The Last Year: Chapter-14 Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

The Last Year: Chapter-14

ધ લાસ્ટ યર

સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ

~ હિરેન કવાડ ~

અર્પણ

મારા એન્જીનીયરીંગના મીત્રોને, જેમની લાઇફ જોઇને આ સ્ટોરી લખવાની ઇન્સ્પીરેશન મળી છે. મારા વાંચકોને જેમણે હંમેશા મારી સ્ટોરીઝને એપ્રીશીએટ કરી છે અને પ્રેમ આપ્યો છે.

પ્રસ્તાવના

ઘણીવાર સ્ટોરીઝ વાંચ્યા પછી રીડર્સ પુછતા હોય છે કે આ સ્ટોરી તમારી લાઇફની છે? એટલે પહેલા જ કહી દવ. ના આ સ્ટોરી મારી લાઇફની નથી. આ સ્ટોરી કમ્પ્લીટલી ફીક્શન છે.

બીજું મારે એક રીક્વેસ્ટ કરવી છે. આ સ્ટોરીમાં ઘણી એવી વસ્તુઓ છે ઘણાને ગમે ઘણાને ન પણ ગમે, એ તો રહેવાનુ જ. સ્ટોરીનો પ્લોટ પણ એવો જ બોલ્ડ છે. વિનંતી એ કે આ સ્ટોરી વાંચ્યા પછી, સ્ટોરી પરથી બસ મને જજ ન કરવો. દરેક લેખકને સ્ટોરી લખતી વખતે એને જીવવાની પણ હોય છે, એનો મતલબ એવો નથી કે પાત્રોના વિચારો એ જ લેખકના વિચારો છે. સો માય હમ્બલ રીક્વેસ્ટ ઇઝ ટુ નોટ ટુ જજ મી આફ્ટર રીડીંગ ધીઝ સ્ટોરી. કારણ કે સ્ટોરી ઘણી બોલ્ડ અને ઇરોટીક પણ હશે.

મારી લગભગ બધી સ્ટોરીઝ એન્જીનીયરીંગની હોય છે. એનુ એક જ કારણ છે, મેં એન્જીનીયરીંગને ખુબ એક્સપ્લોર કર્યુ છે. આ એન્જીનીયરીંગ સ્ટુડન્ટ્સની રીઆલીટી, ઇમેજીનેશન અને ફેન્ટાસીની વચ્ચે હીલોળા લેતી સ્ટોરી છે. આશા રાખુ છુ તમને ગમશે.

ચેપ્ટર-૧૪

સીલી ડ્રીમ્સ

આગળ આપણે જોયુ,

હર્ષ અને બધા ફ્રેન્ડ્સ આઇસક્રીમ ખાવા માટે એમના ફ્લેટથી નહેરૂ નગર સર્કલ આવે છે. ત્યાંજ શ્રુતિની મુલાકાત ત્યાં થઇ જાય છે. શ્રુતિ અને હર્ષ વચ્ચે તીખી વાતો થાય છે. હર્ષ નીતુને એના ઘરે મુકવા જાય છે. હર્ષને શ્રુતિનુ ખુન થયાનુ સપનુ આવે છે. જાગે છે ત્યારે નીલ વિવાનના ખુનના સમાચાર આપે છે. કોલેજમાં સ્ટુડન્ટ્સની સ્ટ્રાઇક થાય છે. હર્ષ શ્રુતિને સોરી કહેવા કોલ કરે છે. બન્ને વચ્ચે અજીબ પ્રકારની જ વાત થાય છે. હર્ષ એનાથી કન્વીન્સ નથી થતો. બટ હર્ષને હવે ધીરે ધીરે શ્રુતિ પર ડાઉટ થવા લાગે છે. ફોન પર વાત થઇ એના પરથી હર્ષનુ મન અલગ અલગ દીશાઓમાં દોડવા લાગે છે… હર્ષ વિચાર કરે છે, શું શ્રુતિ જ ખુની હશે..? હવે આગળ….

***

‘કોલ મી વેન યુ વેક અપ…!’, દ્રષ્ટિના બે મીસકોલ હતા અને એક મેસેજ હતો. મેં આંખો ચોળતા ચોળતા જ મેસેજ વાંચ્યો. હું બેડ પરથી નીચે ઉતર્યો અને સીધો બ્રશ કરવા માટે ગયો. આજે છેલ્લુ એડવાન્સ કમ્પ્યુટર નેટવર્કનુ પેપર હતુ. આ મારા ફેવરીટ સબજેક્ટમાંનો એક હતો. અમે લોકોએ બાર વાગ્યા સુધી વાંચ્યુ હતુ. પછી મેં હેરી પોર્ટરના બે પાર્ટ જોયા હતા. રોહન આખી સીરીઝ લઇ આવ્યો હતો. તો આ સીરીઝ હમણા ચાલવાની હતી. ADCNના પાંચ ચેપ્ટર પરફેક્ટ થઇ ગયા હતા. આ સબજેક્ટ હું કેટલી વાર પણ વાંચુ મને ખુબ જ મજા આવતી, બાકી માર્ક પાછળ ભાગવા વાળો હર્ષતો ક્યારનોંય મરી ચુક્યો હતો. નીલ ગઇ કાલે અહિં જ આવી ગયો હતો. પ્રિયાના લીધે એને ઘરે જવાનુ મન જ નહોતુ થતુ.

નીતુ સાથે રોજ વાત થતી હતી. એની એક્ઝામ હજુ બે દિવસ ચાલવાની. મેં એને સખતાઇથી કહ્યુ હતુ કે ઓનલી રીડીંગ, મારી સાથે એક વીક વાત નહિં થાય તો ચાલશે. બટ એ પાગલ માને એમ નહોતી. મેં એને શ્રુતિ સાથે થયેલી વાહિયાત વાત પણ કહી દીધી હતી. હું નહોતો ચાહતો કે અમારા બન્ને વચ્ચે સંબંધોના ગુંચવાડા ઉભા થાય.

‘હા બોલ કેમ છે…?’, મેં દ્રષ્ટિને કોલ લગાવીને કહ્યુ.

‘હર્ષ..! પહેલુ સ્ટેપ સક્સેસફુલ રહ્યુ, આઇ એમ હેપ્પી..!’, દ્રષ્ટિ ખુબ જ એક્સાઇટમેન્ટમાં બોલી રહી હતી.

‘એને તે કહ્યુ તો ખરૂને કે એ દ્રશ્યને કંઇ ના કહે..!’, મેં પુછ્યુ.

‘યા..! શી ઇઝ વીથ અસ. શી કેન અન્ડરસ્ટેન્ડ મી..!’, દ્રષ્ટિ બોલી.

‘ધેટ્સ ગ્રેટ..!’

‘યા અને મમ્મી પપ્પા સાથે પણ સારૂ ચાલી રહ્યુ છે. બધુ નોર્મલ ચાલી રહ્યુ છે. હું બને એટલી એમને ખુશ રાખવા કરૂ છુ. મારી જોબ પણ ફરી જોઇન કરી લેવાની છુ…! પપ્પાએ હા પાડી દીધી.’, દ્રષ્ટિ સતત બોલતી રહી.

‘વન્ડરફુલ..! બસ હવે તને ખબર છે. શું કરવાનુ છે…!’,

‘યા..! થેંક્સ હર્ષ..!’, દ્રષ્ટિએ નરમાઇથી કહ્યુ.

‘યો ઓલવેઝ વેલકમ…! બાકી બધા મજામાં ને..!’

‘યા એબ્સોલ્યુટલી. તુ બોલ એક્ઝામ પુરી…?’

‘બસ આજે લાસ્ટ પેપર છે…..!’,

‘ઓલ દ બેસ્ટ…!’

‘થેંક્સ…! એ માટે પણ થેંક્સ કે તારા લીધે મને એક પર્પઝ મળ્યો…!’, મેં પણ પ્રેમથી કહ્યુ.

‘એટલે..?’

‘એ પછી ક્યારેક નિરાંતે વાત…!’

‘ઓકે..! નો પ્રોબ્લેમ.’

‘ચાલ હજુ તૈયાર થવાનુ છે…!’

‘ઓકે, બાય બેસ્ટ ઓફ લક..!’

‘થેંક્સ બાય…!’ મેં કોલ કટ કર્યો…!

મેં ઘડીયાળમાં જોયુ, સાડા સાત વાગ્યા હતા. બ્રશ કરીને મોં ધોયુ હોવા છતા ઉંઘ આવી રહી હતી. એક્ઝામ તો સાડા દસ વાગે હતી. એટલે હું ફરી બેડ પર લંબાણો…! ક્યારે ઉંઘ આવી ગઇ એ ખબર જ ના પડી.

***

‘હર્ષ, એ અંધકાર છે, તુ એમાં ખોવાઇ જઇશ…!!’, એક સફેદ કપડા પહેરેલ વૃદ્ધ જેના વાળ અને દાઢી ખુબ જ લાંબા હતા એણે આખા શરીર પર પહેરાઇ જાય એવુ કુર્તુ પહેરેલ હતુ એના હાથમાં એક વિચિત્ર પ્રકારનો દંડ હતો, જેના પર સ્ટારનો આકાર ચોડેલ હતો.

‘કોણ છો તમે..?’, હું એમને જોઇને આશ્ચર્યથી પુછતો રહ્યો.

‘હું, તારી આવતી કાલ છુ..! તુ ઇચ્છાઓથી ભાગમાં..! એને સ્વિકારતા શીખ..!’, એ વૃધ્ધે માથા પરથી જાય એવા શબ્દો ફરી ફેંક્યા.

‘મને કંઇ સમજાતુ નથી’, મેં કહ્યુ.

‘કેટલીક ક્ષણો ન સમજાય એવી જ હોય છે. એને જીવી લેવી જોઇએ. હકીકતોથી ભાગવુ કાયરતા છે. સિદ્ધાંતો તમને સારા બનાવવામાં ચોક્ક્સ મદદ કરશે. પરંતુ એ સિધ્ધાંતોથી તમે ઉંચાઇ પ્રાપ્ત નહિ કરી શકો. સિધ્ધાંતો તમારા પગે બાંધેલી સાકળ છે, એને તોડવા માટે બે-પરવાહ થવુ પડે.’ એ વૃધ્ધ મારી પાસે આવીને મારી ચારે તરફ ફરતો ફરતો બોલી રહ્યો હતો. હું ઉભો ઉભો બધુ સાંભળી રહ્યો હતો.

‘શું એક સમયે એક કરતા વધારે ફુલને સુંઘવાથી કે એ ફુલનો રસ પીવાથી ભમરો બીમાર પડી જશે..?, ના..! ક્ષણોને સમજવા કરતા એને જીવી લેવાની તાકાત ભેગી કર. ડર એ આગ છે. એ આગ આસપાસના લોકો દ્વારા ઉભી કરવામાં આવેલ છે. પ્રશ્ન એ છે કે તારે એ આગમાં બળવુ છે..? કે પછી એ આગની ઉપેક્ષા કરીને આગળ વધવુ છે. કારણ કે આગળ એક ઠંડો દરિયો છે. જે તને હરપળ ટાઢક આપશે…. એટલે તુ આગળ વધ, વિચારમા. જે પરિસ્થિતિઓ આવે છે એની સામે ઉભો રહે. કોઇ પરિસ્થિતિ અનુકુળ નથી હોતી. એટલે તારે એ પરિસ્થિતિમાં ડુબવુ પડશે, ડુબતા જ તુ એક નવી દુનિયામાં પહોચી જઇશ. જ્યાં કોઇ સિધ્ધાંતોના બંધન નહિ હોય…!’ એ વૃધ્ધ અચાનક ગાયબ થઇ ગયો. મારી સામે એકદમ સફેદ અંજવાળુ છવાઇ ગયુ. મારી આંખો ખુલી ગઇ. રોહન મારી આંખોમાં હસતા હસતા એના મોબાઇલની ટોર્ચલાઇટ કરી રહ્યો હતો.

હું ઉભો થઇ ગયો. આ સપનુ મને બરાબર યાદ હતુ. હું બેડમાં બેઠો બેઠો માથુ ખંજવાળતો રહ્યો. હેરી પોર્ટર ઇફ્ફેક્ટ.

‘સાડા નવ થયા…!’, રોહન ટોર્ચ બંધ કરતા બોલ્યો.

‘સાલા અઘરા સપના આવે છે હમણા…!’, હું બબડ્યો.

‘આજકાલથી નહિં, પહેલેથી જ વિચિત્ર સપનાઓ આવે છે તને.’ હું ફટાફટ તૈયાર થયો. હજુ મારા મગજમાં પેલો બુઢ્ઢો ઘુમી રહ્યો હતો. શું કહેવા માંગતો હતો. આખરે એ બુઢ્ઢો મારા અનકોન્શ્યસ માઇન્ડની જ પેદાશ હતો. પરંતુ કંઇ મગજમાં નહોતુ બેસી રહ્યુ…! અમે લોકો એક એક પેન ખીસ્સામાં નાખીને કોલેજે ચાલતા પડ્યા…!

***

મને પેપર લખવાની ખુબ જ મજા આવી હતી. હું ઝડપથી ક્લાસરૂમની બહાર નીકળી રહ્યો હતો ત્યાંજ બાજુના ક્લાસમાંથી નીકળેલ સ્મિતામેમ સાથે ટકરાણો. એમના હાથમાંથી આન્સર શીટ પડતા પડતા બચી ગઇ. મેડમે નવરંગી કલરની સાડી પહેરી હતી. હંમેશાની જેમ મેડમ અફલાતુન લાગી રહ્યા હતા. બટ આજે એવુ કોઇ ખાસ અટ્રેક્શન નહોતુ, આઇ વોઝ કમીટેડ ટુ નીતુ…! માય લવલી નીતુ.

‘કોલ મી ઇન ઇવનીંગ…!’, મેડમે ફ્લેટ ચહેરે કહ્યુ. એ ઉતાવળમાં હતા એટલે મેં પણ વધારે વાતો ના કરી.

‘ઓકે..! કંઇ થયુ છે…?’, મેં સ્માઇલ આપતા કહ્યુ.

‘જસ્ટ કોલ મી.’, મેમ એજ પેસમાં ચાલતા થઇ ગયા.

