Shabd Sarita 2 Mahesh Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Shabd Sarita 2

શબ્દ સરીતા

ભાગ - ૨

કાવ્ય પ્રેરણા

મહેશ સોની


Phone - 8000433639



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

શબ્દ સરીતા

ભાગ - ૨ કાવ્ય પ્રેરણા

લોકપ્રિય સાહિત્યકો જબ હમ સમર્પ્િાત હો ગયે

કાવ્યમય અભિવ્યક્તિ સે તન-મન પ્રફુલ્લિત હો ગયે

સતીશ શુક્લા ’રકીબ’

લોકપ્રિય સાહિત્યની વાત કરીયે ત્યારે સૌથી પહેલા એ જાણી લઈયે કે લોકપ્રિય સાહિત્ય કોને કહેવાય?

મને જો આ પ્રશ્ન પૂછાય તો મારો જવાબ આ હોય.

જે સાહિત્ય દેશ, સમાજ, રાજ્ય અને માનવમાત્ર ના કલ્યાણાર્થે લખાયું કે સર્જાયું હોય; અને લોકોને ગમ્યું પણ હોય. એને લોકપ્રિય સાહિત્ય કેહવાય. જે સહિત લખાય એટલે કે હેતુપૂર્વક લખાય તે લોકપ્રિય સાહિત્ય. જયારે માણસ આવા લોકપ્રિય સાહિત્યને સમર્પ્િાત થઈ જાય છે ત્યારે તે આનંદમય બની જાય છે. સાહિત્યસર્જનની પ્રક્રિયા એટલો આનંદ આપે છે કે માણસ (સાહિત્યકાર) ઘણીવાર સમાધિ અવસ્થામાં પહોંચી જાય છે. એવું પણ નથી કે આ પ્રક્રિયા ફક્ત સર્જક ના જીવનમાં જ બને છે. પણ, વાચક, ભાવક કે દર્શકના જીવનમાં પણ આ ઘટના ઘટે છે.

મિત્રો, વિચારમાર્યદાને તોડીને જો વિચારીયે તો માનવું પડે કે ફિલ્મો પણ એક પ્રકારનું સાહિત્ય છે. ફોટોગ્રાફી, અભિનય, ગીત-સંગીત વગેરે અનેક કલાઓના સંગમથી ફિલ્મોનું સર્જન થાય છે. હું અહીં બે ફિલ્મોની વાત કરીને મુદ્દાને સ્પષ્ટ કરવા માંગું છું. ફિલ્મો છે મુગલે-આઝમ અને શોલે.

મુગલે આઝમમાં અનેક યાદગાર દૃશ્યો છે.

જયારે વર્ષા પછી પુત્ર સલીમ યુદ્ધના મેદાનમાંથી રાજમહેલ પાછો આવે છે. તે સમયે એની માતા જોધાબાઈ અકબરને કહે છે ’ઉસે એકદમ સે મેરે સામને મત લાઈયેગા. મેંને સલીમ કો બચપન એ જવાની તક બેઠતે હુયે નહીં દેખા.

છે ને કમાલની અભિવ્યક્તિ

માતા વિચારે છે. જો સલીમ ધીરે ધીરે મારી સામે આવશે તો હું એવું વિચારીશ. મારો સલીમ બાળપણથી જુવાની તરફ આગળ વધી રહયો છે. એક માતા માટે બાળકને જુવાનમાં પરિવર્ત્િાત થતો જોવે એ અદભુત ઘટના છે; લ્હાવો છે.

જયારે શોલેમાં એક દ્રશ્ય છે. જે જયની વીરગતિ પ્રાપ્ત કર્યા પછીનું દ્રશ્ય છે. દ્રશ્ય આ પ્રમાણે છે.

જયની ચિતા સળગી રહી છે. કેમેરો સળગતી ચિતા બતાવ્યા બાદ રાધાના ઓરડાની બારી બતાવે છે. રાધા સળગતી ચિતા જુવે છે. ત્યાર બાદ ધીમે રહીને બારી બંધ કરે છે. એનો મતલબ ?

રાધા એક વિધવા હતી. જયને જોયા પછી એના જીવનમાં પુનઃલગ્નની એક આશા જાગી હતી. પણ જય મૃત્યુ પામતા આશાની તે કીરણ ઓલવાઈ ગઈ. એના જીવનમાં પુનઃવસંત ખિલવાના રસ્તા બંધ થતી બારીની જેમ બંધ થઈ ગયા.

અભણ અમદાવાદી.

આંખ મેં આસમાન રખના

એક ઉંચી ઉડાન રખના

- ચન્દ્રભાનું ભારદ્વાજ

પ્રગતિશીલ વિચારની ગઝલનો મત્લો છે. માણસે પ્રગતિ કરવી હોય તો લક્ષ્ય ઉંચા રાખવા જોઈયે. આંખ આકાશ તરફ મંડાયેલી હોવી જોઈયે. ’ઉંચી ઉડાન’ ભરવાની હિંમત એટલે કે અસંભવને સંભવ કરવાની લગની જોઈયે. પોતાની હેસિયત કરતા ઉંચા શમણાં જોનારને પ્રગતિ કરવાની તકો મળે છે. અસંભવને સંભવ કરી બતાવવાની ધગશ રાખનારને સફળતાના શિબર બોલાવે છે.

પત્થરો કા મિજાજ પઠકર

ઠોકરો કા ગુમાન રખના

માણસે પત્થરનો મિજાજ સમજવો જરૂરી છે. આપણે પણ પત્થરના મિજાજને સમજવાનો પ્રયાસ કરીયે. પત્થર એટલે એવો કઠોર નિર્જિવ પદાર્થ જે રસ્તામાં ગમે ત્યાં પડયો રહે છે. કોઈ એને ઠોકર મારી રસ્તાની વચ્ચેથી ખુણામાં ધકેલી દે તો વળી કોઈ એને ઠોકર મારી રસ્તાની વચ્ચે ધકેલી દે. કોઈ એને ઉપાડીને એક તરફ નાખે તો કોઈ માણસ અન્ય માણસને હાનિ પહોંચાડવા માટે છુટો ધા કરે.

ટુંકમાં પત્થર પોતે પોતાની રીતે, પોતાની જાતે, પોતે વિચારીને કંઈ નથી કરતો. એનો સદઉપયોગ (ઘણીવાર મૂર્ત્િાઓ બનાવીને સદઉપયોગ થાય જ છે ને) તો કોઈ એનો દુરૂપયોગ કરે છે.

શાયર કરે એવા પત્થરોના મિજાજને પારખીને વાગેલી ઠોકરોનું અભિમાન રાખજે. પત્થર જે માણસને ઠોકરરૂપે વાગે છે એને એક સબક શીખવાડે છે; કે નીચે જોઈને ચાલવું. જીંદગીમાં પ્રગતિ માટે ’પત્થરરૂપી માણસો’ ના મિજાજને પારખવા બહુ જરૂરી છે. નહીંતર તેઓ ગમે ત્યારે ઠોકરરૂપે વાગી શકે છે.

સિર્ફ છૂકર ન લૌટ આના

ચોટીયોં પર નિશાન રખના

ચોટી એટલે પર્વતના શિબર. પર્વતના શીબરોને હિન્દીમાં ચોટીયાં કેહવાય છે.

શાયર કહે છે. તું જયારે તારા જીવનમાં સર્વોચ પદે (કે સફળતાના શીબટે) પહોંચે ત્યારે ત્યાં પોતાના નિશાન છોડેજે. તું ત્યાં પહોંચયો હતો એની સાબિતી આપે એવા પુરાવા ત્યાં છોડજે. એક વાત નક્કી છે કે કોઈ પણ વ્યક્તિ સફળતાના શિબર પર કાયમ રહી શકતી નથી. એક જમાનો હતો સુપરસ્ટાર પદ રાજેશ ખન્ના પાસે હતું. ત્યારબાદ જમાનો બદલાયો. સુપરસ્ટાર પદ અમિતાભ બચ્ચન પાસે આવ્યું. પણ બને જણાએ પોતાના ’સુપરસ્ટાર’ પદના ગાળા દરમ્યાન એવા ચિન્હો છોડયા છે. આજે પણ ત્યાં છે.

અભણ અમદાવાદી.

પત્થરો મેં ભી બનાતા રાહ પાની દેખિયે

ઈસ તરહ બઠતી હૈ આગે જીન્દગાની દેખિયે

- મધુ ભૂષણ શર્મા ’મધુર’

પાણીને કોઈ વિઘ્‌ન રોકી શકતું નથી. પાણી પત્થર તોડીને. પહાડ તોડીને પણ વહી નીકળે છે. પોતાનો રસ્તો જાતે બનાવે છે.

બે-ત્રણ વર્ષ પહેલા ઉત્તરાખંડમાં થયેલી દુર્ઘટના યાદ હશે. પાણીએ તાંડવ કરેલું. કેવી તબાહી કરેલી. એનું મૂળ કારણ શું હતું? મૂળ કારણ એ હતું કે માણસે પાણી (નદી) ના પ્રવાહની દબાણ કરેલું. નદીનો માર્ગ હતો ત્યાં પુરાણ કરીને ધરો, ધર્મશાળાઓ, હોટલો બનાવેલા પણ જે દિવસે પાણીનો આક્રોશ રંગ લાવ્યો. તે દિવસે બધું ખેદાનમેદાન થઈ ગયું.

જેમ પાણી પોતાનો રસ્તો સાફ કરી લે છે. રસ્તામાં આવનારને બાજુએ હડસેલી દે છે. એવું જ જીવનમાં થાય છે. જીવન પોતાના માટે રસ્તો શોધી કાઠે છે. દરેક માણસ પોતાનો શોખ કે જરૂરત પૂરી કરવાના નુસખા શોધી કાઠે છે. માણસ જયારે પોતાનું ઈરછીત કાર્ય કરવાનો નિર્ધાર કરે છે ત્યારે કોઈ વિઘ્‌ન એને રોકી શકતું નથી.

બેબસી બેચારગી હોગી બુડાપે કે લિયે

રોક હાકિમ કબ સકે જોશે-જવાની દેખિયે

પ્રસ્તુત શેરમાં વ્રદ્ધાવસ્થા લાચારી અને બેબસી તથા યુવાનીના તરવરાટ બંને સ્થિતીઓની ’પરિસ્થિતી’ નું વર્ણન કર્યું છે.

વ્રદ્ધાવસ્થા અશક્તિ, માનસિક થાકના કારણે થનગનાટ કે તરવરાટ રહેતા નથી. જીવનભર પરિસ્થિતીઓનો સામનો કરતા માણસ ત્રસ્ત થઈ જાય છે. જયારે યુવાનીમાં થનગનાટ હોય છે; તરવરાટ હોય છે. ઈતિહાસને બદલવાની કે લખવાની વૃતિઓ મનમાં જોર કરતી હોય છે. જેમ પાણી પોતાનો રસ્તો જાતે બનાવી લે છે તેમ યુવાની પણ પોતાનો રસ્તો ’કીલયર’ કરી દે છે અથવા નવો જ રસ્તો બનાવી લે છે. યુવાનીના જોશને રાજકીય તાકાત પણ રોકી શકતી નથી. રાજકીય શકતી પાસે શું હોય? સતા પાસે બધુય હોય છે તે છતાં ય યુવાનીમાં ઉઠેલા વિદ્રોહને તે દબાવી શકતી નથી.

છોડ મેહનત પર ભરોસા હાથ દિખલાતા ફિરે

યું નહીં કિસ્મત ’મધુર’ કો આજમાની દેખિયે

માણસ નસીબના ભરોસે બેસી રહે એ ન ચાલે. નસીબ પણ એને વરે છે. જે મેહનત કરે છે. કર્મ કરે છે. જે નકામો બેસી રહે છે. એને કદીય સફળતા વરમાળા પહેરાવતી નથી. સતત પરિશ્રમ એ સફળતાનો આધાર છે. સાતન પરિશ્રમ થકી જ અશક્ય શક્ય બને છે. જે ફક્ત નસીબના ભરોસે બેસી રહે છે. એ જીવનભર બેસી જ રહે છે. ઉભો થઈ ચાલી શકતો નથી.

અભણ અમદાવાદી .

હમ ઉસૂલો પર ચલે દુનિયા મેં શોહરત હો ગઈ

લેકિન અપને ઘર કે લોંગો સે બગાવત હો ગઈ

-ઓમપ્રકાશ નદીમ

સિધ્ધાંતો પર ચાલવું કપરૂં કામ છે. સિધ્ધાંતો પર ચાલનારાઓ સાથે દરેકનો મળે પડતો નથી. એનું કારણ છે. મોટાભાગનાં લોકો અવસરવાદી અથવા પરિસ્થિતી વાદી હોય છે. સિધ્ધાંતોના બદલે પરિસ્થિતી નુસર વર્તે છે. જો કે સિધ્ધાંતો પર ચાલવાથી. સિધ્ધાંતોને માનવાથી પ્રસિધ્ધ મળે છે પણ સ્વજનો સાથેના સંબંધોમાં કડવાશ આવી જાય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને એમના પુત્ર હરિલાલ ગાંધી વચ્ચે સિધ્ધાંતોના કારણે જ અણબનાવ થયો હતો. જો મહાત્મા ગાંધી સમા મહામાનવને પણ અંગત જીવનમાં પુત્ર સાથે સિધ્ધાંતોના કારણે અણબનાવ થઈ શકે તો સામાન્ય માણસનું ગજુ જ શું?

આંધિયો સે તેરી લૌ સે જલ ગઈ ઉંગલી મગર

યે તસલ્લી હૈ મુજે તેરી હિફાજત હો ગઈ

હવે તો દીવા માણસના રોજીંદા જીવનનો ભાગ નથી. એક જમાનામાં દીવા માણસના જીવનનો મહત્વપૂર્ણ ભાગ હતા. તે છતાં તમે નોંધ્યું હશે. કદીક વીજળી ’ગુલ’ થાય ત્યારે દીવો પેટાવવો પડે છે. ક્યારેક એવુંય થાય છે. દીવો પેટાવીયે ત્યારે દીવો આડે હાથ રાખવા પડે છે. કારણ? એ વખતે પવન વાતો હોય છે.

પવન કે આંધીથી દીવાને ઓલવતો બચાવવો જરૂરી છે. દીવો અજવાળું રેલાવે છે. જો આંધી (કે પવન) એને ઓલવી દે તો અંધકાર ફેલાઈ જાય.

આપણે એવા વ્યક્તિત્વનોં રક્ષણ કરવું જરૂરી છે. જે માનવજીવનમાં જ્જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. જો માનવજીવનમાં જ્જ્ઞાનરૂપી અજવાળું નહીં હોય તો અજ્જ્ઞાનરૂપી અંધકાર ફેલાઈ જશે. અજ્જ્ઞાનરૂપી અંધકારનું રાજ્ય વધે નહીં માટે જ્જ્ઞાનનું રક્ષણ કરવું જરૂરી છે.

જો ગવાહી સે વાબસ્તા થે વો સબ પકડે ગયે

ઔર જો મુલ્જિમ થે ઉન સબકી જમાનત હો ગઈ

ન્યાય વ્યવસ્થા ની લાચારી પર કટાક્ષ છે. ન્યાયની પ્રક્રિયામાં અસામાજીક તત્વો હમેશા વિધ્ન નાખતા આવતા છે. વળી, ન્યાયની પ્રક્રિયા સાક્ષીઓ પર આધાર રાખે છે. અદાલત સામે કોઈ સાક્ષી આપવા તૈયાર ન થાય (કે ના થવા દેવાય?) તો અદાલત ન્યાય કેવી રીતે કરે ?

મિત્રો તમે એવા ઘણાયે કિસ્સા નોંધ્યા કે જોયા હશે. જેમાં આરોપી જો ધનવાન હોય અથવા ’ડોન’ હોય તો એમની વિરૂધ્ધ સાક્ષી આપવા કોઈ રાજી થતું નથી. સાક્ષીઓના પુરાવાના અભાવે છેવટે તેઓ નિર્દોષ છુટી જાય છે.

અભણ અમદાવાદી.

વે જો ફક્કડ કબીર હોતે હૈ

મન કે બેહદ અમીર હોતે હૈ

- વિનોદ તિવારી

વિખ્યાત લોકકવિ કબીર ફક્કડ જેવું જીવન હતા. વ્યવ સાથે તેઓ વણકર હતા. કબીર આર્થ્િાક રીતે ફક્ક્ત હતા પણ વેચારિક રીતે અમીર હતા. એમનું ચિંતન અત્યંત ઉંચી સ્તરનું હતું. ઉંચા સ્તરનું ચિંતન એટલે શું? જે ચિંતન વ્યક્તિગત ન હોય જેમાં ઘર, સમાજ, દેશ, દુનિયાની ચિંતા વણાયેલી હોય. સમાજમાં થતા સત્કાર્યોથી ખુશ થાય અને દુષ્કર્મોથી દુઃખી થાય. મન પર અસર થાય. ચિંતા ઉપજે. તે ચિંતન ઉંચા સ્તરનું ચિંતન ગણાય. એવા ચિંતનના કારણે જે લખાણ લખાય એમાં પણ તે વ્યક્ત થાય. કબીરના દોહામાં સામાજીક વાતાવરણનું પ્રતિબિંબ પાડે છે. પરમાત્મા સાથે સંવાદ સાથે છે. કબીર સંસારમાં રહીને સાંસારિક મોહમાયાથી અળગા રહયાં હતાં. પણ એમના મનમાં સંસારની ચિંતા હતી. મનના અમીર હતા.

સંપ્રદાયો મેં બંધ નહીં પાતે

જીન કે રોશન જમીર હોતે હૈ

જમીર એટલે સ્વમાન, સ્વચેતના. જેનું સ્વમાન જાગી જાય છે. જેની સ્વચેતના જાગી જાય છે. તે દરેક સંપ્રદાયોથી દૂર થઈ જાય છે. સંપ્રદાયો છે શું? પ્રભુભક્તિનો માર્ગ બતાવતા માર્ગો છે. સારી રીતે જીવન કેવી રીતે જીવી શકાય. તે દર્શાવતા રસ્તા છે. કોઈ પણ સંપ્રદાય એવું નથી કેહતો કે તમે સર્વશક્તીમાનને માનો નહીં. સર્વશક્તિમાન જેવું કંઈ છે જ નહીં. પણ, સંપ્રદાયોમાં માનનારા એવું માનીને ભુલ કરે છે કે અમારો જ સંપ્રદાય શ્રેષ્ઠ છે. પ્રભુ સાથે એકાકાર થવા માટે અમે બતાવેલ માર્ગ જ શ્રેષ્ઠ છે.

વે ક્ષમાશીલ નમ્રા હોતે હૈ

જો હકીકત મેં વીર હોતે હૈ

માફી વીર જ આપી શકે. માફી વિજેતા જ આપી શકે. પરાજીત વ્યક્તિ કોઈને શું માફી આપવાની હતી. માફી આપવા માટે સ્વભાવમાં નમ્રતા અને ક્ષમાશીલતાનો ગુણ જોઈયે. જો વિજેતામાં આ બે ગુણ હોય તો જ તે માફી આપી શકે. પૃથ્વીરાજ ચૌહાણે મહમંદ ધોરીને કેટલી વાર માફી આપી હતી? પૃથ્વીરાજ વીર હતો. ધોરી એકવાર પણ માફી આપી ના શકયો. તે કાયર હતો. એનું મન કાયર હતું. એને ડર હતો. આજે હું માફી આપુને કાલે જો આ વ્યક્તિ સામે પરાજીત થઈ જવું તો? પૃથ્વીરાજને એવો કોઈ ડર કે બીક ન હોતા. એને પોતાના પર, પોતાના સેન્ય પર પૂરોપૂરો વિશ્વાસ હતો. માટે જ એણે ધોરીને એકથી વધારે વાર માફ કર્યો હતો. વાસ્તવમાં વીર તે હોય છે. જેને પોતાના વિજયની ખાતરી હોય. ગમે તે પરિસ્થિતીમાં લડીને વિજય પ્રાપ્ત કરવાનો આત્મવિશ્વાસ હોય.

અભણ અમદાવાદી.

હમ કભી જબ દર્દ કે કિસ્સે સુનાને લગ ગયે

લફઝ ફૂલોં કી તરહ ખુશ્બૂ લૂટાને લગ ગયે

-મુનવ્વર રાણા

૧૯૮૦માં રીશીકપૂર અને જયાપ્રદા અભિનીત તથા સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ દ્વારા સંગીત બધ્ધ ચિત્રપટ (અરે મુવી યાર!!) આવેલુ. મુવીનું નામ હતું સરગમ તે મુવીના એક ગીતમાં આ પ્રકારના શબ્દો હતા; ’ગીત તભી મન સે ઉઠતા હૈ જબ લગતી હૈ ઠેસ’ તે મુવીમાં એકથી એક ચઢિયાતા ગીતો હતા. ગીતનો શબ્દો અને સંગીત ખૂબ જ લોકપ્રિય થયેલા.

પીડામાંથી અથવા પીડાના કારણે જે સાહિત્યનું સર્જન થાય છે. તેને હિન્દીમાં કાળજયી કહે છે. દરેક યુગના લોકોને તે સાહિત્યમાં વ્યક્ત થયેલી પીડા પોતીકી લાગે છે. પીડાના કૂખમાંથી જન્મેલુ સાહિત્ય અનમોલ હોય છે. શાયરે આ વાતને ફૂલોના પ્રતિક દ્વારા સમજાવી છે; વ્યક્ત કરી છે. એકદમ સરળ ભાષામાં કહીયે કે સમજીયે તો શાયર એમ કહે છે. મેં જયારે મારી વ્યથાના કિસ્સા સંભાળવવા શુરૂ કર્યા ત્યારે મારા શબ્દો સુગર્ધ બની ચોમેર પ્રસરવા માંડયાં.

આપને આબાદ વીરાને કિયે હોંગે બહુત

આપ કી ખાતિર મગર હમ તો ઠીકાને લગ ગયે

માણસ જંગલ કાપતો જાય છે. શહેરો, ગામડાઓ વન-વગડામાં પ્રવેશી ગયા છે. જે રીતે આડેઘડ શહેરો અને ગામડાઓ વિકસતા જાય છે. એના કારણે વન્ય જીવો અને પર્યાવરણને નુકસાન થઈ રહયું છે. તેઓ ઠેકાણે પડી ગયા છે. આજ કારણોસર વન્યજીવો માનવવસ્તીમાં ઘુસણખોરી કરી રહયાં છે. મને યાદ છે. ૧૯૮૪માં એક દીપડો (કે ચિત્તો) અમદાવાદમાં ઘુસી આવેલો. ગ્િારનો સાવજો દ્વારા ગીર છોડી બીજા વિસ્તારોમાં પ્રવેશવાની ઘટનાઓ ઘટી છે. તમામ ઘટનાઓનું કારણ એટલું જ કે માણસ જંગલ તરફ દબાણ કરી રહયો છે.

ઉંગલીયાં થામે હુવે બચ્ચે ચલે ઈસ્કૂલ કો

સુબહ હોતે હી પરિન્દે ચહચહાને લગ ગયે

શાયરે બાળકોની પક્ષીઓની ઉપમા આપી છે. બે દૃશ્યોને એક કરી અદભુત શેર લખ્યો છે.

મિત્રો તમે રોજ સવારે પક્ષીઓને જોતા હશે. અન્નજળની શોધમાં તેઓ વહેલી સવારે નીકળી પડે છે અને કલશોર કરતા નીકળે છે. જેવી રીતે પક્ષીઓ કલશોર કરતા દિવસની શુરૂઆત કરે છે. એવી જ રીતે બાળકો પણ કલરવ કરતાં કરતા દિવસની શુરૂઆત કરે છે.

અભણ અમદાવાદી.

રોને સે જો ભડાશ થી દિલકી નિકલ ગઈ

આંસુ બહાયે ચાર તબિયત સંભલ ગઈ

- શાયેર કજલબાશ

અમુક પરિસ્થિતીઓ એવી ઉભી થાય છે. તે સમયે જો માણસ રડે નહીં તો માનસિક તકલીફો ઉભી થાય છે.

મારી જન્મભૂમિ બિકાનેરમાં મારા મોસાળની બાજુમાં એક વ્યક્તિનો જુવાન-જોધ દીકરો ગુજરી ગયો. લગભગ વીસ-બાવીસનો હતો. તે વ્યક્તિ પોતે પચાસની આસપાસ હતી. દીકરાને સ્મશાને લઈ ગયા ત્યાં સુધી પિતાની આંખમાંથી એક પણ આંસુ આવ્યુ નહીં. ત્યારે ત્યાં હાજર એક-બે જણાએ આપસમાં નક્કી કરી એને રડાવવાનું નક્કી કર્યું. પણ તે પિતા જાણે કે પથ્થરમાં પરિવર્ત્િાત થઈ ગયેલો. જો કે થોડા પ્રયત્નો બાદ આખરે તે પિતા ઘ્‌રૂસ્કેને ઘ્‌રૂસકે રડી પડયો. ત્યારે ત્યાં હાજર લોકોનો જીવ હેઠો બેઠો. નહીંતર આવા પ્રસંગોએ આઘાત પામેલ વ્યક્તિનું માનસિક સંતુલન બગડવાના પૂરેપૂરા ચાન્સ રહે છે.

અહીં મને સંજીવકુમાર, મુમતાજ, જીતેન્દ્ર અભિનીત એક ફિલ્મનું દ્રશ્ય યાદ આવે છે. ફિલ્મનું નામ ખીલૌના છે.

ઉપર કહયું એમ જીવનમાં અમુક ઘટનાઓ એટલી આકસ્મિક અને અકલ્પનીય હોય છે. ઘટના સુખની હોય ત્યારે વાંધો નહીં પણ દુખની હોય ત્યારે મનના આવેગ વ્યક્ત થવા જરૂરી છે.

ખીલોના ફિલ્મમાં સંજીવકુમારની આંખ સામે એની પ્રિયતમા ધાબેથી કૂદીને આત્મહત્યા કરી લે છે. ઘટનાક્રમ એટલે અકિસ્મક અને ઝડપથી ઘટે છે કે સંજીવકુમાર બે ઘડી માટે શૂન્યમનસ્ક થઈ જાય છે. એને એટલો તીવ્ર આઘાત લાગે છે કે તે ’શૂન્ય’ થઈ જાય છે. પછી અચાનક હસવા માંડે છે. એ પાગલ થઈ જાય છે. ટુકમાં, દુખદ પ્રસંગે રડી લેવું જોઈયે.

એ શમ્મા, હમ સે સોઝ-એ-મોહબ્બત કે જપ્ત સીખ

કમબખ્ત એક રાત મેં સારી પિઘલ ગઈ

પરવાનો શમાને મહેણું મારીને કહે છે ’પ્રેમમાં બળવાની રીત શીખવી હોય તો અમારી પાસે શીખ. અમે ધીમે-ધીમે નથી બળતા. એક ઝટકામાં જાન ગુમાવી એ છીયે. જયારે તું? તું રાતભર બળતી રહે છે. અમે રોજ મરીયે છીયે. તું એક રાતમાં પીઘળી ગઈ? પ્રેમમાં ફના કેવી રીતે થવાય? અમારી પાસે સીખ.

અભણ અમદાવાદી.

અધિકાર કી ભાષા

જિસ જુબાં પર ચઢ અધીકાર કી ભાષા

ઉસ કો ભીર આતી નહી હૈ પ્યાર કી ભાષા

મિત્રો આ શેર અને ગઝલ કોણે લખી છે? એ મને ખબર નથી, પણ ગઝલ છે સરસ. જે માણસ પાસે અધિકાર એટલે કે સત્તા આવી જાય એની ભાષા, વાણી, વર્તન વગેરે બધું જ બદલાઈ જાય છે. તમે ખાસ કરીને સરકારી ઓફિસોમાં સાહેબોની ભાષા સાંભળી હશે. માણસ પાસે સત્તા આવી જાય એટલે માણસ પ્યાર એટલે કે પ્રેમની ભાષા ભૂલી જાય છે. સત્તાનો સ્વાદ ચાખ્યા પછી માણસ નમ્ર, સરળ, સીધો રહેતો નથી; રહી શકતો નથી.

પત્રિકાઓ કે જગત મેં ચલ નહીં પાતી

ખાસ લહજે મેં બંધી અખબાર કી ભાષા

ભાષાના પણ જુદા-જુદા પ્રકાર હોય છે. માતાની ભાષા અને પિતાની ભાષામાં ફેર હોય છે. નોકરની ભાષા અને માલિકની ભાષામાં ફેર હોય છે. અઠવાડિક-માસિક, પાક્ષિક વગેરે સામયિકો અને રોજ છપાતા વર્તમાનપત્રની ભાષામાં પણ ફેર હોય છે. રોજ ઘેર આવતા છાપામાં કેવી ભાષા હોય છે. એ તમે કદી નોંધ્યું છે. અમુક ઉદાહરણ જૂઓઃ મળતી માહિતી મુજબ..., સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે..., કાર્યાલયના પ્રતિનિધિના રીપોર્ટ મુજબ..., શહેરમાં ચાલતી અફવા અથવા વાતો લખ્યું હોય ...) મુજબ...જ્યારે પત્ર્કિાઓ એટલે કે પાક્ષિકો, અઠવાડીકો, માસિકો વગેરેમાં વર્તમાનપત્રો કરતા વધારે વિશ્વસનીય રીતે સમાચાર અપાય છે. સમાચારની સાથે સાથે વિસ્તૃત રીપોર્ટ પણ અપાય છે.

યે મહાનગરીય જીવન ક કરિશ્મા હૈ

ભૂલ બૈઠે હમ સુખી પરિવાર કી ભાષા

મહાનગરો એટલે કે મોટા શહેરોએ દેરેકને દોડતા કરી દીધા છે. તમે અમુક દ્રશ્યો રોજેરોજ જોતા હશો. જેમ કે, ઘરથી ઓફિસે જતો નોકરિયાત વર્ગ, નાના ખભે મોટું દફતર લટકાવી સ્કૂલે જતા બાળકો, ઘર અને ઓફીસ બંને સ્થળે કાર્ય કરતી સ્ત્રીઓ, ધંધો ભલે ત્રણ-ચાર વાગ્યાથી કરતા હોય પણ સવારથી ધંધાની તૈયારીમાં લાગી જતો લારી-ખૂમચાંવાળો વર્ગ (આમાં પાણીપુરી, સેન્ડવિચ, દાબેલી, બધાનો ધંધો કરનારા આવી ગયા.) આજે વ્યક્તિ નાણા કમાય છે. નાણા કમાવામાં પાછો પડતો નથી પણ, સુખની વ્યાખ્યા શું? માણસ ભૂલી ગયો છે આજે એવી સ્થિતિ છે કે માણસ નોકરીની રાહ જોઈને જો બેસી નાં રહે તો દરેકને રોજગાર મળી રહે છે. એક જમાનામાં આવું નહોતું. મહાનગરોમાં દરેકને રોજગાર મળે છે. પણ સુખ ? સુખી પરિવાર?

અભણ અમદાવાદી.

રોશની હૈ ધુંધ ભી હૈ ઔર થોડા જલ ભી હૈ

યે અજબ મૌસમ હૈ જિસ મેં ધૂપ ભી બાદલ ભી હૈ

-કમલેશ ભઠ ’કમલ’

ઘણીવાર એવું નથી થતું કે એક પળે તડકો હોય; બીજી પળે વરસાદ વરસે તો ત્રીજી પડે ફરી તડકો નીકળી જાય. આવું ક્યારે થાય છે? આકાશમાં વાદળો હોય તો જ આવું થાય.

ઘણા વ્યક્તિઓનો સ્વભાવ ઉપરોક્ત વાતાવરણ જેવો હોય છે. ઘડીકમાં હશે તો ઘડીકમાં રડી પડે એક પળે ગુમસુમ, ચુપચાપ હોય તો બીજી પળે કંઈક બડબડવા માંડે.એક પળે ગુસ્સો ચરમસીમાએ હોય તો બીજી પળે વાત્સલ્યનું કરણું ફૂટી પડે.

આ જીવન પણ એક ૠતુચક છે. વર્ષમાં જેમ ત્રણ ૠતુ હોય છે. એમ જીવનમાં પણ કહી શકાય કે ત્રણ ૠતુઓ હોય છે. બાળપણ, યુવાની અને વ્રધ્ધાવસ્થા. જીવનમાં સંકટો તડકો બનીને આવતા હોય છે તો સમાધાન વરસાદના વાદળો બની છે આવે છે. ક્યારેક ધુંધ એટલે કે આછો આછો અંધકાર છવાઈ જાય છે તો ક્યારેક તડકો ધૂરબહારમાં ખીલે છે.

હર ગલી મેં વારદાતે, હર સડક પર હાદસે

યે શહર કેવલ શહર હૈ યાં કિ યે જંગલ ભી હૈ

આજના શહેરી વાતાવરણની અનિશ્ચિતતાનું સરસ વર્ણન કર્યું છે. શાયર કહે છે એકેએક ગલીમાં અસામાજીક ઘટનાઓ થઈ રહી છે. એકેએક રોડ પર દુર્ઘટનાઓ થઈ રહી છે. આ શહેર છે કે જંગલ? કારણ કે જંગલમાં એકેએક ઈંચે અસલામતી વ્યાયેલી હોય છે. ક્યારે કોણ કોનો શિકાર થઈ જાય કે શિકાર બની જાય કંઈ કેહવાય નહીં. એવું જ શહેરોમાં થઈ રહયું છે. હિટ એન્ડ રનની ઘટનાઓ, બદલાની ઘટનાઓ વગેરે એટલા પ્રમાણમાં ઘટી રહી છે કે ના પૂછો વાત.

એક સા હોતા નહીં હૈ જીન્દગી કા રાસ્તા

વો કહીં ઊંંચા, કહીં નીચા કહીં સમતલ ભી હૈ

જીવન કદી એક સરખું નથી રહેતું. જીવાન્પ્રવાસમાં ઘણા પડાવ આવે છે. ઘણા વળાંકો આવે છે તો ઘણા યુટર્ન પણ આવે છે. ઘણાનું બાળપણ સુખી હોય છે તો યુવાની અને ઘડપણ પીડાજનક હોય છે. જયારે ઘણાનું બાળપણ દુઃખી હોય છે પણ યુવાની અને ઘડપણ સુખી હોય છે. બનેથી વિપરીત ઘણા લોકોના જીવનમાં ઘણી ઉથલપાથલ થતી નથી. જેવું બાળપણ હોય એવી જ યુવાની અને એવું જ ઘડપણ હોય છે. જો કે મોટાભાગના લોકોનું જીવન ઉથલપાથલ વાળું જ હોય છે. જેમનું એક સરખું હોય એવા ભાગ્યશાળી લોકો બહુ ઓછા હોય છે.

અભણ અમદાવાદી.

Mahesh Soni

Phone - 8000433639