Kahani ae raat ni - 2 books and stories free download online pdf in Gujarati

કહાની એ રાત ની... - 2

આ મારી પહેલી લખેલી સ્ટોરી છે .. “કહાની એ રાત ની” part :1 ને આપ સૌ એ આટલો સારો પ્રતિભાવ આપ્યો એ બદલ આ કશીશ આપ સૌ ની આભારી છે .

આ કહાની માં આપણે આગળ જોયુ કે રાજ જે પ્લેન માં ગયો હતો તે પ્લેન ક્રેશ થઈ ગયુ હતુ. અને ખુશી ના કોઈ સમાચાર મળ્યા ન હતાં. તેમાં વધારા માં ઓછુ સાહિલે એક ઘટસ્ફોટ કર્યો હતો. ખુશી ની ડાયરી બતાવી ને….

હવે ની કહાની આગળ વધારતાં….

જયારે અશ્વિન શાહ ને તેમનાં પત્ની સાથે ઘર માં થી જતુ રહેવા કહ્યુ ત્યારે અશ્વિનભાઈ કાંઈક કહેવા માંગતા હતા પણ ખુશી ના પિતા મિતલ અરોરા કાંઈ સાંભળવા તૈયાર ન હતાં.

આટલુ થયા પછી જ્યારે અશ્વિનભાઈ અને અનીતા તેમની પત્ની ઘેર આવ્યાં ત્યારે રોહિત પણ તેમની સાથે જ હતો..(રોહિત અશ્વિન અને અનીતા નો સગો પુત્ર), ત્યારે રોહિત બહુ જ ગુસ્સા માં હતો. મિતલ અંકલ કે તેમની પત્ની એકાંકી પર નહી પરંતુ પોતાના જ પિતા પર કારણ જે તેમને રાજ સાથે કર્યુ એ રોહિત ને પસંદ આવ્યુ ન હતુ. ભલે રાજ અને રોહિત સગા ભાઈ ન હતાં પણ એકબીજા પ્રત્યે સગા ભાઈ ઓ કરતાં પણ વધુ પ્રેમ હતો.

એક અઠવાડિયુ વીતી ગયુ પણ ખુશી ના કોઈ સમાચાર ન હતાં. બધાં પરીવાર ના સભ્યો દુખી હતાં ત્યાં એક દિવસ પોલીસ સ્ટેશન માં થી ફોન આવ્યો. કે એક લાશ મળી છે જે પ્રમાણે નુ આપે એફ આઈ આર માં વિવરણ આપ્યુ હતુ એવી જ વ્યકિત છે જો તમે એને ઓળખી શકો તો., કારણ લાશ નો ચહેરો ઓળખાણ માં આવે તેમ નથી એટલે….આ સાંભળી ને એકાંકી ચક્કર આવ્યા એ સીડી પાસે ઊભા હોવા થી તે ગબડી ને છેક નીચે આવી ગયાં. મિતલભાઈ એમને તરત જ હોસ્પિટલ લઈ ગયાં જાણે આ બધુ ગમ ઓછુ પડતુ હોઈ એમ વધારો કરતા આ એક્સીડન્ટ થી એકાંકી કોમ માં સરી પડ્યા હતાં.સીડી ઓ પર થી પડવાથી માથા માં વાગ્યુ હતુ એટલે એની અસર અને ખુશી ના ગુમ થવાનો આઘાત વધી જતા એની અસર થઈ હતી. એટલે મિતલભાઈ ને સંભાળ રાખનાર કોઈ ન હતુ. પણ જયારે આ સમાચાર શાહ પરીવારે સાંભળ્યાં ત્યારે જુની બધી વાતો ભુલી ને મિતલ ભાઈ ની પડખે આવીને ઉભાં રહયાં. અને આ સમયે લાશ ને ઓળખવા માટે અરોરા પરીવાર સક્ષમ ન હતો . તેથી પોલીસે આમના નજદીકી એવા શાહ ને કહ્યુ કે તમે આ લાશ ની ઓળખ કરો. ખરેખર તો ચહેરા થી લાશ ઓળખાય એમ ન હતી, એનો ચહેરો જલી ગયો હતો પોસ્ટમોટમ રીર્પોટ માં તેનુ મોત શ્વાસ રુધાવા થી થયુ હતુ. એના ગળા પર આંગળી ઓ ના નિશાન હતાં. અને બીજી ચોંકાવનારી બાબત એ આવી હતી કે તેનાં હાથ અને પગ પર દોરી બાધેલા નિશાનો હતાં જાણે કે એને ર્ટોચર કરવા મા આવી હોય. અરોરા પરીવાર જ્યારે એની આઈડેન્ટીફાઈ કરવા ગયો તો ચહેરા પર થી કાંઈ ખબર ન પડી કે એ કોણ છે એટલે એમને કાઈ કિધાં વગર જતા હતા ત્યા જ અનિતા એ લાશ નો હાથ જોયો એમા ત્રીજી આંગળી મા એક વીંટી હતી જે એમની ખાનદાની વીંટી હતી. જે રાજ ના લોકર માં હતી ..કારણ રાજ ની નજર હંમેશા થી તે વીંટી પર હતી તે એની મમ્મી ને કહેતો કે મને જ્યારે કોઈ છોકરી પસંદ આવશે ને તારી વહુ તરીકે ત્યારે આ વીંટી પહેરાવી ને એને હુ તારી સામે લાવીશ તુ એને ઓળખી લેજે…

ખુશી ની ડાયરી વાંચ્યાં પછી એમને ખબર તો પડી જ ગઈ હતી કે રાજ ખુશી ને ચાહતો હતો એટલે એમને એ અનુમાન લગાવ્યુ કે કદાચ રાજ એ પોતાના પ્રેમ નો ઈજહાર કર્યો હશે અને આ વીંટી એને ખુશી ને પહેરાવી હશે ..તો આ લાશ ખુશી ની જ હશે એમ વિચારી ને તે ચોધાર આંસુ એ રડી પડયાં. એમને રાજ ને હંમેશા રોહિત કરતા વધુ રાખ્યો હતો. અને ખુશી એ નો પ્રેમ હતી એ જાણી ને અશ્વિનભાઈ એ જ્યારે રોહિત નો સાથ આપ્યો ત્યારે એ એમના થી પણ રુઠી ગયાં હતા પણ ત્યારે રોહિતે બધુ સંભાળી લીધુ હતુ આજે ફરી થી એને બધુ સંભાળવુ પડયુ જયારે લાશ ખુશી ની છે એ શક જતા તપાસ આગળ વધી કે શું થયુ હતુ??? ખુશી સાથે તે જાણવા….

ખુશી ની લાશ એમનાં પરીવાર સિવાયે બીજા કોઈ ને ના મળે કાનુની ધારા મુજબ..એટલે અશ્વિન શાહે હિંમત કરી ને મિતલઅરોરા સાથે વાત કરી દુખ મા સરેલા એવા મિતલઅરોરા એ કઠણ હ્રદયે કાગળો પર સહી કરી એટલે લાશ એમના પરીવાર ને સોંપાઈ.ખુશી ની અંતિમક્રિયા નુ બધુ કામ રોહિત અને તેના માતા પિતા એ સંભાળી લીધુ હતું. ખુશી ની અંતિમક્રિયા થી બારમા સુધી તે શાહ પરીવાર સાથે હતાં.

(એક વર્ષ પછી…)

આ વાત ને ઘણો સમય વિતી ગયો હતો પણ ખુશી ના મોત નુ રહસ્ય ખુલ્યુ ન હતુ અને આમને આમ ખુશી ના કેશ ની ફાઈલ બંધ થઈ ગઈ હતી.

સાંજ નો સમય હતો. રોહિત બાલ્કની મા બેઠો બેઠો પેઢી નુ કામ કરતો હતો. ત્યાં થોડી હિસાબ મા ભુલ થઈ એટલે તે કંટાળ્યો, અને કિચન મા જઈ ને કોફી બનાવી પાછો બાલ્કની મા આવી તે કોફી પીતો હતો અને જુની યાદો ને વાગોળતો હતો.ત્યં એને ખુશી ની યાદ આવી અને દિમાગ મા એક ઝબકારો થયો જાણે એને કાંઈ યાદ આવ્યુ હોય તે કોફી અધુરી છોડી ને જતો રહ્રો નીચે જઈને એની મમ્મી ને પુછયુ એના પપ્પા કયાં છે તેની મમ્મી એ કહયુ તે અરોરાહાઉસ ગયા છે એકાંકી ને જોવા કે તબિયત નો સુધાર છે કે નહી અને ત્યા થી તે કાલે સવારે જ આવશે..આ સાંભળી રોહિતે એક હાથ ની મુઠી વાળી બીજા હાથ માં મારી અને શીટ્ટ કહી ને તેના રુમ માં જતો રહયો.

તે આખી રાત પડખા ફર્યા કર્યો તેને ઊંઘ નાં આવી તે તેના પપ્પા ની રાહ જોતો હતો. તે ચા પી ને ત્રણ વાર ગેટ સુધી આંટો મારી આવ્યો . આ બધુ રોહિત ની મમ્મી જોઈ રહી હતી. તે રોહિત પાસે રુમ માં ગઈ અને પુછયુ કે ; “શું થયુ બેટા, કાલ રાત નો પરેશાન છે??” રોહિતે કામ નુ ટેન્શન કહી ને વાત ટાળી દીધી અને પોતાના કામ માં લાગી ગયો.ત્યાં અનિતા રુમ ની બહાર જતાં રોહિત વિચારો માં ખોવાઈ ગયો એ રાત નાં વિચારો માં જે રાતે રાજ નુ પ્લેન ક્રેશ થયુ હતુ અને ખુશી ની મોત નુ રહસ્ય રચાયુ હતુ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ ખુશી નુ મોત રાત્રે 1:30 એ થયુ હતુ. પણ એ પોણા એક ની આસપાસ તો ખુશી ને એ રાત્રે મળ્યો હતો. એ શોપ માં થી ફુલનો ગુલદસ્તો ખરીદતી હતી એ ટાઈમે તેને ખબર ન હતી કે તે રાજ ને ચાહે છે એટલે તેને પ્રપોઝ કરવા ફુલ ખરીદી રહી છે. રોહિત ને એમ કે રાજ તેનો પાકો દોસ્ત છે તેથી ગુડબાય કહેવા તે ફુલ ખરીદી રહી છે ..ત્યારે રોહિત પણ તેનાં પ્રેમ માં હતો એટલે તેની આ કલ્પના અને પ્રેમ ના અહેસાસ ને તે કહેવા તત્પર હતો અત્યારે આ ખુશનુમા વાતાવરણ મા બંને એકલા હતાં એટલે રોહિતે એને પ્રપોઝ કરવાનુ મન થયુ અને તેને એ કર્યુ પણ….તે ખુશી ને આઈસ્ર્કિમ ખાવા લઈ ગયો ત્યાં એને ફિલ્મી આઅદા માં એક ઢીંચણે બેસી ખુશી નો હાથ પોતાના હાથ માં લઈ ને તેને પુછયુ કે ; “ I love you..હુ તને પ્રેમ કરુ છુ …શું તુ મારી જીદગી નો હિસ્સો બનીશ…????”

આ સાંભળી ખુશી ને બહુ જ ગુસ્સો આવ્યો હતો તે “ના”હકી ને ત્યાં થી ચાલતી થઈ હતી .અને રોહિત તેની પાછળ …ત્યારે તે ખુબ ગુસ્સા મા હતી એટલે રોહિતે શાંતિ થી વાત કરતાં કહયુ કે ; “ખુશી હુ તને ચાહુ એનો મતલબ એમ નહિ કે તુ પણ મને ચાહે , આ તો મે પોતાના મન ની વાત તારી સાથે કરી એટલે એમ નહિ કે તુ એનો જવાબ હા મા જ આપે”….

આ સાંભળી ખુશી રડવા જેવી થઈ ગઈ અને કહે સોરી પણ હુ રાજ ને ચાહુ છુ તને નહિ…..આ સાંભણી રોહિત ને ઝટકો લાગ્યો. તે અને રાજ સગા ભાઈ ન હતા પરંતુ પ્રેમ સગા ભાઈ ઓ થી વધુ હતો. રોહિત ના જન્મ પછી એનુ ભણવાનુ દિલ્હિી મા હતુ તે ત્યાં તેના મામા ના ત્યાં રહેતો હતો. રોહિતે એનુ ભણતર તેના મામા ના ઘેર જ કર્યુ હતુ. એ પહેલે થી જ તેના માતા પિતા કરતા તેના મામા મામી સાથે વધુ રહેતો. એટલે તે તેના મામા ના ઘેર જ સ્થાઈ થયો કોલેજ પુરી થઈ ત્યાં સુધી, એ સિવાયે તે સ્કુલ વેકેશન માં ઘેર આવતો. પણ રાજ અને રોહિતે એકબીજા સાથે વાત ન કરી હોય એવો એક પણ દિવસ ના જાય એકબીજા ની જીંદગી માં સવાર થી સાંજ સુધી જે પણ કાંઈ બન્યુ હોય એ કહેતાં. અને આ વાતો માં થી જ તેને ખુશી ને જાણી હતી અને પ્રેમ પણ કર્યો હતો. અને વેકેશન મા ઘેર આવાનુ એક માત્ર કારણ તે ખુશી હતી. તે ખુશી ને મળવા માટે ઘેર આવતો હતો. પણ તેને કયારેય ખુશી ને તે ચાહે છે તેવુ કહયુ ન હતુ. તેનો રોહિત ને આઘાત લાગ્યો હતો. એટલે તે ત્યાં થી નીકળી ગયો ને સીધો એરપોર્ટ પર પહોંચી ગયો. તેને ખુશી ને કહયુ તુ ચાલ સાથે પણ તે ગુસ્સા માં હોવાથી તેને ના પાડી દીધી તેને આ વાત તેના પિતા સાથે કરી હતી એ પછી તેના પપ્પા અડધો કલાક સુધી એરપોર્ટ પરથી ગાયબ હતા અને તે સમયે જ ખુશી નુ મોત થયુ હતુ. અને રાજ ને પણ તે કારણ થી બહાર સેંટલ થવાનુ કહયુ હતુ એ ખુશી ની ડાયરી વાંચતા ખબર પડી હતી…એટલે રોહિત ને એમ થતુ હતુ કે કદાચ તેના પિતા એ જ તો..??

બસ આવા સવાલો થી તેનુ માથુ ભમતુ હતુ …હવે કોફી આનો ઈલાજ કરી શકે એમ ન હતુ.રોહિત એના પપ્પા ની રાહ જોઈ ને થાકયો એટલે તે બહાર જઈને હિંચકા માં બેઠો ત્યાં જ વ્હાઈટ કલર ની મર્સિડિસ માં તેનાં પપ્પા આવ્યાં…

હવે શું થશે રોહિત એ તેના પપ્પા સાથે શુ વાત કરશે??? શુ રોહિત ના પપ્પા એ કાંઈ કર્યુ હશે..??? અને ખુશી સાથે શુ થયુ હતુ…?? એ નાં મોત નુ રહસ્ય બહાર આવશે ??? શુ રોહિત આ બધાં મા સંડોવાયેલો હોઈ શકે…?? તે રાત્રે ખુશી એ ના પાડી એનો બદલો હોઈ શકે….???

હવે શુ થશે તે આવતાં…..અંકે…..

આપ સૌ નો આભાર આ કહાની ને વાંચવા આપનો કિંમતી સમય આપવા બદલ ….

આપના પ્રતિભાવો જણાવવા વિનંતી….

આ કશીશ આપ સૌ ની આભારી……

બીજા રસપ્રદ વિકલ્પો