Shabd Sarita 3 Mahesh Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Shabd Sarita 3

શબ્દ સરીતા

ભાગ - ૩

કાવ્ય પ્રેરણા

મહેશ સોની

Phone - 8000433639



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

શબ્દ સરીતા

ભાગ - ૩ કાવ્ય પ્રેરણા

દવા માટે કોઈ વલખે છે તો કોઈ દુઆ માટે

કરે છે ઘમપછાડા લોકજીવન જીવવા માટે

- જલન માતરી

માણસે જીવવા માટે અનેક પ્રયત્નો કરવા પડે છે. પ્રયત્નો કરવામાં ઘણીવાર માણસ માનસિક રીતે ભાંગી પડે છે. કારણ કે ઈરછીત ફળ મળતા નથી. શારરિક રીતે ભાંગી પડેલ માણસ દવા દ્વારા; જયારે માનસિક રીતે ભાંગી પડેલ માણસ દુવા દ્વારા પ્રભુકૃપા અને સ્વસ્થતા પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરે છે. જેથી સ્વસ્થ થઈ શકાય. સ્વસ્થ રહી શકાય. માણસ સમજે છે. જીવવું હોય તો સ્વસ્થ રેહવું જરૂરી છે. શારરિક અને માનસિક સ્વસ્થતા વિના સફળતા મળતી નથી.

છે એનો સ્પષ્ટ મતલબ કે ખુદા ખુદ મૂડીવાદી છે

મુકદર એક સરખાં હોતના નહીંતર બધા માટે

મૂડીવાદી અને સમાજવાદી (સામ્યવાદી) બે જુદી-જુદી શાસન વ્યવસ્થાઓ છે. મૂડીવાદી વ્યવસ્થામાં બધા સરખા નથી હોતી. જયારે સમાજ્વાધી વ્યવસ્થામાં બધા સમાન ગણાય છે. શાયરે સ્રષ્ટિના સર્જનહારને મૂડીવાદી કહી ધારદાર વ્યર્ગ કર્યો છે. મૂડીવાદી વ્યવસ્થામાં વિભિન્ન વર્ગો વચ્ચે અંતર વધતું રહે છે.

સ્રષ્ટિનો સર્જનહાર પણ માણસોના નસીબ એક સરખાં નથી લખતો. તે કોકને અતિ ઘનાઠય તો કોકને અત્યંત ગરીબ બનાવે છે. કોકના ઘરમાં રોજ છપ્પનભોગ બનતા હોય છે. તો કોકના ઘરમાં ચૂલો પણ માંડ માંડ સળગે છે. તો ઘણાના ઘરમાં તેય નથી સળગતો.

કોઈનો એબ જોવા થેડફોના તેજ આંખોનું

કે એણે આંખ આપી છે સારૂં દેખવા માટે

કુદરત માનવને જે પણ અંગો આપ્યાં છે. તે સારા કાર્યો કરવા માટે આપ્યા છે. શાયરે આ મુદ્ધો આ વિચાર આંખને નિમિત્ત બનાવીને કહી છે.

શાયર કહે છે. તમારી આંખોનો ઉપયોગ કોઈના દુર્ગુણ જોવા માટે ના કરો. કુદરત આંખ સુંદર દ્રશ્યો જોવા માટે આપી છે. નયન રમ્ય દ્રશ્યો જોવા માટે આપી છે. જો તમે સારૂં જોશો તો સારૂં વિચારશો. સારૂં વિચારશો તો સારા કાર્ય કરશો. લોકહિતના કાર્ય કરશો. પણ જો તમે કોઈના દુર્ગુણ જોશો તો કદાચ સંભવ છે કે એ દુર્ગુણ તમારામાં પણ આવી જાય. કારણકે દુર્ગુણ લક્ષ્ય મેળવવા માટે હંમેશા શોર્ટકટ શોધે છે. ટુંકા રસ્તા શોધે છે. વળી, માણસની પાંચેય ઈન્દ્રયોની દ્વારા થતા અનુભવો માંથી સૌથી વધારે પ્રભાવ આંખો દ્વારા જોયેલ દૃશ્યનો થાય છે. તે અનુભવ લાંબા સમય સુધી પ્રભાવ આંખો દ્વારા જોયેલ દૃશ્યનો થાય છે. તે અનુભવ લાંબા સમય સુધી યાદ રહે છે માટે સારૂં જુઓ.

અભણ અમદાવાદી.

જેને ખુદાની સાથે વધુ પ્યાર હોય છે.

એ હોય છે ગરીબ ને લાચાર હોય છે

જલન માતરી

સમાજમાં એવા ઘણાં ઉદાહરણ મળી જશે. જેમાં આપણને પરમશક્તિ, પરમાત્મા અથવા ખુદાની ભક્તિ કરનારાઓની કસોટી થતી દેખાય છે. ભક્તિના માર્ગે સત્યના માર્ગે, સદભાવના અને માનાવ્કાલ્યાનના માર્ગે ચાલનારા આર્થ્િાક રીતે રંક હોઈ શકે છે પણ અધ્યાત્મ, ચરિત્ર અને માનવતાની દ્રષ્ટિએ ધનવાન હોય છે.

પ્રભુભક્તિના માર્ગે ચાલનારાને ભૌતિક સુખો આકર્ષી શકતા નથી. હમણાં થોડા દિવસ પહેલા એક વ્યાપારીએ તમામ ભૌતિક સુખોનો ત્યાગ કરી. સયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. પ્રભુભાક્તિના માર્ગે ચાલી નીકળ્યા હતા. પ્રભુભક્તિના માર્ગે ચાલનારા સામાજીક સંબંધોના તકલાદીપણાને બરાબર ઓળખી જાય છે. તેઓ પોતાની પાસે જે છે એમાં જ સંતોષી રહે છે. સંતોષ કરતા શીખી જાય છે. સંતોષી થવાના કારણે તે ધન કમાવવાની સ્પર્ધામાં પાછો પડી જાય છે. ધનના અભાવમાં ઘણીવાર લાચારી પણ અનુભવતો હશે. કારણ દુનિયા ઘનપતિઓને સલામ કરે છે.

એના ઉપરથી લાગે છે થારો ગઝલનું શું ?

સોમાંથી એશી આજે ગઝલકાર હોય છે.

આજે ગઝલ લખનારાઓનો રાફડો ફાટ્‌યો છે. કવિતાલેખન ક્ષેત્રે પદાપર્ણ કરનારા મોટાભાગે ગઝલ લખવાનું પસંદ કરે છે. જો કે ગઝલ લખવી સહેલી નથી. જેને આ કળા હાથવગી થઈ જાય છે. એને સરળ લાગે છે પણ ઘણાને એવો ભ્રમ થઈ જાય છે. મને ગઝલ લખતા આપડે છે.

ગઝલ લખનારાઓની સંખ્યામાં આવેલો ઉછાળો જોઈને શાયેર ચિંતા વ્યક્ત કરી છે કે ગઝલનું થશે શું? ગઝલનું સૌન્દર્ય કેવી રીતે સચવાશો કારણ કે લોકો ગઝલના હાર્દને સમજ્યા વિના ગઝલ લખી રહ્યાં છે.

એના ઉપરતો જીતનો આધાર હોય છે.

મરવાનો માટે કેટલા તૈયાર હોય છે

માણસે ઈરિછત ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે મોતને ગળે લગાડવાની તેયારી રાખવી પડે છે. ફના થવાની, શહીદ થવાની તેયારી સાથે કરેલા કાર્યમાં સફળતા મળવાના અવસરો વધી જાય છે. એનુ કારણ છે. યોદ્ધાના મનમાંથી હાર પછી લોકોનો સામનો કરવાની ડર નીકળી જાય છે.

અભણ અમદાવાદી.

ખુદા શું એક પાસેથી લઈ બીજાને આપો છો

તમારી પાસે ખૂટે છે તો આવી ચાલ ચાલો છો

જલન માતરી

મિત્રો, આપણે સૌ જાણીયે છીયે. જીવન એક સરખું નથી હોતું. જેવું બાળપણ હોય છે. જુવાની એના કરતા જુદી હોય છે. જુવાની કરતાં વ્રદ્ધાવસ્થા જુદી હોય છે. એવી જ રીતે એક વ્યક્તિ અમીર અતીઘનાઠય હોય છે. બીજી અત્યંત ગરીબ. જો આપણે હિંદુ માન્યતાઓને સાચી માનીયે છે. આ બધુ ઉપરવાળાના હાથમાં છે. એ સ્વીકારી છીયે. આ બધો ખેલ ઉપરવાળો કરે છે. એકને અમીર બનાવે છે. બીજાને ગરીબને અબજોપતિ બનાવી દે છે. ક્યારેક એકની સંપત્તિ બીજા પાસે જવી રહે છે; તો ક્યારેક બીજાની સંપત્તિ ત્રીજા પાસે જતી રહે છે.

શાયર, પરમાત્માને ફરિયાદના સ્વરમાં પૂછે છે. તમે આવી ચાલબાજી કેમ ચાલો છો? તમારી પાસે કંઈક ખૂટે છે? તમારે માનવી પાસે કંઈક જોઈએ છે?

જીવન કહી એક સરખું રેહતું નથી. આ વિચારને ગુજરાતના સિદ્ધ કવિ પ્રભુલાલ દ્‌રિવેદીએ સુંદર શબ્દોમાં વર્ણવ્યો છે.

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી

એથી જ શાણા સાહ્યબીમાં લેશ ફુલાતા નથી.

ધરમના વાડાઓ ઉભા કરીને ખેલ જોવાને

તમારા ભક્તોને પણ અંદરોઅંદર લડાવો છો

આપણે એવું માનીયે છીયે. પૃથ્વી પર જે કંઈ પણ ઘટના ઘટે છે. તે પરમાત્માની ઈચ્છાથી ઘટે છે. પરમાત્માની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી. જો આ બધુંચ પરમાત્મા કરાવતો હોય તો પરમાત્મા ભક્તોને જુદા જુદા વાડા ઓમાં કેમ વહેંચે છે? દરેક વડાના અનુયાયીને એવું કેમ લાગે છે કે પરમાત્મા સુધી પહુંચવાનો અમારો માર્ગ જ સર્વશ્રેષ્ઠ છે. વળી પાછા પોતાના શ્રેષ્ઠ અને અન્યના માર્ગને ખોટો ચીતરી અનુયાયીયો લડે છે કેમ?

વધે છે એટલે કિસ્સા જગતમાં આપઘાતોના

બધાને જોઈયે એવું તમે જીવન ક્યાં આપો છો ?

પરમાત્માની બધાને એક સમાન જીવન, એક સમાન ભાગ્ય નથી આપતો માટે જીવનથી નિરાશ અથવા એવું કહીયે કે જેને મનમાફક જીવન ન મળ્યું હોય એવા લોકો આપઘાત કરે છે. શાયરના મતે આપઘાતોના કિસ્સાના મૂળમાં પરમાત્માએ આપેલું અસમાન જીવન છે. સૌનું જીવન સમાન હોત તો લોકો આપઘાત કરત?

અભણ અમદાવાદી.

એક જ ધરા ઉપર ધર્મો શા કારણે?

જયારે મનુષ્યો છે બધા એકસરખા આપણે

-જલન માતરી

જલન માતરી વિદ્રોહી સ્વભાવના શાયર છે. પ્રસ્તુત મત્લામાં એમણે મનુષ્યોની ધાર્મિક અસમાનતાનો વ્યક્ત કરી છે. શાયર સીધા સર્વોચ્ચ શક્તિને ન પૂછતા હોય એવુ લાગે છે. શાયર પૂછે છે માણસ બધાચ સરખા છે તો ધર્મ એક કેમ નહી? જો ધર્મ એક હોય તો શું ખાટુમોળુ થઈ જવાનું? માણસ બધા એક સરખા છે તો ધર્મ પણ એક જ હોવો જોઈયે.

માનવ મટીને થઈયે જો શયતાન સૌ અહીં

દંગાઓ તો જ થાય છે તેહવાર ટાંકણે

માણસ જયારે અસહિષ્ણુ થાય છે ત્યારે શયતાન બની જાય છે. એનાથી બીજા ધર્માવલંબીઓ સહન થતા નથી. આ ઘટના ખાસ કરીને તેહવારો બને છે. એક ધર્મનો વ્યક્તિ. બીજા ધર્મના ધાર્મિક તેહવારોની ઉજવણી જોઈ શકતો નથી. એની અંદર બેઠેલો શયતાન સળવળે છે. ત્યાર પછી તે તેહવારની ઉજવણીમાં વિહોય પાડવા તોડફોડ કરે છે. જેના પરિણામે કોમી તોફાનો થાય છે.

ઉજ્જડ દીસે કાં દિવસે રસ્તાઓ શેહરના

બેઠા છે લોક ઘરમહીં કાં બંધ બારણે?

કોમી તોફાનોના સમયનું વર્ણન છે. તોફાનો સમયે બે કારણે શેહરના રસ્તા સૂનસાન થઈ જાય છે. એક તો તોફાનીઓની બીકથી; બીજું કરફ્યુના કારણે.

કરફ્યુના કારણે શેહારનું જનજીવન એકદમ જાણે કે રોકાઈ જાય છે. વેપાર ધંધા બંદ થઈ જાય છે. લોકો ઘરમાં જ પુરાઈ જાય છે. રસ્તા પર ચક્લુંય ફરકતુ દેખાતુ નથી. એવું લાગે છે જાણે શહેરમાંથી ધબકાર ચાલ્યો ગયો. હૃદય છે પણ ધબકાર નથી.

ગોળીથી એ વીંધાઈને મરવા પડી ‘જલન’

ગાંધી જે મુક્તિ લાવ્યા’તા સૂતરના તાંતણે

શેહરમાં કોમી તોફાન થાય ત્યારે ઘણીવાર પોલીસે ગોળીબાર પણ કરવો પડે છે. ગોળીબાર પણ કરવો પડે છે. ગોળીબારની ઘટનાને શાયરે આઝાદીનો લડતના મહત્વના પ્રતિક સૂતર સાથે સાંકળીને અદભુત અર્થ ઉભો કર્યો છે.

ગોળીબારના કારણે આઝાદી વીંધાઈ ગઈ છે. આ આઝાદીએ જે ગાંધીજીએ સૂતરના તાંતણે આપવેલી. ખાદી અંગ્રજો સામે લડી શકી એમને ભગાવી શકી પણ એનાજ દેશવાસીઓ એ એને ઘાયલ કરીને ‘સ્વધામ’ પહોંચાડી દીધી.

અભણ અમદાવાદી.

ચમકતી ચાંદની જોઈ નથી, તારા નથી જોયા

કદી દિવસના અજવાળાએ અંધારાં નથી જોયાં

-જલન માતરી

દિવસના અજવાળાએ શું નથી જોયું; એ વિશે શાયરે વાત કરી છે. રાત ચાંદની રાત કેવી ચમકદાર હોય છે. તારા કેવા હોય છે એની અજવાળોને, દિવસના અજવાળાના ખબર હોતી નથી.

જે વ્યક્તિ બાળપણથી જ ભૌતિક સુખસાહ્યબીમાં ઉછરી હોય. પાણી માંગતા દૂધ હાજર થયું હોય. એને અભાવ ગરીબીની ખબર હોતી નથી. કારણકે ગરીબીને એણે જોઈ જ નથી . ગરીબી શું છે એના વિશે એકદમ અજાણ હોય છે.

પ્રશંસા પુણ્‌યશાળીની અને તે પણ વગર સમજે?

મને લાગે છે તેં સૂરજ મહીં ડાઘા નથી જોયા.

અફલાતૂન શેર.

ઘણા વ્યક્તિઓ દાનવીર, સજ્જન, ધર્મધુરઘરના નામે પ્રસિદ્ધ હોય છે. એમની પ્રતિષ્ઠા ઉંચી હોય છે. પણ એમના જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક તઘ હોય જ છે.

સૂરજ જેવો સૂરજ કે જે જગત આખાને એર જગત શું બ્રહ્‌માંડ આખાને રોશન કરે છે. એના તેજથી બ્રહ્‌માંડ ચાલે છે. સૂરજ ન હોય કે ઓલવાઈ જાય તો આખું જીવનચક્ર તૂટી પડવાનો ભય છે; એ સૂરજમાં પણ ડાઘા છે.

અસલ વસ્તુને કેવળ હોય છે વળગાડ કષ્ટોનું

કદી નીકલી ગુલાબોમાં અમે કાંટા નથી જોયા

અસલ અસલ હોય છે અને નકલ એ નકલ.

અસલ ગુલાબની સાથે કાંટા હોયજ છે. જયારે નકલી ગુલાબ સાથે કદીયે કાંટા નથી હોતા. સરળ, સહ્‌દય માણસ જયારે સફળતાના પથ પર ચાલે છે ત્યારે એને અસંખ્ય તકલીફોનો સામનો કરવો પડે છે. અનેક કષ્ટો આવે છે. એ કષ્ટોનો સામનો કરવાની આદત પડી જાય છે. જયારે ટુંકા રસ્તે સફળતા પામનારાના જીવનમાં એવું થતુ નથી.

પણ સત્યના રસ્તે ચાલનારને સફળતા ભલે મોડી મળે પણ તે દીર્ઘજીવી હોય છે જયારે ટુંકા માર્ગે મેળવેલી સફળતા પણ ટુંકી હોય છે. સત્યના માર્ગે મળેલી સફળતામાં સુવાસ હોય છે. જયારે ટુંકા માર્ગે મેળવેલી સફળતા કાગળના ફૂલોની જેમ સુવાસ વિનાની હોય છે.

અભણ અમદાવાદી.

કોઈ ને પણ મારે પેગામ દેવાની શી જરૂર

ફૂલની ખુશ્બૂ સ્વયં પહોંચી વળે છે દૂર દૂર

-શૂન્ય પાલનપુર

ફૂલની ખુશ્બૂ બોલકણી હોય છે. ફૂલ જ્યાં પણ હોય; ફૂલની ખુશ્બૂ ત્યાંથી એક નિશ્ચિત મર્યાદા સુધીના વિસ્તારમાં પોતાની હાજરી નોંધાવી દે છે. એ નિશ્ચિત વિસ્તારમાં હાજર દરેક વ્યક્તિને ખબર પડી જ જાય છે. આજુબાજુ કે નજીકમાં જ ક્યાંક ગુલાબ, મોગરો છે.

માણસના સદગુણોનું પણ ફૂલોની સુગંધ જેવું જ છે. સદગુણોની સુવાસ (પ્રશંસા) ફૂલોની સુવાસની જેમ ફેલાઈ જાય છે. સદગુણો પણ સુવાસની જેમ બોલકણા હોય છે. એમને પ્રસરવાથી કોઈ રોકી શકતું નથી. સુવાસ કોઈ પણ પ્રકારના પ્રચાર પ્રસાર વગર આપમેળે પહોંચી જાય છે.

તીવ્ર હો મનની વ્યથા તો ગીત ગુંજે છે મધુર

વાદળોની ગર્જનામાં ઓર ટહુકે છે મયુર

૧૯૮૦માં સરગમ નામે એક મુવી આવી હતી. એ મુવીમાં એક ગીતના શબ્દો હતા ’પરબત કે ઈસ પાર...પરબત કે ઉસ પાર’. એ ગીતના અંતરામાં શબ્દો હતા ’ગીત તામી મન સે ઉઠતા હૈ, જબ લગતી હૈ ઠેસ’.

ઘાયલ હૃદય, ઘાયલ મનમાંથી શબ્દોની જે સરખામણી વહે છે. તે લાજવાબ હોય છે. જેમ વાદળોની ગર્જના વધતી જાય એમ મોરનો થનગાટ વધતો જાય છે. એમ મનની વ્યથા જેમ જેમ ઘૂંટાતી જાય છે. કવિતાની સરખામણી મધુર થતી જાય છે.

માફ કર ઈશ્વર, મને તારી ક્ષમા ના જોઈયે

કોણ નિત જોયા કરે નીર્ધોષ હૈયાની કસૂર

કવિની ખુમારી જુઓ!

કેટલી અદભૂત છે.

શાયરને ઈશ્વર દ્વારા અપાતી ક્ષમા જોઈતી નથી. ક્ષમા માનવને કાયમ માટે ૠણી બનાવી છે. એના માથે એક ભાર મુકીદે છે. જો માફી મેળવનાર ખુદાર હોય તો જીવનભર તે વલોવાયા કરે છે.

શાયર કરેલા કર્મોનું ફળ ભોગવવા માટે તૈયાર છે. શાયર બીજા મિસરામાં હૈયાને નિર્દોષ કહ્યો છે. નિર્દોષને દોષી તરીકે જોવો એ પણ એક ભૂલ એક કસૂર છે. નિર્દોષને કસૂરવાર તરીકે જોવા અને ઉમરભર જોવો. જોનાર વ્યક્તિ માટે એનાથી મોટી બીજી કઈ વિડંબના હોઈ શકે? એ વિડંબનાથી બચવા માટે શાયર ખુમારીપૂર્વક કહે છે ’મને તારી ક્ષમા ના જોઈયે’.

અભણ અમદાવાદી.

પ્રેમ કરીને બુદ્‌ધિ જેવી ઠોકર પામી છે

પછી વળ નાદાન જવાની! એ રાહે બદનામી

-શૂન્ય પાલનપુરી

પ્રેમ અઠી અક્ષરનો શબ્દ!

એ અઠી અક્ષરના શબ્દમાં જોશ, જોવાની, તરંગ, ઈતિહાસ બદલવાની ઈચ્છા, બગાવત એમ કેટલું બધું છુપાયું છે. પ્રેમમાં કેટલી તાકાત છે? તે વિશ્વનો ઈતિહાસ બદલી શકે છે. બહુ જૂની ઘટના નથી. હમણાં ગઈ સદીના ત્રીજા કે ચોથા દાયકામાં જ ઈંગ્લેન્ડના કુંવરે રાજગાદીનો ત્યાગ કરી. પ્રેમને પ્રાધાન્ય આપ્યું હતું.

પ્રેમ ફાયદો કે નુકશાન નથી જોતો. પ્રેમ ફાયદા નુકશાનના ગણિતથી પરની ઘટના છે. પ્રેમ કરવા માટે હૃદય જોઈયે. શુદ્ધ લાગણીઓ જોઈયે. બુદ્ઘિ સદાય ફાયદા કે નુકશાનનું આકલન કરતી રહે છે.

લાગણીના આદાન-પ્રદાનમાં જોખમ છે. જોખમ છે બદનામીનું. પ્રેમ બદનામી વ્હોરી લે છે, તે કોઈની પરવા નથી કરતો માટે ભાગે બદનામી આવે છે. પ્રેમનો મિજાજ વિદ્રોહી હોય છે. શાયર જુવાનીને સલાહ આપતા કહે છે.’પાછી વળી જા આ પથ, આ રસ્તો બદનામીનો છે. આ રસ્તે બદનામી સિવાય કંઈ જ મળવાનું નથી.

વિધિ સાથે બાજી રમતાં નિત્ય પરાજય પામી છે

જાવા દો આંસુઓ! આશા ડૂબેલી આસામી છે

વિધિ સાથે એટલે કે ભાગ્ય સાથે રમવું એ નાની સૂની ઘટના નથી. વિધિ સાથે રમીને કોણ જીતી શક્યું છે? કોઈ નહીં. કારણ છેવટે થાય છે એ જ જે વિધિને એટલે કે નસીબને મંજૂર હોય છે. કેહવાય છે આશા અમર છે પણ વિધિ સાથે લડતા લડતા આશા પણ હારી જાય છે. બીજા મિસરામાં આશાને ડૂબેલી આસામી કહી છે. ડૂબેલી આસામી એટલે જેના પાછા બેઠા થવાના ચાન્સ ન હોય તે. શાયર આંસુઓને કહે છે,’આશા ડૂબેલી વ્યક્તિ છે. એના પાછા બેઠા થવાના ચાન્સ નથી. માટે વિધિને છંછેડ નહીં એ બદલાવાની નથી.

તું જ કરેલી નક્કી ઓ મના કોણ અમરનું હામી છે

દુખની તો વણજાર છે કાયમ સુખ-વૈભવ હંગામી છે

શાયર મન સાથે વાત કરતાં કહે છે ’સુખ-વૈભવ તો હંગામી છે. કાયમના નથી. સુખની પળો થોડી હોય છે. દુખ તો જીવનભર સાથ રહે છે મને દોસ્તી મુવીનું એક ગીત યાદ આવી રહ્યું છે. ગીતના શબ્દો છે ’રાહી મનવા દુખ કી ચિંતા કયું સતાતી હૈ, દુખ તો અપના સાથી હૈ, સુખ હૈ ઈક છાંવ ઠલતી આતી હૈ જાતી હૈ દુખ તો અપના સાથી હૈ.

અભણ અમદાવાદી.

Mahesh Soni

Phone - 8000433639