ચીન અને પાકિસ્તાનને પાછાડવાના ૨૦ રક્ષા નિયમો
આજની આક્રામક દુનિયામાં અને દુશ્મન પડોસી દેશોની હાજરીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કુરાન અને બાઈબલ કરતાં પણ વધું સાચા ઠરે એવા ૨૦ રક્ષા નિયમોનું પાલન ભારતે કરવું જ રહ્યું.
નિયમ ૧
દેશ જેટલો નબળો, દેશ પર આતંકી હુમલો થવાની શક્યતા એટલી જ વધારે! ભારત જેવા દેશમાં જ્યાં વર્ષોથી નપુંસક નેતોનું રાજ ચાલતું આવ્યું હોય ત્યાં આ કહેવત બરાબર લાગુ પડે છે. આથી સૌથી પહેલાં નપુંસક નેતોનું સ્થાન “ઈટનો જવાબ પથ્થરથી આપી શકે” તેવા વીર યુવા નેતાઓ લેવું પડશે. ત્યાર બાદ ભારતની મીલેટરીને અત્યંત આધુનિક શાસ્ત્રોથી સુસજ્જ કરવી પડશે. આમા ભારતીય મરીન અને એર ફોર્સનો પણ શમાવેશ થાય છે.
નિયમ ૨
બીજા દેશ પર હુમલો કરવા માટે જેટલી શક્તિ અને સંસાધનોની જરૂર પડે છે તેના કરતા વધારે શક્તિ, ટેકનોલોજી અને સંસાધનોની જરૂર દેશની રક્ષા કરવા માટે પડે છે. આથી ભારતની સરહદની રક્ષા કર્યા કરતા, દુશ્મનની ચૌકીઓ પર હુમલો કરી તેમનો ખાતમો કરવાની નીતિ ભારતે તરત જ અમલમાં મુકવી પડશે. એટલે કે ભારતે “ડીફેન્સીવ” નહીં પણ “અટેકર” બનવું પડશે.
નિયમ ૩
દેશની અંદર વિવાદિત ક્ષેત્રો જેટલાં ઓછા એટલું જ દેશહિત માટે સારું. આથી ભારતે વિવાદિત ક્ષેત્રોને ભારતની ધરતી પર નહીં પણ દુશમન દેશની ધરતી પર ધકેલવા પડશે. જેમ કે ભારતમાં કાશ્મીરની સમસ્યા હોવી જ ન જોઈએ. કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ હોવું જોઈએ. અને તેમાં હંમેશા શાંતિ સ્થપાયેલી હોવી જોઇએ. ઉલટાનું, કાશ્મીર જેવી સમસ્યા પાકિસ્તાનના લાહોર જેવા કોઈ શહેમાં હોવી જોઈએ.
નિયમ ૪
જો ભારતની ભૂમિ પર એક વિવાદિત ક્ષેત્ર હોય તો, દુશ્મની ભૂમિ પર એક કરતા વધારે વિવાદિત ક્ષેત્રો હોવા જોઈએ. જો અરુણાચલ પ્રદેશ અને કાશ્મીર વિવાદિત ક્ષત્રો હોય છે, તિબેટ અને બલુચિસ્તાન અવૈધ રીતે કબ્જે કરેલા અલગ દેશો હોવા જોઈએ.
નિયમ ૫
જો ભારત નબળો દેશ રહેશે તો ભારતના રક્ષાતંત્રની બધી પોલીસીઓ અને ફાઈલોનો કશો જ અર્થ નથી રહેવાનો. પણ જો ભારત શક્તિશાળી હશે તો તેને આ બધી ફાઈલો, મંત્રણાઓ અને શાંતિ-સમાંજોતાઓની જરૂર નથી. શક્તિશાળી દેશને યુ.એન માં જઈને હાથ ફેલાવવાની કઈ જરૂર રહેતી નથી!
નિયમ ૬
માત્ર નબળો દેશ પોતે આતંકી હુમલાઓનો શિકાર થયા હોવાના પુરાવા આપ્યા કરે છે. જેમ કે આપણે અક્ષરઘામ અને ૨૬/૧૧ ના હુમલાના પુરાવા આપ્યા કર્યા. જો ભારતે શક્તિશાળી દેશની છબી ઉભી કરવી હોય તો તેણે આતંકી હુમલાના પુરાવા નહીં પણ આતંકીઓની લાશોના પુરાવા આપવા પડશે. ભારતે ઈઝરાઈલ પાસેથી કઈક શીખવું પડશે.
નિયમ ૭
યોદ્ધ હંમેશા ગંદુ જ હોય છે. આથી ભારતે દેશની સરહદોથી દુર જઈને જ યુદ્ધ લડવા પડશે. આથી જે કાઈપણ આર્થિક નુકસાન થાય તે દુશ્મન દેશને જ થાય. દુશ્મનને સરહદ સુધી પહોચવા જ ન દેવો. અમેરિકાને જુઓ. કયું યુધ્ધ અમેરિકાએ તેની ધરતી પર લડ્યું છે? જાપાનથી માડી કુવેત અને ઈરાન જેવા અરબી દેશમાં તેણે જ ઘુસપેઠ કરી છે. અને બીજી બાજુ ભારત પર ચીન જેવો મોટો દેશની વાત જવા દો, પાકિસ્તાન જેવો નાનો દેશ પણ ગમે ત્યારે હુમલો કરી જાય છે. કારગીલનું યુધ્ધ ક્યારે ન થવું જોઈએ. યુધ્ધ થાય તો ગિલગિત જેવું, કે જેમાં ભારત દુશ્મન દેશમાં ઘૂસીને મારે.
નિયમ ૮
શક્તિશાળી અને કઠોર હોવાનો એવો અર્થ નથી કે હંમેશા યુદ્ધ જ કરતા રહેવું. પણ નબળા બની રહી યુદ્ધ સમયે પણ ગંદી રાજનીતિ જ કરતા રહેવી એ ભારતના હિતમાં નથી.
નિયમ ૯
તુષ્ટિકરણ હંમેશા શાંતિ જ આપશે એની શક્યતા બહું ઓછી છે. પણ હા, તુષ્ટિકરણ દેશમાં હિંસા ભડકાવશે એ વાત નક્કી છે. ભારતે અંદરથી મજબુત થવા માટે તુષ્ટિકરણની રાજનીતિનો અંત લાવવો જ રહ્યો.
નિયમ ૧૦
ભારત આતંકના મૂળને પકડે. જ્યાં સુધી ભારત આતંકના મૂળનો અંત નહીં કરે ત્યાં સુધી ભારતમાંથી આતંકવાદનો અંત આવવાનો નથી.
નિયમ ૧૧
ભારત એ વાત સમજી લે કે દેશના દુશ્મનો અને આતંકવાદીઓ ભારતના દયાભાવ સામે નહીં પણ ભારતની તાકત સામે નમશે. “અહિંસા પરમો ઘર્મ” ત્યાં સુધી જ યોગ્ય છે કે જ્યાં સુધી સામેનો દુશ્મન પણ આમ જ માને. નહીં તો હિંસક દુશ્મન સામે અહિંસાનો પાઠ વાંચ્યા કરવો એ તો મૂર્ખતા જ છે.
નિયમ ૧૨
જો ભારત નબળો દેશ બની રહેશે તો તે હંમેશા એકલો જ રહશે અને તેના પર આતંકી હુમલાઓ થતા જ રહેશે. પણ જો ભારત શક્તિશાળી બનશે તો તે એકલો બધાંને પહોચી વળશે. ઈઝરાઈલ ગુજરાતથી પણ નાનો દેશ છે. અને બધી બાજુથી મુસ્લિમ દેશોથી ઘેરાયેલો છે. પણ કોઈ મુસ્લિમ દેશની તાકાત નથી કે ઈઝરાઈલ પર હુમલો કરી શકે. અને જો આમ થાય તો ઈઝરાઈલ તે મુસ્લિમ દેશને દુનિયાના નકશામાંથી ભૂસી નાખશે.
નિયમ ૧૩
ભારત આતંકવાદની કરીયાદ ન કરે. ભારત એવું કઈક કરે કે જેથી આતંકવાદીઓને ભારતની ફરિયાદ કરે.
નિયમ ૧૪
કાતો ભારત આતંકવાદથી આતંકિત થયા કરે. અથવા તો ભારત આતંકવાદીઓને આતંકિત કરે. ભારત પાસે આના સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી.
નિયમ ૧૫
ભારતીય સૈનિકોનું કામ દેશની રક્ષા કરતા મરવાનું નથી. પણ દુશ્મનને મારી જીવતા રહેવાનું છે. કારણ કે મરનાર નહીં, પણ મારનાર જ હંમેશા જીતે છે.
નિયમ ૧૬
પાકિસ્તાન ભારતીય સૈનિકોના કટકા કર્યા કરે છે. પાકિસ્તાની આતંકવાદીઓ ભારતીય સૈનિકોના માથા કાપી તેની સાથે ફૂટબોલ રમે છે. જો ભારત હજુ પણ નહીં જાગે તો ભારતના કટકા થતા વાર નહીં લાગે.
નિયમ ૧૭
શાંતિની આશા રાખવી એ સારી વાત છે. પણ યુદ્ધ માટે હંમેશા તૈયાર રહેવું એ ફરજીયાત છે.
નિયમ ૧૮
ભારત દુશ્મનો સાથેના સંબંધો સારા થશે તેની આશા જરૂર રાખે. પણ વાસ્તવિકતા સામે આંખ આડા કાન ન કરે. ભારત તેની રણનીતિ આશાઓના આધારે નહીં પણ વાસ્તવિકતાઓના આધારે નક્કી કરે. આતંકી હુમલો થયા બાદ હંમેશા કડી નિંદા કરતા રહેવું એ નપુંસકતાની નિશાની છે.
નિયમ ૧૯
શક્તિના અભાવમાં ક્યારેય શાંતિ નથી મળતી. ભારત જેટલો વધારે શક્તિશાળી થશે, ભારતની સરહદો પર અને ભારતમાં એટલી જ વધારે શાંતિ જળવાશે.
નિયમ ૨૦
જે અહિંસામાં માને છે તેની સાથે જ અહિંસાથી વર્તાય. પણ હિંસાની સામે અહિંસાના રગડા તાણ્યાં કરવા એ ભારતની સૌથી મોટી ભૂલ હશે. આથી ભારતે ગાંઘીગીરી છોડી શિવાજી અને મહારાણા પ્રતાપ બનવું પડશે. આના સિવાય બીજો કોઈ વિકલ નથી.
જય હિન્દ