Kahani ae raat ni - 1 books and stories free download online pdf in Gujarati

કહાની એ રાત ની...

શમી સાંજ ની એ વાત હતી. એક હતો રાજ અને તેની દોસ્ત ખુશી. બંને દોસ્ત પરીક્ષા આપી ને ઘેર જઈ રહયાં હતાં. બંને કોલેજ માં સાથે જ ભણતાં, એ નાનપણ ના દોસ્ત આંગણવાડી થી લઈ ને સ્કુલ પણ સાથે જ કરેલી . તેમના માતા-પિતા પણ જીગરજાન દોસ્ત. આ બંને પરિવાર ના લોકો વાર-તહેવારે સાથે જ જોવા મળે,એટલે ખુશી અને રાજ ના દોસ્તી ની એ સીડી... આમ સામાન્ય લાગતી આ સવાર ની સાંજ કાંઈક નવુ જ રુપ ધરી આવી હતી. એ કોલેજ ની પરીક્ષા નો છેલ્લો દિવસ હતો. રાજ ને નાનપણ થી જ વિદેશ જવાનો શોખ હતો. તે પરીવાર માં સહુ કોઈ જાણતાં હતાં. એટલે જ્યારે રાજ એ કહયુ કે, “ હુ લંડન જવાનો છું એક કંપની ને મારો પ્રોજેકટ ગમ્યો છે.. અને મને એક નવા પ્રોજેકટ માટે બોલાવ્યો છે.. ”.

ત્યારે કોઈ ને અજુગતુ લાગ્યુ નહી. પરંતુ અહી દેખાય તે સત્ય ન હતુ, સત્ય તો કાંઈ બીજું જ હતુ….. કારણકે તે રાત ની ફ્લાઈટ થી રાજ લંડન માટે નીકળવાનો હતો. એટલે રાજ અને ખુશી એમની પસંદ ની રેસ્ટોરન્ટ માં ગયાં હતાં. તેમને દર વખત ની જેમ એમનો મનપસંદ ઢોંસો ઓર્ડર કર્યો,અને બંને જમી ને ગપ્પાં મારતાં ત્યાંથી બહાર નીકળ્યાં. ત્યાં જ રાજ નો મિત્ર સાહિલ મળ્યો…ત્યાં જ જોતાં રાજ અને સાહિલ ગળે મળ્યાં અને સાહિલે રાજ ને પુછયું કે, “ કેવી તૈયારી લંડન જવા ની?”…. રાજ કહે ચાલ ચા પીતાં-પીતાં વાત કરીએ..

આ બંને સ્કુલ નાં દોસ્તો …. એક બીજા ની જાન જાણે …તેમની દોસ્તી ની કસમો ખવાય આખી કોલેજ માં….. અને આ દોસ્તી ને નામ ચા પીધી,અને રાજે વાત પણ કરી એની તૈયારી ઓ ની .. ત્યાર બાદ બધાં છુટ્ટા પડ્યાં. સાહિલ જે કામ થી બહાર નીકળ્યો હતો એ બાજુ ગયો અને ખુશી ને તેની દોસ્ત ની બર્થડે પાર્ટી માં રાજ ડ્રોપ કરી ને ઘેર ગયો…

એનાં પેકિંગ નાં બધાં કામ પુરા થઈ ગયાં હતાં. બસ,છેલ્લુ ચેકિંગ ચાલી રહયુ હતું કે કાંઈ બાકી નથી રહી જતું ને!! …ખુશી એ તેની મમ્મી ને ફોન કરી ને કઈ દીધુ હતુ કે, “ તે મધુ ના ઘેર થી સીધી એરપોર્ટ આવશે અને ત્યાંથી આપની સાથે ઘેર આવશે” …. અને આજે સાહિલ ને થોડુ ઈમરજન્સી માં કંપની કામે બીઝી હતો. એટલે એ પણ સીધો રાજ ને એરપોર્ટ પર જ મળવા નો હતો…. રાત નો ટાઈમ થઈ ગયો હતો રાજ તેના અને ખુશી નાં મમ્મી પપ્પા સાથે એરપોર્ટ જવા નીકળયો…રાજ ની ફ્લાઈટ નો ટાઈમ થવા આવ્યો હતો, તેનુ ચેકિંગ નુ કામ ઓલમોસ્ટ પૂર્ણ થવા આવ્યુ હતુ પરંતુ તેનાં બેસ્ટ ફ્રેન્ડસ આવ્યાં નહોતાં .. સાહિલ ને ફોન કરતાં એને કિધુ કે મારી મીટીંગ ચાલે છે ખબર નહી ક્યારે પુરી થશે…અને ખુશી ને એના પિતા એ ફોન કર્યો પણ એનો ફોન બંધ આવતો હતો. એનાં પપ્પા ને એમ કે કદાચ એનાં ફોન ની બેટરી લો થઈ ગઈ હશે .. એને કિધુ છે એટલે એ આવતી જ હશે.. અને રાજ એનો પાકો દોસ્ત હતો એટલે એને તો આવવુ જ રહયુ…. આમ, રાજ ના નામનુ અનાઉન્સ પણ થઈ પરંતુ સાહિલ અને ખુશી બે માં થી કોઈ આવ્યુ નહોતુ.. એટલે રાજ ને દોસ્તો ને મળ્યાં વગર જ નીકળવુ પડયુ.. રાજ ને વળાવી ને બધાં પાછા વળતા હતા છતા ખુશી આવી નહોતી અને તેનો નંબર પણ બંધ આવતો હતો.. એટલે ખુશી નાં માતા -પિતા ને એની ચિંતા થઈ. એટલે તેમને ઘેર ફોન કરી ને નોકરો ને પુછયુ કે તે ઘેર તો નથી આવી ને? પણ તે ઘરે નહોતી આવી. એમને મધુ ને ફોન કર્યો તો મધુ એ કહયુ કે એ તો રાજ ની ફ્લાઈટ નાં ટાઈમે જ નીકળી ગઈ હતી…આ સાંભળી ને ખુશી ના માતા-પિતા ને વધુ ચિંતા થવા લાગી. કારણ કે ખુશી ને મધુ ને ત્યાં થી નીકળ્યા બે કલાક થી વધુ થઈ ગયાં હતાં. એમને ખુશી ના બધાં દોસ્તો ને ત્યાં ફરી આવ્યાં.. પણ ખુશી નાં કયાય ખબર મળ્યાં નહીં….. પણ એ સિવાયે એક બીજા સમાચાર મળ્યાં જે બહુ દુ:ખ ના હતાં…….. એ દુખ ના સમાચાર એ હતા કે રાજ જે પ્લેન માં ગયો તો એ પ્લેન ક્રેશ થઈ ગયું છે, અને મુસાફરો ની લાશ નુ પણ ભડથુ થઈ ગયુ હતુ …….. એટલે રાજ ના પરીવાર ને એની લાશ પણ ના મળી……એક બાજુ રાજ ની મોત નાં ખબર અને બીજી બાજુ ખુશી ની ગેરહાજરી, આથી બંને ના માતા પિતા ખુબ જ દુખી હતાં.. સવાર થતાં ખુશી ના માતા પિતા એ નજીક નાં પોલીસ સ્ટેશન માં ખુશી નાં ગુમ થયા નો રિપોર્ટ દર્જ કરાવ્યો.. આ બંને પરીવાર નાં લોકો દુખી હતાં. રાજ સાથે ન બનવાનુ બની ગયુ હતુ અને ખુશી એના કોઈ જ સમાચાર મળ્યા ન હતાં .. ખબર નહી એ કયાં હતી અવુ ક્યારેય નથી બન્યુ કે ખુશી આવી રીતે કયાય જાય અને તેના માતા પિતા આ વાત થી અજાણ હોય…બંને પરીવાર ના લોકો સાથે ખુશી નાં ઘેર હતાં…. ત્યાં જ સવાર માં સાહિલ આવી પહોંચ્યો .. એ રાત્રે કંપની નાં કામ માં બીઝી હોવાથી એ સવારે આવ્યો.. એ આવ્યો ત્યારે જાણે એ કાંઈ દ્રીધા માં હોય એમ લાગ્યો …. એને બંને પરીવાર ને સાંત્વન આપ્યુ…ત્યારે ખુશી નાં પિતા એ તેને પુછયુ કે તારે કાંઈક કહેવુ લાગે એમ તારી આંખો કે …કઈ દે જે પણ દ્રીધા હોય એ….. સાહિલે ત્યારે એક ડાયરી કાઢી ને ટેબલ પર મુકી ત્યાં જ ખુશી ની મમ્મી કહે કે આ મારી ખુશી ની ડાયરી છે… “આ તારી પાસે ક્યાં થી આવી સહિલ??? “એમ પુછ્યુ,ત્યારે સાહિલ કહે કાલે સાંજે હુ રાજ અને ખુશી ચા પીવા ગયાં હતાં કદાચ એ ત્યારે મારી ફાઈલો વચ્ચે પડી ગઈ હશે અને મે ફાઈલો મુકતા મારા બેગ માં આવી હશે…. એટલે જ્યારે મે કામ માટે ફાઈલો કાઢી ત્યારે એમાં થી નીકળી. મારી ન હોવાથી મે એને ખોલી ને જોઈ એમાં ખુશી નુ નામ હતુ એટલે મે વિચાર્યુ કે એરપોર્ટ આવીશ ત્યારે એને આપી દઈશ પરંતુ મારે મીટીંગ હોવાથી હુ આવી શક્યો નહી અને સવારે આપનો ફોન આવતાં હુ સીધો અહી આવ્યો…. ખુશી ને રોજ ડાયરી લખવાની આદત હતી. જે શબ્દો તે વર્ણવી ન શકતી તે આ ડાયરી સાથે ચર્ચતી…આ ડાયરી સાહિલ નાં બેગ માં જોતાં પછી થી એને આપવાનો નિર્ણય લીધો પણ એને શું ખબર હતી કે આ ખુશી ની આખરી રાત છે….. જ્યારે સાહિલ બધુ કામ પતાવી ને પોતાને ઘેર જતો હતો, ત્યારે તેને બેગ માં ની ડાયરી સહજતા ખાતર વાંચવાનુ મન થયુ…એને ડાયરી નાં પન્ના ખોલ્યા એક પછી એક વાંચવાનાં શરુ કર્યા ત્યારે એને લાગ્યુ કે તે એ ખુશી થી અજાણ છે જેને તે ઓળખે તેના થી ખુબ અલગ પડે છે તેનાં સપનાં,ચાહત તેના અહેસાસ….. ત્યા એને એક ફોન આવ્યો. ત્યાર બાદ ફરી વાંચવાનુ ચાલુ કર્યુ. ૭ જાન્યુઆરી નુ પેજ વાચ્યું.. તે વાંચી ને સાહિલ અવા્ચક થઈ ગયો હતો….. એમાં તેને રાજ અને તેનાં પપ્પા વચ્ચે થયેલી વાત જે ખુશી એ ચોરીછુપી થી સાંભળી હતી તે આલેખી હતી….. આ વાત જે લખેલી હતી તે જો બહાર આવે તો રાજ અને ખુશી ના પરીવાર માં ઝગડો થઈ જાય એમ હતુ પરંતુ આજે ખુશી ના સમાચાર ન હોવાથી અને ખુશી ના પિતા એ જેટલા પ્રેમ થી તેને આવકાર્યો હતો આ મુશીબત ના સમય માં પણ એટલે તેને ડાયરી નુ એ પેજ લખાણ કહયુ……તેણે ડાયરી નુ એ પેજ ખોલી ને વાંચવા કહયુ…. એ પેજ વાંચી ને ખુશી ના માતા પિતા આશ્ચર્ય માં ગરકાવ થઈ ગયા અને રાજ ના માતા પિતા કદાચ થોડા ગુસ્સાં મા હતાં …કે પછી કોઈ ટેન્શન માં હતાં., એ વાત ને સાહિલ બરાબર પામી ના શકયો……

