The Last Year: Chapter-7 Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

The Last Year: Chapter-7

ધ લાસ્ટ યર

સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ

~ હિરેન કવાડ ~

અર્પણ

મારા એન્જીનીયરીંગના મીત્રોને, જેમની લાઇફ જોઇને આ સ્ટોરી લખવાની ઇન્સ્પીરેશન મળી છે. મારા વાંચકોને જેમણે હંમેશા મારી સ્ટોરીઝને એપ્રીશીએટ કરી છે અને પ્રેમ આપ્યો છે.

પ્રસ્તાવના

ઘણીવાર સ્ટોરીઝ વાંચ્યા પછી રીડર્સ પુછતા હોય છે કે આ સ્ટોરી તમારી લાઇફની છે? એટલે પહેલા જ કહી દવ. ના આ સ્ટોરી મારી લાઇફની નથી. આ સ્ટોરી કમ્પ્લીટલી ફીક્શન છે.

બીજું મારે એક રીક્વેસ્ટ કરવી છે. આ સ્ટોરીમાં ઘણી એવી વસ્તુઓ છે ઘણાને ગમે ઘણાને ન પણ ગમે, એ તો રહેવાનુ જ. સ્ટોરીનો પ્લોટ પણ એવો જ બોલ્ડ છે. વિનંતી એ કે આ સ્ટોરી વાંચ્યા પછી, સ્ટોરી પરથી બસ મને જજ ન કરવો. દરેક લેખકને સ્ટોરી લખતી વખતે એને જીવવાની પણ હોય છે, એનો મતલબ એવો નથી કે પાત્રોના વિચારો એ જ લેખકના વિચારો છે. સો માય હમ્બલ રીક્વેસ્ટ ઇઝ ટુ નોટ ટુ જજ મી આફ્ટર રીડીંગ ધીઝ સ્ટોરી. કારણ કે સ્ટોરી ઘણી બોલ્ડ અને ઇરોટીક પણ હશે.

મારી લગભગ બધી સ્ટોરીઝ એન્જીનીયરીંગની હોય છે. એનુ એક જ કારણ છે, મેં એન્જીનીયરીંગને ખુબ એક્સપ્લોર કર્યુ છે. આ એન્જીનીયરીંગ સ્ટુડન્ટ્સની રીઆલીટી, ઇમેજીનેશન અને ફેન્ટાસીની વચ્ચે હીલોળા લેતી સ્ટોરી છે. આશા રાખુ છુ તમને ગમશે.

ચેપ્ટર-૭

ફેસબુક ચેટ

આગળ આપણે જોયુ,

સ્મિતા મેમ અને હર્ષની મીટીંગ થાય છે. મેડમે નોવેલ માટે હર્ષને ઘરે આવવા કહે છે. કોલેજના ગેટની બહાર નીકળતી વખતે હર્ષનો ભેટો એચ.ઓ.ડી સર સાથે થાય છે. ‘મને ખબર છે… એ તુ જ છે....’, શબ્દો સાંભળીને હર્ષ ચિંતામાં પડી જાય છે. ત્યારે જ સ્મિતા મેમ પણ બાજુમાંથી નીકળે છે, હર્ષ અને મેમ વચ્ચે સ્માઇલની આપ લે થાય છે. રાતે નીતુનો કોલ આવે છે. રોહન હર્ષ પર નીતુ વિશે શંકા કરે છે…. હવે આગળ.

***

મને યાદ છે, જ્યારે મને પહેલી વાર એક છોકરી તરફ આકર્ષણ થયુ હતુ, મને એકદમ યાદ છે એ છોકરીને જોઇ એના બીજા દિવસે મને બરાબર ઉંઘ નહોતી આવી. હું સતત એના વિચારોમાં ખોવાયેલ રહેતો હતો. આ કોઇ ફીલ્મી વાતો નથી. આવુ બધા સાથે થતુ જ હોય છે. કદાચ હું વાસનાયુક્ત થઇ ગયો છુ..? હું એક છોકરી અને એની મમ્મી બન્નેના વિચાર કેવી રીતે કરી શકુ..? હું એમ નથી કહેતો કે પ્રેમ એટલે ઉંઘ હરામ પણ એટલુ તો ખરુ કે પ્રેમ એટલે એકરુપતા, પ્રેમ એટલે એક વિચાર જે વારંવાર ઘુટાયા કરે. પ્રેમ એટલે ખુબ જ સ્થિર ધ્યાન. જે સ્થિર હોય એને જ ધ્યાન કહેવાય. કદાચ આ કારણે જ હું સતત શ્રુતિને યાદ કરી રહ્યો હતો.

મેં અલાર્મ નહોતુ લગાવ્યુ. મેં મારી આંખો ખોલીને આસપાસ હાથ ફેરવ્યો, મને મારો મોબાઇલ ના મળ્યો. હું બેડમા પંગ લાંબા રાખીને બેઠો થયો. મારી એક આદત પડી ગઇ હતી. સવારે મારી ત્રીકાળ સંધ્યા મોબાઇલમાં વોટ્સએપ મેસેજીસ ચેક કરીને અને ફેસબુકની નોટીફીકેશન જોઇને જ પુરી થતી. હું થોડો અકળાયો કારણ કે મારે બેડમાંથી ઉભુ થવુ પડે એમ હતુ. મેં રોહનના બેડ તરફ નજર કરી. એની આદત પ્રમાણે એના બેડની ચાદર એના ઉઠ્યા પછી વ્યવસ્થિત રીતે પથરાઇ ગઇ હતી. પણ એ ક્યાં ગ્યો હતો..? કેટલા વાગ્યા છે એ મને નહોતી ખબર. કારણ કે રૂમમાં મોબાઇલ એક માત્ર ટાઇમ બતાવવાનુ યંત્ર હતુ. મેં બારી બહાર નજર કરી સુર્ય ખાસ્સો ઉપર આવી ચુક્યો હતો. વાતાવરણ થોડુ ગરમી વાળુ હતુ. પણ વરસાદ આવવાની શક્યતા હતી. એટલે થોડો બફારો હતો, અમદાવાદની ગરમીની કંઇ વાત ના કરવાની હોય. કાશ્મિરમાં શિયાળામાં હિમવર્ષા થાય છે, અમદાવાદમાં ઉનાળામાં ગરમ કોલસાનો વરસાદ આવે છે.

‘રોહના મારા મોબાઇલમાં મીસકોલ માર ને’, એક પ્લાસ્ટીક બેગ હાથમાં લઇને આવેલા રોહનને મેં કહ્યુ.

‘તારો મોબાઇલ મારી પાસે છે, મારે મારુ ફેસબુક ઓપન કરવુ હતુ એટલે લીધો હતો.’

‘મેં શ્રુતિ ને રીકવેસ્ટ મોકલેલી છે.’

‘રીક્વેસ્ટ એક્સેપ્ટેડ…ડુડ. મેં નોટીફીકેશન જોઇ હતી. તે લોગઆઉટ નહોતુ કર્યુ. નીતુનો મેસેજ પણ હતો ચેક કરી લેજે.’

‘કેમ આજે ફેસબુક મારા મોબાઇલમાં…?’

‘મારુ નેટ પેક પતી ગ્યુ છે.’

‘ઓકે….!!’

‘મોં ધોઇ આવ નાસ્તો કરી લઇએ, મારે કોલેજ જવુ છે’”, રોહને નાસ્તાની પ્લાસ્ટીક બેગ ટેબલ પર મુકી.

‘થોડો ઘોડો ખય્મ, મારેય આવવાનુ જ છે.’

‘તારો મોબાઇલ ચેક કર, મેસેજ વાંચતા જ તારો વિચાર બદલાઇ જશે.’

મે તરત જ મારો મોબાઇલ ચેક કર્યો. નીતુનો મેસેજ હતો. સવારના ૫-૧૭ મિનિટે આવેલો. મેં મેસેજ વાંચ્યો.

હેય આજે તારુ ખાસ કામ છે, હુ કોલેજ નથી જવાની મને આજે ઇસ્કોન મંદિરે સવારે સાડા દસ વાગે મળજે એન્ડ નીલને ના કહેતો, ધીઝ ઇઝ સીક્રેટ.’

હું બ્રશ કરતો કરતો વિચાર કરતો હતો કે નીતુને મારા એકલાનુ વળી શું કામ હશે.? હું બ્રશ કરીને મોઢુ ધોવા માટે બાથરુમમાં ગયો. નળ ચાલુ કરતા જ નળ મારા હાથમાં આવી ગયો અને પાણીનો બંબોડો મને પલાળવા લાગ્યો.

‘રોહના…. એ રોહના… અહિં આવ જલદી..’, મેં રોહનને બુમ પાડી.

‘હાહાહા….’, પાછળથી રોહનનો હસવાનો અવાજ આવ્યો.

‘વાલ બંધ કર…!’, મેં ચીલ્લાઇને કહ્યુ.

‘હવે નાહી જ લે ને, નાહ્યા વિના નીતુને કીસ કરીશ..?’, એના અવાજમાં કટાક્ષ અને જલન દેખાઇ.

મેં નળની પાઇપ આડેથી હાથ હટાવ્યો. હું રોહન પાસે ગયો. મારા ચહેરા પર ગુસ્સો હતો મારા નેણ કપાળમાં સંકોચાઇ ગયા. આંખો રોહનને જોઇ ને પહોળી થઇ.

‘એટલે તુ કહેવા શું માંગે છે…?’, મેં રોહનની ખુબ જ નજીક જઇને કહ્યુ.

‘કુલ યાર, મને કહેવામાં તુ બીલકુલ સેફ છે, હું નીલને નહિ કહુ બકા.’, એણે ખુબ સરળતાથી બકી દીધુ. એના ચહેરા પર મારા પ્રત્યેની ધૃણાને હું સાફ રીતે જોઇ રહ્યો હતો. હા એ કદાચ મારાથી બળી રહ્યો હતો. એને મારાથી જલન થઇ રહી હતી. એવુ મને લાગ્યુ હતુ.

‘જો, તને સીધી રીતે કહી દવ છુ. મારા અને નીતુ વચ્ચે કંઇજ નથી. તારે આ વિષે વધારે વિચારવાની જરુર નથી.’

‘ઓકે, ઓકે નાહીલે, હું તારી રાહ જોવ છુ. નાસ્તો કરવો છે.’, એણે કહ્યુ અને એ રૂમમાં ચાલ્યો ગયો.

બબ્બે છોકરી બેડ પર, સાલા ને જલસા છે.’,જતા જતા ધીમેથી ગણગણ્યો.

મેં આ સાંભળ્યુ ત્યારે મને એના ગાલ પર બે લાફા ચોડી દેવાનુ મન થયુ. પણ મેં મારા પર કંટ્રોલ કર્યો.

પહેલી વાર મને ન્હાતા ન્હાતા વિચાર આવી રહ્યા હતા. શું ખરેખર હું નીતુ તરફ આગળ વધી રહ્યો છુ…? એકવાર મને લાગ્યુ કે રોહનની વાત એક રીતે વ્યાજબી છે, કારણ કે નીતુ જ એ રીતે વર્તન કરે છે કે કોઇને પણ એવુ જ લાગે કે અમારા બન્ને વચ્ચે કંઇક હશે. બીજી જ ક્ષણે બીજો વિચાર આવ્યો કે નીલને પણ ખબર છે કે નીતુ ખુબ જ ફની છે, બ્રોડ માઇન્ડ છે. નીતુ ક્યારેય નીલથી કોઇ વાત છુપાવતી નહોતી. તો પછી આજે એણે શામાટે કહ્યુ કે નીલને ન કહેતો. રોહન ઉપર મેં ગુસ્સો કર્યો એ મને નહોતુ ગમ્યુ, પણ મને એણે છેલ્લે જે કહ્યુ એ મને પણ નહોતુ ગમ્યુ, બીકોઝ નીતુ તરફ મારા આવા કોઇ જ વિચાર નહોતા. અને વાત હતી શ્રુતિની તો હા એને હું પસંદ કરતો હતો. પરંતુ લસ્ટનો એક તણખો પણ તમને ઘણુ બધુ કરવા મજબુર કરી દેતો હોય છે.

હું નાહીને તૈયાર થયો ત્યારે રોહન એના મોબાઇલમાં કોઇની સાથે ચેટીંગ કરી રહ્યો હતો. મેં એની સાથે વાત કરવાની ટાળી. નાસ્તા માટે એ મારી રાહ જોઇ રહ્યો હતો.

‘તુ નાસ્તો કરી લે, હું બહાર નાસ્તો કરી લઇશ.’, મેં કહ્યુ.

‘નો પ્રોબ્લેમ.’, એ ઉભો થયો અને નાસ્તાથી ભરેલી કોથળી ડસ્ટબીનમાં નાખી. એનુ બેગ લઇને મોબાઇલમાં નજર ઘુસાડી રાખીને ચાલતો થઇ ગયો.

મેં એને રોક્યો નહિ. હું બહારથી ચ્હા અને બીસ્કીટ્સ લઇ આવ્યો. દસ વાગી ચુક્યા હતા. મારે ઇસ્કોન જવાનુ હતુ. પણ મારુ મન નહોતુ માનતુ કે આજે હું નીતુ ને મળુ. એટલે મેં નીતુને મળવાનુ ટાળ્યુ. મેં આજે કોલેજ જવાનુ પણ બંધ રાખ્યુ.

મેં મારા મોબાઇલમાં બીજુ સીમ કાર્ડ ચડાવ્યુ અને નેટ કનેક્ટ કર્યુ. આજે હું કોઇ સાથે વાત કરવાના મુડમાં નહોતો. એનુ એક કારણ નીતુ પણ હતી. મારી પાસે એને આપવા માટે અત્યારે કોઇ જવાબ નહોતો. એટલે મેં મારો નંબર બંધ રાખ્યો. મારે નીતુ અને નીલને ખોટા જવાબ ન્હોતા આપવા એટલે મે કોલ ડાયવર્ટ કરવાનુ પણ ટાળ્યુ અને મોબાઇલ સ્વીચ ઓફ જ રાખ્યો.

ફેસબુક ઓપન કરીને મેં મારી નોટીફીકેશન્સ જોઇ. મારી નજર સીધે સીધી ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટેડની નોટીફીકેશન તરફ ગઇ. રોહને કહ્યુ એમ શ્રુતિએ ફ્રેન્ડ રીક્વેસ્ટ ગઇ કાલે રાતે ૧૦ વાગે એક્સેપ્ટ કરી હતી. મેં એનુ પ્રોફાઇલ ઓપન કર્યુ અને એનાલીસીસ ચાલુ કર્યુ.

એના અકાઉન્ટમાં ૩૪૬ ફ્રેન્ડ્સ હતા અને સ્મિતા મેમ એના મધર તરિકેના રીલેશનશીપમાં હતા. મેં એના ફોટા જોવાનુ ચાલુ કર્યુ. બે કલાક પછી લગભગ એના બધા જ ફોટાને હું લાઇક કરી ચુક્યો હતો. મારા મનમાં એક જ ધુન હતી જ્યારે શ્રુતિ એનુ અકાઉન્ટ ઓપન કરે ત્યારે એના અકાઉન્ટમાં ૫૦૦ નોટીફીકેશન તો હોય જ. એના મોટા ભાગના ફોટા ડ્રેસમાં જ હતા. એના ડ્રેસનુ ફીટીંગ બરાબર એને ભળતુ હતુ. એના ડ્રેસનુ કલર સીલેક્શન એના જેમ જ ખુબ અટ્રેક્ટીવ હતુ. એના ખુલ્લા વાળ વાળા ફોટા મારી નજર સામેથી દુર હટવાનુ નામ નહોતા લેતા. અમુક ફોટા સ્મિતા મેમ સાથે પણ હતા. આ ફોટાઓ જોતા મારે ખાસ્સો એવો ટાઇમ લાગ્યો. જોકે મારી અંદર થી અવાજ આવતો હતો કે, “આ ફોટાને સ્કીપ કરી દે.”

તો મછવારા મછલી પકડ ને બેઠા હૈ…!!, ટુડુંગ… ફેસબુકમાં નીતુનો મેસેજ આવ્યો એટલે સાઉન્ડ આવ્યુ. એના જેમજ એના ચેટની શરુઆત પણ કઇક અલગ જ હતી.

જબ મછવારા ભુખા હોગા તો, શિકાર પે જાયેગા હી ના, મેં મેસેજ કર્યુ.

તો માછલીને ગુજરાતી નથી આવડતુ..?’

માછલીઓને કદી ભાષા નથી હોતી.. બસ ઇશારાઓથી વાતો કરે છે.’

હરકતોને કારણે માછલી જાળમા ફસાઇ જાય છે.’

પણ હુ બવ ચંચળ માછલી છુ.’

પણ મછવારા પાસે માછલીને પકડવાના બધા પ્રકારના સાધનો છે.’

જો સાધનો હોય તો તો, માછલીએ કરેલો ચેલેન્જ અત્યાર સુધીમા પુરો થઇ ગયો હોત.”

મછવારો નદીને તાકીને બેઠો છે. એટલે માછલીને ચિંતા કરવાની જરુર છે.’

તો માછલી ક્યાં છે..? એના ઘરે?

ના, હુ બહાર મારી ફ્રેન્ડસ સાથે મુવી જોવા આવી છુ.’

ઓહ્હ્હ્હ્હ્હ્હ્હ્હ, અમને આમંત્રણ આપ્યુ હોત તો અમે પણ પધાર્યા હોત ને.”,

ફર્સ્ટ ચેલેન્જ એન્ડ ધેન એવરી થીંગ…!!’,

એવરીથીંગ…????, મેં જડપથી ટાઇપ કર્યુ.

બસ હો, બવ આગળ વધવાની જરુર નથી…’, સામેથી તરત વોર્નીંગ આવી.

બાય--વે ક્યુ મુવી જોવા ગ્યા છો..?’

ડેલ્લી બેલ્લી….!!’

હ્મ્મ્મ્મ, રીવ્યુ આપજે, શો કેટલા વાગ્યા નો છે..?’

૧૧, પણ તારે આજે કોલેજ નથી.? અત્યારમા ફેસબુક દેવતાની પુજા ચાલુ કરી દીધી..?’

એમ કરને મારી પણ ટીકીટ લઇલે લે ને.. ટુ કોર્નર સીટ્સ

નોવે.. સપનામા, ઓકે..?’

સપનામા તો હુ રોજે જોવ છુ, એને હકિકત કરવી તારા હાથમા છે.’

ના, તારા હાથ મા છે,

એમ હોય તો, હુ ડગલા ભરી રહ્યો છુ. તારા ઘરે પણ આવી રહ્યો છુ.’

ક્યારે..????, કેવી રીતે..?????......., ટુડુંગ, ટુડુંગ, ટુડુંગ, ટુડુંગ લગભગ દસેક વાર વાગ્યુ. સાતેક વારતો મેસેજમાં ક્વેશ્ચન માર્ક જ હતા. હું વાટ જોઇ રહ્યો હતો કે ફેસબુકના ચેટ બોક્સમાં શ્રુતિ ઇઝ ટાઇપીંગ ક્યારે ગાયબ થાય અને એ હજુ શુ લખશે.

ના, વખતે હુ તને સરપ્રાઇઝ આપવાનો છુ. જોવ છુ તારા ભાગ્યમા મને મળવાનુ છે કે નહિ..?’

લોલ…. લોલ, મારા ભાગ્યમા..?, તારા ભાગ્યમા કહ, મારી ડીમાન્ડ કેટલી છે હુ બવ સારી રીતે જાણુ છુ, આ લખતી વખતે એણે એના હોઠ ભીંસી રાખ્યા હશે એ હું વીઝ્યુલાઇઝ કરી શકતો હતો, ચોક્ક્સ એના ચહેરા પર સ્માઇલ હશે. પણ એણે દેખાવા નહિ દીધી હોય, જે એના ગાલ પર ડીમ્પલ(ગાલ ના ખાડા) થઇને બહાર આવી હશે.

તો આટલી બધી આતુરતા તારા મેસેજમા કેમ દેખાણી..?’

આતુરતા…?, એને આતુરતા ના કહેવાય, મને વિચાર આવ્યો કે હુ તારા ચેલેન્જને પુરો કરતા કેવી રીતે રોકી શકુ..?’,

ઓહ….. તો તો સારુ કેવાય કે મે તને મારો પ્લાન ના કહ્યોલોલ.’ મને હસવુ આવી ગ્યુ.

ઓકે હવે શો ટાઇમ થવા આવ્યો છે. મારે જવુ જોઇએ’,

તો મુવી પતે એટલે ફરી વાત થઇ શકશે.?’

ડીપેન્ડ્સ..!!

ડીપેન્ડ્સ..? ઓન વોટ?,

બે કલાકમા મને ૪૦૦ નોટીફીકીશેન્સ તારા કારણે મળશે કે નહિ..?, એન્ડ આઇ એમ સીરીયસ અબાઉટ ધીઝ

એટલે તારે મને ધંધે લગાવવો છે, એમને..’

મે તો એવુ નથી કહ્યુએઝ યુ વીશ.’

હેય હેય.. તારી ફ્રેન્ડ ટીકીટ બારી પર છે..’,

કોણ..?’

પેલી, દિવસે કેન્ટીનમા મળી હતી .’, મેસેજ વાચતા મારા મોંમાથી ઓહ્હ શીટ નીકળી ગયુ.

નીતુ..?, ત્યાં..?’

ઓકે શો ચાલુ થવામા છે, પછી વાત કરુબાય.. હેવ હાર્ડ ટાઇમ ઓન એફ.બી, હું વધારે પુછુ એ પહેલા જ એણે બાય કહ્યુ એ ઓફલાઇન થઇ ગઇ. હવે મારી પાસે વિચારવા અને ચિંતા કરવા જેવુ ઘણુ બધુ હતુ.

***

હાય, યે લડકીયા કભી ચેહરે પે અજીબ અંગડાઇયા લાતી હૈ તો કભી ઇન અંગડાઇઓ કો રૂલાતી હૈ. જ્યારે કોઇ મુંજવણ હોય ત્યારે એમ જ લાગે છે કે આટલી મુંજવણ પહેલીવાર જ આવી છે. પણ આ જ સમયની તાકાત અને સમયની નચાવનારી સંતાકુકડી છે. કદાચ હું પણ એમ જ કે’ત કે આવી મુંજવણ મને કદી નથી થઇ. પણ મને ઓલરેડી આવી મુંજવણ થઇ જ છે. આપણે ક્ષણ ના ગુલામ છીએ. આઝાદી માટે માત્ર આપણે એ ક્ષણને વિના તર્ક જીવી શકીએ.

ઉપરના બધા જ વિચાર જ્યારથી શ્રુતિ ઓફલાઇન થઇ હતી ત્યારની એક પ્રોડક્ટ હતી. હવે મને ખ્યાલ આવી ગયો હતો. મારા એન્જીનીયરીંગનુ છેલ્લુ વર્ષ મારા માટે ખુબ ભારે હતુ. હું જ્યોતિષમા નથી માનતો પણ મારુ આ વર્ષ કદાચ લોઢાના આંકરા પાયે ચાલુ થયુ હશે.

નો ડાઉટ શ્રુતિ નીતુ ને મળી જ હશે. એ પણ બની શકે કે એણે એમ પણ કહ્યુ હશે કે, ‘હર્ષ સાથે હમણા જ વાત થઇ.’. આટલા વિચારો આવતા હતા ત્યાંજ એક બીજો જટકો લાગ્યો, જે હું સહન કરવા હવે સક્ષમ નહોતો. શ્રુતિ જ્યારે ઓફલાઇન થઇ એટલે પછી મેં ફેસબુકની ન્યુઝફીડ પરની પોસ્ટ વાંચવાનુ ચાલુ કર્યુ. મારી નજર ફેસબુક પેજ ની જમણી સાઇડના ભાગમાં ગઇ. જ્યાં ઇવેન્ટ્સ અને બર્થ-ડેની ઇનફોર્મેશન બતાવે. આજે ત્રણ જણાના બર્થ ડે હતા. બે મારા ડિપ્લોમાના ફ્રેન્ડ્સ અને ત્રીજી વ્યક્તિ હતી નીતુ.

મને સમજાયુ કે હું કોઇના જીવનનો ખુબ અગત્યનો દિવસ બગાડી ચુક્યો હતો. બર્થ-ડે કોઇ પણના જીવનનો એવો દિવસ હોય છે જે દિવસે બધા પોતાના ચહેરા પર સ્માઇલ રાખવા માંગે છે. દુશ્મન પણ એ દિવસે એના દુશ્મનને હર્ટ ના કરે. હું તો મારી એક બેસ્ટ ફ્રેન્ડને મળવા નહોતો જઇ શક્યો. કદાચ એ મુવી એન્જોય કરી રહી હશે. એણે મને એના બર્થ-ડેમાં શામિલ થવાનુ ઇન્વીટેશન આપ્યુ હતુ. જોકે મેં હજુ એને વિશ નહોતુ કર્યુ એ છતા.

બર્થ-ડેની નોટીફીકેશન જોઇ એટલે તરત જ મેં મારો મોબાઇલ ચાલુ કર્યો અને નીતુને કોલ લગાવ્યો. એનો ફોન બીઝી બતાવી રહ્યો હતો. હું એને વિશ કરવા માટે ખુબ જ ઉતાવળો હતો. પણ નીતુની કોઇ સાથે વાત ચાલી રહી હતી. હું વેઇટીંગમાં હતો. કોલ વેઇટીંગમાં હતો એ દરમ્યાન મેં નીતુની ફેસબુક ટાઇમ લાઇન ખોલી. નીતુની ટાઇમલાઇન કેકના પીક્સ અને બર્થ ડે વીશથી ભરેલી હતી. મેં પણ બર્થ ડે વિશ પોસ્ટ કરી. ટાઇમ લાઇન જોતા જોતા મેં જોયુ તો રોહને પણ વિશ કરેલુ હતુ. મારી નજર તરત જ રોહનની પોસ્ટના ટાઇમ તરફ ગઇ. ૯-૩૪ મિનિટે આ પોસ્ટ હતી. મારી નજરમાં રોહનનો ચહેરો બદલાઇ ગ્યો. હવે એ મારી નજરમાં ખુબ જ નીચે આવી ચુક્યો હતો. એને ફ્રેન્ડ કેવી રીતે કહેવો એ હું વિચારી રહ્યો હતો. કારણ કે મેં એને પુછ્યુ હતુ ત્યારે એને કહેવુ જોઇતુ હતુ કે આજે નીતુનો બર્થ ડે છે. નીતુનુ નામ આવ્યુ હતુ ત્યારે તો એને કહેવુ જોઇતુ હતુ કે નીતુનો આજે બર્થ ડે છે. કદાચ આ રોહનનો નીતુ તરફ નો લવ હશે.

‘હલો’, વેઇટીંગમાં હતો એ કોલ રીસીવ થયો અને હળવો સોફ્ટ અવાજ સામેથી આવ્યો.

‘હેપ્પી બર્થ ડે ટુ યુ માય ડીઅર…’, મેં નીતુને વીશ કરી.

‘થેંક્સ, બટ આ વિશ એક્સેપ્ટ નહિ થાય, હું મારા ફ્રેન્ડ્સની જ વીશ એકસેપ્ટ કરુ છુ.’, એના અવાજમાં ગુસ્સો હતો જ, એ હંમેશાની જેમ હાઇ વોલ્યુમમાં નહિ પણ ધીમા અને શાંત લયમાં વાત કરી રહી હતી. નીતુનો આ અવાજ હું પહેલી વાર સાંભળી રહ્યો હતો. હું નીતુનો એનર્જેટીક અને મસ્તીભર્યા અવાજ સાંભળવાથી ટેવાયેલો હતો. જ્યારે મેં “ફ્રેન્ડની જ વીશ એક્સેપ્ટ કરુ છુ” એ શબ્દો સંભળાયા ત્યારે મને જટકો લાગ્યો. મને મારી ભુલ સમજાઇ હતી.

‘સોરી નીતુ, હું તને ખોટુ નથી કહેવા માંગતો, એટલે મારા માટે લાંબા લાંબા જુઠ્ઠા ડીસ્કીપ્શન્સ નથી...’, બોલીને હું ચુપ થઇ ગયો.

‘હા, આવુ તુ શામાટે કહે છે એ હું સમજી શકુ. શ્રુતિ કહેતી હતી તુ ઓનલાઇન હતો’,

‘ક્યાં છે તુ…?, મારે તને મળવુ છે.!’, મેં એને મળવાની ઇચ્છા બતાવી.

‘વીશ તો કરી દીધુ હવે મળવાની કંઇ જરુર નથી’, નીતુનો અવાજ શાંત જ હતો.

‘સોરી, યાર. સમજ ને, મારે થોડી પ્રોબ્લેમ હતી, પ્લીઝ, તુ ક્યા થીયેટરે મુવી જોવા ગઇ છે..? મને કહે હું ત્યા આવુ..’, મેં ખુબ જ ઝડપથી કહ્યુ.

‘હું ઘરે જઇ રહી છુ. મુવી જોવા નહિ.’

‘મને તો શ્રુતિ કહી રહી હતી કે તુ મુવીની ટીકીટ લઇ રહી હતી’, મેં પુછ્યુ.

‘જેને હું મારો બેસ્ટ ફ્રેન્ડ સમજતી હતી એની સાથે બર્થ-ડે સેલીબ્રેટ કરવાનો પ્લાન હતો, એ આવ્યો જ નહિ એટલે હું ટિકિટ પાછી આપવા ગઇ હતી.’, એનો અવાજ ખુબ જ શાંત થઇ ગ્યો હતો. એ બવ ધીમા અવાજે બોલી રહી હતી. અત્યારે માત્ર નીતુના ચહેરા પર સ્માઇલ આવી જાય એ સિવાય હું કંઇ જ નહોતો ચાહતો.

‘સોરી યાર, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, ઓનેસ્ટલી કવ તો મને તારા બર્થ ડેની ખબર નહોતી અને સવારમાં મારે જે રોહન સાથે બન્યુ એના લીધે મારો મુડ બેન્ડ મારી ગ્યો તો. એટલે મેં મારો મોબાઇલ પણ બંધ કરી દીધેલ, સોરી યાર, સોરી પ્લીઝ કહે ક્યાં મળે છે..?’, મેં એને મળવાની ખુબ જ રીકવેસ્ટ કરી.

‘હું તને એકલી તો નહિ જ મળુ, મારા ઘરે ૧૦૦% બર્થ ડે પાર્ટી હશે ત્યાં પહોચી જજે’,

‘પ્લીઝ ડીઅર, હું તારો દિવસ આવી રીતે બગાડવા નથી માંગતો’

‘એ ઓલરેડી તુ કરી ચુક્યો છે’

‘નીતુ, તને તો ખબર છે આપણે કેટલા ફ્રેન્ક છીએ, એક બીજાની ભુલો માફ કરવામા કદી નથી ખચકાતા અને તને યાદ હોય તો આપણે બધાએ પ્રોમીસ કરેલુ છે કે આપણા વચ્ચે કોઇપણ કારણે ઝઘડો થશે તો એક જોકની સાથે એના બધા કારણોને ઇગ્નોર કરી ને ભુલી જઇશુ, તુ ભુલી ગઇ..?’, મેં એને અમારા ગૃપમાં કરેલુ પ્રોમીસ યાદ અપાવ્યુ.

‘ઓકે, તુ મને મળવા માંગે છે ને તો તમે બધા લોકો આવો, રોહન, તુ અને નીલ. હું ઇસ્કોન મંદિર બેઠી છુ’

‘નીતુ હું તને એકલો મળવા માંગુ છુ. બાકી તો તે કહ્યુ એમ રાતે બર્થ-ડે પાર્ટી છે જ’, મારે નીતુને એકલા મળવુ હતુ કારણ કે મારે એની સાથે જેવી ફ્રેન્ડશીપ પહેલા હતી એવી જ જાળવવી હતી અને એટલે જ હું એને મનાવવા માંગતો હતો.

‘હું, એકલો આવી રહ્યો છુ. માત્ર વીસ મિનિટ, ડિઅર’,

‘ના આવે તો પણ ચાલશે’

‘બાય, આઇ એમ કમીંગ..!’

‘બાય’, નીતુએ કોલ કટ કર્યો.

***

નીતુ મારી એક ખુબ સારી ફ્રેન્ડ હતી અને એનો બર્થ ડે હું ભુલ્યો હતો, નીતુ ટુક ઇટ વેરી સીરીયસલી. વાંક મારો હતો એટલે મારે એને મનાવવાની જ હતી હું સારી રીતે તૈયાર થયો, એ દિવસોમાં નાની નાની વાતો ખુબ મોટી લાગતી. મેં મારી ગજની સ્ટાઇલ કોટી અને ફોર્મલ્સ પહેર્યા. મેં ગીફ્ટશોપમાંથી ગીફ્ટ ખરીદ્યુ. હું ઇસ્કોન પહોંચ્યો.

નીતુ ઇસ્કોન મંદિરની ડાબી તરફની લોનમાં બન્ને ગોઠણને પાછળ તરફ વાળીને બેસી હતી. એનો ચહેરો નીચે નમાવેલો હતો, જાણે એ એના સાથળ સાથે વાત કરતી હોય, એનો ડ્રેસ કોડ રેડ હતો એણે ગોઠણથી સહેજ ઉપર સુધીનુ ટોપ પહેર્યુ હતુ. એના કપડા શરીર સાથે ચુસ્ત હતા. એના વાળા ચંપી કર્યા વિનાના હતા. ડાબી સાઇડના માથા મા કાળા કલર ની કાર્ટુન પીન નાખેલી હતી. છતા વાળ ખુલ્લા જ હતા. એ બર્થ ડે ગર્લ લાગતી હતી, પરફેક્ટ.

‘હેપ્પી બર્થ ડે ટુ યુ, હેપ્પી બર્થ ડે ટુ યુ, હેપ્પી બર્થ ડે નીતુ… હેપ્પી બર્થ ડે ટુ યુ.’, હું ગાર્ડનમાં એન્ટર થયો કે તરત જ ગાવાનુ ચાલુ કર્યુ.

‘હેપ્પી બર્થ ડે’, મેં નીતુની સામે પલાઠી વાળીને બેસીને કહ્યુ. મને નહોતી ખબર કે આગળ શું બોલવુ, એટલે એના બોલવાની હું રાહ જોઇ રહ્યો હતો.

‘થેંક્સ’, નીતુએ એનો ચહેરો ડાબી તરફ ફેરવ્યો, એણે મારી સામુ સુધ્ધા ના જોયુ ત્યારે મને બવ બેડ ફીલ થયુ. હવે હું કોઇ પણ આર્ગ્યુમેન્ટ કરુ એટલે સામે કોઇ આર્ગ્યુમેન્ટ આવશે અથવા તો એનો કોઇ આન્સર નહિ આવે એ મને ખબર હતી મારે કોઇક બીજો રસ્તો શોધવો પડે એમ હતો.

મેં મારો મોબાઇલ બહાર કાઢ્યો. મેમરી કાર્ડ્સમાં સ્વીટ મેમરીઝ નામનુ ફોલ્ડર ઓપન કર્યુ. મેં સ્પીચ.વેવ ફાઇલ મીડીયા પ્લેયરમાં વગાડી.

‘યસ આઇ એમ લેસ્બીયન, બીકોઝ આઇ લવ ગર્લ્સ, બોય્સ ડઝન્ટ ગીવ્સ મી પ્લેઝર, આઇ લાઇક અનટાઇડ હેઇર ઓફ ગર્લ્સ, આઇ લાઇક ટુ ફીલ વાર્મનેસ ઓફ ગર્લ્સ, બીકોઝ આઇ લવ ગર્લ્સ’, નીતુને ટ્રુથ એન્ડ ડેરની ગેમમાં ડેર કરવાનુ હતુ અને અમે એને આ સ્પીચ વાંચવા કહ્યુ હતુ. એ આ સ્પીચ વાંચતા ખુબ જ હસી રહી હતી.

નીતુના ચહેરા પર સ્માઇલ આવી. એના હોઠ પહોળા થયા. મેં તરત જ મોન્જીન્સમાંથી લીધેલી મીની કેક બહાર કાઢી. એક કેન્ડ્લ સળગાવી અને પ્લાસ્ટીકનુ ચાકુ મેં નીતુના હાથમાં આપ્યુ.

‘ઓય છોકરાઓ… અહિં આવો તો’, આજુબાજુ જે ટાબરીયાવ રમતા હતા એને મેં બોલાવ્યા. ફરી અમે હેપ્પી બર્થ ડે ટુ યુ સોન્ગ ગાયુ. નીતુએ કેક કાપી. કેકનો એક ટુકડો મને ખવરાવ્યો. મે પણ કેકનો એક ટુકડો એના મોઢામા મુક્યો, સાથે કેક ક્રીમ ના બે લોંદા એના ગાલ પર પણ ચોપડ્યા. ચોપડતી વખતે એ એના હાથ આડા કરી રહી હતી એટલે એના હાથ પર પણ ક્રીમ પડ્યુ.

હું એના માટે ફ્રેન્ડ્સ ફોરેવર લખેલુ રેડ કલરનું બ્રેસલેટ લઇ ગયો હતો એ મેં એના હાથ પર પહેરાવ્યુ. એ માત્ર મારી સામુ જોઇ જ રહી. એના ચહેરા પર આજ સુધી કદી નહોતી એવી ખુશી જોઇ. એના ચહેરા પર કોઇના ચહેરા પર ન જોયેલુ સેટીસ્ફીકેશન જોયુ. એણે મારા હાથ પર હાથ મુકીને કહ્યુ, ‘થેંક્સ’, જવાબમાં મે કહ્યુ, ‘સોરી’, અમે બન્ને હસી પડ્યા. ત્યારે મને સમજાયુ કે ક્યારેક ફ્રેન્ડશીપમાં સોરી અને થેંક્સની જરૂર પણ પડતી હોય છે.

હું એને સરપ્રાઇઝ આપવા માંગતો હતો. સરપ્રાઇઝ મારા વોલેટમાંથી કાઢી. મેં એને સીનેમેક્સની મુવી ટીકીટ્સ બતાવી. એણે માત્ર મારા હાથ પર હાથ મુક્યો, આંખોને નીચે નમાવી, ફરી ઉંચી કરી. જેનો મને ડર હતો એ જ થઇ રહ્યુ હતુ. નીતુ મને લવ કરતી હતી એ પાક્કુ થઇ ગ્યુ હતુ, બસ એ એના હોઠો પર નહોતુ આવ્યુ.

અમે નીતુના સ્કુટરમાં બે જ મિનિટમાં સીનેમેક્સ દેવ આર્ક મોલ પહોચ્યા. એક વાગ્યા નો શો હતો, દસેક મિનિટની વાર હતી.

‘હેય, કઇક તો બોલ, આટલી સીરીયસ તને કદી નથી જોઇ, બર્થ-ડેના દિવસે તો તારા મોમાં જીભડી ના સમાવી જોઇએ. એવુ હું એક્સપેક્ટ કરતો હતો.’, નીતુને ખુબ શાંત, છતા ખુશ જોઇ હસતા હસતા પુ્છી નાખ્યુ.

‘બધુ બદલાઇ ગયેલુ લાગે છે’, મને હવે ડર લાગતો હતો એટલે હું આગળ ના બોલ્યો.

મે ડેલ્લી બેલ્લીની ટીકીટ્સ લીધી હતી. કોણ કહે છે લવમાં લોકો સીરીયસ નથી થતા. જે છોકરીને મેં કદી સીરીયસ નહોતી જોઇ આજે એ જ છોકરી આટલી બધી સીરીયસલી કેમ બીહેવ કરતી હતી.

‘ઓય, તારો બર્થ ડે છે હો, મને આમ તારી સાથે રહીને કંઇ નહિ સાંભળવાની ટેવ નથી, એકલુ એકલુ લાગતુ હોય તો રોહન અને નીલને બોલાવી લઇએ’, મેં કહ્યુ.

‘ના, હવે બોલ શું બોલુ.’, એ હસવા લાગી.

‘એ મારે તને ના કહેવાનુ હોય, જે મન ફાવે એ બોલવાની તારી આદત ક્યાં ગઇ.?’, એ હસતી’તી અને હું એને જોતો જોતો બોલતો હતો.

‘કે પછી મંદિરમાં મુકી આવી..?? હાહા’, મેં ફરી હસતા હસતા કહ્યુ.

‘બસ, બસ…. હો, વધારે કંઇ બોલવાની જરુર નથી’, એણે પહેલા મારી તરફ જોયુ અને પછી આજુ બાજુ નજર નાખતા બોલી. ‘એમ…? મૌન વ્રત લાગે છે…!!, હાહાહા’, મેં એને ચીડવતા કહ્યુ.

‘હર્ષ……’, હું એને ચીડવવામાં પહેલી વાર જીત્યો હતો. એણે મારુ નામ લીધુ અને એના ચહેરા પર અજીબ આંકારો કોતરાઇ ગયા.

‘કેમ, આજે ખબર પડી કોઇને પજવવામા કેટલી પ્રોબ્લેમ થાય…!’, મેં હસતા હસતા કહ્યુ.

‘હા હો, ચાલ હવે મુવીને બવ વાર નથી અંદર જઇએ.’, એ મારા હાથ ને પકડવા ઇચ્છતી હોય એમ મારા હાથ તરફ હાથ લંબાવ્યો, મેં એ જોયુ જ ના હોય એવુ વર્તન કર્યુ.

ફર્સ્ટ ટાઇમ હું કોઇ છોકરી સાથે એકલો મુવી જોવા આવ્યો હતો, કહી તો ના શકાય પણ આ એક ટાઇપની ડેટ જ હતી. મુવીમાં કોઇ લવ સ્ટોરી નહોતી, પણ અમે મુવીમાં અમુક સીન્સ વખતે સામા સામુ જોઇ હસી રહ્યા હતા. ખાસ કરીને જ્યારે મુવીમાં ગાળા ગાળી આવતી ત્યારે. અમુક સમયે નીતુએ મારો હાથ પણ એના હાથમાં જકડી રાખ્યો હતો, પણ મેં ધીમેથી સરકાવી લીધો હતો. સીચ્યુએશન ધીમે ધીમે આઉટ ઓફ કન્ટ્રોલ થઇ રહી હતી. મને બરાબર યાદ છે એ સીન કારણ કે એ સીન પછી મને ઘણુ બધુ ભુલાઇ ગ્યુ હતુ. જ્યારે તાષી(ઇમરાન ખાન) અને મેનકા બન્ને મેનકાના હસબન્ડ થી ભાગતા ભાગતા એક હોટેલમાં કોઇકના રૂમમાં ઘુસી જાય છે એજ વખતે નીતુ મને એના હાથથી મારા હાથ પર ટપલી મારે છે મે એની સામે જોયુ તો એણે મારો કાન એના તરફ લાવવા કહ્યુ.

‘શુ છે..?’, મેં પુછ્યુ.

‘કેન યુ ગીવ મી વન થીંગ’, નીતુ સ્માઇલ સાથે સીરીયસ થઇને બોલી..

‘શું, પણ.?’, મેં ફરી પુછ્યુ.

એણે મારા માથાની પાછળ હાથ નાખી ને, મારો ચહેરો એના ચહેરા તરફ ખેંચ્યો. એના હોઠ અને મારા હોઠ વચ્ચે લગભગ એક સેન્ટીમીટર કરતા પણ ઓછુ અંતર હશે. મારૂ હાર્ટ જોર જોરથી ધડકવા લાગ્યુ હતુ. આ સમયે મને કોઇનો ડર નહોતો, પણ મને મારી જાતનો ડર હતો. મને ડર એ હતો કે મન આ ક્ષણને પકડી લેવા માંગતુ હતુ અને હ્રદય આવી ક્ષણ કોઇ માટે રીઝર્વ કરી ચુક્યુ હતુ. મને ડર હતો કે હું વહી ના જાવ. મને ડર હતો કે કદાચ મારા ફાટી ગયેલા હોઠ નીતુના હોઠને લોહી લુહાણ ના કરી દે. આખા શરીરમાં જાણે પેરાલીસીસ થઇ ગ્યુ હોય એમ શરીર હલવા માટે તૈયાર નહોતુ. અંધારામાં મને નીતુની મોટી મોટી આંખો સિવાય કંઇજ દેખાતુ નહોતુ.

ત્યારે જ નીતુએ એનો ચહેરો ડાબી તરફ કોઇક યંત્ર જેમ રોટેટ થાય એમ રોટેટ કર્યો અને મારી તરફ સરકાવ્યો.

***

શું થશે જ્યારે નીતુ અને હર્ષ વિશે નીલને ખબર પડશે? રોહન સાથે પડેલી તીરાડોને કારણે શું કોઇ પ્રોબ્લેમ્સ ઉભી થશે? શું થશે જ્યારે હર્ષ શ્રુતિને મળશે? બધુ જ જાણવા માટે વાંચતા રહો – ધ લાસ્ટ યર. ફરી મળીશું આવતા શનિવારે

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook :

Google Plus :

Twitter :

રેટ કરો અને રિવ્યુ આપો

Bharat Maghodia

Bharat Maghodia 3 વર્ષ પહેલા

Mayur K. Panara

Mayur K. Panara 3 વર્ષ પહેલા

Priti Ghetiya

Priti Ghetiya 3 વર્ષ પહેલા

Abhishek Patalia

Abhishek Patalia 3 વર્ષ પહેલા

Yakshita Patel

Yakshita Patel માતૃભારતી ચકાસાયેલ 3 વર્ષ પહેલા