The Last Year - 5 books and stories free download online pdf in Gujarati

The Last Year: Chapter-5

ધ લાસ્ટ યર

સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ

ચેપ્ટર-૫

-ઃ લેખક :-

હિરેન કવાડ

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અર્પણ

મારા એન્જીનીયરીંગના મીત્રોને, જેમની લાઈફ જોઈને આ સ્ટોરી લખવાની ઈન્સ્પીરેશન મળી છે. મારા વાંચકોને જેમણે હંમેશા મારી સ્ટોરીઝને એપ્રીશીએટ કરી છે અને પ્રેમ આપ્યો છે.

પ્રસ્તાવના

ઘણીવાર સ્ટોરીઝ વાંચ્યા પછી રીડર્સ પુછતા હોય છે કે આ સ્ટોરી તમારી લાઈફની છે ? એટલે પહેલા જ કહી દવ. ના આ સ્ટોરી મારી લાઈફની નથી. આ સ્ટોરી કમ્પ્લીટલી ફીક્શન છે.

બીજું મારે એક રીક્વેસ્ટ કરવી છે. આ સ્ટોરીમાં ઘણી એવી વસ્તુઓ છે ઘણાને ગમે ઘણાને ન પણ ગમે, એ તો રહેવાનુ જ. સ્ટોરીનો પ્લોટ પણ એવો જ બોલ્ડ છે. વિનંતી એ કે આ સ્ટોરી વાંચ્યા પછી, સ્ટોરી પરથી બસ મને જજ ન કરવો. દરેક લેખકને સ્ટોરી લખતી વખતે એને જીવવાની પણ હોય છે, એનો મતલબ એવો નથી કે પાત્રોના વિચારો એ જ લેખકના વિચારો છે. સો માય હમ્બલ રીક્વેસ્ટ ઈઝ ટુ નોટ ટુ જજ મી આફ્ટર રીડીંગ ધીઝ સ્ટોરી. કારણ કે સ્ટોરી ઘણી બોલ્ડ અને ઈરોટીક પણ હશે.

મારી લગભગ બધી સ્ટોરીઝ એન્જીનીયરીંગની હોય છે. એનુ એક જ કારણ છે, મેં એન્જીનીયરીંગને ખુબ એક્સપ્લોર કર્યુ છે. આ એન્જીનીયરીંગ સ્ટુડન્ટ્‌સની રીઆલીટી, ઈમેજીનેશન અને ફેન્ટાસીની વચ્ચે હીલોળા લેતી સ્ટોરી છે. આશા રાખુ છુ તમને ગમશે.

ચેપ્ટર-૫

૫. હેડ ઓફ ડીપાર્ટમેન્ટ સાથે મુલાકાત

આગળ આપણે જોયુ,

હર્ષને એક સરપ્રાઈઝ મળે છે. બે વર્ષ પછી એની મુલાકાત શ્રુતિ સાથે થાય છે. શ્રુતિ અને નીતુની મુલાકાત થાય છે. શ્રુતિ વિશે એ વધુ જાણકારી મેળવે છે. બીજી તરફ હર્ષને ચિંતા હોય છે કે કોલેજમાં શું થયુ હતુ? નીતુના મેસેજે એને ચિંતામાં નાખી દીધો હતો. નોટીસ બોર્ડ પર હર્ષ અને નીલનુ નામ હોય છે જેમાં એ લોકોને એચ.ઓ.ડીને મળવા જવાનુ હોય છે. હવે આગળ..

હવે આગળ...

***

‘મેમ થોડાક વધારે જ પસંદ આવી ગયા લાગે છે..?’, નીલે પાછળથી એનો ખભો મારા ખભા સાથે ટકરાવતા કહ્યુ.

‘ઓહ્‌હ્‌હ હર્ષ આ બધુ શું છે લેકચરનો ટાઈમ ઓછો પડયો કે તુ ક્લાસની બહાર પણ એક્સ્ટ્રા ક્લાસ લેવા લાગ્યો?’, નીતુએ પણ આવીને ટોન માર્યો.

‘ઓય, ન તો મારે એક્સ્ટ્રા ક્લાસ ભરવા છે ન તો મેડમ મને વધારે પસંદ આવી ગયા છે.’, મેં ઈરીટેટ થઈને આંગળી બતાવતા નીતુ અને નીલને કહ્યુ (ઓબવીઅસલી બીજા વાક્યમાં હું ખોટુ જ બોલ્યો હતો).

‘અને તારે લેકચર નથી ? જ્યારે હોય ત્યારે સીનીયર સાથે જ ફર્યા કરતી હોય..’, મેં નીતુને ચીડવતા કહ્યુ.

‘ઓકે તો હું જાવ છુ એકલાજ વિચારો કે એક વાગે જ્યારે એચ.ઓ.ડીને મળવા જશો ત્યારે શુ બોલવાનુ છે..’, નીતુએ એનું નાક મચકોડતા જવાબ આપ્યો.

‘મેં નોટીસબોર્ડ પર તમારા બન્નેના નામ વાંચ્યા છે.’, નીતુએ મેં સવાલ પુછ્‌યો એના પહેલા જ કહ્યુ એને કેમ ખબર પડી.

‘બસ બસ, આમ મોં બગાડમાં હું જસ્ટ મજાક કરૂ છુ.’, મેં હસતા હસતા કહ્યુ.

‘તો આપણે ક્યાં જવુ જોઈએ? કેન્ટીન કે લાઈબ્રેરીમાં..?’, નીલે પુછ્‌યુ.

‘લેટ્‌સ ગો ટુ કેન્ટીન..!’, મેં કહ્યુ.

અમે કેન્ટીન તરફ ચાલતા થયા. મારો મોબાઈલ વાઈબ્રેટ થયો. રોહનનો કોલ હતો. મેં રીસીવ કર્યો અમે ક્યાં છીએ એ એણે પુછ્‌યુ. મેં એને કેન્ટીનમાં આવવા કહ્યુ. મને એચ.ઓ.ડીની પાસે જવાનુ કોઈ ટેન્શન નહોતુ પણ, બીકોઝ મનમાં શ્રુતિના ઘર સુધી કેવી રીતે પહોચવુ એ જ વિચારો આવતા હતા.

‘એ રોહના ચાર ચ્હા લેતો આવજે ને’, રોહનને કેન્ટીનમાં આવતો જોઈ મેં ટેબલ પરથી જ બુમ લગાવી.

‘તો તમને શું લાગે છે. સર પનીશમેન્ટ કરશે..?’, નીલે પુછ્‌યુ.

‘સવાલ જ નથી આપણા બન્નેના નામ એકસાથે હોય એનો અર્થ એ જ છે’, મેં કહ્યુ.

‘પણ એ દિવસે તો હું પણ તમારી સાથે હતી જો કોઈએ જોયા હોય તો આપણે ત્રણેયને જોયા હોવા જોઈએ..”, નીતુએ કહ્યુ.

‘એ મને નથી ખબર પણ આપણે જવાબ શું આપવાનો છે એ વિચારીએ.. તો વધારે સારૂ રહેશે..’, મેં કહ્યુ.

‘આજે બધા ફરી ભેગા થયા છો..? કંઈ ખાસ ઓકેશન..?’, રોહને પુછ્‌યુ.

‘હા તારા મેરેજ કરવાના છે અત્યારે’,નીતુએ એની હસી ઉડાવતા કહ્યુ અને એણે એનો જમણો હાથ એના મોં પર એની હંસી છુપાવવા રાખ્યો.

‘અરે યાર.. નોટીસ બોર્ડ પર અમારા નામ છે અને એચ.ઓ.ડીને મળવા જવાનુ છે.’, નીલે કહ્યુ.

‘મેં તો તમને પહેલા જ કહ્યુ હતુ કે તમે લોકો જાણી જોઈને પગ પર કુહાડી મારો છો પાછળથી પ્રોબ્લેમ આવશે..’, રોહને પ્રોબ્લેમ સોલ્વ કરવાને બદલે એનુ ભાષણ ચાલુ કર્યુ.

‘જો રોહન અત્યારે તુ કંઈ હેલ્પ કરી શકતો હો તો કે આમ પહેલાની વાત કરી કરીને અમને લેકચર આપમા, અમે જે કર્યુ એનો અમને કોઈ પછતાવો નથી..’, નીલે કહ્યુ.

‘ઓકે.. નાસ્તો કરો કંઈક વિચારીએ..’, રોહને કહ્યુ.

‘અરે હર્ષ તારી ફ્રેન્ડ શ્રુતિ શું કરે છે?’, નીતુએ પુછ્‌યુ. રોહન અને નીલે મારી સામે જોયુ.

‘ઓય આ શ્રુતિ કોણ છે..?’, રોહન અને નીલે લગભગ એક્સાથે પુછ્‌યુ.

‘સ્મિતા મેમની છોકરી.’, મેં કહ્યુ.

ત્રણેય ચ્હાનો કપ પકડીને મારી સામે જ જોતા રહ્યા. એ લોકોને હવે ખબર પડી કે સ્મિતા મેમ સાથે હું શામાટે વાત કરતો હતો.

‘એ ખુબ લાંબી કહાની છે હું પછી ક્યારેક કહીશ અત્યારે પહેલા આપણે એચ.ઓ.ડી પાસે જીને શું કરવાનુ છે..? એ વિશે વાત કરીએ. હું નથી ચાહતો કે આપણા બન્નેના એચ.ઓ.ડીના સવાલોના જવાબ અલગ અલગ હોય.’, મેં કહ્યુ

‘ધર્મેશ. હા ધર્મેશ..’, નીતુ એકાએક બોલી

‘ધર્મેશ ? કોણ ધર્મેશ?’, નીલે પુછ્‌યુ.

