એબોર્શન ભાગ-૧ Jayesh Golakiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એબોર્શન ભાગ-૧

એબોર્શન

શાંતિવન એપાર્ટમેન્ટની A - બિલ્ડિંગના બીજાંમાળે આજે ઢોલ અને શરણાઈ વાગી રહયા હતા. 203 નંબરના ફ્લેટ માં રહેતા વસનબેન અને રસિકલાલ ના ચહેરા પર ખુશી સમાતી ન હતી. અનેવળી વસનબેન અને રસિકલાલ ખુશ પણ કેમ ન થાય...! કારણ કે એમના એકના એક વહાલ સોયા દીકરા વરુણ ના આજે લગ્ન હતા. બધા સગાસંબંધીઓ સજી ધજીને તૈયાર થઈ ગયા હતા. કોઈ તો હજુ પાર્લર માં તૈયાર થઈને આવી રહ્યા હતા. થોડીજ વારમાં વરુણ નો વરઘોડો નીકળવાનો હતો. બેન્ડવાજા તથા બગી આવી ગઈ હતી. આખા શાંતિવન માં ખુશીનો માહોલ ફેલાયે લો હતો. વરુણ પણ હવે શેરવાની પહેરી માથે સાફો બાંધી પગમાં મોજડી પહેરી અને હાથમાં તલવાર લઈને તૈયાર થઈ ગયો હતો. ફોઈબા એ આવીને વરુણ ના ખીચ્ચામાં ટાંકણી ખોસેલું લીંબુ નંખાવ્યું. વરુણ ને ગળામાં ગુલાબ મોતી નો હાર પહેરાવવામાં આવે છે તથા હાથમાં ગજરો તેની બહેન સ્વેતા દ્વારા આપવામાં આવે છે.અને વરુણ ને બગીમા બેસાડવામાં આવે છે. શાંતિવન એપાર્ટમેન્ટમાંથી નીકળેલો આ વરઘોડો બાજુની જ સોસાયટી વૃંદાવનબાગ માં જવાનો હતો. વૃંદાવનબાગ ના બે નંબર ની શેરીમાં ઘર નંબર 36 માં રહેતા પંકજભાઈ અને આશાબેન ની પુત્રી પાયલ સાથે વરુણ ના લગ્ન થવાના હોય છે. અહીં પાયલ ના ઘરે પણ જાન ને આવકારવાની બધી તૈયારી થઈ ગઈ હતી.પાયલ ના ઘરે મંદિર માં માતાજીને અખંડ દીવો પ્રગટાવવામાં આવ્યો હોય છે.લગ્ન વિધિ પુરી થઈ ન જાય ત્યાં સુધી તથા પાયલ ને સાસરે વળાવવામાં ન આવે ત્યાંસુધી દીવો અખંડ બળતો જ રાખવો, બુજાવા દેવો નહીં નહીંતર અપશુકન થાય અને દીકરી ને સસરિયે સુખ ન મળે એવી માન્યતા ને લીધે આશાબેન થોડી થોડી વારે દિવામાં ઘી પૂરતા અને ઓલવાય ન જાય તેનું ધ્યાન રાખતા. પાયલ ના પિતા પંકજ ભાઈ આવી માન્યતા માં જરા પણ ન માને પણ શું કરવું આતો આશા બેનની હઠ હતી એટલે માનવુજ પડે, એટલે થોડી થોડી વારે એ પણ મંદિર માં દીવો ચાલુજ છે ને એ જોવા જતા.

વરુણ નો વરઘોડો આવે છે , આશાબેન દ્વારા તેને વધાવવામાં આવે છે અને વાજતે ગાજતે વરુણ ના લગ્ન પાયલ જોડે થાય છે.લગ્ન ની વિધિ પુરી થાય છે અને આંખોમાં આંસુ સાથે પાયલ ને વાળાવવામાં આવે છે. લગ્ન માં બધા એટલાતો મશગુલ થઈ ગયા હોય કે મંદિર માં માતાજીને પ્રગતાવેલો દીવાને સંભાળવાનું આશાબેન ભુલીજાય છે. જાન વાળાવતાજ આશાબેન ને યાદ આવે છે એટલે તરત જ તે દોડીને દીવાને જોવા જાય છે. પણ અરે રે....આ શું થયું. હજુ તો દીકરીને વાળાવ્યાના આંસુ આંખમાંથી સુકાયા ન હતા ત્યાં તો ફરિથી દીવાને જોતા જ આંખ માંથી આંસુની ધાર થવા લાગી છે. હૈયા ફાટ રુદન ફરીથી ચાલુ થઈ ગયું કેમ કે દીવો બુઝાઈ ગયો હતો . તરત જ પંકજભાઈ તથા બીજા મહેમાનો ઘરમાં આવે છે. ઘરમાં આવીને સૌ બુઝાઈ ગયેલા દીવાને જોવે છે અને તેની સામે ઉભેલા આશાબેન ને રડતા જુવે છે. આશાબેન ના આંખો માંથી જાણે શ્રાવણ ભાદરવો વરસતો હોય તેમ દડ દડ આંસુ ટપકતા હતા. આશાબેન ને તો એમ જ કે મારી લાડકવાયી પાયલ ને હવે સાસરામાં સુખ નહિ મળે. સૌ આશાબેન ને સમજાવે છે તથા શાંત્વના આપે છે. વરુણકુમાર બહુજ સારા સ્વભાવ ના છે. એ આપણી પાયલને ક્યારેય દુઃખી નહીં થવા દે.... પંકજભાઈ ધીરેકથી બોલ્યા. .ભગવાન હંમેશા બધું સારા માટે જ કરતા હોય છે હવે આપણે પાયલની બહુ ચિંતા કરવાની જરૂર નથી. પાયલને બહુજ સારું સાસરું મળ્યું છે.તેના સાસુ સસરા પણ બહુ સારા સ્વભાવના છે માટે હવે શાંત થા, સ્વસ્થ્ય બન અને ઘરનું બધું કામ કરવાનું છે, કામેલાગ ઝડફથી.

આ બાજુ પાયલ પરણીને સાસરે આવે છે. સાસરિયામાં પાયલ ને બહુજ માંન મળે છે. ખાસ કરીને પાયલ ના સાસુ વસન બેન પાયલ નું ખૂબ જ ધ્યાન રાખે છે. વરુણ પણ પાયલ ની નાની નાની વાતો નું ધ્યાન રાખે છે અને પાયલ ને ખૂબ જ પ્યાર કરે છે. રસિકલાલ હંમેશા પાયલ ને મનગમતા ફ્રૂટ ઘરે લાવે છે તથા તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે. પાયલ સાસરિયે બહુજ ખુશ હોય છે.

લગ્ન ને ત્રણ મહિના થઈ ગયા હોય છે પહેલી વખત પાયલ પિયર થોડા દિવસો રોકાવા જાય છે. પાયલ ને તેના મમ્મી પપ્પા ના ઘરે આવતા જ બધા ખુશ થઈ જાય છે.

તને સાસરિયે કઈ દુઃખ તો નથી ને...?? અષાબેને તરત જ પુછીનાંખ્યું.. નહીં તો... મારા સાસરિયે બધા મારુ ખૂબ જ ધ્યાન રાખે છે.મારા સાસુ સસરા પણ મારું બહુજ ધ્યાન રાખે છે. પાયલે ખુશીખુશી જવાબ આપ્યો.

પણતું આવું કેમ પૂછે છે...?? હવે પાયલે સામો પ્રશ્ન કર્યો. તરત જ આશાબેને પાયલને સાચી હકીકત જણાવતા કહ્યું. તને વાળાવીને જેવી હું ઘરમાં આવી કે માતાજીનો અખન્ડ દીવો બુઝાઈ ગયો હતો એટલે મને તારી બહુ ચિંતા થવા લાગી હતી.

શુ તું પણ મમ્મી., એવું કંઈ ન હોય.. હજુ તું વહેમમાંજ ફરે છે.એમ કહી તરતજ પાયલ મમ્મીને બથ ભરી લે છે પંકજ ભાઈ પણ હવે ખુશ થાય છે. આશાબેન ને હવે મનનો ભાર ઉતરી ગયો અને પાયલ તેના સાસરે ખુશ છે એ સાંભળી બહુ સારું લાગ્યું. થોડા દિવસ પાયલ પિયર માંજ રોકાય છે અને પછી વરુણ તેને તેડી જાય છે. પાછા પિયરમાં જતા પાયલ ને તેના સાસુ સસરા જરા પણ તેના મમ્મી પપ્પા ની યાદ આવવા દેતા નથી. પાયલ ને પોતાની દિકરીથી પણ વિશેષ સંભાળ રાખે છે.વરુણ જેવો પતિ અને માતા પિતા સમાન સાસુ સસરા ના પ્રેમ ને લીધે પાયલ રોજે ભગવાન નો મનોમન ખૂબ આભાર માને છે. દિવસો ખૂબ જ સારી રીતે પસાર થતા હોય છે એવામાં એકદિવસ પાયલને વોમીટીંગ થાય છે. તથા વારંવાર ઉબકા પણ આવે છે એટલે તરત જ પાયલ અને તેના સાસુ સમજી જાય છે કે પાયલના સારા દિવસો ચાલુ થઈ ગયા છે. તેમ છતાં પ્રેગનેન્સી કન્ફર્મેશન સ્ટ્રીપ દ્વારા આ વાત કન્ફર્મ કરવામાં આવે છે. પાયલ ની ખુશીનો પાર રહેતો નથી. પાયલ ના સાસુ પણ બહુ ખુશ થાય છે. હવે પાયલ વરુણ ની વાટ જોવે છે કે ક્યારે સાંજે ઘરે આવે અને હું ગુડ ન્યૂઝ આપું. મનમાને મનમાં પાયલ બહું જ હરખાય છે. તરત જ તેના મમ્મી ને ફોન કરીને જણાવતા તેની ખુશી માં વધારો થાય છે. આશાબેન પણ ખુશ થતા ઢગલો શિખામણ પાયલ ને આપવા લાગે છે. અને પાયલ પણ તેની માતા ની હા માં હા મળાવતી જાય છે. સાંજે વરુણ ને ઘરે આવતાજ હરખાતા હરખાતા પાયલ ગુડ ન્યૂઝ વરુણ ને આપે છે વરુણ ની ખુશી નો પાર રહેતો નથી. વરુણ ખૂબ જ ખુશ થાય છે અને પાયલ ને તેડી લે છે. હવેતો પાયલ નું ઘરમાં ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે.પાયલ ને જરાપણ કામનું ભારણ આપવામાં આવતું નથી. પાયલ પણ હવે ગર્ભ સંસ્કાર ના કોર્સ કરવા લાગી. ફ્રી ટાઈમ માં મહાભારત વાંચતી રામાયણ વાંચતી તો વળી ક્યારેક ગીતા ઉપદેશ વાંચતી. આ બધું કર્યે જતી પાયલ ગર્ભસંસ્કાર ના કોર્સ રેગ્યુલર કરતી. વરુણ પણ પાયલ નું ખૂબ જ ધ્યાન રાખતો.

પાયલ રેગ્યુલર દવાખાને ચેક અપ માટે જતી તથા રેગ્યુલર દવા પણ ખાતી. ધીરે ધીરે પાયલ ને સાત મહિના પુરા થાય છે એટલે શ્રીમંત ની વિધિ પુરી કરી પાયલ હવે સુવાવડ માટે તેના પિયરમાં જાય છે. તેની મમ્મી પપ્પા ના ઘરે પણ પાયલ નું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. ટાઈમ ટુ ટાઇમ જમવું, સારા સારા પુસ્તકો વાંચવા, ગર્ભ સંસ્કાર ના વર્ગો ભરવા, કસરત કરવી બધું રેગ્યુલર કરે છે. હવે પાયલ ના 9 મહિના પુરા થતા જ લેબર પેઈન ઉપડે છે અને તાત્કાલિક તેને હોસ્પિટલ માં લઇ જવામાં આવે છે. વરુણ તથા તેના મમ્મી પપ્પા પણ હવે હોસ્પિટલ માં આવી પહોંચે છે.બધાને ઉત્સુકતા હોય છે કે પાયલને બાબો આવશે કે બેબી. ખાસ કરીને વરુણ ને મનમાં છોકરો આવે તો સારું એવું હોય છે.બધા વિચાર કરતા બહાર બેઠા હોય છે એટલી વાર માંજ નર્સ અંદરથી બહાર આવે છે .

બધાની ઉત્સુકતા પાયલ ને છોકરો આવ્યો કે છોકરી એ જાણવાની વધી જાય છે તરત જ બધા નર્સ પાસે આવે છે. એ બધાની ઉત્સુકતા અને ખુશી વચ્ચે નર્સ બોલે છે ...

વધુ આવતા અંકે.....

jgolakiya13@gmail.com,

Jayesh Golakiya

(B.Pharm)

9722018480