હાર્ટ બીટ - ભાગ-1 Rohit Marvaniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાર્ટ બીટ - ભાગ-1

HeartBeat

Part-1

એક વખત નો સમય છે કે જયારે હું અને મારા મિત્રો મુંબઇ ફરવા ગયા હતા.મુંબઈ માં સાંજ ના સમયે અમે મરીન ડ્રાઇવ પર ગયા હતા.તે વખત ચોમાસા ની શરૂઆત હતી.આકાશ પણ દરિયા ને પૂછતું હતું કે વરસાદ વરસાવું.ત્યાં થી મુંબઇ ની ઉંચી ઉંચી ઇમારતો ઝાંખી ઝાંખી દેખાય રહી હતી.ત્યાંથી ઉડતા વિમાન ના દ્રશ્ય મોબાઈલ ને ફોટો પાડવા તરફ આકર્ષિત કરી રહ્યા હતા.અમુક youngsters ટેટ્રાપોડ રોક(ચાર ખૂણા વાળો મોટા પથ્થર) પર ફોટો પડાવી રહ્યા હતા.ચા વાળો ચાઇ ચાઇ ની બૂમ પાડી રહો હતો.BMC ના સફાઈકામદારો ક્લીનર લઇ ને પેવમેન્ટ ને સાફ કરી રહા હતા.વાનખેડે માં ચાલતી રણજી મેચ નો ધીમો ધીમો અવાજ આવી રહો હતો.

તેટલામાં બે મિત્રો વાનખેડે સ્ટેડિયમ તરફ ના રસ્તા પરથી રોડ ક્રોસ કરી મરીન ડ્રાઇવ પર આવ્યા.આવતાજ બીજા મિત્રે ચા વાળા પાસે થી બે ચા લીધી અને મરીન ડ્રાઇવ નાં ઓટલા પર પગ લટકતા બેઠા.બંને મિત્રો એકબીજા ના બિઝનેસ ની વાતો કરતા હતા એવું લાગ્યું.અમે પણ ટેટ્રાપોડ પર જઈ ફોટો પાડવાનું વિચાર્યું.પરંતુ પાંચેય મિત્રો માં એકસાથે ફોટો આવે તેના માટે મેં આ મિત્ર ને ફોટો પાડવા કહું please one photo....

મિત્રે કહું ok no problem...

મેં મારા મોબાઈલ નો કેમોરો ઓન કરી તેને આપ્યો અને 3-4 ફોટો કલીક કરી મોબાઈલ મને આપ્યો.

મેં પૂછ્યું ગુજરાતી લાગો છો.તેમણે કયું હા,ગુજરાતી છું.મેં પણ કયું અમે પણ ગુજરાતી છીએ.અમે ઉપર આવી બધા મિત્રો આ બે મિત્રો ને મળ્યા અને એક બીજા સાથે પેહલી મુલાકાત માં જ ભળી ગયા.તેમાં બે મિત્ર માં એક નું નામ શિવાન અને બીજા ની હર્ષ.

એટલા માં શિવાન ના મોબાઈલ માં રિંગ વાગી એ અમારા વર્તુળ માંથી બહાર નીકળ થોડો બાજુ માં વાત કરવા ગયો અને થોડી વાર પછી પાછો આવી ગયો.

મરીન ડ્રાઇવ થી ચર્ચગેટ સ્ટેશન લગભગ અડધો કિલોમીટર થાય.ત્યાં જમવા માટે ઘણી બઘી હોટેલો હતી.એટલે અમે ત્યાં જવા ચાલતા થયા.વાત વાત માં શિવાને પોતાના બીઝનેસ ની વાતો કરી અને પોતાનું ફેમેલી અમદાવાદ માં રહે છે તેની વાત કરી.એટલા માં હર્ષ બોલ્યો શિવાન ની સગાઇ પણ લાસ્ટ sunday જ થઇ છે .એટલે અમે બધાએ તેને શુભેચ્છા આપી.હું અને શિવાન એક સાથે અને બાકી ના મિત્રો થોડા પાછળ સાથે આવતા હતા.એટલા માં મેં શિવાન ને કયું તો ત્યાં કોલ પણ ભાભી નો જ હશે ને તેને હસી મોઢું હલાવ્યું અને કયું અમે બંને છેલ્લા 6 વર્ષ થી એકબીજા ને જાણીએ છીએ.મેં કહું લાંબી લવ સ્ટોરી.મેં કહું હું તમારી લવ સ્ટોરી જાણી શકું.તેને કહું Sure.અમે બધા મિત્રો એ હોટેલ માં જમી બીજા દિવસે Gate way of India જવું છે એવો plan કર્યો એ પણ ત્યાં આવવાના હતા.

બીજા દિવસે સવારે અમે Gate way of India પહોંચ્યા.એ પણ થોડી વાર માં પહોંચ્યા.પેહલા અમે છત્રપતિ શિવાજી મેમોરિયલ એટલે કે મ્યુઝીયમ માં ગયા હું અને શિવાન ત્યાં આગળ બાકળા પર બેઠા અને બધા મિત્રો મ્યુઝિયમ માં ગયા.શિવાન ને તેની સ્ટોરી ચાલુ કરી...

અમે અમદાવાદ વસ્ત્રાપુર માં રહીએ છીએ.હું મારા માતા-પિતા નું એકને એક સંતાન છું.મારા પપ્પા આકાશભાઈ બિલ્ડર છે.અમારે Real group માં પાર્ટનરશિપ છે.મારી મમ્મિ I.T.Engineer છે.પરંતુ તે જોબ નથી કરતી તે હાલ ઘરગૃહિણી છે.મારા દાદા-દાદી પણ અમારી સાથેજ રહે છે.મારે એક Uncle છે.એ પણ અમદાવાદ માં જ છે.

હું CBSE બોર્ડ માં SSC માં સારા માર્કે પાસ થયો .મેં 11th માં Podar international સ્કૂલ માં એડમિશન લીધું.તેમાં વાણિજ્ય પ્રવાહ ને સિલેક્ટ કર્યો.ત્યાં મને ફ્રેન્ડ સર્કલ સારું મળ્યું.મારા આમ તો ઘણા મિત્રો હતા ખાસ કહી શકાય એવા 4-5 મિત્રો હતા.તેમાં હર્ષ,રુચિત,પાર્થ,અને તેજસ હતા અને છોકરીઓ માં વિધિ,નિમિષા અને કાવ્યા.આ અમારું ગ્રુપ હતું.તેમાં રુચિત,વિધિ તો મારી કે સોસાયટી ના હતા.અમે ખૂબ મસ્તી કરતા.

એક વખત અમારી સ્કૂલ માં motivational સેમિનાર નું આયોજન કરાયું હતું.મેં ક્યારેય કોઈ motivational speaker ને સાંભળીયા ન હતા એટલે હું ઉત્સુક હતો.હું motivational સેમિનાર થી ખૂબ motivate થયો અને મન થી વિચારી લીધુ કે કંઇક કરવું છે.મારા બધા મિત્રો ને પણ મઝા આવી.

અમે આમ તો સ્કૂલ બસ માં જતા.પરંતુ એક સ્પોર્ટ્સ બાઇક મને ગમતું હતું.પપ્પા ને હું બાઇક નું યાદ કરાવ તો એ હંમેશા કેહતા કે લાઇસન્સ આવવા દે પછી કાંઈક કરીએ.એક વર્ષ પછી પપ્પા એ મને બર્થડે ગિફ્ટ આપી દીધી.મેં FZ બાઇક લીધું.પછી તો હું ને રુચિત બાઇક લઈને જ સ્કૂલે જતા.બાઇક માં પપ્પા ની શરત હતી કે બાઇક હું ત્યારે જ આપીશ કે તું speed limit માં ચલાવીશ.એટલે હું પહેલે થી એવું ડ્રાઇવિંગ કરતો.

હું ક્યારેક રવિવારે રાજા ના દિવસે દાદા ની સાથે બાજુ માં આવેલું હનુમાનજી ના મંદિરે જતા.ત્યાં હું ઘણા બીજા દાદા મળતો, તેની સાથે વાતો કરતો.દાદા મને એના જમાનાની વાતો કરતા.મેં દાદા ને પૂછયું તમે ગાંધીજી ને મળેલા છો.દાદા એ કયું મેં ગાંધીજી સાથે વાત તો નથી કરી પણ મેં તેને રૂબરૂ જોયા છે.ગાંધીજી ની હિંમત અને સાદગી તો તેમના ચરિત્ર પર નજરે પડતી હતી.બેટા તું પણ ગાંધીજી ને જેમ સમાજ માં કાંઈક કોઈને જરૂરીયાતો ને પૂરી કરજે અને મદદ કરજે.આમ મારા માં ક્યારેક સંસ્કારો નું સિંચન પણ થઇ જતું.રવિવારે ક્રિકેટ મેચ તો ફિક્સ જ હોય .

રાત્રે ક્યારેક અમે બાઇક લઇ માણેક ચોક નાસ્તો કરવા માટે જતા.નાસ્તા માં આપણી ફેવરિટ આસ્કીમ સેન્ડવીચ તો ખાવાની જ.ખૂબ માજા આવતી.છેલ્લે આબુ ની સફેદ રબડી તો પીવાની.

12th નું રિઝલ્ટ આવ્યું. હું સારા માર્ક્સે પાસ થઇ ગયો.મારા મિત્રો ને પણ સારા પેરસન્ટેજ આવ્યા.હજી એડમિશન ને 15 દિવસ ની વાર હતી.એટલે ટાઈમ કાઠવા હું પપ્પા ની ઓફિસે જતો.ત્યાં ઘણા બધા સ્ટાફ મિત્રો તો મારા મિત્રો જેવા થઇ ગયા.હું એન્જીન્યરો સાથે સાઈટ પર આંટો મારવા પણ જતો.એક વખત હું બોપલ ચાલતી સાઈટ પર ગયો.ત્યાં શોપિંગ મોલ બનતો હતો મેં ત્યાં ચાલતું Construction વર્ક જોયું અને જાણ્યું.

અમે રોજ રાત્રે બધા “તારકમેહતા કા ઉલ્ટા ચશ્મા” જોતાં,મારા દાદા સાથે ચંપક ચાચા ની મસ્તી પણ થતી.ઘણી વખત મારો Cousin પણ અમારા ઘરે આવતો તે 10th માં હતો. અમે લોકો ખૂબ મસ્તી કરતા.એ Hollywood Movies નો ખૂબ શોખીન આવતાની સાથે જ પૂછે ક્યુ movies પડ્યું છે.એડમિસન નો દિવસ આવ્યો. મે,રુચિત,અને કાવ્યા એ St.Xavier’s College માં એડમિસન લીધુ.હર્ષ,પાર્થ,વિધિ,નીમીશા એ C.U.Shah College માં એડમિસન લીધું.જ્યારે તેજસે પૂના ની કોલેજ માં એડમિસન લીધું.

Be Continue……

(વધુ આવતા અંકે)

Rohit Marvaniya