‘ધર્મેશ મારા ક્લાસનો એક છોકરો છે. હોસ્ટેલમાં રહે છે. તમે એમ કહી શકો કે અમે ધર્મેશને મેથ્સ શીખવાડવા માટે કોલેજમાં આવ્યા હતા.’, નીતુએ એનો આઈડીયા સંભળાવ્યો પણ કંઈ જામ્યો નહિ.

‘એટલે ધર્મેશ, હોસ્ટેલનો છોકરો, સવારે સાત વાગે વહેલા ઉઠીને મેથ્સ શીખવા માટે આવ્યો હશે એવુ સર માની લેશે.. પાગલ’, નીલે કહ્યુ.

‘સર ને પણ ખબર જ હશે કે હોસ્ટેલના છોકરાઓ એક્ઝામના દિવસોને બાદ કરતા દસ વાગ્યા સિવાય સવારે પોતાની ઉંઘ ઉડાડતા નથી..”,મે કહ્યુ.

‘તો શું જવાબ આપી શકાયયાર.. મારૂ મગજ તો હવે ચાલતુ નથી..’, મેં ટેબલ પર હાથ પછાડતા કહ્યુ.

‘એક કામ કરીએ. પણ આમાં રીસ્ક છે તારે તારા બધા ફ્રેન્ડસને ખોટુ બોલાવવુ પડશે.. અને મારે પણ મારા બધા ફ્રેન્ડસ ને..’, નીતુએ એના હાથને જોડી રાખ્યા અને થોડુ સીરીયસ થઈને કહ્યુ.

‘હા બોલને શું કરવુ પડશે?’, નીલે કહ્યુ.

અમારા ગૃપમાં એવુ બની ગયુ હતુ કે મોસ્ટઓફ કોઈ પ્રોબ્લેમ હોય ત્યારે નીતુ જ એનુ સોલ્યુશન આપતી. એવુ નહોતુ કે અમને સોલ્યુશન કાઢતા આવડતુ નહોતુ. પણ એનુ સોલ્યુશન થોડુ ઈઝી અને પરફેક્ટ હોય. રોહન તો લગભગ શાંતીથી બેઠો જ હતો. એ આવ્યા પછી ખાસ કંઈ બોલ્યો નહોતો. ખબર નહિ એને હમણા હમણા શું થયુ હતુ. એ જરૂર વિના બોલતો નહોતો.

‘તમારે તમારા ફ્રેન્ડસને મનાવવાના છે. એમ કહેવાનુ છે કે એસ્ટાબ્લીશમેન્ટ ડે ના દિવસે બધા એ કેક કાપવાનો પ્લાન કર્યો હતો પણ કોઈક રીઝનના લીધે એ પ્લાન કેન્સલ રાખ્યો અને એ ઈનફોર્મ કરતા નીલ અને હર્ષને ભુલાઈ ગયુ. એટલે જ એ લોકો સવારે વહેલા આવ્યા હતા. હું પણ મારા ક્લાસની અમુક ગર્લ્સને આ સમજાવી દઈશ. એટલે જો કદાચ સર તમને પુછે કે તમે કેમ આવ્યા હતા..? તો આ સ્ટોરી સંભળાવી શકો. પણ આના માટે કદાચ જે સત્ય છે એને તમારા ફ્રેન્ડસ ને કહેવુ પડશે. આ બાબતમાં કોઈ ફ્રેન્ડસ ના પણ નહિ પાડે’, નીતુએ એનો પ્લાન સંભળાવ્યો. નીતુનો “સત્ય” શબ્દ સાંભળીને બધા હસી પડયા.

‘રીસ્ક તો આમા પણ છે. એમ કરીએ તુ અત્યારેજ તારી ફ્રેન્ડસને અહિ બોલાવીલે અને હું પણ મારા ત્રણ ચાર ફ્રેન્ડસને બોલાવી લવ છુ..’, નીલે કહ્યુ.

નીલે અને નીતુએ એના ફ્રેન્ડસને કોલ કરીને કેન્ટીનમાં તરત જ આવવા કહ્યુ. મેં પણ મને જે જુનીયર્સ ઓળખતા હતા એને કોલ કર્યા પણ એમાંથી બે લોકો આવી રહ્યા હતા બીજા લોકો પોતપોતાના ઘરે જ હતા.

બધા લોકોને કેન્ટીનની બહારના ગ્રાઉન્ડ પાસે ઉભા રાખ્યા. મેં નીતુને એની વાત શરૂ કરવા હાથનો ઈશારો કર્યો.

‘હેય ફ્રેન્ડસ તમારી થોડી હેલ્પ જોઈએ છે.. અને એના માટે કદાચ તમારે ખોટુ પણ બોલવુ પડે, તો તમારે શું કરવાનુ છે એ પહેલા હું આ બધુ શામાટે કરવાનુ છે એ કહી દવ.’, નીતુએ એસ્ટાબ્લીશમેન્ટ ડેના દિવસે જે બન્યુ હતુ એ બધુ કહ્યુ.

‘તો ફ્રેન્ડસ, આજે એ દિવસ છે જે દિવસે તમારે તમારા ફ્રેન્ડસને હેલ્પ કરવાની છે. ફેસબુક પર ફ્રેન્ડસ વિશેની સારી સારી વાતના ક્વોટ્‌સ તો બવ શેર કર્યા.. ફોર્માલીટીવાળા મેસેજ પણ બવ શેર કર્યા, પણ આ દિવસ પછી તમારી પાસે એક સાચી ફ્રેન્ડશીપની સ્ટોરી હશે.. જે તમે ભવીષ્યમાં કોઈને ગર્વથી સંભળાવી શકશો કે અમે અમારા ફ્રેન્ડસ માટે આવુ બધુ કર્યુ હતુ. સો બી રેડી ફોર ટ્રુ હેલ્પ.’, નીતુએ એના ભારે અવાજમાં એવી તે મોટીવેશનલ સ્પીચ આપી કે બધા ફ્રેન્ડસના ચેહરા પર સ્માઈલ આવી ગઈ.

“અરે યાર સ્યોર થોડુ ખોટુ બોલવુ પડે એમા શું આવા કામમાં કામ નહિ આવીએ તો ક્યારે આવીશું..”, લગભગ બધા ફ્રેન્ડસ નો આવો સુર હતો.

તો પોણો એક વાગવા આવ્યો હતો બધુ જ ફાઈનલ હતુ. શું કહેવાનુ અને જો જરૂર પડે તો એ દિવસે કોણ કોણ આવવાનુ હતુ એ લોકોના નામ આપવાનુ.

‘ઓકે નીલ આપડે લોકોને હવે જવુ જોઈએ..’, મેં નીલને કહ્યુ.

‘હા ચાલ, રોહન તારે આવવુ છે..? કે લેકચર નથી ભરવો.’,મેં પુછ્‌યુ.

‘હા આવુ છુ, મારે પણ ત્નટ્ઠદૃટ્ઠ નો લેકચર છે’, રોહન પણ ચાલતો થયો.

***

ધોળા થઈ ગયેલા વાળ, આંખ પર જુનવાણી કાળી ફ્રેમ વાળા ચશ્મા, વ્હાઈટ એન્ડ બ્લુ લાઈનીંગ વાળો શર્ટ અને ભુરી આંખો જે સામાન્ય કરતા થોડી વધારે જ બહાર આવી ગઈ હતી, ૐર્.ં.ડ્ઢની આંખો અમારી સામે એકધારી તાકી રહી હતી. પ્યુન અંદર આવ્યો.

એણે એક દળદાર રજીસ્ટર જેવો ચોપડો સરના ટેબલ પર મુક્યો, રજીસ્ટરમાં પેનથી પોઈંટ કરતા કહ્યુ. ‘અહિ સર..!’. વસાવા સરે એના ઝાડા સફેદ રૂવાંટી ભર્યા હાથ રજીસ્ટર પર મુક્યા અને એ રજીસ્ટરમાં કંઈક વાંચવાનુ ચાલુ કર્યુ. દસ મિનિટ સુધી એમણે પોતાની આંખોને રજીસ્ટરમાં ડુબાડી રાખી, એમણે એમના ડેસ્કટોપ પાસે પડેલ પેનબોક્સમાંથી બ્લેક કલરની સેલો ગ્રીપર ઉઠાવી અને રજીસ્ટરમાં સાઈન કરી આપી. મે અને નીલે એક્બીજા સામુ જોઈને નેણ ઉચા કર્યા.

થોડી વાર સુધી એ એના ડેસ્કટોપ કમ્પ્યુટરમાં મોઢાને ઘુસાડીને એમની ધીમી અને શીથીલ પડી ગયેલી આંગળી દ્વારા વિક્ટરના કીબોર્ડમાં ટાઈપ કરવા લાગ્યા, ટાઈપીંગનો કટાકટી ભર્યો અવાજ અમે ખુબ સહેલાઈથી સાંભળી રહ્યા હતા. અત્યારે એ અવાજ મને અને નીલને ખુબ જ ઈરીટેટ કરી રહ્યો હતો. અમારા બન્નેમાંથી કોઈની પુછવાની હિમ્મત નહોતી કે અમને અહિ શામાટે બોલાવવામાં આવ્યા છે..?

‘એક્સક્યુઝમી સર!!’, હું અચકાતો અચકાતો બોલ્યો.

ટાઈપીંગનો અવાજ બંધ થઈ ગયો.. રોલીંગ ચેઈર અચાનક અમારી તરફ ફરી એનો ‘કીચુડ કીચુડ’ અવાજ આવ્યો. કારણ કે સરનુ શરીર પણ બવ વધારે હતુ.

