Hu koun chhu books and stories free download online pdf in Gujarati

હું કોણ છું

"હું" કોણ છું?

આ લેખ આપણી સાચી ઓળખ શી છે? આપણો પરમાત્મા સાથે કેવો સંબંધ છે? આપણાં જીવનનો ઉદ્દેશ શો છે? જેવા મૂળભૂત પ્રશ્નોના જવાબ આપતી પુસ્તક – Questions only Hinduism can answer - નાં એક પ્રકરણનો ગુજરાતીમાં અનુવાદ છે.

http://agniveer.com/books/questions-only-hinduism-can-answer/

Contact: books@agniveer.com

પ્રશ્ન: "હું" કોણ છું?

તમે જીવાત્મા છો. તમે તમારા મન અને શરીરથી ભિન્ન છો. જયારે તમારા શરીરનો નાશ થાય છે ત્યારે તમારો, એટલે કે જીવાત્માનો, નાશ થતો નથી. કારણ કે જીવાત્મા અમર હોવાથી સમસ્ત બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ નથી કે જે તેનો નાશ કરી શકે.

પ્રશ્ન: હું કેવી રીતે જાણી શકું કે હું (જીવાત્મા) મારા મન અને શરીરથી ભિન્ન છું? શું હું કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી?

જીવાત્મા શરીર અને મનથી ભિન્ન છે તે સમજવું અત્યંત સરળ છે. જન્મથી લઈને મૃત્યુ સુધી માનવ શરીર અને વિચારોમાં નિરંતર પરિવર્તન આવતું રહે છે. પરંતુ તમે સ્વયં અપરિવર્તનશીલ જ રહો છો. નિત્યક્રમમાં પણ તમે અનુભવ કર્યો હશે કે તમારા શરીર અને વિચારોમાં સતત પરિવર્તન આવતુ જ રહે છે. પરંતુ આ પરિવર્તનનો તમારા પર કોઈ પ્રભાવ પડતો નથી. આથી તમે શરીર અને મનથી ભિન્ન છો તેમ પ્રમાણિત થાય છે.

આ ચેતના અથવા તો સ્વયં (હું) ની અનુભૂતિ એ જ તમારું સાચું સ્વરૂપ છે. આ હું (જીવાત્મા) જ અત્યારે પ્રશ્ન કરી રહી છે. આ ચેતના (જીવાત્મા) જ આ લેખ વાંચી રહી છે. આ જીવાત્મા જ છે કે જેને "સ્વયં" ના હોવાનું જ્ઞાન છે. આ જીવાત્મા જ છે કે જે આ લેખ વાંચી “જીવાત્મા” શું છે તે જાણવા માટે ઉત્સુક અને પ્રયત્નશીલ છે.

જયારે તમે સ્વપ્ન રહિત નિંદ્રામાંથી જાગો છો ત્યારે પણ કહો છો કે "મને" સરસ નિંદ્રા આવી. અહીં જીવાત્મારૂપી ચેતન તત્વ એ જ નિંદ્રારૂપી શાંતિ અનુભવી.

પ્રશ્ન: ઈશ્વરે જીવાત્માનું સર્જન કર્યું નથી એ વાત તો સમજાઈ ગઈ. પણ હું કેવી રીતે જાણી શકું કે હું (જીવાત્મા) મારા મન અને શરીરથી ભિન્ન છું? શું હું કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી?

જીવાત્મા શરીર અને મનથી ભિન્ન છે તે સમજવું અત્યંત સરળ છે. જન્મથી લઈને મૃત્યુ સુધી માનવ શરીર અને વિચારોમાં નિરંતર પરિવર્તન આવતું રહે છે. પરંતુ તમે સ્વયં અપરિવર્તનશીલ જ રહો છો. નિત્યક્રમમાં પણ તમે અનુભવ કર્યો હશે કે તમારા શરીર અને વિચારોમાં સતત પરિવર્તન આવતુ જ રહે છે. પરંતુ આ પરિવર્તનનો તમારા પર કોઈ પ્રભાવ પડતો નથી. આથી તમે શરીર અને મનથી ભિન્ન છો તેમ પ્રમાણિત થાય છે.

આ ચેતના અથવા તો સ્વયં (હું) ની અનુભૂતિ એ જ તમારું સાચું સ્વરૂપ છે. આ હું (જીવાત્મા) જ અત્યારે પ્રશ્ન કરી રહી છે. આ ચેતના (જીવાત્મા) જ આ લેખ વાંચી રહી છે. આ જીવાત્મા જ છે કે જેને "સ્વયં" ના હોવાનું જ્ઞાન છે. આ જીવાત્મા જ છે કે જે આ લેખ વાંચી “જીવાત્મા” શું છે તે જાણવા માટે ઉત્સુક અને પ્રયત્નશીલ છે.

જયારે તમે સ્વપ્ન રહિત નિંદ્રામાંથી જાગો છો ત્યારે પણ કહો છો કે "મને" સરસ નિંદ્રા આવી. અહીં જીવાત્મારૂપી ચેતન તત્વ એ જ નિંદ્રારૂપી શાંતિ અનુભવી.

પ્રશ્ન: કેટલાંક લોકો એવું માને છે કે જીવાત્માનું અસ્તિત્વ જ નથી અને "ચેતના" એ બીજું કઈ નહીં પણ "મગજમાં રહેલું રસાયણ" છે. તેઓ માને છે કે બધી જ લાગણીઓ, ભાવનાઓ અને સુખ-દુઃખની અનુભૂતિ એ માત્ર રાસાયણિક પ્રક્રીયા જ છે.

આને સત્ય માની લેવું એ મૂર્ખતાની પરાકાષ્ઠા છે.

સામાન્ય રીતે આ પ્રકારની માન્યતાઓ એવા લોકોની હોય છે કે જેઓએ પોતાની સમજશક્તિ, વિચારશક્તિ અને બુદ્ધિ વિવિધ પ્રકારના અનૈતિક કાર્યોમાં રચ્યાપચ્યા રહીને નષ્ટ કરી નાખી હોય. આ પ્રકારની વ્યક્તિઓ પોતાના ‘અંતરાત્માના અવાજને’ અવગણી નિરર્થક વાતોમાં પોતાનો સમય વેડફતી રહે છે.

પણ જરા વિચાર કરો કે, જયારે તમને કોઈ તમાચો મારે છે તો એના પરિણામ સ્વરૂપે શરીર પ્રતિક્રિયા કરે છે અને મજ્જાતંતુઓ પીડાની લાગણી ઉત્પન્ન કરે છે. પણ આ પીડા "કોણ" અનુભવે છે? આનાથી ઉલટું, જયારે તમારા વખાણ થાય છે, ત્યારે મજ્જાતંતુઓ ફરીથી પ્રતિક્રિયા કરી સુખ અને આનંદની લાગણી ઉત્પન્ન કરે છે. પણ આનંદ “કોને” થાય છે. આ આનંદની લાગણી “કોણ” અનુભવે છે? આ સુખ અને દુ:ખની લાગણીનો અનુભવ કરનાર બીજું કોઈ નહીં પણ જીવાત્મા જ છે.

સત્ય તો એ છે કે "કંઈક અનુભવાય છે એ જ સૂચવે છે કે કોઈક અનુભવે છે."

દેખીતી રીતે ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, હાઈડ્રોજનનાં અણુઓ, પાણીના અણુઓ કે અન્ય કોઈ જડ તત્વો સુખ અને દુઃખની અનુભૂતિ કરનાર “હું (જીવાત્મા)” ન હોય શકે. જે ચેતન તત્વ સુખ અને દુઃખની અનુભૂતિ કરે છે અને નિર્ણય લે છે તે આપણાં શરીરમાં સ્થિત “જીવાત્મા” છે. અને આ જીવાત્મા જ આપણી સાચી ઓળખ છે.

જીવાત્મા જડ તત્વ ન હોવાથી એના ઉપર પાણી, અગ્નિ જેવા ભૌતિક પદાર્થોની અસર થતી નથી. આમ જીવાત્મા અવિનાશી છે. આમેય વિનાશ એટલે વિવિધ ઘટકોમાં થતું વિભાજન. પરંતુ જેનો કોઈ ઘટક જ ન હોય એનું વિભાજન કેવી રીતે શક્ય બને? સ્થૂળ પદાર્થ કદી સુક્ષ્મ તત્વને તોડી ન શકે, જેમ કે તલવાર કદી અણુ કે પરમાણુને તોડી ન શકે.

આમ બધાં ગ્રંથોમાં જણાવ્યાં પ્રમાણે જીવાત્મા “અવિનાશી” છે.

પ્રશ્ન: પણ આપણે રસાયણિક પ્રક્રિયા જ છે તેવી બુમો પાડતા રહેતા બુદ્ધિજીવીઓના મો બંધ કેવી રીતે કરવા?

આ “તથાકથિત (રાસાયણિક) બુદ્ધિજીવીઓ” ને પૂછીએ કે જો આ જીવાત્મા જેવું કશું હોતું જ નથી અને સુખ-દુઃખની અનુભૂતિ એ માત્ર રાસાયણિક પ્રક્રીયા જ છે, તો પછી જયારે તેમની આ માન્યતાઓનું ખંડન થાય છે અથવા તો તેમને ખોટી પુરવાર કરવનો પ્રયત્ન થાય છે, ત્યારે તેઓ વિરોધ શા માટે કરે છે? કારણ કે રાસાયણિક બુદ્ધિજીવીઓ મત પ્રમાણે તેઓ સ્વયં અને તેમની માન્યતાઓનું ખંડન કરનાર એ બંને એક રાસાયણિક પ્રક્રીયા જ છે.

જો આ બુદ્ધિજીવીઓ રાસાયણિક પ્રક્રિયા જ હોય તો પછી શા માટે તેઓ પ્રેમ કરે છે? શા માટે તેઓ લાગણીઓના દુભાવાનો અનુભવ કરે છે? શા માટે તેઓ જ્ઞાન પ્રાપ્ત કરે છે? શા માટે તેઓમાં જ્ઞાન પ્રચાર કરવાની અને અંધશ્રદ્ધાનોનું ખંડન કરવાની તીવ્ર ઈચ્છા હોય છે? શા માટે તેઓ ગુન્હા વિરોધી કાયદાઓનો વિરોધ કરતા નથી? જો અપરાધ કરનાર અપરાધીઓ પણ તેમના મતે રસાયણિક પ્રક્રિયા જ હોય તો શા માટે રાસાયણિક પ્રક્રિયાઓને સજા કરવી જોઈએ?

ઉદાહરણ તરીકે, જયારે કોઈ કોઈના મોઢાં ઉપર એસીડ ફેંકે તો શું તમે એસીડને સજા કરશો કે એસીડ ફેકનાર અપરાધીને?

આ ઉપરાંત જો આ બધું જ રાસાયણિક પ્રક્રિયા જ હોય તો શા માટે આ રાસાયણિક પ્રક્રિયાઓને આટલું બધું મહત્વ આપવું જોઈએ? રાસાયણિક બુદ્ધિજીવીઓની માન્યતાઓના વિરોધમાં જે કાઈ બોલાય છે, લખાય છે, અથવા તર્ક કરાય છે, એ બધું જ, રાસાયણિક બુદ્ધિજીવીઓના મતાનુસાર ખલેલ ઉત્પન્ન કરતી અન્ય રાસાયણિક પ્રક્રિયા જ હોવી જોઈએ! જેમ કે પ્રયોગશાળામાં બે એસીડ ભેગા કરવાથી ખલેલ ઉત્પન્ન થાય છે તેમ.

સારાંશમાં, જો આ બધું રાસાયણિક પ્રક્રિયા હોય અને આપણે ચેતન અવિનાશી તત્વ નહીં, જડ વિનાશી તત્વ હોઈએ તો કાયદો, વ્યવસ્થા, પ્રેમ, લાગણીઓ, શિક્ષા, ચરિત્ર નિર્માણ, અપરાધ માટેનો દંડ, રમત-ગમત, મનોરંજન, દયા-કરુણા વગેરે અર્થવિહીન બની જાય. આપણાં જીવન અને અસ્તિત્વનો અર્થ કે ઉદ્દેશ જ ન રહે.

આમ મનુષ્ય જીવન એક રસાયણિક પ્રક્રિયા જ છે તેવી માન્યતા એવાં નિરર્થક બુદ્ધિજીવીઓ માટે જ છે કે જેઓને પોતાની હત્યા સામે પણ કાઈ વાંધો નહીં હોય. કારણ કે એમનું જીવન નિરર્થક રાસાયણિક પ્રક્રિયા છે અને એમને માટે હત્યા પણ એક રાસાયણિક પ્રક્રિયા જ છે!

પ્રશ્ન: ચાલો આ નિરર્થક બુદ્ધિજીવીઓ, તમને લગતા તર્ક અને વાદ-વિવાદને એક બાજુએ મુકીએ. અને મને કહો કે જીવાત્મા કર્મ કરવામાં સ્વતંત્ર છે કે ઈશ્વર આધીન છે?

જીવાત્મા પોતાના કર્તવ્ય કર્મોમાં સ્વતંત્ર અને ઈશ્વરની વ્યવસ્થામાં પરતંત્ર છે. શ્રુષ્ટિ-વિનાશ (પ્રલય) સમયે જે આત્માઓને મોક્ષ મળી ચૂકયો છે એ સિવાયની બધી જ જીવાત્માઓ અચેત અવસ્થામાં, પોતાની સ્વતંત્ર ઈચ્છા વિના રહે છે. શ્રુષ્ટિના સર્જન થયા બાદ જ્યારે જીવાત્મા પૂર્વ શ્રુષ્ટિચક્રમાં કરેલા પોતાના કર્મોના ફળ સ્વરૂપ જન્મ લે છે ત્યારે તેને કર્મ કરવા માટે મર્યાદિત સ્વતંત્રતા આપવામાં આવે છે. તેમ છતાં જીવાત્મા કેટલી સ્વતંત્રતા મેળવી શકે છે તે સ્વયં જીવાત્માએ કરેલા કર્મો પર આધારિત છે.

પ્રશ્ન: તમે આને ઉદાહરણ દ્વારા સમજાવશો?

ઉદાહરણ તરીકે, મોટાભાગના ભારતીઓ પોતાની પ્રખ્યાત ગુલામીની માનસિકતાને કારણે દાયકાઓ સુધી વિદેશીઓના ગુલામ બની રહવાનું નક્કી કરે છે. આ કારણે તેઓ મર્યાદિત સ્વતંત્રતાના ભોગ બને છે અને એમના પોતાના જ દેશમાં તેમને માનભંગનો સામનો કરતા રહે છે. આવી મર્યાદિત સ્વતંત્રતાના ભોગ બની રહીં ગુલામી સહન કરતા રહેવી એ ન તો ઈશ્વરનો નિર્ણય છે કે ન તો જન્મથી જ ભારતીઓના ભાગ્યમાં લખેલું છે. પરંતુ આ ગુલામી એ આપણાં ભારતીય સમાજની સામુહિક પસંદગી છે. આ જ વાત પ્રત્યેક જીવાત્માને પણ લાગુ પડે છે. જીવાત્માને કેટલી સ્વતંત્રતા મળશે તે જીવાત્માના કર્મો પર આધારિત છે.

બીજા શબ્દોમાં કહીએ તો, જીવાત્માના સામર્થ્ય અનુસાર ઈશ્વર પ્રત્યેક જીવાત્માને કાર્ય કરવા માટે એક સ્વતંત્રતાનું ક્ષેત્ર (domain of freedom) પૂરું પાડે છે, અને સમયાંતરે તે ક્ષેત્રમાં રહીને જીવાત્માએ કરેલા કર્મના ફળ સ્વરૂપ ઈશ્વર જીવાત્માના સ્વતંત્રતાના ક્ષેત્રને બદલતો રહે છે.

આપણે આપણાં બાળકોને જે રીતે સ્વતંત્રતા આપીએ છીએ તેની સાથે આ વાત ને સરખાવી શકાય. જન્મ પછીના અમુક સમય સુધી આપણે બાળકને પારણાં સુધી મર્યાદિત રાખીએ છીએ. જયારે બાળક ઘૂંટણ ટેકવીને ચાલતું થાય ત્યારે આપણે તે ઊંચા સ્થાનેથી પડી ન જાય તેની કાળજી લઈ બાળકનું હલનચલન મર્યાદિત રાખીએ છીએ. આ જ રીતે બાળક યુવાન અવસ્થામાં પહોચે ત્યાં સુધીમાં તેને આપણે વધુ ને વધુ સ્વતંત્રતા આપતા રહીએ છીએ. પરંતુ જો આ સમય દરમિયાન, બાળક જમીન પર પડેલ ગંદી વસ્તુ ખાવા જેવી કોઈ ખરાબ આદત કેળવે તો માતા એને રોકવાના નવીન પ્રકારના રસ્તાઓ શોધે છે. આમ બાળકની સ્વતંત્રતા મર્યાદિત કરવામાં આવે છે. આનાથી ઊલટું, જો બાળક સારું વર્તન કરે, માતા-પિતાની આજ્ઞાનું પાલન કરે અને વસ્તુઓ અવ્યવસ્થિત ન કરે તો બાળક ઝડપથી વધુ સ્વતંત્રતા મેળવે છે.

ઈશ્વર, આપણાં માતા-પિતાની જેમ જ, જીવાત્માના કર્મ અને સામર્થ્ય આધારિત માપદંડ પ્રમાણે નિરંતર આવું જ કરતો રહે છે. ઈશ્વર આવું, આપણાં માતા-પિતાની જેમ આપણાં કલ્યાણ માટે અને આપણને દુઃખથી દુર રાખવા માટે જ કરે છે.

ટૂંકમાં, જીવાત્મા પોતાને કેટલી સ્વતંત્રતા મળશે તે નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે.

બીજા શબ્દોમાં કહીએ તો, જીવાત્મા કર્મ કરવામાં સ્વતંત્ર છે. પરંતુ પોતાના શુભ કર્મોનું સુખ સ્વરૂપ અને પાપ કર્મોનું દુઃખ સ્વરૂપ ફળ મેળવવા માટે પરતંત્ર (ઈશ્વર આધીન) છે.

પ્રશ્ન: તમારા મતાનુસાર "સ્વતંત્ર" અને "કર્મના ફળ" નો શો અર્થ થાય છે?

ક્રિયાઓ જીવાત્માને આધીન હોવાથી જીવાત્મા સ્વતંત્ર છે. જો જીવાત્મા પોતાના કર્તવ્ય કર્મોમાં સ્વતંત્ર ન હોય તો તેને પાપ-પુણ્યના ફળ કદી પ્રાપ્ત થઇ શકે નહીં. કારણ કે જો જીવાત્મા ઈશ્વરની ઈચ્છાને આધીન થઇને કર્મ કરવામાં બાધ્ય હોય તો જીવાત્માને પાપ કે પુણ્ય ન લાગે. ઉલટાનું જીવાત્માના કર્મોના ફળ ઈશ્વરે ભોગવવા પડે. ઉદાહરણ સ્વરૂપે, જો તમે કોઈને તલવાર વડે મારી નાંખો તો તમને સજા થાય છે, તલવારને નહીં. કારણ કે તલવાર તમને આધીન હતી.

પ્રશ્ન: પણ એ સંપ્રદાયો વિષે શું કે જેઓ એવું માને છે કે આપણા જન્મતા પહેલાં જ ઈશ્વરે આપણા બાધાનું ભવિષ્ય પુસ્તકમાં લખેલું છે.

જે ધાર્મિક સંપ્રદાયો એવું માને છે કે ઈશ્વરે, જન્મ લેતા પહેલાં જ બાધાનું ભવિષ્ય પુસ્તકમાં લખેલું છે ( જેમ કે અલ્લાહના સિંહાસન નીચે રાખેલું મુસ્લિમોનું પુસ્તક “લૌહે મહફૂઝ”) એ વાસ્તવમાં એમ કહી રહ્યાં છે કે ઈશ્વર/અલ્લાહને દુનિયામાં થતા બધાં જ દુષ્કર્મો માટે સજા થવી જોઈએ. પરંતુ કોઇપણ બુદ્ધિજીવી વ્યક્તિ આવાં પરસ્પર વિરોધી સિદ્ધાંતોનો સ્વીકાર નહીં કરે.

વેદ અનુસાર જીવાત્મા પોતાના મર્યાદાઓના ક્ષેત્રમાં રહીને શરીર, ઇન્દ્રિયો અને જીવનશક્તિનું સંચાલન કરવા માટે સ્વતંત્ર છે. પોતાના કર્મફળ પ્રમાણે જીવાત્માનું મર્યાદાક્ષેત્ર (domain of limitations) નાનું કે મોટું થતું રહે છે. પરંતુ જયારે જીવાત્મા ઉત્તમ કર્મો કરી તેના ફળ સ્વરૂપે પોતાના આ મર્યાદાક્ષેત્રને સંપૂર્ણપણે તોડી નાખે છે ત્યારે તે સંપૂર્ણ સ્વતંત્ર થઈ જાય છે. આ સંપૂર્ણ સ્વતંત્રતાની અવસ્થા “મુક્તિ અવસ્થા” છે. આ અવસ્થામાં જીવાત્મા ઈશ્વરના સાનિધ્યમાં રહે છે. આ “મુક્તિ અવસ્થા” પ્રાપ્ત કરવી એ જ જીવાત્માનું અંતિમ લક્ષ્ય છે.

પ્રશ્ન: આ જ સત્યને ઉદાહરણ દ્વારા સમજાવશો?

આ જ સત્યને એક વિદ્યાર્થીના ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જો વિદ્યાર્થીએ તબીબીશાસ્ત્રનો અભ્યાસ નથી કર્યો તો તે વિદ્યાર્થી તબીબ (Doctor) નહીં બની શકે. અને એટલા માટે તેને શસ્ત્રક્રિયા (surgery) કરવાની સ્વતંત્રતા નથી. પણ જો વિદ્યાર્થીએ અભ્યાસ કર્યો હોત અને તબીબ બન્યો હોત તો તેને શસ્ત્રક્રિયા (surgery) કરવાની સ્વતંત્રતા મળી શકી હોત. આમ શસ્ત્રક્રિયા કરવાની સ્વતંત્રતા વિદ્યાર્થીને મળશે કે નહીં તે સ્વયં વિદ્યાર્થીના કર્મો પર આધારિત છે. એટલે કે વિદ્યાર્થી સ્વયં પોતાની સ્વતંત્રતાનું ક્ષેત્ર નક્કી કરે છે. મનુષ્યોએ બનાવેલા કાયદા પ્રમાણે કદાચ અમુક ઉંમર વીતી ગયા પછી કોઈ વ્યક્તિ તબીબ ન બની શકે. પરંતુ ઈશ્વરની ન્યાય વ્યવસ્થામાં આમ નથી. ઈશ્વરના સનાતન નિયમ અનુસાર, જીવનની દરેક ક્ષણમાં જીવાત્માને પોતાનામાં આમૂલ પરિવર્તન લાવવાનો, મોક્ષ સ્વરૂપ પરમ આનંદની પરાકાષ્ઠાએ પહોંચવાનો અને સર્વોત્તમ સામર્થ્યને પ્રાપ્ત કરવાનો અવસર છુપાયેલો રહે છે. તેનો આ અવસર જીવાત્મા પાસેથી સ્વયં ઈશ્વર પણ કદી છીનવી શકતો નથી.

આપણે (જીવાત્માઓ) આદીકાળથી અત્યારની ક્ષણ સુધીમાં, અનેક જન્મ-જન્માંન્તરો દરમિયાન, શુભ અને પાપકર્મો દ્વારા આપણું જે સ્વતંત્રતાનું ક્ષેત્ર નિર્ધારિત કર્યું હોય છે તેની સામુહિક અસર જ આપણું આજનું આ વર્તમાન છે. આ વર્તમાન જ આપણાં એ શુભ અને પાપકર્મોનું ફળ છે.

ઈશ્વરની કર્મફળ વ્યવસ્થા પ્રમાણે આ "કર્મોના ફળ" આપણને ઝડપથી નિત્ય આનંદ – મુક્તિ - સુધી પહોચાડવા માટે શ્રેષ્ઠ હોય છે. જીવાત્માનું "કર્મ ફળ" નિર્ધારિત કરવાનો વિભાગ ઈશ્વરના હાથમાં છે જીવાત્માનું કર્મના ફળ પર કોઈ નિયંત્રણ હોતું નથી.

સમયના કોઈ નિશ્ચિત બિંદુ પર આપણાં મર્યાદાક્ષેત્રની સામુહિક અસર અને સુખ-દુઃખની થતી અનુભૂતિ એટલે આપણાં "કર્મોના ફળ". બીજા શબ્દોમાં કહીએ તો આપણું વર્તમાન એ આપણાં પૂર્વ સંસ્કારોનું જ સર્જન છે.

સરળ શબ્દોમાં કહીએ તો: જીવાત્મા કર્મ કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ કર્મના ફળ મેળવવા માટે સંપૂર્ણપણે ઈશ્વર આધીન છે.

પ્રશ્ન: જો ઈશ્વર જીવને ન બનાવત અને સામર્થ્ય ન આપત તો જીવાત્મા કાંઈ પણ કરી શકત નહીં, એટલા માટે ઈશ્વરની પ્રેરણાથી જ જીવ કર્મ કરે છે.

આ એક યોગ્ય પ્રશ્ન છે. પરંતુ આ પ્રશ્ન એ પાખંડી ધાર્મિક સંપ્રદાયો – ઈસાઈ અને ઇસ્લામ – સુધી જ સીમિત છે, કે જેઓ એવું માને છે કે ઈશ્વરે જીવાત્મોનું “સર્જન” કર્યું છે.

વેદ અનુસાર આત્માનું ક્યારેય સર્જન કે વિનાશ થતો નથી. કારણ કે જેમ “ઈશ્વર” નિત્ય છે તેમ “જીવાત્મા” પણ નિત્ય છે. આ ઉપરાંત ભૌતિક જગતનું મૂળ કારણ “પ્રકૃતિ” એ ત્રીજી સત્તા છે કે જે ઈશ્વર અને આત્માની જેમ જ નિત્ય છે.

એવો ક્યારેય સમય ન હતો કે જ્યારે આ ત્રણ સત્તોનું અસ્તિત્વ ન હતું. અને એવો સમય ક્યારેય નહીં આવે કે જ્યારે આ ત્રણ સત્તાઓનું અસ્તિત્વ નહીં હોય.

ઈશ્વરની એક મુખ્ય ભૂમિકા આ અચેતન પ્રકૃતિમાંથી શ્રુષ્ટિનું સર્જન કરાવનું છે, કે જેથી કરીને ચેતન જીવાત્માઓ ઈશ્વરે સર્જેલી શ્રુષ્ટિમાં પોતાની ઈચ્છા સ્વતંત્રતાનો પ્રયોગ કરી ઉત્તમ કર્મો માટે કરવામાં સક્ષમ બને અને નિત્ય આનંદ – મોક્ષ – પ્રાપ્ત કરી શકે. આમ ઈશ્વર એક ઇજનેર ની જેમ પહેલેથી જ ઉપલબ્ધ કાચા માલસમાનમાંથી (પ્રકૃતિ) શ્રુષ્ટિનું સર્જન કરે છે. ઈશ્વર, સત્ય સાઈબાબા કે અલ્લાહની જેમ હવામાંથી – અભાવમાંથી – કોઈ વસ્તુનું સર્જન કરતો નથી.

જીવાત્માઓને શ્રુષ્ટિમાં મુક્યાં બાદ ઈશ્વર જીવાત્માઓના હાથમાં મન અને શરીરનું નિયંત્રણ સોપે છે. આમ જીવાત્મા કર્મ કરવા માટે સામર્થ્યવાન બને છે અને તેથી "કર્મોના ફળ" પણ ભોગવે છે.

જયારે કોઈ વ્યક્તિ શસ્ત્ર વિશેષથી કોઈની હત્યા કરે છે, ત્યારે તે વ્યક્તિ સ્વયં દંડને પાત્ર બને છે. શસ્ત્ર બનવનાર, શસ્ત્ર વેચનાર કે પછી ખાણિયો, કે જેણે શસ્ત્ર બનાવવા માટેનું લોઢું ખોદકામ કરીને તેને બહાર કાઢયું છે, આ ત્રણમાંથી એકપણ વ્યક્તિ દંડને પાત્ર નથી બનતા. માત્ર શસ્ત્રથી હત્યા કરનાર વ્યક્તિ જ દંડને પાત્ર છે. પરંતુ ઈશ્વર ક્યારેય કર્મ-ફળ બંધનમાં આવતો નથી. ઈશ્વર કદાપી "કર્મોના ફળ" ભોગવતો નથી. જીવાત્માના સત્કર્મ કે પાપકર્મ માટે ઈશ્વર ક્યારેય જવાબદાર હોતો નથી.

જો ઈશ્વર જીવાત્માને કર્મ કરવા માટે બાધ્ય કરતો હોત અને જો જીવાત્માને સ્વયંની કોઈ ઈચ્છા-શક્તિ ન હોત તો જીવાત્મા ક્યારેય અધર્મયુક્ત કે પાપકર્મો કરતી ન હોત. કારણ કે ઈશ્વર સ્વયં પાપમુક્ત અને પવિત્ર છે. જે ઉન્નત અને ઉત્કૃષ્ટ જીવાત્માઓએ પોતાની અજ્ઞાનતાના બધાં જ બીજ બાળી દીધા હોય તે જીવાત્માઓ ઈશ્વરની જેમ પાપમુક્ત અને પવિત્ર બની જાય છે અને ઈશ્વરના સાનિધ્યમાં રહી પરમાનંદ સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત થાય છે.

પ્રશ્ન: આત્માના સ્વરૂપ, ગુણ, કર્મ અને સ્વભાવ કેવાં છે?

આત્મા અને ઈશ્વર બંને ચેતન સ્વરૂપ છે. બંનેનો સ્વભાવ પવિત્ર છે. બન્ને અવિનાશી, અજન્મા અને અમર છે.

પણ શ્રુષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, જીવાત્માને કર્મના ફળ આપવા, વેદ જ્ઞાનનો પ્રકાશ કરવો, આ બધાં ઈશ્વરના ધર્મયુક્ત કર્મો છે. નિત્યજ્ઞાન, અનંત બળ, નિત્ય આનંદ વગેરે ઈશ્વરના ગુણ છે.

ન્યાય સૂત્ર ૧.૧.૧૦ પ્રમાણે આત્માના ગુણ નીચે પ્રમાણે છે.

૧. ઈચ્છા – પદાર્થોની પ્રાપ્તિની અભિલાષા

૨. દ્વેષ – દુ:ખ વગેરેની અનિચ્છા-વેર

૩. પ્રયત્ન – પુરુષાર્થ બળ

૪. સુખ – આનંદ

૫. દુઃખ – વિલાપ, અપ્રસન્નતા

૬. જ્ઞાન – વિવેક જાણવું

વૈશેષિક સૂત્ર ૩.૨.૪ પ્રમાણે જ્યારે આત્મા નશ્વર દેહમાં હોય છે ત્યારે તે નીચેના ગુણો પ્રકશિત કરે છે.

૧. પ્રાણ – પ્રાણવાયુને બહાર કાઢવો

૨. અપાન - શ્વાસ અંદર લેવો

૩. નિમેષ – આંખ મીચવી

૪. ઉન્મેષ – આંખ ઉઘાડવી

૫. જીવન – પ્રાણનું ધારણ કરવું

૬. મન – નિશ્ચય સ્મરણ અને અહંકાર હોવો

૭. ગતિ – ચાલવું

૮. ઇન્દ્રિય – સર્વ ઇન્દ્રિયોને ચલાવવી

૯. અન્તવિર્કાર – ભિન્ન-ભિન્ન તૃષા, હર્ષ, શોકાદિ યુક્ત હોવું.

જેના હોવાથી જે હોય અને જેના ન હોવાથી ન હોય, તે ગુણ તેના હોય છે. જેમ દીપ અને સૂર્ય ન હોવાથી પ્રકાશનું ન હોવું, અને હોવાથું હોવું છે, તેમ જીવાત્મા અને પરમાત્માનું જ્ઞાન તેના ગુણ દ્વારા થાય છે.

આમ, જ્યાં સુધી જીવાત્મા દેહમાં હોય છે ત્યાં સુધી ઉપયુક્ત ગુણો પ્રકાશિત થાય છે અને જયારે જીવાત્મા દેહનો ત્યાગ કરે છે ત્યારે આ ગુણો દેહમાં રહેતા નથી. વિદ્વાનો આ પ્રમાણે જીવાત્માના અસ્તિત્વનો નિષ્કર્ષ કાઢે છે.

પ્રશ્ન: જીવાત્માનું કદ કેટલું હોય છે? શું તે આખા શરીરમાં પ્રસરેલી હોય છે?

જીવાત્મા સૂક્ષ્મ છે. તે અવકાશમાં રહેલા એક બિંદુ જેટલી હોય છે. જીવાત્મા અલ્પજ્ઞ એટલે કે માર્યાદિત જ્ઞાન ધરાવે છે. પરમાત્મા જીવાત્માથી પણ સૂક્ષ્મ છે પરંતુ તે સર્વજ્ઞ છે.

ઈશ્વર શરીરની બધી જ કાર્યપ્રણાલીનું સંચાલન કરે છે અને જીવાત્મા ઓફીસના કોઈ સી.ઈ.ઓની જેમ તેનું નિયંત્રણ કરે છે.

કેટલાંક લોકોની એવી માન્યતા છે કે હાથીની આત્માનું કદ કીડીની આત્માના કદ કરતા મોટું હોય છે. પરંતુ આ સત્ય નથી. દરેક જીવાત્માનું કદ અને સામર્થ્ય એક સમાન હોય છે. પરંતુ દરેક જીવાત્મા પોતપોતાના કર્માનુસાર ઈશ્વરની ન્યાય વ્યવસ્થા પ્રમાણે યથાયોગ્ય કર્મફળ ભોગવે છે. આમ જીવાત્માનો વચ્ચે ભિન્નતા કદ અનુસાર નહીં પણ કર્મફળને લઈને હોય છે.

આમ જ્યારે જીવાત્મા એક શરીર છોડી બીજું શરીર ધારણ કરે છે ત્યારે તેનું કદ બદલાતું નથી, પરંતુ માત્ર તેના નિયંત્રણનું સ્થાન જ બદલાય છે.

પ્રશ્ન: તો શું તમારું એવું કહવું છે કે ઈશ્વર આત્માની અંદર અને બહાર વ્યાપ્ત છે? પણ જે સ્થળમાં એક વસ્તુ હોય છે, તે સ્થળમાં બીજી વસ્તુ રહી શકતી નથી. આમ જ્યાં જીવાત્મા છે ત્યાં ઈશ્વર ન હોય શકે. કદાચ જીવાત્મા અને ઈશ્વરનો સંયોગ સંબંધ હોય શકે, પરંતુ વ્યાપ્ય-વ્યાપક સંબંધ ન હોય શકે.

બે વસ્તુઓ એક જ સ્થાને અસ્તિત્વમાં ન રહી શકે તે નિયમ સમાન કદ અને આકારવાળા પદાર્થો માટે લાગુ પડે છે, પરંતુ અસમાન કદ ધરાવતા પદાર્થો માટે આ નિયમ લાગુ પડતો નથી.

જેમ લોઢું સ્થૂલ અને અગ્નિ સૂક્ષ્મ હોય છે, તે કારણેથી લોઢામાં વિદ્યુત અગ્નિ વ્યાપક થઈને એક જ અવકાશમાં બંને રહી શકે છે. આવી જ રીતે, જીવાત્મા પરમેશ્વરથી સ્થૂલ અને પરમેશ્વર જીવાત્માથી સૂક્ષ્મ હોવાથી પરમેશ્વર વ્યાપક અને જીવાત્મા વ્યાપ્ય છે. ઈશ્વર શ્રુષ્ટિના કણ-કણમાં વ્યાપક છે. જેમ આ વ્યાપ્ય-વ્યાપક સંબંધ ઈશ્વર અને જીવનો જ છે, તેમ સેવ્ય-સેવક, આધારા-અધેય, સ્વામી-ભૃત્ય, રાજા-પ્રજા અને પિતા-પુત્ર આદિનો પણ સંબંધ છે.

પ્રશ્ન: શું જીવ અને ઈશ્વર કદી એક થાય છે? કે પછી હંમેશા ભિન્ન જ રહે છે?

જીવાત્મા અને ઈશ્વર કદી એકબીજાથી અલગ હોતા નથી. કારણ કે, અગાઉ જણાવ્યાં પ્રમાણે, ઈશ્વર અને જીવાત્માનો વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે. ઈશ્વર જીવાત્માની અંદર અને બહાર વ્યાપ્ત છે. આમ જીવાત્મા ક્યારેય પણ ઈશ્વરથી અલગ થઇ શકે નહીં.

પરંતુ એનો અર્થ એ નથી કે જીવાત્મા જ ઈશ્વર બની જાય છે. આમ માની લેવું એ ભૂલ છે. જો આમ થવું શક્ય હોત તો જીવાત્મા ક્યારનીય ઈશ્વર બની ગઈ હોત. કારણ કે છેવટે તો જીવાત્મા અને ઈશ્વર અનંતકાળથી સહઅસ્તિત્વ ધરાવે છે.

પરંતુ જ્યારે જીવાત્મા અજ્ઞાનતાના બધાં બીજ બાળી નાંખે છે ત્યારે તે ઈશ્વરના સાનિધ્યમાં રહે છે. ઠીક એવી રીતે કે જેમ, અગ્નિની જ્વાળામાં રહેલ લોખંડનો ટુકડો સ્વયં અગ્નિની જ્વાળા બની જાય છે. આ સ્થિતિમાં જીવાત્મા સંપૂર્ણપણે ઈશ્વર કેન્દ્રિત રહે છે. આ જ મુક્તિ અથવા તો પરમ આનંદની અવસ્થા છે. પરંતુ જીવાત્મા તેનું અલગ અસ્તિત્વ ગુમાવતી નથી. જો આમ થાય તો મુક્તિ સ્વરૂપ પરમ આનંદ કોણ માણે?

પ્રશ્ન: જીવાત્મા શું છે અને તેનો ઈશ્વર સાથેનો કેવો સબંધ છે તેનું જ્ઞાન તો થયું. પરંતુ જીવાત્મા એટલે કે મારા જીવનનો ઉદ્દેશ શો છે?

જીવનનો ઉદેશ સત્કર્મો કરીને જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થઈ “મુક્તિ એટલે કે પરમ આનંદને” પ્રાપ્ત થવાનો છે.

પ્રશ્ન: સત્કર્મો કયા છે તે હું કેવી રીતે જાણી શકું?

ધર્મ અનુસારના કર્મો જ એટલે કે ધાર્મિક કર્મો જ સત્કર્મો છે. પરંતુ એ વાતનું સદા ધ્યાન રાખો કે “ધર્મ” એ “ધર્મ સંપ્રદાય” એટલે કે religion નથી. ધર્મ એટલે સહજવૃત્તિ.

ઉદાહરણ તરીકે, બાળવું એ અગ્નિનો ધર્મ છે. ભીનું કરવું એ પાણીનો ધર્મ છે. આવી જ રીતે જીવાત્માઓનો પણ પોતાનો ધર્મ છે. પરંતુ અજ્ઞાનતાના કારણે આપણાંમાં ધર્મ અને ધર્માનુસાર કર્મો કરવાની સમજ ઝાંખી થતી જાય છે. પરંતુ ધ્યાન આપવાથી ખ્યાલ આવી જશે કે આપણી “આત્માનો અવાજ “ આપણને સતત માર્ગદર્શન આપતો રહે છે. જયારે આપણે આત્માના અવાજને અનુસરી કર્મો કરવાનું શરૂ કરીશું ત્યારે બાકીનું બધું જ આપમેળે બરાબર થઈ જશે.

આપણે જોઈએ છીએ કે કોઈની સાથે દગો કરવો, નિર્દય બનવું, ચરિત્રહીન બનવું, દેશભક્ત ન રહેવું, આળસુ બની રહેવું વગેરે આપણાં માટે અસ્વાભાવિક છે. આ બધાં જ કર્મો જીવાત્માના અવાજના વિરુદ્ધના કર્મો છે. જેમ જેમ આપણે જીવાત્માના અવાજ ને અનુસરતા જઈશું તેમ તેમ આપણે વધુ ને વધુ સ્વાભાવિક બનીશું અને વધુ ને વધુ સત્કર્મો કરવા પ્રોત્સાહિત થઈશું. જેમ કે શિસ્તબદ્ધ રહેવું, શ્રમ કરવો, દયાળુ બનવું, સત્યનું આચરણ કરવું, દેશભક્ત બનવું, વેદનું જ્ઞાન પ્રાપ્ત કરી તે પ્રમાણેનું આચરણ કરવું, અને પરમ આનંદ તરફ ઝડપથી આગળ વધવું, વગેરે. આ બધાં જ ધર્મયુક્ત કર્મો છે. ધર્મયુક્ત કર્મો કરી મુક્તિને પ્રાપ્ત થવા માટે એક કરતા વધુ જન્મ પણ લેવા પડે છે. પરંતુ મુક્તિ તરફની આપણી આ યાત્રા ક્યારેય તૂટે નહીં તેનું ઈશ્વર સદા ધ્યાન રાખે છે.

આપણે પાછળથી આ વિષય પર વધુ ઊંડાણમાં ચર્ચા કરીશું. પરંતુ એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે વેદોનું જ્ઞાન એ સ્વયંસ્ફુરિત છે. આ જ્ઞાન ઈશ્વર સ્વરૂપે આપણાં અંતરાત્મામાં વ્યાપ્ત છે. આથી ખોટી માન્યતા અને અંધશ્રદ્ધા હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. વેદ માટે પણ આમ જ છે. વેદમાં પણ ખોટી માન્યતા અને અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી. પરંતુ અહીં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે સામ્યવાદીની આપણી સંસ્કૃતિ તરફની શંકાસ્પદ મનોવૃત્તિ, આપણી સંસ્કૃતિ સામે કરવામાં આવતી બિનજરૂરી આલોચના અને બધી જ વસ્તુઓને શકાસ્પદ નજરે જોવાની વૃતિ અધોગતિના કારણો બન્યા છે.

એ બધાં જ ધર્મ સંપ્રદાયો કે જે કોઈ પુસ્તક, પેગંબર, દેવદૂત વગેરેમાં આંધળો વિશ્વાસ રાખવાની માંગણી કરે છે અને નર્કનો ડર અથવા તો સ્વર્ગની લાલચ આપે છે, તે બધાં નિશ્ચિતપણે તમને અધર્મના ખોટા રસ્તે વાળે છે. તેમનાથી દૂર રહો!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED