અસમંજસ... Nikhil Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસમંજસ...

અસમંજસ

આખરે engineering પાસ થઇ ગયું. ૨ વર્ષ સતત math’s માં ટ્રાયલ આપી આખરે ડિગ્રી પુરી થાય ગઇ હવે ઘરવાળા ને પણ શાંતિ થઇ...

ઇચ્છા વગર કરેલું કામ આખરે 3 વર્ષ નાં બદલે 5 વર્ષે પુરું થયું. ચાલો કાંઇ નય પણ ખુશી તો મળી કે ડિગ્રી પુરી થઇ ગઇ અને હવે સંબંધીઓ થી મોઢું તો નય સંતાડવું પડે ને..

સાલું બનવું હતુ લેખક કા તો ક્રિકેટર પણ કુટુંબ ની પરિસ્થિતિ મા એવાં પકડાયા કે સપનું એક બાજુ રહી ગયું અને engineering કરવું પડયું. એમાંય કઇ ખોટું નથી પણ આપણને એમાં વધારે સમજ નથી પડતી 50 ℅ ની ઉપર તો બધું ઉપરથી જ જતું હતું.

આપણા મા બાપે આપણને જે રીતે દુઃખ વેઠી મોટા કર્યા હોય તો એમનાં માટે આપણે આપણા સપના ની બલિ આપીએ એમાં કઇ મોતી વાત નથી કારણ કે એમનાં પણ સપના હોય કે મારો છોકરો આમ મોટો માનસ બનશે તો અમારે પણ સારી ગયા જગ્યા રહેવા મળશે નવી નવી જગ્યાઓ જોવા મળશે જે અપના માટે એ લોકોએ કદી જોઇ ન હતી..

એટલું બધું કર્યા પછી માં બાપ પોતાના સંતાન પાસે આટલી આશા રાખે એમાં કંઇ ખોટું નથી ઊલટાનું નો એમનો હક છે.

Math’s નાં લીધે ડિગ્રી પૂરી નાં થતાં મે મારાં ડિપ્લોમા નાં સર્ટિફિકેટ નાં આધારે એક કોન્ટ્રાક્ટ આધારિત કંપની જોબ ચાલુ કરી..

મારા engineering કોર્સ નું જ્ઞાન ઓછું હોવાને લીધે અને એ વિષય મા મને રસ ન હોવાને લીધે મને ઘણી તકલીફ પડી પણ તમને એક વાત કહેવા માંગુ છું કે engineering ફિલ્ડ નો વિદ્યાર્થી 3-4 વર્ષ માં એવો પરિપક્વ થઇ ગયો હોય ને જે કોઇ પણ સંજોગોમાં પોતાની સંભાળી શકે અને કોઈના કોઈ ઝુગાડ પણ પાડી શકે જે મે પણ એમ જ કર્યું પોતાને કોઈ પણ રીતે ત્યાં સેટ કરી દીધી..

9 થી 5.30 ની જોબ ખાલી રવિવાર ની રજા એમાંય ઘર નું કંઇક ને કંઇક કામ... સાલું ક્રિકેટ રમવાનો કે લેખન કરવાનો સમય જ ન મળતો. 1 વર્ષ તો આમજ ગયું પણ પછી તો મે વિચારી લીધું કે ક્રિકેટ માં આપણી દાળ નહીં ગળે તો એ વિચાર માંડી વાળો પણ પાછો મન મા વિચાર આવ્યો કે ક્રિકેટ નાં રમાય પણ લેખન તો થાય ને ? લખાય તો ખરું ને તારા થી? , કોઈ ટોપિક , કોઈ વાર્તા , કોઈ બુક સ્ટોરી એ તો થાય ને શું તુ તારા બન્ને સપના માંથી કોઈ એક પણ નાં કરી શકે. થોડું વિચાર્યા બાદ અંતર આત્મા થિ અવાજ આવ્યો કેમ નહીં હુ મારુ એક સપનું તો પુરું કરીશ જ અને એને પુરું કરવા મે લખવાનું ચાલુ કર્યું...

***

પહેલા તો મે મારા સાચી જીવન કહાની પર એક સ્ટોરી લખવાનું ચાલુ કર્યું, જેનાં પર હજી પણ કામ ચાલે છે. કોઈ પણ વિષય પર મનમાં જે પણ વિચાર આવતાં એ હું મારી ડાયરી મા ઉતારી લેતો.ઈન્ટરનેટ પાર સર્ચ કરી નવા નવા લેખકો ની નવી બુક વાંચતો...એમાંથી મને ચેતન ભગત ની 'Half Girlfriend', 'One Night In Call Center', 'Revolution 2020', જેવી એમની બધી જ બુક વાંચી હતી જેનાં કારણે મને એક લેખક બનવા તરફ મને વધારે પ્રેરિત કરતી હતી. મારા લેખક બનવા પર અને મને વધારે અભીપ્રેરિત કરવા માટે જો કોઈનો વધારે માં વધારે ફાળો હોય તો લેખક કુમારી 'સવી શર્મા' નો છે જેમની નૉવેલ 'દરેક ની એક વાર્તા હોય છે' એમની આ નોઁવેંલે મને ઘણા હકારાત્મક અભિગમ થિ આગળ વધવા અગ્રેસર કર્યો જેનાં માટે હું દિલ થિ આભારી છું

એક લેખક મા શું શું ખાસિયત હોવી જોઈએ એ મે જાણી લીધી હતી ..મારા પાસે ઘણી સૉર્ટ સ્ટોરી અને ફુલ સ્ટોરી હતી પણ મારા માટે પડકાર એ હતો કે એને અપલોડ કરવી કયાં ઇન્ટરનેટ પર ઘણું ચેક કર્યું , સર્ચ કર્યું પણ કોઈ રસ્તો મળ્યો નહીં. મે બુક publisher નો પણ કોન્ટેક્ટ કરવાની કોંશિસ કરી પણ એમાં પણ હું વિફળ રહ્યો. મહિનાઓ જવા લાગ્યા પણ મને મારી સૉર્ટ સ્ટોરી અને સ્ટોરી બુક ને અપલોડ કરવાનો કોઈ સ્રોત મળ્યો નહીં એટલે આખરે મે હાર માની લીધી અને વિચાર્યું કે હું જેટલું સરળ અને વિચારતો હતો એટલું આ સરળ નથી. ચોક્કસ સ્રોત અને માહિતી વગર આગળ વધવું અશક્ય હતું ઘણાં બધા ધમ પછાડા કર્યા બાદ મે હાર માની લીધી અને વિચાર્યું કે હવે જોબ જ કરવી પડશે જીવનભર લેખક બનવાનું મારુ સપનું હવે અધૂરું જ રેહશે.

હું મારા પિતરાઈ ભાઈઓ ના સંપર્ક માં કાયમ રેહતો એમાં મારા મોટા ભાઈ રાહુલ જોડે હું વધારે કોન્ટેક્ટ માં રેહતો એ મારા ડ્રીમ વિશે જાણતા એટલે એમનો ન્યૂ ઝીલેન્ડ થિ અઠવાડિયા મા એક વાર મારા પર કોલ અચુક આવતો એટલે જ્યારે પણ કોલ આવતાં એટલે પૂછતાં કે તારી ગાડી ક્યાં સુધી પહોંચી..

આ વખતે પણ એમ જ થયું એમનો કોલ આવ્યો પછી ઘરની આમતેમ વાત કર્યા પછી એમને પૂછ્યું 'લેખક ગાડી ક્યાં સુધી પહોંચી ? કોઈ આગળ વધવા નો રસ્તો જડ્યો કે નહીં ?'

‌મેં વીલા મોધે જવાબ આપ્યો' કોઈ રસ્તો જડ્યો નથી મે મારા રીતે ઘણું પ્રયાસ કર્યું પણ કોઈ સ્રોત મળતો નથી એટલે હવે મે આગળ વધવાનું માડી વાળ્યું છે, મારા થિ હવે નહીં થાય મારા ધૈર્ય એ જવાબ આપી દીધો છે મારે હવે લેખક બેખક કાઈ બનવું નથી..

‌જો બકા એટલાં મા હાર નાં મનાઈ તું જ કહેતો હતો કે લેખક બનવું એ મારુ સપનું છે તો શું તુ તારા સપનાને આમ અધવચ્ચે જ છોડી દેશે ? તારી અત્યાર સુધી કરેલી મેહનત નું શું? શું તારી લખેલી વાર્તા ઓ ને આમ બગડવા જાવા દેશે ? શું તારા મા એટલું જ ધૈર્ય છે ? લોકો પણ એક લેખક બનવા માટે કેટલું કેટલી મેહનત કરે છે તેં તો હજી શરૂઆત પણ નથી કરી ને એટલામાં હાર માની ગયો, તું સાચે મારો જ ભાઈ છે ને મારો ભાઈ કદી હાર માને નહીં..

એમની આવી વાતો એ મારા મા વિશ્વાસ જગાવ્યો.

‌'હું પ્રયત્ન ચાલુ રાખીશ અને જલ્દી એમાં સફળ થઈશ જોજો તમે'- મે કહ્યું

‌'હું પણ એમ જ ઈચ્છુ છું કે તું જલદી સફળ થાય અને તારી વાર્તા મને જલદી વાંચવા મળે' રાહુલ ભાઈએ કહ્યું...

ત્યારબાદ મે મારી કોશિશ ચાલુ જ રાખી. રોજ ઇન્ટરનેટ પર બુક રીલેટેડ માહિતી હું રોજ ચેક કરતો કે ક્યાંક કઈ રસ્તો જડી જાય. કઇ પણ સ્રોત નાં મળતાં હું રોજ નિરાશ થતો પણ એક કહેવત છે ને નિરાશા મા આશા છુપાયેલી છે એ કથન ને સાચું માની મે મારી મે મારુ સફર ચાલુ રાખ્યું...

એક વર્ષ ની સતત મેહનત બાદ મને એક રસ્તો જડ્યો જેનું નામ 'matrubharti' , જયાં મને મળેલી માહિતી અનુસાર વેબસાઇટ પર પોતે લખેલી word file અપલોડ કરી સકાતિ. આખી વાર્તા અથવા તો તમે ભાગો મા પણ વાર્તા અપલોડ કરી શકો છો.

પણ સ્ટોરી matrubharti પર મૂકવી કઈ રીતે એનાં નિયમો ની મને જાણ નહોતી એટલે મે matrubharti પર મુકેલી વાર્તાઓ વાંચવાનું ચાલુ કર્યું એમાં મે એક સ્ટોરી વાંચી તી 'સફર મા મળેલ હમસફર' લેખક મેહુલ (મેર મેહુલ) તેમની સ્ટોરી નાં અંત મા એમને પોતાનો કોન્ટેક્ટ નંબર લખ્યો હતો. મે તરત જ એ નંબર પર કોન્ટેક્ટ કર્યો અને સ્ટોરી કઈ રીતે અપલોડ કરવી અને બધાં નિયમો મે જાણી લીધાં. મેહુલભાઈ નો ઘણો આભારી છું કે એમને મને માહિતી આપી નહીં તો તમે થોડા પણ પ્રસિદ્ધ થય જાઓ પછી પોતાના મા અહં પેદા થઈ જય છે અને વિચાર જરૂર આવે કે હું શું કામ કહું મારા પાસે એ બધા માટે સમય નથી આવા વિચાર આવી શકે છે પરંતુ એમને એવું કઈ પણ વિચાર્યા વગર મદદ કરી એ માટે હું એમનો દિલ થિ આભાર માનું છું..

ત્યારબાદ મે એક કાલ્પનિક સ્ટોરી અપલોડ કરી જેનું નામ છે 'બે તૂટેલાં હૃદય' ભાગ -૧&૨ જે તમે અચુક વાંચી જ હશે નહીં વાંચી હોય તો જરૂર વાંચજો કેમ કે આ સ્ટોરી વાંચ્યા બાદ તમને ખબર પડશે કે એનાં માટે મે કેટલી મેહનત કરી છે..

હવે હું જે મુદ્દા પર વાત કરવા માંગુ છું જેને માટે મે આ ટૂંકી વાર્તા મુકી છે એનાં પર આવું છું. જે રીતે મે આગળ કહ્યું એ પ્રમાણે વ્યક્તિ પોતાના સપના કોઇ ના કોઈ કારણસર ભુલાવી દેતો હોય છે પણ હું જે કહેવા માંગુ છું એને ધ્યાન થિ વાંચજો અને એક વાર વિચાર જો કે જે હું કહું છું તેં ખરેખર સાચું છે કે અને જો તમને મારી વાત કે મારો અભિપ્રાય સારો લાગે તો એને બિરદાવજો અને ના સારો લાગે તો ટિપ્પણી પણ કરી શકો છો...

એક વ્યક્તિ પોતાની નોકરી કે ફેમિલી બિઝનેસ કરે છે એનાં પાસે એટલો તો સમય હોય જ છે કે એ સમય પોતાના સપના વિશે જે એને વિચાર્યું હતું પણ કરી નાં શક્યો એનાં પાછળ સમય આપી શકે છે. સાચું કહું તો એક વ્યક્તિ પાસે WhatsApp, Facebook, Instagram કે YouTube વગેરે વગેરે વાપરવાનો સમય મળે છે પણ પોતે શું વિચારતો હતો પોતે શું કરવું છે એ કદી વિચારતો નથી જે મારા મુજબ એક આશ્ચર્ય જનક બાબત છે.

તમે ભલે નોકરી કરતા હોવ કે ધંધો કરતા હોવ પણ પણ એનાં માટે પોતાના સપના ની બલી નાં ચઢાવો કે ચાલો હવે પપ્પા નો ધંધો હું સંભાળી લીધો છે હવે મારે નોકરી કરીને શું કામ કે પછી મારે એક રસોઈઓ બની ને શું કામ હું ખાલી એક ઉદાહરણ આપું છું. પણ એ ધંધો તમારાં પપ્પા નો બનો બનાવેલો છે એમાં તમે કઈ નથી કર્યું , જોબ કે જે ઘરવાળા નાં કહ્યા મુજબ તમે engineering કરી અને એનાં પર જોબ ચાલુ કરી પણ તારે સ્પૉર્ટ ખેલાડી બનવું તું એનું શું ? હું એ નથી કહેતો કે તને નોકરી નાં કરો બિઝનેસ નાં કરો, એ પણ કરો સાથે સાથે તમારાં સપના ને પણ અનુસરો એને પણ આગળ લઈ જાઓ એને પણ પૂર્ણ કરવાની કોંશિસ કરો તમે જરુર સફળ થશો મને ખાતરી છે. અને જ્યારે તમે તમારું સપનું પુરું કરશો ભલે ને એ ગમે તેવું હોય નાનું કે મોટું પણ તમારા કુટુંબ ને તમારા પર ગર્વ થશે કે તમે એમનું સપનું પૂરા કરવાની સાથે સાથે પોતાના સપનું પર પુરું કર્યું ત્યારબાદ તમારા અંતરાત્મા થિ અવાજ આવશે કે જીવન સફળ થઈ ગયું.

(ક્રમશઃ)

તમારા review, તમારા opinion અમને જરુર આપતાં રહો કેમ કે એજ review અમને સારા માં સારું લખવા અમને પ્રેરિત કરે છે..B+