“ખુશી ની ડાયરી નુ લખાણ”

આજે મે રાજ અને એના પપ્પા વચ્ચે ની વાત સાંભળી મને ખરેખર આંચકો લાગ્યો. રાજ એ શાહ ફેમીલી નો નથી. તેને અનાથ આશ્રમ માં થી એડ્રોપ્ટ કર્યો હતો. જ્યારે મિસિસ. શાહ નું બીજુ સંતાન પણ મ્રુત જન્મયું હતુ. પરંતુ રાજ ના થોડા વર્ષો પછી મિસિસ. શાહ ને બીજુ સંતાન એટલે કે એમની કોખે થી જન્મ લેનાર પહેલુ સંતાન હતુ. પરંતુ મિસિસ. શાહ ને આ વાત ની ખબર ત્યારે પડી જ્યારે રાજ 10 વર્ષ નો થયો, પણ એક મા ના પ્રેમ માં કોઈ ઉણપ આવી નહિ.. અને ઉપર થી એમનો સ્નેહ રાજ માટે એમનાં સગાં દિકરા રોહિત કરતાં પણ વધી ગયો…જ્યારે રાજ ને ખબર પડી કે તે શાહ પરીવાર નો દિકરો નથી ત્યારે તેને નક્કી કર્યુ કે, “તે પેઢી નાં ધંધા માં હાથ નહિ નાંખે અને રોહિત નો હક નહિ છીનવે. ”

પરંતુ જ્યારેરાજ ને ખબર પડી કેરોહિત ખુશી ને ચાહે છે અને તેનાં પપ્પાં પણ એમ જ ઈચ્છે છે કે, રોહિત ખુશી ને આ ઘર ની વહુ બનાવી ને લાવે, ત્યારે રાજ નુ દિલ તુટી જાય છે કારણ કે તે ખુશી ને નાનપણ થી ચાહે છે. તેને ખુબ જ પ્રેમ કરે છે. રાજ એની જીંદગી ની તમામ ખુશી ઓ ખુશી ની સાથે વિતાવવા માંગતો હતો, અને ખુશી પણ તેને બેહદ ચાહતી હતી. એ બંને એ ક્યારેય એમનાં પ્રેમ ને શબ્દો માં વ્યકત કર્યો ન હતો પરંતુ આંખો નાં ઈશારે થી કહયો હતો..

જયારે રાજે કહયુ કે, “ તે ખુશી ને ચાહે છે”, ત્યારે તેનાં પિતા અશ્વિન શાહે કહયુ કે, “રોહિત પણ તેને ચાહે છે” અને કદાચ લોહિ નાં સંબંધ થી બંધાયેલા અશ્વિન શાહે રોહિત માટે રાજ ને હુકમ કર્યો કે, “ તે ખુશી ને છોડી દે, અને વિદેશ જઈ ને સેટલ થઈ જાય .. ”

રાજ માટે તો તેના પિતા ભગવાન થી પણ વધુ હતાં, તેને તો પડતો બોલ ઝીલી લીધો અને કરવાં માંડી તૈયારી ઓ લંડન જવાની….

આજે ચાર મહિના થઈ ગયાં એ વાત ને અને રાજ લંડન પણ જતો રહયો.. અને તેનુ પ્લેન ક્રેશ માં મોત પણ….

આ વાત જાણ્યા પછી શાહ પરીવાર અને અરોરા પરીવાર વચ્ચે નો સંબંધ વણસી ગયો. ખુશી ના માતા પાતા એ શાહ પરીવાર ને પોતાના ઘરે થી જતુ રહેવા કહયુ…અશ્રિન શાહ કાંઈક સમજાવા મથી રહયા હતા.. પરંતુ ખુશી ના માતા પિતા અત્યારે કાઈ સાંભળવા તૈયાર ન હતાં…

પરંતુ જુઓ તો ખરાં આ કુદરત ની કળા આ બંને પ્રેમી ની પ્રેમ વ્યથા.. ખુશી એ આ બધી સચ્ચાઈ જાણી ત્યારે તે ખુબ દુખી થઈ ગઈ પરંતુ તે હિંમત ન હારી પણ કદાચ આજ ની રાત તેને વસમી પડી હતી. તે મધુ નાં ઘરે થી હતી રાજ ને મળવા, મળવા નહિ કદાચ પરંતુ તેનાં પ્રેમ નો એકરાર કરવાં.. તેને મસ્ત મજા નાં ગુલાબ નાં ફુલ નો ગુલદસ્તો પણ ખરીદ્યો હતો….

તો પછી એવુ શુ થયુ કે તે એરપોર્ટ ના આવી?? અને જો તે એરપોર્ટ આવી હતી તો રાજ ને મળી હતી ?? જો એ રાજ ને મળી હતી તો એ તેનાં પરીવાર થી કેમ છુપાઈ હતી??.. અને એ કયાં છે??.. પોલીસ સ્ટેશન માં ફરીયાદ કર્યા ના 10 દિવસથઈ ગયાં હતાં છતાં પણ ખુશી નાં કોઈ સમાચાર મળ્યા ન હતા….. શુ રાજ નાં માતા પિતા એ કાંઈ??

તો ખુશી ની અને રાજ ની કહાની માં આગળ શુ થયુ?? તે જાણવા માટે…..

વધુ આવતાં અંકે…

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED