The Last Year - 4 books and stories free download online pdf in Gujarati

The Last Year: Chapter-4

ધ લાસ્ટ યર

સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ

ચેપ્ટર-૪

-ઃ લેખક :-

હિરેન કવાડ

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad

© COPYRIGHTS

 

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

 

MatruBharti has exclusive digital publishing rights of this book.

 

Any illegal copies in physical or digital format are strictly prohibited.

 

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અર્પણ

મારા એન્જીનીયરીંગના મીત્રોને, જેમની લાઈફ જોઈને આ સ્ટોરી લખવાની ઈન્સ્પીરેશન મળી છે. મારા વાંચકોને જેમણે હંમેશા મારી સ્ટોરીઝને એપ્રીશીએટ કરી છે અને પ્રેમ આપ્યો છે.

પ્રસ્તાવના

ઘણીવાર સ્ટોરીઝ વાંચ્યા પછી રીડર્સ પુછતા હોય છે કે આ સ્ટોરી તમારી લાઈફની છે ? એટલે પહેલા જ કહી દવ. ના આ સ્ટોરી મારી લાઈફની નથી. આ સ્ટોરી કમ્પ્લીટલી ફીક્શન છે.

બીજું મારે એક રીક્વેસ્ટ કરવી છે. આ સ્ટોરીમાં ઘણી એવી વસ્તુઓ છે ઘણાને ગમે ઘણાને ન પણ ગમે, એ તો રહેવાનુ જ. સ્ટોરીનો પ્લોટ પણ એવો જ બોલ્ડ છે. વિનંતી એ કે આ સ્ટોરી વાંચ્યા પછી, સ્ટોરી પરથી બસ મને જજ ન કરવો. દરેક લેખકને સ્ટોરી લખતી વખતે એને જીવવાની પણ હોય છે, એનો મતલબ એવો નથી કે પાત્રોના વિચારો એ જ લેખકના વિચારો છે. સો માય હમ્બલ રીક્વેસ્ટ ઈઝ ટુ નોટ ટુ જજ મી આફ્ટર રીડીંગ ધીઝ સ્ટોરી. કારણ કે સ્ટોરી ઘણી બોલ્ડ અને ઈરોટીક પણ હશે.

મારી લગભગ બધી સ્ટોરીઝ એન્જીનીયરીંગની હોય છે. એનુ એક જ કારણ છે, મેં એન્જીનીયરીંગને ખુબ એક્સપ્લોર કર્યુ છે. આ એન્જીનીયરીંગ સ્ટુડન્ટ્‌સની રીઆલીટી, ઈમેજીનેશન અને ફેન્ટાસીની વચ્ચે હીલોળા લેતી સ્ટોરી છે. આશા રાખુ છુ તમને ગમશે.

ચેપ્ટર-૪

૪. સરપ્રાઈઝ

આગળ આપણે જોયુ,

હર્ષ સ્મિતામેમનો લેક્ચર ભરે છે. જેમાં એને ઘણી મજા આવે છે. હર્ષની મુલાકાત નીતુ સાથે થાય છે. એ એચ.ઓ.ડીને પાઠ ભણાવવા એક પ્લાન સજેસ્ટ કરે છે. બટ સ્ટીકર ચોંટાડતી વખતે પડવાથી હર્ષનુ માથુ ફુટી જાય છે. સ્મિતા મેમ ડીપાર્ટમેન્ટમાંથી નીકળી રહેલા હર્ષને જોઈ જાય છે. હર્ષ ઘરે આરામ કરવા જાય છે. પણ ત્યારેજ હર્ષના મોબાઈલમાં નીતુનો મેસેજ આવે છે. ‘યુ આર ફક્ડ અપ!’. હવે આગળ..

હવે આગળ...

***

‘Life without surprise and secrets is nothing at all. Life should not be like sine wave, it should be like complex wave. Unpredictable.’ આવા ક્વોટસ ને હું આજના દિવસ પછી પ્રેમ કરતો થઈ ગયો હતો. જો કોઈ તમને મુવીના ક્લાઇમેક્સનું સિક્રેટ કહી દે તો શું એ મુવી જોવામાં પહેલા જેટલી મજા આવશે ? એવું જ કંઇક લાઇફનું પણ છે. હવે હું એમ માનવા લાગ્યો હતો કે કોઈ મને મારી લાઇફમાં સામેથી આવીને પણ કહે કે આગળ શું થવાનું છે, તો હવે હું એ જાણવા માંગતો નહોતો. કારણ કે મારી લાઇફ હવે ઇન્ટેરેસ્ટીંગ બનવા લાગી હતી.

જ્યારે કોઈ બાબતે અકળામણ હોય ત્યારે તમને એ સિવાય કોઈ વિચાર જ નથી આવતા હોતા. મન નવા નવા ઇમેજીનેશનના વિમાનોમાં ઉડવા લાગે છે. નીતુના એક મેસેજે મારી આવી જ હાલત કરી હતી. મને કૉલેજમાંથી ડીટેઈન કરવામા આવશે? પોલીસ કાર્યવાહી થશે? પેરેન્ટ્સને બોલાવવામાં આવશે? શું થશે એવો સવાલ નહોતો પણ આમાંથી કંઇક તો થશે એવો કોન્ફીડન્ટ હતો. હું બેડમાં બેઠો થયો. પેટમાં ખબર નહીં અજીબ જ હિલચાલ હતી. શું કરવુ કૉલેજ જવું કે ન જવું પ્રશ્ન એ જ હતો.

ફાઈનલી, મેં કૉલેજ જવાનું નક્કી કર્યુ. હું બે જ મિનિટમાં તૈયાર થયો. મેં કૉલેજ સુધીની ઓટો પકડી. એક સેકન્ડ પણ હું વેઇટ ન કરી શકું એટલી ઉતાવળ હતી. એટલે જ તો હું નીતુ કે નીલને કૉલ કરવાનુ પણ ભૂલી ગયો હતો કે શું થયું છે? ગેટ પાસે પહોચ્યો એટલે એમ થયું કે પહેલા નીલને કૉલ કરીને બોલાવું. મે એને કૉલ કર્યો. એનો ફોન આઉટ ઓફ કવરેજ બતાવી રહ્યો હતો. મેં નીતુને કૉલ લગાવ્યો એનો ફોન લાગ્યો. રીંગ વાગી રહી હતી. રીંગ પૂરી થઈ ગઈ પણ એણે કૉલ ના રિસીવ કર્યો. મેં ફરી ટ્રાય કરી. એણે ફરી કૉલ રિસીવ ન કર્યો. આ એક એવો સમય હતો કે ત્યારે મારામાં વેઇટ કરવાની એક ટકા પણ તાકાત નહોતી. ડીપાર્ટમેન્ટ પાસે જવાની હિંમત તો સહેંજેંયે નહોતી. હું ગેટ પાસે જ ઉભો હતો ત્યાં જ નીતુનો કૉલ આવ્યો.

‘સોરી યાર, હું ક્લાસમાં હતી.'  નીતુએ કહ્યું. 

‘મારા હાથ પગમાં જીવ નથી અને તમે ટેસથી ક્લાસ ભરો છો?’, મેં કહ્યું. 

‘તને બધું જ કવ. તું કેન્ટીનમાં આવ, ચાલ બાય.'  નીતુએ કહ્યું અને ફોન કટ કર્યો.

પગમાં ધ્રુજારી હતી એની સાથે હું ઝડપથી કેન્ટીન તરફ ચાલતો થયો. હું કેન્ટીન બ્લોકમાં પહોચ્યો. અંદર જતો હતો ત્યાં જ...

‘તું? અહીં?, બ્લુ જિન્સ અને ગ્રીન-રેડ ભરતકામ કરેલુ કાઠિયાવાડી સ્ટાઇલ લાંબુ ગોઠણ સુધીનું ટોપ પહેરેલી એ હતી શ્રુતિ,

મને ઘણું આશ્ચર્ય થયું. 

‘હું પણ એ જ પૂછું છું. માણસો પોતાની કૉલેજમાં ન હોય તો બીજે ક્યાં હોય?’, અંદરથી એની સાથે બહુ બધી વાતો કરવાની ઇચ્છા અને બીજી તરફ પેટમાં પાણી નહોતું ટકતું એવી સિચ્યૂએશન હતી. મને નીતુ પાસે જવાની ઉતાવળ હતી છતાં મેં શ્રુતિ સાથે વાત કરી.

‘ઓહ તો તમે અહીંના ભોમિયા છો એમને?’, શ્રુતિ અજબ સ્માઇલ સાથે બોલી.

‘હા પણ તું?’ આટલુ બોલું ત્યાં તો મોબાઈલ વાઇબ્રેટ થયો. નીતુનો કૉલ હતો મેં રિસીવ કર્યો.

‘ઓય તું ક્યારે આવે છે જલદી આવ ને.’ અચાનક અવાજ વધારે લાઉડ થયો. 

એ વાત કરતી કરતી કેન્ટીનની બહાર આવી. અમે લોકો રસ્તા વચ્ચે જ ઉભા હતા. મેં કૉલ કટ કર્યો. નીતુ અમારી તરફ આવી મેં એને આંખો બતાવી ને કંઇ ના બોલવાનો ઇશારો કર્યો. 

‘તો તું અહીં ગપ્પા મારે છે, અને...’ એ આગળ બોલવા જાય ત્યાં મેં ફરી આંખો બતાવી અને કહ્યું. 

‘નીતુ આ મારી ફ્રેન્ડ શ્રુતિ.'  મેં કહ્યું.

‘હાઇ, હું એવું માની શકું કે તમે બંને જસ્ટ ફ્રેન્ડસ જ છો. હાહા. સોરી, મને મજાક કરવાની આદત છે હો. બાય ધ વે હું નીતુ હર્ષની જુનિયર.'  નીતુએ શ્રુતિને કહ્યું અને એણે હસતાં મોઢે હાથ મેળવ્યા.

‘એક મિનિટ હા શ્રુતિ.’ હું નીતુને થોડો દૂર લઈ ગયો એ પહેલા શ્રુતિને કહ્યું.

‘શું થયું? એ પહેલા કે. હવે હું નહીં રહી શકું.'  મેં નીતુને પૂછ્યું.

‘શાંત શાંત.'  નીતુ બોલતી બોલતી હસવા લાગી.

‘મારો અહીં જીવ જાય છે અને તને મસ્તી સૂજે છે? પ્લીઝ કહે ને શું થયું છે?’, મેં ફરી નીતુને પૂછ્યું. 

‘એમા વાત એમ છે ને કે તું પેલા ભાભીને મળી લે, ટેનશન લેવાની કંઇ જરૂર નથી. કંઇ નથી થયું, ભાભી અત્યારે અહીં ના આવ્યા હોત તો કંઇક કહેત, હવે જરુર નથી.'  નીતુએ મને હાંશકારો અપાવ્યો. એ સતત હસી રહી હતી.

‘ઓય એ કાંય તારી ભાભી બાભી નથી જસ્ટ ફ્રેન્ડ છે અને યાર આવી મજાક હવે ના કરતી પ્લીઝ.'  મેં નીતુ ને કહ્યું અને અમે લોકો શ્રુતિ પાસે ગયા.

‘સોરી શ્રુતિ, બોલ તું અહીં કેમ? તારી કોઈ ફ્રેન્ડ્સ સાથે આવી છે? ક્યાં છે ચૈતી?’, મેં શ્રુતિને પૂછ્યું. 

‘એક્સક્યુઝમી, મારી ફ્રેન્ડનો કૉલ આવી રહ્યો છે, જવું પડશે.'  નીતુએ કહ્યું.

‘હવે તારા બહુ ફ્રેનડ્સ વધી ગયા કે આ ફ્રેન્ડ્સ માટે તો ટાઇમ જ નથી… નહીં?’, મેં નીતુને ટોન્ટ મારતા કહ્યું.

‘અરે એવું કંઇ નથી પણ મારે થોડું કામ છે.'  એણે કહ્યું.

‘બહુ બીઝી. ઓકે, જા કામ પતે એટલે કૉલ કરજે.'  મેં કહ્યું.

‘બાય, ડિઅર.'  નીતુએ કહ્યું.

‘બાય’, અમે બંનેએ કહ્યું નીતુ ચાલતી થઈ.

‘તો ચ્હા-કૉફી કંઇ ચાલશે?’, મેં શ્રુતિને પૂછ્યું.

‘તારી કૉલેજની કેન્ટીનમાં લાલ પાણી મળે છે, ચ્હા નહીં.'  એણે કહ્યું.

‘ઓહ, હાઇફાઇ માણસોનો વાંધો જ આ, હલકી વસ્તુ તો ચાલે જ નહીં. ભારતના કેટલાંય લોકો ને….’ હું વાત પૂરી કરું ત્યા…

‘ઓય ઓય બસ હવે અત્યારે રેવા દે, પ્લીઝ.'  શ્રુતિ વચ્ચે જ બોલી પડી. એણે એના આગળ આવી ગયેલા છુંટ્ટા વાળને એના હાથથી પાછળ કરી દિધા.

‘તો આપડે બહાર જઇએ કૉફી માટે?’, મેં કહ્યું.

‘નો, લેટ્સ ગો ફોર આઈસક્રીમ.'  શ્રુતિએ એના ઉડતા વાળને ફરી સરખા કરતા કહ્યું.

‘ઓકે તો ચાલીને જ જઇએ તારી સાથે વધારે ટાઇમ વિતાવવા મળશે.'  મેં ફ્લર્ટ કરતા કહ્યું.

‘ઓ, એમ કહી દે ને કે બાઈક નથી. હાહા’, શ્રુતિએ મારી ઉડાવી.

‘એવું લાગે છે તુ બે વર્ષમાં તો ઘણી બદલાઇ ગઈ છે. પહેલી વાર જોઈતી ત્યારે તો મોઢામાંથી એક શબ્દ નહોતો નીકળી શકતો અને અત્યારે તો બેજીજક બોલે છે?’, મેં શ્રુતિને માથા પર ટપલી મારતા કહ્યું.

‘હા બે વર્ષમાં ઘણી બદલાઇ ગઈ છું. પણ તારા માથા પર શું થયું છે આ?’, 

‘અરે એ કંઇ નથી થયું. જસ્ટ બાઈક સાથે એક્સિડેન્ટ થયું હતું.'  મેં મારા માથા પર હાથ ફેરવતા કહ્યું.

‘તો છોકરીઓ સામે ના જોવાય બાઈક ચલાવતી વખતે.' અમે લોકો કૉલેજના ગેટની બહાર નીકળ્યા.

‘ઉપ્પ્સ…’, કૉલેજની બહાર નીકળતા શ્રુતિના પગમાં ઠેસ આવી. એ પડવાની જ હતી ત્યાં મે એનો હાથ પકડી લીધો. 

પણ એનુ હાઇ હીલ સેન્ડલ તૂટી ગયું. હું એને સાઇડમાં લઈ ગયો અને પૂછ્યું.. 'પગમાં કંઇ થયું તો નથી ને.'

‘ના વધારે તો કંઇ પ્રોબ્લેમ નથી આવી. પણ થોડું દુઃખે છે.'  એણે એનો કોમળ હાથ એના પગની પાની પાસે ફેરવતા કહ્યું.

મન તો મારું પણ થતું હતું અને ચાન્સ પણ હતો એની મુલાયમ પાનીને સ્પર્શ કરવાનો. એટલે…

‘અહીં દુઃખે છે?’, મેં એના ડાબા પગનો પોપચો દબાવતા કહ્યું. નો ડાઉટ મારા મગજમાં કેટકેટલા લસ્ટફૂલ વિચારો ચાલી રહ્યા હતા.

‘સ્સ્સ………’, એણે ધીમેથી સીસકારો કર્યો.

‘દવાખાને જવું છે?’, મેં પૂછ્યું.

‘ના એવું બધું મોટું દર્દ નથી કંઇ, ચાલ એમ તો હું ચાલી શકું છું. પણ લાગે છે હવે સેન્ડલ વિના ચાલવું પડશે.’

“તો કેવું ચાલે છે સ્ટડી?’, શું પૂછવું એના કન્ફ્યુઝનમાં આવો બકવાસ સવાલ નીકળ્યો.

‘યાર આજે સ્ટડી સિવાય બીજી બધી વાતો કર પ્લીઝ.'  એ બોલી.

‘તો કહે તું આજે અમારી કૉલેજમાં કેમ?’,

‘તો સાહેબને મારા વિશે જાણવુ છે એમને?’, એણે મારી સામે અલગ જ સ્માઇલ કરતા કહ્યું.

‘હા, જો મેડમ જણાવે તો.'  મેં પણ હસતા હસતા જવાબ આપ્યો. અમે લોકો CCDમાં પહોંચ્યા.

નરમ સોફા, બાજુમાં કોમળ અને હસીન શ્રુતિ, ઠંડા વાતાવરણમાં કૉફી.

‘હું S.L.U કૉલેજમાં કોમર્સ ફાઈનલ યરમાં છું. એન્ડ તારી કૉલેજમાં મારી મમ્મી લેકચરર છે.'  એણે કહ્યું.

‘મારી કૉલેજમાં? તારા મમ્મી? શું નામ છે?’, મેં અચંબિત થઈને પૂછ્યું.

‘ઓય સવાલ કર પણ આવો કવેશ્ચન માર્ક વાળો ચહેરો ના કર. મમ્મીનું નામ સ્મિતા ભટ્ટ છે.'  એણે કહ્યું. રિઅલી મારી આંખોં પહોળી થઈ ગઈ હતી.

‘ઓહ માય ગોડ, તું સ્મિતા મે'મની છોકરી છો? સુપર્બ ભણાવે છે. ખરેખર તું તારી મમ્મી પર જ ગઈ છે.'  મેં એની મમ્મીના વખાણ કર્યા.

‘ખોટા વખાણ ન કર અને ઓર્ડર આપ.'  શ્રુતિએ કહ્યું.

‘બે કોલ્ડ કૉફી વિથ ચોકલેટ ચીપ્સ.'  મેં ઓર્ડર આપ્યો.

હવે મારી પાસે કોઈ વાતો નહોતી કૉફી અને શ્રુતિ સિવાય મને બીજું કંઇ જ દેખાતું નહોતું.

હું સતત શ્રુતિ સામે જોઈએ રહ્યો હતો. એણે એના વાળ બરાબર કરવા, વાળની બટરફ્લાય કાઢીને મોંમાં રાખી, એ બંને હાથે વાળને સરખા કરવા લાગી. મેં એના દાત વચ્ચે રાખેલ બટરફ્લાયને લેવા માટે હાથ લાંબો કર્યો. બોલાય એમ તો હતું નહીં એટલે એણે એનો ચહેરો હાથથી દૂર લઈ જવા પ્રયત્ન કર્યો. એણે બટરફ્લાયને એના હાથમાં લઈને વાળને બાંધી દીધા. 

'શુ હેરાન કરે છે, યાર.'  એણે કહ્યું.

‘બટરફ્લાયને મોંમાં રાખવી ફરજિયાત છે? ટેબલ પર ના મૂકી શકાય?’, મેં હસતા હસતા પૂછ્યું.

એ ચૂપ જ રહી. હું એને જોતો રહ્યો. એ મારી ખૂબ જ નજીક બેસેલી હતી. એ કૉફી પીતી રહી હું પણ કૉફીના ઘૂંટડા ભરતો રહ્યો. એના એ ગુલાબી હોઠ પર ક્રીમ ચોંટી રહ્યું હતું. એનો સ્વાદ હોઠ પર પહોચ્યા પછી કેટલો મીઠો થઈ ગયો હશે એ હું વિચારતો હતો. એણે હવે મારી સાથે આંખો મિલાવવાની ચાલુ કરી. મારી હાર્ટબીટ ફાસ્ટ થઈ ગઈ હતી. હું પહેલીવાર આવી રીતે કોઈ છોકરી સાથે આવ્યો હતો.

કદાચ વર્ષો પહેલાની લવ સ્ટોરી જેવુ લાગે પણ આવું જ બન્યું હતું. મારી અને શ્રુતિની બીજી મુલાકાતમાં.

એને જોવા સિવાય હું બીજી કોઈ વાત ના કરી શક્યો. કૉફી પતી ગઈ.

‘થોડી વાર બેસવું છે? બહાર આમ પણ વરસાદ આવે એવું લાગે છે.'  શ્રુતિ બોલી.

‘હા, નો પ્રોબ્લેમ. અને તારો નંબર તો આપ.'  મેં કહ્યું.

‘ઓહ્હ્હ્હ્હ્હ, નંબર? ના એ તો હું નહીં આપુ.'  એણે કહ્યું.

‘જો જે હો કૉફી સામે નંબર બહુ સસ્તો છે. ક્યાંક કૉફી મોંધી ના પડી જાય.'  મેં જવાબ આપ્યો.

‘ઓકે તો હવે મારે મોંધી જ પાડવી છે કૉફી. તું હવે બીજી વાર મને મળી શકે એટલી ઇન્ફો તો તારી પાસે છે જ. પણ શરત એક જ છે કે હું તને હવે મારા ઘરની અંદર જ મળીશ. બહાર જો તું મને બોલાવીશ તો પણ હું તને નહીં બોલાવુ. તો તારે મારા ઘર સુધી પહોંચવાનુ છે પછી જ તું મને બીજી કૉફી પીવડાવી શકીશ. ગોટ ઇટ?’, એણે કહ્યું.

‘તો તું ચેલેન્જ કરે છે. હજુ વિચારી લે હું માંગીશ એ આપવુ પડશે.'  મેં શ્રુતિને ફરી પૂછ્યું.

‘અરે એમા બીજી વાર વિચારવાનું ન હોય.'  શ્રુતિએ કહ્યું. હું એની આંખોમાં જોઈને હસ્યો.

અમે લોકો ચાલતા ચાલતા કૉલેજ પહોચ્યા. એ પણ ચૂપચાપ. ક્યારેક ક્યારેક હું મારા હાથ એના હાથને અડે એ રીતે એની નજીક ચાલતો હતો. એને ખબર હોવા છતાં એ કંઇ બોલતી પણ નહોતી એ જસ્ટ બ્લશ કરી રહી હતી. કૉલેજના પાર્કિંગ પાસે આવીને અમે લોકો ઉભા રહ્યા.

‘ઓકે. તો આ મારું એક્ટિવા અને હવે મારે જવું પડશે. એન્ડ હવે ક્યારે મુલાકાત થશે. એ તારા હાથમાં જ છે.'  એણે કહ્યું.

‘એક અઠવાડિયામાં ચેલેન્જ પૂરો થઈ જ જશે.'  મેં કહ્યું.

‘સી યા… એટ હોમ. બાય માય સ્વીટ…'  એટીટ્યુડમાં બોલી બટ એણે વાક્ય પૂરું જ ના કર્યુ અને એનું સ્કૂટર ચાલુ કરીને એ ચાલતી થઈ ગઈ.

આજની રાત માટે ફરી એ વિચારોનો ઢગલો કરતી ગઈ.

***

‘અરે રોહન આ નેટ કનેક્ટ કેમ નથી થતું જો ને?’, મેં રોહનને જગાડતા પૂછ્યું. 

‘સૂઈ જા ને આઠ-આઠ વાગ્યામાં ઊંઘ બગાડે છે બીજાની.'  રોહને ઊંઘમાં જવાબ આપ્યો. 

‘અરે યાર એરર બતાવે છે પેકેટ ડેટા ફેઇલ.'  હું બબડ્યો.. 

“એક્સેસ પોઇંટ સેટ કર TATA.DOCOMO.INTERNET”, રોહને ઊંઘમાં જ કહ્યું. 

‘અરે રોહનીયા વારી જાવ. અડધી કલાકથી મથું છું. બે ચાર ગાળો તો કસ્ટમર કેર વાળાએ ખાધી સવાર સવારમાં.'  મેં રોહનની ચાદર ખેંચતા કહ્યું. હું ફેસબુકમાં લોગીન થયો. એઝ યુઝ્યુઅલ હંમેશાની જેમ બે મૅસેજ હતા જ. નીતુના રોજ સવારે અને રાતે ગુડ મોર્નિંગમાં ફોનની સાથે ફેસબુકમાં પણ મૅસેજ હોય જ. મેં ઝડપથી ચેક કરીને સર્ચ બારમાં સર્ચ શ્રુતિ ભટ્ટ લખ્યું.

અડધી કલાકની મથામણ પછી આખરે શ્રુતિ મળી. પિંક ફ્રોકમાં સરદાર સરોવરના બેકગ્રાઉન્ડ વાળો ફોટો હતો. મેં રિક્વેસ્ટ સેન્ડ કરી. 

કૉલેજનો ટાઇમ થયો એટલે હું અને રોહન જવા નીકળ્યા. 

‘તને ખબર છે? CPDP માં અમારે સ્મિતા મેડમ આવ્યા છે બહુ સોલિડ ભણાવે છે.'  રોહને એની બાઈક ચલાવતા કહ્યું. 

‘હવે આજે ખબર પડે અમારે કોણ અલોકેટ થયું છે. એ આવે તો સારું.'  મેં કહ્યું. 

‘પણ માલીયો છે હો યાર, કદી ક્લાસ બંક કરવાનુ મન જ ના થાય.'  રોહને કહ્યું. 

‘એન્ડ એની.'  હું બોલવા જતો હતો, પણ શબ્દો રોકી લીધા.

‘શું એન્ડ એની?’ રોહને પૂછ્યું. 

‘એની ભણાવવાની સ્ટાઇલ મસ્ત છે.'  મેં વાત બલદતા કહ્યું. હું નહોતો ઇચ્છતો કે અત્યારે હજુ આના વિશે વધારે કહું. ફરી એમેચ્યોર વાતો. અમે લોકો કૉલેજ પહોંચ્યા. રોહન એના ડીપાર્ટમેન્ટમાં ગયો અને હું મારા.

‘તૈયાર થઈ જા એચ.ઓ.ડીને ફેસ કરવા માટે. જો નોટિસ બોર્ડ પર તારું અને મારું નામ લખેલું છે. એક વાગે એચ.ઓ.ડીએ ઑફિસમાં બોલાવ્યા છે.’  નીલે મને કહ્યું અને અમે પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસ તરફ ચાલ્યા.

***

‘So folks My Self Smita Bhatt and I will take your CPDP, means “Contributor Personality Development Programme” and I think you will enjoy it.'  સ્મિતા મેડમે લેક્ચર શરુ કર્યો.

‘Now introduce yourself one by one, name, native and hobbies.'  ફરી એજ મીઠો અવાજ.

બધાએ પોતાનું ઇન્ટ્રોડક્શન આપવાનુ ચાલુ કર્યુ. અમારી લાઈનના સ્ટુડન્ટ્સ હજુ પાંચેક લાઈન દૂર હતા. હું વિચારતો હતો કે ઇન્ટ્રોડક્શનમાં શું બોલું જેથી મે'મ ઇમ્પ્રેસ થાય અને હું એમની સાથે કોન્ટેક્ટ વધારી શકું જેથી એમના ઘરે જઇને શ્રુતિને મળી શકાય. ફાઈનલી મારો ટર્ન આવ્યો.

હું ઉભો થયો અને મેં મારુ ઇન્ટ્રોડક્શન ચાલુ કર્યુ. 

‘માય સેલ્ફ.’ આટલું મેડમ બોલ્યા. 

‘હર્ષ શાહ, સ્ટુડન્ટ ફ્રોમ સેવેન્થ સિમેસ્ટર, એન્ડ ધેન?’. આ સાંભળીને થોડાક સ્ટુડન્ટ્સ હસ્યા.

‘આઈ એમ ફ્રોમ સુરત. સિટી ઓફ સિલ્ક એન્ડ ડાયમન્ડસ. આઈ લાઇક ટુ વૉચ લવ સ્ટૉરી, ક્રાઇમ મુવીઝ એન્ડ રીડિંગ બુક્સ. અમ્મ્મ્મ એન્ડ આઈ એમ વેરી ફીટ ફીઝીકલી.'  મેં મારું ઇન્ટ્રોડક્શન આપ્યું.

‘વોટ્સ યોર પોઝિટિવ એન્ડ નેગેટિવ પોઇન્ટસ ?’, આ સવાલ આખા ક્લાસમાં મને જ પૂછાયો હતો. પૂછાયો ત્યારે સ્મિતા મે'મના ચહેરા પર સ્માઇલ હતી.

‘આઈ કેન ઇમ્પ્રેસ પીપલ એટ ફર્સ્ટ સાઇટ એન્ડ આઈ ડોન્ટ હેવ નેગેટિવ પોઇંટ.'  નર્વસનેસમાં હું શું બોલ્યો હતો એ મને જ ખબર નહોતી.

‘ગુડ વન.' મેડમે સ્માઇલ સાથે કહ્યું.

એક પછી એક બધાના ઇન્ટ્રો પત્યા અને મેડમે ભણાવવાનું ચાલુ કર્યુ.

‘લેટ મી ગીવ બ્રીફ આઈડિયા અબાઉટ માય ટીચિંગ સ્ટાઇલ ફર્સ્ટ I don't Follow the rules of Teaching Because I don't want to create students, I want to make you friends because you always remember Gossips. Why can’t you remember Integration and differentiation formulas ? because, You believe that there is no fun. So we are here to gossip and to create sweet memories that you can use it in Exams. One more thing, upto our class and lecture we are rule breakers or rulers of our Life and outside of class we are Teacher-Student. it is quite reverse. ok guys?’, મેડમે કહ્યું.
‘યસ મે'મ…’, ક્લાસમાંથી એક મોટો અવાજ આવ્યો.

‘આઈ ગિવ લેકચર્સ ઈન ઇંગ્લિશ. પણ આજે હું ગુજરાતીમાં બોલીશ કે પછી હિન્દીમાં. એનીવન ઇઝ ધેર હુ ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી?’, મેડમે એનો હાથ ઉંચો કરતા પૂછ્યું.

ક્લાસમાં કોઈએ હાથ ઉંચો ના કર્યો.

‘તો આજે હું કંઇ જ ભણાવવાની નથી, આ સબજેક્ટમાં આપણે કંઇ ભણવાનું પણ નથી. વિ આર હિઅર ટુ શેર, સોરી ઇંગ્લિશ.' 

આપણે અહીં જલસા અને ગપ્પોડીયા મારવા જ ભેગા થયા છીએ પણ, આપણે એ શીખીશું કે આ ટોળટપ્પામાંથી આપણે કેવી રીતે મોટીવેટ થઈ શકીએ?’, સ્મિતા મે'મ એની હેન્ડ મુવમેન્ટ અને સ્માઇલીંગ ફેસ સાથે બોલ્યા.

મેડમોનો લેકચર પોણો કલાક ચાલ્યો. એમના લેકચરમાં અમને જરા પણ કંટાળો નહોતો આવ્યો. કારણ કે એમણે એમના સબજેક્ટ પ્રમાણે સ્ટડી તો ચલાવ્યું જ હતું. બટ અમે કોઈ સબજેક્ટ ભણી રહ્યા હોય એવું લાગ્યું જ નહોતું. બધા જ યુવાનોના ફેવરીટ સબજેક્ટ મુવી પર ગ્રૂપ ડિસ્કશન ચાલ્યું હતું. જેનાથી અમને કેમ્પસ ઇન્ટરવ્યુ વખતે તકલીફ ના પડે. ક્લાસની બે ત્રણ છોકરીઓ સિવાય. બધાને આમા ઇન્ટરેસ્ટ હતો. દિપિકા, સહેલી અને તનુષ્કા ક્લાસની રેન્કર હતી અને એ લોકોને મુવીની ફેવર કે મુવીના ઓપોઝમાં શું બોલવુ એ ખબર નહોતી. એમની આ અકળામણ એ માટે હતી કારણ કે એ લોકો સબજેક્ટ ને વાચવામાંથી સમય મળે તો કોઈ મુવી જોવે ને. 

‘ફિલ્મોની યુવાનો પર અસર’, જેના પર ડિસ્કસ કરવા માટે બે ગ્રૂપ પાડી દેવામા આવ્યા હતા, એક ગ્રૂપમાં જે લોકો મુવીની પોઝિટિવ ઇફ્ફેક્ટ તરફ હોય તે લોકો અને બીજી તરફ મુવીની નેગેટિવ અસર વાળા સ્ટુડન્ટ્સ. જેમા આ ત્રિપુટી મુવીની નેગેટિવ ઈફેક્ટ તરફ એકલા જ હતા. એમનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેથી એમને ખાસ કંઇ મજા નહોતી આવી.

લેકચર પત્યો એટલે હું ક્લાસની બહાર નીકળ્યો અને મેડમની સાથે વાત કરવા માટે એમની પાછળ ગયો. 

‘મે'મ, મે'મ..'  મેં સ્મિતા મેડને સાદ પાડ્યો.

મેડમે એમના માથા પરની લટને કાનની ગોઠવતા પાછળ જોયું અને થોભી ગયા. હવે મારો પ્લાન મેડમના ઘર સુધી પહોંચવાનો હતો. જેથી હું શ્રુતિને મળી શકું. એટલે હું આગળ વધ્યો.

‘હા, હર્ષ જ ને?’,મેડમે પૂછ્યું.

‘યસ મે'મ, મારે તમારી હેલ્પ જોઈએ છે.'  મેં કહ્યું.

‘યસ સ્યોર, મેં સાંભળ્યુ છે કે તમારી પાસે નોવેલ્સનું ખૂબ મોટું કલેક્શન છે? તો મને શું થોડીક નૉવેલ એમાંથી વાંચવા મળી શકે?’, 

‘સ્યોર, કઇ નૉવેલ જોઈએ છે?’, મેડમે પૂછ્યું.

નૉવેલ આ શબ્દ જ્યારે મને સંભળાય ત્યારે માત્ર એક જ નૉવેલ યાદ આવતી થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઇફસ. કારણ કે, આ નૉવેલ સિવાય મેં કોઈ જ નૉવેલ નહોતી વાંચી અને એ પણ રોહનના વાંચવાના શોખને કારણે એ લઈ આવેલો, એણે મને પરાણે વાંચવા કહ્યું હતું. હું એકવાર લઈને બેઠો અને પછી મેં બે દિવસ કૉલેજ બંક મારીને એ પૂરી કરી નાખેલી. મને કોઈ નૉવેલના નામ પણ પર્ફેક્ટ યાદ નહોતા. થ્રી ઇડિયટ્સ એક નૉવેલ પરથી બન્યું એ ખબર હતી. પણ એનું નામ એક્ઝેક્ટલી મને યાદ નહોતું આવી રહ્યું.

‘કોઈ ફેમસ નૉવેલ જે વાંચવાની તમને મજા આવી હોય.'  મેં નૉવેલના નામ આપવાનુ ટાળતાં કહ્યું.

‘ઓકે, એક કામ કર. તું પાંચ વાગે સ્ટાફ રૂમમાં આવજે. હું મારા ડ્રોઅરમાં જોઈ લઉં કોઈ નૉવેલ પડી હોય તો.' મેડમે કહ્યું અને એમણે એમના પર્સમાંથી એમનો મોબાઈલ કાઢ્યો.

‘જો હું સ્ટાફરૂમમાં ના હોઉં તો મને કૉલ કરજે. મારો નંબર નોટ કરી લે અને મને મિસકૉલ કરી દે.'  મેડમે એમના મોબાઈલને ઉચો કરી ઇશારો કરતા કહ્યું.

મેં મારા જિન્સમાંથી મોબાઈલ કાઢવા હાથ નાખ્યો. હડબડાટમાં મોબાઈલ નીકળતો નહોતો કારણ કે એક તો મારુ જિન્સ ખૂબ જ ફિટિંગવાળું હતું, અને બીજું હું મેડમ સાથે વાત કરતી વખતે નર્વસ પણ હતો. મેં મારો મોબાઈલ કાઢ્યો. સ્મિતા મેડમે મને નંબર લખાવ્યો એ મે ડાયલ કર્યો અને એમને મિસકૉલ કર્યો.

‘ઓકે, તો પાંચ વાગે સ્ટાફરૂમમાં.'  મેડમે કહ્યું અને એ એની આછી ગુલાબી પ્લેઈન સાડીનો છેડો હાથમાં લઈ ચાલતા થયા.

પ્લાન ફેઇલ્ડ, કારણ કે હું એમના ઘરે પહોંચી શકું એવું કંઇક કરવાનુ હતું. નૉવેલથી કંઇ કામ બને એમ લાગતું નહોતું. પણ મેડમ પાસે તો જવાનું જ હતું. એમ પણ એમની ખૂબસુરતી જોઈને જ ધક્કો વસૂલ થઈ જાય. હું પાંચ વાગવાની રાહ જોવા લાગ્યો. બટ એ પહેલા ૧.૩૦ વાગે એચ.ઓ.ડી સાથે મિટિંગ હતી. ખબર નહીં ત્યાં શું થવાનું હતું.

***

હર્ષને શ્રુતિ તરફ થયેલુ અટ્રેક્શન આગળ વધશે? શું હર્ષ સ્મિતા મેમના ઘરે જવામાં સફળ રહેશે? શું નીતુ અને હર્ષની ફ્રેન્ડશીપ માત્ર ફ્રેન્ડશીપ જ રહેશે કે પછી આગળ કંઈક થશે? એચ.ઓ.ડી સાથે શું વાત થશે? શું ખરેખર એચ.ઓ.ડીના નેમ સાઈન વાળી વાત એચ.ઓ.ડીને ખબર પડી ગઈ હશે? કોઈ ગોલ વિનાનો હર્ષ કઈ રીતે પોતાના જીવનમાં આગળ વધશે? જાણવા માટે વાંચતા રહો! ધ લાસ્ટ યર ફરી મળીશું આવતા શુક્રવારે.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઈટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઈટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઈનરથી વધુ કંઈ જ નથી. હાલ એ ફુલ ટાઈમ આર્ટ્‌સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઈટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad

હિરેન કવાડના બીજા પુસ્તકો

All Books Available on Gujarati Pride Ebook App

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED