Prem ke jaruriat books and stories free download online pdf in Gujarati

પ્રેમ કે જરૂરિયાત - National Story Competition Jan

પ્રેમ કે જરૂરિયાત ?

NIKHIL CHAUHAN

રાહુલ ગોહિલ કે જે diploma electrical engineer છે જે એક private કંપનીમા નોકરી કરે છે.

માબાપ નાં હોવાથી એ એમનાં કાકા કાકી જોડે રહે છે. અમે બન્ને ખાસ દોસ્ત સાથે ક્રિકેટ રમવા જતા એકલા બેસી ને ગપ્પાં મારતાં.

Diploma પતાવ્યા બાદ અમારાં બન્ને ની life બદલી ગઇ હતી. નોકરી નાં લીધે હવે અમે બન્ને ખાસ મળી સકતા નહોતા.

કોઇકવાર અમારે બન્ને ને મળવાનું થતુ ત્યારે અમે અમે આમ તેમ અંડર બાર ની વાતો કરતા.

એકાદ વર્ષ પછી એ ઘર મા જીદ કરી નવી બાઈક લઇ આવ્યો. મને સમજમાં નોઁહતૂ આવતું કે એની સેલરી એક તૌ ઓછી હતી અને ઉપરથી એ કંજૂસ માનસ મને એનું બાઈક લાવનુ કારણ સમજાતું નોઁહતૂ. મને લગી રહ્યુ હતુ કે એ મારાથી કઈ છુપાવી રહ્યો હતો.

મે એને ઘણી વાર પુછ્યું કે બાઈક નું તો એટલું બધુ કામ હોતું નાથી તો બાઈક નું શુ કામ પડયું એટલું બધું. તને એક તો તારા ઘર ની હાલત ખબર છે. એને મને કાંઇ જવાબ નાં આપ્યો.

એ નોકરીથી આવ્યાં પછી બાઈક લઇને ક્યાં જતો કોઈને ખબર ન હતી. કલાકો સુધી બાર ફરી ને મોડે ઘર આવતો. ઘરવાળા પણ એને કઇ પૂછતાં નહીં.

આવુ એક વર્ષ સુધી ચાલ્યું પછી બધી પોલ ખુલી.

એની ફોઈ નો મોટો છોકરો સુરેશ જેનો એની પત્ની જોડે મનમોટાવ હતો જેમનો કૉર્ટ મા 10 વર્ષ થી કેસ પણ ચાલતો હતો.જેમનો એક 12 વર્ષ નો છોકરો પણ હતો.

ભાભી નું નામ હતુ મીરા.બંને નો કેસ ચાલતો હોવાથી એ પોતાના ભાઈ નાં ઘરે રેહતી હતી.ત્યાંર થી એ બન્ને નું ચક્કર ચાલુ થયું હતુ.

મીરાએ પી.ટી.સિ કર્યું હતુ એટ્લે એ ખાનગી સ્કૂલ મા છોકરાઓને ભણાવતી હતી.

મારી માહીતી પ્રમાણે શરૂઆતમા તો એ બન્ને એકબીજાને ખાલી મળતાં ને એકબીજા જોડે સમય વ્યતીત કરતા. પછી રોજનું મળવાનું ચાલુ થયું. એ બન્ને ની દોસ્તી હવે આગળ વઘી ગઇ હતી. મનીષ કે જે કોઈ છોકરી બાજુ જોતો પણ ન હતો તેને એની ભાભી જોડે લગાવ થઈ ગ્યો હતો.

મનીષથી ના રહેવાતા એની ભાભી ને પ્રપોઝ કરી નાખ્યું. ભાભી એ પણ એને સ્વીકાર્યું પણ i love you નો જવાબ i love you 2 નાં આપ્યો.

મીરા અને સુરેશ કોર્ટ કેસ નું કારણ સુરેશ નાં પિતા અને મીરા ની મા હતાં બન્ને ની જીદ નાં કારણે એ બન્ને ને એકબીજાથી દૂર રેહવું પડતું હતુ.

મનીષ મીરા ને બધે ફરવા લઈ જતો એની પાછળ ખૂબ પૈસા વેંરતૌ. સેલરી નો એક પૈસો પણ એનો બચતો નાં હતો. ફરવા ની સાથે સાથે મીરા મનીષ પાસે પૈસા પણ માંગતી કહેતી કે મારા છોકરાં ને ઉછેરવા મને મારા સેલરી નાં પૈસા ઓછા પડે છે એમ કહી ને પૈસા માંગતી મીરા.

આવુ બીજાં બે વર્ષ સુધી ચાલ્યું. મનીષ એનાં પાછળ પાગલ થઈ ગયો હતો પણ મીરા નાં મન મા શું હતુ એ એને થોડી પણ ખબર ન હતી.

પછી થયું એમ કે મીરા ની મા નું અવસાન થયુ એનાં થોડા મહિના બાદ સુરેશ નાં પિતાનું પણ અવસાન થયુ એટ્લે સમાજ નાં અગ્રણીઓ એ વિચાર્યું કે ઝગડા નાં પરિબળો તો હવે રહ્યાં નથી તો પછી ઝગડો શાનો હવે. બિચારા નાના છોકરાં નો શું વાંક એમ વિચાર્યું અને બન્ને પક્ષ નાં વડીલોને ભેગા કરી નિરાકરણ કાઢવાનું વિચાર્યું.

બન્ને પક્ષો એ મળી ને વાટાઘાટો કારી. મીરા ને કહ્યુ કે તુ કયાર સુધી તારા ભાઈ નાં ત્યાં રહીસ તારા પોતાના પતિ નું ઘર છે તો ત્યાં રહો ને અને હવે તો તારા સસરા પણ નથી કે ઝગડો થાય. પાછળ જે કાંઇ પણ બન્યુ તેં ભૂલી ને આગળ નું વિચાર તારું નહીં તો તારા છોકરાં નું તો વિચાર.મીરા પણ માની ગઈ અને સુરેશ ને તો કાંઇ પ્રોબ્લેમ હતો જ નહીં એતો એનાં પિતા નાં લીધે પીછેહત કરતો હતો.

મીરા અને એનો પુત્ર એનાં પતિ નાં ત્યાં રેહવા આવી ગયા.મનીષ નું ઘર પણ સુરેશ નાં ઘર ની એકદમ સામે જ હતુ. અસલી મહાભારત તો હવે શરૂ થવાનું હતુ.

મીરા અને સુરેશ હવે હળીમળીને રેહવા લાગ્યા .મીરા તરફથી હવે મનીષ ને માન મળવાનું ઓછું થાય ગયું હતુ કેમ કે તેને જે જોઇયે તેં મળી ગયું હતુ.

મનીષ નું માન ઘટતા હવે એને મીરા પાર ઘૂસ્સો આવવા લાગ્યો હતો. મનીષ ની એને હવે જરૂરિયાત રાહી ન હતી કેમ કે એની એકલતા દૂર કરવા માટે હવે એનો પતિ સાથે હતો.

મનીષ હવે માનસિક રીતે હતાશ થય ગયો હતો તેનો સ્વભાવ ધીરે ધીરે ચીડિયો થઇ રહ્યો હતો.

મનીષથી હવે વાત મનમા ન રેહતા એને વાત બાર કાઢી મીરા નો પ્રેમ એનાં પાર હાવી થય ગયો હતો.એને ઘર મા બધી વાત કરી અને જીદ પકડી કે મારે એનાં જોડે જ રેહવું છે મને એનાં વગર નહીં ચાલે એ નહીં મળે તો હૂં મરી જઈશ એમ એ એનાં કાકા કાકી ને કેહવા લાગ્યો.

વાતની ધીમે ધીમે બધાને ખબર પડી ગઇ. મનીષ રોજ ની ઘરમાં ધમાલ કરતો મરવાની ધમકી આપતો.ઘરવાળાઓનું જીવન ખરાબ થઇ ગયુ હતું. બધાએ એને સમજાવ્યો કે તુ જે વિચારે છે એ કદી નાં બની સકે એનો મોટો છોકરો છે એક અને તારી ઉંમર તૌ ખાલી 21 છે આ સબંધ સક્ય નાં બાની સકે પણ મનીષ માનવાનું નામ જ ન લેતો હતો.

બધાએ મીરા ને પુછ્યું કે મનીષ જે કહે છે તેં સાચું છે જે તમારા બન્ને વચ્ચે સબંધ છે ?

મીરાએ જવાબ આપ્યો "નાં" અમારાં વચ્ચે આવો કોઈ સબંધ નથી. અમે ખાલી એક બીજાના દોસ્ત જેવા જ હતાં એનાં થિ વિશેષ કાંઈ નહીં આમ કહીને એને પલ્ટી મારી.

મનીષએ મને બધી હકીકત જણાવી કે અમારાં વચ્ચે બધો જ સબંધ હતો શારિરીક અને માનસિક બંને. એની બધી જરૂરિયાતો પણ હુ પૂરી કરતો હતો જેનાં લીધે મારા પાસે એક રૂપિયો પણ બચ્યો નથી. તુ પૂછતો હતો કે બાઈક લાવનુ કરણ તૌ કારણ પણ એજ હતુ.

મે એને સમજાવ્યો કે તુ જે વિચારે છે તેં સંભવ નથી એનો તારાથી અડધી વય નો એક પુત્ર છે ને એ તારાથી બમણી ઉંમર ની આ બધુ તને 4-5 વર્ષ સારુ લાગશે પાછી તુ જુવાન ને એ વૃદ્ધ થય જશે તયારે તને તારી ભુલ નો પછતાવો થશે. પણ એ ભાઈ તો માનવાનું નામ જ ન લેતો હતો. મે એને કહ્યુ કે તેં એ વખતે એકલી હતી એટલે એને કોઇના સાથ અને થોડા મની સપોર્ટ નું જરૂર હતી એટ્લે એને તારો સાથ સ્વીકાર્યો બાકી એને તારા જોડે પ્રેમ નથી હજી પણ કહું છું ચેતીજા નહીં તો તને જ ભારે પડશે એને તૌ કઇ ફરક નહી પડે પણ એને મારી વાત અન્સૂની કરી દીધી.

રોજની ધમાલ અને મગજમારી ચાલતી. મનીષ ને બધાં રોજ સમજાવતા પણ એની એક જ નસ કામ કરી રહી હતી.

એક દિવસ ની વાત છે જ્યારે મનીષ ની મગજમારી વધતા બધાં કુટુંબી જનો ભેગા થાય અને આખરી નિર્ણય લેવાનો વિચાર કર્યો.મીરા એ બધાં વચ્ચે કીધું કે અમારાં વચ્ચે એવું કઇ નથી. હું એને પ્રેમ નથી કરતી એ નાહક નું બધી વિચારે છે હુ મારા પતિ અને પુત્ર જોડે શાંતિથી રેહવા માંગુ છું. આમ સાંભળતા ની સાથે જ મનીષ નાં ગુસ્સા નો પાર નાં રહ્યો એને કહ્યુ તો આટલા વર્ષ આપણાં વચ્ચે શુ હતુ પ્રેમ ન હતો તૌ મારા જોડે કેમ ફરતી હતી ખાલી પૈસા માટે ? પ્રેમ નથી તો મારા પાસે કાલે પણ કયા હક થિ પૈસા માંગ્યા હતાં ? મને આજે સમજાયું કે તને મારા જોડે નહી પણ હરવા ફરવા અને પૈસા જોડે પ્રેમ છે.

જો તને મારા જોડે પ્રેમ ન હતો તો તારે મને તયારે જ કહી દેવું હતુ પણ તને તો ડર હતો કે હુ એવું કહીસ તો મારુ ATM જતું રેહશે તો પછી મારી જરૂરિયાત પુરી કરશે કોણ એનો તને ડર હતો. હવે હું બધુ સમજી ગયો છું મે તને પ્રેમ કર્યો એ મારી મોટામાં મોતી ભુલ હતી આજે મને મારી જાટ પર નફરત થાય છે કે મે તને પ્રેમ કર્યો. તારા લીધે મે શું શું નથી કર્યું પણ એ બધી વાતોનો હવે કોઈ મતલબ નથી. જા તને તારો પતિ અને પુત્ર મુબારક.

આખરે અંતમા હું એક જ વાત કહીસ કે મારા જેવો કોઈ બીજો નાં શોધતી હવે તો તને તારો પતિ મળી ગયો છે તો એને હવે દગો નાં આપતી. એનાં પર સમર્પિત રહેજે હવે અને મારા જોડે કર્યું એવું બીજા જોડે નાં કરતી બસ એટલું કેહવું છે... જા ખુશ રહેજે...

આ પ્રસંગે મારા મન મા કેટલાંક સવાલ ઉત્પન્ન કર્યા જેનાં જવાબ મળવા કઠીન હતાં.

શુ મીરા એ ખાલી એનાં એકલાપણા ને અને એની જરૂરિયાત ને પુરી કરવા મનીષ નો હાથ પકડ્યો હતો ? કે પછી મનીષ ની ભુલ હતી કે એની ભાભી જોડે નાં કરવા નું કામ કર્યું ? શુ આ મોડર્ન જમાનામાં એક સ્ત્રી કા તો એક પુરુષ પોતાની જરૂરિયાત પુરી કરવા માટે આટલી હદે કોઈનો ઉપયોગ કે કોઇના જીવન જોડે રમી સકે છે ? જેમ એક હાથ થી ટાળી નાં વાગે એમજ એક વ્યક્તિ નાં કારણે આવુ નાં થઈ સકે બન્ને ની સંમતિ વગર આ નાં બની સકે.

મારી આ લેખક તરીકે પેહલી સ્ટોરી છે તો મારા થી કઇ ખોટું લખાયું હોય તો માફ કરજો પણ આ સત્ય ઘટના છે.

જે કઇ પણ મે લખ્યું છે તેં કોઈ ઇનામ માટે નહીં પણ એ યુવાનો માટે છે કોઇના જુઠા પ્રેમમાં પડી ને પોતાના career અને કિંમતી સમય અને પૈસા નો બગાડ કરે છે અને કેટલા તો એવાં હોય છે જે એક તરફી પ્રેમમાં પોતાનો જીવ પણ આપી દે છે. કહેવાનો અર્થ એટલો જ છે કે કોઇના પાછળ પોતાનુ સર્વસ્વ નાં ન્યોછાવર કરો થોડુ ફેમિલી અને માઁ બાપ નું પણ વિચારો.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો