ઇ-ગો N D Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇ-ગો

ઇ-ગો

ટૂંકી વાર્તા

  • નિધિ દવે ત્રિવેદી
  • જમવાનો સમય થતાં અખિલ અને તેના સાથી મિત્રો કેન્ટીન તરફ જવા નીકળ્યા. ધીમે ધીમે સૌ પોતપોતાના ગ્રૂપ સાથે જોડાવા લાગ્યા, થોડો લાઇટ નાસ્તો અને છાસ કેન્ટીનમાથી મંગાવી લેવામાં આવી. ઘરમાં આખા પરિવાર સાથે બેસીને જમવાની પ્રથા તો ક્યાય ખોવાઈ ગઈ છે અથવા વીકમાં એકાદ રવિવાર જેવા દિવસે એવો સમય મળી જતો હોય છે. ત્યારે કલીગની સાથે ટિફિન શેર કરીને ખાવામાં થોડા ઘણા અંશમાં સહ-જમણની લાગણી સંતોષાઈ જતી હોય છે. ગ્રૂપના બધા ‘લંચ પાર્ટનર્સ’ આવી ગયા,પછી સાથે ટિફિનના ડબ્બા ખૂલવા લાગ્યા, અખિલેય એનો ડબ્બો ખોલ્યો ત્યાં ડબ્બા ઉપર ચિઠ્ઠી મળી, જલધિના આવા ક્રિએટીવ આઇડિયાનો સ્વભાવ અખિલ જાણતો હોવાથી ખ્યાલ તો આવી ગયો. એક બે વ્યક્તિની નજર પણ એ તરફ ગઈ ત્યારે હસતાં હસતા એને ‘લાઇટનું બીલ ભૂલથી આવી ગયું છે સવારે ઓનલાઈન કરેલું તો આમાં મુકાઇ ગયું હસે’ - એમ કહીને ચિઠ્ઠીને શર્ટના ખિસ્સામાં મૂકી દીધી, કલીગ કમ ફ્રેંડસ અખિલની અંગત મેટરમાં વધુ અંદર દાખલ થયા વગર જમવામાં લાગી ગયા. આ બાજુ અખિલને ચિઠ્ઠીના લીધે જલધિની યાદ આવી ગઈ. જમવા કરતાં લેટરના અંદરના શબ્દો વાંચવાની એની તલપ વધુ થઈ ગઈ, પરંતુ અખિલ બાળક નહોતો, એટલે સમય અને પરિસ્થિતીને અનુરૂપ વર્તન કરવું પડે તેમ જાણતો હોવાથી લાગણીના પ્રવાહને જમવા તરફ વાળીને કલીગ સાથે વર્તમાનમાં આવી ગયો. અખિલે જલધિ સાથે છેલ્લા થોડા દિવસમાં મનને સંતોષ મળે એવી કોઈ વાત કરી નહોતી, એવામાં આ લેટર એના ઉત્સાહમાં વધારો કરે છે. જમવાનું પત્યા બાદ અખિલ જલ્દીથી લેટર વાંચવાની ઉતાવળમાં –‘ ફ્રેંડ્સ, સોરી બટ આઇ હેવ ટુ ગો ફોર એટેંડિંગ માય અરજંટ વર્ક,’ કહીને કેન્ટીનમાથી નીકળીને એના ટેબલ તરફ જાય છે. ટિફિન ટેબલના ખાનામાં મૂકવાના બદલે ટેબલ પર મૂકીને શર્ટમાંથી લેટર નિકાળીને ફટાફટ વાંચવાનું શરૂ કરે છે.

    સાથી,

    ફરીને આવ્યો, હૈયું ખોલીને હેત વરસાવવાનો દિવસ...

    અત્યારે જ્યારે તું આ પત્ર વાંચી રહ્યો છે, તું કામમાં પૂરેપૂરો વ્યસ્ત હસે હેને? હંમેશની જેમ તારી પ્રથમ પ્રાથમિકતા હું જ છું એટલે આ લેટર માટે થઈને તું તારા ટેબલ પર પડેલી ફાઇલને સાઇડમાં મૂકીને વાંચવામાં મશગુલ થઈ ગયો છે ને? સાથે ધીમું ધીમું હાસ્ય તારા હોઠ પર લહેરાય છે, પણ તારી વધી ગયેલી દાઢીના લીધે આસપાસમાં કોઈને તારા આ હાસ્યનો ખ્યાલ નહી આવી શકે, સાચી વાતને મુચ્છડ....

    આજે વેલેન્ટાઇન ડે છે સાથી. આ ડે ઉજવવાની પ્રથા આપણી ભારતીય સંસ્કૃતિમાં તો નથી. પરંતુ લગ્ન કરેલ જોડીએ ખાસ અલગ પદ્ધતિ ડેવલપ કરીને આ ડેની ઉજવણી કરવી જોઈએ એવી મારી માન્યતા છે કારણકે લોકવાયકા મુજબ આ દિવસની ઉજવણીમાં સેંટ વેલેંટાઇનના બિલદાન પાછળ લગ્નપ્રથા સંકળાયેલ છે. એટલે વિચાર્યું ચાલને આજે ફરી એક અલગ મેથડમાં આ ડે સેલીબ્રેટ કરી ઢીલા પડેલા આ સંબંધને ધડકતું કરવા એક તક આપણે એકબીજાને આપી દઈએ. ચાલ મન ખોલીને માંડીને વાત કરીએ. તું બોલ સામે હુંય બોલું, સાંભળતા ના હું ખોટું લગાડું કે ના તું ખોટું લગાડે. કહેવા માટે મીઠી અને કડવી બે ભાષા છે મીઠી વાત જેવી કે તને ખૂબ જ પ્રેમ કરું છું, તું મારી જિંદગી છે, તારા વગર નહીં જીવી શકું, તારા માટે આમ કરું તેમ કરું ઘણું ઘણું હોય કહેવા માટે અને કડવું છે એ મારા લગ્ન જીવનના વિચાર છે જે હવે એ લેવલ પર આપણે છે કે તું મને સમજી શકે એટલે જણાવું છું.

    આપણે સજોડે દોઢ વર્ષમાં આવેલા દિવસો પસાર કર્યા. શરૂથી માંડીને વાત કરું, તને મળ્યા પછી એટલો અહેસાસ તો છે કે આ વાત સહજતાથી તને કહેવાય આપણાં તો એરેંજ મેરેજ છે, મારી સાથે સમય પસાર કર્યા પછી તને એટલો તો ખ્યાલ આવી જ ગયો હસે કે હું મહત્વાકક્ષાથી ભરપૂર છોકરી છું અને હું લગ્નજીવનને એંજોયમેંટ કરતાં બંધન વધારે સમજુ છું. હા એક વાત કહું એનો મતલબ એવો તો જરાય નથી કે મારા જબરજસ્તીથી તારી સાથે લગ્ન કરાવવામાં આવ્યા છે કે મારી મરજી વિરુદ્ધ મે તારી સાથે લગ્ન કર્યા છે, નાનપણથી મને ઘરમાથી મારી બધી જીદ અને શોખ પૂરા કરવાની આઝાદી મળેલી છે એટલે સપના પણ મોટા જ ‘સેટ’ કર્યા છે, લગ્ન કરવાની મને જીવનમાં કોઈ જ ઈચ્છા ન હતી, સ્ટડી દરમિયાન છોકરાઓ પ્રત્યેનું મારે કોઈ જ પ્રકારનું સર્ચીંગ કે એટ્રેક્શન નહોતું, ક્યારેક ઉમર અને પ્રકૃતીને કારણે સ્વભાવગત બે – પાંચ મિનિટ માટે થઈ જતું એ અલગ વાત છે. તે દરમિયાન મમ્મી – પપ્પાનું પેમ્પરિંગ હતું જોડે. પછી જોબ ચાલુ થઈ એમાં તો મમ્મી – પપ્પા કે ટીચરને અફકોર્સ ન કહેવાય કે આ બોય કે મેન મને હેરાન કરી રહ્યો છે એમ, બોસ જોડે પણ ન જવાય નાની નાની વાતોમાં, અને હું આ બાબતમાં થોડી ઢીલી પડું ના કહેવાની હિમ્મત ના આવે, સિંગલ જાણીને પબ્લિક વાતો કરવા આવે, કોઈવાર ચોકલેટ આપે, ગિફ્ટ આપે, ઇનશોર્ટ પટાવા માટે ટ્રાય કરે, મને તો કરીયરનો ગ્રાફ ઉપર કરવામાં રસ વધારે બાકી કોઈમાં રસ નહી. સોસયલ ફંક્સનમાં સગા સંબંધીની એક જ વાત હોય, વિચાર્યું પછી નક્કી કર્યું ચાલો પરણી જઈએ, હવે નોલેજ તો હતું નહી કે કેવો છોકરો જોઈએ ? મમ્મી – પપ્પાને તમે ગમી ગયા અને તમને હું ગમી ગઈ, મે હા પાડી. એમ ગોઠવાઈ ગયું આપડું. મને તમે બહુ ગમતા લૂક સરસ છે , તમારું ઘર મારા ઘરથી નજીક, બહુ મોટું કુટુંબ નહીં, બસ તમારામાં ખૂટતી બાબત તમારી નોકરી, પહેલેથી બધાના મો પર બહુ સાંભળેલું વાક્ય – ‘લગ્નમાં થોડો કોમ્પ્રો તો કરવો પડે બધાને કાઇ સંપૂર્ણ નથી મળતું હોતું’ એમ વિચારીને લગ્ન થઈ ગયા, ત્યારે ડર લાગતો હતો કે એક પુરુષ સાથે બેડ અને રૂમ શેર કરવાનું કેવી રીતે ફાવે? પણ તું તો બહુ સપોર્ટીવ મેન, મજ્જા આવી જીવવાની અને અત્યાર સુધી દોઢ વર્ષ જેવુ આપણે જોડે રહ્યા.

    મને બહુ ફાવ્યુ તારી સાથે જીવન શેર કરવામાં, આ દરમિયાન મારી સાથે તારા પ્રત્યેના વર્તનમાં મોટેભાગે ફરિયાદનો ટોપલો જ રહેલો છે એ વાત સાથે તું સહમત થાય કે નહી પણ હું જાણું છું, “અખિલ આવી રીતે મો ખુલ્લુ રાખીને ના ખાઈસ”, “તને હવે મારી સાથે વાત કરવાનો સમય નથી હોતો ઘરે આવીને તું ટી.વી. જોવા બેસી જાય છે”, “જાહેરમાં ક્યારેય મારી ફેવરમાં નથી બોલતો” “મને ઓબ્શર્વેશનમાં જે ન ગમ્યું હોય એ ફટાક કરીને કહી દઉ છું, તું મને ક્યારેય પેટછૂટી વાત નથી કરતો” “તું સગાઈ પછી અને લગ્ન પહેલા બહુ મોટી વાત કરતો અને તને ગમતી છોકરીનું વર્ણન પણ કરતો, હવે મને કોઈ પણ જાતના કોમ્પ્લિમેંટ નથી આપતો એટલે મને તો એવું જ લાગે છે કે તે કોમ્પરોમાઈસ કર્યું છે ” વગેરે વગેરે...

    સામે જો ક્યારેક તને હું પૂછું કે - “તું તો મને કહે કે મારે મારી કઈ આદત સુધારવાની જરૂર તને લાગે છે?, તને મારામાં ન ગમતી વાત કે મારી ન ગમતી હરકત જણાવ ” તો તું ફક્ત હસે છે “ના ના એવું કાંઈ જ નથી” આટલામાં વાતને પતાવી દે છે.

    ત્યારે મને એવું થાય છે કે "જો સામેવાળી વ્યક્તિ સંબંધમાં અંતર રાખે છે તો હું શું કામ તને કહું કે તું આમ કર મને એવું ગમે છે" અને તને ખબર છે મને બોલવા જોઈએ. મનની લાગણીઓ શબ્દ દ્વારા વ્યકત ન થાય તો પછી મુખ પરથી અને વ્યવહારમાં એની વિપરીત અસરે છલકે છે, અને અકારણ બંને વચ્ચેનું અંતર વધતું જાય છે.

    તને ફોન કરીને કે રૂબરૂ મળીને આ વાત આપણે કરી શક્યા હોત, પણ તને પત્ર લખવાનું કારણ માત્ર એ છે કે તને ફોનમાં કે રૂબરૂમાં આ વાત કહેતા મને સંકોચ થાત કે પૂરું હું બોલી પણ ન શકું. હવે સાંજે જ્યારે મળીએ તો બોલવામાં તારો વારો, તો તું એવું કહીસને કે "મારે કાઇ કહેવું નથી મને બધુ અનુકૂળ આવે જ છે", "ના ના એવું કાઇ નથી" એકદમ સાદાઈથી હૈયાની લાગણી વહેંચીને આ ડે મનાવવો છે. તું તારી લાગણીઓને બહુ દબાવી રાખે છે એને ભેગી કર્યા કરે છે. એની અસર તારા બોડી પર થઈ રહી છે. તને એવું નથી થતું કે તારે મારી સાથે આવી વાત શેર કરવી જોઈએ? જે તારા મનમાં મને કહેવાની ઈચ્છા થાય એ વાત કર, પણ કોઈ એવી વાત કે જે તું માત્ર મને કહી શકતો હોય, તારા દિલમાંથી નીકળતો એ અવાજ જે ફકત મારા માટે જ હોય, ડેઇલી ન્યૂઝ અને સ્પિરિચ્યુયલ ટોપીક સિવાયની કોઈ આપણી વાત હોય તો વધુ સારું.

    તારા જવાબનો રાહ જોતી,

    તારી ધર્મપત્ની.

    અખિલ ફરી અપસેટ થઈ ગયો. આજના દિવસે આવો લેટર !!! ગજબ પત્ની મળી છે મને. વાત તો જલધિની સાવ સાચી છે. લેટર વાંચીને કામ કરવાનો મૂડ નથી રહ્યો અને કમને કામ કરવાની અખિલને આદત નથી ટિફિન ટેબલની અંદર ખાનામાં મૂકે છે અને ફાઇલ આગળ રાખીને મોબાઈલ અંદર મૂકે છે, આઇ.એમ.ઓ. એપ્લીકેશન ઓપન કરે છે. જલધિ અને અખિલ વધારે આ એપથી વાત કરતાં હોય છે . જલધિને મેસેજ કરે છે. જલધિ ઓનલાઇન હોવાથી મેસેજ આવે છે.

    જલધિ – હાય

    અખિલ – લેટર વાંચ્યો તારો.

    જલધિ – હમમમમ.. કેવો લાગ્યો?

    અખિલ – (સ્માઇલનો ઇમોજી) બાય ધ વે, હેપ્પી વેલેન્ટાઇન ડે

    જલધિ – સેમ ટુ યુ

    અખિલ – શું કરે છે ? ફ્રી છે ?

    જલધિ – હા, ફ્રી જેવુ જ

    અખિલ – ઓકે.

    જલધિ – બોલ શું કહે છે?

    અખિલ - કઈ નહીં.

    જલધિ – ઓકે એઝ યુસવલ, સેમ આન્સર. અખિલ મે તને મારા મનની સાચી વાત કહી તે મને કેવી સિચ્યુએશનમા હા પાડી એતો કહે?

    અખિલ – કઈ નહી, પહેલું આવ્યું એ વધાવી લેવાનું એમ વિચાર્યું અને સારું લાગ્યું તારી સાથે વાત કરતાં એટલે ...

    જલધિ – ઓકે. અખિલ જોડે રહયે દોઢ વર્ષ થયું હવે તો કઈક એવું કહે તો મને એવું લાગે કે તારા જીવનમાં મારુ સ્પેસ્યઅલ સ્થાન છે.

    અખિલ – એ તો છે જ ને. તને મે કહ્યું તો છે. આજે સાંજે જવું છે બહાર ડિનર કરવા?

    જલધિ – ના

    અખિલ – કેમ? શું થયું?

    જલધિ – કાઇ નહીં, મને આવું નહીં ફાવે અખિલ.

    અખિલ – કેવું નહી ફાવે?

    જલધિ – તું જીવનમાં બહુ સ્લો જાય છે. વિચારવાની વાત હોય કે કઈ નવું કરવાની વાત હોય કે ડીસીઝન લેવાનું હોય.

    અખિલ – એવું નથી. જો હું તને કઈ કહિસ તો તું ના જ પાડવાની છે તું તારું ધાર્યું જ કરીશ પછી હું કહીને શું કરું? તારો મૂડ હસે તો તું હા પાડીસ નહીં તો બધી વાતમાં પહેલા ના જ હોય તારી.

    જલધિ – એવું કઈ નથી.

    અખિલ – જલધિ,એક વાત કહું બકા, હું અત્યારે મારી કરીયરના જે સ્ટેજ પર છું તે એ જીવન બે વર્ષ પહેલા એન્જોય કરી લીધું છે. એટલે હું જે કરું મારા માટે નવું હસે પણ તને એમાં કઈ નવાઈ નહીં લાગે. મને તારાથી કોઈ પ્રોબ્લેમ નથી હું ખુશ છું તારી સાથે. અને થોડાક વર્ષ પછી જો મને તું સવાલ પુછીસ તો મારો આ જ જવાબ હસે. જે ખુશી મારે તને આપવી જોઈએ એ મારી ફાયનાસિયલ કંડિશનના લીધે તને નથી આપી શકતો પણ મારા તારા પ્રત્યે પ્રેમમાં તો વધારો થઈ રહ્યો છે અને થતો રહેસે.

    જલધિ – પણ અખિલ, તને ખબર છે હું તારા પ્રેમને ઝંખું છું રૂપિયાને નહીં. ક્યારેક ક્યારેક મારામાં ઇગો આવી જાય ત્યારે એવું વર્તન થઈ જાય છે.

    અખિલ – હા મને ખ્યાલ છે અને હું તને એ પ્રેમ તો આપું છું ને, તારી જરૂરીયાત પૂરી નથી કરી શકતો એ વાતનો રંજ પણ છે મને.

    જલધિ – હું તને હેલ્પ કરવાનું કહું છું તો તું મારી હેલ્પ નથી લેતો અને દુ:ખી થઈ ફરે છે અને મારે પણ ફરવું પડે છે.

    અખિલ – જલધિ એ તો જેમ લેવાય એમ જ લેવાય બહુ હેલ્પ તારી ન લેવાય.

    જલધિ – એટલે તું હજુ મને પોતાની નથી ગણતો હેને?

    અખિલ – ના ના એવું નથી.

    જલધિ – તો કેવું છે અખિલ ? તું ફાયનાન્સ માટે કઈ નવું કરતો નથી અને હું કરવા જાવ તો ના પાડે છે હવે મને નથી ફાવતું, અકળામણ થાય છે ઘરમાં?

    અખિલ – તો શું કરસું? અને તારી ખુશી માટે જો તે પહેલા વાત કરી હતી એમ જો તારે મારી સહીની જરૂર હસે તો હું તને ખુશી ખુશી કરી આપીસ. હા ફક્ત તારી ખુશી માટે એમાં હું ખુશ તો નથી જ.

    જલધિ – પ્રોબ્લેમને શોર્ટ આઉટ કરવાની વાત નહીંને બીજી વાત લાવીને મૂકી દે છે તું, ઓકે તો હવે એજ રસ્તો છે બાય હું પપ્પાને વાત કરી લઉ છું.

    સંવાદ પૂરો થયો. વેલેન્ટાઇન ડેનો તો પૂરેપૂરો કચરો થઈ ગયો. રાત્રે બંને ઘરે ભેગા થાય છે. વાત તો કરવા જેવુ કઈ છે નહીં. ખાઈ પીને સૂઈ જવાનું. અખિલ તોય ફ્રેશ છે જલધિના દિમાગ માથી હજુ જૂની વાત ગઈ નથી. અખિલ જલધિને બોલાવવાનો ટ્રાય કરે છે, પણ જલધિના ફેસ પરથી એનો મૂડ પારખીને ચૂપ રહે છે.

    જલધિ – (રાત્રે પથારીમાં) અખિલ કાલે હું ઓફિસથી ડાયરેક્ટ પપ્પાના ઘરે જાઉં છું.

    અખિલ – ઓકે

    જલધિને ગુસ્સો આવે છે કોઈ જ રેસ્પોન્સ નહીં. આ કેવો માણસ છે મને એ જ સમજાતું નથી. લોકો કહે છે કે સ્ત્રીને સમજવી મુશ્કેલ છે તો કઈ પુરુષ એટલા સહેલાઈથી સમજમા ક્યાં આવે છે?

    વિચારો વિચારોમાં સૂઈ જાય છે – સવાર પડે છે ઓફિસથી ડાયરેક્ટ એના ઘરે જાય છે. પપ્પાને વાત કરે છે. પપ્પા હવે મને નહી ફાવે ત્યાં હું પાછી જવાની નથી. ઘરે બધા સમજાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે. એના પપ્પા કારણ પૂછે છે કે “કેમ તારે ત્યાં નથી જવું?” જલધિ – “મને ત્યાં કામ કરવું પડે છે અને એવી કોઈ સગવડ પણ નથી, પાણી જૂના જમાનાની જેમ ટાંકીમાથી નિકાળવાનું, કપડાં ધોવા માટે મશીન નથી, સુખ સગવડને લગતા બધા સાધનનો અભાવ છે અને અખિલનો સેલેરી મારા કરતાં પણ હાફ છે મને નહી ફાવે ત્યાં.” “વિચારી જો તારું કારણ બરાબર નથી જલધિ શરૂ શરૂમાં બધાને તકલીફ પડે જીવન છે આ.” - પપ્પાએ કહ્યું. ઘણાબધા એ સમજાવી. જલધિ એના નીર્ણયમાં અફર રહી. આખરે અખિલ અને જલધિ સ્વેચ્છાએ છૂટા પડ્યા.

    જલધિને લગ્ન કરવામાં હવે કોઈ રસ નથી. એ આઝાદી મહેસુસ કરી રહી છે, એનો ખ્યાલ રાખવાવાળો અખિલ એની જોડે નથી. બપોર, સવાર અને રાત્રિની અખિલની વિશ કરવાની સ્ટાઈલ એને બહુ યાદ આવે છે. જીવનમાં માણસ ન હોય ત્યારે જ એની વેલ્યૂ થતી હોય છે એમ જલધિને અખિલનો પ્રેમ બહુ યાદ આવે છે, હવે તો જીવનનું એ ચેપ્ટર પતી ગયું. જલધિ ખુદને કામમાં વ્યસ્ત કરી દે છે. ધીમે ધીમે એ બધુ એચીવ કરવા લાગે છે એના સપના હકીકત બનતા જાય છે, ખૂબ ખુશીથી એનું જીવન વિતાવે છે. લીલું પાન પીળું થવા માંડે છે, આ સમયે એની પાસે પુષ્કળ રૂપિયા છે અને કરીયરથી પૂરેપૂરો સંતોષ પ્રાપ્ત છે. એની સાથે એનો અખિલ નથી, જે સાચ્ચાં દિલથી એનો હમસફર હતો. જલધિના નાના નાના એચિવમેંટમાં એ બહુ ખુશ થતો. અત્યારે એના બધા સ્વપ્ન સાચા છે પણ આ ખુશી સાચ્ચા દિલથી મનાવા માટે અખિલ એનો હમસફર એની પાસે નથી.

    અખિલને યાદ કરતી એ ઊંડા વિચારમાં ડૂબી જાય છે. અત્યારે સમાનતાનો અધિકાર સ્ત્રી અને પુરુષ બંને સરખો ભોગવી રહ્યા છે. કદાચ સ્ત્રીને દરેક ક્ષેત્રમાં પુરુષ કરતાં વધારે તક મળી રહી છે, પહેલા પુરુષ લગ્ન કરવા નીકળતો ત્યારે શું જોતો હતો? સૌંદર્ય કે દહેજ? અને અત્યારે સ્ત્રી લગ્ન કરવાનું વિચારે ત્યારે એને એના કરતા વધારે કમાતો અથવા એના જેટલું કમાતો પતિ જોઈએ એવું કેમ? પતિએ ઘરના કામમાં મદદ કરવી જોઈએ અને એના જેટલું અથવા એનાથી વધારે ભણતર અને પગાર પુરુષનો જોઈએ એવું કેમ? ચાલો લૂકમાં કોમ્પરોમાઈસ કરી લેવાય. છેલ્લે રૂપિયા એ પ્રેમ છે? કે રૂપિયા છે તો પ્રેમ છે? જ્યારે પસંદગીની તક મળી સ્ત્રીને કે પુરુષને દરેકે પોતપોતાનો સ્વાર્થ જ જોયો છે, સમાજની આ કેવી વાસ્તવિકતા છે? સાત્વિક પ્રેમ કરે તો એને કોઈ ગણે નહીં. પ્રેમમાં છેલ્લે ગણતરી તો થાય જ છે એ રૂપિયાની, સ્ટેટસની કે સૌંદર્યની હોય. જલધિ તુંય એમાં આવી. અખિલ તારાથી ઓછું કમાય તો શું એ બિચારો થઈ ગયો અને તારું સ્ટેટસ ઓછું થઈ ગયું એમાં. સમાનતાના જમાનામાં તું એવું વિચારે કે અખિલ પુરુષ છે એટલે એને તારાથી કમાણીની બાબતમાં એક સ્ટેપ ઉપર જ રહેવું જોઈએ. એટલે એનો બીજો મતલબ એ પણ થાય કે અખિલ વધારે કમાય પછી જ હું એને માન આપું અને અખિલ પુરુષ છે એટલે એ મારાથી આગળ જ હોવો જોઈએ, સામે એને તને ઘરકામમાં મદદ કરી સમાનતાના હકને પૂરો કર્યો એનું કઈ નહી? તને સાત્વિક પ્રેમ આપતો એનું કઈ નહીં? તારા સ્વમાનની પૂરેપુરી કાળજી રાખતો એનું કઈ નહીં? તારા સપના જીવવાની આઝાદી અને તારા સપનાને પોતાના ગણીને જીવતો એનું કઈ નહીં? એના કરતાં તારું ટેલેન્ટ જલદી દેખાતું એટલે એ આ બાબતમાં તારાથી એ જરા પાછળ રહેતો એટલે તે એને છોડ્યો? શું એક પુરુષે તારા માટે એના અહમ સાથે સમાધાન કર્યું, તો એક સ્ત્રી તરીકે તારો અહમ અખિલની એક અર્થઉપાર્જનની બાબતમાં જેવો છે એવો ન સ્વીકારી શકે? આર્થિક પરિસ્થિતિ તો ફક્ત બાહ્ય જલસા માટે હોય છે એ આવક પછી તારી હોય કે અખિલની. બાહ્ય જલ્સા માટે આંતરિક મન મળેલા હોવા જોઈએને જલધિ ?

    સવારના છ વાગયાનું એલાર્મ વાગ્યું. આવા વિચારમાને વિચારમાં સવાર પડી ગઈ, જલધિના આંખમાં આંસુ હતા કે એક નિર્ણય જીવનમાં ખોટો લેવાઇ ગયો. ઇગોમાં અખિલને હર્ટ કર્યો અને છોડ્યો . પડખું ફરીને એલાર્મ બંધ કર્યું. પિન્ક કલરની સીલીગ દેખાઈ. જમણી બાજુ પડખું ફરીને જોયું તો બાજુમાં અખિલ સૂતો હતો. ફટાફટ આંસુ લૂછીને ઊભી થઈ સ્વગત – “થેન્ક ગોડ આ સ્વપ્ન હતું” અખિલ જોડે જઇ એને લપાઈ ગઈ. સ્વભાવગત અખિલે એને પોતાની બાહુમાં સમાવી લીધી અને બંને સૂઈ ગયા.

    ***