એબોર્શન ભાગ-૨ Jayesh Golakiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એબોર્શન ભાગ-૨

એબોર્શન

મુબારક હો... તમારે લક્ષ્મી જી આવ્યા છે.મોઢાપર સ્માઈલ સાથે નર્સે બહાર ઉભેલા બધાને જણાવતા કહ્યું. બધા તરત જ ખૂબ રાજી થાય છે. વરુણ ના ચહેરા પર પણ ખુશી ઝુમી ઉઠે છે. મનમાં થોડું થાય છે કે મારે પહેલો છોકરો જોતો હતો પણ તેમ છતાં પાપા બની ગયા ની ખુશી વરુણ ને પણ થાય છે.એકદિવસ ના રોકાણ પછી પાયલ ને રજા આપવામાં આવે છે. પાયલ તથા ઘરમાં આવેલા મહેમાન લક્ષ્મી ની તબિયત એકદમ સ્વસ્થ હોય છે એટલે ડૉક્ટર તરત જ રજા આપી દે છે.

હવે પાયલ તેની નાનકડી ઢીંગલી ને લઈને તેના મમ્મી પપ્પા સાથે ઘરે જાય છે.નાનકડી ઢીંગલી નું છઠ્ઠીના દિવસે નામકરણ કરવામાં આવે છે. વરુણ ની ઈચ્છાને માંન આપતા સૌ ને એ નામ ગમે છે એટલે નામ પાડવામાં આવે છે " પરી". પણ એ ઢીંગલી તો સાક્ષાત જાણે પરી જ જોયલો ને તમે. એના ચહેરા પરનું તેજ બીજા બાળકો કરતા કઈક અલગ હતું. ખૂબ જ સુંદર, તેજસ્વી અને હંમેશા બધાની સામે ટગર ટગર જોતી પરી ને રમાંડવાનું સૌ કોઈ ને મન થતું. પાયલે પ્રેગનેન્સી દરમિયાન વાંચેલી સારી બુક્સ, તથા સારા વિચારો અને ગર્ભ સંસ્કાર ના કોર્સ ને લીધે જ પરી આટલી તેજસ્વી લાગતી હોય એવું બધાને લાગતું હતું.પરી હવે દિવસે ન વધે એટલી રાત્રે વધવા લાગી અને રાત્રે ન વધે એટલી દિવસે વધવા લાગી. વરુણ જ્યારે પરીને રમાડવા આવે ત્યારે એના માટે રમકડું લેતો આવતો એટલે હવે રમકડાનો ઢગલો થઈ ગયો હતો. પરી મોટી થવા લાગે છે એટલે આઠમે મહિને પાયલ પરિને લઈને ફરી સસરિયે આવી જાય છે. સાસરિયા માં પરીને જોઈ ને બધા ખૂબ ખુશ થાય છે. આસપાસ ના પાડોશી પણ પરીને રમાડવા આવતા. પરી બધા પાસે જતી રડવાનું તો જાણે એને આવડતું જ ન હતું.

દિવસે ને દિવસે પરી મોટી થતી જાય છે તેમ ઘરમાં બધાની ખુશી વધતી જાય છે. પરી જ્યારે પહેલી વાર બોલે છે ત્યારે વરુણ આખી શાંતિવન સોસાયટીમાં ચોકલેટ વેચે છે એટલો ખુશ થાય છે. હસતા, ખેલતા, કૂદતાં, રમતા પરી એટલી મોટી થઈ જાય છે તેને નર્સરી સ્કૂલ માં એડમિશન કરાવવામાં આવે છે.

હવે પાયલ અને વરુણ બીજા બાળક માટેનું ફેમિલી પ્લાનિંગ કરે છે અને પાયલ ફરીથી પ્રેગ્નેટ થાય છે. ફરીથી ઘરમાં ખુશીનો માહોલ ભરાય જય છે. હવે પાયલની બીજી ડિલિવરી સાસરેજ થવાની હોય છ. ફરીથી પાયલ સારા પુસ્તકો, રામાયણ, મહાભારત વાંચવાનું ચાલુ કરે છે તથા ગર્ભ સંસ્કાર ના કોર્સ કરવાનું ચાલુ કરે છે.વસન બેન પાયલ નું ખૂબ જ ધ્યાન રાખે છે. પાયલ ને બીજી ડિલિવરી માં હવે છોકરો આવે એટલા માટે વસંનબેન માનતા રાખે છે. પાયલ ને પણ માનતા રખાવવામાં આવે છે. વસનબેન વાત વાત માં છોકરો આવે તો સારું, છોકરો આવે તો સારું એવું બધાને કહેતા તથા પાયલ ને પણ ઘણી વખત કહેતા. વરુણ પણ એમ જ ઈચ્છતો હોય છે કે છોકરો આવે એટલે બસ પછી ગર્ભનિરોધક ઓપરેશન કરવી નાખશે. નાનું કુટુંબ સુખી કુટુંબ. અમે બે અને અમારા બે આવા વિચાર માત્ર થઈ વરુણ એકદમ રોમાંચિત થઈ જાય છે તથા પાયલ ને પણ જણાવે છે કે આ વખતે તો છોકરો જ આવવો જોઈ એ.પાયલ પણ એમ જ વિચારે છે કે ભગવાન હવે એક મારી પરી જેને રાખડી બાંધી શકે એવો એક એનો ભાઈ જ આપે. એક પ્રસિદ્ધ મંદિરે ભગવાન ના દર્શન કરવાની મન્નત રાખે છે પાયલ તેને દીકરો આવે એટલા માટે.

પાયલ રેગ્યુલર ગર્ભ સંસ્કાર ના કોર્સ, સારા પુસ્તકોનું વાંચન તથા નિયમિત હોસ્પિયલ ચેક અપ કરાવે છે. તથા રોજે ભગવાન ને પ્રાર્થના કરે છે કે બસ એક પરીનો ભાઈ આપજે એટલે જીવનનું બધું સુખ આવી ગયું.

એકદિવસ સાંજે પાયલ વરુણ ને કહે છે. જો આ વખતે આપણે છોકરો જોઈ એ છે. આપણે આશા રાખીએ કે ભગવાન આપણી માંગણી સ્વીકારે પણ કદાચ આ વખતે પણ છોકરી આવી તો.....??? વરુણ ગુસ્સે થતો હોય તેમ પણ ધીમેથી બોલ્યો આ વખતે તો તારે છોકરો જ આપવો પડશે. પણ એ મારા હાથમાં થોડું છે ..તરત જ ધીમા સ્વરે પાયલે જવાબ આપ્યો.

એ કાઈ નહી મારે તો આ વખતે છોકરો જ જોઈ એ છે. વરુને જીદ પકડી.

ચાલો આપણે આશા રાખીએ કે પરી નો ભાઈ જ આવે. હવે ઘરમાં બધાની અપેક્ષા વધવા લાગી હતી કે આ વખતે બધાને છોકરો જ જોઈતો હતો. પાયલ પણ એમ વિચારવા લાગી કે એક છોકરો આવી જાય એટલે એ પણ ખુશ અને ઘરના બધા ખુશ.ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો અને પાયલ ને ૯ મહિના પુરા થાય છે એટલે પ્રસુતિ પીડા ઉપડે છે. બપોર ના સમયે ઘરમાં પાયલ ના સાસુ સિવાય કોઈ હોતું નથી એટલે તરત જ ૧૦૮ નંબર પર ફોન કરવામાં આવે છે અને વસનબેન તથા તેના પાડોશી પાયલ ને લઈને હોસ્પિટલ પહોંચે છે. તરત જ વરુણ તથા પાયલ ના મમ્મી પપ્પા ને ફોન કરવામાં આવે છે એટલે બધા હોસ્પિટલ પહોંચી જાય છે.

બધા આતુરતા પૂર્વક બહાર વેઇટ કરતા ઉભા હોય છે. બધાના મનમાં બસ એકજ ચિંતા હોય છે કે છોકરો આવશે કે છોકરી...ખાસ કરીને વરુણ આ બાબતે વધારે ચિંતિત હોય છે. વરુણ ના મનમાં તો એક જ હોય છે કે બસ છોકરોજ આવવો જોઈ એ. પહેલી ડિલિવરી કરતા આ વખત નું વાતાવરણ તદ્દન અલગ જ હતું. પહેલી ડિલિવરી વખતે તો બધાને ચેહરા પર ખુશી હતી પરંતુ આ વખત ની ડિલિવરી વખતે સ્પષ્ટ રીતે બધાના ચહેરા પર ચિંતા જોઈ શકતી હતી. બધાના મનમાં એક જ વિચાર ચાલતો હતો.છોકરો આવશે કે છોકરી....?? કોઈ એકબીજા સાથે વાત કરતા નથી અને ચિંતાતુર નર્સ અંદરથી શુ સમાચાર લઈને આવે છે તેની રાહ જોઈ રહ્યા છે. વરુણ ના મનમાં વિચાર આવે છે કે છોકરી આવશે તો...?? વરુણ હવે રહી શકતો નથી તરત જ માતાજીને પ્રાર્થના કરતા માનતા કરે છે કે હું તમારા દર્શને ચાલતા ચાલતા આવીશ જો છોકરો આવશે તો...!!!

એવામાં ડિલિવરી રૂમ નો દરવાજો ખુલે છે અને હરખાતી હરખાતી એક નર્સ બહાર આવે છે. નર્સ ને જોતા જ બધાના શ્વાસ અધ્ધર થઈ જાય છે અને શું આવ્યું એ જાણવા બધા નજદીક નજદીક આવી જાય છે .નર્સ બધાની નજદીક આવે છે અને બધાની ઉત્સુકતા તથા ચિંતા વચ્ચે બોલે છે....

વધુ આવતા અંકે.....

jgolakiya13@gmail.com,

Jayesh Golakiya

(B.Pharm)

9722018480