુણ તથા પાયલ ના ફેમિલી પ્લાન મુજબ એક મહિનામાં પાયલ ફરીથી પ્રેગ્નેટ થાય છે અને ફરી ચોથી વખત પાયલ ના સારા દિવસો જવાનું ચાલુ થાય છે. પાયલ મનમાં ને મનમાં બહુ મુંજાય છે. પણ ભગવાન ને ખૂબ પ્રાર્થના કરે છે. કોઈ કહે અહીં માતાજીના દર્શન કરવાથી માતાજી દિકતો આપે છે તો તરત જ પાયલ તથા વરુણ ત્યાં દર્શન કરવા જાય છે કોજ કહે આમ કરવાથી દીકરો આવે તો વળી કોઈ કહે તેમ કરવાથી દીકરો આવે એ બધુ જ પાયલ કરે છે.હવે તો પાયલ ને પણ મનમાં બસ એમજ હોય છે કે બસ આ વખતે હું વરુણ ને એક દીકરો આપી દવ બસ પછી આખી જિંદગી શાંતિ. ત્રણ મહિના થાય એટલે તરત જ ગર્ભ પરીક્ષણ કરાવવાનું વરુણ પાયલ ને કહે છે. પાયલ તરત જ ના પાડે છે. તથા વરુણ ને સમજાવવાની કોશિશ કરતા કહે છે કે આ વખતે તો છોકરો જ છે આપડે આ વખતે પરીક્ષણ કરાવવું નથી. હકીકત માં તો પાયલ ને મનમાં ડર હતો કે જો ફરીથી છોકરી હશે તો વરૂણ એબોર્શન જ કરાવડાવશે એટલે એ પરીક્ષણ કરાવવાની ના પાડે છે. પરંતુ વરુણ માનતો જ નથી અને ગર્ભ પરીક્ષણ કરાવવા માટે બળજબરી પૂર્વક પાયલ ને લઈ જાય છે. પાયલ તો બસ ચોધાર આંસુએ રડતી જ જાય છે. ફરીથી વધારે ફી વસૂલી એ ના એ જ ડૉક્ટર પાસે ગર્ભપરિક્ષણ કરાવવામાં આવે છે. ગર્ભ પરીક્ષણ ના અંતે ડૉક્ટર વરુણ ને તેની ચેમ્બર માં બોલાવે છે હવે વરુણ ની ઉત્સુકતા વધતી જાય છે. બ્લડ પ્રેશર વધતું હોય એવું લાગવા લાગે છે પરસેવો અગાઉંથી જ થવા લાગે છે. આ વખતે શુ હશે એની ચિંતા વધવા લાગે છે. મનમાં કયેક વિચારો ભમવા લાગે છે અને એ વિચારી તથા ચિંતા કરતો એ ઝડફથી ડૉક્ટર ની કેબીન માં જાય છે. ડૉક્ટર વરુણ ને જણાવે છે કે.....

વધુ આવતા અંકે.....

jgolakiya13@gmail.com,

Jayesh Golakiya

(B.Pharm)

9722018480

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED