પ્રસ્તાવ - letter to your valentine Nikhil Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રસ્તાવ - letter to your valentine

પ્રસ્તાવ

ચૌહાણ નિખિલ

પ્રિય કિન્નરી

તને તો ખબર છે કે હૂં વધારે બોલતો નથી કોઇના પ્રત્યે લાગણી અભિવ્યક્ત કરતા મને આવડતું નથી. મારા માટે કાગળ અને કલમ જ એવાં માધ્યમ છે જેનાં દ્વારા હૂં માઈ લાગણી દર્શાવી સકૂ છું.પ્રેમ અને લાગણી તો તમારા માટે ઘણી છે પણ તેને હુ અભિવ્યક્ત કરી સકુ નહીં કરણ કે પ્રેમ અનુભવી શકાય એને શબ્દો મા વર્ણવી નાં શકાય. તમે જે રીતે મને જોવો છો ભગવાન નાં સમ હૃદય નાં ધબકારા વધી જાય છે તમારા નજરો નાં તીર થી. તમે જ્યારે મને આલિંગન આપો છો ત્યારે ખબર નય મારો બધો દર્દ ક્યાં ગાયબ થઈ જાય છે. કોલેજ ની આપણી પહેલી મુલાકાત મને આજે પણ યાદ છે. તમારા જેવા મેંટલ પીસ નાં પ્રેમ મા હું પડીશ એવો મને સ્વપ્નેય ખ્યાલ નહોતો એ બધુ વિચારતા મારા હોઠો પર હશું આવી જાય છે

તમે મને હંમેશા પૂછો છો ને જે તમે ડાયરી મા શુ લખો છો પણ હું હંમેશા જવાબ આપતો કે કઇ નહીં, હુ ડાયરી મા એજ લખું છું જે હુ તમને કહી નથી શક્તો અને જે હુ વર્ણવી નથી શક્તો.

તમને જોઈને મારા હૃદયે જે અનુભવ્યું તેં અત્યાર સુધી કોઇના પ્રત્યે અનુભવ્યું નથી, તમારા પ્રત્યે જે લાગણી છે એવી લાગણી કોઇના પ્રત્યે નથી અને કોઈ બીજા પ્રત્યે એવી લાગણી આવી પણ સકે નહીં હવે.

હું દિલ છું તું ધડકન છે,

હુ શરીર તું આત્મા છે,

હુ આંખ તુ કાજળ છે,

હું ભટકતો મુસાફિર તું એની મંઝિલ છે,

હું એક ચિત્ર અને તું લાગણી નાં રંગો છે,

હું ખાલી આકાશ તું પૂનમ નો ચાંદ છે,

તું એક સુંદર ચેહરો હુ એનો શરગાર છું

તમને હુ હંમેશા એક સવાલ પૂછવા ચાહું છું કે તમારા ઘર નાં function મા હું જ્યારે તમારાં ઘરે આવ્યો હતો તયારે તમે મને જે પ્લાસ્ટિક ની ગ્લાસ મા પાણી આપ્યું તું તેં ગ્લાસ તમે તમારાં લોકર મા સાચવી ને કેમ મુકી રાખ્યો છે મને એ વાત મગજ મા નથી ઉતરી રહી.તમારી સાડી પહેરવા પર મે ટિપ્પણી કરી હતી જેને તમારી મમ્મી એ સાંભળી લીધી હતી પછી તમને ઘરમાં જતા રેહવા કીધું હતુ એ હજી પણ મને યાદ છે.

આપણાં બે વચ્ચે નો સબંધ ની જાણ તમારા ભાઈ ને થતાં મને આપેલી તમને નાં મળવાની અને તમારા જોડે નાં વાત કરવાની ધમકીઓ આજે પણ મને યાદ છે.

મારા પ્રેમ વિહોણા જીવન મા તમારો સાથ ચાહું છું,

જીવન ભર નાં તૂટે એવો લાગણી નો તાર બાંધવા માંગુ છું,

દિલ ને થોડી રાહત મળે એવો વિસામો શોધવા ચાહું છું,

મારા ઘર ને તુ મંદીર બનાવે એ હું ચાહું છું...

હું તમારા સાથે આખું જીવન વિતાવવા ચાહું છું હું તમને એક પત્ની કરતા એક સારી મિત્રા બનાવવા માંગુ છું કારણ કે મિત્ર જ એવો વ્યક્તિ છે સંસાર મા જે તેનાં મિત્ર ને ખોટી સલાહ આપતો નથી, ડગલે ને પગલે એની સાથે જ રહે છે, ગમે તેવા ખરાબ સમય મા પણ એનાં મિત્ર જોડે અડીખમ ઉભો રહે છે.મિત્રા જ એવો સબંધ હોય છે જેમાં કોઈ સ્વાર્થ હોતો નથી, મિત્રતામાં તો ખાલી આપવાનું જ હોય છે લેવું શબ્દ મિત્રતામાં આવતો નથી, જે પતિ પત્ની એક બીજાના સારાં મિત્રો હોય તેમનો ઘર સંસાર સુખમય આગળ વધે છે અને ગમે તેવા કપરા સમયમાં પણ તેં ભાંગી પડતો નથી અને ટટ્ટાર ઉભો રહે છે.

તમારુ કોઈ પણ વાત ને મજાક મા લેવું મને ગમે છે. તમારું વાત વાતેં હસવું મને ગમે છે.તમારુ નાની નાની વાટે મારા જોડે ઝઘડવું , રીશાવૂ મને અત્યંત ગમે છે. તમારાં ફોન પર સદંતર બોલતાં રેહવું ને મારુ સાંભળતા રેહવું મને ઘણુંજ ગમે છે અત્યંત મઝા આવે છે. તમારાં જોડે મોડી રાત સુધી chatting કરવામાં મને અનેરો આનંદ મળે છે તમારુ રાતે મારા અવાજ સાંભળીને સુવું મને આજે પણ યાદ છે જેને હું કદી નહીં ભૂલી શકું.

પ્રેમ છે પણ બતાવું કઇ રીતે,

રિસાયેલા ને મનાવું તો કઇ રીતે,

દિલ ને હુ સમજાવું તો કઇ રીતે,

કોઈ બહાનું બનાવું તૌ કઇ રીતે,

હુ તને જોવા ઝંખું ને તું જોવા મળી જાય પણ કઇ રીતે...

બધાના જીવન મા ઉતાર ચઢાવ તો આવે છે આપણાં જીવન મા પણ આવ્યાં એનો મતલબ એ નથી કે એમા વાંક છે હા થોડો આપણો અને થોડો સમય નો પણ વાંક છે જેણે આપણાં સામે આવી પરિસ્થિતિ ઊભી કરી. અપના પ્રેમ નો એ સમય નહતો એનો મતલબ એ નથી કે એ પ્રેમ નહોતો.

તમે તો છોકરાઓના નામ પણ વિચારી લીધાં હતાં તો હવે શું થયુ નાની નેની લડાઈ મા કોઈ આવી રીતે કોઈ થોડી રીસાતૂ હસે કે મહિનાઓ સુધી વાત નાં કરે. હું માનું છું કે બધી મારી ભુલ છે જેનો હુ સ્વીકાર કરું છું અને માફી માંગુ છું પણ તમે તો મારી વાત સાંભળવા જ રાજી નથી. આટલું પથ્થર દિલ બનવું પણ સારું નહીં સામે વફા વ્યક્તિ ની પણ પરિસ્થિતિ જોવી જોઈએ કે તેનાં પર શુ વિતતિ હસે, વ્યક્તિ ને એ ગુના ની સજા પણ નાં આપવી જોઈ એ જે ગુના એને કર્યા જ નાં હોય.

હુ તમારાં જોડે મળીને એક વાર વાત કરવા માંગુ છું કરેલી ભૂલો ની માફી માંગવા માંગુ છું. તમે જે પણ સજા આપશો એને હુ ભોગવવા તૈયાર છું પણ તમે ખાલી એક વાર વાત કરો મારા સાથે તમારાં અબોલા મારો જીવ લઇ જાય છે નાં હું જીવી સકુ છું નાં હું મારી સકુ છું. આંખ પણ હવે મને જવાબ આપે છે કે હવે મારાથી નય રડાય.ફોન અવાર નવાર જોતો રહું છું કે ક્યાંક તમારો ફોન કે મેસજ તો નથી આવ્યો ને , ફરી હુ તમારો હસમુખો અવાજ સાંભળવા ચાહું છું. તમારો ભાઈ મને મળ્યો તો એને મને સમ આપ્યાં હતાં કે હું તમને નાં મળું તમારા જોડે વાત નાં કરું, એટ્લે હુ તમારા જોડે એવી વાત કરી જેથી તમે મને નફરત કરો મારી જોડે વાત નાં કરો જેથી તમારાં ભાઈ ની ઇચ્છા પુરી થાય , પણ હવે મને સમજાય છે કે એમા તમારો વાંક મે તમને નાહક નું દુખ પહોચાડ્યું. તમે જ્યારે મારા જોડે નથી ત્યારે તમારી કમી મને સાવ ખમે છે તમારાં વિના જીવવું અશક્ય લાગે છે. બંને નાં ઘર ને હું મનાવી લઇશ જે કઇ પણ હસે એ હુ જોઇ લઇસ મને હવે આ પત્ર નાં જવાબ ની આશા રહેશે.

બહુ થયું છાનું છૂપું મળવાનું હવે ઘરનાં ઉમરા ને તારા પગ નાં આગમન નો ઇંતૈઝાર છે

બાબુ, જાનું,બેબી, જૂનું થયું હવે કાન પાર 'કહું છું સાંભળો છો' નાં હક જતાવતા શબ્દો સાંભળવા નો ઈંટઝાર છે...

લિ. તારો Nik