ત્યાંજ મારા ખભા પર પાછળથી હાથ પડ્યો…!

‘કેવુ રહ્યુ…?’, નીલે પુછ્યુ.

‘મસ્ત. તુ બોલ.’

‘જબરદસ્ત…! ફાયનલી એક્ઝામ ઇઝ ઓવર…!’

‘હવે..?’,

‘હવે નવરાત્રી..!’

‘એપ કોણ બનાવશે…?’

‘તુ તો લ્યા પુરેપુરો ડુબી ગ્યો છે..?’,

‘આ વસ્તુ કરીને બતાવવાની છે….!’, મેં નીલને હાઇફાઇ કરતા કહ્યુ. અમે લોકો રૂમ પહોંચ્યા. હવે મીશન લવનો આખો પ્લાન તૈયાર કરવાનો હતો. આ બાબતે હું ખુબ મોટુ વિચારી રહ્યો હતો. હું આ વાતને વાઇરલ બનાવવા માંગતો હતો. ફેસબુક, બ્લોગ, વેબસાઇટ, એપ્લીકેશન્સ, વોટ્સએપ જે પણ રીતે આ વાતને લોકો સુધી પહોંચાડી શકાય એટલી પહોંચાડવા માંગતો હતો. એ માટે હું લેટેસ્ટ ટેકનોલોજીના વિડીયોઝ જોવા લાગ્યો હતો. આવીને તરત જ મેં ફેસબુક એપ ડેવેલપમેન્ટના વિડીયો શરૂ કરી દીધા હતા. હું નહોતો ચાહતો કે મારી જનરેશન હીપોક્રેટ બને. એ એના બાળકોને સમજે અને ફ્રીડમ તો એટલીસ્ટ આપે જ. મેં ઓલરેડી રફ કામ શરૂ કરી દીધુ હતુ. નીલને પણ મેં સમજાવી દીધુ હતુ કે શું કરવાનુ છે. નીલ સોશીયલ મીડીયા હેન્ડલ કરવાનો હતો. ફેસબુક પોસ્ટથી માંડીને ટ્વીટ સુધીનુ બધુ જ નક્કિ હતુ. એ બધુ જ નીલ હેન્ડલ કરવાનો હતો. નીતુની એક્ઝામ પછી એ પણ અમને સાથ આપવાની જ હતી. આ બધુ જ માત્ર એક વાક્ય પર આધારિત હતુ.

‘લેટ્સ ગીવ ફ્રીડમ ફોર લવ…..!’

શામાટે આપણે એટલા જીદ્દી બનીએ છીએ ? શું એક વ્યક્તિ પોતાનો લાઇફ પાર્ટનર પસંદ ના કરી શકે…? પોતાની કાસ્ટ, પોતાના સમાજમાં જ લગ્ન કરવા જરૂરી છે. જો બીજી કાસ્ટમાં મેરેજ થાય તો માન ઘટી જાય….? શામાટે ? આ બધો જ અભિમાનનો ખેલ હતો. ઇગોનો ખેલ હતો. મારે લોકોના ઇગોને પીગાળીને પ્રેમમાં રૂપાંતર કરવાનો હતો. માટલાને ખાલી કર્યા વિના એમાં પાણી ના ભરી શકાય…!

સાંજે પાવરનેપ માટે લાંબો થયો…! ત્યાંજ ફરી એ જ સપનુ આવ્યુ. હું સ્મિતામેમના ઘરે જઇ રહ્યો હોવ, જલારામના ખમણ, રોડ પર થયેલુ ખુન, કપડા ચેન્જ કરી રહેલા સ્મિતામેમ અને ગભરાઇને જોઇ રહેલો હું. તરત જ શ્રુતિ મને પીટવા લાગે છે. હું સપનામાંથી સફાળો ઉભો થઇ ગયો. ખબર નહિં આ સપનુ વારંવાર શામાટે આવી રહ્યુ હતુ. હવે તો મને મેમ તરફ કોઇ અટ્રેક્શન પણ નહોતુ. નો ડાઉટ શ્રુતિ સાથે અજાણતા મારાથી જે થયુ એના લીધે મને થોડુ નહોતુ ગમ્યુ…! ઉભો થયો એટલે તરત જ મને યાદ આવ્યુ કે મેમને કોલ કરવાનો હતો. મેં થોડી વાર પછી કોલ કરવાનુ વિચાર્યુ…!

હું ફરી મારા કામમાં પરોવાણો. ત્યાંજ નીતુ આવી. એના ચહેરા પર મસ્ત સ્માઇલ હતી. એની નાની એવી સ્માઇલ મારા ચહેરા પરથી બધો જ સ્ટ્રેસ દુર કરી દેતી.

‘હાઇ…!’, એ અંદર આવતા જ બોલી.

‘હેલો…!’, એ મારા ખોળામાં માથુ રાખીને સુઇ ગઇ. નીતુમાં ખબર નહિં આટલી હિમ્મત આવી જતી કે નીલ બેઠો હોય તો પણ એ સીધી હું બેઠો હોવ ત્યાંજ પહોંચી જાય.

‘કેમ અચાનક..?’

‘મમ્મી સાથે થોડી ખરીદી કરવા આવી છુ. થોડી વારમાં જવુ પડશે..!’, એ નાટકીય રીતે મોં બગાડતા બોલી.

‘આઇ કેન અન્ડરસ્ટેન્ડ…!’, હું હસતા હસતા બોલ્યો.

‘પછી આવ્યો તો કોલ દ્રષ્ટિનો?’, એણે પુછ્યુ.

‘ના, બટ તારી એક્ઝામ પુરી થાય એટલે જવાનુ જ છે લગભગ….!’,

‘ઓકે ડાર્લીગ…!’,

‘અમે આવીએ…!’, કહીને નીલ અને રોહન બહાર નીકળ્યા. હું અને નીતુ બન્ને એકબીજાની સામે જોઇને હસ્યા. બન્નેની આંખો વાતો કરી રહી હતી. ત્રણ દિવસ થઇ ગયા હતા. અમે બરાબર મળ્યા પણ નહોતા. ત્રણ દિવસ પહેલા કરેલુ રીચાર્જ પુરૂ થઇ ગયુ હતુ. હોઠોને નાના ટોપઅપની જરૂર હતી. બન્નેની આંખોએ નક્કિ કરી લીધુ. તરત જ બન્નેના હોઠ એકબીજાના હોઠ પર રમવા લાગ્યા. વી કીસ્ડ ફોર મોર ધેન ફાઇવ મીનીટ્સ. ખબર નહિં આ કેવી તરસ હતી. જેટલુ પીવો એટલી વધે…! આઇ વોઝ ક્રેઝીલી ઇન લવ વીથ નીતુ, સો નીતુ. હું એના વાળને સંવારતો સંવારતો એના નાક પર, કપાળ પર ચુમતો રહ્યો. મને અને નીતુ બન્નેને આ ખુબ જ પસંદ હતુ. જ્યારે પણ એ મારા કાન પર બચકુ ભરતી ત્યારે ખુબ જ સારૂ લાગતુ. પછી હું પણ એના કાન અને ગરદન પાસે બચકા ભરતો. ક્યારેક તો લવ બાઇટ પણ બની જતા…..!

‘હર્ષ હું ચાહુ છુ કે આ મોમેન્ટ્સ ક્યારેય ના પતે..!’, નીતુ થોડી ઇમોશનલ થઇને બોલી.

‘મી ટુ…!’, મેં એના કપાળ પર કીસ કરીને કહ્યુ. અમે લોકોએ એક ટાઇટ હગ કરી. ફરી અમે બન્નેએ એક કોમળ કીસ કરી.

‘મમ્મીને હું ૧૫ મિનિટનુ જ કહીને આવી છુ.’, એણે સ્માઇલ સાથે કહ્યુ.

‘તો જા, આન્ટીને કામ પણ હશે. બે જ પેપર બાકી છે. રીડીંગમાં ધ્યાન રાખજે.’, મેં એના ચહેરા પર હાથ ફેરવતા કહ્યુ.

‘યા માય બેબી…!’, એણે મને ગાલ પર પપ્પી કરી. મેં પણ રમત કરતા કરતા એને પપ્પી કરી લીધી. એ ઉભી થઇ.

‘હું જાવ…?’

‘બાય….!’, હું એને દરવાજા સુધી મુકવા માટે ગયો. એણે નીચેથી એક ફ્લાઇંગ કીસ આપી. હું પણ કંઇ ઓછો તો નથી. મેં પણ ફ્લાઇંગ કીસ આપી. જે એણે કેચ કરી લીધી….!

***

હું કોઇ અજાણી જગ્યાએ હતો. નીચે જમીન નહોતી. હું વાદળો પર ઉભો હતો. મેં ચારે તરફ જોયુ. ચારો તરફ ખુબ જ વધારે પ્રકાશ હતો. અચાનક મારી બન્ને તરફ શ્રુતિ અને નીતુ આવી ગયા. શ્રુતિ અને નીતુ મને હાથના ઇશારાથી પોતાની તરફ બોલાવી રહ્યા હતા. હું મુંજાયો. કોની પાસે જવુ..? શ્રુતિના ચહેરા પર નફરત અને ગુસ્સો હતો. બીજી તરફ નીતુ વાઇડ સ્માઇલ સાથે ઉભી હતી. હું ઉભો ઉભો વિચારતો રહ્યો. બન્ને ધીરે ધીરે ગાયબ થવા લાગ્યા. હું અકળાયો. કોની પાસે દોટ લગાવવી. મેં મારા બન્ને હાથ બન્ને તરફ લંબાવ્યા. નીતુ અને શ્રુતિ ગાયબ થઇ ગયા, અચાનક પેલો વૃધ્ધ મારી સામે પ્રગટ થઇ ગયો. એ મારાથી વીસેક ઇંચ દુર હશે. અચાનક પ્રગટ થવાથી હું ડરી ગયો. મારા કપાળે પરસેવો વળી ગયો હતો.

‘મુંજવણનુ કારણ ડર હોય છે.’, એ વૃધ્ધ મારા ફરતે પ્રદક્ષિણા શરૂ કરતા બોલ્યો.

‘ડર- ઇચ્છાઓને સંતોષવાનો, ડર-વ્યક્તિને ગુમાવવાનો, ડર ત્યાગનો.’

‘આ દુનિયામાં એક જ હર્ષ છે.’, મેં એજ જગ્યાએ ઉભા રહીને કોઇ પણ હીલચાલ વિના કહ્યુ.

‘એક હર્ષ કાફી છે, ઇશ્વર એક જ છે, એ આખી દુનિયાને સંભાળે છે.’ એ વૃધ્ધ મારી આંખો સામે આવીને ઉભો રહી ગયો.

‘મને આ બધી વાતો નથી સમજાતી’

“તુ સત્યનો સ્વિકાર કર. તુ શ્રુતિ અને તારા સ્મિતામેમ પ્રત્યેની વાસનાનો સ્વિકાર કર. સ્વિકાર એક જ રસ્તો છે.’ એ વૃધ્ધે મારી આંખોમાં આંખો પરોવી.

‘બધાનો સ્વિકાર મારા ચરિત્રને હણી નાખશે.’, મેં પણ હિમ્મતથી કહ્યુ.

‘ચરિત્રનુ નિર્માણ આપણા નિર્ણયોથી થાય છે. તો તારે એક નિર્ણય લેવો પડશે.’, વૃધ્ધે મારા બન્ને ખભા પર એના હાથ મુક્યા.

‘આઇ એમ નોટ રેડી’, મેં કહ્યુ.

‘વિચારોની શ્રુંખલાનો કોઇ જ અંત નથી. એક વિચારને ગ્રહિત કરીને એની પાછળ પાગલ થઇ જવુ એટલે પ્રેમ’, એ બોલવા લાગ્યો.

‘તને ખબર છે, તારે ક્યાં જવાનુ છે. રસ્તો પકડી લે.’ વૃધ્ધ મારી વિરૂધ્ધ દિશામાં ચાલવા લાગ્યો. એનો ચહેરો મારા તરફ હતો.

‘પણ તમે કોણ છો..?’

‘તારો રસ્તો..!’ એ મારાથી દુર દુર જતો રહ્યો.

‘મારે શું કરવુ જોઇએ..?’

‘મુંજવણમાં સમયને જીવી લેવો જોઇએ, જીંદગી પોતાનો રસ્તો કોઇ પણ જગ્યાએ બનાવી લેશે. ક્ષણને જીવીલે. પરિણામ કોઇ જગ્યાએ તો પહોંચાડશે જ.’ એ વૃધ્ધ ગાયબ થઇ ગયો. હું મારા બેડમાં બેઠો થઇ ગયો. મારા માથા પર પરસેવો વળી ગયો હતો. મેં રોહનને ઉંઘતો જોયો. મેં ઘડીયાળ સામે જોયુ. સાડા સાત વાગ્યા હતા. હું ચાર કલાકની ઉંઘ લઇ ચુક્યો હતો. ખબર નહિ આ વૃધ્ધનુ સપનુ વારંવાર કેમ આવી રહ્યુ હતુ. આજે બપોરે પણ મેં હેરી પોર્ટર જોયુ હતુ. કદાચ ડમ્બલડોર ઇફ્ફેક્ટ હતી. પણ આજે આ સપનાએ મને વિચારતો કરી મુક્યો હતો. ક્યાં સુધી હું શ્રુતિને મારા વિચારોમાં રાખીશ. મારે એને સાથે શાંતીથી બેસીને સમજાવવી જ રહી. બટ એ સમયે પણ મને સમજાતુ નહોતુ કે શું કરવુ ?

મેં ઉઠીને જોયુ તો સ્મિતામેમના ૪ મીસકોલ અને નીતુનો એક મીસકોલ હતો. આજે નવરાત્રીનો પાંચમો દિવસ હતો. મીશન લવની એપ ડેવેલપમેન્ટમાં હું એટલો ડુબી ગયો હતો કે મને નવરાત્રીના ચાર દિવસ ક્યારે ચાલ્યા ગયા હતા એ ખબર જ નહોતી પડી. બટ નીતુએ આજે ખુબ જ ઇનસીસ્ટ કર્યુ હતુ, એમ પણ કોલેજમાં ‘લા’ ગરબા થતા, એ પણ બે દિવસ જ. એક દિવસ તો ઓલરેડી ચાલ્યો ગયો હતો. સો નીતુએ મને ખુબ જ ફોર્સ કર્યુ હતુ. હું બેડમાંથી ઉભો થયો….!

‘રોહન, સાડા સાત વાગ્યા છે ઉભો થા..!’, મે રોહનને જગાડવા માટે એના પગ હલાવ્યા.

ઉંઘવા દેને યાર..!’, રોહન ઉંઘમાં બોલ્યો.

‘બહાર જો અંધારૂ થઇ ગયુ છે…!’, મેં એને હલાવતા કહ્યુ. એણે કોઇ રીસ્પોન્સ ના આપ્યો.

મેં મોં ધોઇને નીતુને કોલ લગાવ્યો.

‘જનાબ સો રહે થે…?’, કોલ રીસીવ કરીને એ તરત જ બોલી.

‘તને કોણે કહ્યુ…?’

‘પ્રિયાને કોલ કર્યો’તો’

‘ઓહ્હ્હ..! શું કરે છે નીલ?’

‘એ પણ ઉંઘે જ છે. આખી આખી રાત જાગો અને પછી આખો દિવસ ઉંઘો એમાં ફાયદો શો?’

‘કંઇ નહિ. રાતે કામ કરવાની મજા આવે…!’, મારા મોબાઇલમાં બેટરી લોની વોર્નીંગ આવવા લાગી.

‘આજે રાતે તૈયાર રહેજે હો..! બન્નેએ સાથે રમવાનુ છે યાદ છે ને પ્રોમીસ..?’, એ મને ઘમકાવતી હોય એમ બોલી.

‘હા હા મેડમ…! સાડા નવ વાગે બરાબરને..?’, મેં હસતા હસતા કહ્યુ.

‘યા બરાબર..! અને હા કુર્તુ પહેરીને આવજે હો…!’

‘ચાલ મારા મોબાઇલની બેટરી લો છે, મળીયે…!’,

‘ઓકે બાય માય બેબી….! આઇ વીલ વેઇટ ફોર યુ..!’, એણે મને ફોન પર જ કીસ આપી. મેં પણ એને ફોન પર કીસ આપી.

મેં સ્મિતામેમને કોલ કર્યો. એમણે પણ તરત જ રીસીવ કર્યો.

‘તુ તો ભુલી જ ગયો હર્ષ…!’, મેડમે અલગ જ ટોનમાં કહ્યુ.

‘સોરી મેમ. હું થોડો કામમાં હતો.’, મેં ખુબ ધીમેથી કહ્યુ.

‘સાંભળ હવે, આજે મારે પેલી પરફ્યુમ મુવીની ડી.વી.ડી અને બુક્સ જોઇએ છે. બીજા કોઇને આપવાની છે. તો પ્લીઝ તુ અત્યારે આપી જા ને…!’, સ્મિતામેમે મને થોડા દિવસ અગાઉ જ કહ્યુ હતુ બટ હું ભુલી ગયો હતો. મેડમે આટલી આટલી હેલ્પ કર્યા પછી હું મેડમને હેલ્પ ના કરી શકુ તો કંઇ નહિ, જે વસ્તુઓ એમની પાસેથી લીધી હોય એ ટાઇમ પર તો પહોંચાડી જ શકુ ને…! જો મેમ ના હોત તો અત્યારે હું ક્યારનોંય ડીટેઇન થઇ ગયો હોત…..! મેમના અવાજ પરથી લાગી રહ્યુ હતુ કે એ થોડા ગુસ્સામાં હતા. મને તરત જ એમને લાસ્ટ ટાઇમ એક્ઝામ હોલની બહાર મળ્યો હતો એ યાદ આવ્યુ. ત્યારે પણ એમના ચહેરા પર કોઇ સ્માઇલ નહોતી. બટ હું શામાટે આટલુ બધુ વિચારી રહ્યો હતો.

‘ઓકે મેમ, થોડી વાર પછી આવુ….!’, મેં કહ્યુ.

‘ઓકે સી યુ…! બાય’, મેમે કહ્યુ.

‘બાય..!’, મેં કોલ કટ કર્યો.

સૌથી પહેલા તો મારે મેમે આપેલી પરફ્યુમ મુવીની સી.ડી શોધવાની હતી. મને તરત જ પરફ્યુમ મુવી યાદ આવી ગયુ. એમાં જે રીતે પરફ્યુમ બનાવતી વ્યક્તિ મર્ડર કરતી હોય. એની સુંઘવાની ગજબ શક્તિ. મેમે આપેલી નોવેલ્સ ભેગી કરી. જલદીથી જીન્સ અને ટી-શર્ટ પહેર્યુ. મોબાઇલમાં ટાઇમ જોયો. ૮-૪૦ થઇ ગઇ હતી. બેટરી ૫% જ હતી. મારે જલદીથી બુક્સ આપીને પાછુ આવવાનુ હતુ. મેં ટેબલ પર પડેલી રોહનની બાઇકની ચાવી ઉઠાવી.

‘ઓય્ય ઉભો થા…! ‘લા’ માં ગરબા રમવા જવાનુ છે.’, મેં રોહનને લાત મારીને કહ્યુ.

‘હા, હમણા ઉઠુ જ છુ.’, એ ઉંઘમાં બોલ્યો.

‘હું આવુ હમણા..!’, એ કંઇ ના બોલ્યો. મેં બુક્સ ભરેલ બેગ ખભે ચડાવ્યુ.

‘ક્યાં જાય છે? આવવાનુ નથી તારે…?’, ચોલી પહેરેલી પ્રિયા રૂમમાંથી બહાર આવી અને પુછ્યુ.

‘હા આવવાનુ છે, થોડી વારમાં આવુ…!’

‘ઓકે…!’, એણે કહ્યુ અને હું ઝડપથી બહાર નીકળી ગયો. મેં મેમના ઘર તરફ બાઇક ભગાવી…!

એક ક્ષણ માટે મને મારા બધા જ સપના યાદ આવ્યા. મેમના ઘરે જઇ રહેલ હોવ એ સપનુ. પેલા બુઢ્ઢા વાળુ સપનુ…? એક ક્ષણ એ પણ વિચાર આવ્યો કે આ સપનુ સાચુ પડશે…? સાચુ પડશે તો..? મેં ફ્લેટના પાર્કિંગમાં બાઇક પાર્ક કરી અને લીફ્ટ દ્વારા ઉપર પહોંચ્યો…! મેં મારી આંગળી ડોરબેલની સ્વીચ પર જવા દીધી. મેં બેવાર સ્વીચ દબાવી. હું દરવાજો ખુલે એની વાટે ઉભો રહ્યો. દરવાજો ધીમેંથી ખુલ્યો. જેવો દવાજો ખુલ્યો એવી માદક સુગંધ અંદરથી બહાર પ્રસરી આવી. મેડમે સ્કાય બ્લુ નાઇટી પહેરી હતી. એમના વાળ ખુલ્લા હતા. એમના હાથ બોડી લોશનને કારણે ચમકતા હતા. એમના ચહેરા પર એક અજીબ સ્માઇલ હતી, જે મેં આજ સુધી ક્યારેય નહોતી જોઇ. મારી ધડકનો ક્યારનીંય તેજ થઇ ચુકી હતી. આજે એવુ કંઇક બનવાનુ હતુ જે ક્યારેય નહોતુ બન્યુ….! હું પથ્થરની શીલાની જેમ બહાર જ ઉભો રહી ગયો હતો….! કોઇ રીએક્શન કે કોઇ એક્સપ્રેશન નહિ. હું કહી શકુ એક ક્ષણ માટે હું માદક સુગંધના લીધે કામુક થઇ ગયો હતો……

‘અંદર નહિ આવે…..?’, મેડમે મીઠ્ઠા શબ્દો કાઢ્યા. હું મારા વિચારોમાંથી બહાર આવ્યો. મને મારો ડર હતો ક્યાંક મારાથી એવુ કંઇ ના થઇ જાય જે મારે ન કરવુ જોઇએ. ત્યાંજ પેલા સપના વાળા બુઢ્ઢાના શબ્દોના ભણકારા વાગ્યા, ‘ડર- ઇચ્છાઓને સંતોષવાનો’. મને ડર લાગી રહ્યો હતો મેમની બોડીમાંથી આવી રહેલ માદક સુગંધનો, એમના ખભા પર આવી રહેલા ખુલ્લા વાળનો, એમની વિચિત્ર આંખોનો. આ સપનુ નહોતુ. આ હકીકતમાં બની રહ્યુ હતુ. મેં મારો ધ્રુજતો પગ મેમના ફ્લેટમાં મુક્યો.

***

શું હર્ષના સપના સાચા પડશે..? શું જે હર્ષ વિચારી રહ્યો હતો એ જ સ્મિતામેમના મનમાં હશે…? શું હર્ષ નીતુનો ટ્રસ્ટ તોડશે…? શું હર્ષ પોતાના પરનો કંટ્રોલ ગુમાવી બેસશે..? જાણવા માટે વાંચતા રહો. મને ફેસબુક અથવા કમેન્ટમાં જણાવવાનુ ભુલતા નહિ facebook.com/iHirenKavad ….. વધુ આવતા શુક્રવારે…! ધ લાસ્ટ યરની પેપર બેક કોપી પ્રીબુક કરવા માટે 8000501652 વોટ્સએપ નંબર પર પીંગ કરો.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad