Birth Certificate Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Birth Certificate

નીતા કોટેચા "નિત્યા "

Neetakotecha.1968@gmail.com

9867665177

9699668394

બર્થસર્ટીફીકેટ

બર્થસર્ટીફીકેટ

પ્રશાંત એક જેની સાથે મેં લગ્ન કર્યા હતા , કેટલું વિચારીને કેટલી રાહ જોઈ હતી એક શિક્ષિત છોકરો અને સંસ્કારી છોકરો મળે એની માટે , 30 વર્ષે લગ્ન નક્કી થયા હતા મારા, મમ્મી અને પપ્પા મારાથી કંટાળી ગયા હતા , કેટલા મેરેજ બ્યુરો માં નામ લખાવ્યું હતું પણ ક્યારેક છોકરો મને પસંદ ન કરે તો ક્યારેક હું છોકરાને , પણ મને કોઈ ઉતાવળ ન હતી લગ્ન કરવાની, આખી જિંદગી નો પ્રશ્ન હતો। એમ ખાલી પરણવા પુરતું પરણવું એવું થોડી હતું , આખરે પ્રશાંત પર મારી નજર ઠરી હતી. કારણ પ્રશાંત મારા જેટલું ભણેલો હતો. એને મળી ત્યારે એને જોઇને એમ લાગ્યું કે બધી રીતે બરોબર છે , અને આખરે અમે બંને એ એકબીજાને પસંદ કર્યા હતા , આજે અમારા લગ્ન ને એક વર્ષ થયું..આજે અમે બન્ને બહુ જ ખુશ હતા.પ્રશાંત પણ રાજી રાજી હતો અને ઉપર થી બે મહિના ની મને પ્રેગ્નેન્સી ..આજે એણે પહેલી વર્ષ ગાંઠ ધુમધામ થી ઉજવી .હું પણ રાજી હતી કે પ્રશાંત આવવા વાલા બાળક ની આટલી બેસબ્રી થી રાહ જોતો હતો. . રાત પડી અને જ્યારે બન્ને એકલા પડ્યા અને પ્રશાંત એ કહ્યું "આપણી આવતી વર્ષગાંઠ નાં તો આપણે ત્રણ જણ હશુ..હુ તુ અને આપણો દીકરો.." અને હુ ધડકન ચુકી ગઈ ..મે કહ્યું "આ શું પ્રશાંત કેમ આવુ બોલ્યોં??દીકરી પણ આવી શકે ને"..અને પ્રશાંત ગુસ્સે થઈ ગયો.."જો કવીતા મારી સામે આ હવે ક્યારેય ન બોલતી હુ ખાલી દીકરા ની રાહ જોવ છું..અને ગુસ્સે થઈને સુઈ ગયો.."પ્રશાંત નું આ રૂપ મેં પહેલી વાર જોયું હતું। પ્રશાંત મેં છેલ્લા એક વર્ષ માં આખા ઘર માં થી ઓઈ પર પણ ગુસ્સે થતા નહોતો જોયો અને હું રાજી થતી કે મારી પસંદ એકદમ બરોબર હતી. આને જ કહેવાય એક શિક્ષિત પુરુષ , પણ આટલા વખત નો મારા પર નો ઘમંડ આજે બધો ઉતરી ગયો। મને જેટલી ખુશી હતી એટલો જ હવે સાથે ડર હતો કે શું થશે જો દીકરી આવશે તો??

આટલા વખત મારા સાસુ મને કહેતા કે જોજે દીકરો આવશે આપના કુલ ને આગળ વધારવા વાળો આવશે , પણ હું મન પર ન લેતી , એમની પાસે આવી જ અપેક્ષા રખાય એમ વ્વીચારીને હું મૌન જ રહેતી પણ એમનું રોજ બોલવાને કારણે પ્રશાંત નાં મન અને મગજ માં પણ આ વાત બેસી ગઈ હતી બધુ મારા સાસુ ને લીધે જ થયું હતુ..એમણે મગજ માં એટલુ ભરાવીને રાખ્યું હતુ પ્રશાંત ને કે બસ દીકરો જ જોઇયે..પણ પ્રશાંત નું ભણતર કાઈ જ કામ ન આવ્યું એનો મને અફસોસ થતો હતો. હવે આ ક્રમ રોજ નો થઇ ગયો હતો રોજ એક વાર તો બન્ને કહેતા જ કે જોજે ને કવીતા આપણા ઘરે તો દીકરો જ આવશે..આ જમાના માં આવી વાતો કોઇ બોલે એટલે દુખ થાય..અને એ પણ પોતાનાં જ બાળક માટે..

પણ પછી મન ને મનાવતી કે ના રે પ્રશાંત જેવુ નાના બાળક ને જોશે ને એટલે બધુ ભુલી જશે..પણ જ્યારે જ્યારે આ વાત થતી અને મને જેટલી ખુશી હતી એટલો જ ડર પણ આવી જતો મન માં..

આજે મને છઠ્ઠો મહિનો બેઠો..પ્રશાંત સાથે આજે મારે DR. પાસે જવાનુ હતુ..DR. મારા માસા જ હતા..એટલે એની જીદ હતી કે આપણે જોવડાવી લઈયે કે દીકરો છે કે દીકરી ..પણ મે ન જ માન્યું ..કે કદાચ દીકરી હશે તો...એટલે મારે તો જોવડાવુ જ ન હતુ..અને હવે આ રોજ ની રામાયણ શરૂ થઈ ..બસ બન્ને મા દીકરો એક જ વાત કરતા હતા કે જોવડાવ, જોવડાવ..મે કહ્યું આમ એ હવે તો કાંઇ કરી નહી શકુ કાંઇ પણ હશે ..તો શું કામ જોવડાવાનું??

પ્રશાંત અને મમ્મી બહુ ગુસ્સે થતા આ વાત માટે ..પણ મે કાંઇ ધ્યાન આપ્યું..

આમ ને આમ નવમો મહીનો બેસી ગયો..અને એ દિવસ પણ આવી ગયો જે દિવસ ની બધાને પોતાની રીતે રાહ હતી ..અને આખરે એ ક્ષણ પણ આવી ગઇ કે જ્યારે મારા ગર્ભ માં થી મારુ બાળક આ દુનીયા ને જોવા ,આ દુનીયા સાથે લડવા આવી ગયું..હવે રાહ હતી કે DR શું કહે છે કે શું આવ્યું..મને એનાથી કાંઇ જ ફરક નહોતો પડતો પણ તોય ખાલી જાણવા માટે કે પ્રશાંત ની ઇચ્છા પુરી થઈ કે નહી..

અને સિસ્ટર એ કહ્યું દીકરી આવી ..અને ખુશી ની સાથે એક મીનીટ માટે ધડકન હુ પણ ચુકી ગઈ..સિસ્સ્ટર દીકરી ને લઈને બહાર ગઈ અને પ્રશાંત અને મારા સાસુ ને કહ્યું દીકરી આવી..એને ક્યાં ખબર હતી કે એને ત્યાં કાંઇ નહી મળે..

પણ શરમ નાં મારે પણ પ્રશાંત એ એને ૫૦૦ રુપીયા આપ્યા..

સિસ્ટર ખુશ થઈ ગઈ..

પણ મને ખબર હતી કે ત્યાં શું ચાલતું હશે..

બધુ પતાવીને મને બહાર લાવવામાં આવી ..પ્રશાંત અને એનાં મમ્મી કાંઇ જ ન બોલ્યાં ..છેલ્લે મારી મમ્મી એ કહ્યું કે જો તારા જેવી જ સુંદર છેં..હુ હસી કદાચ થોડુ ફિક્કુ ..પછી મારી દીકરી ને મારી પાસે લાવવા માં આવી .ને હુ એનાં સ્પર્શ મા ખોવાઇ ગઈ ..ભુલી ગઈ કે કોણ શું વિચારે છેં..

જ્યારે એ મારી છાતી થી લાગીને મને પુર્ણ માત્રુત્વ આપ્યું ત્યારે એમ થયું કે હુ સ્વર્ગ ની સફર કરતી હતી ..આ સુખ ક્યા એક પિતા પામી શકવાનો હતો .

અને થોડી વાર પછી મારી પાસે આવ્યો, મને એમ હતું કે એ હમણાં દીકરી નાં માથા પર હાથ રાખશે અને પોતાએ બોલીને જે ભૂલ કરી હતી એનો પસ્તાવો કરશે પણ પ્રશાંતે કહ્યું " મે તને કહ્યું હતુ કે જોવડાવી લે..પણ તુ ન જ માની..તુ ખુશ રહે તારી દીકરી સાથે..મારે આજે જરા બહરગામ જવાનુ છે તો હુ હવે ૧૦ દિવસ પછી આવીશ.."

મે કાંઇ પણ જવાબ ન આપ્યોં..ફકત વિચાર્યું કે આટલો પથ્થર દિલ તો ભગવાન એ પણ પુરુષ ને નથી બનાવ્યો..આને તો એની મમ્મી એ આવો બનાવ્યો છેં..

અને એ ચાલ્યો ગયો..હુ વિચારતી હતી કે કેવા નસીબ છે અ માણસ નાં કે આ નાજુક સ્પર્શ ને એ મહેસુસ પણ ન કરી શક્યો..

પણ હવે મને કાંઇ જ ફરક નહોતો પડતો..કારણકે હુ હવે મા બની ગઈ હતી અને હવે મારે મારા ફુલ ને સંભાળવુ હતુ..એને આ દુનિયા સાથે લડતા સીખાવ્વાનું હતું , હોસ્પિટલ નાં 6 દિવસ પુરા કરીને હું પણ એ ઘર માં ન ગઈ જ્યાં મારી દીકરી ને પ્રેમ અને માન નહોતા મળવાના, પ્રશાંત ને મેં જ પસંદ કર્યો હતો , તો હવે એને મારી દીકરી માટે છોડી દેવાની હિમંત પણ હું ધરાવું છુ એ એને કદાચ ખબર નહોતી . પ્રશાંત આટલું ભણ્યા પછી સુધર્યો નહોતો , પણ હું તો નવા જમાના ની હતી ને, હું કેવી રીતે આ ન્યાય સહન કરીને ચુપચાપ બેઠી રહું , મેં બર્થસર્ટીફીકેટ માં નામ લખાવ્યું ખુશી કવિતા વોરા .