Heart Beat
Part-2
અમે રોજ રાત્રે બધા “તારકમેહતા કા ઉલ્ટા ચશ્મા” જોતાં, મારા દાદા સાથે ચંપક ચાચા ની મસ્તી પણ થતી. ઘણી વખત મારો Cousin પણ અમારા ઘરે આવતો તે 10th માં હતો. અમે લોકો ખૂબ મસ્તી કરતા. એ Hollywood Movies નો ખૂબ શોખીન આવતાની સાથે જ પૂછે ક્યુ movies પડ્યું છે. એડમિસન નો દિવસ આવ્યો. મે, રુચિત, અને કાવ્યા એ St. Xavier’s College માં એડમિસન લીધુ. હર્ષ, પાર્થ, વિધિ, નીમીશા એ C. U. Shah College માં એડમિસન લીધું. જ્યારે તેજસે પૂના ની કોલેજ માં એડમિસન લીધું.
કોલેજ નો પહેલો દિવસ એટલે અંદર થી ઉત્સાહ હતો. મેં અને રુચિત એ આમ તો આખુ કોલેજ કેમ્પસ જોયેલ નહિ એટલે કોલેજ આવતાજ આખી કોલેજ માં ફર્યા. કોલેજ ચાલુ થવાને હજી થોડો સમય હતો. આથી અમે કોલેજ ના Front Path પર બાકળા પર બેઠા. ઘણા બધા વિદ્યાર્થીઓ આવી ગયા હતા. અચાનક એક છોકરો આવ્યો અને કેહવા લાગ્યો ઉઠ ચાલ અહીંથી. મેં પૂછયું તમેં કોણ છો? તે બોલ્યો તારે મારુ નામ જોઈએ છે એમ, એ તને ખબર પડી જશે એમ કહી દાદાગીરી થી અમને ઉભા કર્યા. અમેં પણ પહેલો દિવસ હતો અને કોઈ ને ઓળખતા પણ ન હતા એટલે ફટાફટ ઉભા થઇ તેનાથી દૂર જતા રહ્યા. રુચિત તો મન થી ગુસ્સે થતો હતો પણ મેં એને કાબુ પર રાખ્યો અને કહું છોડ ચાલ ને હવે. પેહલા દિવસે ખાસ કઈ હતું નહિ ખાલી સેમિનાર હોલ માં Introduction અને Principal ની સ્પિચ હતી. સેમિનાર હૉલ માં 150 નવા વિદ્યાર્થીઓ હતા. હું અને રુચિત બાજુ માં બેઠા હતા. ક્રમશ બધા ને ટૂંકો પરિચય આપવાનો હતો. છોકરા નો વારો પૂરો થયો. છોકરીઓ નો પરિચય શરુ થયો . રુચિત તેની બેઠક પર થોડો ઉભો થઇ ટાઈટ બેસી ગયો હું બધુ મારી ત્રાસી નજરે જોતો હતો. હું થોડો હસ્યો. એટલામાં એક છોકરી નો પરિચય ચાલુ થયો. તેણે તેનું નામ રૂપાલી કહું. દેખાવે સુંદર, ઉંચાઈ મઘ્યમ, શરીરે Fit. રુચિત નું તો 100 % ફોક્સ ત્યાં જતું રહુ. એટલે રુચિત ને એ ગમે છે એવું મને લાગ્યું. મેં આ બધું રુચિત મને સામેથી ના કહે ત્યાં સુધી ચુપ રહેવાનું નક્કી કર્યું.
કોલેજ પૂરી કરી આજે પપ્પા નો જન્મદિવસ હતો એટલે અમે ગુલબાઈ ટેકરા ગરીબો ની વસ્તી માં ધાબળા, કપડાં, સ્ટેશનરી, બુટ ની કીટ બનાવી તેનું વિતરણ કરવા ગયા. ત્યાં હું ગરીબો નું જીવન જોઈ સ્તબધ થઈ ગયો. તેના નાના અર્ધનગ્ન છોકરા જોઈ મારુ મન ગરીબી ના વિચારી માં વમળ માં ડૂબી ગયું. હું વિચાર તો હતો કે આવી હાલત તો દેશ ના લાખો ગરીબો ની છે, શું ગરીબી નો કોઈ ઉપાય નથી? શું ગરીબી ને ઓછી ના કરી શકાય?એવા હાજારો વિચારે મારા મન ને ઘેરી લીધું. આ પ્રશ્ન ને ઉકેલવા સરકાર સાથે દેશ ના નાગરિકો એ પણ સહકાર આપવો જોઈએ. ગરીબી ને કારણે તો હિંસા અને આંતકવાદ જન્મે છે. મેં પણ નિર્ણય કર્યો કે હું પણ તેમાં સહભાગી થઈશ. આજની રાત્રે બહાર જમવાનું હતું. જમીને આવી હું મારા રૂમ માં મોબાઈલ લઇ ને What's App માં મેસેજ જોતો હતો ત્યાં મારી નજર રુચિત ના Status પર ગઈ મેં તેનું Status જોયું એને લખેલું હતું " જવાની ની લાલચ આપીને બાળપણ લઇ લીધું, તું ના શોધ મને આસપાસ માં , હું તો મળીશ તને તારા શ્વાસ માં. " મેં Status પર કોમેન્ટ આપી " ભાઈ મરીઝ બનવા તરફ પ્રયાણ કરે છે. "
દરરોજ સવારે જિમ માં અમે સાથે બાઇક લઇ ને જતા. હું બાઇક ચલાવતો હતો. રુચિત પાછળ બેઠો હતો વાતો કરતા કરતા અમે જતા હતા. વાત વાત માંથી રુચિત :- તું રૂપાલી ને ઓળખે છે.
હું :- ના કોણ રૂપાલી.
રુચિત :- અરે આપણી કોલેજ માં છે તે.
હું :- મેં જાણતો હોવા છતાં ના પાડી.
રુચિત :- કોલેજ માં પેહલા દિવસે Introduction માં નહોતી જોઈ?
હું :- મેં કહ્યું એટલી બધી છોકરીઓ માં યાદ ના રહે.
રુચિત :- એ કેટલું મસ્ત બોલતી હતી.
હું :- મને કાલે બતાવજે.
કોલેજ ની કેન્ટીન માં અમે બધા નાસ્તો કરતા હતા. રુચિત કેન્ટીન ના દરવાજા તરફ જોઈ કોઈ ની રાહ જોતો હતો એટલામાં રૂપાલી અને બીજી 2-3 છોકરીઓ આવી. ધીમે થી રુચિત બોલ્યો ઓઈ શિવાન પેલી White T-shirt વાળી એજ રૂપાલી. એ એટલો ખૂશ હતો કે નાસ્તા નો પફ પણ નીચે મૂકી દીધો. એની બાજુ ના ટેબલ પર પેહલા દિવસે જે દાદાગીરી કરી એ છોકરા નું ગ્રૂપ બેઠું હતું. એને રૂપાલી અને બીજી છોકરીઓને જોઈ તેના સાથી મિત્રો ને કેહવા લાગ્યો જુઓ સ્વર્ગ માંથી પરીઓ આવી છે. એનો અવાજ એટલો તો હતો જ કે આજુબાજુ ના 2-3 ટેબલ ને સંભળાય. એટલે રુચિત ને ગુસ્સો આવ્યો. ઉભો થઇ પેલા ને કયું એ Nonsense તું અહીંયા ભણવા આવે છે. એમ કરી ઝઘડો ચાલુ થયો. આ બધુ રૂપાલી જોતી હતી. મેં રુચિત ને સમજાવી બધું ઠંડુ પાડ્યું. બધા કેન્ટીન માંથી જતા રહ્યા અમારું ગ્રૂપ અને રૂપાલી નું ગ્રૂપ જ હતા. અમે પણ નીકળતા હતા ત્યાં રૂપાલી એ રુચિત ને કયું Thank you. રુચિત્તે હસતા કહ્યું It's ok. રૂપાલી પણ હસી.
અમે ત્યાંથી નીકળી ગયા જતા જતા હું અને રુચિત ને વાતો કરતા હતા મેં કહ્યું મને તો ખબર છે કે રુચિત ભાઈ ને રૂપાલી પસંદ છે. મેં સેમિનાર હોલ માં જ બધું નિહાળી લીધું હતું. રુચિત કહે કે અઘરો છે તું બધી ખબર છતાં ના પાડે છે. આમ કોલેજ ચાલતી રહી. પેહલા વર્ષના અંતે એક પિકનિક નું આયોજન કોલેજે કરેલું હતું. જવું ફરજિયાત નહતું પણ મને પણ એવું ગમે એટલે હું ને રુચિત કોલેજ ના Student Section માં જઈ નામ ની નોંધણી કરી લીધી. રુચિત્તે મારી પાસે Student List માગ્યું મેં કહું રૂપાલી નું નામ નથી એને મારા હાથ માંથી લિસ્ટ ઝડપી લીધું જોવા માંડ્યો છેલ્લે થી પાંચમું નામ જોઈ લિસ્ટ ને ફેંકી દીધું.
મેં કહ્યું એ ગાંડો થઇ ગયો કે શું? તે હસી બોલ્યો ના ગાંડા થવાનું તો બાકી છે.
અમારી પિકનિક ના સ્થળ પોલો ફોરેસ્ટ, તારંગા હિલ, અંબાજી, ઇડરિયો ગઢ, હતા. બે દિવસ નું આયોજન હતું. અમે વહેલી સવારે વોલ્વો બસ માં નિકળા. હું અને રુચિત બાજુ બાજુ માં બેઠા હતા. મેં કહું આજે તો પ્રકૃતિ ના ખોળે માજા આવશે. રુચિત કાંઈક બીજા વિચાર માં હતો. મેં ફરી કહું વાતાવરણ માં કેવું કુતુહુલ હશે? તો પણ રુચિત્તે ના સાંભળ્યું. મે તેને ટાપલી મારી કહ્યું બસ તને તો રૂપાલી માંજ રસ છે. રુચિત કહે- શું? મેં કહ્યું એ સાંભળ્યું. ના હવે બોલ શું. ?પ્રકૃતિ ને માણવા પ્રકૃતિમય બનવું જરૂરી છે એક વખત થોડો સમય પ્રકૃતિમય બનીને વિતાવી જો અપાર લાગણી નો અનુભવ ચોક્કસપણે થશે. આજ ના ઝડપી જમાના માં માણસ પ્રકૃતિ સાથે કોઈક વાર જ મિળાપ થાય છે. પ્રકૃતિ ના ખોળે શાંતિ છે, પ્રેમ છે, સ્નેહ છે, અને વિશાળ ઉદારતા ને જોઈને કાંઈક અલગ જ વાતાવરણ ની અનુભૂતિ થાય છે. રુચિત બોલ્યો મારે તો પ્રકૃતિ અને રૂપાલી બંને ને માણવાના છે.
Be Continue……
(વધુ આવતા અંકે)
Rohit Marvaniya