સરખામણી Rohit Marvaniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરખામણી

સરખામણી

આ શબ્દ થી આપણે ઘણા બધા પરિચિત છીએ. માણસને જીવનમાં બીજું કાઇ ના ગમે પણ કોઈ ની સરખામણી કરવી તો ગમે જ. આ સત્ય હકીકત છે.

આપણે જીવન ની શરૂઆત થી માંડી ને અંત સુધી કોઈ ને કોઈ બાબત ની બીજા સાથે સરખામણી કરીએ જ છીએ. એક ઉદાહરણ દ્વારા સમજીએ. બે મિત્રો હતા. બંને લગભગ સરખી ઉમર ના એટ્લે એમના લગ્ન સમય નો તફાવત પણ બહુ નહિ. હરિ ઈચ્છા થી બંને નું પહેલું સંતાન પ્રાપ્તિ પણ અઠવાડિયા ના તફાવત વચ્ચે થયેલો. બંનેની ત્યાં છોકરાનો જન્મ થયેલો. ત્યારથી જ આપણે તેની સરખામણી ચાલુ કરી દઈ એ છીએ. તેમના વજન ની સરખામણી, તેમના ફેસ ની સરખામણી, વગેરે ઘણી બાબતો ની સરખામણી ચાલુ કરી દઈએ છીએ. આતો ગૌણ માત્ર વાસ્તવિક્તા છે. સાચું ચિત્ર તો એ બંને ના મોટા થવાની સાથે આપણે ચાલુ કરી એ છીએ.

બાળકો મોટા થાય છે. પ્રાથમિક માં અભ્યાસ કરે છે. તો એ બંને ના માર્ક ની સરખામણી, એ બંને રમત રમે છે તો તેમની રમત ની સરખામણી, ફક્ત સરખામણી.. સરખામણી.. સરખામણી.

નવાઈ ની વાત તો ત્યારે લાગે છે કે બંને ના લગ્ન થાય તો એ બંને ના જીવન સાથીની સરખામણી, તમે વિચારો કોઈ વ્યક્તિ કોઈ જેવી થઈ શકે. અરે ભગવાને તો ફિંગરપ્રિન્ટ થી માંડી બુદ્ધિશક્તિ પણ અલગ અલગ આપી છે.

આપણે આ દૂષણ ને આપની સમાજ વ્યવસ્થા માં અને આપની વિચારસરણી માં હાવી થવા દીધી છે. કાઠિયાવાડી શબ્દ છે “દેખા-દેખી “ બસ દેખા-દેખી એજ તો સરખામણી.

ભાઈ-ભાઈ ની સરખામણી, દેરાણી-જેઠાણીની સરખામણી, એ દાદા-દાદાની સરખામણી, બે ક્લાસમેટ ની સરખામણી,બસ એ આવો અને તું કેમ આવો? એ એવું કરી શકે તો તું કેમ આવું કરી ના શકે? એ એટલા માર્ક લાવી શકે તો તું કેમ ના લાવી શકે?

આ બાબત માં મને બહુ ખબર ના હોય પણ હું સાંભળતો હોવ છુ કે એક પત્ની તેના પતિ ને કેહતિ હોય છે પેલી ના મિસ્ટર તો ગ્રૂમિંગ (કપડાં પહેરવાની રીતભાત) તો કેવું મસ્ત, તે કેટલા હોશિયાર, મારે એ પત્નિઑ ને ટકોર કરવી છે કે આ દુનિયા માં અનેક સભ્યતા અને અનેક સંસ્કૃતિ રહેલી છે, બધી સભ્યતા કઈ ને કઈ રીતે બધાથી અલગ છે. અને હોશિયારની વાત દરેક માણસ પોતપોતાની રીતે હોશિયાર જ છે, આપણી હોશિયારીની વ્યાખ્યામાં ન આવવાથી બીજી ઘણી બધી બાબતોની તેની હોશયારી ને અવગણી ના શકાય.

આ દુનિયામાં કોઈ માણસ કોઈ જેવો ના થઈ શકે બધા કઈને કઈક અનોખી શક્તિ ને પાવર લઈ ને જનમ્યા છે. એ પણ જુદી જુદી. એટ્લે એવું ના વિચારતા કે આપની વિચારસરણી ની અલગ છે એટ્લે એ તામારા જેવો હોશિયાર કે સાણો નથી.

તમે કોણ હતા બીજા માણસ નું મૂલ્યાંકન કરવા વાળા ? આપણા મનની એટલી શક્તિ કે પાવર છે કે આપણે હજી આપણા મન ને પૂરું નથી ઓડખી શક્યાં ને આપણે બીજા નું વિચારતા થઈ જઈએ છીએ.

“સરખામણી એ ઈર્ષા નું મૂળ છે. ”

ક્રિકેટ મેચમાં બધા બેટ્સમેન ને સરખા શૉટ રમતા આવડતા હોય છે ? કોઈ ને ‘કવર ડ્રાઈવ’ શૉટ પર પકડ હોય તો કોઈ ને ‘પુલ શૉટ’ પર પકડ હોય એમ દુનિયા ના દરેક માણસમા બધાની આવડત, બુધ્ધિ, વિચારવાની શક્તિ અલગ અલગ હોય છે. એટ્લે મહેરબાની કરીને કોઈને કોઇની આવડત, ગુણ, વિચાર, વાણી, જાતિ,કે અન્ય ઘણી બધી બાબતોમા કોઈની સાથે સરખામણી કરશો નહિ.

હું તમને આપણાં બધાના મનના અમુક દ્રષ્ટિકોણ વિશે વાત કરું. આપણે આપણાં મનને મનાવવા માટે વિચારતા હોઇ છીએ કે ફલાણા ભાઈ પાસે કેટલા રૂપિયા છે સગવડ છે એટલે આપણે વિચારીએ છીએ કે આપની પાસે આટલુ તો છે નહીં એટ્લે મન થી નિરાશ થઈએ છીએ બીજી તરફ આપણે બીજા એવા વ્યકતિ વિશે વિચારતા હોય એ છીએ કે એતો ગરીબ છે એની પાસે એટલા ક્યાં રૂપિયા છે સગવડ છે, એટ્લે આપણે મન થી ખુશ થઈ છીએ. આ એક આપનો બનાવેલો દ્રષ્ટિકોણ છે હકીકત માં કોઈ આવો માપદંડ જ નથી કે જેની પાસે પાસે આટલા રૂપિયા હોય એ પૈસાવાળા કે ગરીબ.

“દુનિયા નો કોઇ માણસ એટલો પૈસા વાળો નથી કે ગઇકાલ ને ખરીદી શકે અને દુનિયા નો કોઈ માણસ એટલો ગરીબ નથી કે જે આવતી કાલને ના બદલી શકે. ”

નથી આ સરખામણી ની હદ કે નથી આ સરખામણી ના ફાયદા તો પછી આપણાં સ્વભાવ મા એવું કેમ?

આપણે એવા વ્યક્તિ ઑ ને મળતા હોઇ એ છીએ કે એ આપણા કરતાં વધારે સુંદર હોય, આપણા કરતાં હોશિયાર હોય, સ્કૂલ – કોલજો માં સારા માર્કસ લાવતા હોય, તેમણે વધારે મિત્રો હોય, વધારે સંપતિ, પૈસા, ગાડી, બંગલા હોય શકે, તેઑ સૌથી સુખી લાગતો હોય, શું આવી બધી બાબતોમાં આપણે આપણી જાતને બીજા સાથે નથી સરખાવતા?

આપણા બધાના Education નું મૂળ અવલોકન છે. આપણે આપણાં જીવન ના 60% બાબતો અવલોકનથી શીખીએ છીએ નહિકે સરખામણીથી.

બીજાઓ સાથે સરખામણી કરીને ‘પોતે કંઈક છે’ એવું બતાવનારાઓમાં હરીફાઈનું વલણ જોવા મળે છે. તેઓ બીજા કરતા સારા ન બને ત્યાં સુધી તેઓને સંતોષ થતો નથી. તેથી, આવી વ્યક્તિઓ સાથે સંબંધ રાખવો પણ તેઓને ગમતું નથી. તેઓ સાથે પ્રેમથી મિત્રતા બંઘાતી નથી. તેઓ નમ્ર પણ હોતા નથી. તેમ જ બીજા લોકો પ્રત્યે પ્રેમથી વર્તવાની સલાહ પણ ગળે ઉતારી શકતા નથી. હરીફાઈના વલણના લીધે તેઓ બીજાઓને નીચા પાડે છે.

બીજાઓ લોકો નકામા છે આવું મહેસૂસ કરાવવામાં આવે છે ત્યારે તેઓને ખૂબ જ દુઃખ થાય છે. એક લેખિકાએ કહ્યું, “આપણા જેવા જ સંજોગમાં હોય એવા લોકોએ આપણે ઇચ્છતા હોય એવી સંપત્તિ મેળવી હોય ત્યારે આપણને બહુ દુઃખ થાય છે. ” આમ હરીફાઈના વલણને લીધે અદેખાઈ ઉત્પન્ન થાય છે. આપણને કોઈ વ્યક્તિને મળેલી સંપત્તિ, ખ્યાતિ, શાખ, ફાયદાઓ વગેરે પ્રત્યે ખાર થઈ શકે. એના કારણે ઊભું થયેલું હરીફાઈનું વલણ બહુ ખતરનાક હોય છે. ‘એકબીજાની અદેખાઈના’ વલણને બાઇબલ ધિક્કારે છે.

જય વસાવડા સાહેબ હંમેશા કહે છે કે “કોઈ ની સાથે ‘Competition’ કરો પણ કોઈની સાથે ’comparison’ ના કરો. ”

“આપણે જે કરીએ છીએ અને જે કરી શકીયે છીએ, એ વચ્ચેનો તફાવત દુનિયાની મોટાભાગની સમસ્યાઓને ઉકેલવા માટે પુરતો છે. ”

– મહાત્મા ગાંધી

“થાય સરખામણી તો ઊતરતા છીએ

તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.

એમના મહેલ ને રોશની આપવા

ઝુંપડી પણ અમારી જલાવી દીધી.”

- બરકત વિરાણી ‘બેફામ’

આ બાબતે બધાના વિચાર અલગ હોય શકે. મારી ભાવના કોઈને શિખામણ કે કોઈના દિલ ને ઠેસ પહોચાડવાની નથી. માફ કરશો.

***