Welcome Morning Ashutosh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Welcome Morning

વેલકમ મોર્ન્િાંગ

આશુતોષ દેસાઈ

મોબાઈલ : +91 7738382198

E-mail: ashutosh.desai01@gmail.com

સરનામુંઃ

્‌ - ૬૦૫, “શ્યામ” ગોકુલ ગાર્ડન, ૯૦ ફીટ રોડ,

ઠાકુર કોમ્પ્લેક્ષ, કાંદિવલી (પૂર્વ), મુંબઈ© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

વેલકમ મોર્ન્િાંગ

રિધમ હવે રીતસર અકળાઈ રહ્યો હતો. રોજ સવારે ૬.૨૫વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી શતાબ્દી એક્સપ્રેસની બોરિવલી સ્ટેશન પર ઉભા રહી રાહ જોતો રિધમ વારંવાર ટ્રેન આવવાની દિશા તરફ જોઈ રહ્યો હતો. કાંડા પર ભરાવેલી ટેગ હાયરની ઘડિયાળ પર દર એક મિનિટે નજર નાખી રહેલો રિધમ પોતાની સાથેજ વાતો કરતા બબડી રહ્યો હતો. ’મારે ટ્રેન પકડવાની હોય ત્યારેજ અચૂક મોડા પડવાની ટ્રેનની આ આદત કોણ જાણે ક્યારે સુધરશે ?’ મન સાથે થઈ રહેલી આ વાત-ચીત દરમ્યાન એણે ગજવામાંથી ચોથીવાર ટિકિટ કાઢીને ફરી પોતાનો સીટ નંબર ચકાસી લીધો.

કોલેજનો લેકચર બંક કરી કોઈ યુવાન જે રીતે દરવાજે પોતાની પ્રેમીકાની રાહ જોતો હોય તેવી વિહ્‌વળતાથી હમણાં રિધમ આવનારી ટ્રેનની વાટ જોતો હતો. કોઈની પણ રાહ જોવી પડે એનો આમપણ રિધમને ખુબ મોટો અણગમો હતો, તેથીજ ટ્રેન જેમ-જેમ મોડી પડતી જતી હતી તેમ-તેમ રિધમની ઉતાવળ વધતી જી રહી હતી. એના મનના એ ભાવ ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. ખભાપર ભરાવેલી રૂફસેઈક અને હાથમાં પકડેલી નાની અટેચી જેવી બેગ. રિધમ એક ઓફિસ એકિઝક્યુટિવ અને એક પર્વતારોહકનાં સંમિશ્રણ જેવો સોબર અને ખડતલ દેખાઈ રહ્યો હતો. આંખ પર ચઢાવેલા રે-બેનના ગોગલ્સ, માથાપર ટૂંકા વાળ જેના પર જેલ જગાડી સ્પાઈક હેર સ્ટાઈલ બનાવેલી અને સ્લીવલેસ ટી-શર્ટ સાથે પહેરેલું કેપ્રી. ઠાંસો ઠાંસ યુવાની ભરેલા શરીરને ચાસ પાડતી છાતી એક મેગ્નેટીક લુક ઉભો કરી આપતી હતી.

સ્ટેશન પર ઉભેલી એની જેમજ ટ્રેનની રાહ જોઈ રહેલી યુવાન છોકરીઓ અને સ્ત્રીઓ આ સોહમણાં લાગતા યુવાન પર વારંવાર અછડતી નજર નાંખી લેતા મનોમન વિચારી રહી હતીકે આ યુવાનનો નંબર અગર અમારી બાજુમાં હોયતો અમદાવાદ સુધીની સફર આરામથી પસાર થઈ જાય.

હમણાં જ નવો નવો ઈન્જિનીઅર થઈ બહાર આવેલા યુવાન રિધમે નવી નવી ઓફિસ જોઈન કરી હતી અને, આજે ઓફીસના કામને લીધે એણે અમદાવાદ જવાનું થયું હતું. રિધમ દેસાઈ એટલે કેમિકલની બદબૂ નાકમાં ભરતો, સાહિત્યની સુવાસ સાથે જીવતો માણસ. ઈન્જિનીઅરીંગ અને સાહિત્યને ક્યાંય દૂર દૂરસુધી સંબંધ નહીં પણ છતાં આ બન્નેના અસ્તિત્વવાળું એક વ્યકિતત્વ એટલે રિધમ. રિધમને વાંચવાનો, સાંભળવાનો, માણવાનો, જોવાનો ભારે શોખ. સંગીતનો કાર્યક્રમ હોય, કવિ સમ્મેલન હોય કે ફિલ્મો રિધમને હાથમાં આવેલી તક ઉજવવાની મજા પડે. પુસ્તકના નામે એનાં લીસ્ટમાં ભાગ્યે જ કોઈ પ્રકાર બાકી હશે. નોવેલ, નવલિકા, નિબંધ, પ્રવાસવર્ણન, આત્મકથાઓ વગેરે તમામ બુક્સ રિધમ એકસરખા રસથી વાંચે. આ તમામની સાથે રિધમને પોતાનો એક અંગત શોખ હતો, અંગત એટલા માટે કે એના આ શોખ વિષે એને કોઈની સાથે ચર્ચા કરવાનું યા જણાવવાનું પસંદ નહોતું. અને તે શોખ એટલે રેડિયો. રેડિયો સાંભળવું રિધમને પોતાની અંગત ક્ષણો સાથે જીવ્યા જેવું લાગતું. અને એ પણ કોઈ ખાસ ચેનલ, કોઈ ખાસ સમય અને કોઈ ખાસ કાર્યક્રમ. આ ’ખાસ’ શબ્દ વારંવાર આવવાનું કારણ માત્ર એટલુંજ કે રિધમ આ કાર્યક્રમનો સમય ભૂલમાંય ચૂકતો નહીં, જો કોઈ દિવસ એ ટ્રાવેલ કરી રહ્યો હોય યા બહાર હોય તો પણ એ દિવસના કાર્યક્રમનું રિકોર્‌ડીંગ થાય એવી જોગવાઈ એ કરી લેતો અને પાછો આવે ત્યારે એ રિકોર્‌ડીંગ સાંભળતો. ૯૩.૫૦ રેડ એફ. એમ પર રોજ સવારે આવતા ’વેલકમ મોર્ન્િાંગ’ કાર્યક્રમને સાંભળતી વખતે રિધમનું હૈયું એના કાનમાં આવીને ગોઠવાઈ જતું. શબ્દે શબ્દને પી રહ્યો હોય તેમ એ ’વેલકમ મોર્ન્િાંગ’ સાંભળતા તલ્લીન થઈ જતો, સવારના સ્લોટનાં કંઈ કેટલાય રિકોર્ડીંગ્સ રિધમ પાસે હતા અને એ એકના એક રિકોર્ડીંગ્સ એણે કંઈ કેટલીયવાર સાંભળ્યા હતા. ખાસ અને અંગત એટલા માટે કે ’વેલકમ મોર્ન્િાંગ’ કાર્યક્રમની એન્કર ગઝલ એને ખુબ ગમતી. મખમલી લાગણીને ઝાકળની હથેળીમાં પકડી રાખી હોય તેવી મુગ્ધ ઝંખના હતી ગઝલ એના માટે. ગઝલના અવાજનો એ દિવાનો હતો. ગઝલના બોલવાની લઢણ રિધમને સવારના પહોરમાં ગુલાબની પાંદડી પર પડેલી બૂંદોથી નવડાવી જતી. એના ઘરની પૂર્વ દિશાની બારીમાંથી સવારનાં સૂર્યના કિરણ અને ’વેલકમ મોર્ન્િાંગ’ કાર્‌યક્રમમાંથી ગઝલનો અવાજ બન્ને એક સાથે રિધમનાં ઓરડામાં પ્રવેશતા. અને રિધમ જાણે ગઝલના લયબધ્ધ આરોહ-અવરોહવાળા તાજગીભર્યા અવાજનો પ્રત્યુત્તર આપતો હોય તેમ નિર્મળ મલકાટ સાથે આળસ મરડી પથારી માંથી ઉભો થતો.

પહોળા ખભાવાળું ચાસ પાડતું સપ્રમાણ શરીર અને આકર્ષક રૂપના માલિક રીધમે આજ સુધી ગઝલને જોઈ ન હતી કે ન એને કોઈવાર મળ્યો હતો, પણ છતાં ગઝલ માટે દિલના ખૂણામાં એ કૂણી લાગણી અનુભવતો હતો. કંઈ કેટલીયવાર એ એકાંતમાં ગઝલ સાથેના એક ગુલાબી કલ્પના વિશ્વમાં જી ચઢતો અને ક્યાંય લગી એની સાથે જાત-જાતની ને ભાત-ભાતની વાતો કરતો રહેતો. ૯૩.૫ રેડ એફ.એમ. પર એ અનેકવાર ફોનપર વાત કરી ચૂકેલો અને એક ચાહક તરીકે મેઈલનો સિલસિલો પણ શરૂ કર્યાને ૨ વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો હશે. રિધમ એટલે ગઝલને પોતાના ચાહત વિશ્વમાં ટોચ પર બેસાડી ચૂકેલો માણસ.

ધમધમ કરતી શતાબ્દી એક્સપ્રેસ પ્લેટફોર્મ પાસે આવી પહોંચી અને છેલ્લાં કેટલાંય વખતથી થઈ ગયેલા બોરીંગ વાતાવરણ વાળા સ્ટેશન પર અચાનક મોટી ચહલ પહલ થવા માંડી. બધા પોતાની બેગ અને બીજું લગેજ ઉપાડી આમ-તેમ હાંફળા ફાંફળા થવા માંડયા. ટ્રેનનાં ડબ્બાને પોતેજ પહેલાં પકડે એની જાણે હરીફાઈ લાગી હોય તેમ દોડધામ થઈ ગઈ અને બધાની સાથે રિધમ પણ એ ટોળામાં જોડાયો. ટ્રેનનાં ડબ્બા પર લગાડેલું કોચ નંબરનું બોર્ડ જોઈ એણેપોતાના કોચમાં જી એનો નંબર ખોળી કાઢ્‌યો. ટ્રેનની અંદરની ચહલ પહલ શાંત થતા ૧૫-૨૦ મિનિટનો સમય લાગી ગયો. લોકોની અવર જવરને લીધે છ.ઝ્ર. કોચની ગરમ થઈ ગયેલી હવા પણ ધીમે ધીમે શાંત અને ઠંડી થવા માંડી. બધા પોતપોતાની બેઠક પર ગોઠવાય ત્યાંસુધીમાં રીધમે પણ બેગમાંથી એ વાંચી રહ્યો હતો તે પુસ્તક કાઢી પોતાનો સામાન વ્ય્‌વસ્થિત મૂકી દીધો અને એક ઊંંડો શ્વાસ લઈ હાંફી ગયેલી ધમણને શાંત કરતા પોતાની જગ્યા પર ગોઠવાયો. વાતાવરણ શાંત થવાની રાહ જોતા એણે આમ-તેમ નજર ફેરવી લીધી અને આજ કોચમાં એણે આગલા ૭ કલાક કાઢવાના હોય એની સાથે ટ્રાવેલ કરવાવાળા પાડોશીઓને આંખમાં ભરી રહ્યો હતો. રિધમને વારંવાર ટ્રાવેલ કરવું પડતું હોવાને કારણે જાણે આ માહોલ, આ હવાથી એ ટેવાઈ ગયો હતો. ટ્રેનની ગતિની સાથે જ અંદર બેઠેલા માણસો ધીમે ધીમે સેટલ થયા અને વાતાવરણ શાંત થતાં હવે રિધમે શાંતિથી એની સામે બેઠેલી છોકરી પર નજર નાંખી અને પછી જાણે એની નજર ત્યાંથી પાછા વળવાનું જ ભૂલી ગઈ.

યુવાન ગુલાબી ચહેરો, બ્રાઉનવાળનો ચમકદાર શેડ અને એને કારણે વધુ આકર્ષક લાગતું રૂપ. રિધમને એમ લાગ્યુ કે જાણે આ પહેલા એણે કોઈ દિવસ આવું રૂપ નથી જોયુ જેના પર નજર પડયા પછી નખશિખ તાજગી, લાવણ્‌ય અને ભીનાશનો અનુભવ થાય. જાંબુડી રંગના ડરેસમાં જાણે આ છોકરીની ચામડી હતી એના કરતા વધુ ગોરી લાગી રહી હતી. જોતાંજ એમ લાગે કે જાણે કુદરતે આ સૌંદર્યનું સર્જન હાડ-માંસથી નહી પણ માખણથી કર્યું છે. નકશીદાર વળાંકવાળી આંખોમાં વાતો કરી શકવાની કાબેલિયત, નેણના કાળા ભમ્મર વાળ, આંખોમાંથી છલકતી માદકતાને ઓર નશીલી બનાવે. ચામડીના એક-એક અણુમાંથી નર્યા રૂપ સિવાય બીજું કંઈજ જોવા ન મળે. સમગ્રરૂપમાં આંખે ઊંડીને વળગે તેવો ઉપરના હોંઠની જમણી બાજુએ ભૂખરો તલ એમ લાગે કે જાણે કુદરતે કોઈની નજર ન લાગે એટલાં માટેજ એને ત્યાં ગોઠવ્યો હોય. એ તલ એના રૂપને વધુ ચુંબક્ત્વ બક્ષતો હતો. આ તલને કારણે એનો ચહેરો વધુ સુંદર લાગે છે યા ચહેરાને કારણે એનો તલ વધુ આકર્ષક લાગતો હતો એ નક્કી ન કરી શકાય. પણ બન્ને એકબીજાના પૂરક હોય તે રીતે જોનારને વધુ નશીલી હાલતમાં નાખી દેતા.

બન્નેની નજર મળી અને ઔપચારિક સ્મિતની આપ-લે થઈ. રિધમને લાગ્યુ કે આ સ્મિત ભર ઉનાળે ખીલેલા ગરમાળા જેવું છે. બાળી નાખતા તડકાંમાં પણ પુર બહારે ખીલેલા ગરમાળાની કૂમળી પાંદડીઓ જે રીતે આંખે ઉડીને વળગે તે રીતે એનું સ્મિત રિધમને અંદરથી હચમચાવી મીઠો આંચકો આપી ગયુ. એણે મનોમન આ રૂપને એની સામે મોકલવા બદલ કુદરતનો આભાર માની લીધો.

બોરિવલી સ્ટેશનથી ઉપડેલી ટ્રેનની સ્પિડ જેમ જેમ વધતી ગઈ તેમ-તેમ રિધમની પણ પેલી સામે બેઠેલી સૌંદર્ય સામ્રાજ્જ્ઞી સાથે વાત કરવાની તાલાવેલી વધતી ગઈ. રિધમ રીતસર બહાના શોધવા માંડયો વાત કરવાના. ’હાય, ટ્રાવેલીંગ ફોર અમદાવાદ ?’ રિધમ બોલ્યો. ’યસ એન્ડ યુ ?’ સામે બેઠેલા મધપૂડાએ એકાક્ષરી જવાબ આપ્યો. રિધમના કાનમાં જાણે મધ રેડાયુ. ’યસ, ગોઈંગ ફોર ઓફીસ વર્ક.’ ફરી ઔપચારિક સ્મિત અને પાછી શાંતિ. માત્ર એક વાક્યની વાત થઈ હોવા છતા એ એક વાક્ય પણ જાણે રિધમના કાનમાં ઈકોની જેમ વારંવાર રિપીટ થતું રહ્યું. રિધમ હવે નક્કી નહોતો કરી શકતો કે સામે બેઠેલી છોકરીનું રૂપ વધારે સુંદર હતું કે અવાજ. આ એક વાક્ય સામા છેડેથી સાંભળ્યા બાદ તો રિધમ જાણે હવાતિયા મારવા માંડયો એની સાથે વાત કરવા માટે. કયો વિષય, કયા શબ્દો, કયું એવું તો કોઈ કારણ મળે કે વાત-ચિતનો એક લાંબો દોર ચાલુ કરી શકાય. રિધમના મનની વાત જાણે પેલી સામે બેઠેલી રૂપગર્વિતાએ વાંચી લીધી હોય તેમ એ મનોમન મલકી રહી. આખરે રઘવાયા થયેલા રિધમે બેગમાંથી કાઢેલું પુસ્તક ખોલ્યું અને એમાં છપાયેલા અક્ષરો પર નજર ટેકવવાનો પ્રયાસ કરી રહ્યો પણ એટલામાંજ પેલી કોયલે ટહૂકો કર્યો.

’કુન્દનિકા કાપડીયા રાઈટ ?’ રિધમને જાણે વરસાદ અડકી ગયો. જે બૂંદમાં ભીંજાવા તરસી રહ્યો હતો તે વાંછટ બારી માંથી અંદર પ્રવેશી સામે ચાલીને એને ભીંજવી રહી હતી. ’હેં, હા કુન્દનિકા કાપડીયા. અદભૂત વર્ણન, અદભૂત લઢણ અને રોમાંચક વિષય. તમે વાંચી છે હિમાલયના સિદ્ધ પુરૂષો ?’ ’હા, આ પણ અને સાત પગલા આકાશમાં પણ.’ સામેથી પ્રત્યુત્તર આવ્યો.

રિધમ જાણે એક નશીલા ઘેનમાંથી જાગ્યો અને છેલ્લા વાક્યની વાતને એણે પોતાના મગજમાં વારંવાર રિવાઈન્ડ કરવા માંડી. એની સ્મૃતિઓ એ જાણે એને એક ટકોર કરી હોય તેમ આ સુમધુર અવાજ એને ચિરપરિચિત લાગ્યો. એને એના કાન પર અને મનમાં આવી ગયેલા વિચાર પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. એને લાગ્યુંકે આ ટહૂકો, આ કંપન અને એના અણુએ અણુમાં વહી રહેલો અવાજ ક્યાંક મળતા આવે છે. આ અવાજ એજ વાણીના પ્રવાહનો અંશ છે જે પ્રવાહ સાથે એ વર્ષોથી જીવ્યો છે. આ રણકાર એજ રણકાર છે જેના મધુર કંપનથી એના મનોજગતમાં તાજગીનું લખલખું ફરી વળે છે. આ એજ અવાજ છે જે અવાજ સાથે એ ઉંઘ્‌યો છે અને જાગ્યો છે. પણ પોતાનું સપનું આમ અચાનક સામે આવી શકે છે એ વાત પર એના મગજની તાર્કિક દલીલો સહમતી નહોતી આપી રહી.

રિધમ ક્યાંય લગી એ અવઢવમાં અટવાતો રહ્યો કે આ વસંતની ભીની હવામાં રગદોળાયેલા ટહૂકાની ખુશ્બુ જે એના નાકમાં આવી રહી છે તે એની ગઝલનો અવાજ છે યા માત્ર એનો વહેમ છે. અચાનક વાત કરતા અટકી જી, કોઈ ગહેરા વિચારમાં અટવાઈ ગયેલા રિધમને સામે બેઠેલી પેલી સુવર્ણત્વચા અચંબીત આંખે અને મોહક મલકાટે જોઈ રહી. વારંવાર બદલાય રહેલા રિધમના મનોભાવ અને એના ચહેરા પર અંકીત થઈ રહેલી રેખાઓ દ્વારાએ રિધમના મનોવિશ્વને કળવાની કોશિશ કરી રહી હતી. રૂપનો રણકાર ફરી શબ્દોમાં ફેરવાયો.’ ર્જ , ગૂઢ સત્યને સ્પર્શતા રોમાંચક વિષય વાંચવાનો શોખ છે તમને !’ અચાનક આવેલા મીઠા ટહૂકાને ઝીલતા રિધમે જવાબ આપ્યો. ’રિધમ દેસાઈ, મારૂ નામ. અને મારી જો ભૂલ ન થતી હોય તો તમે ગઝલ રાઈટ ? બસ માત્ર ગઝલ’ છેલ્લા ત્રણ શબ્દો એ મનમાંજ ગણગણ્‌યો.

ચોંકવાનો વારો હવે સામા છેડે હતો, નવાઈ અને અચંબામાં અંજાયેલી આંખોએ એક મોટી ચમક સાથે સૂચક પ્રશ્નાર્થ સામે ધર્યો. ’ૈં દ્બટ્ઠઅ હ્વી ુર્િહખ્ત, પણ જ્યાંસુધી મને લાગે છે ત્યાંસુધી તમે ગઝલ જ છો.’ એજ અપલક આંખો અને એજ પ્રશ્નાર્થ.’ તમને લાગશે કે હું તમને કેવી રીતે ઓળખુ છું ? આપણે આજ પહેલા મળ્યા પણ નથી આજે પહેલીજ વાર મળી રહ્યા છીએ તો પછી...રાઈટ ? પણ પ્રથમવાર મળવાનુ રૂબરૂમાં થઈ રહ્યુ છે એટલુંજ, બાકી તમારા અવાજ થકી તો આપણે અનેકવાર મળી ચૂક્યા છીએ.’ આનંદમાં રઘવાયો થયેલો રિધમ હવે રીતસરનો બફાટ કરી રહ્યો હતો. રિધમને બોલતો અટકાવી પેલી છોકરીએ સૌપ્રથમ એના આશ્ચર્યને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.

’એક મિનિટ, મી. રિધમ તમારી વાત સાચી છે કે આપણે પ્રથમવાર મળી રહ્યા છીએ, આ પહેલા મેં તમને ક્યારેય જોયા નથી તો પછી ? તમે મને કેવી રીતે ? મારૂ નામ તમે કઈ રીતે ? અવાજ થકી મતલબ ? મેં તો હજુ મારૂ નામ પણ તમને,’ રિધમે સામેથી આવતા પ્રશ્નોને વચમાંજ અટકાવી દીધા. ’હા, તમે તમારૂં નામ નથી જણાવ્યુ, પણ તમારે એવી જરૂર પણ નથી. મારે તમને ઓળખવા માટે તમારો અવાજ જ કાફી છે. ગઝલ, મોર્ન્િાંગ ૭.૦૦ ર્ં ૧૧.૦૦, ૯૩.૫ રેડ એફ. એમ., વેલકમ મોર્ન્િાંગ. ટ્ઠદ્બ ૈં િૈખ્તરં ?’ આખાય પ્રશ્નાર્થનો જવાબ ગઝલને મળી ગયો, અને એ વાત એના આનંદમાં ઓર વધારો કરી ગઈ કે એનો અવાજ એટલો બધો તો વાગોળવા લાયક છે કે હવે એ અવાજ માત્ર એની ઓળખ માટે પૂરતો છે. એક પછી એક સામેથી આવી રહેલા પોતાના વખાણના વાક્યને ગઝલ આનંદ, શરમ અને ઉન્માદથી ઝીલતી રહી. આ તરફ રિધમની હાલત નવી સવી યુવાની પામેલા લગામ વગરના અશ્વ જેવી હતી. એણે ગઝલ પ્રત્યેની પોતાની દિવાનગીને એની નજરસામે પાથરવા માટે રીતસર શબ્દોની શોધખોળ ચલાવી અને એને સુવ્યવસ્થિત ગોઠવી એક પછી એક વાક્યોને વખાણોના ઘરેણાં પહેરાવવા શરૂ કરી દીધા. ગઝલ મનોમન ખુશ થતા એ સાંભળતી રહી. ગઝલને આ સુખદ આંચકો ખુબ આનંદિત કરી રહ્યો હતો. એને જોયા વગર માત્ર સાંભળીને પણ કોઈ આટલી હદસુધી પ્રેમ કરી શકે એ વાત એને રોમાંચિત કરી રહી હતી પણ, આનંદની આ પગલીઓને અચાનક એક મોટો કાંટો વાગ્યો હોય તેમ એ ઉદાસ થઈ ગઈ. કોઈ અકળ વિચાર એને આગળની સ્વપ્નદોડમાં આડખીલી બની અટકાવી રહ્યો હતો. એ શાંત થઈ ગઈ.

રિધમના અવિરત ચાલી રહેલા વાક્યો જાણે હવે એના કાનસુધી પહોંચતાજ નહોતા યા એ નહોતી પહોંચવા દઈ રહી. એ સ્થિતપ્રજ્જ્ઞ્ન થઈ બસમાત્ર સાંભળતી રહી. એની આ ઉદાસી, આ અજંપો એને ઠરવા નહોતા દઈ રહ્યા. આ તરફ રિધમ ગઝલના વખાણશાસ્ત્રનું અસ્ખલિત વાણી પ્રવાહ દ્વારા પઠન કરી રહ્યો હતો. બન્ને યુવાન હૈયા ક્યાંય લગી વાતો કરતા રહ્યાં. રિધમને આજે વારંવાર વિચાર આવી રહ્યો હતો કે કોઈક કારણસર ટ્રેન આજે મોડી પડે અને અમદાવાદ વધુને વધુ દૂર થતું જાય તો કેવું સારૂં.

ગઝલના અવાજના વખાણથી શરૂ થયેલી વાતો અનેક વિષયો, દલીલો અને અલગ અલગ પાસાંઓના વિચારોથી લઈ નવી રિલીઝ થયેલી મૂવિ, જુની ફિલ્મો અને નાટકોની વાતો સુધી વિસ્તરતી રહી. કવિ દલપતરામ, મરીઝ અને કલાપીથી લઈ ઝવેરચંદ મેઘાણી. વાતો અખૂટ હતી અને વિચારો અવિરત હતા. સામે છેડે વાત કરવા મનગમતો સાથી હતો અને હોંઠપર દુનિયાભરનાં વિષયો. રિધમ અને ગઝલની વાતો ખૂટતી નહોતી.

રિધમની કલ્પનામાં તરવરતી ગઝલની છબી કરતા પણ વધુ સૌંદર્ય સામે બેઠેલી ગઝલમાં પામી રિધમ પૂનમના દરિયાની ભરતીના મોજાની જેમ ઉછળી રહ્યો હતો અને ગઝલ વારંવાર ઉન્માદના વહેણમાં તણાતી, એક મજબૂત વ્યકિતત્વને નજર સામે જોઈ ઓગળી રહી હતી પણ હિમશિલાપર પડતા આકરા તડકાસમ કોઈ વેદના ગઝલને રિધમની નજીક આવતા રોકી રહી હતી. બન્નેનું મન કહી રહ્યું હતુ કે આજે અમદાવાદ દૂરને દૂર થતું જાય તો કેવું સારૂં પણ બન્નેની મરજી અવગણતી હોય તે રીતે ટ્રેને પોતાની ધમ ધમ કરતી ગતિ દ્વારા સાડા છ કલાકનો સમય પુરો કરી નાખ્યો અન મણીનગરથી ધીમી પડેલી ટ્રેન મંથર ગતિએ અમદાવાદના કાલુપુર સ્ટેશન તરફ આવી પહોંચી. દરેક જણ પોતાનો સામાન જોઈ ચકાસી ઉતરવાની તૈયારી કરવા માંડયા. ઈચ્છા ન હોવા છતાં રિધમે પણ પોતાની બેગ ઉતારવી પડી. ગઝલનો સામાન પણ એણેજ ઉતારી આપ્યો. બન્નેએ સેલફોન નંબર, મેઈલ આઈ ડી વગેરેની આપ-લે કરી લીધી. રિધમે એ કાગળ પોતાની લગ્ન કંકોતરી હોય તે રીતે સાચવીને મૂકી દીધો, ગઝલે પણ સુંવાળા સ્પર્શ સાથે રિધમના નંબરવાળું કાગળ એના પર્સમાં સરકાવી દીધું.

જેમ-જેમ કાલુપુર નજીક આવતું ગયું તેમ-તેમ ગઝલ વધુને વધુ ઉદાસ થતી ગઈ અને કોઈ અકળામણ અનુભવતી હોય તેમ એણે બહાના કાઢી રિધમને પહેલા ઉતરી જવા માટેના કારણો સામે ધરવા માંડયા. પણ રિધમ કેમેય કરી એનાથી છૂટો પડવા માંગતો નહોતો. ’ચાલ ઉભી થા ગઝલ, કમસે કમ સ્ટેશનના દરવાજા લગી તો સાથે જીએ.’ એ બોલ્યો. ’ના રિધમ મને લેવા મારા અંકલ આવી રહ્યા છે. તું નીકળ. હું જતી રહીશ.’ હમણાં સુધી મખમલ હતુ તે શિલ્પ જાણે અચાનક પત્થર થઈ ગયું. રિધમના લાખ સમજાવવા છતાં ગઝલ ઉભી ન થઈ. ’શું કામ નાહકની જીદ્દ કરે છે રિધમ ? હું જતી રહીશ મારા અંકલ બહાર આવી ગયા હશે તું નીકળને પ્લીઝ.

એક યુવાન રૂપગર્વિતા સાથેની તહેઝીબ ભરી વર્તણૂકમાં ખોટી જીદ્દ ન હોય તે યાદ કરતા એ પોતાનો સામાન લઈ ઉતરીતો ગયો પણ એની અંદરના પ્રેમીએ એને સ્ટેશનના એક ખૂણે રોકી લીધો. ટ્રેનમાંથી બધા યાત્રીઓ ઉતરી ગયા બાદ ૫૦-૫૫ની આસ પાસનો એક આડેધ પુરૂષ એ કોચમાં ચઢ્‌યો અને થોડીવારમાં એક છોકરીને ઉંચકી બહાર આવ્યો. એની સાથે નોકર જેવા લાગતા બીજા માણસે હાથ વડે પકડી રાખેલી ફોલ્ડીંગ વ્હીલચેર ખોલી અને પેલા પુરૂષે એ છોકરીને એમાં બેસાડી દીધી, એ ગઝલ હતી. રિધમે છેલ્લાં સાડા છ કલાક જેની સાથે ગમતીલા સપનાની જેમ વિતાવ્યા હતા તે ગઝલ. સ્વયં સરસ્વતી જેની જીભ પર હોય તેવા ચુંબકીય અવાજની માલિક ગઝલ પોતાના નિષ્પ્રાણ પગ સાથે વ્હીલચેર પર બેઠી. રિધમની આંખો ફાટી ગઈ. એ પોતાની જાતને વિશ્વાસ નહોતો અપાવી શકતો કે જેને જોઈ એ મંત્રમુગ્ધ થઈ ગયો હતો તે ગઝલ અપંગ હતી ? આ વાત પર એનું ધ્યાનજ કેવી રીતે નહી ગયું ? એની કલ્પનામાં તરવરતી રાજકુમારી એની નજરસામે હતી છતાં આટલી મોટી કડવી વાસ્તવિકતા એની સાથે જોડાયેલી છે એ વાતથી એ હમણાંસુધી અજાણ રહ્યો હતો. રિધમને લાગ્યુંકે અપાર તરસમાં તરફડતાં એના જીવની સામે ધસમસતી નદી આવી અને તરસ છિપાવ્યાં વગરજ એ ક્યાંક ધરતીના પેટાળમાં સમાઈ ગઈ.

પૃથ્વીનાં પેટાળમાં જી પડેલી રિધમની લાગણીઓએ ધીમે ધીમે દલીલોના પગ લઈ ઉભા થવાનો પ્રયત્ન કર્યો. ’પ્રેમ શું શરીર માત્રનો મહોતાજ છે ? મનમાં ઉઠતી લાગણીઓને શું એકબીજાના શીતળ જળથી ઉછેરી ન શકાય ?’ ’પ્રેમનું નામ અગર પરમતત્વને પામવું છે તો શરીરના માધ્યમનું મહોતાજ શું કામ થવું પડે ?’

બસ, આ છેલ્લાં વાક્યએ રિધમના આખાય શરીર, મન અને મગજમાં ચેતનાનું કામ કર્યું. આ વાક્ય રિધમના રૂંવે રૂંવે દ્રઢ થઈ ધીમે-ધીમે વિશ્વાસ પછી આત્મ વિશ્વાસ અને પછી દ્રઢવિશ્વાસમાં માં પરિણમી એક અફર નિર્ણય સુધી લઈ ગયું. એણે ગજવામાંથી કાગળ કાઢ્‌યો. ’હલ્લો, ગઝલ ? રિધમ વાત કરૂં છું. ગઝલ, રોજ સવારે મારા પડખેથી ઉભી થઈ આપણા સહવાસની તાકાત અને મારા પ્રેમના પગ વડે ચાલીને મારા ઘરથી રેડીયો સ્ટેશન જવાનું પસંદ કરીશ ? મારી સાથે લગ્ન કરીશ ?’ સામા છેડેથી ત્રુટક ત્રુટક શબ્દો આવ્યા. ’કોણ રિધમ ? રિધમ હું,’ ’ગઝલ, પ્રેમનું નામ અગર પરમતત્વને પામવું છે તો શરીરના માધ્યમનું મહોતાજ શું કામ થવું પડે ?’ રિધમને સામેથી હર્ષ, લાગણી, પ્રેમ અને હકારના વ્હાલભર્યા રડમસ હુંકાર સિવાય બીજું કંઈ જ ન સંભળાયું.