‘અમારે ડીસ્ટ્રીબ્યુટેડ ડાટાબેઝ નો લેકચર છે જો તમે બીઝી હોવ તો અમે પછી આવીએ’, મેં કહ્યુ.

એમણે એમનો ચેહરો નીચે જુકાવ્યો અને ચશ્માની ઉપરથી અમને સીરીયસ નજરથી જોયા.

‘એમણે એમની ચેઈર ફરી ડેસ્કટોપ તરફ ઘુમાવી અને મોનીટર પાસે પડેલ લેન્ડલાઈન ફોન પર ત્રણ ડિજીટનો નંબર ડાયલ કર્યો.

‘મેડમ પેલા બે છોકરાવને બોલાવ્યા છે તમે અને શાહ સર આવી જાવ..’, મી. વસાવાએ એના ભારે અને ખરડાયેલા અવાજમાં ફોન પર વાત કરી અને ફોન મુકી દીધો. ‘મેડમ’ શબ્દ યુઝ કર્યો એટલે મારા ધબકારા અચાનક વધી ગયા. મારા હાથની આંગળીઓ સહેજ ધ્રૂજવા લાગી. ફરી એ પોતાના ડેસ્કટોપ કમ્પ્યુટરમાં કઈક ટાઈપ કરવા લાગ્યા.

પાંચ મિનિટ પછી પાછળથી કોઈ મીઠો અવાજ કોઈ ભારે અવાજ સાથે વાતો કરતો હોય એવુ સંભળાયુ. પણ એ મીઠો અવાજ ડર પણ ઉત્પન્ન કરી રહ્યો હતો.

સ્મિતા મેમ સાથે કમ્પ્યુટર ડીપાર્ટમેન્ટના હેડ એન. જે. શાહ પણ આવ્યા.

‘તમે લોકો બહાર બેસો હું બોલાવુ છુ’, સરે અમને સખતાઈથી કહ્યુ.

અમે ઓફીસના ફાઈબર અને કાચથી બનેલા પાર્ટીશન પાસે રાખેલા સોફા પર બેઠા. જ્યાંથી અંદરની બધી જ વાતો ક્લીઅર સંભળાતી હતી.

‘આ જ એ બે છોકરાઓ છે જેને દિનેશભાઈએ સવારમાં આઈ.ટી બ્લોક પાસે જોયા હતા.. એટલે મને એમ લાગે છે કે એ દિવસે જે.....”, એચ.ઓ.ડીએ મેમ અને સરને કહ્યુ.

અમે લોકો ઓફીસની બહાર નજર નાખીને બેઠા હતા કારણ કે પાછળ ફરીને જોવાની હિમ્મત નહોતી. મેં અને નીલે તૈયારી કરી જ રાખી હતી કે શું કહેવુ.

‘પણ સર. આ બન્ને છોકરાઓ ને હું ઓળખુ છુ. એસ્ટાબ્લીશમેન્ટ ડેના દિવસે એ લોકો મારી સાથે જ ગેટમાં અંદર આવ્યા હતા. એ દિવસે મેં એ લોકોને વહેલા બોલાવેલા કારણ કે મારે બે કામ હતા. એ લોકોએ મારી પાસે નોવેલ્સ મંગાવેલી અને બીજુ અમારા ડીપાર્ટમેન્ટ માટે અમે કેકનો ઓર્ડર આપ્યો હતો જે લેવા એ લોકોને મોકલવાના હતા.’, સ્મિતા મેડમે આટલુ કહ્યુ, મારૂ મગજ આ સાંભળીને ઉંડા આશ્ચર્યમાં ડુબી ગયુ. આટલુ સાંભળતા તો મારા હ્ય્‌દયના ધબકારા એબનોર્મલ અને ફાસ્ટ થઈ ગયા.

મેં અને નીલે એમનીજાની સામે આશ્ચર્ય અને ખુશીથી જોયુ. બન્નેના મનમાં સવાલોના ઢગલા થવા લાગ્યા હતા. જેના જવાબ મેમ સિવાય કોઈ પણ આપી ના શકે. પણ એક વાત નક્કિ હતી સ્મિતા મેમ અમને બચાવવા માંગતા હતા. કેમ ? એ એક સવાલ હતો.

‘તમે સ્યોર છો?’, શાહ સરે કહ્યુ.

‘હાસ્તો તમે ચાહો તો અમારા ડીપાર્ટમેન્ટના પ્યુનને પણ પુછી શકો કે એ દિવસે કેક આપવા માટે આ બન્ને છોકરા આવ્યા હતા કે નહિ..?’, સ્મિતા મેડમે કહ્યુ.

‘હા દિનેશભાઈ એમ પણ કહેતા હતા કે એમણે બીજા બે છોકરવને પણ જોયા હતા પણ એ લોકો ડીપાર્ટમેન્ટની બહાર હતા. પણ આ બન્ને છોકરાવની ભુતકાળની કેટલીક હરકતો પરથી મને એમ લાગ્યુ કે આ બન્ને હોવા જોઈએ’, મી. વસાવા આટલુ બોલ્યા પછી મેં અને નીલે એકબીજા સામે કોઈ જ એક્સપ્રેશન વિના એક ક્ષણ માટે જોયુ. પણ હસ્યા નહિ, કારણ કે કાચ ટ્રાન્સપરન્ટ હતો.

ડીંગ ડોંગ બેલ વાગ્યો મેં અને નીલે પાછળ જોયુ, સરે હાથ હલાવીને અંદર આવવાનો ઈશારો કર્યો. અમે અંદર ગયા.

‘યસ સર’, મેં અને નીલે કહ્યુ.

‘તમે તમારા લેકચરમાં જાવ. એન્ડ નો ક્વેશ્ચન્સ’, સરે એના ગંભીર ચહેરે કહ્યુ.

સ્મિતા મેડમે મારી સામે વિના કોઈ એક્સપ્રેશન્સ જોયુ. અમે મનમાં જ ખુશીયો મનાવતા લેકચરમાં ગયા.

***

ડીડીએના લેકચરમાં સવાલો સિવાય મગજમાં બીજુ કંઈ નહોતુ ઘુમી રહ્યુ. જે રીતે સ્મિતા મેડમે અમને બચાવ્યા હતા એના પરથી ઘણા વિચારો મારા મનમાં આવી રહ્યા હતા, આખા લેકચર દરમ્યાન મારૂ ધ્યાન એક વાર પણ બોર્ડ તરફ કે સરના ફાલતુ જોક્સ તરફ નહોતુ ગયુ, કે ન તો અમારા ક્લાસની સૌથી બ્યુટીફુલ છોકરી દ્રષ્ટિ તરફ મારી દ્રષ્ટિ ગઈ હતી. મારા મગજમાં શ્રુતિને રાતે પહેલી વાર જોઈ હતી અને જેટલા વિચાર એકસાથે એના આવતા હતા એ કરતા પણ વધારે આજે આવી રહ્યા હતા.

‘શું મેડમને ખબર હતી કે અમે જ આ બધુ કર્યુ હશે?’

‘હા એ દિવસે હું એમને જલદીમાં મળ્યો હતો અને એમણે ફર્સ્ટ એઈડ માટે પણ પુછ્‌યુ હતુ. પણ તે એ દિવસે આટલા વહેલા કોલેજમાં શુ કરી રહ્યા હતા.?, બધા પ્રોફેસરો અને પટાવાળાના સ્ટાફ સિવાય કોઈ વહેલા આવવાનુ નહોતુ.’

‘આખરે અમને બચાવવાથી એમને શુ ફાયદો થવાનો..?’, મારા મનના વિચારો હું રોકી શકતો નહોતો અને કદાચ મેં વિચારોને રોકવાની કોશીષ પણ ના કરી.

‘કદાચ મેમ તારા પર ફિદા થઈ ગયા છે.’, નીલે મારા ડાબા સાથળ પર એની પેન મારતા ધીમેથી કહ્યુ. નીલે પણ મને કહ્યુ કે મને તો એક જ સવાલ વારંવાર ઉઠી રહ્યો છે કે,

‘મેડમને આખરે આપણા વિષે ખોટુ બોલીને આપણને બચાવવાથી શું મળવાનુ છે..? અને શા માટે બચાવ્યા?’

પણ મને ખબર હતી મારી પાસે આ જવાબ મેળવવાનો એક ખુબ જ સોનેરી મોકો છે જ્યારે હું એમની પાસે પાંચ વાગે બુક્સ લેવા માટે જાવ.

ડીડીએના કે.બી દલવાની સર આજે એમનુ ડેટાબેઝનુ સમજાય નહિ એવુ જ્જ્ઞાન ઓકી રહ્યા હતા. બટ મને તો કોઈ માણસ જસ્ટ એના હોઠો ને હલાવી રહ્યો હોય એવુ જ લાગ્યુ. એક કલાક પછી લેક્ચર પુરો થયો. અમે બહાર નીકળ્યા. બે વાગી ચુક્યા હતા અને હજુ પાંચ વાગવાને ખુબ વાર હતી. હવે ચાર વાગે લેકચર હતો. એટલે જેમ અમે નક્કિ કર્યુ હતુ એમ એચ.ઓ.ડીની મીટીંગ પછી અમારે ફરી કેન્ટીનમાં જ મળવાનુ હતુ. અમે લોકો કેન્ટીનમાં ગયા. ત્યાં ઓલરેડી, નીતુ અને રોહન આવી ચુક્યા હતા. રોહન કોઈ વાત પર હસતા હસતા નીતુનો ડાબો હાથ મરડી રહ્યો હતો અને ચીસ પાડીને બોલી રહ્યો હતો. ‘બોલ કહીશ હવે..,? ખીજવીશ હવે?’.

અમને કેન્ટીનમાં આવતા જોઈને રોહને નીતુનો હાથ ધીમેથી છોડયો અને કહ્યુ, ‘આજે બચી ગઈ તુ..!!!’

કેન્ટીનમાં આવતા પહેલા મેં અને નીલે નક્કિ કર્યુ હતુ કે એ લોકોને પહેલા એમ નથી કહેવુ કે અમને લોકોને કોઈ જ પનીશમેન્ટ નથી થઈ. ઘણા બધા ખોટા અને ગંભીર ગપ્પા મારવાના હતા. એટલે અમે અમારા મોઢા પર કોઈ ખુશીની રેખાઓ દેખાવા ના દીધી અને મોઢુ લટકાવેલુ જ રાખ્યુ. અમે ચેઈર પર બેઠા. હું મારૂ માથુ ચેઈર પર ઢાળીને સુઈ ગયો હોવ એમ નાટક શરૂ કર્યુ.

‘મારે એ પુછવાની જરૂર નથી કે શું થયુ. તમારા મોઢા ઉપરથી તો ખબર પડી જાય એમ જ છે કે કંઈ સારૂ નથી થયુ..?’, નીતુ બોલી. મેં મારૂ માથુ ટેબલ પરથી ઉંચુ કર્યુ.

‘એક ખરાબ ખબર છે.!!’, મેં કહ્યુ. નીતુએ એની આંખોના નેણ અને આંખો સંકોચીને મારા તરફ એનો ચેહરો લાવતા બોલી. ‘ખરાબ. એટલે.?’

‘એટલે કે આપણે ત્રણેય આ સેમેસ્ટર માટે ડીટેઈન થઈ ગયા છીએ..’, મેં કહ્યુ.

‘વોટ.??? નીતુનું નામ તો નોટીસ બોર્ડ પર નહોતુ.’, રોહન નીતુ બોલે એ પહેલા જ બોલ્યો.

‘હા, પણ એ લોકો એ સી.સી.ટી.વી કેમેરાનુ રેકોર્ડીંગ અમને પ્લે કરીને બતાવ્યુ એટલે અમારી પાસે આપણા બનાવેલા પ્લાન પર ચાલવાનો મોકો જ ના મળ્યો. અમને નહોતી ખબર કે આપડા ડીપાર્ટમેન્ટમાં કેમેરા પણ લગાવેલા છે. સોરી સીસ અમારા કારણે તને પણ ડીટેઈન કરવામાં આવી.’,નીલે કહ્યુ.

અચાનક નીતુના ચહેરા પર પણ થોડી ઉદાસી છવાઈ ગઈ. ‘આ બધો પ્લાન મારો જ હતો, મારા કારણે જ આપણે ત્રણેય લોકો ફસાયા છીએ. નો પ્રોબ્લેમ પણ મમ્મી પપ્પાને શુ જવાબ આપીશુ?’, નીતુની આંખો લગભગ ભીની થઈ ગઈ.

હું અને નીલ મનમાં ને મનમાં નીતુને ચીડવવાની મોજ લઈ રહ્યા હતા પણ હવે બીક પણ લાગતી હતી કે આને સાચુ શું થયુ હતુ એ કહીશુ તો એ લોકોની ખુબ જ રાડો અને ગાળો સાંભળવાની છે.

‘તમે લોકો એચ.ઓ.ડીને રીક્વેસ્ટ કરી શકો’, રોહને ગંભીર થઈને હંમેશાની જેમ શરણાગતી ભરી સલાહ આપી.

અમને એમ લાગ્યુ કે હવે નીતુને વધારે ખોટુ ના બોલવુ જોઈએ નહિતર નીતુની આંખોમાંથી પટ પટ આંસુડાઓ પડવા લાગશે. એટલે મેં નીલેને મારો પગ માર્યો અને નીલે મને ફરી એનો પગ મારા પગ પર મારતા ઈશારો કર્યો કે તુ જ એને આ સદમામાંથી બહાર કાઢ.

‘પણ નીતુ એક ખુશી ની વાત પણ છે’, મેં કહ્યુ.

‘કોઈ ડીટેઈન થઈ જાય એના પછી એને કદાચ ૯ એસ.પી.આઈ આવે તો પણ ખુશી ના થાય.’, એણે એના હળવા સ્વરમાં એના લાલ થઈ ગયેલા ચેહરા પર સુકાયેલા એક્સપ્રેશન લાવતા કહ્યુ.

‘પણ સાંભળ તો ખરી, નીલ જ્યારે ડીડીએની ક્લાસમાં સુઈ ગયો હતો ત્યારે એને એક સપનુ આવ્યુ હતુ..’, મેં કહ્યુ. હું અને નીલ બન્ને એક્દમ ખડખડાટ હસી પડયા.

નીતુ સમજી ગઈ. એના લાલ થઈ ગયેલા ચેહરા પર અચાનક જ ગાલ પાસે ખાડો પડયો અને એકાએક એણે મારા ટેબલ પર રાખેલો હાથ મરડવાની કોશીષ કરી અને કહ્યુ.

‘સાલા, રાક્ષસો બીજો કોઈ ધંધો જ નથી તમને તો સાચે જ ડીટેઈન કરવા જોઈએ, હું જાવ છુ એચ.ઓ.ડી પાસે તમે શુ કર્યુ એ કહેવા.’, નીતુએ અમને બોલવાનો મોકો જ ના આપ્યો. એણે મારો હાથ છોડયો અને નીલ તરફ વળી અને એના માથામાં એના હાથથી ફટકારવા લાગી.

‘ઘરે પહોચવાદે, તારા જીન્સનો શું હાલ કરૂ છું આજે જો તુ!!!’ રોહન પણ ગંભીરતા દુર કરીને મીઠું મીઠું હસવા લાગ્યો.

‘શાંત મેડમ શાંત. બસ ખમ્મા કરો..’, હું તળપદા ગુજરાતી શબ્દો બોલ્યો. નીતુ મારા તરફ વળીને એણે એનો હાથ ઉચો કરીને મને મારવાની ચેતાવણી આપતી હોય એમ બંધ જ રહેવા કહ્યુ. પછી એની ચેઈર પર બેસી ગઈ. એ ખુલીને હસવા લાગી. એના વાળને એના હાથથી બરાબર કરવા લાગી. અમારા બન્નેની તરફ જોઈને એણે વિશાળ સ્માઈલ કરી. એનો બધો ઉત્પાત શાંત થઈ ગયો.

‘તો આપણો પ્લાન કામિયાબ થઈ ગયો એમને..?’, નીતુએ પુછ્‌યુ.

‘આપણા પ્લાનની જરૂર જ નથી પડી.’, નીલે કહ્યુ.

‘શું? શું..? તો તમને કોઈ બીજા કારણથી બોલાવ્યા હતા.?’, રોહને કુતુહલતાથી પુછ્‌યુ.

‘બવ જ મેજીકલ કહી શકાય એવી વાત છે જેના કારણો અમારા માટે સવાલો બનીને અમારી સામે તરી રહ્યા છે.’, મેં કહ્યુ.

સ્મિતા મે’મે અમારા વિશે સરને જે કહ્યુ હતુ એ નીલે-નીતુ ને કહ્યુ. એનુ મો પણ ખુલ્લુ રહી ગયુ. રોહન પણ પોતાનુ મો ફાડીને મુર્ત્િા બની ગયો.

‘હા, ખબર નહિ સ્મિતા મેડમે આવુ શા માટે કર્યુ હશે.? કે પછી સ્મિતા મેમને બધા સ્ટુડન્ટની સાઈડ લેવાની આદત હશે’, રોહન બોલ્યો.

‘હા આજનો લેકચર પણ સ્ટુડન્ટ ફ્રેન્ડલી હતો. અને રૂલ બ્રેકીંગની જે વાત કરતા હતા એના પરથી તો એવુ જ લાગે છે કે મેડમે આપણને એમની આ ઈમેજ કાયમ રાખવા બચાવ્યા હોય.’, નીલે કહ્યુ. પણ મને હજુ આ બધુ ગળે નહોતુ ઉતરતુ.

હું પાંચ વાગ્યાની રાહ જોઈ રહ્યો હતો. મારે જાણવુ હતુ કે સ્મિતા મેડમે આવુ શાંમાટે કર્યુ હતુ. મારા મનમાં કેટલાય પ્રકારના વિચારો હતા. નોર્મલ બોય્‌ઝના વિચારો કેવા હોય એ તો લગભગ બધાને ખબર જ હશે. હું પણ પુરૂષ છુ. મને પણ એવા વિચારો આવ્યા જ હતા. પરંતુ હું કોઈ નિર્ણય પર તો નહોતો જ આવ્યો. લોકોને જજ કરવાની આદત મને નથી. પરંતુ પાંચ વગાડવા મારા માટે ઘણો લાંબો સમય હતો...! સ્મિતા મેમ સાથે વાત કરવી કોને ન ગમે....? સ્મિતા મેમ.

***

શામાટે સ્મિતા મેડમે હર્ષ અને નીલને બચાવ્યા હતા. શું એટલા માટે જ કે એ માત્ર એમના સ્ટુડન્ટ હતા કે પછી બીજા કોઈ અગંત કારણો હતા. શું સ્મિતા મેમને હર્ષ તરફ કોઈ સ્વાર્થ હતો? હર્ષ અને નીલને બચાવવાનુ કારણ શું હતુ. જાણવા માટે વાંચતા રહો - ધ લાસ્ટ યર ? ફરી આવતા શનિવારે.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઈટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઈટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઈનરથી વધુ કંઈ જ નથી. હાલ એ ફુલ ટાઈમ આર્ટ્‌સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઈટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad

હિરેન કવાડના બીજા પુસ્તકો

All Books Available on Gujarati Pride Ebook App

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED