Dedication
(સમર્પણ)
દુનિયા માં કોઈ પણ કાર્ય માં સફળ થવા માટે સમર્પણ અત્યંત જરૂરી છે.દુનિયા ની સફળ વ્યક્તિ માં કોઈ એવી વ્યક્તિ નથી કે જેને સમર્પણ વગર સફળતા મળી હોય.કોઈપણ કાર્ય ની શરૂઆત વિચાર થી થાય છે એ વિચાર ને પ્લાનિંગ થી Action માં બદલવાનું હોય છે.એના પછી Action માં સમર્પણ ભળી જાય એટલે સફળતા આપણા પગ ચૂમે છે.
Think----- Action----- Dedication -----Success.
થોડા વર્ષો પેહલા સચિન તેંડુલકર ને 20 વર્ષ આંતરરાષ્ટ્રિય ક્રિકેટ માં પુરા થયા.કોઈ પણ ખેલાડી ને 20 વર્ષ આંતરરાષ્ટ્રીય રમત માં પુરા થાય એટલે એક Achievement જ છે.કારણકે 20 વર્ષ સુધી આંતરરાષ્ટ્રિય ક્રિકેટ રમવા પોતાના માં Physical fitness, Mental balance, Emotional stability જોઈએ.ટાઇમ્સ ઓફ મુંબઇ એડિસને એક ખૂબ સરસ આવુતિ પ્રકાશિત કરેલી .તેમાં Interviewer એ ઘણા પ્રશ્નો પૂછ્યા...
Interviewer :- What is a secret of your success of twenty years of cricket international level?
Sachin :- Every morning at 6:00 ,I play my first delivery (ball).no day off.
Immediately..
Interviewer :- તમે આગલા દિવસે સદી કે બેવડી સદી મારી હોય તો?
Sachin :- તો પણ સવારે 6:00 to 9:00 પેહલા 500 balls face કરવાના.પછી બીજું બધું.
આપણે ઇતિહાસ ને તપાસીએ તો આ વ્યક્તિ એ છે કે જે 21માં વર્ષે ધંધા માં નિષ્ફળ રહ્યા. 22માં વર્ષે એ વિધાનસભાની ચૂંટણી હારી ગયા, 24માં વર્ષે ફરી ધંધામાં નિષ્ફળ ગયા, 26માં વર્ષે તેની વહાલી પત્નીનું અવસાન થઇ ગયું. 27માં વર્ષે એણે સંસદીય વિધિમંડળની ચૂંટણીમાં હાર સેહવી પડી, 45માં વર્ષે એ વ્યક્તિ સેનેટની ચૂંટણી હારી ગયા, 47માં વર્ષે ઉપપ્રમુખ બનવાના પ્રયત્નો ઉપર પાણી ફરી વળ્યું, 49માં વર્ષે ફરી સેનેટની ચૂંટણીમાં હાર સહન કરવી પડી પણ આખરે 52માં વર્ષે એ વ્યક્તિ અમેરિકાના 16 માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા.એ વ્યક્તિ હતી "અબ્રાહમ લિંકન".
નિષ્ફળતા....… નિષ્ફળતા.....… નિષ્ફળતા....… નિષ્ફળતા....… નિષ્ફળતા....… નિષ્ફળતા...… નિષ્ફળતા..… નિષ્ફળતા...… "સફળતા".
વિરાટ કોહલી નો એક પ્રસંગ સમર્પણ ની મિસાલ છે.કોહલી જયારે 18 વર્ષ ના રણજી પ્લેયર હતો ત્યારે દિલ્લી માં ફિરોઝશાહ કોટલા સ્ટેડીયમ માં દિલ્લી VS કર્ણાટક ની રણજી મેચ હતી.તેમાં પેહલા દિવસે કર્ણાટકે 446 રન કર્યા.બીજા દિવસે શરૂઆત માં જ દિલ્લી ની 5 વિકેટ પડી ગઈ હતી એટલે કોહલી અને વિકેટકીપર પુનિત બિસ્તે પારી સાંભળી.બીજો દિવસ પૂરો થયો. પેવેલીયન માંથી વિરાટ કોહલી ના જીવન ના સૌથી ખરાબ સમાચાર આવ્યા. એમના પિતાજી પ્રેમ કોહલી નું બ્રેઇનસ્ટોક ના લીધે મૃત્યુ થઈ ગયું હતું. વિરાટ કોહલી ને ખૂબ આઘાત લાગ્યો. છતાં મન ને મક્કમ બનાવી ત્રીજા દિવસ ની બેટિંગ માટે ગ્રાઉન્ડ પર આવી ગયો. તેને આ મેચ માં 90 રન ની પારી રમી પિતાજી ના અંતિમ સંસ્કાર માં ગયો.
એક વ્યક્તિ કે જેનો જન્મ હર્મોસા, અમેરિકા માં થયો હતો. તેમના પિતા ખેડૂત હતા. તેમની શરૂઆત નું જીવન સંઘર્ષમય રહ્યું. એ વ્યક્તિ એ કોમર્શિક આર્ટ સ્ટુડિયો, અમેરિકામાં આર્ટિસ્ટ તરીકે જોબ મળી. ત્યાં પણ ટૂંક સમય માં તમેં Creative નથી એવું કહી કાઢી નાખ્યા. પછી તેને પોતાની આર્ટ કંપની ચાલુ કરી.એકે દિવસ તેમને અદભૂત દ્રશ્ય જોયું નાની બિલાડી એક ઉંદર પાછળ દોડતી હતી ઉંદર પણ બિલાડી થી બચવા દીવાલ પર ચડી રહ્યો હતો. એમને એક આઈડિયા આવ્યો અને આ આઈડિયા એ ક્રિએટિવ જગત ને હચમચાવી મૂક્યું. એ હતું Micky Mouse નું ચિત્ર અને આ ચિત્ર દોરનાર "Walt Disney" હતા. આજે દુનિયા ની ટોપ 5 ક્રિએટિવ મૂવીસ કંપની માં આ કંપની છે. Walt Disney ને 22 ઓસ્કાર સહીત 950 એવોર્ડસ પોતાના જીવન દરમિયાન મળેલા છે.
એક વ્યક્તિ કે જેમણે ફંચલ, પોર્ટુગલ માં અત્યંત સામાન્ય કુટુંબમાં જન્મ લીધો. પિતાજી નગર નિગમ માં માળીનું કામ કરે. આ વ્યક્તિ પહેલે થી જ ફૂટબોલ માં વિશેષ રસ હતો. એટલે એણે 8 વર્ષની ઉમર થી ફૂટબોલ રમવાનું ચાલુ કરી દીધુ હતું. એ 15 વર્ષ ના થયા ત્યારે મેડિકલ ચેકિંગ માં તેમના હાર્ટ માં પ્રોબ્લેમ છે એવું જાણવા મળ્યું. ડોક્ટરોએ બે રસ્તા આપ્યા કાતો તમારે ફૂટબોલ છોડવું પડશે અથવા તો એક ખૂબજ રિસકી સર્જરી કરાવવી પડશે. એમને સર્જરી પસંદ કરી.અંતે સર્જરી સફળ રહી. પરંતુ આ સમયે એમનો ખરાબ સમય ચાલી રહ્યો હતો તેમની માતા ને ઘર ઘર માં રસોઈ બનાવવા જવું પડતું હતું. પરંતુ તેમની લગન અને મેહનત રંગ લાવી. ઈ.સ.2009 માં Real Medrid કલબે 1864 cr માં ડીલ સાઈન કરી.આ ડીલ એ સમય ની સૌથી મોંઘી ડીલ હતી. 52 વર્ષની ઉંમરે તેમના પિતાનું વધારે દારૂ પીવાથી મોત થયું અને એમની પ્રેરણા થી આજ સુધી આ ખેલાડીએ દારૂ ને હાથ નથી લગાવ્યો. આ ખેલાડી એટલે પોર્ટુગલ ની ફૂટબોલ ટીમ નો કેપ્ટન અને Real medrid કલબ તરફથી રમતો "ક્રિસ્ટીયાનો રોનાલ્ડો".એ દર વર્ષે બે વખત રક્તદાન કરે છે એટલેજ તો એણે એના શરીર પર ટેટુ નથી કરાવેલું.
એક વાત સુરેન્દ્રનગર જિલ્લા માં જન્મેલા એક છોકરાની છે.જે ભણવામાં ખાસ હોશિયાર નહિ.10 th માં પણ અંગ્રેજી, ગણિત, અને વિજ્ઞાન માં માંડ પાસ. એ સામાન્ય પ્રવાહ માં સ્નાતક થઇ ચોટીલા ના નાના એવા ગામ માં પ્રાથમિક શિક્ષક ની ફરજ બજાવે. એક દિવસ એમને ન્યૂઝપેપર માં આવતી IAS /IPS ની જાહેરાત વાંચી અને એમને એ પરીક્ષા આપવી છે એવું નક્કી કર્યું.
પ્રથમ ટ્રાયલ માં નાપાસ,બીજી ટ્રાયલ માં નાપાસ,ત્રીજી ટ્રાયલ માં નાપાસ, ચોથી ટ્રાયલ માં નાપાસ, હવે અંતિમ ટ્રાયલ બચી હતી એવામાં UPSC દ્વારા સિલેબસ માં થોડો બદલાવ આવ્યો.પરંતુ પાસ કરવી છે એવો દ્રઢ મનોબળ હતું.એટલે છેલ્લી ટ્રાયલ આપી એમાં સારા રેન્ક સાથે પાસ થયા અને કલેકટર (IAS)બન્યા. મોરબી માં આસિસ્ટન્ટ કલેકટર ની ફરજ બજાવી ચૂક્યા છે. હાલ નવસારી જિલ્લા ના D.D.O તરીકે ફરજ બજાવે છે. એ એમના Intarview માં કહેતા કે મને અંગ્રેજી ગ્રામર માં કેપિટલ નો નિયમ હું નહોતો જાણતો એટલે મેં મારા કોલેજ નું ફોર્મ ભર્યું એમાં મારા નામ ના પહેલો અક્ષર સ્મોલ કર્યો હતો એટલે મારુ અંગ્રેજી ખૂબ કાચું હતું. મારા અંગ્રેજી ને સુધારવા હું દરરોજ દિવસ માં 4 કલાક 5 અલગ અલગ અંગ્રેજી ન્યૂઝપેપર વાંચતો. ક્યારેક મારી પરીક્ષા વખતે મારા પપ્પા બીમાર હોય અમદાવાદ દાખલ હોય અને હું Spipa (એક સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરાવતી સરકારની સંસ્થા) માં હોય તો પણ મને જાણ ન કરાતી કે પપ્પા બીમાર છે. કારણકે પરિવારજનો ને એવું હોય કે એને Disturb નથી કરવો.
બીજી એક વાત જૂનાગઢ જિલ્લા ના એક છોકરાની છે. તેના પપ્પા ને શેરડી ના ચિચોળામાં એક હાથ ગુમાવો પડ્યો હતો. તેમના માતા નિશાળે નિશાળે જઈ પેન વહેંચે. આ છોકરા નું માધ્યમિક શિક્ષણ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ પૂરું થયું. એે ફાર્મસી માં સ્નાતક થયા.પછી એમને સ્પર્ધાત્મક પરીક્ષા માં ઝંપલાવ્યુ. તલાટી એક એક્ઝામ પાસ કરી સાણંદ તલાટી ની જોબ ચાલુ કરી. એમણે Teching નો શોખ હતો. એટલે લિબર્ટી એકેડમી માં સ્પર્ધાત્મક પરીક્ષા ના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર ના લેક્ચર લેતા. તેના અનુભવ એને ખૂબ પ્રતિભા મેળવી અને Spipa માં પણ ઇતિહાસ ના લેક્ચર લેવા જતાં. ત્યાં Dy.so ની ભરતી આવી એ પણ પાસ કરી Deputy section officer બન્યા.એવામાં 2014 માં GPSC class 1 & 2 ને ભરતી આવી એ પણ સારા રેન્ક સાથે પાસ કરી અત્યારે પોરબંદર માં ડેપ્યુટી કલેકટર ની ફરજ બજાવી રહ્યા છે. એ છે લિબર્ટી એકેડમી માં ફેકલટી રહી ચૂકેલા, સારા લેખક અને અમારા ગુરુ " વિવેક ટાંક" સર.
"ઇતિહાસ થી લઇ વર્તમાન સુધીનો માણસ"
સલામ છે તેમની struggle ને.
આ બધા દ્રષ્ટાંત કોઈ ને શિખામણ આપવા કે કોઈ ની ગરીમાને ઠેસ પહોચડવાનો ઉદ્વેશ નથી.
માફ કરશો.…
***