એક નાટક - 3 Viral Chauhan Aarzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક નાટક - 3

જે દિવસે રસિકભાઈ આર્જવ સાથે પ્રિન્સીપાલને મળવા આવ્યા હતા તે જ દિવસે આખો કિસ્સો ખબર પડ્યો એટલે ત્યારે જ અનિકાને પણ મળવાનું નક્કી કરી લીધું. બસ એક સહજ મુલાકાત કરી ખરી રકિસભાઈ અનિકાને મળ્યા તેના વિષે જાણ્યું તેના ઘરવાળાની માહિતી મેળવી અને અચાનક જ દિમાગમાં એક આયોજન ઘડ્યું. તેને માંડીને વાત કરી બેટા આર્જવ મારો એકનો એક દીકરો છે માથાફરેલ છે કોઈનું કઈ સાંભળતો જ નથી તે નાનો હતો ત્યારથી જ આવો છે નાના છોકરાને ડરાવીએ કે આંખ દેખાડીએ તેમાં સમજી જાય પણ આ તેવો નહોતો સુધરી જાય માટે બોર્ડિંગમાં દાખલ કર્યો પણ પરિણામ સારું ના આવ્યું તેના તોફાન ઓછા થયા પણ પુરા તો ના જ થયા. તેની ફરિયાદ આવ્યા જ કરતી હવે ઘરમાં પણ ગમે ત્યારે વિફરી ઉઠે છે અમે તેનાથી તોબા પોકારી ગયા છીએ તેની માં તેને પ્રેમ આપે પણ જ્યાં થોડું ઘણું ઊંચું નીચું થાય તે વિફરી ઉઠે ઘરના નોકર ચાકર તો તેના આવવાથી રીતસરના ડરી જાય એક વાર તો તેણે એવી મારામારી કરી કે સામેવાળાની આંખ જતા જતા રહી ગઈ એક વાર તો ચાકુ લઇને પાછળ દોડ્યો. મેં ગુસ્સો ઓછો કરવા માટે મનોચિકિત્સકની મદદ લીધી તેની સાથે પંદર દિવસ સારી રીતે ગયા અને એક દિવસ આર્જવને જેવી ખબર પડી કે પેલો મનોચિકિત્સક છે તો એ ભડક્યો શું હું પાગલ છું કે મારે આવી કોઈ સારવાર લેવી પડે ? અને તેની પર એવો તો વિફર્યો કે પેલાએ પાછા આવવાની જ ના પાડી દીધી !!!! શિબિરમાં નાખ્યો પણ તે ત્યાં ગાંઠ્યો નહિ .

અનિકાએ વચ્ચે જ વાત કાપી, “તમે અહીં મારી ક્યાં પ્રકારના મદદની અપેક્ષા રાખો છો ?” રસિકભાઇએ પ્રસ્તાવના બંધ કરી મૂળ વાત પર આવ્યા, “જો તું તેને પ્રેમ આપે તો વાત બની શકે ??” અનિકા ફાટી આંખે જોઈ રહી આ શું સાંભળી રહી છે ?? રસિકભાઈએ વાત વાળી, “એટલે કે તે તને પસંદ કરે છે તો તું તેની સાથે દોસ્તી કર તેની સાથે વાતો કર કદાચ તે તારો પ્રેમ ઝંખે છે કદાચ તારા પ્રેમની અસર તેના પર થાય તે નરમ પડે જો કે આ તો મારુ અનુમાન છે પણ જો તું ઈચ્છે તો હું જબરદસ્તી નથી કરતો .” અનિકા વિચારમાં પડી ગઈ એક સીધો સાદો દેખાતો માણસ આ શું વાત કરી રહ્યો છે ? દોસ્તી કર પ્રેમ ઝંખે છે બાપરે તે પણ એક માથાફરેલ છોકરા સાથે ? અને ક્યાંય પોતે જ તેના ગુસ્સાનો શિકાર બની ગઈ તો ? અને સૌથી મહત્વની વાત પોતે આ પળોજણમાં પડે જ શું કામ ?? તેને શું લેવા દેવા અગર આર્જવ સુધરે કે ના સુધરે ?? તેને શું ફાયદો ? રસિકભાઈ જાણે તેનું દિમાગ વાંચતા હોય તેમ બોલ્યા, “હું સમજી શકું છું કે તને એવા વિચાર પણ આવે કે આ પળોજણમાં તું શું કામ પડે તેમાં તને શું ફાયદો પણ આમ ફાયદો છે તને હું આ કામના પૈસા આપીશ!” અનિકા ભડકી, “હું એ ટાઇપની છોકરી નથી કે આવા કામ કરું અને પૈસા લઉં સમજ્યા …!!! તમારી હિમ્મત કેમ થઇ આખરે આવી વાત કરતા??? મહેરબાની કરીને તમે અહીંથી ચાલ્યા જાવ મને તમને કે તમારા છોકરામાં કોઈ જ પ્રકારનો રસ નથી હું ખુશ છું મારા જીવનમાં.” રસિકભાઈ શાંત જ રહ્યા. અનિકા ગુસ્સાથી જોઈ રહી ફરી રસિકભાઈ ચાલુ થયા, “મને માફ કર મેં પૈસાની વાત કરી માટે પણ જો કદાચ સારા મિત્રોથી સંગતથી કોઈની જિંદગી બદલાઈ જતી હોય તો તેમાં ખોટું શું છે ?? તને તેનું પુણ્ય મળશે.” અનિકા ઉભી થઇ ગઈ આવા બેશરમ માણસ સામે એક મિનિટ ઉભી રહેવા માંગતી નહોતી તે ચાલતી થઇ અને રસિકભાઈએ આખરી પ્રયત્ન કર્યો, “જો બેટા સાંભળ તું ના પડી શકે છે તને હક છે પણ કાલે સવારે જયારે આર્જવ તને જ પજવે ત્યારે શું કરીશ ?” અનિકાના પગ થંભી ગયા તે લગભગ ડરી ગઈ આ તો કલ્પના બહારની વાત હતી તો શું કરશે અગર આર્જવ પોતાને જ પજવશે !!!!! તે પછી ખુરશી પર બેસી ગઈ રસિકભાઈએ કહ્યું, “ જો બેટા આખલા પર માણસ સવાર થાય અને આખલો માણસ પર સવાર થાય એ બંને વાત બહુ જ વિપરીત છે મારુ એટલું જ કહેવું છે કે તું આર્જવ સાથે દોસ્તી કર એક નિર્મળ દોસ્તી કદાચ તેનું ધ્યાન મારધાડ પરથી હઠે. આ મારુ એક અનુમાન છે ફક્ત અનુમાન કદાચ હું તેમાં ખોટો પણ સાબીત થાવ. હું તેનો બાપ છું બસ તેને સુધારવા માંગુ છું અગર તેમાં મને તારી મદદ મળે!” અને આખરે અનિકાએ હા પાડી તે રસિકભાઈના કહેવાનો આશય સમજી ખરી.

રસિકભાઈએ ચા નો ઓર્ડર આપ્યો અને બંનેએ મળીને એક આયોજન ઘડ્યું. સંપૂર્ણ આયોજન એવું હતું કે ક્યાંય પણ અનિકાને એક છોકરી તરીકે હાનિ ના પહોંચે અને ગમે ત્યારે તેને પીછેહટ કરવાની છૂટ હતી અને આખરે અનિકાએ ઝંપલાવી દીધું તેમાં. બધું જ આયોજન મુજબ થઇ રહ્યું હતું તેથી અનિકા અને રસિકભાઈ બંને ખુબ જ ખુશ હતા. સૌથી મહત્વની વાત એ હતી કે આર્જવમાં જે બદલાવ આવી રહ્યો હતો તે કલ્પના બહારનો હતો પણ હા અનિકાએ તે માટે પ્રેમમાં પડવાની ફરજ પડી હતી.

બધું આયોજન મુજબ પાર પડી રહ્યું હતું હવે તો આર્જવ ઘણો જ બદલાઈ ગયો હતો તેનો પહેરવેશ તેનો આચારવિચાર બોલવાની ઢબ બદલાઈ ગઈ હતી ભણવામાં પણ રસ લઇ રહ્યો હતો અને આજે તો તેને પપ્પાનો બિઝનેસ જોઈન કર્યો પહેલો દિવસ હતો રસિકભાઈના ખુશીની કોઈ સીમા નહોતી રહી અને આ જ દિવસની વાટ જોતા હોય તેમ તેને તરત જ અનિકાને કોલ કરીને ખુશી સમાચાર જણાવ્યા. પણ જ્યાં રસિકભાઇએ તેને આ નાટકના અંતની વાત કરી તેનું હૈયું ચિરાય ગયું

(ક્રમશ)